વર્ણન
સૂર્યનારાયણ નો ઉદય થાય એ પહેલા ઘર માં પણ ભાસ્કર ના અવકારની તયારી કરવા લગતા હોય એવી પરંપરા હતી, શરીર સ્વછ કરીઘર,ફળિયું,શેરી ની સફાઈ થઇ જતા ધીમા ધીમા ભાસ્કર ઉગતા દેખાય એટલે તેમને અંજળી ચડાવીને સવારનું શિરામણ થતું, ગામડામાંકહેવત હતી 'જે ઉગતો દિ ના જોવે એનો દી કેમ બને' વૃદ્ધ હોય જુવાન હોય કે નાના છોરુંડા હોય વેલા પરોઢિયે બધાને જગાડી જ દેતા, ઉઠતાની સાથેજ ઘરડા ના મોઢે મીઠી મધુરી ધૂનો ના અવાજ માં દિવસ આખો કામ કરવાની ઉર્જા પ્રાપ્ત થઇ જતી, ત્યારની પરંપરા પણવિજ્ઞાન થી ભરપૂર ને જીવનલાબું જીવવાની કળા નું માર્ગદર્શક હતું, આજના સમય ની ભોગવિલાશ ને કારણે તે સમય નબળો ગણિયેપણ તે સમય ની પરંપરા અત્યારના વિજ્ઞાન ને વળેલા સમય થી ઘણી આગળ માની શકીયે,સવાર ના નાસ્તા ને શિરામણ કેતા,સવારમાં મણ જેટલું એટલેકે દિવસમાં વધુ સવારે જમવાનું , શિરામણ કરીને સૌ કોઈ પોત પોતાનાકામ કાજ માટે ઘર ની બાર નીકળે સૌ મળે ત્યારે રામ રામ ના નાદ થી હોંકારો આપીને વાતોની વહેણ વેતી કરતા, વાતો ઓછી કામ જાજુએવી ભાવના રાખીને ગમેતે કામમાં રચ્યા પચ્યા રહેતા, ઘરની સ્ત્રી બપોર નું ભાથું લઈને આવે ને કુદરતી છાંયે બેસીને જમતા, વાડીનાસેઢા નોખા હોય, ચૂલા નોખા હોય પણ બપોરા એકજ ઝાડવાની નીચે થતા હોય, ત્યારે ટિફિન ની ટાઢી રોટલી કરતા ગરમ ભાણું ખાવાનીટેવો ના કારણે શરીર ચુસ્ત રહેતા, જમીને આરામ કરવા પણ શરીર ને ઝાડવાના છાંયે ઢીલું મુકતા, એટલેજ ત્યારે છાંયો મોટો ને શુદ્ધઓક્સિજન આપે એવા ઝાડવા વાવતા ના કે શોભા માટે દેખાવડા ઉગાવતાં, સૂર્ય તપે એમ એકાદો કલાક છાંયડામાં આરામ કરીને પાછાકામ ને માન આપીને પૂરુંકરવાની આશા માં પ્રાણ પૂરતા, જેમ જેમ સૂર્ય નારાયણ વિદાઈ લેવાની તયારી કરે એમ કામ ને ઢીલાસ આપીનેપોત પોતાના ઘર તરફ પાછા વળી જાય, સંધ્યાવંદન નું ગામના ચોરે નગારું વગડે બધા ભેગા મળીને આરતી, ધૂપ કરીને વારુ કરવાની રીતરાખતા, સાંજ ના સમયે જીવજંતુ નો વધારો થતો હોય એટલે ધૂપ દીપ થી એમનો નાશ થતો અને પછી જમવાનું એને વાળું કેતા એટલેકેવાળ જેટ્લુજ જમવાનું દિવસનું સૌથી ઓછું સાંજે જ જમવાની ટેવ રાખતા ગામના ચોરે કે મંદિરે વાળું કરીને બધા સાથે દિવસભર નીવાતોએ વળગતા ને નવ દશ વાગ્યે સૌકોઈ સુઈ જતા, "સાંજે વેલા જે સુવે ને વહેલા ઉઠે એ વીર,બળ,બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર"એ કહેવત અત્યારેજ કહેવત પ્રમાણે રઈ ગય છે ત્યારે એવીજ પ્રણાલી પ્રમાણે જીવન જીવતા એટલેજ ત્યારના જીવન વગર દવા દારૂ એજીવી જાણતા, ગામનો ચોરો ક્યારેય સુમસાન દિવસ માં ના રહેતો ને અજાણ્યા મહેમાન નો પણ ભગવાન જેવો આવકારો હતો જમવાના સમયે અજાણ્યામહેમાન કે કોઈ સાધુ સંત આવે પણ જમ્યા વગર ગામની બાર ના નીકળવા દે એવી રૂઢિ હતી, અવકારા મોટા હતા એટલેજ મહેમાન નેભગવાન નું બિરુદ આપતા, ઘરમાં વડીલો નું માન જળવાતું એના પડ્યા બોલ જિલાતા માતા પિતા ગમે તેટલા વૃદ્ધ થઇ ગયા હોય વહેવાર એના હાથમાંજ રાખવામાંઆવતો ને એમનેજ ઘરના આગેવાન સમજવામાં આવતા દીકરો ભલે ગમે તેટલો મોટો થાય પણ દીકરો દીકરાની જેમ જ રહેતો એ એનીસમજણ રહેતી, બાપ સામે મોટા અવાજે બોલું કે આખો બતાવવી એ અધર્મ માનતા ને એટલેજ પરિવાર હળી મળીને રઈ શકતો, પરિવારગમે તેટલો મોટો વડલો બને એની એક પણ ડાળ કપાવા ના દેતા કે થડ ને ભરણ પોસણ કરવાની જવાબદારી છીનવી ના લેતા, એટલેજઅઠવાડિયામાં આઠમો વાર પરિવાર કેવાણો છે,ત્યારે માં બાપ ને એકેય દીકરા ખૂંચતા નય કે દીકરાને માં બાપ ના ખૂંચતા.નાના છોકરા માં બાપ કરતા દાદા દાદી સાથે વધારે સમય વિતાવતા એટલેજ ભણતર કરતા ગણતર વધારે શીખી જતા મહેમાન આવે તો ડેલી ખોલે ને પગલાં પડે ત્યાંજ નાનો છોકરો બાપ કે દાદા ના આંખના ઇસારે ગમેતે કરતો હોય પાણી ભરીને મહેમાન નેઆપતો એવી સુજ કોઠા માંથીજ મળી જાતી, નાનું બાળક પડી જાય તો ઘરના વડીલ બેઠા હોય તો કોઈ ઉંચકવાની આશા ના રાખે એમનેજાતેજ બેઠું થવા દેતા નાનેથીજ જિંદગી માં જાતે બેઠું થતા શીખવવાની કળા પ્રદાન કરતા, માટીમાં રમાડીનેજ મોટા કરતા કેમકે માટીજમાટીને પકવે એવી પ્રણાલી જ તંદુરસ્તી બાળપણ માં આપતા. ક્રમશઃ...