ડિટેકટિવ
Chapter-1
પોતાના વૈભવી બંગલા ના ગાર્ડન માં રમણીકલાલ શેઠ બેઠા હતા અને સવાર નો સમય હતો. રમણીકલાલ ને બગીચો અને ઝાડવાંઓ થી લગાવ હતો એટલે એમને પોતાના ગાર્ડન માં દરેક જાતના ઝાડવાંઓ અને એકદમ નયન રમ્ય ઘાંસ ની સજાવટ જોતા જ કોઈને તરત જ પસંદ પડી જાય. સવાર ના સમય માં વૃક્ષો પર પક્ષીઓ નો કલરવ નો અવાઝ એક દમ સુંદર અને કોઈ સંગીત ની જેમ મધુર લાગતો હતો. રમણીકલાલ ચા ની ચુસ્કી મારતા મારતા સવાર માં સમાચાર પત્ર વાંચતા હતા.અને કોઈની હત્યા અને બળાત્કાર ના સમાચાર થી સહમી જતા.
રમણીકલાલ સ્વભાવ માં એક દમ શાંત વ્યક્તિ હતા એમાં એમની સાદગી અને સરળતા સાથે દાન કરવાના એમના સ્વભાવ ના લીધે શહેર ના દરેક વ્યક્તિ ઉપરાંત એમના સમાજ માં એક મોભાદાર માણસ હતા. રમણીકલાલ જયારે નાના હતા એટલે નાનપણ માંજ પિતાજી નું દેહાંત થયું હતું અને વારસા માં એક વોટર પમ્પ નો વ્યાવસાય માંડ્યો હતો. એકદમ નાની ઉંમર માં ધંધો સાંભળી લીધો એમને હોશિયારી અને કામ કરવાની એક આગવી પદ્ધતિ થી આજે આખા ભારત માં એક મોટી કંપની હતી રમણીકલાલ શાહ ની હંમેશા નીતિ થી વ્યવસાય કરતા હતા. ધીમે ધીમે એમને વિદેશો માં પણ પોતાનો વ્યવસાય વિકાવા માંગતા હતા.રમણીકલાલ ને ઘણા ગેરકાનૂની કામ થી પૈસા કમાવા નો અવસર મળતો અને ઓફર પણ આવતી પણ એમને ક્યારેય એનો સ્વીકાર કરેલો નહીં.
રમણીકલાલ ને એક દીકરી હતી અવંતિકા અને એ વિદેશ માં પોતાનો અભ્યાસ કરી રહી હતી. અને એક દીકરો હતો રવિ એ પણ વિદેશ માં અભ્યાસ કરી રહ્યો હતો. રસિકલાલ વિશાળ બંગલા માં એકલા હતા. એમની સાથે બસ ચાર નોકર અને એક નોકરાણી રહેતી હતી. રમણીકલાલ સવારે તૈયાર થઈને પોતાની ઓફિસ જવા માટે નીકળ્યા. ડ્રાઈવર કાર ચલાવતો હતો ત્યાં આગળ રસ્તા માં લોકો નું ટોળું ભેગું થયેલું હતું.પોલીસ ની જીપ અને એમ્બ્યુલન્સ પડી હતી. રમણીકલાલ કાર માં જ બેસી રહ્યા અને ડ્રાઈવર એ ત્યાં જઈને તપાસ કરી.એને પાછા આવીને રમણીકલાલ ને વાત કરી કોઈ યુવતી ની લાસ પડી છે એની કોઈએ બે રહેમી થી હત્યા કરી નાખી છે. રમણીકલાલ થી લાસ જોવાય એટલી એમના માં હિમ્મત નહતી એટલે એમને ડ્રાઈવર ને કાર ઓફિસ તરફ લઈ જવા માટે કીધું.
ઓફિસ પહોંચીને એમને થોડા કામ પતાવ્યા અને ટી વી ચાલુ કર્યું સમાચાર માં ન્યૂઝ આવતા હતા કે એસ. જી. હાઈવે પર દીપિકા નામની છોકરી નું કોઈએ બે રાહમિ થી કહું કરી નાખ્યું અને શરીર પર એટલા બધા ઘા મરેલા કે કોઈ માનસિક રોગી એ હત્યા કરી હોય.પોલીસ નો ઇન્ટરવ્યૂ ચાલુ હતો અને એમના કહેવા અનુસાર ખૂની એક ઠંડા લોઈ વાળો અને માનસિક રોગી વ્યક્તિ લાગે છે. દીપિકા ની પૂરી માહિતી મળતા ન્યૂઝ માં બતાવી રહ્યા હતા.રમણીકલાલ ને આખો ફોટો અને દીપિકા ના માતા પિતા ને ઓળખાતા વાર ના લાગી અરે આતો અવંતિકા ની મિત્ર હતી એજ દીપિકા.
રમણીકલાલ એ તરત અવંતિકા ને ફોન કરીને દીપિકા ની માહિતી આપી. અવંતિકા એકદમ શોક માં આવી ગઈ અને એના ગાળા માંથી અવાજ ના નીકળતો હોય એવું એને લાગવા લાગ્યું. થોડીવાર પછી હોશ માં આવીને એને રમણીકલાલ ને કીધું એ પછી વાત કરશે અને અઇયા બધું બરાબર છે. અવંતિકા બેઠા બેઠા એક દમ શોક માં દીપિકા ને યાદ કરવા લાગી અને ખૂબ રડવા લાગી.
પોલીસ તપાસ ચાલી રહી હતી અને પોસ્ટ મોર્ટમ માં માલુમ પડ્યું હતું કે દીપિકા ને કોઈએ આલ્કોહોલ આપેલું અને ચાકુ વડે એને ઘા કરવા માં આવ્યા હતા. ચાકુ એક અલગ બનાવટ નું અને આગળ ના ભાગ થી વળેલું હતું. આટલી માહતી જ હતી અને તપાસ ચાલુ હતી એટલું ગઢવી સાહેબે સમાચાર માં માહિતિ આપી. ગઢવી સાહેબ ઘણા સમય થી પોલીસ માં હતા એમને લૂંટ અને ચોરી ના કેસ ઘણા નિપટાવેલા પરંતુ એમના પોલીસ માં આવ્યા પછી આ બીજો કેસ હતો ખુન નો પહેલો કેસ તો કાતિલ સામેથી આવીને સરન્ડર કરી ગયેલો.એટલે તપાસ માં કઈ ખાસ કરેલું નઈ એટલે થોડી ગભરાહટ મન માં.
સમાચાર વાળા તો પાછળ જ પડી ગયા કોણ ખૂની? કેમ ખુન થયું? આખો દિવસ બસ ન્યૂઝ માં આવાજ સમાચાર આવતા. ગઢવી સાહેબ પોલીસ સ્ટેશન માં આવીને કોન્સ્ટેબલ ઝાલા પર તાડુક્યા કઈ ખબર પડી કે નઈ કોણ છે આ સાલું આપણું જીવનું હરામ કરી નાખ્યું સાલાએ, ઝાલા એ ગઢવી સાહેબ ને શાંત પડ્યા અને કીધું સાહેબ થોડી ધીરજ રાખો આપડે તપાસ કરી રહ્યા છીએ એને ચોકઢું પણ ગોઠવેલું છે ક્યાં જશે ખૂની.
તપાસ દરમ્યાન એક દુકાન ની બહાર લગાવેલા કેમેરા ની સામે ઝાલા ની નજર ગઈ અને ઝાલા એ તરત ગઢવી સાહેબ ને જાણ કરી ઘટના હજુ કાલ રાતનીજ હતી એટલે ગઢવી સાહેબ અને ઝાલા અને એમના સાથે રહેલા બીજા કોન્સ્ટેબલ એ રેકોર્ડિંગ ચાલુ કર્યું આખું રેકોર્ડિંગ જોયું રાત્રીના ના ત્રણ વાગે એક કાર આવીને ઉભી રહી અને કાર માંથી એક બોડી કોઈએ રસ્તા ની સાઈડ માં મૂકી કાર નો કલર સ્પષ્ટ દેખાતો હતો. કાર વૈભવી હતી પરંતુ દીપિકા ની લાસ ફેંકવા વાળો વ્યક્તિ સ્પષ્ટ દેખાતો નહતો. બસ એનો પાછળ નો ભાગ દેખાતો હતો.એના પરથી અંદાજ લગાવો ઘણો મુસિકલ હતો કે કોણ હોય. ઝાલા એ અને ગઢવી સાહેબે આજુબાજુ ને ઘણી જગ્યા પર તાપસ કરી પરંતુ આ એકજ આવી દુકાન હતી જ્યાં કેમેરો લાગેલો હતો.
ગઢવી સાહેબ અને ઝાલા સાહેબ ને જેટલી માહિતી માંડી એના અઢાર પર તાપસ આગળ વધારી. કાર નો કલર થોડો અલગ હતો અને એક વૈભવી કાર હતી એટલે સામાન્ય માણસ પાસે હોય એવું બને નઈ એટલે એ દિશા માં તપાસ આગળ વધારી તપાસ માં માલુમ પડ્યું શહેર માં આવી ચાર કાર છે અને ચારેય ના માલિક કાર સાથે એ દિવસે બહાર હતા. આમ પણ એ એક વૈભવી કાર હતી એટલે સહજ છે એના માલિકો ઘણા પૈસા વાળા હોય એટલે કોઈ નક્કર પુરાવા વગર તપાસ કે આરોપ ના લાગી સકેને એટલે ગઢવી સાહેબ અને ઝાલા સાહેબ બંને પાછા તપાસ માં લાગી ગયા.
પોતાની સડેલી ખુડસી અને કચ્ચર કચ્ચર અવાજ કરતા પંખા ની નીચે વિકી બેઠો બેઠો ચા વાળા જોડે થી લાવેલું સમાચાર પત્ર વાંચતો હતો. એને દીપિકા ના સમાચાર વાંચ્યા જે છેલ્લા બે દિવસ થી આવતા હતા. એને ચારે બાજુ આ ખુન ની જ વાત થતી હતી.વિકી વ્યવસાયે એક ડિટેકટિવે હતો. એની જાસૂસી ની દુકાન ઠીક ઠીક ચાલતી હતી. એની પાસે હાલ જે કેસો હતા એ કોઈ પૈસાદાર માણસ એ પોતાની દીકરી પર નજર રાખવા, કે કોઈ છુટા છેટા ના પુરાવા ભેગા કરવા, કોઈ બોય ફ્રેન્ડ એ એની માશુકા પર નજર રાખવા માટે નો કેસ. આવા કેસો વિકી પાસે હતા. એમાં એનું કઈ ખાસ દુકાન ચાલે એવી નહતી એને નામના અને પૈસા કામવા માટે કોઈ ખુન કેસ ની જરૂર હતી. અને દીપિકા નો કેસ તો એટલો પ્રસિદ્ધિ પામી ચુક્યો હતો કે એ જો ઉકેલી દે તો વિકી બજાજ સ્કુટર ની જેમ ચાલતી જિંગદી.બુલેટ ટ્રેન ની માફક ચાલવા લાગે.
વિકી એક પોલીસ વાળા નો છોકરો હતો એના પિતાજી કોન્સ્ટેબલ હતા નાની ઉંમર થીજ એને ડિટેકટિવે બનવા માં ખૂબ રસ હતો. એ વ્યોમકેશ બક્ષી ની ઘણી વાર્તાઓ એની ઉંમર માંજ વાંચી ચુક્યો હતો. વિકી એક દમ બુદ્ધિ વાળો હતો અને એની એનામાં આવડત પણ હતી. નાની ઉંમર માંજ એ અનાથ થઈ ગયો એક કાર અકસ્માત માં એના માતા પિતા નું મૃત્યુ થઈ ચૂક્યું હતું. વિકી એ ડિટેકટિવે નું પરમિશન અને પોલીસ પાસે થી એની ડિટેકટિવે એજેંસી માટે નું લાઇસન્સ લીધેલું. ઘણા ઉત્સાહ સાથે એને પોતાની ઓફિસ ઓપેન કરી હતી. પરંતુ આજે એને ચા પીવા ના પણ ફાંફા પડતા હતા. અને એની બે મહિના થી ચાલી આવતા લાઈટ બિલ અને ફોને બિલ જે હજુ ભરવાના બાકી હતા અને ફોને તો બંધ થઈ ગયો હતો.
વિકી ન્યૂ પપેર ની માહિતી અને બનાવ ના સ્થળ ની માહિતી મેળવી અને સીધો પોલીસ સ્ટેશન માં ગયો. ઝાલા સાહેબ ની સામે બેસી ને એને પોતાનો પરિચય આપ્યો પોતાની પાસે રહેલ ડિટેકટિવે એજેંસી નું લાઇસન્સ અને પોલીસ ની પરમિશન નો લેટર બાતવ્યો એટલે ઝાલા એ એને કીધું હા વિકી સાહેબ બોલો સુ મદદ કરું?. વિકી એ દીપિકા ખુન કેસ વિશે પૂછ્યું એટલે ઝાલા એ દીપિકા ખુન કેસ ની ફાઈલ આપી. વિકી એ કીધું આ બધું તો મેં ન્યૂ પપેર માં વાંચેલું છે આના સિવાય કઈ જણાવો. ઝાલાએ કીધું જે છે એ આજ છે બીજું કઈ જાણવા મળશે તો એ જણાવશે.
હત્યા સેનાથી થાઈલે એ ચાકુ વિશે માહિતી ભેગી કરવાની હતી એટલે ડોક્ટર દ્વારા જે માહિતી માંડી તી એની મદદ થી વિકી આગળ વધવા માંગતો હતો. પરંતુ એને ચાકુ વિશે વધારે માહિત્તી નહતી એટલે એને મોહિની ની યાદ આવી. મોહિની એટલે વિકી ની માશુકા પણ ઘણા સમય થી એને વિકી ને મળવા ની તકલીફ નહતી લીધી. કારણ હતું એક બેરોજગારડિટેકટિવ એ વિકી ને ખૂબ ચાહતી હતી એને ઘણી વાર કીધું કે એ આ ડીટેકટિવ ની લાત છોડ અને બીજો કોઈ ધંધો પકડ તો આપડે લગ્ન કરી લૈયે. આ બાબત પર બંને વચ્ચે ઘણી વાર બોલવાનું થતું પણ વિકી એ કીધું કે જેમ તું મારો પ્રેમ છે એટલોજ આ ધંધો મારો પ્રેમ છે એ નઈ છૂટે.
મોહિની ના પિતા ચાકુ બનવાનું કામ કરતા હતા એને એ બાજુ ના ગામ માં રહેતા હતા મોહિની શહેર માં નોકરી કરતી હતી. પોતાના ઘરે ચાકુ નો વ્યવસાય હોવાથી એને ચાકુ વિશે સારી એવી માહિતી હતી. એટલેજ વિકી ને મોહિની ની મદદ લેવાનો વિચાર આવેલો.
ઝાલા સાહેબ આ ચાકુ વિશે ની માહિતી જરા આ નંબર પર મોકલી આપશો ઝાલા સાહેબે માહિતી મોકલી અને એની નીચે લખ્યું વિકી. મોહોની ઘણા સમય બાદ વિકી ના આવેલા મેસેજ થી એ ખુશ થઈ ગઈ. એને વિકી ની મદદ કરવા નું વિચાર્યું અને સીધી એની શહેર ના જુના વિસ્તાર માં આવેલી એની ઓફીસ પર પહોંચી ગઈ.
વિકી એની સડેલી ખુડસી પર બેઠો હતો ત્યાં મોહિની આવી ને બંને ભેટી પડ્યા. વિકી આ સુ છે તારે કેમ આ ચાકુ ની માહિતી જોઈએ છે?. વિકી એ મોહિની ને આખી વાત જણાવી કે એ દીપિકા ખુન ની તપાસ કરે છે અને એ તપાસ માં જો એ ખૂની ને શોધી કાઢે તો એનો ડિટેકટિવ નો ધંધો બરાબર ચાલે. મોહિની એ એને કીધું કે તે જે પ્રકાર નું ચાકુ નું વર્ણન કરેલું એવું તો એના પપ્પા બનાવે છે. એ બંને એના ગામ જવા માટે નીકળી ગયા અને એના પાપા ને આખી માહિતી આપી અને છેલ્લે વેચેલા ચાકુઓ ની માહિતી માંગી એના પપ્પા એ કીધું કે એમની પાસે રોજ ઘણા લોકો આવે છે એમ કોઈ માહિતી રાખતા નથી. એટલે વિકી ને પેલો વિડિઓ યાદ આવ્યો જેમાં કોઈ શહેર ની વ્યક્તિ હતો એટલે એને મોહિની ના પપ્પા ને પૂછ્યું કે કોઈ શહેરની વ્યક્તિ આવેલો આઇયા એટલે મોહિની ના પપ્પા એ કીધું એટલું તો હવે યાદ નથી પણ યાદ કરવાનો પ્રયત્ન કરશે યાદ આવશે એટલે માહિતી આપશે.
મોહિની અને વિકી બંને પાછા શહેર ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે વિકી ની ઓફિસ માં મોહિની અને વિકી બેઠા હતા. વિકી મેં તને પહેલા પણ કીધું હતું કે તું આ જાસૂસી વેડા મૂક અને બીજું કઈ કામ કાર તું સારું કમાય તો આપડે બંને લગ્ન કરી લૈયે.વિકી એ મોહિની ને સામે જવાબ આપ્યો એને આ એક જ કામ આવડે છે અને એ એજ કરશે. બસ આ દીપિકા વાળો કેસ સોલ્વ કરી નાખું એટલે આપડી દુકાન ચાલી પડે.મજાક માં મોહિની વિકી ને કહે છે. એના કરતા એક કામ કાર તુજ ખૂન કરી નાખ અને પછી સોલ્વ કરી નાખજે એટલે ગાડી પાટા પર. વિકી એ નારાજગી માં મોં ફેરવું મોહિની એ કીધું વિકી નારાજ નાથઇ હું મજાક કરું છું. અને થોડી વાર પછી એ પોતાના કામ એ નીકળી ગઈ અને એને વિકી ને કીધું ગામડે થી પપ્પા કઈ માહિતી આપશે તો તને જણાવશે.