લાઈફસ્ટાઇલ - બ્યૂટી - આર્ટિકલ 1 Vrunda Manjit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

લાઈફસ્ટાઇલ - બ્યૂટી - આર્ટિકલ 1


લાઈફસ્ટાઈલ

બ્યૂટિ

- વૃંદા મનજીત



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.બ્યૂટિ

૨.લીમડો

૩.ઈન્ફેક્શન

૪.ત્વચા માટે

૫.રેશમ જેવા વાળ માટે

૬.હળદર

૭.ત્વચાનો ગ્લો વધારો

૮.એક્ને દૂર કરો

૯.સ્ટ્રેચ માર્ક્સ

૧૦.એડીમાં વાઢિયા પડે ત્યારે

૧- બ્યૂટિ

“મ્ીટ્ઠેંઅ ૈજ ૈહ ંરી ીઅીજર્ ક ંરી હ્વીર્રઙ્મઙ્ઘીિ” એટલે કે ‘સુંદરતા જોનારની આંખમાં છે’. આ વાત કહેવા માટે તો ખૂબ સારી લાગે પરંતુ આજે જમાનો એવો છે કે પહેલી નજરે જે સુંદર દેખાય કે આકર્ષક લાગે તેની પાછળ જ લોકો ભાગે છે. ગ્લેમરની દુનિયા હવે માત્ર થિયેટરોમાં નહીં પરંતુ લોકોની મુઠ્‌ઠીમાં છે. ગ્લેમર જ શા માટે એમ પણ કહી શકાય કે એ ટેક્નોલોજી જે મુઠ્‌ઠીભર લોકોનો ઈજારો હતો તે હવે દરેકની મુઠ્‌ઠીમાં છે. પૈસો વરસે છે અને આકર્ષક દેખાવા, સુંદર દેખાવા, સૌથી અવ્વલ અને દરેકના પ્યારા બનવા માટે અનેક પેંતરા અપનાવાય છે.

એક તરફ બ્યૂટિ પ્રોડક્ટનો વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ કેટલાક એક્ટિવિસ્ટ અમુક પ્રોડક્ટ ન વાપરવા માટેના કેમ્પેઈનો ચલાવે છે. વળી સુંદર, ગોરા અને આકર્ષક દેખાવા માટે ટેલિવિઝનમાં દેખાતા વિજ્જ્ઞાપનોમાં ‘એક મિનિટમાં અને પાંચ મિનિટમાં’ ઉપરાંત ‘પાંચ રૂપિયામાં કે માત્ર ત્રણ સપ્તાહમાં’ એવા લલચામણા સ્લોગનો પ્રોડક્ટ ખરીદવા કોઈને પણ ભોળવી શકે છે.

એક બીજું પાસું જોઈએ તો એમ કહી શકાય કે થોડી સુંદરતા હોય, થોડું આકર્ષણ હોય તો વ્યક્તિમાં એક જુદા પ્રકારનો આત્મવિશ્વાસ આવે છે. એનો અર્થ એવો પણ નથી કે જે સુંદર કે આકર્ષક નહીં હોય તો તેનામાં આત્મવિશ્વાસ નહીં હોય પરંતુ બંનેની માત્રમાં થોડો ફેર જરૂર હશે.

ભારતમાં મહિલાઓની સુંદરતા મોહ પમાડે તેવી અને પ્રેરણાદાયી છે. ભારતની સુંદર મહિલાઓના વખાણ થાય છે, તેઓ વિશે ચર્ચા થાય છે, તેઓની સુંદરતાને કેમેરામાં કંડારવા સાથે બ્રશ અને રંગો દ્વારા કેનવાસ પર પણ ઉતારવામાં આવે છે, તેઓની પૂજા પણ થાય છે અને તેઓની સુંદરતા વધારવાના પ્રયાસો પણ એટલા જ થયા કરે છે.

દેશ વિદેશમાં કોસ્મેટિક્સ બનાવનારી કંપનીઓ વચ્ચે જબરજસ્ત હરિફાઈ ચાલે છે. પરંતુ શું પહેલાંના જમાનામાં આપણા દાદી-નાની કે તેમની પણ પહેલાં કોઈ પોતાના ચહેરાને સુંદર બનાવવા માટેના પ્રયત્નો કરતાં નહોતાં? હા, અવશ્ય કરતાં હતાં અને તેઓ પોતાની આસપાસ ઉપલબ્ધ વસ્તુઓથી પોતાના સૌંદર્યની કાળજી રાખતાં. તો ચાલો, તેમના એ પ્રયત્નો વિશે થોડું જાણીએ અને શક્ય હોય તો તેને જીવનમાં અપનાવીએ.

૨- લીમડો

સુંદરતા માટે વાપરવામાં આવતી સામગ્રીમાં લીમડાનું સ્થાન એક રાજાની રાણી બરાબર કહી શકાય. તેનું કારણ એ છે કે લીમડાના વૃક્ષના દરેક ભાગનો સુંદરતા અને સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરી શકાય છે. આ માત્ર કહેવાની વાત નથી, વૈજ્જ્ઞાનિક રીતે સિદ્ધ કરવામાં આવ્યું છે. જો તમારા ચહેરા પર ખીલ કે એક્ને નીકળતા હોય, તમને બ્લેકહેડની સમસ્યા હોય, ચહેરા પર બારીક કરચલીઓ પડવા લાગી હોય, વાળમાં ખોડો કે વાળ ખરવાની સમસ્યા હોય તો લીમડો તમારા બ્યૂટિ પ્રોડક્ટના ડબામાં હોવો જ જોઈએ.

ત્વચામાં કોઈ પ્રકારનું ઈન્ફેક્શન હોય કે ત્વચામાં અળાઈ થઈ હોય કે એવી ફોલ્લી કે પછી ફંગલ ઈન્ફેક્શન થયું હોય તો માત્ર આટલું જ કરો.

૩ - ઈન્ફેક્શન

લીમડાનાં પાંદડાં લો. તેને સાફ કરી પાણીમાં ઉકાળો. તેનો રંગ પાણીમાં આવી જશે અને પાણી આછું લીલું થઈ જશે. એ પાણીને ગાળી લો અને તેને નહાવાના પાણીમાં નાખો. ઉપરની બધી સમસ્યામાંથી છૂટકારો મળી જશે.

તમારા ચહેરા પર અવારનવાર એક્ને ફૂટી નીકળે છે?

લીમડાનાં પાંદડાં ઉપર જણાવ્યા પ્રમાણે પાણીમાં ઉકાળો. પાણી ઠંડું પડે એટલે તેમાં રૂ બોળી એક્નેવાળી જગ્યાએ લગાવો. ઉપરાંત લીમડાનાં પાંદડાંને કાકડી અથવા દહીં સાથે મિક્સ કરી પેક તૈયાર કરો અને ચહેરા પર લગાવો. થોડા જ દિવસમાં એક્ને એક પણ નહીં દેખાય.

૪- ત્વચા માટે

ત્વચા માટે કુદરતી ટોનર

લીમડાના પાણીને ટોનર તરીકે નિયમિત વાપરવાથી કરચલીઓને રોકી શકાય છે. ચહેરા પર આંતરિક કારણોથી પડતા ડાઘાને પણ કેટલેક અંશે રોકી શકાય છે. એક્ને કે ખીલના ડાઘા પણ તેનાથી આછા થઈ જાય છે. ત્વચાને ટાઈટ કરે છે.

મુલાયમ ત્વચા માટે

જો તમારી ત્વચા તૈલીય હોય તો લીમડાના પાણીમાં ગુલાબજળના ટીપાં નાખી, રોજ રાત્રે ચહેરા પર લગાવો, સવારે ધોઈ નાખો, ત્વચા મુલાયમ અને સુંદર દેખાશે. જો તમારી ત્વચા ડરાય હોય તો લીમડાનો પાઉડર લો, તેમાં થોટાં ટીપાં દ્રાક્ષના બીજનું તેલ નાખો. આ પેકને ચહેરા પર ૧૫ મિનિટ સુધી રાખો અને ઠંડા પાણીથી ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરવો.

ચમકદાર ત્વચા

લીમડાના પાઉડરમાં નારંગીના છોંતરાનો પાઉડર મિક્સ કરો. તેમાં થોડાં ટીપાં મધ, સોય મિલ્ક અને દહીં નાખો અને પેસ્ટ બનાવો. અઠવાડિયામાં બે વાર આ પેક લગાવો અને જુઓ તેનું પરિણામ.

૫ - રેશમ જેવા વાળ માટે

જો તમે રોજ શેમ્પુ કરતાં હો અને તમને વાળ કોરા રાખવાનું ગમતું હોય તો ખોડાની સમસ્યા જરૂર હશે. જો આમ હોય તો લીમડાના તેલથી તમારા વાળમાં સ્કાલ્પ પર સારી રીતે મસાજ કરો. ત્યાર પછી ગરમ પાણીમાં ટુવાલ બોળીને, માથા પર લપેટીને થોડી વરાળ લો. ત્યાર બાદ લીમડાના પાઉડરમાં પાણી નાખી લેપ બનાવી સ્કાલ્પ પર લગાવો અને ૧૫ મિનિટ પછી ધોઈ લો. આમ કરવાથી ખોડો તો દૂર થશે જ, સ્પ્લિટ એન્ડઝ પણ દૂર થશે અને વાળ રેશમી-મુલાયમ થશે.

૬ - હળદર

ભારતમાં એવું કયું ઘર છે જ્યાં રસોડામાં હળદરનો ઉપયોગ નહીં થતો હોય! આપણે સૌ એ પણ જાણીએ છીએ કે લગ્ન પ્રસંગે વર અને વધૂને હળદર લગાવવાનો રીવાજ છે. આની સાથે માત્ર બ્યૂટિ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય પણ જોડાયેલું છે. હળદરથી ત્વચા માત્ર ચમકે છે એવું નથી, કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન હોય તો તેને દૂર કરે છે.

૭ - ત્વચાનો ગ્લો વધારો

આપણા શરીરની ત્વચા રોજ નીકળે છે જેને આપણે ‘ડેડ સ્કિન’ કહીએ છીએ. જો નિયમિત ત્વચાની સારસંભાળ રાખીએ તો ત્વચા પર કરચલીઓ ઓછી પડે છે અને ત્વચા ચમકે છે.

ચણાનો લોટ અને હળદરને સરખા ભાગે લો અને તેમાં પાણી નાખી પેસ્ટ બનાવો. ક્યારેક દૂધ કે દહીંથી પણ પેસ્ટ બનાવી શકાય. અઠવાડિયામાં એક કે બે વાર શરીર પર લગાવી તેને થોડી વાર સુકાવા દો. પછી હુંફાળા પાણીથી ધોઈ નાખો.

ટામેટાંનો રસ, દૂધ, ચોખાનો લોટ અને હળદર મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવી સુકાય ત્યાં સુધી રાખો. પછી તે ઠંડા પાણીથી ધોઈ નાખો. આથી ડેડ સ્કિન દૂર થશે અને ચહેરો ચમકશે.

૮ - એક્ને દૂર કરો

હળદરના પાઉડરમાં લીંબુનો રસ અને પાણી નાખી પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા એક્ને પર લગાવો, ૧૫ મિનિટ પછી ધોઈ નાખો. એક્ને તો દૂર થશે જ તમારા ચહેરા પરનો સોજો પણ દૂર થશે.

ચંદન પાઉડરમાં થોડી હળદર મિક્સ કરો અને નારંગીનો રસ નાખી પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચહેરા પર લગાવી ૧૫ મિનિટ રાખો અને પછી હુંફાળા પાણીથી ધોઈ નાખો. તમારા ચહેરા પર વારંવાર ચીકાશ આવી જતી હશે તે દૂર થઈ જશે.

૯ - સ્ટ્રેચ માર્ક્સ પર અસરદાર

પ્રસૂતિ પછી પેટ પર અથવા શરીરના કોઈ પણ ભાગ પર સ્ટ્રેચ માર્ક્સ આવી ગયા હોય તો ચણાના લોટમાં હળદર નાખી દૂધ અથવા દહીં નાખી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો. સુકાઈ જાય એટલે ધોઈ નાખો. આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણ ચાર વાર કરવાથી સ્ટ્રેચ માર્ક્સ દૂર થશે.

૧૦ - એડીમાં વાઢિયા પડે ત્યારે

ઉનાળો હોય કે શિયાળો, તમારી એડી ફાટતી હોય અને ચીરા પડતા હોય તો હળદરમાં કોપરાનું તેલ કે દીવેલ નાખી પેસ્ટ બનાવો અને ફાટેલી એડી પર લગાવો. લગભગ ૧૫ મિનિટ રાખે તેને સારી રીતે ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં બે ત્રણ વાર નહાતા પહેલાં કરવો. આથી તમારી એડી એકદમ નરમ, મુલાયમ બનશે.

આ તો માત્ર લીમડો અને હળદરની વાત કરી, હજુ આવી અનેક એવી સામગ્રી આપણા રસોડામાં જ છે જેના પ્રયોગથી સુંદર અને આકર્ષક તેમજ સ્વસ્થ બની શકાય છે.

વધુ આવતા અંકે...

*** *** ***