માર્ક ઝુકરબર્ગ
Facebook
"Jasmine Revolution"
-ઃ લેખક :-
કંદર્પ પટેલ
patel.kandarp555@gmail.com
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
માર્ક ઝુકરબર્ગ
Facebook - ''Jasmine Revolution''
“મારૂં ધ્યેય વિશ્વને વધુ ખુલ્લું મુકીને તેને જોડવું છે. આમ કરીને હું દરેક વ્યક્તિને તેમની સ્વાયત્તતા મુજબ ગમે તેમને વિશ્વના દરેક ખૂણેથી ગમે તે, ગમે ત્યારે લાગણીઓ વહેચવાની આઝાદી આપીને દુનિયાને જોડાયેલી રાખવા માંગુ છું.”
- માર્ક ઝુકરબર્ગ
‘ફેસબુક’ : ‘વર્લ્ડ કનેકટિંગ’ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ. ફેસબુકમાં જેમ લોકોના ‘ફેસ’ જોઈને તેને પોતાના દિલની ‘બુક’ સાથે જોડવાનો પ્રયત્ન થતો રહે છે તેમ જ તેના ફાઉન્ડરની કહાની પણ એટલી જ લવેબલ છે, તેની જિંદગાની યુવા હવાને દુનિયામાં કંઈક અલગ કરવાનું પ્રોત્સાહક અને પ્રેરક બળ પૂરૂં પડે છે. વ્યક્તિ પોતાની લગન, મહેનત, ધીરજ અને આત્મવિશ્વાસથી ક્યાં સુધી પહોચી શકે તેનું જીવંત ઉદાહરણ એટલે ‘માર્ક ઝુકરબર્ગ’. સફળ થવા માટે ઈતિહાસ વાંચવાની જરૂર નથી, ઈતિહાસ બનાવવો પડે છે. ઉંમર અને સફળતાને કોઈ લેવા-દેવા નથી એ માર્ક એ સાબિત કરી બતાવ્યું છે. કર્મમાં એટલું ‘પેશન’ રાખવું કે જેથી સફળતાનું ‘ટેન્શન’ ક્યારેય છેડેચોક ધમાલ કરે નહિ. થોડા સોશિયલ બનીને ‘ફેસબુક’ પર ‘વોટ્સએપ’ એવું લખીએ?
ચાલો ત્યારે, માર્કની જર્નીની લોંગ રાઈડ પર..!
પ્રોફાઈલ
અબાઉટ (છર્હ્વેં) :-
૧૪ મે, ૧૯૮૪થી બરાબર ૨૦ વર્ષ પછી દુનિયાને સ્પાઈડરના ‘મજબુત ઈન્ટરનેટ’થી ગૂંથીને જોડવા માટે વ્હાઈટ પ્લેન્સ, ન્યુયોર્કમાં એક જીવડાએ જન્મ લીધો. ‘નેટીઝમ’ નામનો નવો શબ્દ અસ્તિત્વમાં આવવાનો હતો. એ વ્યક્તિ કમ્પ્યુટર પ્રોગ્રામર, દુનિયાનો સૌથી યુવા વયનો બિલિયોનેર ‘માર્ક ઈલીયોટ ઝુકરબર્ગ’.
બાયો (ર્મ્ૈ) :-
મનોચિકિત્સક માતા કેરેન કેમ્પ્નર અને ડેંટીસ્ટ પિતા એડવર્ડ ઝુકરબર્ગના પરિવારમાં જન્મ. ત્રણ બહેનો સાથે વેસ્ટચેસ્ટરના નાના શહેર ડોબ્સ ફેરી, ન્યુયોર્ક ખાતે તેનો ઉછેર થયો. માર્ક પહેલેથી જ સાહિત્યના વિષયોમાં પારંગત હતો. ઉપરાંત, જયારે તેને ફિલિપ્સ એકસ્ટર એકેડેમીમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તે વિજ્જ્ઞાન, એસ્ટ્રોનોમી અને ફિઝીક્સમાં પારિતોષ્િાકો જીત્યો હતો. કોલેજના એપ્લીકેશન ફોર્મમાં માર્ક એ એવું જણાવ્યું હતું કે તેને ગ્રીક, હિબ્રૂ, ફ્રેંચ અને લેટિન ભાષા આવડે છે. ‘ધ ઈલિયાડ’ નામક કાવ્યોના પઠન માટે પણ જાણીતો હતો.
સ્ટડીઝ એટ (જીેંઙ્ઘૈીજ ટ્ઠં) હાર્વર્ડ યુનિવર્સીટી (ડ્રોપ આઉટ) :-
ઝુકરબર્ગ સોફ્ટવેર લખવાનો ભારે શોખીન હતો. કમ્પ્યુટર એની જિંદગી હતી. તેના પિતાએ તેને છંટ્ઠિૈ મ્છજીૈંઝ્ર ઁર્િખ્તટ્ઠિદ્બદ્બૈહખ્ત ૧૯૯૦ના સમયમાં શીખવ્યું હતું, ત્યારબાદ ડેવિડ ન્યુમેન નામના એક શિક્ષકને ટ્યુશન આપવા માટે નીમ્યા હતા. ન્યુમેન તેમને ‘ર્િઙ્ઘૈખ્તઅ’ (અસાધારણ બુદ્ધિપ્રતિભા ધરાવનાર) તરીકે ઓળખાવતા. તેઓ કહેતા કે તેની આગળ નીકળવું બહુ મુશ્કેલ છે. કમ્યુનિકેશન ટુલ્સ અને ગેમ્સમાં તેની અભિરૂચિ વધુ હતી. તે કહેતો, “મારા ઘણા મિત્રો આર્ટીસ્ટ છે. તેઓ અહી આવતા, કંઈક દોરતા અને હું તેમાંથી નવી ગેમ બનાવતો.”
ક્વોટસ (Quotes) :-
“એપ્સ ક્યારેય પણ વિશ્વનું કેન્દ્રબિંદુ બની શકે નહિ, માત્ર લોકો જ બની શકે.”
“ફેસબુક એ એમેઝોન, ગૂગલ, સેમસંગ અને માઈક્રોસોફ્ટ કરતા એક અલગ જ સ્થાન પર છે, કારણ કે અમે દુનિયાને એક કોમ્યુનિટી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.”
“હું હંમેશા પોતાની જાતને ઓછી આંકુ છું. કારણ કે તે આપણને બહાર નીકળવાનો અને કંઈક મોટું કરવાનો આયામ આપે છે.”
“દુનિયાની વ્યક્તિઓને સમજવી એ સમયની બરબાદી નથી.”
“જો તમે ખુબ પ્રભાવશાળી સર્વિસ અને સિસ્ટમ બનાવી હોય અને લોકો વિશ્વાસ કરતા હોય ત્યારે વધારે પુખ્ત બનવાની જરૂર છે, જે અમે ખુબ સારી રીતે થઈ રહ્યા છીએ.”
એક્ટિવીટી લોગ (Activity log):-
ZuckNet : માર્કના પિતા ઘરે રહીને તેમની હોસ્પિટલની પ્રેક્ટિસ ઓપરેટ કરી શકે તે માટે માર્ક એ ‘ઝુકનેટ’ નામનું સોફ્ટવેર બનાવ્યું હતું. તે ઘર અને હોસ્પિટલ બંનેના કમ્પ્યુટરને જોડીને કોમ્યુનિકેટ કરી શકતું હતું. તેની મદદથી રિસેપ્શન ડેસ્ક પર બેઠેલ વ્યક્તિને નવા પેશન્ટને બોલાવવા ચીસો પાડવાની જરૂરિયાત ના રહે. તેનેર્છંન્ના ૈંહજંટ્ઠહં સ્ીજજીહખ્તીનિું પ્રિમીટીવ વર્ઝન ગણી શકાય.
સ્કૂલની ફેન્સીંગ ટીમનો કેપ્ટન
સાહિત્ય (Classics)માં ડિપ્લોમા
મ્યુઝિક સોફ્ટવેર Pandora બનાવ્યું જેને તે જીઅહટ્ઠજી કહેતો.
ન્યુઝ ફીડ (News Feed)
નોટીફીકેશન (Notification) :-
Mark launched an application called Facebook on February 4, 2004.
જબરજસ્ત શરૂઆત. દુનિયાને ઈન્ટરનેટના તાંતણે જોડીને ‘જાસ્મીન રિવોલ્યુશન’ની શરૂઆત થઈ ચુકી હતી. કમ્પ્યુટર અને ઈન્ટરનેટના ક્ષેત્રે વૈશ્વિક ક્ષેત્રે અભૂતપૂર્વ ધસારો જોવા મળવાનો હતો. પોતાના વિચારો, લાગણીઓ, આવડત, કાર્યકુશળતા...આ દરેકને દુનિયાના દરેક ખૂણા સુધી પહોચાડવા માટે અને લોકલ થી ગ્લોબલ બનવાના પ્લેટફોર્મને લોકો અનન્ય પ્રેમ આપીને વધાવી લેવાના હતા.
૨૦૦૨માં ફિલિપ્સ એકસ્ટર એકેડેમી હાઈસ્કૂલમાં જયારે ભણતો હતો ત્યારે તેને ફેસબુકનો આઈડિયા આવેલો. તેને દરેક સ્ટુડન્ટની પોતાની ડિરેક્ટરી બનાવી, “ધ ફોટો એડરેસ બુક”, જે પછીથી ‘ફેસબુક’ તરીકે જાણીતી બની. કેટલીક બાબતો વિદ્યાર્થી માટે યાદગાર હોય છે, જેને તેઓ તેમનો ટેલિફોન નંબર, ક્લાસ વર્ષ, દરેક બાબતોનું નિયમિત લીસ્ટ બની રહે તેવી સિસ્ટમ તે સોફ્ટવેરમાં હતી.
પોતાની કોલેજમાં સફળતાપૂર્વક આ એપ્લીકેશનના લોન્ચિંગ પછી તેને પોતાના મિત્ર ડસ્ટીન મોસ્કોવીઝ સાથે મળીને કોલમ્બિયા, સ્ટેનફોર્ડ, ન્યુયોર્ક, ડાર્ટમાઉથ, કોર્નેલ, પેન, બ્રાઉન અને યેલ યુનિવર્સીટીમાં તેમણે ફેસબુકનો પ્રસ્તાવ મુક્યો.
૨૦૦૪ના મધ્યભાગમાં માર્ક અને તેમના મિત્રોએ સાથે મળીને એક નાનું મકાન ભાડા પર રાખ્યું અને તેની ઓફીસ બનાવી. તેમને ઘણી મોટી કંપનીઓ દ્વારા ઓફર આવતી હતી. માર્ક તેનું કારણ આપતા જણાવે છે કે, “માત્ર તેનું કારણ પૈસા નહોતા. હું અને મારા મિત્રો માટે સૌથી મહત્વની બાબત એ હતી કે અમે વિશ્વ માટે એક ઓપન ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ બનાવી શકીએ જ્યાંથી તેનો પ્રવાહ સતત વહેતો રહે.”
માર્ક હંમેશા એવું માણતો કે, “કંઈક નવું નિર્માણ કરવા માટે વસ્તુઓને તોડવી જરૂરી છે. ફેસબુક દર ૬-૮ અઠવાડિયે ‘હેકેથોન્સ (ૐટ્ઠષ્ઠરટ્ઠંર્રહજ)’ નામની એક ઈન્વેન્ટ યોજે છે. જેમાં પ્રોજેક્ટ પૂરો કરવા માટે દરેક સ્પર્ધકને એક રાત્રિ આપવામાં આવે છે. કંપની મ્યુઝિક, ફૂડ અને બિઅર પૂરૂં પાડે છે. જેમાં ફેસબુક સ્ટાફ મેમ્બર્સથી માંડીને માર્ક ઝુકરબર્ગ સુધી તમામ લોકો નિયમિત હાજરી આપે છે. “કંઈક નિર્માણ કરવાનો સૌથી સારો આઈડિયા માત્ર રાત્રે જ આવી શકે.” એવું માર્ક કહે છે.
ફેસબુક ‘કનેક્ટ’ :-
૨૪ મે, ૨૦૦૭ના રોજ ઝુકરબર્ગે ફેસબુક (હ્લટ્ઠષ્ઠીર્હ્વર) પ્લેટફોર્મની જાહેરાત કરી, જે ફેસબુક (હ્લટ્ઠષ્ઠીર્હ્વર)માં સોશિયલ એપ્લીકેશન્સની રચના માટેના પ્રોગ્રામીંગ માટે વિકસીત પ્લેટફોર્મ છે. થોડા સપ્તાહમાં જ ઘણી એપ્લીકેશન્સ બનાવવામાં આવી. આજે સમગ્ર વિશ્વમાં ફેસબુક પ્લેટફોર્મ માટે એપ્લીકેશન્સ બનાવતા ૮ લાખથી વધારે ડેવલોપરો છે. ૨૩ જૂલાઈ, ૨૦૦૮ના રોજ, ઝુકરબર્ગે વપરાશકર્તાઓ માટે ફેસબુક પ્લેટફોર્મના સંસ્કરણ ‘ફેસબુક (હ્લટ્ઠષ્ઠીર્હ્વર) કનેક્ટ’ની જાહેરાત કરી.
૬ નવેમ્બર, ૨૦૦૭ના રોજ ઝુકરબર્ગે લોસ એન્જલસમાં એક કાર્યક્રમ દરમિયાન નવી સોશિયલ એડવર્ટાઈઝીંગ સિસ્ટમની જાહેરાત કરી. બીકન (મ્ીટ્ઠર્ષ્ઠહ) નામના નવા કાર્યક્રમના ભાગરૂપે, લોકો અન્ય સાઈટ્સ પરની બ્રાઉઝિંગ પ્રવૃત્તિઓને આધારે તેમના ફેસબુકના મિત્રો સાથે માહિતી આપ-લે કરી શક્યા. ઉદાહરણ તરીકે, ીમ્ટ્ઠઅ વેચાણકર્તા ફેસબુક ન્યૂઝ દ્વારા તે શુ વેચાણ કરવા માગે છે તે આપોઆપ વસ્તુઓની યાદી બનાવીને જણાવી શકે છે. ખાનગી જૂથો અને વ્યક્તિગત વપરાશકર્તાઓ તરફથી આ કાર્યક્રમ અંગે ખાનગીપણાની ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. ઝુકરબર્ગ અને ફેસબુક આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયા. અંતે ૫ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ ઝુકરબર્ગે અંતે બીકન સાથે ઉભા થયેલા મુદ્દાઓ માટે પોતાની જવાબદારી લેતા ફેસબુક પર બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું અને સેવા અંગે વધુ સરળ રસ્તાઓની ઓફર કરી.
પીપલ યુ મે નો (ર્ઁીઙ્મી ર્એ દ્બટ્ઠઅ ાર્હુ) :-
માર્ક ઝુકરબર્ગ હાર્વર્ડનો બિલ ગેટ્સ પછીનો સૌથી સફળ ડ્રોપ આઉટ સ્ટુડન્ટ છે.
હાર્વર્ડના વિદ્યાર્થીઓ કેમરૂન વિન્ક્લવોસ, ટાઈલર વિન્ક્લવોસ અને દિવ્યા નરેન્દ્રે ઝુકનબર્ગ પર એવો આરોપ મુક્યો કે તેણે તેમને એવી માન્યતા અપાવી હતી કે તે ૐટ્ઠદૃિટ્ઠઙ્ઘિર્ઝ્રહહીષ્ઠર્ૈંહ.ર્ષ્ઠદ્બ (ત્યાર બાદ કનેક્ટયુ તરીકે જાણીતી) નામના સોશિયલ નેટવર્કને બનાવવામાં મદદ કરશે. જેમાં ફેસ્બુકને ૬૫ મિલિયન ડોલર ચૂકવવા પડયા હતા.
માર્ક રેડ-ગ્રીન કલર બ્લાઈંડ છે, જેથી તે માત્ર બ્લુ રંગના કલરને જ ઓળખી શકે. જેથી તેને ફેસ્બુકને પણ બ્લુ રંગની ફ્રેમમાં જ તૈયાર કર્યું છે. તે કહે છે, “બ્લુ ઈઝ રીચેસ્ટ કલર ફોર મી. આઈ કેન સી ઓલ ઓફ બ્લુ.”
માઈક્રોસોફ્ટ, ર્છંન્ જેવી કંપનીઓ તેને પોતાની કંપનીમાં જોબ આપવા ઈચ્છતી હતી. ઉપરાંત, મિલિયન ડોલરની રકમની ઓફર પણ કરી હતી.
તે ઈંગ્લિશ સિવાય બીજી ચાર ભાષા ફ્રેંચ, હિબ્રૂ, લેટીન અને ગ્રીક ભાષા વાંચી અને લખી પણ શકે છે.
ઝુકરબર્ગ પાસે તેનું પોતાનું ટેલીવિઝન નથી. કારણ કે તે પોતાને નાસ્તિક માને છે.
તેની ડરેસિંગ સેન્સ એકદમ ખરાબ છે. ગયા વર્ષે, ઝુકરબર્ગ ય્ઊના સીલીકોન વેલીના લીસ્ટમાં રહેલા વ્યક્તિઓમાંથી સૌથી ખરાબ ર્‘ુજિં ઙ્ઘિીજજીઙ્ઘ’ વ્યક્તિ તરીકે જાહેર થયો હતો. ન્યુઝ પ્રેસ ઈવેન્ટ્સ માટે પણ માર્ક જીન્સ, ટી શર્ટ અને એડીદાસના સેન્ડલ પહેરે છે.
ઝુકરબર્ગની પત્ની પ્રિંસેલા ચાન એ ફેસબુકની સૌથી પહેલી વ્યક્તિ છે. તેને ૫ ફેબ્રૂઆરી, ૨૦૦૪ના રોજ ફેસબુક જોઈન કર્યું હતું.
માર્ક ઝુકરબર્ગ ‘ગૂગલ ડયુઓ’ - લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન, કરતા પણ વધુ ધનિક છે.
વિશ્વનો સૌથી નાની ઉંમર (૨૩) એ બિલિયોનેર બનેલો વ્યક્તિ માર્ક છે.
માર્ક ઝુકરબર્ગ વાર્ષિક ૧ ડોલરની સેલરી લઈને ફેસબુકના સ્થાપક, ઝ્રર્ઈં તરીકે કામ કરે છે.
ફેસબુકના ‘લાઈક’ બટનનું નામ પહેલા ‘છુીર્જદ્બી’ રાખવાનું નક્કી થયેલું હતું.
લાઈક્સ - કમેન્ટ્સ (ન્ૈાી * ર્ઝ્રદ્બદ્બીહં) :-
ક્યારેય ટૂંકા સમય માટે નહિ વિચારો.
યાહૂ એ ૧ બિલિયન ડોલરમાં ફેસબુકને ખરીદવા ઓફર આપી હતી. પરંતુ, માર્કએ ઓફરને ઠુકરાવી દીધી. તે હંમેશા કહે છે કે, ‘જો બિઝનેસમાં સફળતા મેળવવી હોય તો વેચવા પર ક્યારેય ભાર મુકવો નહિ.’
હંમેશા મજબુત લય જાળવી રાખો.
ફેસબુકના ૩ વર્ષ પછી તેના એક્સપાન્સ અને એક્સપેન્સ માટે વધારે પૈસાની જરૂર હતી. પરંતુ, તે સમયે ઈન્વેસ્ટર્સ એ પૈસા રોકવાની સાથે સલાહો દેવાની શરૂ કરી. જે માર્કને યોગ્ય ન લાગ્યું. તેથી તેણે અન્ય વ્યક્તિઓ પાસેથી વ્યવસ્થા કરી. તે મને છે કે હંમેશા બિઝનેસમાં એવા ઈન્વેસ્ટર્સ રાખવા કે જે પોતાના કામમાં બાધારૂપ ન બને.
પોતાની સાથે જ શર્ત લગાવો.
ફેસબુક એ ‘વન મેન શો’ છે. એ માત્ર માર્કના વિઝનને આભારી છે. તેની હ્લમ્ બોર્ડ પર પણ માત્ર ૨ સીટ્સ જ છે.
કાર્યને હંમેશા ન્યાય આપો.
માર્કની ફિલોસોફી કામને યોગ્ય રીતે કરીને તેને ન્યાય આપવાની છે. તે પરંપરાગત મુલ્યોને વળગીને કે રૂલબૂકને ફોલો કરીને કામ કરતો નથી.
પોતે ક્યાં નબળા છે? તે હંમેશા એક્સેપ્ટ કરતા શીખો.
માર્ક સોશિયલી કમ્યુનિકેશનમાં નબળો છે. તેની સ્પીચ પ્રભાવશાળી નથી. મહત્વની વાત તે છે કે, તેને સુફીયાપટ્ટી કરીને સુપરહીરો નથી બનવું. આ પોઈન્ટને મજબુત બનાવવાનો તે પ્રયત્ન પણ કરે છે. ઉપરાંત, પોતાની આ ખામીને સ્વીકારે છે.
હંમેશા નવતર પ્રયોગો કરતા રહો.
ફેસબુક સાથે ૯૦૦ મિલિયન લોકો જોડાયેલા છે. જો એકનું એક જ તેમને પીરસવામાં આવે અને કોઈ જ ફેરફારો કરવામાં ન આવે તો તેમનો રસ ઓછો થઈ જાય તે સ્વાભાવિક છે. તેથી હંમેશા તે સીટ પાછળ કરીને રીલેક્સ થઈને બેસવા કરતા નવું નવું આપવાનો પ્રયત્ન કરતો રહે છે.
ઈન્ટેલેક્ચ્યુઅલ અને ઈન્ટેલીજન્ટ એમ્પ્લોયીને જ જોબ આપવી.
તે એવું મને છે કે હંમેશા સારા અને હોશિયાર લોકોને જ કંપનીમાં જોબ આપવી. કારણ કે, તેને ઈફેક્ટીવ આઈડિયા આપનાર લોકો જોઈએ છે. ફેસબુકમાં કામ કરતા મોટા ભાગના લોકો કોઈને કોઈ કંપનીના ઝ્રર્ઈં કે પ્રેસિડેન્ટ રહી ચુકેલા છે.
એપ્લીકેશનના બગ્ઝને સોલ્યુશન આવે ત્યાં સુધી વળગી રહો.
૨૦૧૧માં ફેસબુકને સૌથી મોટી કોન્ટ્રોવર્સીનો સામનો કરવો પડયો હતો. ટેગ સઝેશન વખતે ફેસ રેકગ્નાઈઝેશન સોલ્યુશન હોવું જરૂરી બન્યું. કારણ કે, એ અપલોડેડ ફોટોમાં વ્યક્તિ કોણ છે એ જાની શકાતું નહોતું. ત્યારબાદ તેમણે ઈન્ટરનેટ ડેટા ટ્રેકરની મદદથી તે શક્ય કરી બતાવ્યું. ઉપરાંત, પ્રાઈવેસીની સુવિધાઓ પણ વધી.
શેર (જીરટ્ઠિી)
અનુદાન (ઁરૈઙ્મટ્ઠહંરર્િૈષ્ઠ ઝ્રટ્ઠેજીજ) :-
સપ્ટેમ્બર, ૨૦૧૦માં નેટવર્ક સિસ્ટમના ફેઈલરને અટકાવવા ન્યુ જર્સીમાં તેણે ૧૦૦ બિલિયન ડોલર ડોનેટ કર્યા.
જીવનપર્યંત પોતાની ૫૦% સંપત્તિનો ઉપયોગ ચેરિટી માટે આપવાનો નિર્ણય કર્યો અને ‘ય્ૈદૃૈહખ્ત ઁઙ્મીઙ્ઘખ્તી’ પર સાઈન કરી.
ડિસેમ્બર, ૨૦૧૩માં તેને ૧૮ મિલિયન ફેસબુક શેરને ‘સીલીકોન વેલી કોમ્યુનિટી ફાઉન્ડેશન’માં આપવાનું નક્કી કર્યું. જેની કુલ કિંમત ૯૯૦ મિલિયન ડોલર જેટલી થતી હતી. જે ૨૦૧૩નુ સૌથી મોટું ડોનેશન હતું.
ઓક્ટોબર, ૨૦૧૪માં ઝુકરબર્ગ અને તેની પત્ની પ્રિંસ ચાંસેલાએ ઈબોલા વાઈરસથી થતા રોગને અટકાવવા ‘ઈબોલા વાઈરસ એપિડેમિક ઈન વેસ્ટ આફ્રિકા’ને ૨૫ મિલિયન ડોલરનું ડોનેશન આપ્યું.
લાઈફ ઈવેન્ટ (ન્ૈકી ીદૃીહં) :-
૨૦૧૦માં ્ૈંસ્ઈ મેગેઝિનની વિશ્વના સૌથી શક્તિશાળી લોકોની શ્રેણી ‘પર્સન ઓફ ધ યર’ (ઁીર્જિહર્ ક ંરી રૂીટ્ઠિ)ની યાદીમાં ૧૦૦ લોકોમાં સ્થાન મળ્યું.
૨૦૧૧માં વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓની શ્રેણી ‘વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી યહૂદીઓ (ર્સ્જં ૈંહકઙ્મેીહૈંટ્ઠઙ્મ ત્નીુજ ૈહ ંરી ર્ઉઙ્મિઙ્ઘ)’માં પ્રથમ સ્થાને ‘ધ જેરૂસલેમ પોસ્ટ’ એ જાહેર કર્યો.
ઓન ધીસ ડે ર્(ંહ ્રૈજ ડ્ઢટ્ઠઅ) :-
૬૦૦ મિલિયન યુઝર ધરાવતી અને ખુબ જ ઝડપથી વિકસી રહેલી મોબાઈલ મેસેન્જિંગ એપ્લીકેશન વોટ્સએપ (ઉરટ્ઠંજછ)ને ફેસબુકના ડિરેક્ટર માર્ક ઝુકરબર્ગએ (૪.૫૯ બિલિયન ડોલર કેશ + ૧૭૮ મિલિયન શેર્સ + ૪૬ મિલિયનની વોટ્સએપના એમ્પ્લોયી માટેની ગ્રાન્ટ)ની ડીલ નક્કી કરી. આજે માર્કેટ પ્રાઈઝ ૨૨ બિલિયન ડોલર સુધી પહોચી ચુકી છે.
લોગ આઉટ (Log Out) :-
“My mission is to make the world more open and connected.”
“મારૂં ધ્યેય વિશ્વને વધુ મોકળું અને જોડીને રાખવાનું છે.”
- માર્ક ઝુકરબર્ગ