મિશન ક્રોની
સાંજ નો સમય હતો.પૃથ્વીથી ૨૫૦૦ પ્રકાશ વર્ષ દુર એક ગ્રહ પરથી સંદેશાઓ આવી રહ્યાં હતાં.
વનસ્પતિ માટે જીવન પરિસ્થિતિ અનકૂળ
સસ્તન વર્ગ માટે જીવન શક્યતા ૮૪%
પ્રાથમિક સજીવો હજર (લીલ, ફૂગ,વાયરસ....)
અચાનક ડૉ. પાલનાં કોમ્પુટર પર એક વિશાળ સજીવ ની તસ્વીર મળે છે અને માહિતિ નું આપ-લે અટકી જાય છે. હવે ડૉ. અને તેનાં સહકર્મિઓ માટે ચિંતાનું કરણ બની ગયુ. અને ચર્ચામાં નીચેના પ્રશ્નો ઉદભવ્યા...
શું તેં સજીવ માનવ કરતા વધું બુદ્ધિશાળી હશે?
જો હોય તો પૃથ્વી પર ચડાઈ તો નહીં કરે?
શુ તેં આપણી ટેકનોલોજી આપણી સમક્ષ તો નહી વાપરે!
જો ઉપર મુજબ ન હોય તો ત્યાં જવું હિતાવહ છે?
હવે બધો જ ડેટા લઇ ડો.પાલ ની ટીમ NASA પાસે ગઇ પણ તેઓ મુખ્ય અધિકારી ને મળી શકતા નથી. કેટલીયે વિનંતિ કરી માંડ તેઓ મળી શકે છે. પણ તેઓ ડૉ. પાલ ની વાત માનવા તૈયાર નથી.
ડૉ. પાલ તેમને જણાવે છે કે આ માહિતિ મને જાપાન નાં ખોવાયેલ ઉપગ્રહ JSPS_2873 દ્રારા મળી છે. NASA દ્રારા તપાસ હાથ ધરવામાં આવી. અને ડૉ. પાલ ની માહિતિ અધૂરી જાણકારી વાળી પણ સાચી હતી.
હવે NASAદ્રારા ગુપ્ત મિશન શરુ કરાય છે. સુપર સ્ટ્રોન્ગ સ્પેસ યાન તૈયારી શરુ કરવામાં આવી પરંતું ૨૫૦૦ પ્રકાશ વર્ષ અંતર કપવુ એ સંભવ ન હતુ. આ માટે સૂત્રો ગતિમાન કરવામાં આવ્યાં. અને જાણે રાહ જોઈને જ બેઠા હોય એમ ડો.સ્મિથ તરતજ આવ્યાં અને પોતાની કાલ્પનિક થિયરી સમજાવી. ત્યાર પછી ઘણા બધા પ્રયત્નો પછી તે વાસ્તવિક રીતે સાબીત કરવામાં આવી.
અવકાશ સફર માનવ માટે સામાન્ય વાત ન હતી. હવે આ માટે તેમણે ભારત નાં વિશ્વ વિખ્યાત ડો. આદિત્ય ની મદદ લેવા જાય છે. તેઓ જનીન વિજ્ઞાની હોવાથી જનીનોમા ફેરફાર કરી શકાય તેવી ગોઠવણ વાળું યંત્ર બનાવી ચુક્યા હતાં.
હવે ડો.જ્યોર્જ ભારત આવી ડો.આદિત્ય ને સમજાવે છે અને બધુ જ જણાવે છે. હવે બધા પોતાના કામ મ વ્યસ્ત છે.અને બધુજ ઠીકઠાક ચાલી રહ્યુ છે.
યાત્રા માટે ટીમ ને તાલીમ અપાઈ રાહી છે. ટીમને સર્વ શ્રેષ્ઠ બનાવવા માટે દરેક સભ્ય ને અદ્યતન તાલીમ અપાય છે. જેથી ટીમનો દરેક સભ્ય લગભગ સામાન આવડત - કૌશલ્ય વાળો હોય.દુનિયા ભરના શ્રેષ્ઠ કક્ષાના પાયલોટ,વિચારકો ,અને ખાસ તો ગામે તેવી પરિસ્થિતિ મા જીવન ટકાવી રાખવાની ક્ષમતા વાળા યુવાનો ની પસંદગી કરવામાં આવી.
હવે ત્રણ વર્ષ પછી.......
અગાઉ ની વાત યાદ કરો, પેલી ટીમ, તેં હવે પુર્ણ કાર્ય ક્ષમ બની ચુકી છે. હવે અપણી ટુકડી તૈયાર થઇ ગઇ છે. જે આ મુજબ હતી.
શ્રીનિવાસ શાસ્ત્રિ (લિડર) - મહાન વિચારક
પ્રણવકુમાર – ભાષા વિશેષજ્ઞ
જૅક - ટેક્નિશિયન
જૅસિકા-પાઇલોટ
ચૅંગ – કૉપાઇલોટ
આ મુખ્ય ૫ ઉપરાંત ૫ મહિલાઓ અને ૧૧ પુરુષોને લેવામા આવ્યા.હવે ટિમની ટ્રેનિંગ પુરિ થતા મિશન શરુ કરવાનુ હતુ.
ત્યાર પછિ ના ૬ મહિના પછી એમ કુલ સદા ત્રણ વર્ષ પછી ડૉ. આદિત્ય ને3 પોતાનાં પરિશ્રમ મા સફળતા મળી. તેમને સજીવોના ડિએનએ ને ૦૦ તાપમાન ૮૯૪૦ તાપમાન તેમજ શુન્યાવકાશથી 90.7 વતાવારણ દબાણ ધરાવતા પરિસરમા સામાન્ય જીવન શક્ય બનાવ્યું. આ ઉપરાંત આ પરિક્ષણ પછી માનવથી ઓક્સિજન્ની જરુરીયાત ૮૦% જેટલી ઓછી થઇ ગઇ. અને ચામડીના વિશિષ્ટ કોષો ને કારણે O2ની હાજરી ધરાવતા સૈંયોજનોની કોઇ પણ સ્થિતિ( ઘન,પ્રવાહિ,વાયુ)માં શ્વાસ લેવાનુ શક્ય બન્યુ.
પરંતુ શરીરની ગતિવિધિમાં થોડો ઘટાડો થયો.
હવે નાસાના મુખ્ય વૈજ્ઞાનિકે ટીમના સભ્યોપર આ ટેસ્ટ કરવાની પરવાનગી આપી. જે છા માસના
અંતે પુરી થવાની હતી
છ મહિના પછી....
હવે, સંપૂર્ણ પણે ડિએનએમા સુધરો થયા પછી ટીમના મગજ સાથે એક સર્કિટ જોડવમાં આવી.જે ટીમા ના પ્રત્યેક સભ્યનું ક્મ્યુનિકેશન માધ્યમ હતી.એ સાથેજ તેમા કોઇ પણ ભષા અને ચહેરાના હાવભાવ સમજવાની ક્ષમતા પણ હતી.જે એલિયન ભાષા સમજવામા મદદરુપ થાય.
ડીએનએમાં બદલાવથી ટીમ ના દરેક સભ્ય વિચિત્રદેખાવના થઇ ગયા હતા જેથી તેમની ઓળખ પણ મુશ્કેલ બની જાય તેમની ત્વચા બદમી રંગની અને વાળ સંપૂર્ણ કાળા,શરીર સુડોળ હતું પણ રંગરૂપ વિચિત્ર હતા.પ્રથમ નજરે તેમને માનવ કહી ના શકાય.
બીજી બાજુ ડો.સ્મિથના પ્રયોગો રંગ લાવ્યા તેઓનું ટેલીપોર્ટેશન માત્ર ૧૦મી સુધી શક્ય હતું તે હવે પૃથ્વી ના કોઈ પણ ખૂણે શક્ય બન્યું .અને અવકાશમાં ટે ૧સેકોન્ડમાં ૩.૫ ly પ્રકાશવર્ષ જેટલું શક્ય બન્યું .અને ૧૦૦૦ ટન જેટલી ભારે વસ્તુઓ પર પણ તે કામ કરતુ હતું. સૌથી અચંબાનીવાત એ હતી કે, જુના ટ્રાંસ્પોર્ટરનો ત્રિજ્યા ૧મિટર જેટલી હતી જ્યારે આ નવી ટેકનોલોજી થી કાર્યરત ટ્રાન્સપોર્ટર માચિસની ડબ્બી થી થોડુ મોટુ કે જેમાથી સેટ કરેલા વિસ્તારમા જેમકે ૧ મિટરથી ૧૦૦૦મિટર સુધીની ત્રિજ્યા ૫-૭ સેકંડ સુધી લીલા રંગના લેસર તરંગો નિકળે અને ૧૦ સેકંડમાં એ બધોજ ભાગ અન્ય બીજી નિશ્ચિત કરેલી જગ્યાએ હોય અને ઓટો રીપીટ મોડમાં કરવાથી તે આગળનેઆગળ જતું જાય .
આશરે ૪ વર્ષ પછી મજબૂત સ્પેસ યાન તૈયાર થયું તેમાં TRANSPORTATION ગોઠવી જરૂરી સામગ્રી થી સજ્જ કરવામાં આવી ત્યારબાદ ૨૦ જેટલા દિવસો ની તીરી પછી રવાના કરવામાં આવ્યું .
પણ આ શું? યાન રવાના થયા ના ૩૦ મોનીટ પછી તેનો સંપર્ક તૂટી ગયો . ટીમને જણાવવામાં આવ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં મિશન પરથી પાછા ના ફરે .ને બીજીતરફ આ નવા શીધાયેલા ગ્રહ પરથી નવા સંદેશ આવવાનું શરુ થયું
"પૃથ્વી વાસીઓમ તમારા આ ડીવાઈસ ની મદદ થી મને ઘણી માહિતી મળી છે , તમારા ગ્રહ વિષે હું ઘણું સમજી ચુક્યો છું ,અમારા તારામંડળ મા લડાઈ ચાલી રહી છે તો મેં છુપીરીતે આ ડ્રોન નું સમાર કામ કર્યું છે.તમારા ગ્રહ ની ટેકનોલોજી ખુબ જ અદ્યતન છે,તમેં જ અહી આવી અમારી મદદ કરી શકો છો."
અમારા આ પરગ્રહીઓ ને સીલીકોન ધાતુ કે તેના સૈયોજનો વડે જ મારી શકાય છે જે પૃથ્વી પર ખુબજ છે પણ crony પર નથી જો તમે મદદ પહોચાડી શકો તો તેના બદલામાં તમને અમે યુરેનિયમ આપીશું
તરતજ પૃથ્વી પર વિચારણા થવા લાગી કે શું અવ અવકાશી યુદ્ધમાં ભાગ લેવો જોઈએ ક નહિ ?લાંબી વિચારણા બાદ યુરેનીઅમ માં બદલામાં સીલીકોન નો સોદો થયો.
પૃથ્વી પરના તમામ હથીયારખાનાઓમાં હથિયાર બનાવવાની શરૂઆત થઇ એ પણ સીલીકોન ની મદદથી અને બધાજ હથિયારો NASA મુખ્ય મથક પર પહોચાડવામાં આવ્યા .
હવે બીજા દિવસથી એક જુના તૈયાર શીપ માં હથિયાર લોડ કરી લડાયક રોબોટ્સ ની ટીમ સાથે તેને રવાના કરવામાં આવી ૧૩૩ મિનીટ અને ૪૨ સેકન્ડ માં હથિયાર પહોચાડી દેવામાં સફળતા મળી .૨ દિવસ યુદ્ધ કાર્ય પછી સફળતા મળી.તે અન્ય પરગ્રહી નો ખાત્મો થયો.અને CRONY મિત્ર ગ્રહ બન્યો .
હવે પૃથ્વીના બંને યાન યુરેનિયમ નો કેટલોક જથ્થો લઈને રવાના થયા. હવે CRONY પર વધેલા સીલીકોન ની આડઅસર થી ન્યુક્લિયર સંલયનથી તે ગ્રહ નાશ પામ્યો . અને તેના વિસ્ફોટ થી રોબોટ્સ વાળું શિપ નાશ પામ્યું .
છેવટે ૨.૫ કલાક નીઓ મુસાફરી પછી યાન પૃથ્વી પર ઉતર્યું . બધાજ મેમ્બરોની મેડીકલ તપાસ કરવામાં આવી પણ લાંબા સમય સુધી યુરેનિયમના રેડીએશનમાં પસાર કરવા ને કારણે તેઓ પોતાની વિશિષ્ટતાઓ ગુમાવી ચુક્યા હતા .
હવે ફરીથી પૃથ્વી પર બધુજ પહેલા જેવુજ હતું ...
see you in the next story