This time is gone - 2 books and stories free download online pdf in Gujarati

This time is gone - 2

નિશાળોમાં છોકરા એકડા ઘૂંટી ઘૂંટી ને પાકા કરતા એટલે કોઠા સુજ પણ મેળવતા નાકે ગોખણીયું જ કરતા, નિશાળ ને સરસ્વતીમાં નુંમંદિર જ માનતા એટલેજ સંસ્કાર ને શિક્ષણ બને નું સિંચન થતું હતું,પૈસાથી શિક્ષણ ની પ્રણાલી મહત્વની માનવામાં ના આવતી પણ પૈસાને જરૂરિયાત નું નિજી સાધન સમજીને શિક્ષણ ને મહત્વ આપી કેણવણી આપતા, માસ્તર વિદ્યાર્થી ને મારે કે સજા આપે એના વાલીઓપણ વિરોધ ના કરતા એટલેજ કહેવત હતી,

"સોટી વાગે સમ સમ વિદ્યા આવે રમઝમ"

જે નિશાળ માં છોકરા ભણતા હોય એને શિક્ષણ ની પુરી જવાબદારી એ નિશાળ ભલીભાંતિ રાખતી નાકે અલગ શિક્ષણ મેળવવાનોસ્ત્રોત રાખીને મૂડી કમાવવાનું માધ્યમ બનાવે,એટલેજ માસ્તર ને ગમેત્યાઁ નિશાળ બાર પણ એક ગુરુ જેમજ માન વિદ્યાર્થી ને એમનાવાલીઓ આપતા અને એમની ફરિયાદ નો સંપૂર્ણ પાલન ઘર માં છોકરા બાબતે થતું માસ્તર સામે વિરોધ વિરોધ ના થતો છોકરો ભલેસજા ના સહન કરી શકે પણ સંસ્કાર ને શિક્ષણ માં એમનો પરિવાર એની વિરુદ્ધ પણ થઇ જતો એટલેજ સંપૂર્ણ પરિપક્વ યુવાવર્ગ નુંગઠન થતું

હિસાબ ભલે ગમે તેવડો કરવાનો હોય આંગળીના વેઢે કરી બતાવતા, મોટા ના માન ને શિક્ષણ સાથે સાથે વધારતા આંગળી પકડીનેચાલતા, આંગળી ચીંધીને નય.


કાચા ઘર હતા પણ પાકા વહેવાર હતા, ઓટલો નાનો હતો એમજ રોટલો એવડોજ મોટો હતો, મહેમાન ને પણ ભગવાન સમાન બિરુદઆપવામાં આવતું હતું, એટલેજ કાઠિયાવાડ માં કહેવાણું છે, કે


"કોકદી કાઠિયાવાડ માં ભૂલો પડ ભગવાન

તને સ્વર્ગ પણ ભુલાવુ શામળા"


સંત,સુરા, સતી, ની ધરતી માં વિવિધ ગામો ગામ એના માન રાખીને ગામની આબરૂ રાખતા ખોટા સમ પણ ખાવામાં મોટા મોટા વડીલોપણ અચકાતા, વટ,વચન,ને વેર ની જુબાની ની કિંમત મરણો તર જાળવીને રાખતા, કોઈનું ભલું ના કરી શકે પણ કોઈનું ખરાબ કરવાનીભાવના ક્યારેય ના રાખતા,વસ્તુ હોય કે કામ આદાન-પ્રદાન કરીને એકબીજાની જરૂરિયાત પુરી કરવાની પ્રણાલી હતી, જાતિ નામાયાજાળમાં ફસાયા વગર આવડતને માન રાખીને એકબીજાના પ્રેરક બની એકબીજાની મદદ થી જીવન વિતાવતા, ગાય હોય કે દીકરીગામની આબરૂ સમજીને સૌ ગામના નાત જાત જોયા વગર સંભાળ રાખતા, પ્રશંગ એક ઘરનો હોય પણ ગામ આખાનો પ્રશંગ સમજીનેઉજવી લેવાની એક પરંપરા હતી, વટેમાર્ગુ ને પણ બપોરા કે વાળું કર્યા વગર ગામની બાર ના જવા દે પછી ભલે ઓળખાણ હોય કે નાહોય એવી એમની માનવતાની મિશાલ હતી, દુસ્મન ને પણ ઘર ની અંદર મહેમાન ગતિ હતી, પછી ભલે ઉંબરો વટ્યા ડેલી બાર વેર હોય, પશુ પંખી ને સવારમાં પહેલાજ ધાન ચારો આપીનેજ શિરામણ કરવાની ટેવ રાખતા નાના છોકરા વડવાઓ ના આવા દરરોજ ના નિત્યક્રમજોઈનેજ શીખી જતા એટલેજ પરિવાર ની પરંપરા જળવાઈ રહેતી, નાના છોકરાને દાદા જે નિત્યક્રમ કરે એમાં સહભાગી બનાવી એના હાથેકરાવતા જેથી એના હૈયા માં એ છપાઈ જાતું એટલે પરિવાર માં સાથે રહેવાની ભાવના રાખી મકાન ને ઘર બનાવી રાખતા, જેમ પરિવારઓછો એમ વિચાર,વહેવાર ને વર્તન ઓછું થઇ જાય એવી માનસિકતા સાથે સહપરિવાર ભેગો રહેવામાં માનતા,

સહ પરિવાર માં સાથે રહેવાનો વિરોધ પણ ના થતો દીકરી હોય કે દીકરો માં બાપ ના બોલ પરજ પરણી જતા એટલેજ પારિવારિક જીવનસફળ રહેતા સાત જન્મ ના તાંતણે આખી જિંદગી ના સુખ-દુઃખ એકબીજા સમજીને નિવારણ કરી નાખતા,


શહેરોના અંધકારમાં ઉજળું

તો મેં ગામડું જોયું છે,


ભૂખ્યા પેટને અન્નનાં પોષણ

આપતું ગામડું જોયું છે,


સુરજ ભાસ્કરને જગાડતું

ગામડું મેં જોયું છે,


કાચી માટીમાં પાકા વચનો

આપતું ગામડું જોયું છે,


સ્વાર્થમાં છોડતાને નિસ્વાર્થભાવે

અપનાવતા ગામડું જોયું છે,


મૂડી ના મોહમાં વગર મુડીયે

જીવાડતું ગામડું જોયું છે,


છાતી ચીરીને, હરખના અશ્રુનો

વરસાદ કરી ધાન્ય ઉગાડતું

ગામડું જોયું છે,


સૂર્યનારાયણની વિદાઈ ટાણે સંધ્યા

વંદન કરતુ ગામડું જોયું છે.


ક્રમશઃ...

બીજા રસપ્રદ વિકલ્પો