Love Forever book and story is written by Minal Vegad in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love Forever is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લવ ફોરેવર - નવલકથા
Minal Vegad
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
"અરે..... આ લાસ્ટ ચાન્સ છે જો આ ઈન્ટરવ્યુ પણ મિસ થઈ ગયું તો પૂરું. પપ્પા મને તેમની પાસે બોલાવી લેશે." પાયલ ખૂબ જ ચિંતા માં હતી. પાયલ એક જગ્યા એ ઈન્ટરવ્યુ માટે જઈ રહી હતી પરંતુ ટ્રાફિકના કારણે લેટ થઈ ગઈ હતી.
પાયલ ઓફિસના બિલ્ડિંગ પાસે ઉતરી અને ઓટો વાળાને પૈસા આપી બિલ્ડિંગ ના મેઈન ગેટની અંદર આવી. પાયલ ઝડપથી અંદર જઈ રહી હતી. ત્યા સામે રસ્તામાં પાયલ ની ઉંમરનો એક છોકરો ઊભો હતો. પરંતુ તેને જોઈને લાગતું હતું એ એડ્રેસ ભૂલી ગયો હતો. કારણ કે આ એક કોમર્સિયલ બિલ્ડિંગ હતું. બધા લોકો એકદમ ફોર્મલ અને વેલ ડ્રેસ હતા. જ્યારે પેલો તો જાણે કોઈ ડાન્સ ક્લાસ માટે આવ્યો હોય એવું લાગતું હતું. હજુ ઊઠીને આવ્યો હોય એમ વાળ એકદમ અસ્તવ્યસ્ત હતા. નીચે શોર્ટ્સ પહેર્યું હતું અને ઉપર ટી શર્ટ હતું અને એની પર જેકેટ હતું. કાન પર હેડફોન્સ લગાવ્યા હતા અને ભાઈ પોતાની મસ્તીમા આંખો બંધ કરીને ડાન્સ કરી રહ્યા હતા. તેની બાજુમાથી એક કચરાવાલા ભાઈ મોટી ડસ્ટબીન લઈને જઈ રહ્યા હતા. પેલાનું ધ્યાન રહ્યું નહી અને ડાન્સ કરતી વખતે તેનો પગ પેલા ભાઈ સાથે અથડાયો અને પેલા ભાઈના હાથમાંથી ડસ્ટબીન છૂટી ગયું અને પાયલ પર પડ્યું. પાયલ પર બધો કચરો આવ્યો એટલે એના કપડા ખરાબ થઈ ગયા હતા. પાયલ એકદમ ગુસ્સામાં આવી ગઈ હતી.
Part :-1 "અરે..... આ લાસ્ટ ચાન્સ છે જો આ ઈન્ટરવ્યુ પણ મિસ થઈ ગયું તો પૂરું. પપ્પા મને તેમની પાસે બોલાવી લેશે." પાયલ ખૂબ જ ચિંતા માં હતી. પાયલ એક જગ્યા એ ઈન્ટરવ્યુ માટે જઈ રહી હતી પરંતુ ટ્રાફિકના ...વધુ વાંચોલેટ થઈ ગઈ હતી.પાયલ ઓફિસના બિલ્ડિંગ પાસે ઉતરી અને ઓટો વાળાને પૈસા આપી બિલ્ડિંગ ના મેઈન ગેટની અંદર આવી. પાયલ ઝડપથી અંદર જઈ રહી હતી. ત્યા સામે રસ્તામાં પાયલ ની ઉંમરનો એક છોકરો ઊભો હતો. પરંતુ તેને જોઈને લાગતું હતું એ એડ્રેસ ભૂલી ગયો હતો. કારણ કે આ એક કોમર્સિયલ બિલ્ડિંગ હતું. બધા લોકો એકદમ ફોર્મલ અને વેલ ડ્રેસ હતા.
Part :- 2 " હેલ્લો ભાઈ!!!, હું નિશાંત રોડ પર આવ્યો છું. તમારે કાઈ જોઈએ છો તો લઈ આવું??" કાર્તિક એ પોતાની કારમાંથી બહાર આવી અમન ને કોલ કર્યો." હા જોઈએ તો છે...... ત્યાં સામે જો એક બુક સ્ટોર ...વધુ વાંચોત્યાંથી એક બુક લેવાની છે." અમને થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું." કઈ ટાઈપ ની બુક જોઈએ છે....?? થ્રીલર, હોરર , નોવેલ કે પછી લવ સ્ટોરી....હે....??" કાર્તિક એકદમ મજાક કરતા બોલ્યો." હાઉ ટુ બિકમ મેચ્યોર..??" અમન બોલ્યો." હે....!! તમે તો એકદમ મેચ્યોર છો. તમારે શું કરવી છે એ બુક??" કાર્તિક ને અમન ની વાત સાંભળી નવાઈ લાગી." એ બુક મારા
Part :- 3" આર યુ ઓકે.....??" " હા....." પાયલ એ બંધ આંખે જ જવાબ આપી દીધો પછી ધીમેથી પોતાની આંખ ખોલી જોયું તો સામે બીજું કોઈ નહિ પણ કાર્તિક ઊભો હતો. " તું સૂતી જ રહે....હું આવું છું." પાયલ ...વધુ વાંચોપર બેઠી થતી હતી ત્યાં કાર્તિકે તેને સૂઈ રેહવાનું જ કહ્યું." આ કાર્તિક અત્યારે શું કરતો હશે અહી..??" કાર્તિકે ના પાડી હતી છતાં પાયલ સોફામાં બેઠી થઈ ગઈ અને વિચારવા લાગી." મગજ ને થોડો રેસ્ટ આપીશ તો જલદી સારું થશે." કાર્તિક પોતાનો રૂમાલ ઠંડા પાણીમાં પલાળી ને લાવ્યો હતો એ પાયલ ના માથા પર રાખતા બોલ્યો." આ વળી શું છે...??
Part :- 4 આજે પાયલ ને કાઈ કામ માં મન નહોતું લાગતુ. સવાર થી સાંજ થવા આવી હતી પણ કાર્તિક હજુ ઓફિસ આવ્યો નહોતો. અને એવું પણ નહોતું કે કાર્તિક દરરોજ ઓફિસે આવતો જ. ક્યારેક અમન નું કામ હોય ...વધુ વાંચોપછી ફ્રી હોય તો જ ઓફિસે ચક્કર મારતો. જે પાયલ હંમેશા કાર્તિક ને જોઈ મોઢું બગાડતી એ અત્યારે એની રાહ જોઈ રહી હતી. પાયલ એકવાર સરખી રીતે તેનો આભાર માનવા માંગતી હતી. વારેવારે મેઈન ગેટ તરફ નજર કરી લેતી.છ વાગી ગયા હતા બધા લોકો પોતાના ઘરે જવા લાગ્યા હતા. પાયલ હજુ પણ પોતાના ટેબલ પર જ બેઠી હતી." પાયલ.... હજુ
Part :- 5" હેલ્લો......" કાર્તિક ઊંઘી રહ્યો હતો એના ફોન ની રીંગ વાગી એટલે આંખ ખોલ્યા વગર જ કોલ રિસિવ કરી કાને રાખી દીધો." તારા મેડિકલ સર્ટિફિકેટ વિશે કોચ પૂછી રહ્યા છે.....ક્યાં છે??" તેના ફ્રેન્ડ નો કોલ હતો." અરે ...વધુ વાંચોમિસ પાયલ ને આપી દીધું છે." કાર્તિક હજુ નીંદરમાં જ જવાબ આપી રહ્યો હતો." મિસ પાયલ એ વળી કોણ?? ક્યાં ડિપાર્ટમેન્ટ માં તે આપ્યું છે??" તેના ફ્રેન્ડને કાઈ સમજાયું નહિ કાર્તિક શું બોલી રહ્યો હતો." અરે....મિસ પાયલ...યાર!!" કાર્તિક તૂટક તૂટક શબ્દો બોલતો હતો." કાર્તિક.......... કોણ મિસ પાયલ યાર...??" પેલો સામેથી થોડા ઊંચા અવાજે પૂછી રહ્યો હતો." અરે સોરી યાર!! મિસ