Hu Gujarati - 23 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati - 23


હુંુ ગુજરાતી - ૨૩

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.ઝીંદગી રોક્સ - ભૂમિકા દેસાઈ શાહ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.કૌતુક કથા - હર્ષ પંડયા

૫.ગ્લોબલ મેનેજમેન્ટ - દીપક ભટ્ટ

૬.મંથન - સાકેત દવે

૭.સંજય દ્રષ્ટિ - સંજય પીઠડિયા

૮.ભલે પધાર્યા - બાદલ પંચાલ

૯.સખૈયો - સ્નેહા પટેલ

૧૦.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

૧૧.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએ થી...

સિધ્ધાર્થ છાયા

E-mail : siddharth.chhaya@gmail.com

૧. માસિક - પાક્ષિક - અઠવાડિક

ગત એપ્રિલ - મે મહિનામાં ગુજરાતી પ્રાઈડના મહેન્દ્રભાઈ સાથે એક માસિક ઈ મેગેઝીન શરૂ કરવાનું નક્કી કર્યું અને જુન મહિનાથી શરૂ પણ થઈ ગયું. પ્રથમ બે અંકોને એવો જબરદસ્ત પ્રતિસાદ સાંપડયો કે આ માસિક મેગેઝીનને પાક્ષિક કરવાનો આનંદ આપતો નિર્ણય લેવો પડયો. પણ પછી એક ઠહેરાવ લેવાનું નક્કી કર્યું. અને આજે બરોબર એક વર્ષે તમારી સાથે આ સમાચાર શેર કરવાનો ખુબ આનંદ થાય છે કે ‘હું ગુજરાતી’ના આ ત્રેવીસમા અંક સાથે આપણું અ મેગેઝીન હવે અઠવાડિક થવા જી રહ્યું છે. બાવીસમાં અંકમાં આપણે જે નવી ઘટના બનવાની વાત કરી હતી તે આ જ હતી. આ મેગેઝીનને અઠવાડિક કરવાનું નક્કી કર્યા બાદ તમારી સરળતા રહે એને માટે એક અન્ય નિર્ણય એવો લેવામાં આવ્યો કે ગત અંક સુધી દર પંદર દિવસે જેમ આપણે બાર લેખકોને વાંચતા એની જગ્યાએ આપણે હવે દર અઠવાડિયે આઠથી નવ લેખકોની કલમને માણીશું. આ ઉપરાંત એ બાબતની નોંધ પણ લઈ લેજો કે ‘હું ગુજરાતી’ હવે દર સોમવારે સાંજે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે.

અઠવાડિક મેગેઝીન થતાં લેખકોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ અંકમાં આપણે જે નવા લેખકો સાથે ઓળખાણ કરવાની છે એ છે, સાકેત દવે અને સ્નેહા પટેલ. આ બંને આ અંકથી પોતાની નવી કોલમો અનુક્રમે ‘મંથન’ અને ‘સખૈયો’ શરૂ કરવા જી રહ્યા છે. આ ઉપરાંત તમને ખુબ ગમતી કોલમ, ‘ઝીંદગી રોક્સ’ પણ પાછી આવી ગઈ છે, જેને ફરી લઈને આવ્યાં છે, ભૂમિકા દેસાઈ શાહ. મેગેઝીન ભલે અઠવાડિક થયું પણ લેખકો રીપીટ નહીં થાય એની ગેરંટી. આવતે અંકે પણ અમે કેટલાંક નવા લેખકોને લઈને આવવાના છીએ, પણ તેમના વિશે આપણે આવતે અંકે ચર્ચા કરીશું.

કાયમની જેમ તમારા મંતવ્યોની રાહમાં...

ઝીંદગી રોક્સ

ભૂમિકા દેસાઈ શાહ

એક વેકેશન હો સપનોકા

“ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો.. હમ હે તૈયાર ચલો...”-તમે આવતીકાલની નાસ્તાની તૈયારીઓ કરતા કરતા તમારૂં મનપસંદ ગીત ગુનગુનાવી રહ્યા છો.

“ઝૂઠ બોલે કૌવા કાટે, કાલે કૌવે સે ડરિયો, તેરા પાસપોર્ટ રેડી નહિ હે મોમ, તુમ ચાંદ પર કેસે જી હો?”-પાછળથી આવીને તમને વળગી પડતા તમારી દીકરી ગાઈ ઉઠી.

“પંખ હોતે તો ઉડ જાતી મેં, રસિયા ઓ બાલમાં.. ”-તમે દીકરીની રમતને આગળ વધારતા ગીત લલકાર્યું.

“પરી હે તું? આઈ તું તો આઈ નઝારો કે અનજાને ઈક જહાન સે... લાઈ તું તો લાઈ હઝારો અફસાને ઉસ જહાન સે.. ના-નાં તુજે છુંઉનાં - પરી હે તું...”-જાણે સાચે જ પાંખો ઉગી આવી હોય એમ ડાયનિંગ ટેબલની ખુરશીથી સોફા અને સોફા પરથી સ્ટડી ટેબલ સુધી લહેરાતા લહેરાતા અને પાંખો હલાવવાની એક્ટિંગ કરતા-કરતા તમારી લાડકી ગાઈ રહી.

“સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ, ઓ ઝુલ્મી મેરી જાન તેરે કદમો કે નીચે આ ગઈ..”-તમે દીકરીની પાછળ પાછળ જીને સ્ટડી ટેબલ પાસે વિખરાયેલી એની બુક્સ સમેટતા સુરોની જંગ આગળ વધારી.

“રૂક જા મોમ, ઠહેર જા મમ્મી, વિઝા ઓર પાસપોર્ટ બના લે, સાત-સમુંદર પાર હે જાના, દો-ચાર સ્ટેમ્પ લગા લે...”-જુના જમાનાની હિરોઈનની અદામાં તમારી મીઠ્‌ઠીએ કન્ટીન્યુ કર્યું.

“ડાર્લિંગ, દિલને ગમે એ જગ્યાએ જવા કલ્પનાઓ અને સપનાઓની પાંખ જોઈએ, વિઝા અને પાસપોર્ટ નહિ!”-તમે વ્હાલથી દીકરીને કપાળ પર કીસ્સી કરતા કહ્યું.

“મોમ, યુ લોસ્ટ ધ ગેમ. હું જીતી ગઈ એટલે હું કહીશ ત્યાં વેકેશન પ્લાન કરવું પડશે. યુ રેડી?”-ખુશી અને ઉત્સાહથી ઢીંગલીએ તમને એસીના રીમોટથી બનાવેલું ફેક માઈક પકડાવતા કહ્યું.

“એઝ યુ સે પ્રિન્સેસ! ફરમાવો ક્યા ફરવા જવાની ઈચ્છા છે તમારી?”-તમે માઈક મીઠ્‌ઠીને હેન્ડઓવર કરતા પૂછ્‌યું.

“મોમ, હાવ અબાઉટ દુબઈ?”-બદામી આંખોને પટપટાવતા દીકરીએ પૂછ્‌યું.

“સાઉન્ડસ ગ્રેટ. પણ સ્વીટહાર્ટ આઈ સજેસ્ટ પહેલા આખું ઈન્ડીયા તો જોઈ લે પછી એબ્રોડ ટ્રીપ કરીશું. અને એમ પણ તને તો પહાડો-જંગલ-નદી-દરિયો એવું બધું વધારે ગમે છે. અને દુબઈ ઈઝ ઓલ અબાઉટ મોલ્સ-બિલ્ડીંગસ એન્ડ ઓલ. આઈ મીન... પણ જેવી તારી ઈચ્છા.”-તમે દીકરીને નિરાશ નાં કરવાના ઈરાદાથી પોતાની વાત ટૂંકાવી દીધી.

“મોમ, યુ આર રાઈટ. પણ નો વોટ? મારા ફ્રેન્ડસ ગઈ કાલે મને ચીઢવતા હતા-કે હું કંજૂસ છું. કહેતા હતા કે હું પણ ઝાડ-પાન-નદી-નાળા-દરિયો અને પથરા જેવી ઓલ્ડ ફેશન છું. જો બહાર-એબ્રોડ જાવ તો ખબર પડે કે જોવા જેવું કેટલું બધું છે- ટેકનોલોજી-લાઈફ સ્ટાઈલ એવું બધું. તું પેલી સિમ્મીને ઓળખેને એ દર સમર વેકેશનમાં એબ્રોડની ટ્રીપ કરે. અને પેલો વિશ્વાસ કહેતો હતો કે જેણે દુબઈ શોપિંગ ફેસ્ટીવલમાં શોપિંગ નથી કરી એને તો બરોડાના મંગળબજાર, સુરતના ચૌટા અને અમદાવાદના ઢાલગરવાળનાં પરમેનન્ટ વિઝા આપી દેવા જોઈએ. અને પેલી હની, આપણી પાછળની સોસાયટીમાં રહે છે ને-એ, એ તો કહેતી હતી એણે અત્યાર સુધીમાં સિક્સ કન્ટ્રીઝ ફરી છે અને એ તો કોઈ પણ કન્ટ્રીમાં ફરવા જાય તો ફાઈવ સ્ટાર હોટેલમાં જ સ્ટે કરે. કાલે જ મારા બેચમેટ વિરાજે ફેસબુક પર એના વેકેશન પીક્સ અપલોડ કર્યા-સિંગાપોરના.”-મીઠ્‌ઠીએ મોબાઈલમાં તમને ફોટોઝ બતાવતા કહ્યું.

“આઈ ગોટ યોર પોઈન્ટ બેટા. અને મેં તને કહ્યું ને એઝ યુ સે- તું કહે ત્યાં વેકેશન પ્લાન થશે. પણ એ પહેલા તું મને જવાબ આપ- તારે વેકેશનમાં ફરવા કેમ જવું છે? મઝા કરવા, પ્રકૃતિને માણવા, થાક ઉતારવા, રીફ્રેશ થવા, નવું-નવું જોવા કે પછી ફેસબુક અને ઈનસ્ટાગ્રામ પર ફોટોઝ અપલોડ કરવા?”-તમે દીકરીની બાજુમાં બેસીને એના સિલ્કી વાળમાં હાથ ફેરવતા પૂછ્‌યું.

“ઓફ કોર્સ મઝા કરવા, નવું નવું જોવા, પ્રકૃતિ અને પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરવા અને પોતાની જાતને નવી એનર્જી આપવા..”-પોતાના વિચારોમાં ક્રિસ્ટલ ક્લીઅર દીકરીએ તુરંત જવાબ આપ્યો.

“એજ તો હું કહું છુ! શો ઓફ કરવા કે હુંસાતુંસીમાં પૈસાનું પાણી કરીને દેશ-વિદેશ ફરવું નહિ, પોતાને ગમે એ અને ગમ્મે એ કરવું એ વેકેશન એન્જોય કરવું કહેવાય.. ”-આંખો મિચકારીને તમે કહ્યું.

“મોમ, તું નાની હતી તો વેકેશનમાં શું કરતી? ક્યા ફરવા જતી? કેવી રીતે એન્જોય કરતી?”-અચાનક મીઠ્‌ઠીએ તમારા બાળપણનાં બંધ પટારાને ખોલી દીધો.

“દીકરા, અમે નાના હતાને ત્યારે આમ વિદેશોમાં ફરવા જવાની ઘેલછા પણ નાં હતી અને એવા રૂપિયાની સગવડ પણ નાં હતી. સોશિયલ નેટવર્કિંગ પણ નાં હતું એટલે કોઈ શો-ઓફ પણ નાં કરતુ.. હા વેકેશન ખુલે એટલે સ્કુલમાં ટીચર જરૂરથી પૂછતાં કે બધાએ વેકેશનમાં શું શું કર્યું અને ક્યા ક્યા ફર્યા. અને મોટે ભાગે બધાના જવાબ સરખા હોતા. અમારા માટે વેકેશન એટલે એવો સમય જ્યારે ઘડિયાળનાં કાંટાની બહાર જીવી શકાય. સ્કુલ-હોમવર્ક અને પરીક્ષાની ચિંતા વગર મન થાય એ ટાઈમે રમી શકાય. તમારી કેન્ડી ક્રાશથી ક્રશ થઈ ગયેલી જનરેશન શું જાણે કે મિત્રો સાથે ખરી બપોરે સતોડિયું-થપ્પો-સંતાકુકડી-નદી કે પર્વત-પત્તા-વ્યાપાર રમવામાં કેવી મૌજ આવે! વેકેશન પડે એટલે મામા-કાકા-માસીનાં ઘેર ઉપાડી જવાનું. એય ઊંંઘ પૂરી નાં થાય ત્યાં સુધી સપનાઓમાં મૌજ કરવાની, ઉઠીયે એટલે ટોપલો ભરીને કેરીઓ સામે આપણી રાહ જોતી હોય એને ઘોરીને ચુસીને ખાવાની, નહાવા તો નદીએ જ જવાનું અને પરવારીને મિત્રો સાથે મહેફિલ માંડીને આજે કઈ રમતો રમીશું એ નક્કી કરવાનુ. આખી બપોર અને સાંજ જાત-જાતની રમતો રમીને પસીને નહાવાનું અને મોડી સાંજે ફરી નદીએ પડવાનું. કાકા-મામા સાથે મોડેકથી બજારમાં ફરવા જવાનું અને બરફનો-ગોળો કે ગુલ્ફી ખાઈને જન્નતની ખુશી માણવાની! અઠવાડિયામાં એક રજાના દિવસે કોઈ બગીચા-ઝૂ-બજાર-નદી કે દરિયાકિનારે પીકનીક કરવા ઉપડી જવાનું અને એક પણ ફોટો ક્લિક કર્યા વગર પ્રકૃતિને મન ભરીને અંદર સમાવી લેવાની. દાદી-નાનીએ અગાસીએ સુકવેલા અથાણા માટેની કેરીઓના કટકા ઝાપટી જવાના અને એમના જમાનાની બ્લેકએન્ડ વ્હાઈટ વાર્તાઓ આંખો ઘેરાય નહિ ત્યાં સુધી સાંભળવાની. એસી મલ્ટીસ્ક્રીન મલ્ટીપ્લેક્સમાં નહિ, અમે પરીઓ-ભગવાન-શેતાન-રાજાઓ-આઝાદી અને દેશના ઈતિહાસ વિગેરેની વાર્તાઓ વડીલોના મોઢે એમના અનુભવો સ્વરૂપે સાંભળી છે, જાણે સામે જ બની ગયુ હોય એમ! અમારા માટે વેકેશન એટલે જાત અને પરિવાર સાથે ગાળવા અને માણવાનો સમય હતો.”-તમે અચાનક પોતાની જાતને એ ફાઉન્ટેન ચોટી અને વેલ્વેટના ફ્રોકમાં જોઈ રહ્યા અને એ જ સોનેરી યાદોને કહી રહ્યા.

“વાવ, મોમ.. તમારી જનરેશનની વેકેશની ડેફીનેશન કૈક જુદી જ હતી. આઈ મીન આઈ લવ્ડ ધેટ કન્સેપ્ટ ટુ. આઈ મસ્ટ ટ્રાય ઈટ. ચાલો ફોર અ ચેન્જ આ વખતે વેકેશનમાં વતનના ગામમાં જીએ, જોકે મને એસી વગર ઊંંઘ નથી આવતી પણ કદાચ અગાસીએ તારાઓ ગણતા-ગણતા, નાનીમાં સાથે વાતોના વડા કરતા કરતા જરૂરથી ઊંંઘ આવી જ જશે. મેં બિસલરી સિવાયનાં પાણીને ક્યારેય પીધું નથી પણ કોણ જાણે તારી વાતો સાંભળીને મને નદીમાં ડૂબકી મારવાનું અને વાડીમાં કેરીઓ તોડવા જવાનું મન થાય છે. દુબઈ-લંડન કે પેરીસ તો આવતા વર્ષે કે એ પછીના વર્ષે પણ જવાશે પણ દાદીમાં અને નાનીમાં સાથે ટાઈમ સ્પેન્ડ કરવા કદાચ સમય ઓછો પડશે. તાર ઈવાટ એકદમ સાચી છે મોમ, કે જો મેં મારૂં વતન, મારા મૂળિયાં અને મારો દેશ જ એમાં ભળીને જોયો-જીવ્યો નથી તો ફોરેન ટુર કરવાનો શું ફાયદો? મારા શહેર, મારા લોકો અને મારા દેશને જોઈ-જાણી લઉં પહેલા પછી વિદેશમાં ફરવા જીશ!”-મીઠ્‌ઠીએ એકદમ ખુશી અને ઉત્સાહથી કૈક નવાઈ પમાડે એવી વાત કરી.

***

વેકેશન માત્ર દેખાડો કરવા, સ્ટેટ્‌સ સિમ્બોલ વધારવા કે પૈસા ખર્ચીને મોટાં દેખાવા નહિ- પોતાની જાત અને પરિવારને આખું વર્ષ જે નથી આપી શક્યા એ -સમય, સુખ, આનંદ અને યાદગીરીઓ આપવાનો સમય છે.

આનંદ અને મઝા ખાલી ફોરેન ટ્રીપ કરવાથી કે હિલસ્ટેશન ફરવા જવાથી જ નથી મળતા.. પોતાના જ શહેરની નાં-જોયેલી ગલીઓને ખુન્દવામાં, વતનની વાટ પર સમયના હાંસિયાની બહાર મહાલવામાં, સગા-સંબંધીઓનાં ઘેર ભેગા થઈને ગેલ-ગમ્મત કરવામાં કે પોતાના ઘેર જ રહીને ગમે એ-ગમ્મે એ બધું જ કરવામાં પણ મૌજ-મઝા અને આનંદ છે!

વેકેશન- શું છે તમારી ડેફીનેશન?

ર્સ્િી-પીંછ

કાનજી મકવાણા

૩. ર્સ્િી- પીંછ

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ફાધર્સ ડે

મેરે બાપ, પેહલે આપ

‘તું અસલ તારા બાપ જેવો છે. જીદ્દી અને નાસમજ.’

‘......’

‘જેમ્સ પોટર. ગ્રીફીનડોરમાં એ જ સોનેરી બોલ પકડવા માટે મશહુર હતો.’

‘......’

‘એટલે જયારે સમય આવશે ત્યારે આ છોકરો પોતે જ ડાર્ક લોર્ડ સામે એનો જ હોરક્રક્સ બનીને એનો નાશ કરશે એમ?’

‘હા..હા એમ જ થશે સર્વેયસ.’

‘એટલે તમે એને ડાર્ક લોર્ડની સામે એ સુવરની જેમ કતલ થઈ જાય એવું થવા દેશો?’

‘હા. પણ એવું લાગી રહ્યું છે સર્વેયસ, કે તું છોકરા માટે લાગણી કરવા લાગ્યો છે.’

‘હા...કાયમ.’ (એક્સ્પેક્ટો પેટ્રોનમ)

(ફિલ્મઃ હેરી પોટર)

-------------------------------------------------------------------------------------------

‘તું શા માટે ન્યુયોર્કમાં જવા માંગે છે?’

(પતરાનો નાનો ડબ્બો કાઢીને કાળજીપૂર્વક એક ફોટો કાઢે છે.)

‘જો, આ ફોટામાં દેખાય એ જોઝ બેન્ડ ૧૯૫૬ માં મારા ગામ ક્રોકોઝીયામાં આવેલું. મારા પપ્પાને આ બેન્ડના ગીતો બહુ ગમ્યા. એટલે એમણે એ આખા બેન્ડના ઓટોગ્રાફ લેવાનું શરૂ કર્યું. કેટલાકે આપ્યા, કેટલાકે પત્રથી મોકલાવ્યા. એમ કરતા કરતા ચાલીસ વર્ષ થયા. એક બેન્ડપ્લેયરનો પત્તો ન લાગ્યો. એ ઓટોગ્રાફ ભેગા કરતા કરતા એ ગુજરી ગયા,પણ પેલાનો પત્તો ન જ લાગ્યો. મરતા પહેલા મેં વચન આપેલું. એ પૂરૂં કરવા જ અહિયાં આવ્યો છું.’

‘પણ આટલે દુર કેમ?’

‘એમાં એવું છે, જો હું આવા કોઈ શોખમાં ગુજરી ગયો હોત તો મારો બાપ પણ અહિયાં આવત.’ (ફિલ્મઃ ધ ટર્મિનલ)

--------------------------------------------------------------------------------------

ફાધર,પપ્પા,બાપા,કાકા,તાતા,બાપુજી,દાજી...અગણિત નામો. લાગણી એક જ. પિતાની. બાપ અને સંતાન- આ એક એવો કોયડો છે જેનો ઉકેલ મૌનમાંથી વધુ મળે છે, જેટલા ડાયલોગ વધુ એટલા ડીફરન્સ વધારે. ડિસ્કવરી ચેનલના એક કાર્યક્રમમાં જન્મથી જ બે શરીર લઈને જન્મેલા ઢષભ નામના બાળક પર જયારે અમેરિકી ડો. સ્ટેઈન ઓપરેશન કરવાનું કહે છે ત્યારે એનો બાપ બહુ ટૂંકા વાક્યોમાં ડોક્ટરને કહી દે છે- એની ખુશીથી વધુ મારે કઈ જોઈતું નથી. પણ મારી આવક ઓછી છેપ. રામ સીતા માટે વિલાપ કરે એ દેખાય છે, દશરથનો વિલાપ એટલો ફોકસમાં જ નથી આવતો. સદાય પુરૂષપ્રધાન સમાજ હોવાની ફિશીયારીઓ મારતી સ્યુડો-ફેમીનીસ્ટ સ્ત્રીઓને આ વસ્તુ દેખાશે ખરી? દશરથ શું, રામનો દશરથને મિસ કરતા રહેવાનો વિલાપ કેટલો નોંધાયો છે? કૃષ્ણ વસુદેવ માટે કેટલા ચિંતિત હતા એ ક્યાં કોઈને નોંધવાનો ટાઈમ હતો? અને ખાલી હોલીવુડ જ શું કામ? બોલીવુડનું પણ એક સેમ્પલ વાંચોપ

“ઈશ્વર (માનવનું સીમ્બોલીક નામ, ઈસે કેહતે હૈ જેબ્બાત !!), તમે એને કહી કેમ દેતા નથી કે તમને લાઈલાજ કેન્સર છે?”

“હું કહી પણ દઉં એને. ઘણીવાર એવા મોકા પણ મળ્યા. પણ પછી જયારે કોઈ એને પૂછશે કે હેં આદિત્ય, તે કેમ એક્ટિંગ કેરિયર છોડી દીધી? ત્યારે એ એવો જવાબ આપશે કે- હું તો જતો જ હતો એક્ટિંગમાં, પણ અચાનક જ મારા પિતાની મૃત્યુ થવાથી મેં આ બિઝનેસ હાથમાં લીધો. ના, હું એને મારે લીધે રોકવા નથી માંગતો. મને એક લાંબી સીડી દેખાય છે. અહીંથી સ્વર્ગ સુધીની. એક તરફથી એનું બાળક આવી રહ્યું છે. બીજી તરફથી હું જી રહ્યો છું. બસ એ જોવાનું છે કે અમે ક્યારે ભેગા થઈએ છીએ. આ રમકડું મેં ખાસ એના માટે બનાવ્યું છે. હાહાહા, ગામ આખાના બાળકો માટે રમકડા બનાવતો માણસ, ખુદના પૌત્ર માટે રમકડું ન બનાવે તો કેવું લાગશે?”પ.( ફિલ્મઃ વક્ત-ધ રેસ અગેઈન્સ્ટ ટાઈમ !!)

બાપ ક્યારેય માં જેટલું બોલતો નથી, પણ સંતાનના હૃદયના તાર જયારે બાપના તાર સાથે સિન્ક્રોનાઈઝ થાય ત્યારે સાયલન્ટ કોમ્યુનીકેશન સમગ્ર વાતાવરણમાં પ્રસરી જાય છે. મમ્મી પાસે તો સંતાન અમથુંય વધુ જ રહેલું હોય છે. બાપ સાથે જોડાવું એ અહંને પી જવા જેટલી મુશ્કેલ ક્રિયા છે. દરેક સંતાન બાપને પોતાના કરતા ઓછા જાણકાર માને છે,પણ લાઈફના અમુક તબક્કે તો એ રીઅલાઈઝ થઈ જ જાય છે કે “એ વ્યક્તિ, બાપ શું કામ છે?” સંતાનના દરેક એચિવમેન્ટમાં મમ્મીની શીખ અને પપ્પાની ગીફ્ટ હોય છે. પપ્પા ગીફ્ટ શેની આપે? લેટેસ્ટ ગેજેટ્‌સ? ડબલ પોકેટમની? મસ્ત હોટલમાં લંચ-ડીનર?ના, એ ગીફ્ટ હોય છે જીત્યા પછી પગ જમીન પર ખોડાયેલા રહે એ માટેની સ્થિર બુદ્‌ધિની. રીલેશનશીપની ઠેસમાં મમ્મી સધિયારો આપે, તો બાપ વેલ્યુઝ યાદ કરાવે. ખુમારીથી ટટ્ટાર ઉભા રહેતા અને વિનમ્રતા રાખીને નમવામાં. સારૂં શું ખરાબ શું એ માં સમજાવે. બાપ શીખવાડે સત્યનો પક્ષ લેતા અને માફ કરતા. જીત માટે બલિદાન આપતા બાપ શીખવાડે છે.

‘મને ખબર છે કે હરિલાલે ઈસ્લામ અંગીકાર કર્યો છે. હું એમાં ખોટું જોતો નથી. કેમકે એ હરિલાલ હોય કે અબ્દુલ્લા, અંતે તો એનો અર્થ ઈશ્વરનો બંદો એવો જ થાય છે.’ (ફિલ્મઃ ગાંધી માય ફાધર)

બાપ-સંતાનના સંબંધોને આપણે કોણ જાણે કેમ પણ ઉષ્માપૂર્ણ કલ્પી શકવામાં નાનમ અનુભવીએ છીએ. પપ્પા તમને પૂછી શકે, જમ્યો કે નહીં, ઈન્ટરવ્યું કેવો ગયો, તને અપ-ડાઉન થી થાક લાગતો હોય તો તારા સાહેબને વાત કર અહિયાં રાખવા માટે...આવી અગણિત વાતો શું આપણામાંથી કોઈએ માં ના જ મોઢે સાંભળી હોય એવું તો હરગીઝ નથી. અચાનક પપ્પા આંખો ખોલીને બંધ કરીએ એટલા સમયગાળામાં અંધારા અજવાળાની પેલે પાર પહોંચી જાય એ પછી મુશ્કેલીઓમાં એમના વિચારો-વાતો અનાયાસે યાદ આવી જાય તો સમજવું કે એ ક્યાંય ગયા જ નથી. એ ત્યાં જ છે, તમારી નજીક જ...

ગ્લોબલ મેનેજમેન્ટ

દિપક ભટ્ટ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ુિૈીંર્ંઙ્ઘીીટ્ઠાહ્વરટ્ઠંંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કામ કરાવતાં પહેલાં કામ કરતાં શીખો

વિશ્વવિખ્યાત મોબાઈલ, આઈમેક, આઈપેડ કંપની એપલ કંપનીના વર્તમાન સીઈઓ ટીમ કૂકનું ઉદાહરણ લઈએ તો, તેઓને પોતાના કર્મચારીઓ પાસેથી શું અપેક્ષા છે તેનાથી ખૂબ જ સારી રીતે વાકેફ રહે છે. કર્મચારીઓ પાસેથી કામ લેતાં પહેલાં તે પોતે પહેલું કામ એ કરે છે કે ક્યા કર્મચારી પાસેથી ક્યું કામ લઈ શકાય? ટીમની વર્કિંગ સ્ટાઈલ વખાણવા જેવી છે. તેઓ રોજ સવારે ૪ઃ૩૦ વાગ્યે ઊંઠી જાય છે અને લાગતા વળગતા લોકોને ઈ-મેઈલ મોકલી દેવાનું શરૂ કરી દે છે. આગામી અઠવાડિયામાં શું કાર્ય કરવાનું છે તેની તૈયારી રવિવારની રાત્રે જ કરી નાંખે છે અને તેમના પ્લાનિંગની જાણકારી તેઓ કર્મચારીઓને આપી દે છે. ક્રુકે હાલમાં જ કરેલા એક સંબોધનમાં જણાવ્યું હતું કે, પીપલ સ્ટ્રેટેજી અને એક્ઝિક્યુશનનો વ્યવસ્થિત સમન્વય થાય ત્યારે દુનિયાની કોઈ પણ પ્રોડક્ટનું સરળતાથી અને સફળતાથી નિર્માણ થઈ શકે છે. ટીમની વાત સો ટકા સાચી છે. કોઈ પણ લીડરે કે મેનેજરે પોતાના કર્મચારીઓ પાસે કામ લેતાં પહેલાં ક્યું કામ કેવી રીતે કરવું છે તેની એક ચોક્કસ સ્ટ્રેટેજી પોતે બનાવી લેવી જરૂરી હોય છે.

માણસો મૂડી છે

મહાન શાસક અને વિચારક અબ્રાહમ લિંકન તેમની સાથે કાર્ય કરતી દરેક વ્યક્તિને પોતાની અણમોલ મૂડી જેવા માનતા હતા. એક વખત તેમના કાર્યસ્થળે એક કર્મચારી કોઈ કામની મુશ્કેલી સાથે તેમની પાસે આવ્યો. પોતાને સોંપવામાં આવેલા કાર્યથી તે થોડો ગૂંચવાયેલો હતો તેથી તે થોડો ખિન્ન હતો. લિંકને પહેલાં તો તેની મૂંઝવણ જાણી. તેના માટે પોતાની કેબિનમાં પાણી મંગાવ્યું. પછી લિંકને તેને મુશ્કલી પૂછી. પેલા કર્મચારીએ નિઃસંકોચ લિંકનને પોતાના કાર્યમાં આવતી અડચણ વિશે જણાવ્યું. બંને જણાએ લાંબા સમય સુધી વાતો કરી. જુદા પડવાનું થયું ત્યારે પેલો માણસ ખુશ થતો કેબિનની બહાર નીકળ્યો. એ જોઈને બીજા એક કર્મચારીએ લિંકનને કહ્યું, "એ માણસ તો ખિન્ન થઈને તમારી પાસે આવ્યો હતો. તમે શા માટે એને એટલું બધું મહત્ત્વ આપ્યું ને દરેક કામ ઝીણવટપૂર્વક સમજાવ્યું? લિંકને કહ્યું, કર્મચારી સાથે કર્મચારીની જેમ જ વર્તવું જોઈએ. તેનાથી ફાયદો એ થયો છે કે મેં આજે બે માણસોની મૂડી ભેગી કરી છે. તમે પણ અહીં કર્મચારી છો. મારા આ વર્તનથી તમને પણ શીખવા મળ્યુંને કે કર્મચારી મૂડી સમાન હોય છે અને મૂડીને જાળવી સાચવીને જ વાપરવી જોઈએ." માણસોની મૂડી ઊંભી કરવાની લિંકનની આ પદ્ધતિ સૌથી સારી છે તેથી કોઈ પણ કંપનીના ઉચ્ચ પદે બિરાજમાન મેનેજરે પોતાના કર્મચારીઓ માટે આ પદ્ધતિ અપનાવવા જેવી છે.

કર્મચારી જેવો છે તેવો તેને સ્વીકારો

કોઈ પણ કંપનીનો મેનેજર ગમે તેટલી મહેનત કરે તો તોપણ બીજાને તે પોતાના જેવો નહીં બનાવી શકે. મેનેજરે એવા મિથ્યા પ્રયત્ન કરવાનું છોડી દેવું જોઈએ. કર્મચારી જેવા હોય એવા સ્વીકારવામાં જ કંપનીનું હિત હોય છે. એટલું જ નહીં, એમ વર્તવાથી જ આપણે જીવનમાં સાચી સફળતા તરફ ગતિ કરી શકીએ છીએ. અને કર્મચારીને સમજીને તેનામાં જરૂરી ફેરફાર કેવી રીતે લાવી શકાય તે અંગેની સ્ટ્રેટેજી બનાવી શકીએ છીએ. વળી, દરેક વખતે આપણી પદ્ધતિ જ અસરકારક ન પણ હોય તેવા સમયે એનાથી ઊંલટું કોઈ કર્મચારીની પદ્ધતિ વધુ યોગ્ય હોય તો ત્યારે સમય વર્તી સાવધાનની જેમ વર્તવાથી આપણી શક્તિઓ વેડફાતી અટકે છે અને સરવાળે આપણને, કંપનીને અને કર્મચારીને ફાયદો થાય છે.

નિષ્ફળતાને સફળતામાં ફેરવો

ચોથી જુલાઈ, ૧૯૫૨નો દિવસ હતો. ફ્લોરેન્સ ચેડવિક કેટેલિના ચેનલ પાર કરીને બીજે પાર પહોંચનારી પ્રથમ મહિલા બનનારી હતી. આખી દુનિયા ચેડવિક પર નજર રાખીને બેઠી હતી. ચેડવિક આ અગાઉ ઈંગ્લિશ ચેનલ પાર કરી ચૂકી હતી. આજે તેના માટે બહુ મોટો દિવસ હતો, પણ એ સ્થિતિ કપરી પણ એટલી જ હતી. ઘટ્ટ ધુમ્મસ, ગાત્રો થિજવી નાંખે એવી ઠંડી તથા શાર્ક માછલીઓનો સામનો પણ તેણે કરવો પડયો. એ કિનારે પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ જ્યારે એણે પોતાના ચશ્મામાંથી બહાર જોયું ત્યારે તેને ધુમ્મસ વધતું દેખાયું. તેનાથી કિનારો જોઈ શકાતો નહોતો. આકરા પ્રયત્નો છતાં તે કિનારે ન પહોંચી અને હાર સ્વીકારીને પાછી આવી ગઈ. ચેડવિકને સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે તેને ખબર પડી કે, તે જ્યાંથી પાછી વળી છે તેનાથી કિનારો માત્ર અડધો માઈલ જેટલો જ દૂર હતો. એડવિકે એ પછી આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે, તે સમયે મેં હાર સ્વીકારી તેનું કારણ એ હતું કે, મને પાણીમાં કુદ્યા પછી હંમેશાં મારૂં લક્ષ્ય એટલે કે કિનારો દેખાતો હોય છે. કેટેલિના ચેનલ પાર કરતી વખતે મને મારૂં લક્ષ્ય હોત તો હું ચોક્કસ તે સમયે સફળ રહી હોત.

બે મહિના પછી ચેડવિકે કેટેલિના ચેનલ પાર કરવાનો ફરી પ્રયત્ન કર્યો અને તેણે એ ચેનલ પાર કરી લીધી. આ વખતે પણ હવામાન પ્રતિકૂળ હતું, પણ ચેડવિકે નજર માત્ર લક્ષ્ય તરફ રાખી હતી અને તેને પોતાની નિષ્ફતાને સફળતામાં ફેરવવી હતી.

વ્યાવસાયિકોના જીવનમાં પણ ક્યારેક એવું બને કે હાથમાં લીધેલા કાર્યમાં તેને નિષ્ફળતા મળે ત્યારે તેણે સૌથી પહેલાં એ કાર્યની નિષ્ફળતા માટેના કારણો ક્યાં છે તે શોધવું જોઈએ. પછી કાર્યને ફરીથી કરવાની યોગ્ય સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. મેનેજર માટે આ માટે થોડી વધુ જવાબદારી હોય છે કારણ કે એક વખતની નિષ્ફળતા પછી તેણે કંપનીની નામના અને પોતાની કાબેલિયત સાબિત કરવાની હોય છે. આ સમયમાં તેણે પોતાનાથી તેમજ તેના કર્મચારીથી કોઈ ક્ષતિ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું રહે છે.

મંથન

સાકેત દવે

લાલ ફ્રેમવાળાં ચશ્માં

“જો બેટા, આજે તારા માટે નવા ચશ્માં કરાવી લાવ્યો છું. તેં કહેલું ને, કે તને લાલ ફ્રેમવાળાં ચશ્માં બહુ ગમે છે, તો જો... એવાં જ કરાવ્યાં છે.” ફૂલ વેચનારા કિશને તેની બાર વર્ષની દીકરી જુઈને ચશ્માંનું કવર આપતાં કહ્યું.

“અરે વાહ... લાવો પહેરી જોઉં... કહો તો, કેવાં લાગે છે ?”

“સરસ લાગે છે, પણ સાચવજે હવે, ગયા વખતની જેમ જોજે ઠેસ લાગે ને તૂટી ન જાય...”

“હા પપ્પા, શું કરૂં ? એક તો આ આપણી શેરીનો ઉબડખાબડ રસ્તો ને એના પર બેફામ ચાલતાં આ વાહનો... એમાં ધ્યાન ન રહ્યું...”

જુઈ ચશ્માં પહેરી, ટોપલો ઉઠાવી ઘરેથી નીકળી અને શેરીને નાકે આવેલા ફૂટપાથ પર ફૂલો વેચવા બેઠી. થોડી જ વારમાં એક વૃદ્ધ લાકડીના ટેકે ચાલતા તેની પાસે આવી પહોંચ્યા, ને ધીમે અવાજે બોલ્યા,

“દીકરી... આજે મારા લગ્નની પંચાવનમી તિથિ છે, એક સરસ ગુલદસ્તો બનાવી આપ મારી પત્નીને આપવા માટે... અને મને ઉંમરને લીધે જરા ઓછું દેખાય છે તો કયાં પુષ્પો ગુલદસ્તામાં ઉમેરે છે તે કહેજે મને જરા...”

“હા જરૂર... જુઓ દાદા... સૌથી પહેલાં તો હું આછા કથ્થાઈ રંગની વાંસની ટોપલીની ધાર ફરતે લીલી અને પીળી પાતળી મુલાયમ રીબન વીંટાળીશ. પછી જેની સુગંધ માત્રથી દાદી ખીલી જાય ને, એવા આ સફેદ રંગના મોગરાની કળીઓ બિછાવીશ.”

“અરે વાહ છોકરી... તને તો ટોપલીની સજાવટ સરસ આવડે છે ને...” વૃદ્ધે છોકરીના ઉત્સાહને વેગ આપવા કહ્યું.

“હા દાદા... પપ્પાનું જોઈ-જોઈને સજાવટ શીખી છું...”

ચાલો હવે આ લવન્ડર અને સફેદ રંગના ઓર્ચિડ અને તેની સાથે જાંબલી કિનાર ધરાવતાં સફેદ પુષ્પો ગોઠવી દઉં.

દાદીને શું પસંદ છે એ તો કહો દાદા...”

“એને સૂર્યાસ્ત ઘણો પસંદ છે બેટા...” દાદા માટે હવે આ માસુમ પણ હોંશિયાર છોકરી આત્મીય થવા લાગી હતી.

“ખૂબ સરસ... તો હું ડૂબતા સૂર્યના રંગના આ કાર્નેશન ફૂલો આમાં ઉમેરી દઉં છું. અને સાથે ભૂરી અને સફેદ રંગની ટેટસની સેર પણ મૂકું છું. રજનીગંધાના સફેદ પુષ્પો વગર તો કોઈપણ પુષ્પ-છાબ અધૂરી જ લાગે... બરાબર ને ?”

“બરાબર...” દાદાએ સ્મિત સાથે કહ્યું.

“અને અંતમાં તમારા બેના અનંત પ્રેમના પ્રતીક એવા આ લાલ ગુલાબ અને લીલીના ગુલાબી ફૂલ રહી જાય એ તો કેમ ચાલે... લ્યો દાદા, આ તમારી પુષ્પ-છાબ તૈયાર...”

નાની એવી ઠાવકી છોકરીની ગ્રાહકને પ્રભાવિત કરવાની કળા વિષે દાદા વિચારી જ રહ્યા હતા, ત્યાં જ દોડીને આવેલા કિશને હાંફતા-હાંફતા જૂઈને કહ્યું, “ચાલ બેટા, જલ્દી કર... આપણે જેની રાહ જોતાં હતા એ ઘડી આવી ગઈ લાગે છે. સરકારી અસ્પતાલથી ડોક્ટર-કાકાનો ફોન હતો, તાત્કાલિક બોલાવ્યા છે આપણને... અકસ્માતમાં મૃત્યુ પામેલા કોઈની આંખ તને આપવાની વાત કરતા હતા. તારી આંખોનો આ અંધકાર હવે કદાચ જલ્દી દૂર થવાનો દીકરા...” કહેતા કહેતા કિશનને ગળે જરા ડૂમો બાઝ્‌યો, જે તેણે ખોંખારો ખાઈ દૂર કર્યો.

કાળી આંખોમાં દરિયા જેટલી અપેક્ષા લઈ જુઈએ વેરાયેલા ફૂલ ઝડપથી ભેગાં કર્યાં, લાલ દાંડલીવાલા કાળાં ચશ્માં ચડાવ્યાં અને ઝડપથી કિશન સાથે ચાલી નીકળી ત્યારે જુઈના અંધત્વ વિષે હાલ સુધી અજાણ એવા દાદા અચરજથી તેને તાકી રહેલા. ઘડી પહેલાં પુષ્પના જુદાં જુદાં રંગ અને નામ સાથે વર્ણન કરી-કરીને પુષ્પ-છાબ તૈયાર કરતી અંધ જુઈએ કહેલા શબ્દો તેમના મનમાં પડઘાઈ રહેલા, “સજાવટનું કામ તો હું પપ્પાનું ‘જોઈ-જોઈ’ને શીખી છું...”

સંજય દ્રષ્ટિ

સંજય પીઠડીયા

૮. અધિક - થોડા ઔર ચલેગા!

એય ને વળી પાછો અધિક માસ શરૂ થઈ રહ્યો છે. હા, એ જ પુરૂષોત્તમ માસ! બેનું, દીકરીયું, માવડીયું ગોર પૂંજવા જશે અને ‘આંબુડુ જાંબુડુ’ ગાશે. સામાન્ય રીતે ૩૨ મહિના ૧૬ દિવસ ૩ કલાક અને ૧૨ મિનિટ પસાર થયા બાદ અધિક માસની વ્યવસ્થા પંચાંગમાં કરવામાં આવી છે. એટલે કે દર ત્રીજા વર્ષે અધિક માસ હોય છે. ચંદ્ર માસના ગણિતથી વર્ષ ૩૫૪ દિવસ ૯ કલાકનું હોય છે અને સૌર માસના ગણિતથી વર્ષ ૩૬૫ દિવસ ૬ કલાકનું હોય છે. આ બંને વચ્ચેનું અંતર અધિક માસ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. સીધી સરળ ભાષામાં કહીએ તો પુરૂષોત્તમ માસ એટલે વિષ્ણુ ભગવાનના અવતારરૂપની પૂજા. આપણા સંવતવાળા કેલેન્ડરમાં કોઈવાર તિથિઓનો ક્ષય આવતો હોય છે તો કોઈવાર એકસ્ટ્રા તિથિઓ આવે - આ દરેકનું એડજસ્ટમેન્ટ કરવા માટે ગણિતજ્ઞોએ અધિક માસ મૂક્યો છે. કુદરતને ખબર છે કે માનવીને ‘અધિક’ શબ્દ સાથે બહુ લગાવ છે એટલે જ એ આપણને દર ત્રણ વર્ષે ‘અધિક માસ’ આપે છે. અધિક એટલે વધારે, વધારાનું નહીં! હિંદુ કેલેન્ડર જ નહીં, અંગ્રેજી કેલેન્ડરમાં પણ દર ચાર વર્ષે ‘લીપ યર’ આવે છે જેમાં ફેબ્રૂઆરી મહિનામાં ૨૯ દિવસ હોય.

અધિક મેળવવું એ તો માણસની જન્મોજનમની અંતરની એષણા છે. જન્મથી અંતિમ ઘડી સુધી યે દિલ માંગે મોર. બાળક જ્યારે માતાના સ્તનમાંથી ધાવણ ધાવતું હોય ત્યારે એને થોડું ખેંચીને દૂર કરવાનો પ્રયત્ન કરશે, બાળક સ્તનપાન કરવાનું મૂકવા ઈચ્છશે જ નહીં, એને હંમેશા અધિક ધાવણ જોઈએ. એ જ બાળક મોટું થાય ત્યારે એક ને બદલે બે ચોકલેટ જોઈએ. પાડોશીના બાળક પાસે હોય એના કરતાં વધારે રમકડાં જોઈએ. શાળામાં ક્લાસમેટ લાવે છે એના કરતાં સારી પેન-પેન્સિલ જોઈએ. કૉલેજમાં જાય તો બીજા પાસે હોય એના કરતાં મોંઘો મોબાઈલ જોઈએ. પોકેટમની ૫૦૦ રૂપિયા હોય તો એના બદલે ૧૦૦૦ રૂપિયા જોઈએ. શિક્ષણ ભલે આજના જમાનાની જરૂરિયાત હોય પણ એમાંય આપણી આ જ વૃત્તિ છે. એસ.એસ.સી થઈ જાય પછી ગ્રેજ્યુએશન, એના પછી પોસ્ટ-ગ્રેજ્યુએશન, એ પતે એટલે એમ.બી.એ., પછી પી.એચ.ડી. - અધિક ને અધિક શિક્ષણ મેળવવામાં અડધી જુવાની વહી જાય છે. ઑફિસમાં જાય તો બીજા કરતાં વધારે પગાર જોઈએ. સાથે સાથે પ્રમોશન જોઈએ. સારૂં મકાન, એમાં લેટેસ્ટ ફર્ન્િાચર. નાના ફ્રીજને બદલે ડબલ-ડોરનું ફ્રીજ. બે મોઢાને બદલે ચાર મોઢાવાળો ગેસનો ચૂલો. પંખાને બદલે એ.સી. જોઈએ. એક માળનું મકાન હોય તો ચાલો ટેરેસ કરી લઈએ, ટેરેસ હોય તો ચાલો ટેરેસ પર એકાદી રૂમ બાંધી લઈએ. આ લિસ્ટ હંમેશા વધતું જ જાય છે. આપણને દરેક વાતમાં ‘થોડા ઔર ચલેગા’ એવું કહેવાની આદત પડી ગઈ છે. તીન પત્તી રમવા બેઠા હોય અને થોડાંક રૂપિયા હારી જાઓ ત્યારે તમને એમ થાય કે હજી થોડી વાર રમી લઉં એટલે જે ગ્યા છે એ કવર થઈ જાય. પણ એ કવર કરવામાં જે બચ્યા હોય એય હારી જવાય અને પછી ઘરે જીને કવર વગરના ઓશિકા પર માથું રાખીને સૂઈ જવું પડે. શેરબજારનું પણ એવું જ છે. આવતી કાલે શેરનો ભાવ વધુ થશે ત્યારે વ્હેંચી દઈશ એ લાલચમાં જે પહેલા મળતો હોય એનાથી અડધો ભાવ પણ ન મળે. બહાર રેસ્ટોરેન્ટમાં જમવા જીએ ત્યારે ૧ ફુલ સૂપ મંગાવવાને બદલે બે વન-બાય-ટુ મંગાવીએ, આમ કરવાથી થોડું વધારે સૂપ મળે. આવું જ ગણિત શેરડીનો રસ પીવા જીએ ત્યારે પણ હોય. પીત્ઝા ખાવા જીએ ત્યાં પીત્ઝા જે ભાવનો હોય લગભગ તેટલી જ કિંમતના ચીલી-ફ્લેક્સ અને પૅપર ઉઠાવી લઈએ છીએ. ‘જોઈએ જોઈએ’ કરવા વાળા આપણને એ ખબર નથી કે કેટલું ઈનફ છે. બસ ભેગું કરતા રહો અને મનને મંદિરમાંથી ઉકરડામાં ફેરવી નાખો.

તમને ખબર છે કે માણસ હંમેશા ઠરવાને બદલે એકદમ મહાબળેશ્વર કેમ બનતો જાય છે? કારણકે એ સદાય મોહગ્રસ્ત રહે છે. આપણે જાણે ૧૫૦-૨૦૦ વર્ષ જીવવાના હોઈએ એટલું ભેગું કરીએ છીએ. દસ હજાર આ બેંકમાં ફિક્સમાં મૂકી દઈએ, પાંચ વર્ષમાં એ પાકી જશે. પંદર હજાર પેલી આ બેંકમાં મૂકી દઈએ, સાત વર્ષમાં એ પાકી જશે....ઈ બધું પાકી જાય ત્યાં પોતે પાકી ગ્યો હોય! પછી માંદગી મમળાવતો થઈ જાય એટલે એના એ જ પૈસા ડૉક્ટરને પધરાવવા પડે. ઉર્દૂ શાયર અકબર મૈરઠીનો એક શેર છેઃ “આગાહ અપની મૌતસે કોઈ બશર (માનવ) નહીં, સામાન સો બરસ કે હૈ, પલ કી ખબર નહીં”. એક શેઠ પાસે અઢળક મિલકત હતી. નોકર-ચાકર ચોવીસે કલાક હાજર રહેતાં. પાણી માંગે તો દૂધ મળે એવી જાહોજલાલી હતી. એ જ શેઠે એક વાર એના મુનિમને પૂછ્‌યું, “આપણી પાસે કેટલી સંપત્તિ હશે?” મુનિમે જવાબ આપ્યો કે આપણી પાસે તમારી એકોતેર પેઢી સુધી ચાલે એટલી સંપત્તિ છે. આ સાંભળીને શેઠ રડવા માંડયાં. મુનિમે પૂછ્‌યું, “શેઠ, કેમ રડો છો?” ત્યારે શેઠ બોલ્યાં - તો પછી મારી બોતેરમી પેઢીનું શું થાશે? બોલો, બોતેરમી પેઢીની ચિંતા કરવા વાળા લોકો પણ છે આ દુનિયામાં!! જીવતા તો આવી વૃત્તિ હોય, પણ મર્યા પછી પણ ન છૂટે. એટલે જ શબાના આઝમીના પિતા કૈફી આઝમીએ આવા લોભિયાઓ માટે એક શાયરી લખેલીઃ

ઈન્સાન કી ખ્વાહીશોં કા કોઈ ઈન્તીહા (મર્યાદા) નહીં,

દો ગજ જમીન ભી ચાહિયે, ઉસે દફનાને કે બાદ...

ભારતમાં સૌ પ્રથમ લોકોને રૂપિયા જીતાડે એવો શો વર્ષ ૨૦૦૧માં શરૂ થયો જેનું નામ હતું - કૌન બનેગા કરોડપતિ. એના થોડા દિવસમાં અનુપમ ખેર અને મનિષા કોઈરાલા સંચાલિત શો આવ્યો હતો - સવાલ દસ કરોડ કા! અને ત્યારબાદ ગોવિંદાને લઈને હજી વધારે કમાવી આપે એવો શો આવ્યો - જીતો, છપ્પર ફાડ કે! - આમ માણસની લાલસા પણ વધતી જ જાય છે. અંગ્રેજીમાં લોભી માણસને ‘ગ્રીડી-પીગ’ કહેવાય છે એટલે ખા-ખા કરતો ડૂક્કર! અને આવી લાવ લાવની વૃત્તિને અંગ્રેજીમાં ‘ગ્િામ્મી મોર’ કલ્ચર કહેવાય છે. ગ્િામ્મી એટલે ભૌતિક વસ્તુઓ ખાસ કરીને પૈસો પ્રાપ્ત કરવાની અણથંભી અને વણથંભી દોટ, ધનલોભ, અતિતૃષ્ણા એટલે ગ્િામ્મી મોર. જેમ પેટનું ભૌતિક ખાઉધરાપણું હોય છે એમ મન અને મગજનું પણ ખાઉધરાપણું હોય છે. આપણને દરેકને કીર્ત્િાની પણ ભૂખ હોય છે જેને અંગ્રેજીમાં ‘ઈન્ટેલેક્ચ્યુઅલ હંગર ફોર ફેઈમ, મની ઍન્ડ પાવર’ કહેવાય છે. પણ જે ચીજ પ્રાપ્ત કર્યા પછી આપણને સંતોષ ન થાય તો એમ સમજવું કે એ ચીજ આપણને જોઈતી જ ન હતી, છતાં આપણે એ પ્રાપ્ત કરી. એક હિંદી કવિએ સાચું કહ્યું છેઃ “ગોધન, ગજધન, બાજધન ઔર રતનધન ખાન; જબ આવે સંતોષધન સબ ધન ધૂલ સમાન!” અનુભવ કહે છે કે સંતોષ સાથે સુખ જોડાયેલું છે અને અસંતોષ સાથે અસુખ જોડાયેલું છે. જેટલું હોય તેટલું ઓછું પડે એવી માનસિકતાને લીધે માણસ સતત કણસતો રહે છે. સદીઓથી સંગ્રહીત થયેલા અનુભવને કારણે જ માનવજાતને ‘સંતોષી નર સદા સુખી’ કહેવત મળી છે.

ૈંક ર્એ કીીઙ્મ ંરટ્ઠં ર્એ રટ્ઠદૃી ીર્હેખ્તર

છહઙ્ઘ ૈક ર્એ ુટ્ઠહં ર્ં દ્બટ્ઠાીર્ ંરીજિ રટ્ઠઅ

ર્ડ્ઢ ર્હં ટ્ઠઙ્ઘઙ્ઘ ર્ં રૈજ ર્જજીજર્જૈહજ

મ્ેં જેહ્વંટ્ઠિષ્ઠં કર્િદ્બ ંરી

જીેદ્બર્ ક રૈજ ઙ્ઘીજૈિીજ, ્‌ીટ્ઠષ્ઠર રૈદ્બ

ર્‌ હ્વી જટ્ઠૈંજકૈીઙ્ઘ

- જીહીષ્ઠટ્ઠ

રોમન પાદશાહના નૈતિક સલાહકાર સેનેકાએ હજારો વર્ષો પહેલાં કહેલું કે માનવીએ તૃષ્ટિ, સંતોષ, ઈચ્છાનિવૃત્તિ, પર્યાપ્તપ્રાપ્તિ અને સંતૃપ્તિનો ગુણ પણ શીખવો પડશે. ગીતામાં કૃષ્ણ ભક્તનાં લક્ષણો ગણાવે છે ત્યારે કહે છેઃ ‘સંતુષ્ટઃ સતતં યોગી’. સદાય સંતુષ્ટ રહેવું એ જેવીતેવી ઉપલબ્ધિ નથી. અમેરિકામાં સંતોષ માટે એક શબ્દપ્રયોગ વપરાય છે - ફિલોસોફી ઑફ ઈનફનેસ. અધિક માસ ભલે ત્રણ વર્ષે એકવાર આવે, પરંતુ અધિકત્વ તો આજીવન માણસની સાથે વણાયેલું છે. નોટની થપ્પી જ્યારે તિજોરીમાં ગોઠવીએ ત્યારે એમાં બાઝેલી તાણ એ વખતે દેખાતી નથી. અધિકની લ્હાયમાં એ ભૂલાઈ જાય છે કે બધા લાભ શુભ નથી હોતા, પણ બધામાં નાનકડું શુભ એ મોટામાં મોટો લાભ હોય છે. આમ તો ‘લાભ’’ અને ‘લોભ’માં ફક્ત એક માત્રાનો જ ફરક છે એટલે કે લાભમાં લાલચની માત્રા ઉમેરાય એટલે એ લોભ બની જાય છે. પણ એ માત્રા ક્યારે કઈ માત્રામાં વાપરવું એ નિર્ણય મહત્ત્વનો છે.

પડઘોઃ

હે ઈશ્વર, આમ તો મારી પાસે પૂરતું છે.

અમૂલ્ય રત્ન જેવી બે આંખો, આનંદથી બંસરી બજાવી શકાય એવું મુખ, ધનથી ન ખરીદી શકાય એવી તંદુરસ્તી છે.

હે ઈશ્વર, આમ તો મારી પાસે પૂરતું છે.

આકાશમાં સૂર્ય છે, મારા હાથને કામ મળી રહે છે, ખાવાપીવાની ખેંચ નથી અને પ્રેમ કરી શકું એવા માણસો છે.

હે ઈશ્વર, આમ તો મારી પાસે પૂરતું છે.

પણ જેનાથી મને સુખ, શાંતિ અને સંતોષ મળતો નથી, એવી વસ્તુઓનો મોહ છોડાવી દે.

મને વધારે ભોગી બનાવીને જાત સાથે બનાવટ કરીને, અકરાંતિયો બનાવી દેતી, લાલચુ બનાવી દેતી, આ લાલસામાંથી મુક્ત કર.

(કવિ રમેશ પુરોહિતે ‘સુખની કેડી કંકુવરણી’માં લખેલી એક પ્રાર્થનાનો ભાવાર્થ)

ભલે પધાર્યા

બાદલ પંચાલ

સગા-વહાલા એટલે કોણ?

એક પિતાએ એના યુવાન પુત્રને પૂછ્‌યું : “ બેટા, તને ખબર છે સગા વહાલા એટલે કોણ?”

પુત્રને સ્વસ્થતાથી જવાબ આપ્યો : “પપ્પા, ખરૂ કહું તો સગા-વહાલા એટલે જે સગા છે, એ વહાલા નથી અને જે વહાલા છે, એ સગા નથી.”

સગા-વહાલા શબ્દ ભલે સંગાથે લેવાતો હોય પણ સમાહાર સમાસથી એ છૂટો પડે છે! સગાના સંબંધો ખૂનના હોય છે જ્યારે વહાલા સંબંધો સુકૂનના હોય છે! માણસ જ્યારે જન્મે છે ત્યારે જ તેના મોટાભાગના સંબંધો જન્મ લઈ લેતા હોય છે. માતા, પિતા, ભાઈ, બહેનથી લઈને સમાજના કુળદેવતા, કુળદેવી, ગોત્ર, કુળ, ધર્મગુરૂ અને ધર્મ પણ.......... ‘નક્કી’ થઈ જાય છે. એ માણસ સાથે જોડાઈ જાય છે. આ જોડાણ માણસે પોતે સ્વેચ્છાએ સિલેક્ટ કરેલું નથી હોતું. એને એવી ચોઈસ નથી આપવામાં આવી!!

આ સંબંધોનું સ્ટીકર જન્મતા જ એના પર ચીટકાવી દેવામાં આવે છે. હવે આ જ સંબંધોમાં શ્વસતો માણસ ધીરે ધીરે સંબંધોની નિકટતામાં આવવા લાગે છે. સંબંધોનાં સત્યો, સંબંધોનાં તર્ક-કુતર્‌કો બધું જ ધીરે ધીરે એની સામે ઉઘાળું પડે છે. સાથે સાથે તે આસપાસના નવા સંબંધોનાં પરિચયમાં આવે છે. શાળાનાં શિક્ષકો, શાળા અને આસપાસના મિત્રો, કૉલેજમાં થતી યુવામૈત્રી બધું જ એ અનુભવે છે. અને ધીરે ધીરે આ નવા બંધાયેલા સંબંધો તેને મીઠા અને વહાલા લાગે છે. કદાચ, એનું એક કારણ એવું પણ હોઈ શકે કે આ સંબંધો એની પોતાની ચોઈસ છે. એનું પોતાનું સિલેકશન છે !!

આપણા જન્મથી જોડાયેલા સંબંધોમાં મોટેભાગે બંધનોની ભરમાર હોય છે. સમાજના નિયમો વગર સહી કરે એના પર થોપી દેવાતા હોય છે!! સમાજ ખુદ મર્યાદા નક્કી કરે છે..... પણ એ માણસને પોતાની મર્યાદા નક્કી કરવાની સ્વતંત્રતા નથી આપતી. કેટલાક સમાજમાં બહારનાં સમાજના, બહારનાં નાત- જાતની છોકરી કે છોકરાને પરણવું ગંભીર ગુનો છે! કાજલ ઓઝા વૈદ્ય કહે છે “ચિત્રકૂટમાં લક્ષ્મણે સીતા માટે લક્ષ્મણરેખા દોરી, એટલે જ કદાચ સીતા એને પાર કરી ગઈ. ખરેખર તો એ મર્યાદા સીતાએ જ નક્કી કરવાની હતી.” લક્ષ્મણરેખાની નહીં, સીતારેખાની જરૂર હતી તો કદાચ સીતા એને પાર ન કરત!

મોટાભાગનાં ઘરોમાં યુવાનો બધી જ વાત પોતાના ઘરમાં નથી કરતા.....જેટલી વાત કરવી જોઈએ એટલી જ વાત કહે છે. કારણકે તેમને ખબર છે કે એ વાત કીધા પછી એમના સોકોલ્ડ સગાઓ કેવું રિએક્શન આપશે! સગાઓનું કેમિકલ ઈક્વેશન તેઓ જાણી ગયા છે.

યુવાનીને માણી ચૂકેલો દરેક વ્યક્તિ એ વાત સ્વીકારશે કે આપણા ચોઈસના સંબંધોમાં ઘણી મોકળાશ હોય છે. ત્યાં કળી જેટલી સહજતાથી ઉઘડી જીએ છીએ આપણે! ઘણુંબધું કહી દીધા પછી પણ ઘણુંબધું બાકી રહી જતું હોય છે. ન કહેવાતું પણ કહેવાઈ જાય છે. અને સામેની વ્યક્તિ એને સ્વીકારી પણ લે છે. વહાલા સંબંધોમાં મિત્રતાનો સંબંધ જાણે ઢણાનુબંધનો સંબંધ છે. એ સંબંધમાં રોજેરોજના ઝઘડા સંબંધની લહેજત વધારે છે. આ ઝઘડા અબોલામાં પરિણમતા નથી. જે મોટાભાગે સમાજના સંબંધોમાં બનતું હોય છે. સમાજના સંબંધો કાચની કણી જેવા હોય છે. જરાક અડતા ખૂંપી જાય અને લોહીલુહાણ કરી મૂકે એવા! ત્યાં શબ્દોના ‘માર’ વાગતા હોય છે. જ્યારે મિત્રતાના સંબંધોમાં ગાળો પણ મીઠી લાગે છે.

સપ્તપદીનું સાતમું વચન એમ કહે છેઃ સપ્તમે સખા ભવઃ અર્થાત અંતમાં આપણે મિત્રો બની જીએ. એ મિત્ર બની જવું એટલે જ કદાચ સગામાંથી વહાલા બની જવું! સમાજના સંબંધોમાં ઘણીવાર ક્રેબવૃતિ (કરચલાવૃતિ) જોવા મળે છે. સમાજનું કોઈ વ્યક્તિ આગળ આવી જાય તો સંબંધોમાં વિષમતા આવી જતી હોય છે. પછી એ સંબંધો નામમાત્રના બની જતા હોય છે. જ્યારે આપણી ચોઈસના સંબંધોમાં નામ જ નથી હોતા ક્યારેક! બસ, કંઈક એવું આકર્ષણ બંને વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ પેદા કરી દેતું હોય છે. આવા સંબંધો પૂરી મોજથી જીવાતા હોય છે. એમાં ક્યાંય હ્ય્દયની સંકુચિતતા નથી હોતી. વિશાળ હ્ય્દયથી બધાને બાથમાં ભરી દેવાની લિજ્જત હોય છે. સમાજના સંબંધોમાં એક આડી રેખા દોરાયેલી છે. જે સંસ્કારોનાં લોહી સંચારથી ધબકતી હોય છે. જેમાં નાની એવી ભૂલ પણ હ્ય્દય પહોળા કરી નાખે છે! સમાજના સંબંધો માન માંગે છે. સંબંધોમાં મોટાપણાની વાતો (અહંકાર) હોય છે. જ્યાં નાછૂટકે ઝૂકવું પડે છે. સમયે સમયે એની તબિયત પૂછવી પડે છે. ત્યાં વહેવાર સાચવવો પડે છે! આવી કોઈ શરત વહાલી વ્યક્તિ નથી રાખતી. બિનશરતી સંબંધો જ કદાચ નિઃસ્વાર્થ સંબંધ છે. આપણા લગ્નમાં એણે જેટલો ચાંદલો કર્યો એટલો જ એના લગ્નમાં આપણે કરશું એવો વેપારી વહેવાર આ સંબંધોમાં નથી. આ સંબંધોમાંથી જેટલું ઉલેચો છતાંયે તે સમસપાટીએ જ રહે છે. આ સંબંધોમાં ઊંંડાઈ માપવાની હોય છે ! એક પંક્તિ બહું જ સુંદર છે.

“એમણે પરિચિતોનું વર્તુળ દોર્યુ ને અમે બહાર રહી ગયા,

અમે પ્રેમનું વર્તુળ દોર્યુ ને સૌ સમાઈ ગયા.”

સગાઓમાં મોટાઈનું મહત્વ હોય છે. મિત્રતામાં તો સાથે સાથે મોટા થવાતું હોય છે!. મોટેભાગે, મિત્રતામાં હેતુ વગરનો હેત હોય છે. એમાં અપેક્ષાઓ ઘણેખરે અંશે ઓછી હોય છે. એમાં આનંદનો ગરબો ગવાતો હોય છે. આ સંબંધોને નિભાવવા નથી પડતા હોતા, એ આપોઆપ નભી જતા હોય છે. એની રોજેરોજની તબિયત નથી પૂછવી પડતી. સમાજના સંબંધો કાળજી કરતાં હોય છે. એને આપણા વિકાસમાં રસ હોય છે. આપણા પતન વખતે એ આપણી પડખે ઊંભા રહે છે. ભલે, તમે એને કેટલાય અવગણ્‌યા હોય!! વહાલના સંબંધો કદાચ જિંદગીભર સાથે રહે છે પણ પાસે નથી રહી શકતા....મજબૂરી આનું જ નામ!!! વાદળ અને ધરતીનો સંબંધ આ જ છે ને!! સતત એકબીજાને જુએ છે, ઝંખે છે પણ મળે છે તો દૂર ક્ષિતિજ પાસેપ..!!

સગાઓ આપણો વિકાસ ઝંખે છે. આપણને પ્રેરે છે સતત આપણી સાથે રહીને...... એ આપણને મળે છે ત્યારે આપણી પાસે ઘણી વાતો હોય છે કહેવાની . એ વાતો પોતાની નહીં ,પણ ‘બીજાની’ હોય છે. વહાલના સંબંધોમાં બસ ‘તારી ને મારી’ બે જ વાત હોય છે!!

સંબંધો બંને જ અગત્યના છે પણ સાથે જ અગત્યની છે સંબંધોની સ્પેસ.. સંબંધોની મોકળાશ.... સંબંધોની સ્વતંત્રતા.....બંધિયાર સંબંધમાં રહી શકાય, પણ શ્વસી ન શકાય-ગૂંગળાઈ જવાય. જન્મ સાથે જોડાયેલા સંબંધોમાં આજના સમયમાં વિખવાદ જોવા મળે છે. સંયુક્ત કુટુંબો વિભાજીત થાય છે. સમાજમાં લોકો નામ પૂરતા જ જાય છે. યુવાજીવ સામાજિક વહેવારોમાં ઝાઝો પડતો નથી, કારણ?? એ જગ્યાએ પોતાની મરજી મુજબની મજા નથી. મર્યાદાની સાંકળો છે. જવાબદારીના ભારા છે. મોટા કહેવાતા લોકોની સરભરા છે. તો કલંકોનો કાળોમેશ ડાઘ પણ છે. સામાજિક પ્રાણી હોવાને નાતે સમાજની જરૂરત તો છે જ. કારણ ત્યાં અપેક્ષા સંતોષાવાની આશા છે....

વહાલના સંબંધોમાં ગાંઠ કે ગૂંચ નથી પણ ખરી નિખાલસતા વહે છે. ઈચ્છાઓના આધિપત્ય નીચે કચડાતા કે જવાબદારીના ટોપલા નથી ઉપાડતા આ સંબંધો....બેફિકરાઈના, ઉછાંછળાપણાના, ઉમંગના, લાગણીના, મહેફિલના હોય છે આ સંબંધો......

આ સંબંધો કડવા નથી બનતા, મોટેભાગે સ્વાદહીન બની જાય છે. આ સંબંધોમાં ફોર્મલિટી નથી! ‘જેવા છે તેવા’ ના સૂત્ર હેઠળ આ કાર્યરત છે. આ સંબંધો કાયદા કે વાયદામાં નથી માનતા....’અનામી’ સંબંધો એટલે જ ‘બદનામી’થી બચી જાય છે!!

કેટલું સારૂ થાય કે આકાશનું બંધન પણ હોય અને પાંખો પણ !!!!! કદાચ એટલે જ મિત્રો ફૅમિલી બની જાય અને ફૅમિલી મિત્રો બની જાય તો સંબંધો નામચીન થઈ જાય, ‘જીવંત’ થઈ જાય !!

સખૈયો

સ્નેહા પટેલ

સાહજીક પ્રેમ

તને મળવું એટલે એક સુંદર રૂમઝુમતું ગીત ગાવું, રશ્મિકિરણો ને કોમળતાથી હથેળીમાં કેદ કરી લેવા, પતંગ્િાયાની પેઠે ફુ..ર.રપઊંડી જવું, મેઘધનુના રંગોની જેમ વિશાળતામાં ફેલાઈ જવું, દિલની ધડકનમાં શ્વાસોશ્વાસ થકી ફરકતા-સરકતા રહેવું, મંઝિલની કોઈ જ ચિંતા કર્યા વગર અલ્લડતાથી મનગમતા પ્રવાસે મરજી મુજબ રખડવા નીકળી પડવાનું અને રસ્તામાં આવતા પહાડની છેક ટોચ પર જી પૂગવાનું , પછી પહાડની અણિયાણી ટોચ પર ઉભા રહી, ખુલ્લા કોરા કેશ હવામાં ફર-ફરતા હોય અને ટોચ પરથી થોડુંક નમીને અભયતાથી જિંદગીને છેક..ક તળીયા સુધી નિરખવાની !

આ બધું જ અનુભવવાનું પણ કેવી રીતે? એક્દમ સહજતાથી - સાહજીકપણે !

તને મળવાની બાબતમાં તો હું બહુ જ સ્પષ્ટ છું. હું જે છું એવી જ તારી સમક્ષ આવવા માંગુ છું. કોઈ જ બ્યુટી-પાર્લરમાં ગયા વગર , તનને વધારે રૂપાળું બનાવવાની ઘેલછામાં ડૂબ્યાં વગર જેવી છું એવી જ - એ કુદરતી રંગ-રૂપના સથવારે, નિર્ભેળ લાગણીવાળા મનમાં તારા મિલનની એક અફાટ રેતીના દરિયા જેવી અખૂટ પ્યાસ લઈને તારી નજદીક આવીશ. પંખીઓના મધુર કલરવને માણતાં માણતાં, ઝરણાં પેઠે ઉછળ-કુદ કરતાં હું તારી તરફ પ્રયાણ કરૂં છું. મનમાં કોઈ જ શંકા-કુશંકા જન્મ નથી લેતી, બધું જ એકદમ સાહજિક - શ્વાસ લઈને છોડવા જેટલું સહજ સ્તો !

સમાજની કોઈ જ બે આંખવાળી શરમ કે કોઈ જ બંધનો આડખીલી બનીને મને નથી રોકી શકતા કે કોઈ ઈર્ષ્યા-ભરેલ હૈયું મને એની કાળી નજર લગાડવાની તાકાત નથી ધરાવતું.વળી હું સુંદર રૂડા-રૂપાળા શબ્દોવાળી પ્રાર્થનામાં શબ્દોની ગોઠવણ કરવાની ભાંજગડમાં ય નથી પડતી કે ઠાલા ઉપહાર,ભેટ-સોગાદો ના માયાવી વિશ્વ થી પણ મોહિત કે અહોભાવિત નથી થતી. હું તો ફકત હ્ય્દય-અમ્રૂતના સંગાથે જ તારી સમીપે આવવાની અને દુનિયાના કોઈ જ શબ્દકોશના પાને ના છપાઈ શકે તેવી દિવ્ય પ્રેમ વાણી સાંભળતા સાંભળતા મારી જાતને ઓળખાણ -પહેચાનની, અસ્તિત્વ ટકાવી રાખવા જેવી નગણ્‌ય, તુચ્છ બાબતોથી પર રહીને એક અગોચર વિશ્વમાં ડુબાડી દઈશ.વર્તમાન -ભાવિની કોઈ જ ચિંતા મને ક્યાંથી હોય ને હોવી પણ શું કામ જોઈએ ?

કારણ..!

આ સંધાયની બાગડોર તો મારા વ્હાલીડા તારા હાથમાં છે ને ! આ વિશાળ ભવ સાગરમાં મારે કઈ દિશા પકડવી, ક્યાં પહોંચવાનું એ બધું વિચારવા માટે તો હે..ય ને તું બેઠો જ છું ને, મારે શીદને નાહકની ચિંતાના પોટલાનો ભાર વેંઢારવાનો ? મેં તો મારી જાત તારે હવાલે કરી, મારા સુકાન તારે હાથ સોંપ્યાં, હવે એના જે હાલ હવાલ કરવા હોય એ કરજે વ્હાલાં ! એ બધી તો તારી ચિંતાનો વિષય.

હું તો તારા પ્રેમ માં નચિંત, અભય, સહજ..એક ફૂલના ઉગી ને ખરી પડવા જેવું જ્સ્તો !

સ્નેહા પટેલ

બોલીસોફી !

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

તનુ-મનુની વારતા ફરીએકવાર

આજકાલ દરેક મલ્ટીપ્લેક્સમાં, દરેક છાપામાં, દરેક મેગેઝીનમાં, દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અને લગભગ તમામ ન્યુઝ ચેનલોમાં છવાઈ ગયેલી બોલીવૂડની બ્લોક બસ્ટર ફિલ્મ ‘તનુ વેડઝ મનુ રીટર્ન્સ’ એ એવોતે કયો જાદુ કરી દીધો છે કે લોકોએ તેને હાથોહાથ ઉપાડી લીધી છે? અમુક યુવામિત્રોએ તો આ ફિલ્મ એકજ દિવસમાં બે થી ત્રણ વાર જોઈ હોવાના દાખલાઓ સામે આવ્યા છે! એમનું આમ કરવા પાછળ કારણ કોઈપણ હોઈ શકે. કદાચ ફિલ્મની વાર્તા, કે ફિલ્મના હસાવી દેતા સંવાદો અને દ્રશ્યો કે પછી કંગના રણાવત પોતે..પણ ફિલ્મ છે જોરદાર. બોક્સ ઓફીસ ઉપર પણ આ ફિલ્મે સો કરોડતો રમતા રમતા કમાઈ લીધા હતા. પણ આપણે બોલીસોફીમાં આ તમામ વાત કરવાની ક્યા જરૂરજ છે? આપણેતો અહીં આ ફિલ્મ પાછળ કઈ ફિલોસોફી છે એનીજ ‘વાત્યું’ કરવાની છે હેં ને?

પતિ-પત્નીનો સંબંધ કાયમ જેટલો સરળ હોય છે એટલોજ અઘરો હોય છે. તમે ગમે તેટલું કહો કે પછી નજીકના ભવિષ્યમાં પરણનાર વર કે કન્યાને ગમે તેટલી સલાહો આપો કે, “જો ભાઈ/બેન, હંમેશા થોડું જતું કરીશને તો આ જીવન ક્યાં પૂરૂં થઈ જશે તેની જરાય ખબર નહીં પડે!” પણ આ બધુંતો કન્યા વિદાય સુધીજ ટકે છે અને છેવટેતો જે ઉપરવાળાએ જે નક્કી કરી રાખ્યું હોય એમજ થાય છે. તમારો પતિ કે પત્ની પરણતી વખતે હ્ય્ીતિક રોશન કે દીપિકા પદુકોણ જેવી તો સો કિલોમીટરના અંતરેથી પણ નથી દેખાતી એની તમને ખબર હોય છે. પરંતુ પરણ્‌યાના ત્રણ-ચાર વર્ષમાં તમને એ એમના જેવા કેમ નથી દેખાતા એવા પ્રશ્નો મનમાં ફૂટબોલ રમવા માંડે છે. ખાસકરીને ત્યારે, જયારે તમે તમારા પછી પરણેલા મિત્રો કે સખીઓના તમારા પાર્ટનર કરતાં સારા દેખાતા પતિઓ કે પત્નીઓને જોવો છો. પછી તો ધીરેધીરે લગ્ન પહેલાં જે-જે બાબતોએ કોમ્પ્રોમાઈઝ કર્યું હતું એ તમામ બાબતો ભારરૂપ લાગવા માંડે છે, અને કાયમ આપણે આપણા નસીબને ગાળો દેવા માંડીએ છીએ કે, “મેં એવા તે કયા પાપ કર્યા હતા (એ પણ પાછલા જનમમાં હોં કે?) કે ત્યારે મને ખ્યાલ ન આવ્યો ને મે આને હા પાડી દીધી?!”

આ ફીલિંગ પાછી પ્રેમલગ્ન કે એરેન્જડ મેરેજની ભેદરેખા પણ નથી જોતી. એવું પણ નથી કે પ્રેમલગ્ન કરનારમાં આ ભાવના વહેલી આવે અને એરેન્જડવાળાઓમાં મોડીમોડી. એ તો જયારે આવવાની હોય ત્યારેજ આવતી હોય છે. એક સમય એવો આવે છે કે આ ફીલિંગ તમારા દિલોદિમાગ પર પદ્‌માસન લગાવીને બેસી જાય છે, અને બસ... “આને છોડીને હવેતો ક્યાંક જતી રહું કે ક્યાંક જતો રહું”, એવું સતત લાગવા માંડે છે. તનુ જેવાતો આવો નિર્ણય લઈ પણ લે છે. અને છુટકારો પામવા પોતાના પતિને પાગલ સાબિત કરવાની હદ સુધી પણ પહોંચી જાય છે. આટલુંજ નહીં આ નિર્ણય લીધા બાદ તેના પર ફટાફટ અમલીકરણ પણ કરી નાખે છે. સામેપક્ષે બીજી પાર્ટી પણ, “એણે મારીસાથે આવું કર્યું? તો, જા, મને પણ કાઈ પડી નથી, આ લે છૂટાછેડાની નોટીસ!” જેવો અત્યંત મહત્વનો નિર્ણય પણ રોષમાં આવીને કરી દે છે. જો નસીબ સારા હોય તો આ નોટીસનો જવાબ આવતો નથી, અથવાતો વાર લાગે છે. અને તમને તમારા નિર્ણય પર ફેરવિચારણા કરવાનો મોકો મળી જાય છે. પણ આવા નસીબ બધાના સારા નથી હોતા, જેમકે મનુના. એણે પણ નોટીસ મોકલી આપી અને છૂટાછેડા સુધી વાત પણ પહોંચી ગઈ.

પણ આવા કિસ્સાઓમાં એક ઈશ્વરીય તાકાત અંદરોઅંદર કામ કરતી હોય છે. જેની નસીબદારને મોડાવહેલી ખબર પડી જતી હોય છે જેમ તનુ-મનુને પડી ગઈ, અને અમુક કમનસીબોને તેની ખબર નથી પડતી. આ ઈશ્વરીય તાકાત વિશે આપણે બધાંજ જાણીએ છીએ અને તે છે લાગણીનો એક પાતળો તાંતણો જે તમારા પરણ્‌યા બાદ સતત મજબૂત થતો રહ્યો છે. તનુના ચાલ્યા ગયા બાદ મનુને કુસુમ મળે છે, જેનો ચહેરો તનુ સાથે મળતો આવે છે. અને એ કુસુમને પ્રેમ કરવા લાગે છે. પરંતુ ખરેખર તો એ કુસુમને નહીં પરંતુ એના ચહેરાને પ્રેમ કરે છે જે હુબહુ તેની પત્ની તનુને મળતો આવે છે. આનો એહસાસ મનુને પહેલીવાર ત્યારે થાય છે જયારે તે કુસુમનેજ ભૂલથી તનુ કહીને બોલાવે છે. આપણે ભલે એકસમયે આપણા જીવનસાથીથી કંટાળી ગયા છીએ એવું લાગે પણ પેલી લાગણીતો એનું કામ કરતીજ રહેતી હોય છે. આપણને કેવું થાય છે જયારે આપણા આ ‘અણગમતા’ લાઈફ પાર્ટનરને અચાનક ખુબ તાવ આવી જાય છે અથવાતો એ એકસીડન્ટ કરી બેસે છે અને એ પ્લાસ્ટરમાં રહેવાથી સરખી મુવમેન્ટ કરી શકતો કે શકતી નથી? ભલે આપણે એકવાર ઉશ્કેરાટમાં એને ગાળ પણ દઈ દીધી હશે, પરંતુ એનો તાવ ક્યાંક એના મગજ પર ચડી ન જાય એને માટે આપણેજ રાત ઉજાગરો કરીને એને માથે બરફના પોતા મુકતા હોઈએ છીએ. અથવાતો એજ વ્યક્તિને આપણે સહારો આપીને બાથરૂમ કે જાજરૂ સુધી લઈ જીએ છીએ જેના પર આપણે ઝઘડો કરતી વખતે એકવાર હાથ પણ ઉપાડી દીધો હતો.

કહે છે, કે સમય બધુંજ સરખું કરી દે છે. પણ આપણે ઉતાવળ કરીએ છીએ અને સમયને જ સમય આપતા નથી. જો સમયને આપણે સમય આપીએ તો આપણે લાગણીના પેલા તાંતણાથી એકબીજા સાથે કેવી મજબુતીથી સંકળાયેલા છીએ એનો ખ્યાલ આવે છે અને તનુ-મનુ કે એમના જેવા કરોડો કપલ્સની જેમ આપણે પણ આપણા જીવનસાથીથી કાયમ માટે જુદા થતાં બચી જીએ છીએ. આનો મતલબ એવો બિલકુલ નથી કે અન્યાય સહન કરવો, પણ જો બાબત નાની હોય તો આપણે તેને માફ કરનારા પહેલાં વ્યક્તિ કેમ ન બનીએ? છેવટે તો આપણા વડીલો સાચુંજ કહી ગયા છે ને કે, “જો ભાઈ/બેન, હંમેશા થોડું જતું કરીશને તો આ જીવન ક્યાં પૂરૂં થઈ જશે તેની જરાય ખબર નહીં પડે!”

લઘરી વાતો

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ

સ્ત્રીઓ ને સમજવી ઘણી મુશ્કેલ હોય છે ભલ ભલા લોકો સમજી નથી શકતા તમારી કેવી વર્તણુંક પર સ્ત્રી કેવો પ્રત્યાઘાત આપશે? એ સમજવું જોઈએ કેમકે સ્ત્રી ને કોઈ દિવસ તમે સમજી નથી શકતા. તો અમે એક ગાઈડ ટ્‌યુટોરીયલ તૈયાર કર્યું છે જેના આધારે તમે (પુરૂષ ) એક સ્ત્રી ને સરળતા થી સમજી શકવાનો પ્રત્યન કરી શકશો. સ્ત્રીઓ તમારી વર્તણુક નું આંકલન કયા પ્રકારે કરશે એ જાણવું ખુબ જરૂરી છે અને તો જ તમે એક સ્ત્રી ને સાચી રીતે સમજી શકશો. તો નીચેના મુદ્દાઓ ને ધ્યાન પૂર્વક વાંચી અને આપણે યાદ પણ રાખીશું. ભલે પરીક્ષામાં નાં પુછાય પણ આપણી સમજણ શક્તિમાં વધારો જરૂર કરશે .

(૧.) પુરૂષે જો સામે જોયેજ રાખ્યુ તો ‘’ લાઈન માર્યા સીવાય કોઈ ધંધો જ નથી? “

(૨.) પુરૂષે સામુ ના જોયુ તો “ બહુ એટેટ્‌યુટ છે સાલામાં! ‘’

(૩.) પુરૂષ જો ભુલથી સારા કપડા પેહરીને એની સામે ગયા “ મને ઈમપ્રેસ કરવાનો એક ચાન્સ નથી છોડતો એ “

(૪.) લઘર વઘર હાલત મા ગયા તો “ કોઈ ડરેસીગ સેન્સ જેવુ જ નથી “

(૫.) જો તમે દલીલો માં સામે જવાબ આપ્યો તો “ બહુ ઝીદ્દી છે એ તો પોતાનુ ધાર્યુ જ કરાવે. ‘’

(૬.) જો તમે દલીલો માં સામે જવાબ જ ના આપ્યો તો “ ડફોળ છે મને જવાબ આપવાનીયે ત્રેવડ નથી. ‘’

(૭.) જો તમે મગજ વાપરી ને કોઈ સ્માર્ટ વાત કીધી તો “ પોતાની જાતને બહુ સ્માર્ટ સમજે છે. ‘’

(૮.) જો સ્ત્રી મગજ વાપરીને કોઈ સ્માર્ટ વાત કરે તો “ એ તો અમે કરીએજ ને આમે અમેતો પુરૂષો કરતા સ્માર્ટ જ હોઈએ .“

(૯.) જો સ્ત્રીના પ્રેમ એકરાર મા તમે ના પાડવાની હિમત કરી તો “ એને આના પહેલા પણ બે થી ત્રણ છોકરીઓ જોડે આવુ કર્યુ તુ સારૂ થયુ એણે હા ના પાડી હુ ખોટી ફસાઈ જાત. “

(૧૦.) જો ભુલથી તમે પ્રપોઝ કર્યુ તો “ આ યાર આખો દીવસ લટ્ટુ ની જેમ પાછળ ફર્યા કરે છે. “

(૧૧.) જો ભુલથી તમે કોઈ પ્રોબ્લેમ વાળી વાત ના કરી તો “ તમે સબંધો પ્રત્યે પ્રમાણીક નથી બધુ મને કેહતા નથી. ‘’

(૧૨.) જો તમે તમારી પ્રોબ્લેમ વાળી વાત કરી તો ‘’ બધા પ્રોબ્લેમ તમને જ હોય છે અમારે તો કોઈ પ્રોબ્લેમ હોતા જ નથી જાણે! “

(૧૩.) જો ભુલથી તમે કોઈ સ્ત્રી ને સલાહ આપી તો ‘’ આટલી સલાહ તો મારા પપ્પાએ પણ મને નથી આપી મને કોઈ સલાહ આપે એ ગમતુ નથી. ‘’

(૧૪.) જો સ્ત્રી તમને સલાહ આપે તો ‘’ મારે તો તમને સલાહ આપવી જ પડે હુ તમારી કેટલી કેર કરૂ છુ અને તમે સાભળતા નથી. ‘’

(૧૫.) જો તમે ભુલથી વચન ના પાળ્યુ તો ‘’ હવે તમારી વાત પર બીજી વાર વિશ્વાસ જ નહી કરૂ તમને વચન ની એહમીયત જ નથી. ‘’

(૧૬.) જો ભુલથી સ્ત્રીએ વચન ના પાળ્યુ તો “તમે તો સમજી શકો છો સ્ત્રી તરીકે ની મારી મજબુરી હતી .‘’

ટુકમાં તમે ઉપરોક્ત ઉદાહરણ વાંચ્યા કે જેમાં સ્ત્રી લાક્ષણિક રીતે કેવી પ્રતિક્રિયા આપે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. મને ખ્યાલ છે કે ઉપરોક્ત ૧૬ ઉદાહરણ ની પ્રતિક્રિયાઓ વાંચી તમે સ્ત્રી ને સમજવામાં વધારે મુજવણ માં મુકાઈ ચુક્યા છો. દરેક પુરૂષ સ્ત્રી ને સમજવાનો પ્રત્યન કરતો હોય છે અને છેવટે સમજી ના શકતા લેખક અથવા તો કવિ બની જતો હોય છે. ટૂંકમાં સ્ત્રી ને કોઈ સમજી શકતું નથી એવું દરેક સ્ત્રી કેહતી હોય છે કે ‘’તમે મને નહિ સમજી શકો. ‘’ આ વાક્ય એકદમ સાચું છે તો આવા બધા ઉદાહરણ વાંચી ને સ્ત્રીને સમજવાનો પ્રત્યન કરવા નો મૂકી દઈને સ્ત્રી ને ‘’પ્રેમ’’ કરો, કેમકે પ્રેમ શબ્દ માં સમજણ ની જરૂર નથી અને તમારૂં ગાડું હરી પાર લગાવી દેશે .

લી.

વ્યવસ્થીત

HYPERLINK : https://www.facebook.com/lagharvaghar.amdavadi

HYPERLINK : https://www.facebook.com/lagharvaghar.amdavadi

લઘર HYPERLINK : https://www.facebook.com/lagharvaghar.amdavadi

HYPERLINK : https://www.facebook.com/lagharvaghar.amdavadi

વઘર HYPERLINK : https://www.facebook.com/lagharvaghar.amdavadi

HYPERLINK : https://www.facebook.com/lagharvaghar.amdavadi

અમદાવાદી : https://www.facebook.com/lagharvaghar.amdavadi