Surat aetle Hurat books and stories free download online pdf in Gujarati

સુરત એટલે ‘હુરત’ !

સુરત એટલે ‘હુરત’ !

1. સ્ટેશન (હમ્મારું ‘ટેસન’)

– ટ્રેન પેલ્લે માળે એન્ટ્રી કરે એમ કે…! ‘ને જેવી એન્ટ્રી મારે ટે દોડ-બે કિલોના ઉંદર થાય રાજી – રાજજી, આવે જ તો ઓનલાઈન તાજી ભાજી.
– ચાર જ પ્લેટફોર્મ : પેલ્લું ને તીજું અમ્દાવાડ ‘ને બીજ્જુ-ચોથું બોમ્બે.
– રિક્સાવાડા ને ઉભા રેહવા જગા હો ની મલ્લે, બા’ર ઉભા રઈ’ને જ લૂંટવાનું…!
– વરી ટેસન પર જઈને ક્યાં જવું છે એ નઈ, પન કઈ ટ્રેનમાં જવું હે, એ બોલે એટલે હુરતી.
– લેવાની તો હુપર-ફાસ્ટ જ. ભલે પઈ બાંદ્રા ‘ને ઇન્ટરસીટીમાં જ જવું હોય.

2. ગૌરવ પથ

– આખ્ખા એ હુરતમાં એક્ક જ જાનીતો રોડ. લાઈટિયું જ મારતો હોય ‘દિ ‘ને રાટ. મોટ્ટા મોલ ને ઊંચા ટાવર. મોંઘી બિલ્ડિંગ અને સસ્તા પરોઠા.
– રોજ રાતે (‘હુરતી વિઠ ફેમિલી’ + ટિફિન)ની મોજ હોય. આખ્ખે-આખ્ખું પડીવાડ હંગાથે જમવા બેહે. ઘેર ઠી ‘ન જમવાનું લઇને ફૂટપાથ પર બેહીને પેટમાં ઘાલવાનું.
– ગૌરવ પથ એટલે બ્રાન્ડેડ રોડ, મોલ કલ્ચર, નોકરિયાત વર્ગ, સ્ટાર રેટેડ હોટેલ્સ & રેસ્ટોરાં.
– વિક-એન્ડ પર આ રસ્તો એટલો ખીચ-મ-ખીચ મલ્લે કે જાને ‘ઠર્ટી ફસ્ટ’ની ઉજાની.
– હુરતની એકડમ એક નંબર છોકરીઓ પન અહી જ મલ્લે. હાથ ઉંચે-નીચે થાય જ એમને લોકોને જોઇને. કદાચ, સંજીવ કુમારના હાથ એટલે જ ‘સોલે’માં કપ્પાવી નાખ્યા.
– ખાલી સની-રવી જ નહિ, આ રસ્તે રોજ્જે જ હોય છે જલસો.
– ગૌરવ પથ પર જોગિંગ પછી ‘લોચો’ કાં તો ‘આલુપુરી’ પેટમાં નાખવાનું જ એમ કે…! હુરતીનો ‘સ્વાસ્થિય ખોરાક’ જ હમજો.
– ડર રવિવારે યુ-ટર્નમાં સેલ્ફીઓ ખેંચવા ‘ને એરોબિકસ કરવા પહોંચી જ જવાનું. મોજ-એ-લાલો એટલે હુરતી લાલો.

3. શેરી

– સાંકડી ‘ને સીધી સટ ગલીઓ એટલે શેરી. ભૂલ-ભૂલામણી જરાયે નહિ હો…! તરતો-તરત મલ્લી જ જાય. આ શેરીઓના ખૂણે એક નવી ‘આઈટેમ’ ખાવાની મલી જ રેય, ભૂરા.

ગોળ શેરી

સુરતની શેર

ભૂત શેરી
કુંભાર શેરી
મણિયાર શેરી
દાળિયા શેરી
કંસારા શેરી
થોભા શેરી
હવાડા શેરી
ગુંદીશેરી
જદા ખાડી
ગલેમંડી
ગુંદી શેરી
પીપળા શેરી

4. ખાઉધરા હુરતીઓની ગલી

– હુરતના માલ-પાણી અને બીજું ખાણી-પીણી.

– ખાઉધરા ગલી, ચૌટા બજાર, ગુજરાત ગેસ સર્કલ, રાંદેર, ચોક, ડુમસ આ દરેક વિસ્તારોમાં દરેક હુરતીની જાન છે જાન. મૂળ હુરતી લારી કલ્ચર આઈ જોવા મળે ભાઈ…!
– જઠરાગ્નિને શાંત કરવા દરેક હુરતીની મોજીલી ખાઉધરા ગલી. ભાગળથી ટેસન બાજુ દોડવાનું, એ રસ્તે રુવાલા ટેકરા પર બપ્પોરે ૪ વાગે એટલે પોંચી જાવાનું ભૂરા…! રાત્રે વાગે ૧૨ વાગ્યે બધ્ધું હમેટાઈ જાય.
– લોચો, આલુપુરી, ખમણ, ખમણી, રતાળુપૂરી, ખાવસા, ફાફડા, વણેલા (ગાંઠિયા જ હોય ભૂરા), જલેબી, મેંદુવડા,ઇદડા, પાત્રા, ત્રિરંગી ઢોકળા.. આ ‘આઇટેમ’ સવારની છે.
– વડાપાવ, દાબેલી, ભજીયા, ચાટ, પાણીપુરી, કચોરી, પેટીસ, કટલેસ, ચાઇનીઝ, પંજાબી, થેપલા, પરાઠા, ઢોસા, ગ્રીન ભાજી, ઈડલી સંભાર..આ સાંજનો ‘બ્રહ્મ-ભોજ’ ભૂરા.
– મશીનની ચા અને મસાલા સોડા તો આખો દિવસ. ’૩૫નો માવો હાથમાં ઘસાવો જ જોઈએ. વટ તો જ પડે ભાઈ…!
– ‘લાઈવ’ (ઢોકળા / આલુપુરી / ઢોસા) આ શબ્દની શોધ અહીના કોઈક લારીવાળાની જ ઊપજ.
– ગોળીવાળી સોડા અને બરફનો ગોળો.
– ઘારી ‘ને હુતરફેનીનો જલસો તો અહી જ.

5. રિક્ષા

સુરત : રિક્ષા Vs. BRTS

– ટાઈમ જ ની મલ્લે એ બસની રાહ જોવા માટે. કોણ ઉભું રે વરી આ ટડકાનું? રિક્ષા જ કરી લેઉં એ હું હુરતી.
– હજ્જુ હુધી હું નહિ સીય્ખો કોઈ બસ વારાની રાહે ઉભા રહેવાનું. એ વરી કોન રોજ રોજ ટાઈમ બગાડવાનું? આ આપની શેરીની બા’ર જ રિક્સાવારો ઉભો રેય.
– આપને એકટીવા એટલા હારું જ લીધું. બૈરું હો ભગાવીને સાક-ભાજી ને દૂધ લેય આવે. પોયરાઓ ટુસને લેય જાય. આપને હો રાતે કસે જવું હોઈ તો જેય સકાઈ ને. એટલા હારું ગાડી જ લેય મારી.
– રિક્ષા વાળો યુપી, બિહારનો ભૈયો જો આમ-તેમ થિયો તો મારી-મારીને વાંકો કરી દેવાનો.
– એ ટો સરકાર બનાવિયા કરે બધ્ધું. છે કે જગા કસે આખા હુરત માં? ક્યાં ક્યાં ભરાવ્યું છે આ BRTS…! સાલાઓ નેતાઓ આવું ને આવું પાસ કર્યા કરે.
– પચ્ચા-પચ્ચા બ્રિજો બનાવી મુક્યા, હવે નીચે બસો ઘાલી. અમારે હું ઘરમાં જ પુરાઈ રેહવાનું?

6. ગાળ

– હુરતી ને બહુ ગમતી (લોચાથી પણ વધુ) વસ્તુ કોઈ લાગે લાગતી હોય તો તે છે ગાળ.

ગાળ લખાય નહિ, માત્ર બોલાય !

– રોજે કોઈ નવી ગાળની હોધ ની થાય તિયાં હુધી ચેન ની મલ્લે.
– બાપને ય હવાર-હવારમાં ગાળ દેય અને બાપા સામે બોલે, આ એટલે હુરતી. બાપ-દીકરો બંને નોનવેજ ખાય એની માં થી છુપાઈ-છુપાઈને…!
– ગાળ બોલવાનો લહેકો જ એવો કે સામે વાળો હસ્યા વિના ન જ રેય. લાંબા લહેકે ‘લ’, ‘ભ’, ‘બ’, ‘પ’ વધુ પ્રયોજાય.
– ઇંગ્લીસ તો જરાયે મગજમાં ની ઉતરે. એ શું વળી? ‘cut’ એટલે ‘કટ’ અને ‘put’ એટલે ‘પુટ’. ભાસા જ બરોબર નથી ઈંગ્લીસ.
– મા-બહેન-બાપ-જીજા-ફૂઆ-માસા-મામા-કૂતરા-બિલાડા-હાથી-ઘોડો. આ દરેક સામાજિક અને જંગલી પ્રાણીઓને એકબીજા સાથે જોડીને સંપ્રયોગ કરાવે અને નવો શબ્દ સર્જે એ હુરતી.
– ‘રેન્ડમ’ લાઈફ એટલે હુરતી.

આજે સુરતમાં કાઠિયાવાડથી સ્થાનાંતરિત થયેલ લોકોનો ખુબ મોટો વર્ગ છે. છેલ્લા અમુક વર્ષોમાં અનેક ફેરફારો આવ્યા. સુરતમાં આજે એક સૌરાષ્ટ્ર વસે છે. પરંતુ, આજે મૂળ સૌરાષ્ટ્ર હોવા છતાં સુરતમાં જન્મેલ બાળકો પોતાના વતનને સુરત જ કહે છે. તેવી જ રીતે અમદાવાદમાં પણ આજુબાજુના નાના શહેરોના ઘણા લોકો આવીને વસ્યા. સમયના વહેણ સાથે બંને શહેરોનો ખુબ વિકાસ થયો.

વર્ષ ૧૯૭૯માં આવેલી ગુજરાતી ફિલ્મ વીરપસલીમાં આ બંને શહેરોને જોડતું એક સરસ મજાનું ગીત અવિનાશ વ્યાસ દ્વારા લખાયું છે. સુરતમાં વસેલા અને પાક્કા ‘હુરતી’ બનેલા કાઠિયાવાડી લોકોની સાથે મૂળ ‘હુરતી’ લોકો અને અમદાવાદના લોકોના અનુસંધાનમાં લખાયેલું આ ગીત ખરેખર આ બંને શહેરોને જોડે છે.

  • ચંપલના ચાર આના:-
  • હૈ હૈ હૈ હૈ હૈ હૈ …બૂટપાલિસ!

    હૈ હૈ હૈ હૈ હૈ હૈ …બૂટપાલિસ!

    ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ

    ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ

    હૈ હૈ હૈ હૈ હૈ હૈ …બૂટપાલિસ!

    …બૂટપાલિસ!

    …બૂટપાલિસ!

    આવો મારા અમદાવાદના શાહીબાગના વાસી

    ઉપરથી ચિંગુસ લાગો પણ લક્ષ્મી તમારી દાસી

    પેરટ? હૈ હૈ કોબરા? ચેરીબ્લોસમ?

    કયું પાલિસ મારું? બોલો, કયું પાલિસ મારું?

    એ સાચા અમદાવાદીને ભૈ મસ્કાપાલિસ સારું

    હોય તો ભૈ મસ્કાપાલિસ સારું

    ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ

    હેંડ હેંડ!

    ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ

    હુરત એટલે હુરત સદાય હસતી સૂરત

    ભાંગીને ભૂકો થાય પણ સોના જેવી મૂરત

    આવો મારા હૂરતીલાલા

    આવો આવો આવો

    તે વરી હું ઘેરે ગયેલો ને

    તે પટેલીમાં ઊંધિયું કરેલું!

    ઊંધિયામાં હું તરીને નાંખ્યું? તેલનો કાઢ્યો રેલો

    અરે હુરતીલાલા જમણા પગનો જોડો અહીંયા મેલો

    હૈં

    ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ

    શું કે છ?

    ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ

    એલા ચાલીસ ચાલીસ હું કરે?

    હું તો હુરતી લાલો

    હું હરિ જરીવાળો

    પાલિસ ઉપર ઘીની ગાલ્લી

    ભુસું ઉપરથી ઢાળીશ!

    ભુસું ઉપરથી ઢાળીશ!

    …બૂટપાલિસ! …બૂટપાલિસ!

    હૈ હૈ હૈ હૈ હૈ હૈ …બૂટપાલિસ!

    હે.... એવું કાઠીયાવાડનું પગરખું જ રે...!!

    ઈને પાલિસ બાલિસ કોઈ દી’ નો થાય !!

    ઈમાં પાલિસની..

    ઈમાં પાલિસની.. એક બે ડબલી નહિ

    હે ઈમાં ડબલાં હાલ્યાં જાય !!!

    મારા પાલિસવાળી ચંપલ સ્નેહલતાયે પહેરે

    પહેરી નાચે ઝાઝું એનું જોબનીયું કાંઈ લહેરે

    મારા પાલિસવાળી ચંપલ સ્નેહલતાયે પહેરે

    ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ

    હૈ હૈ હૈ હૈ હૈ હૈ …બૂટપાલિસ!

    …બૂટપાલિસ!

    …બૂટપાલિસ!

    સ્વરઃ આશા ભોસલે, ઘનશ્યામ નાયક (નટુકાકા), રસિક પાઠક

    ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ

    ચિત્રપટઃ વીરપસલી (૧૯૭૯)

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED