બાળપણ ની વાતો - નવલકથા
Jaimini Brahmbhatt
દ્વારા
ગુજરાતી બાળ વાર્તાઓ
(માનવ અને પશુ વચ્ચેના અદ્દભુત પ્રેમનુ નિરુપણ)
આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડાં જેવાં માત્ર ત્રણ મકાનો, પોતાના દેખાવથી આવતાંજતાંનું લક્ષ ખેંચી રહેતાં.
જૂની ખખડધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી.
ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઊડતા.
પતરાનાં, પાટિયાનાં અને ગૂણિયાંનાં, એમ અનેકરંગી થીગડાં મારેલી ખડકી ખુલ્લી રહેતી.
અંદર એક ફાટેલતૂટેલ સાદડી પર જુમો ભિસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય.
જુમાએ સોના-રુપાનાં વાસણથી માંડીને ઠીંકરાની ફૂટેલી હાંડલી સુધી બધી તડકાછાંયા જોઇ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત માબાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો.
(માનવ અને પશુ વચ્ચેના અદ્દભુત પ્રેમનુ નિરુપણ)આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડાં જેવાં માત્ર ત્રણ મકાનો, પોતાના દેખાવથી આવતાંજતાંનું લક્ષ ખેંચી રહેતાં.જૂની ખખડધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી.ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઊડતા.પતરાનાં, પાટિયાનાં અને ગૂણિયાંનાં, એમ અનેકરંગી થીગડાં ...વધુ વાંચોખડકી ખુલ્લી રહેતી.અંદર એક ફાટેલતૂટેલ સાદડી પર જુમો ભિસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય.જુમાએ સોના-રુપાનાં વાસણથી માંડીને ઠીંકરાની ફૂટેલી હાંડલી સુધી બધી તડકાછાંયા જોઇ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત માબાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો.હજી એને સાંભરતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. એ વખતે તેણે શોખની ખાતર એક પાડો પાળેલો. આજ
(પિતાનો દિકરી માટે અનન્ય પ્રેમ રજુ કરતી શ્રેષ્ઠ વાર્તા)પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક ...વધુ વાંચોડોસો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાંક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, કોઈક વહેલા ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર :એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા, અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહિ છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી
ભૂખી ભૂતાવળ – માનવીની ભવાઇકાળુની વાટમાં આવતો વગડો, આ છપના કાળનો માર્યો જાણે ‘ ખાઉં ! ખાઉં ! ’ કરી રહ્યો હતો. પક્ષીઓય ભૂખેતરસે વલવલતાં હતાં. ચૈતરના વાયરા લૂય સાવ લૂખી ! ત્યારે બળીજળી ધરતી તો કાળુના પગને – ...વધુ વાંચોબની બેઠી હોય તેમ ખોયણાં જ ચાંપતી હતી.પણ કાળુનું એ તરફ ધ્યાન જ ન હતું. મગજમાં એક જ વિચાર ઘૂમતો હતો : ‘ રાજુ, પેલા શાહુકારને પોતાની કાયા તો નઈ સોંપી દે ને ? ’તો બીજી બાજુ એને ગળા સુધી ભરોસો હતો : “ધરતીનું પડ ભલે ફરે , પણ રાજુ નઈ ફરે ! … એ ભલેને ભૂખની મારી કાલ મરતી