સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની છે. ગાયત્રી મંત્ર, ગરૂડ મંત્ર કે સિધ્ધકુંજીકા સ્તોત્રની અસરકારકતા પર કોઈને ભરોસો નથી રહ્યો. લગ્ન વખતે ઉચ્ચારાતાં સપ્તપદીનાં સાત વચનો પર ધ્યાન આપવાનો કોઈ પાસે સમય નથી.

નવા એપિસોડ્સ : : Every Friday & Saturday

1

ભગવાન શ્રી વિષ્ણુ અને ઉત્ક્રાંતિવાદનાં પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન વચ્ચે કોઈ સામ્યતા ખરી?

સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની ગાયત્રી મંત્ર, ગરૂડ મંત્ર કે સિધ્ધકુંજીકા સ્તોત્રની અસરકારકતા પર કોઈને ભરોસો નથી રહ્યો. લગ્ન વખતે ઉચ્ચારાતાં સપ્તપદીનાં સાત વચનો પર ધ્યાન આપવાનો કોઈ પાસે સમય નથી. ...વધુ વાંચો

2

ગાયત્રીમંત્ર : ‘ॐ’નાં ટ્રાન્સમિશન વડે પરગ્રહવાસી સુધી સંદેશો!

માનવામાં આવે છે કે બ્રહ્માએ ચાર વેદોનું સર્જન કરતા પહેલા ગાયત્રીમંત્રનું ઉપાર્જન કર્યુ હતું. જગતજનની માં ગાયત્રીને વેદોએ સર્વ-દુઃખનિવારિણી છે. ગાયત્રીમંત્રમાં રહેલા ૨૪ અક્ષરો ચોવીસ અલગ-અલગ બીજમંત્રો છે જેની શરીરનાં ૨૪ ભાગો પર વિવિધ અસર જોવા મળે છે. ૨૪૦૦૦ શ્લોક ધરાવતાં વાલ્મિકી રામાયણમાં, દર એક હજાર શ્લોક પછી શરૂ થતાં નવા શ્લોકનો પહેલો અક્ષર ગાયત્રી શ્લોકનો બીજમંત્ર છે. ...વધુ વાંચો

3

રાધા-રૂક્મણિ સાથે સંકળાયેલ કૃષ્ણનું ક્વોન્ટમ મિકેનિક્સ!

તત્વનાં અણુ-પરમાણુ સાથે જોડાયેલ ક્વોન્ટમ મિકેનિક્સ, આજકાલ વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય બન્યું છે. જેમ-જેમ પદાર્થની સંરચના બદલાતી જાય તેમ-તેમ રહેલા અણુની વર્તણૂકમાં પણ બદલાવ જોવા મળી શકે છે. આપણું વિજ્ઞાન ભૌતિક વસ્તુનાં પ્રત્યેક ગુણધર્મોને ગાણિતીક સૂત્રોની મદદ વડે દર્શાવી શકવા સક્ષમ છે, જેને તકનિકી ભાષામાં ‘વેવ ફંક્શન’નાં નામે ઓળખવામાં આવે છે. ૨૦૧૨ની સાલમાં યુનિવર્સિટી ઓફ કોલોરાડો અને નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજીનાં બે હોનહાર વૈજ્ઞાનિકો ડેવિડ વાઇનલેન્ડ અને એસ.હારોકીને ક્વોન્ટમ મિકેનિક્સને લગતા પોતાના એક અનોખા સંશોધન માટે નોબેલ પ્રાઈઝ એનાયત થયા. ...વધુ વાંચો

4

હિંદુ ગોત્ર માટે કારણભૂત એવું અષ્ટ-ઋષિઓનું ડીએનએ સાયન્સ!

ગોત્ર શબ્દ મુખ્યત્વે લગ્ન-સંબંધી ચર્ચાઓ વખતે વધુ સાંભળવા મળતો હોય છે. સામાન્યતઃ કુલ આઠ ગોત્રનો મુખ્યત્વે ઉલ્લેખ થાય છે. નામ આદિકાળમાં થઈ ગયેલા સપ્તર્ષિ તેમજ અન્ય એક ભારદ્વાજ ઋષિનાં નામ પરથી રાખવામાં આવ્યા છે. સૌપ્રથમ તો ગોત્ર શું છે અને શા માટે આજનાં જમાનામાં પણ લોકોની શ્રધ્ધા તેના પર કાયમ છે તે જાણવા માટે આ અષ્ટ ઋષિઓ વિશે ઉંડાણમાં ઉતરીએ. ...વધુ વાંચો

5

પૃથ્વી પરનાં વૈવિધ્યસભર ૮૪ લાખ જીવ : Myth, Mithya and Truth!

દક્ષિણ અમેરિકાની એન્ડ્સ પહાડીઓમાં શોધકર્તાઓને અવનવા જીવો મળી આવ્યાનાં પુષ્કળ દાખલા નોંધાયા છે. ત્યાંના તળેટી વિસ્તારમાં રાસબેરીનાં કદ જેટલું જોવા મળે છે, જેને વિજ્ઞાનીઓએ ‘મ્યોટિસ ડિમિનુતુસ’ નામ આપ્યું છે. બીજી બાજું, સિંગાપોરમાં એક એવા પ્રકારનો કીડો (વૈજ્ઞાનિક નામ : રહ્બાડિયસ સિંગાપોરેન્સિસ) મળી આવ્યો છે, જે ગરોળીનાં ફેફસામાં વસવાટ કરી પોતાનું જીવન ગુજારે છે!! અમેરિકાનું ચામાચીડિયું અને સિંગાપોરનું આ જીવડું એકબીજા સાથે માત્ર એક જ સામ્યતા ધરાવે છે : બંને જીવનાં અસ્તિત્વની જાણ વૈજ્ઞાનિકોને અમુક વર્ષ પહેલા જ થઈ છે! ...વધુ વાંચો

6

કુરુક્ષેત્રનું ચક્રવ્યુહ : વિશ્વનું સૌથી ખતરનાક અને બુધ્ધિશાળી મિલિટરી ફોર્મેશન!

૧૮ લાખ (અઢાર અક્ષૌહિણી)થી પણ વધુ સૈનિકોએ સતત અઢાર દિવસ સુધી કુરુક્ષેત્રનાં ૪૮x૧૨૮ કિલોમીટરનાં યુધ્ધમેદાનમાં મહાભારત ખેલ્યું. આમ જોવા તો દ્વાપર યુગનાં અંતમાં થયેલા આ મહાયુધ્ધમાં અનેક અસ્ત્રો-શસ્ત્રો-તકનિકો તથા કાવાદાવાનો ઉપયોગ કરવામાં આવ્યો. હિંદુ વેદ-પુરાણ અને મહાભારતને એક ત્રાજવે તોલવામાં આવે તો સ્વાભાવિક રીતે જ મહાભારતનું પલડું વધુ ભારે થઈ જાય એટલી હદ્દે સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય અહીં થયો છે! કૃષ્ણનાં જન્મથી માંડીને પાંડવોનાં મૃત્યુ સુધીનો સમયગાળો અનેક પૌરાણિક રહસ્યો સંઘરીને બેઠો છે. જેને સમજવા માટેનાં ઘણા પ્રયત્નો હાલ થઈ રહ્યા છે. ...વધુ વાંચો

7

આલ્બર્ટ આઇન્સ્ટાઈનનાં સાપેક્ષવાદ પાછળ છુપાયેલું પૌરાણિક રહસ્ય!

વિશ્વનાં મહાનત્તમ વૈજ્ઞાનિકોમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો સમાવેશ થાય છે પરંતુ તેમનાં જીવનની એક હકીકત વિશે બહુ ઓછા લોકોને જાણ છે! આઇન્સ્ટાઈન પોતે ગાંધીજીનાં ખૂબ મોટા ચાહક. બાપુનાં સિધ્ધાંતો પ્રત્યે તેમને ઉંડી શ્રધ્ધા! સ્વાભાવિક છે કે આપણે જેને આદર્શ ગણતાં હોઈએ તેમની દરેક ગમતીલી વસ્તુઓ સાથે જોડાવાનો આગ્રહ પણ આપણે રાખ્યો જ હોય. આઇન્સ્ટાઈન પણ આમાંના એક! ગાંધીજીનું સૌથી મનગમતું ધાર્મિક પુસ્તક એટલે ‘ભગવદગીતા’. ...વધુ વાંચો

8

પવનપુત્ર હનુમાનની અષ્ટસિધ્ધિઓ અને માનવ-રંગસૂત્રોની વૈવિધ્યતા!

આજથી હજારો વર્ષ પહેલા કોઈ પણ જાતનાં આધુનિક ઉપકરણ કે લેબોરેટરી વગર તૈયાર થતાં રસાયણોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં થયેલો છે. ગણાતાં રોગોનાં ઉપચાર બાબતે વેદિક સંસ્કૃતિ ઘણી આગળ હતી. રામાયણનાં યુધ્ધ સમયે જ્યારે મેઘનાદ દ્વારા લક્ષ્મણ પર છોડવામાં આવેલા બાણને પ્રતાપે તેઓ મૂર્છાને વશ થઈ ગયા હતાં, તે વખતે પવનપુત્ર હનુમાને હિમાલય પરની સંજીવની જડીબુટ્ટી થકી તેમનાં પ્રાણની રક્ષા કરી હતી. આજે જ્યારે આ તમામ કથાઓ પર પુનર્દ્રષ્ટિ પડે છે ત્યારે સમજાય છે કે આ કોઈ ચમત્કાર નહી, પરંતુ શત-પ્રતિશત વિજ્ઞાનનો ખેલ હતો. ...વધુ વાંચો

9

બ્રહ્માસ્ત્ર : પૌરાણિક કાળનું Nuclear Weapon..!

આપણા વેદ-પુરાણો અને મહાકાવ્યોમાં ઘણી બધી જગ્યાઓએ શક્તિશાળી અસ્ત્રો-શસ્ત્રોનો ઉપયોગ થતો દેખાડાયો છે. નાગાસ્ત્ર, પાશુપશાસ્ત્ર, વજ્રાસ્ત્ર જેવા કંઇ-કેટલાય હથિયારો યુધ્ધભૂમિમાં વિધ્વંશ સર્જાયો છે! દૈવી શસ્ત્રોની અમાપ શક્તિ મેળવવા માટે ઋષિ-મુનિઓથી માંડીને ક્રુર રાક્ષસોએ ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)ની ઘોર તપસ્યા કરી હોવાની કથાઓ આપણે નાનપણમાં ખૂબ સાંભળી છે. પરંતુ આજે આપણે જે શસ્ત્ર વિશે વાત કરવાનાં છીએ એનાં વર્ણનો પુરાણોમાં ખૂબ વિસ્તારપૂર્વક આપવામાં આવ્યા છે. બ્રહ્માંડનાં સૌથી શક્તિશાળી હથિયાર ગણાતાં ‘બ્રહ્માસ્ત્ર’નો ઉપયોગ કરી શકવાની વિદ્યા ખૂબ ઓછા લોકો પાસે હતી. ...વધુ વાંચો

10

ડાયનોસોરનો અસ્તિત્વવાદ : વરૂણદેવનાં વાહન ‘મકર’ વિશે શું કહેવું છે!? - 1

જુરાસિક વર્લ્ડની કલ્પનાઓ થિયેટર્સનાં મોટા પડદા પર નિહાળવામાં તો ભવ્ય લાગે છે, પરંતુ વાસ્તવમાં ડાયનોસોરની મૌજૂદગી સમયે લોકો કઈ તેમનાથી બચીને રહેતાં હશે એ વસ્તુ વિચારવાલાયક છે. થોડા દિવસ પહેલા ઈરફાન ખાનની આ હોલિવુડ ફેન્ટસી-એક્શન ફિલ્મ જોવાનું થયું. લાખો વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતાં મહાકાય પ્રાણીઓ મહાભારતકાળમાં પણ જોવા મળ્યા હશે કે કેમ એવો એક પ્રશ્ન જાગ્યો! પુષ્કળ સંસ્કૃત-સાહિત્યનો અભ્યાસ અને લેટેસ્ટ આર્કિયોલોજીકલ સાઈટ્સ પર મળેલા પુરાવાઓએ આંખો ચાર કરી દીધી! ...વધુ વાંચો

11

ડાયનોસોરનો અસ્તિત્વવાદ - 2

પાછલા અઠવાડિયે આપણે મહાભારત, શ્રીમદ ભાગવતમ, સુશ્રુતસંહિતા જેવાં ગ્રંથોમાં વર્ણવાયેલી કેટલીક ગુઢ પ્રજાતિઓ વિશે વાત કરી, જેનો દેખાવ તેમજ કદ ડાયનોસોર જાતિનાં પ્રાણીઓ સાથે મળતાં આવે છે. આજે એમનાં માનવજાતિ સાથેનાં વસવાટ અને પુરાવાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીશું. ...વધુ વાંચો

12

ગર્ભ-સંસ્કાર વિજ્ઞાન : Educating the Unborn!

પ્રેગનન્સી દરમિયાનનો નવ મહિનાનો સમયગાળો શિશુ તેમજ માતા માટે સૌથી વધુ અગત્યનો ગણવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યુ છે બાળકનાં ૬૦ ટકા મગજનો વિકાસ માતાનાં ગર્ભમાં જ થઈ જાય છે. તેનાં આઇ.ક્યુ (ઇન્ટલિજન્ટ ક્વોશન્ટ)ને ગર્ભાધાનનાં સમયથી જ વધુ મહત્વ આપવામાં આવે તો બાળક ખૂબ તંદુરસ્ત અને બુધ્ધિશાળી જન્મે છે. આના માટે આપણા શાસ્ત્રોમાં ‘ગર્ભ-સંસ્કાર’નો ઉલ્લેખ થયેલો છે. ...વધુ વાંચો

13

ઋગ્વેદનાં ઋષિઓ ક્લોન્સ વિશે જાણતાં હતાં..!?

ઋગ્વેદનાં ઋષિઓ ક્લોન્સ વિશે જાણતાં હતાં..!? ક્લોનિંગનાં કોન્સેપ્ટથી હજુ આપણે ઘણા અજાણ છીએ. વૈજ્ઞાનિક આંટીઘૂંટીઓમાં પડ્યા વગર, સરળ ભાષામાં હોય તો, ક્લોનિંગ એટલે એવી પ્રક્રિયા જેમાં દરેક પ્રાણી-પશુ-પંખી-મનુષ્યનાં ડીએનએ (DNA)માંથી તેનાં જેવું દેખાતું બીજું રૂપ તૈયાર કરી શકાય. પેદા થનાર ક્લોનનો ચહેરો, સ્વભાવ, શારીરિક બંધારણ, જેનેટિક કોડ બધું જ તેનાં પિતૃ ડીએનએની પ્રતિકૃતિ ગણી શકાય. એમ કહો ને કે, ક્લોનિંગ વડે મારા-તમારા જેવો આખેઆખો બીજો માણસ પેદા કરવો શક્ય છે. એ પણ એક-બે નહીં, અસંખ્ય! ક્લોનિંગ માટે ફક્ત એક જીવિત કોષની આવશ્યકતા પડે છે. તેને વિજ્ઞાનની મદદથી અન્ય કોઇ પણ જીવનાં ગર્ભમાં દાખલ કરાવવો સંભવ છે. પરંતુ મુશ્કેલી એ ...વધુ વાંચો

14

ભારદ્વાજનું વૈમાનિક શાસ્ત્ર : મોડર્ન એવિયેશન પણ જેની સામે પાણી ભરે..!

ભારદ્વાજનું વૈમાનિક શાસ્ત્ર : મોડર્ન એવિયેશન પણ જેની સામે પાણી ભરે..! ઇ.સ. ૧૮૭૫ની સાલમાં આપણા ગુજરાતનાં જ એક અતિપ્રાચીન પુરાતત્વશાસ્ત્રીઓને આજથી ૧૦૦૦ વર્ષ પહેલા લખાયેલો ગ્રંથ મળી આવ્યો! ભારદ્વાજ ઋષિની કલમે લખાયેલ આ ‘વૈમાનિક શાસ્ત્ર’ (જેને પ્રાચીન ભારતમાં ‘બૃહદવિમાન શાસ્ત્ર’ તરીકે પણ ઓળખવામાં આવતું એ) સંશોધકો માટે ચર્ચાનો વિષય બન્યું. એમાં એવા પ્રકારનાં વિમાનની બનાવટ અંગે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે, જેનાં વિશે આધુનિક વિજ્ઞાન સાવ અજાણ છે! આ વિષયે વિગતવાર ચર્ચા કરતાં પહેલા ભારદ્વાજ ઋષિનો પરિચય મેળવી લઈએ. ઋષિ બૃહસ્પતિનાં પુત્ર અને આયુર્વેદ, યંત્ર સર્વસ્વ જેવા પુષ્કળ સંસ્કૃત સાહિત્યોનાં રચયિતા ઋષિ ભારદ્વાજનો ઉલ્લેખ ઘણી પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. ...વધુ વાંચો

15

૧ પાઇલોટ, ૩૨ પૌરાણિક સિદ્ધિઓ..!

૧ પાઇલોટ, ૩૨ પૌરાણિક સિદ્ધિઓ..! ગયા અઠવાડિયે આપણે ભારદ્વાજ ઋષિ રચિત વૈમાનિક શાસ્ત્રનો પ્રાથમિક ખ્યાલ મેળવ્યો. પ્રાચીન સમયમાં ઉપયોગમાં અત્યાધુનિક એરોપ્લેનનો ઉલ્લેખ એ ગ્રંથમાં કરવામાં આવ્યો છે, જેને ઇ.સ. ૧૮૭૫માં ગુજરાતનાં પ્રાચીન મંદિરમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. વિમાનોની બનાવટથી માંડીને તેનાં અલગ-અલગ પ્રકારો, કદ, આકાર, દળ અંગેની માહિતી ઉપરાંત; એ સમયનાં પાઇલોટે વિમાન ઉડ્ડયન વખતે લેવી પડતી કેટલીક તાલીમ અને સિદ્ધિઓનું પણ એમાં વર્ણન છે. એવી ૩૨ પૌરાણિક સિદ્ધિઓ, જેને ધારણ કર્યા વિના વ્યક્તિ વિમાન ઉડાડવા યોગ્ય ન ગણાઈ શકે! (૧) માંત્રિક : ‘મંત્રાધિકાર’ પ્રકરણમાં જણાવ્યાનુસાર; અભેદ્ય, અછેદ્ય અને અદાહ્ય વિમાનોનાં નિર્માણ માટે છિન્નમસ્તા, ભૈરવી, વેગિણી, સિદ્ધંબાનાં મંત્રોને જાગૃત ...વધુ વાંચો

16

સોમદેવ, ભોજ, કૌટિલ્ય અને કાલિદાસ

સોમદેવ, ભોજ, કૌટિલ્ય અને કાલિદાસ : એવિયેશન ટેક્નોલોજીનાં સદીઓ જૂનાં વિદ્વાન! વૈમાનિક શાસ્ત્ર અને એમાં વર્ણવાયેલ ૩૨ પૌરાણિક સિદ્ધિઓ આપણે ગત અઠવાડિયાઓ દરમિયાન અવગત થયા. એ સિવાય પણ ઘણા સંસ્કૃતજ્ઞોએ પોતાનાં વિવિધ પુસ્તકોમાં એવિયેશન ટેક્નોલોજી અને વિમાનોનાં પ્રકારનો ઉલ્લેખ કર્યો છે. (૧) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર : રાજા હરિશ્ચંદ્ર અને સૌભિકનાં ‘સૌભ’ નામે એક શહેરનો ઉલ્લેખ કૌટિલ્યે પોતાનાં લખાણમાં કર્યો છે. જેનો અર્થ છે, “એવો વ્યક્તિ, જેની પાસે હવાઇ-વાહનો ઉડાડી શકવાની તકનિક છે.” તદુપરાંત, પાઇલોટ માટે તેમણે ‘આકાશ યોધિનઃ’ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ છે, “જેને આકાશમાં યુદ્ધ કરવા માટેની તાલીમ મળી હોય એ” ! (૨) સોમદેવ ભટ્ટનું કથાસરિતસાગર : ...વધુ વાંચો

17

ત્રિપુર, રૂક્મ અને સુંદર

ત્રિપુર, રૂક્મ અને સુંદર પૌરાણિક કાળનાં અત્યાધુનિક વિમાનો! ત્રણ અઠવાડિયા પહેલા ભારદ્વાજનાં વૈમાનિક શાસ્ત્રથી શરૂ થયેલી આપણી આ એવિયેશન આજે આ આખરી અંક છે. વીતી ચૂકેલી વાતો પર ઝટપટ એક નજર કરી લઈએ. ભારદ્વાજે લખેલા વૈમાનિક શાસ્ત્રમાં મોડર્ન એવિયેશનને ક્યાંય પાછળ છોડી દે એવા સિદ્ધાંતો અને ટેકનોલોજીથી ભરપૂર વિમાનો વિશે જણાવવામાં આવ્યું છે. લડાયક વિમાન, બચાવ વિમાન, ઇન્ટર-પ્લાનેટરી વિમાન જેવી કંઇ-કેટલાય અત્યાધુનિક બનાવટ અંગેનાં વર્ણનો; ઉડ્ડયન સમયે પાઇલોટે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો, સાવધાનીઓ અને સિદ્ધિઓનો પણ એમાં ઉલ્લેખ જોવા મળે છે. ભારદ્વાજ સિવાય કવિ કાલિદાસ, સોમદેવ ભટ્ટ, રાજા ભોજ અને કૌટિલ્ય જેવા વિદ્વાનોએ પણ પોતપોતાનાં પૌરાણિક ગ્રંથોમાં એવિયેશન ...વધુ વાંચો

18

૧૦૮ - હિંદુ ધર્મનો સૌથી પવિત્ર અને રહસ્યમય અંક!

૧૦૮ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર અને રહસ્યમય અંક! સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર દરેક વ્યક્તિ માટે ૧૦૮નો આંકડો (સંખ્યા) હંમેશાથી મહત્વપૂર્ણ રહ્યો છે. યોગગુરૂ, સાધુ, મહાત્મા, ઋષિમુનિઓની મહાનતા દર્શાવવા માટે પુરાણકાળથી તેમનાં નામની આગળ ‘શ્રી શ્રી ૧૦૮’નું સંબોધન જોડવાનો રિવાજ ચાલ્યો આવે છે. ઇશ્વરનું ધ્યાન ધરવા માટે તેમજ મંત્રોચ્ચારની ગણતરી રાખવા માટે ઉપયોગમાં લેવાતી મણકાની માળામાં ૧૦૮ મોતી હોય છે. તમે જુઓ, મોટાભાગનાં ભારતીયો પોતાનાં મોબાઇલ નંબરોમાં તેમજ વાહનોની નંબર પ્લેટમાં પણ ૧૦૮ને સમાવિષ્ટ કરે છે. લોકોની આ શ્રદ્ધાને મોબાઇલ કંપનીઓએ ધમધીકતો ધંધો બનાવી વેચવાનું શરૂ કરી દીધું છે. તમામ ધર્મોમાં શુભ મનાતાં અલગ-અલગ આંકડાઓની કિંમત ઉંચી રાખીને બજારોમાં તેને ...વધુ વાંચો

19

ભારતવર્ષની સદીઓ પુરાણી ‘અંકપદ્ધતિ’

ભારતવર્ષની સદીઓ પુરાણી ‘અંકપદ્ધતિ’ નંબર-સિસ્ટમ વગરનાં વિશ્વની કલ્પના કરી છે કોઇ દિવસ? અંક-પદ્ધતિ વગર અત્યારે આપણી રોજબરોજની સગવડોમાં વધારો આઇફોન, આઇપોડ, લેપટોપ કે અન્ય કોઇપણ ગેજેટ્સનું અસ્તિત્વ શક્ય જ ન બન્યું હોત! અંકપદ્ધતિની મહત્તા વિશે, શુન્યની શોધ વિશે ઘણી બધી વાતો આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ એની શરૂઆત અંગેની માહિતી બહુ ઓછા વિદ્વાનો પાસે છે. સમ્રાટ અશોકનાં શિલાલેખ, બ્રહ્મસ્ફૂટ સિદ્ધાંત જેવા કંઈ-કેટલાય આધારભૂત પુરાવાઓ પરથી આજે ભારતીયો ગર્વથી કહી શકે એમ છે કે, અંકપદ્ધતિનાં મૂળિયા ભારત સાથે જોડાયેલા છે! ભારતે શોધી કાઢેલી અંકપદ્ધતિને થોડી સદીઓ બાદ અરબી લોકો દ્વારા વેપાર માટે ઉપયોગમાં લેવાઈ. જેનાં લીધે બન્યું એવું કે ...વધુ વાંચો

20

કુરૂસૈન્યને ભરખી જનાર ‘દિવ્યાસ્ત્ર’!

કુરૂસૈન્યને ભરખી જનાર ‘દિવ્યાસ્ત્ર’! (ભાગ-૧) મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસો સુધી ચાલ્યું, જેમાં કંઈકેટલાય દિવ્યાસ્ત્રોનું આહ્વાન કરવામાં આવ્યું. બ્રહ્મદંડ, બ્રહ્મશીર્ષ, બ્રહ્માસ્ત્ર વિશે આપણે આ કોલમમાં થોડા અઠવાડિયા અગાઉ વિસ્તૃત પરિચય મેળવી ચૂક્યા છીએ. પરંતુ જ્યારે દિવ્યાસ્ત્રની વાત આવે ત્યારે સમગ્ર પૃથ્વીનો સર્વનાશ નોતરી શકે એવા હથિયારોનું લિસ્ટ બહુ લાંબુ થઈ જાય છે! ચક્ર, અગ્નેયાસ્ત્ર, સુદર્શન ચક્ર, ગરૂડાસ્ત્ર, કનુમોદકી, પાશુપશાસ્ત્ર, શિવધનુષ, નારાયણાસ્ત્ર, ત્રિશુલ, વરૂણાસ્ત્ર, વૈષ્ણવાસ્ત્ર અને વાયવ્યાસ્ત્ર સહિત પુષ્કળ દિવ્યાસ્ત્રોનો ઉલ્લેખ પુરાણોમાં થયેલો છે. હાઇ-ટેક્નોલોજીકલ વિમાનો પર સવાર થઈને પરસ્પર યુદ્ધ લડી રહેલા દેવ-દાનવોનાં વર્ણનોમાં અસંખ્ય વખત તમને આવા અસ્ત્ર-શસ્ત્ર વિશે વાંચવા મળશે. એકીઝાટકે આખેઆખા શત્રુસૈન્યનું નિકંદન કાઢતાં દિવ્યાસ્ત્રની ઉર્જા અને ...વધુ વાંચો

21

કુરૂસૈન્યને ભરખી જનાર ‘દિવ્યાસ્ત્ર’! - 2

દિવ્યાસ્ત્ર : આહ્વાન, શત્રુવિનાશ અને પ્રતિરોધકતા! (ભાગ-૨) (ગતાંકથી ચાલુ) મંત્રોચ્ચારની અસરકારકતા વિશે આપણે પહેલાનાં આર્ટિકલ્સમાં વિસ્તૃત સમજ કેળવી. અવાજ, ધ્વનિ-કંપન જેવા શબ્દો મંત્રજાગૃતિ સાથે સંકળાયેલા છે. બ્રહ્માસ્ત્ર તેમજ યજ્ઞ અંગેની માહિતી આપતાં લેખમાં આપણે જોઇ ગયા કે, યોગ્ય આરોહ-અવરોહ સાથે ઉચ્ચારાયેલો મંત્ર કોઇપણ દિવ્યાસ્ત્રને જાગૃત કરી શકવા સક્ષમ છે. ગયા અંકમાં અલગ-અલગ દિવ્યાસ્ત્રો તેમજ તેની અસરો વિશે જાણકારી મેળવ્યા બાદ હવે થોડા આગળ વધીએ. માની લો કે દિવ્યાસ્ત્રનું આહ્વાન થઈ ગયું અને ત્યારબાદ યોદ્ધાને એની નિરર્થકતાનો અહેસાસ થયો તો શું થઈ શકે? ક્ષત્રિયની તલવાર કદાચ પુનઃ મ્યાનમાં જઈ શકે પરંતુ જાગૃત થઈ ચૂકેલું દિવ્યાસ્ત્ર નહીં! વ્હોટ ઇફ, અ વોરિયર ...વધુ વાંચો

22

કોરિયામાં બૌદ્ધત્વ : અયોધ્યા, શ્રી રામ અને રાજકુમારી હ્વાંગ ઓકે! - 1

કોરિયામાં બૌદ્ધત્વ : અયોધ્યા, શ્રી રામ અને રાજકુમારી હ્વાંગ ઓકે! (ભાગ-૧) ભારતીયોને બાદ કરતાં અયોધ્યા અને શ્રીરામમાં શ્રદ્ધા ધરાવનારો મોટો વર્ગ છે : કોરિયન લોકો! તેઓ પોતાને અયોધ્યામાં જન્મેલ રાજકુમારી ‘હીઓ હવાંગ ઓકે’નાં વંશજો માને છે. માનવામાં આવે છે કે અયોધ્યાની એ રાજકુમારી પૌરાણિક કાળનાં દૈવી પુરૂષ ‘કિમ સુરો’ને પરણવા માટે ખાસ કોરિયા આવી હતી. ‘સેમ કુક યુસ’ (અર્થ : ત્રણ રાજ્યોનો ઇતિહાસ) પ્રમાણે, કોરિયન પ્રજાતિનાં પુરાણકાળ વિશે અગિયારમી સદીમાં વિગતવાર લખવામાં આવ્યું. પૌરાણિક કથાઓ અનુસાર, કોરિયા (હાલનું પેનિનસુલા, દક્ષિણ કોરિયા)માં નવ વૃદ્ધો એક રાજ્ય પર રાજ કરતાં હતાં. પરંતુ એમાંનો એકપણ વ્યક્તિ રાજા નહીં! એમણે પોતાનાં ઇશ્વરને પ્રાર્થના ...વધુ વાંચો

23

કોરિયામાં બૌદ્ધત્વ : અયોધ્યા, શ્રી રામ અને રાજકુમારી હ્વાંગ ઓકે! - 2

કોરિયન લોકો અયોધ્યાને શા માટે પૂજનીય ગણે છે? (ભાગ-૨) (ગતાંકથી ચાલુ) કોરિયન વૈજ્ઞાનિકોએ ત્યાંની પૌરાણિક ગાથા પર જે રીસર્ચ ધર્યો, એમાં સામે આવ્યું કે ભારતની રાજકુમારીનાં દક્ષિણ કોરિયાનાં રાજકુમાર સાથેનાં વિવાહની વાત સો ટકા સાચી છે! ગિમ-હેનાં મકબરામાંથી લેવામાં આવેલા ડીએનએ નમૂનાની જાંચ બાદ આ હકીકત પરથી પડદો ઉઠ્યો. જાંચ દરમિયાન જે ડીએનએ સેમ્પલ મળ્યા એ ભારતનાં રાજવી ખાનદાનનાં હોવાનું માલુમ પડ્યું, આથી જ આજેપણ કિમ-હે પ્રદેશનાં લોકો અન્ય કોરિયન પ્રજાતિની સરખામણીએ પ્રમાણમાં વધુ સુંદર અને બુદ્ધિશાળી હોય છે! તદુપરાંત, જાપાન અને ચીનથી આવેલા કોરિયન લોકોની તુલનામાં તેમનું નાક ઘણું ઓછું ચપટું જોવા મળે છે. ગયા અઠવાડિયે આપણે જોઇ ...વધુ વાંચો

24

આમુન : ઇજિપ્શીયન કૃષ્ણ! - 1

આમુન : ઇજિપ્શીયન કૃષ્ણ! (ભાગ-૧) તાજેતરમાં અમુક ઇજિપ્શીયન સાહિત્યનાં પુસ્તકોમાંથી પસાર થતી વખતે એમનાં દેવી-દેવતાઓનાં વર્ણન સામે આવ્યા. ધ્યાનાકર્ષક હતું : એમન (કે આમુન)! દર વર્ષે ઇજિપ્તનાં કર્નાક ખાતેનાં મંદિરે લાઇટ એન્ડ સાઉન્ડ શૉ ઓર્ગેનાઇઝ થાય છે, જેમાં એક સંવાદ લાઉડસ્પીકર પર સાંભળવા મળે છે, “હું એમન-રા, મારા પગરખામાંથી નાઇલનું પાણી વહે છે!” ઇજિપ્શીયન માયથોલોજીમાં અપાયેલું આ વર્ણન ત્રિદેવોમાંના એક ભગવાન વિષ્ણુનાં અવતાર શ્રીકૃષ્ણ સાથે ઘણું મેળ ખાય છે. બંનેની સરખામણી કરતા પહેલા એ જાણી લેવું જરૂરી છે કે ઇજિપ્શીયન દેવ એમન કોણ છે? ઇસૂ પૂર્વનાં બે હજાર વર્ષો પહેલા થઈ ચૂકેલા એમનને બ્રહ્માંડનાં સર્જકદેવ તથા ઇજિપ્તનાં મૂળ દેવતા ...વધુ વાંચો

25

આમુન : ઇજિપ્શીયન કૃષ્ણ! - 2

ઓપેટ ફેસ્ટિવલ : ઇજિપ્શિયન કૃષ્ણની રથયાત્રા! (ભાગ-૨) (ગતાંકથી ચાલુ) ‘બૌલક’ નામે હસ્તલિખિત પ્રતમાં ઇજિપ્તમાં ઉજવાતાં ‘ઓપેટ ફેસ્ટિવલ’નો ઉલ્લેખ છે. કર્નાકમાં ઉજવાય છે. આમુન, તેની પત્ની મટ અને પુત્ર ખોંસુને પવિત્ર હોડીમાં બેસાડીને ભક્તો એમની કબર તરફ લઈ જવામાં આવે છે, જે લક્ષોર અને કર્નાકનાં મંદિરોથી લગભગ ૨ માઇલનાં અંતરે આવેલી છે! ભક્તોનું ટોળું લક્ષોર મંદિર પહોંચતાની સાથે જ અમુક ખાસ પ્રકારની વિધિ-વિધાનનું અનુસરણ કરે છે. (લક્ષોર મંદિરની દિવાલો પર આ તહેવારનું બહુ જ સુંદર ચિત્રાત્મક વર્ણન જોવા મળે છે.) આમુન, મટ અને ખોંસુની મૂર્તિઓને સ્થાનિક વિધિ અનુસાર સ્નાનાદિ કરાવી સુંદર વસ્ત્રાભૂષણો પહેરાવીને તૈયાર કરવામાં આવે છે. જેની પૂર્ણાહુતિ પર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો