કિસ્મત devang દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિસ્મત

“હુ તને ક્યારેય પરણી શકુ એમ નથી બ્રીજેશ. તુ મારા પ્રેમ ને લાયક નથી. તુ સારો વ્યકતી છો એમા ના નહી પણ હુ તને નહી પરણુ. હુ તો કોઇ એવા વ્યકતી ને પરણવા માંગુ છુ જે હમેશા મને ખુશ રાખે મારે તો વર્લ્ડ ટૂર કરવી છે મોટી મોટી ગાડી મા ફરવૂ છે મોટા બંગલા મા રહેવુ છે. હુ તો એવા વ્યકતી ને પરણીશ જે મને હમેશા રાણી ની જેમ રાખે. ના કે તારી જેમ જે બિજા કોઇ પાસે થી બાઇક ઉધાર લાવી ને ફરતો હોય. તારા મા ત્રેવડ છે કે તુ તારૂ પોતા નુ સ્કૂટર પણ લઈ શકે આવ્યો છે મને પરણવા. ” નિશા ના અવાજ મા થોડો અભિમાન નો સુર જણતો હતો.

એ બોલતા તો બોલી ગઈ અને પછી એના ભુતપુર્વ પ્રેમી બ્રીજેશ ને ભરબજાર મા એક જોરદાર તમાચો મારી ને ત્યા થી ચાલી ગઇ અને બડબડ કરતી હતી

“સાઇકલ લેવા ની કેપેસીટી તો છે નહી ને આવ્યો મોટો મને પરણવા જા”

બ્રીજેશ પણ વધુ કશુ કર્યા વિના ત્યાથી ચાલ્યો ગયો અને ચોપાટી જઈ ને બેસી ગ્યો. લગભગ એકાદ કલાક જેવો સમય થી એક જ જગ્યા એ બેઠો બેઠો એ જ વિચાર કરતો હતો કે હવે હુ શુ કરીશ એના વિના. અંતે એવો વિચાર કરી ને કે હવે જીંદગી ટુંકાવી નાખવી છે એ પાણી મા કૂદવા જાતો જ હતો એ જ સમય કોઇ તપસ્વી સાધુ ત્યા થી પસાર થઈ રહ્યા હતા અને એ જોઇ ગયા એનિ પહેલા કે બ્રીજેશ પાણી મા કુદે એ ત્યા પહોચી ગયા અને એને એકદમ શાંત અવાજ મા બોલ્યા

“પુત્ર તુ કોઇ મુસીબત મા હો એવુ લાગે છે જરા મને જણાવીશ કે એવુ ક્યુ કારણ છે જે થી તુ અહી આત્મહત્યા નો પ્રયાસ કરે છે”

“માફી ચાહુ છુ મહારાજ પણ મને બિજો કોઇ રસ્તો નથી દેખાતો મારી અત્યારે હાલત એવી છે કે મને બિજુ કાઇ સુજતુ જ નથી”

“પુત્ર દરેક સમસ્યા નો કોઇ ને કોઇ હલ હોય જ છે પ્રાણ ત્યાગી દેવા થી સમસ્યા હલ નથી થતી પરંતુ સમસ્યા કોઇ પરીવાર જન પર આવી બેસે છે અત્યારે તુ આત્મહત્યા કરીશ તો જરા વિચાર શુ થશે તારા માતા પિતા નુ કાલે સવારે જ્યારે એમનુ ગઢપણ આવશે ત્યારે તારે એમની લાકડી બની ને સાથે રહેવા ને બદલે તુ નહી હો તો?”

“પણ મહારાજ હુ શુ કરૂ મને કશુ મગજ મા નથી આવતુ” બ્રીજેશ સાવ રડમસ અવાજ મા બોલ્યો એની આંખો મા અશ્રુ ઓ આવી ગયા હતા.

“આવ મારી સાથે ત્યા મારી કુટીર મા મને જરા ખુલ્લા દિલે વાત કર શુ સમસ્યા છે મને આશા છે કે એનો કોઇ ને કોઇ હલ જરૂર નિકળશે”

સાધુ મહારાજ ના આદેશ અનુસાર બ્રીજેશ આંખો મા આસુ લુછતા ની સાથે એમની કુટીર મા ગયો ત્યા મહારાજે પોતાના હાથે જ પાણી પીવ્ડાવ્યુ અને તેની પાસેઆવી ને બેસી ગયા અને બોલ્યા

“હવે પુત્ર જણાવ મને શુ સમસ્યા આવી પડી છે પણ હા તુ કશુ બોલે એનિ પહેલા એક ખાસ વાત જણાવી દવ કે હુ કોઇ પણ જાત નુ દાન લેતો નથી ના કોઇ પૈસા કે ના બિજુ કશુ એટલે મને કશુ જ આપવા ની જરૂર નથી”

“જી મહારાજ”

“હા તો જણાવ”

“મહારાજ એક છોકરી છે મારી વર્ષો જૂની ફ્રેંડ છે નાનપણ થી અમો સાથે ભણતા હતા મારા પપ્પા અને એના પપ્પા ખાસ મિત્રો હતા જેથી અમારે ઘણી વાર એક બીજા સાથે મળવા નુ થતુ ધીરે ધીરે સમય વિતતો ગયો અને અમે બન્ને એક બિજા ની નજીક આવતા ગયા કોલેજ પણ અમે સાથે જ જોઇન કરી એક બિજા સાથે સારો પરીચય હોવા થી અમે બન્ને દરરોજ સાથે જ કોલેજ જતા. ધીરે ધીરે હુ ક્યારે એના પ્રેમ મા પડી ગયો મને કાઇ ખબર જ ના પડી ઘણા સમય થી એને હુ મારા દિલ ની વાત કેવા માંગતો હતો પણ હિમ્મત જ ના થતી છેવટે હિમ્મત કરી ને આજે સવારે મે એને પૂછી જ લીધુ કે શુ એ મને પરણશે પરંતુ એણે તો મને ભરબજાર મા તમાચો મારી દિધો અને કહ્યુ કે હુ એને પરણવા ને લાયક નથી એ કોઇ એવા વ્યકતી ને પરણવા માંગે છે જે ખુબ જ અમીર અને પૈસાદાર હોય જ્યારે હુ ગરીબ છુ મારા પપ્પા મજુરી કરી ને ઘર ચલાવે છે”

આગળ કશુ બોલે એ પહેલા જ મહારાજ એને વચ્ચે થી અટકાવી ને બોલ્યા

“પુત્ર મહેનત કર્યા વગર દુનીયા મા કશુ મળતુ નથી. લક્ષ્મી જી કદી સ્થીર બેસતા નથી આજે છે કાલે નહી હોય મહેનત થી જે મળે છે એ આજે મળશે પરંતુ કાલે હશે કે નહી એ કોઇ ને ખબર નથી. તને પ્રેમ નથી થયો આકર્ષણ છે તારૂ ફક્ત એના પ્રત્યે જો તને પ્રેમ હોત ને એનિ સાથે તો તુ કદી આત્મહત્યા નો વિચાર જ ના કરત કારણ કે પ્રેમ મા કશુ ગુમાવ્યા વગર કાઇ મળતુ નથી ખરો પ્રેમ કોઇ ને મેળવવા થી નહી પરંતુ એને ખુશ રાખવા થી સફળ થાય છે તારી સમસ્યા બાબતે હુ તને ફક્ત એટલુ જ કહીશ કે તુ મહેનત કર તનતોડ મહેનત કર અને તારી અમીરી તુ જાતે જ બનાવ થોડો સમય પુરતો ભુલી જા કે તારા જિવન મા કોઇ છોકરી આવી હતી. ભલે થોડુ અઘરૂ લાગે પણ સમય જતા એ ભુલાઇ પણ જાશે જો તારો એના પ્રત્યે નો પ્રેમ ખરો હશે ને તો એ ખુદ તારી પાસે સામે થી ચાલીને આવશે પરંતુ હા તારી મહેનત ના સમય મા ઘણી મુસીબતો નો સામનો કરવો પડશે અને હા એ પણ શક્ય છે કે કદાચ એના લગ્ન ની કંકોત્રી પણ આવે પણ તુ હિમ્મત હાર્યા વિના તારા માટે મહેનત કરતો રહેજે એના માટે નહી તારા માટે. કારણ કે તારુ જિવન તારે ખુદ ને જ સજાવવા નુ છે”

બ્રીજેશ ને મહારાજ ની આ વાત બરોબર મગજ મા બેસી ગઈ એમના આશીર્વાદ લઈ ને ત્યા થી ઘરે પરત ફર્યો અને બિજે દિવસે નિશા ને રૂબરુ મળ્યો ત્યારે ફક્ત એટલુ જ બોલ્યો

“ભલે તે મારો પ્રેમ ઠુકરાવ્યો છે પણ કાલે સવારે તને જરૂર પડે ત્યારે મને યાદ કરજે બિજુ કોઇ આવે કે ના આવે હુ જરૂર આવીશ” અને એક સેકંડ પણ ઉભા રહ્યા વિના એ ત્યા થી ચાલ્યો ગયો.

સમય એના નિયમ અનુસાર રોકાયા વિના ચાલતો ગયો કોલેજ નો અભ્યાસ પુરો થયો અને બ્રિજેશ ને એક સારી મલ્ટીનેશનલ કપંની મા નોકરી મળી ગઈ. નોકરી ના થોડા સમય બાદ એને સમાચાર મળ્યા કે નિશા ના લગ્ન થઈ રહ્યા છે એક અમીર ઘર ના છોકરા સાથે જેને ઘર ના કારખાના, બંગલા અને મોટર કાર છે અને હનીમુન કરવા માટે એ યુરોપ જાવાના છે. કંકોત્રી મળતા થોડૂક દુઃખ લાગ્યુ પણ જેમ તેમ કરી પોતાની જાત ને સાચવી લિધી એ લગ્ન મા હાજરપણ રહ્યો

સમય નો કાંટો ગતી પ્રમાણે ચાલતો હતો નિશા ના લગ્ન ને ૮ વર્ષ વિતી ગયા હતા લગ્ન ના ૨ વર્ષ બાદ નિશા એ એક છોકરા ને જન્મ આપ્યો. અને એનો લગ્ન સંસાર ખુબ જ સારો ચાલતો હતો એને તો જોઇતુ હતુ એવુ જ મળ્યુ. દર વર્ષે એક ઇન્ટરનેશનલ ટુર જ્યા ફરવુ હોય ત્યા ગાડી મોટા બંગલા મા રહેવા નુ લગ્ન બાદ તો નિશા સાવ બદલાઇ ગઈ એનો ઠાઠ જોવ તો વિશ્વ નિ મોટી મહારાણી ની જેમ જીવતી હતી.

બ્રીજેશ આ સમય મા તનતોડ મહેનત કરતો અને એના ગરીબ પિતા નુ પણ ધ્યાન રાખતો હતો નોકરી લાગ્યા બા ૨ વર્ષ બાદ એના પિતા નુ એક અકસ્માત મા નિધન થઈ ગયુ થોડો સમય એ આઘાત મા રહ્યો પણ આઘાત મા થી બહાર આવ્યા બાદ એણે પોતા માટે મહેનત ચાલુ રાખી અને એનિ મહેનત રંગ પણ લાવી આખરે એણે પોતા નિ રેડીમેંટ કાપડ માટે નુ કારખાનુ નાખ્યુ ઘર ના ગાડી બંગલો પણ થઈ ગયા પણ બ્રીજેશ આ સમય મા જરા પણ બદલાયો નહતો એનો સમય થાય ત્યારે ફેકટરી મા હાજર થઈ જ જાતો. અને દિલ થી મહેનત કરતો એ માનતો કે ખરા દિલ થી મહેનત કરી ને આખુ સામ્રાજ્ય ઉભુ કર્યુ છે પણ એનો મતલબ એ નથી કે હવે હુ મહેનત કરવા નુ મુકી દવ જેટલો સમય શરીર સાથ આપશે એટલા સમય સુધી કામ કરીશ

અમીરી આવ્યા બાદ બ્રીજેશે પણ એક સુકન્યા જોઇ ને પ્રભુતા મા પગલા માંડી દીધા બનેન નુ સુખી જીવન સરસ ચાલતુ હતુ.

એક વખત ઠંડી ના મોસમ મા બ્રીજેશ રાત્રી ના સમયે ફરવા જતો હતો મર્સીડીસ કાર મા ત્યારે બ્રીજેશ નુ અચાનક ધ્યાન ગયુ કે આવી ઠંડી મા કોઇ ગરીબ સ્ત્રી પોતા ના નાના બાળક સાથે મંદીર નિ બહાર સુવા માટે નિ તૈયારી કરે છે બ્રીજેશ ને થયુ કે ઠંડી બહુ છે અને ઓલિ સ્ત્રી પાસે કાઇ ઓઢવા માટે છે નહી તો એને એક સાલ આપી દવ જેથી એને ઠંડી ઓછી લાગે એમ વિચારી ગાડી મા રાખેલી એક સાલ લઈ ને એ તો ગ્યો એ સ્ત્રી પાસે અને સાલ આપતો જ હતો ત્યારે એનુ ધ્યાન પડ્યુ એના પર અને જોયુ કે એ સ્ત્ર્રી બીજૂ કોઇ નહી પરંતુ એનિ એક સમય નિ પ્રેમીકા નિશા જ છે બ્રીજેશ એને જોઇ ને ચોકી ઉઠ્યો

“નિશા તુ અહી એ પણ આવી હાલત મા?”

નિશા થોડી વાર તો ચુપ રહી આંખો મા ડર અને ચહેરા પર દર્દ સાફ દેખાતો હતો શુ કહેવુ અને કેવી રીતે કહેવુ એ તો એને કઈ મગજ મા જ નો’તુ બેસતુ

“શુ થયુ નિશા કેમ સાવ ચુપ ?”

“કાઇ નહી”

“તો કેમ સાવ આવી હાલત મા અહી તારા લગ્ન તો કોઇ વિજય સાથે થયા હતા ને એ ક્યા છે? શુ તારા એનિ સાથે છુટ્ટાછેડા થઈ ગયા? શુ એણે તને ઘર મા થી કાઢી મુકી?” બ્રીજેશે સેક્ન્ડ મા તો હજારો સવાલો પુછી નાખ્યા અને એના અવાજ મા ઘભરાહટ નો સુર હતો

થોડા ગભરાહટ ના સુર મા રડતા રડતા નિશા બોલિ

“હા મારા લગ્ન થયા હતા અમો બન્ને ખુબ ખુશખુશાલ જીંદગી જિવતા તા પણ એમા થયુ એવુ કે થોડા દિવસ પહેલા જ સમાચાર મા એવુ આવ્યુ કે ૫૦૦ અને ૧૦૦૦ નિ નોટો ને ચલણ મા થિ બંધ કરી દેવા મા આવી છે આ સમાચાર સાભંણી ને વિજય ને મોટો આઘાત લાગ્યો અને એને ત્યા જ હાર્ટ એટેક આવી ગયો ને એમનો જીવ નીકળી ગ્યો અને હુ એ જ સમયે વિધવા થઈ ગઈ એમના મોત બાદ થોડા દિવસ તો મારા સાસુ સસરા એ મારી કાળજી રાખી મને એની દીકરી ની જેમ જ રાખતા પણ થોડા દિવસ પહેલા આવકવેરા ખાતા એ ઘર પર દરોડો પાડી અને ૧૦ થી ૧૨કરોડ રૂપીયા જેવી મોટી રકમ કબજે કરી. આ બાબત થી હુ બિલકુલ અજાણ જ હતી કે આવડી મોટી રકમ આવી ક્યા થી. જેમ તેમ કરી મારા સસરા એ આ મામલો રફાદફા તો કરી દીધો પણ એ પછી એને એવુ લાગવા લાગ્યુ કે મે એમને જાણી જોઇ ને ફસાવ્યા છે મે એને સમજાવવા ની ઘણી કોશીષ કરી કે મને આ પૈસા બાબત માં કાઇ ખબર નથી પણ એ લોકો મારી એક પણ વાત સાભંણવા તૈયાર ન હતા થોડા દિવસ તો એ લોકો રોજ મને મારતા રહેતા જાણે હુ કોઇ જંગલી જાનવર છુ એમના દીકરા ને ખાઇ ગઈ ના હોવ મને જમવા નુ પણ ના આપતા. ઘર નિ બહાર જાવા ની મનાઇ ભુખ લાગે પણ શુ કરવુ કેટલોક વખત હુ ભુખી રહુ અને કેટલોક વખત મારા દિકરા ને ભુખ્યો રહેવા દેત. આજે જ્યારે મારા દિકરા એ મને કહ્યુ કે એને ભુખ લાગી છે ત્યારે મે એક બ્રેડ નુ પેકેટ છાનુ છપનુ લઈ ને એને આપ્યુ પણ ખબર નહી મારી સાસુ ને કેમ આ વાત ની ખબર પડી ગઈ એણે મને ખુબ જ માર્યો.........”

એનિ પહેલા નિશા કઈ આગળ બોલે બ્રીજેશે એનો હાથ નિશા ના હોઠ પર મુકી દિધો અને

“બસ આગળ કઈ બોલવા નિ જરૂર નથી હુ સમજી ગયો કે શુ થયુ” બ્રીજેશ ના અવાજ મા થોડો ગભરાહટ નો સુર જણાતો હતો

થોડી વાર તો વાતાવરણ મા ચુપકીદી છવાઇ ગઇ પણ બ્રીજેશ આ શાંત વાતાવરણ મા શાંતી નો ભંગ કરતા બોલ્યો

“નિશા તને યાદ છે મે તને કિધુ તુ કે તને કોઇ પણ જાત નિ તકલીફ આવે તો મને યાદ કરજે હુ તરત જ આવી જાઇશ જો આવી ગ્યો ને. નિશા મે તને ખરા દિલ થી પ્રેમ કર્યો છે હુ તને કોઇ પણ જાત ની તકલીફ મા જોઇ શકુ એમ નથી તુ ચાલ મારી સાથે મારા ઘરે ત્યા તુ અને તારા છોકરા સાથે રહેજે” બ્રીજેશ ભલે એનિ જબાન થી બોલતો હતો પણ શબ્દો એના દિલ થી નિકળતા હતા

“ના બ્રીજેશ ના હુ નહી આવુ કારણ કે મે તારુ દિલ દુખાવ્યુ છે હુ તારા ઘરે આવવા માટે હકદાર નથી હુ જાણુ છુ તુ અત્યારે શહેર નો સૌથી અમીર વ્યકતી છો અને હુ એક બદનામ વ્યક્તી નિ વાઇફ છુ જરા વિચાર. જો હુ તારા ઘરે આવિશ તો તારી પણ બદનામિ થશે જરા વિચાર એક વખત મે તારુ દિલ દુખાવ્યુ છે હવે હુ નથી ઇચ્છતી કે મારે લિધેતને વધુ દુ:ખ પહોચે” પછતાવા સાથે નિશા બોલી

“મને કઈ નહી થાય તુ મારી ચિંતા કર મા અને તુ ચાલ મારી સાથે હુ તને આવી હાલત મા ના જોઇ શકુ જો તુ નથી આવી ને તો તને તારા દિકરા ના સમ છે ”

ના મરજી હોવા છતા અંતે નિશા એના ભુત પુર્વ પ્રેમી ની જીદ ની સામે જુકી જ ગઈ અને એનિ સાથે એના બંગલે ગઈ

બ્રીજેશે એનિ વાઇફ ને નિશા નો પરીચય આપ્યો અને એનિ સાથે જે કઈ પણ બનાવો થયા હતા એ વિસ્તાર પુર્વક કઈ દિધુ

નિશા હવે બિલકુલ ભુલી ગઈ તી અમીરી ને.

બ્રીજેશે નિશા ને પોતા ના કારખાના મા એને ભાગીદાર બનાવી લિધી હતી હા થોડા સમય માટે તકલીફો થઈ પણ પાછુ બધુ હતુ એવુ ને એવુ થઈ ગયુ . નિશા એ એના દિકરા નુ નામ પણ પોતા ના નામ પર જ રાખ્યુ હતુ એ બ્રીજેશ ને પાછળ થિ જાણ થઈ

થોડા દીવસો મા બધુ સરખુ થઈ ગયુ બ્રીજેશ ને તપસ્વી મહારાજ ની યાદ આવતા ત્યા જવા નુ નક્કિ કર્યુ. પત્ની અને ભુતપુર્વ પ્રેમીકા સાથે એ ગયો ત્યા પરંતુ ત્યા કોઇ ઝુપડી કે કુટીર નજરે ના પડતા એ આકુળવ્યાકૂળ થઈ ગયો અને આસપાસ ટહેલતા લોકો ને પુછવા લાગ્યો કે અહી એક તપસ્વી મહારાજ રહેતા હતા એ ક્યા છે પરંતુ કોઇ પાસે આનો જવાબ જ ના હતો કોઇ હતુ કે નહી એ કોઇ ને ખબર જ ન હતી

એ સાધુ કોણ હતા ક્યા થી આવ્યા હતા એ સવાલ આજિવન બ્રીજેશ ના મન મા ખુચતો રહેશે