એ અગ્યાર દિવસ ની મોહમાયા Abhijeet B Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ અગ્યાર દિવસ ની મોહમાયા

એ અગ્યાર દિવસ ની મોહમાયા

એક તરફા પ્રેમ નો પહેલો અનુભવ

  • અભિજીત મહેતા
  • અર્પણ

    એ દરેક છોકરીઓ ને જેમને એક તરફી પ્રેમ તો છે પણ

    કહેવાતુ નથી...

    “ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય દિલ ની પતંગ મારી ઉડી ઉડી જાય...” સાચુ કહુ તો એ ઉત્તરાયણ માં આ ગીત તો હજુ ન’તુ આવ્યું કેમ કે એ વખતે હજી શાહરુખભાઇ ની ‘Raees’ હજુ આવી ન’તી, પણ મારા દિલ ની પતંગ તો ઉડીજ ગયેલી. હું વાત કરું છું ૧૪ જાન્યુઆરી, ૨૦૧૦ ની જ્યારે હું મારા માસી ને ત્યાં ઉત્તરાયણ કરવા ગયેલી.

    સવાર ના સાત વાગતા ની સાથે જ મારા નામના બૂમ-બરાડા ચાલુ થઇ ગયેલા, “હેમા એ... હેમા... અલી ઉઠ ને હવે આજે ઉત્તરાયણ છે, ગામ આખુ સવાર ના પોર માં ધાબે હોય અને તું....ઊભી થા હવે માસી ને ત્યાં જવાનુ મોડુ થાય છે.” આ હતો મારી માં નો મધુર કંઠ જે રજા હોય કે ચાલુ દિવસ મારા કાન માં કાગડા નાં કા...કા... ની જેમ વાગે.

    આ તો માસી ના ઘર નું નામ પડ્યુ એટલે હું ઉઠી કેમ કે ત્યાં મારી બહેન છે, ક્રુપા; મારા માસી ની દિકરી અને પાછો અમારો નાનો ભાઇ કેશવ તો ખરોજ એટલે મને ત્યાં મજા આવે.

    નવ વાગવા આવ્યા હસે ‘ને હું મમ્મી, પપ્પા અને ભાઇ ગાંધીનગર એટલે કે ઘેર થી નીકળ્યા. આમારે જવાનુ હતું મેમનગર એટલે લગભગ કલાક તો ખરીજ, માટે ગાડી માં વાતો ના વડા ચાલુ કર્યાં અને વાત-વાત માં ખબર પડી કે ત્યાં મારા માસી ના કાકા-કાકી અને એમના છોકરાવ પણ આવ્યા છે. મને જાણીને કોઇ જાત નો આનંદ ના થયો. યાર એક તો માં’ડ બધા ભેગા થઇ એ અને એમાં પણ સગાઓ ક્લેશ થાય જરાય મજા ના આવે.

    પણ પેલી કહેવત જેવુ, ‘અબ પછતાયન હોતન ક્યાં જબ ચીડીયા ચુબ ગયી ખેત?’ સાલુ ઘરે થી નીકળી ને જ હું ફસાઇ ગઇ. હવે જે થયુ એ...એમ વિચારી ડાફોળીયા મારવા લાગી.

    એકાદ કલાક માં ત્યાં પહોંચી ગયા. માસી અને એમના પેલા રીલેટીવ આન્ટી સીવાય કોઇ નીચે નહતું, એટલે હું પણ ધાબે ગઇ. હજી તો ચડતી હતી ત્યાં મારા કરતા થોડો મોટો એક વ્યક્તી સામે મલ્યો અને ખબર નઇ એને શું ઉતાવળ ફાટી જા’તી તી..દોડા-દોડ નીચે ગયો. પછી મને થયુ કદાચ માસી ના રેલેટીવ નો છો’રો હસે; એટલે બહુ ધ્યાન ના આપી હું તો મારી બહેન ને મળવા દોડી.

    મારો અવાજ સાંભળતાજ કહ્યું, “હેમા...!! બે ઉપર આવ એ પે’લા રાજકાકા ને કે પાણી લે’તા આવે અત્યારેજ નીચે ગયા એ.” બે ઘડી તો હું વિચાર માં પડી કે મારી સામે કોઇ નીચે ગયું ન’ઇ અને આ કેમ આમ બોલે છે. એટલે મે કન્ફોર્મ કર્યું, તો કે હા એ પેલા તારી સામે ગયા એજ. બે ઘડી તો હસવાનુ રોકાયુ નઇ કે સાલો છે મારા થી બે કે ત્રણ વર્ષ મોટો તો કાકો શેનો...!!?? પણ બહુ માથાકુટ મા ના પડતા જે કેવાનુ હતું એ કહી ઉપર ચડી.

    ત્યાં તો મારી સામે એક લામ્બો એવો ભાઇ આવી ઉભો રહ્યો, મને લગ્યુ કે એ મને ઓળખે છે; પણ એને ઇગ્નોર કરી હું ક્રુપા પાસે ગઇ અને પહેલો જ સવાલ કર્યો, “અલી..ગોડી તારા કાકા બી તારા જેવડાજ??”

    મારા આ સવાલ નો એ જવાબ આપે એની પહેલા તો રાજ એ આપી દીધો કે, “એમાં એવુ છે ને બકા કે આ ભટ્ટ પરીવાર નો ટાઇમીંગ થોડો ખોરવાઇ ગયો તો છોકરાઓ વચ્ચે ગેપ થોડો વધુ રહી ગયો; હવે આમા મારો કે ક્રુપા નો કાઇ વાંક નથી...”

    આઇલા...હું તો જવાબ સાંભળીને દંગ રહી ગય કે કાઇ વિચાર્યા વગર ઠપાક દઇને સિધો છકકો..!!!!

    પછી બધા પતંગ ચગાવા માં વ્યસ્ત થઇ ગયા પણ રાજ ન’તો ચગાવતો એટલે મને નવાઇ લાગી; મને તો કેમ નઇ ચગાવતો એ જાણવા ની ચુલ લાગી એટલે મેં હિંમત કરી પુછવા નું નક્કિ કર્યુ પણ બોલાવુ શું કહી??? ઘણી મગજમારી કરી મેં મગજ જોડે અને પછી થયુ લાવ ને કાકા જ કહુ...એટલે હું એમની નજીક ગઇ અને કહ્યુ, “રાજકાકા એક સવાલ પુછું?” એમણે તો મસ્ત ક્યુટ સ્માઇલ સાથે કહ્યુ, “પુછ ને ગાંડી એમા આટલો લોડ સેનો લે છે.”

    એક્દમ ધીમા અને દબાતા અવાજે મેં કહ્યું, “આ બધા પતંગ ચગાવે છે તો તમે કેમ નઇ ચગાવતા? નઇ આવડતુ કે શું?” પાછુ એ કાઇ બોલે એ પહેલા જ મેં હોશિયારી મારતા કહ્યું, “ના આવડતા હોય તો હું શીખવી દઇશ મુંજાતા નઇ.”

    અરે સાહેબ...આ વખતે તો એમણે સ્માઇલ કરી સાલુ દિલ ફ્લેટ થઈ ગયું, બે મિનિટ ના મૌન પછી કહ્યું, “તારી વાત તો સાચી છે કે મને પતંગ ચગાવતા નઇ આવડતુ પણ મારે શીખવું પણ નથી; કારણ કે જે પતંગ ચગાવવા કે એને ઉડતો રાખવા મારે જો કોઇક ના પતંગ કાપવા પડે તો એ આનંદ મારે નથી જોઇતો. મારે કોઇ ના કાપી ને ખુશ નથી થવું હુ તો કોઇ ની ફિરકી પકડી એને ચગાવા દેવા માં જ ખુશ છું.”

    આ ડાઇલોગ એ તો મારા હ્રદય ને છીન્નભીન્ન કરી નાખ્યું. પછી તો દિવસ ચડતો ગયો એમ વધુ ને વધુ વાતો થઇ અને મને એ રાજ પસંદ આવવા લાગ્યો. એની એ હાઇટ, એના મોં પર ની નીર્દોશ્તા, એની વાતો, એના લોજીક, એની મસ્તી અને એની સિરિયસ્તા એના પગ ના નખ થી લઇ માથા ના વાળ સુધી દરેક વસ્તું માં કાઇક અલગ પણુ હતુ. એના મો પર નો તેજ સામન્ય નહતો, ભગવાને કદાચ એને અલગજ માટી માથી બનાવેલો હોય એવુ લાગતુ.

    કદાચ એ જાણતો હતો કે, ક્યારે, ક્યાં, કોની જોડે, કેટલું અને કેવી રીતે બોલવુ. સાંજ થવા આવી અને મને એને ખોવા નો ડર સતાવવા લાગ્યો. એ સમયે જો મારી પાસે ફોન હોત તો એનો ફોટો હું હંમેશ ને માટે હું રાખી લેત; પણ ફોન ન’તો એટલે દીલ માં સાચવી લિધો. એ સમયે હુ નવમાં ધોરણ માં અભ્યાસ કરતી એટલે આ પ્રેમ નામના ભારી શબ્દ થી અજાણ હતી પણ માણસ છું લાગણી તો હોય જ ને.

    આજે પહેલી વાર એવુ થયું હતું કે મને ઘરે જવાનુ મન જ ન’તુ થતુ. પપ્પા એ બે વાર પુછ્યું કે બેટા કાઇ તકલીફ છે? પણ કેમ સમજાવુ કે આ તો જાણે કાઇક ખોવાની હોય એવો ભય હતો. રાત્રે આઠેક વાગે અમે નિકળ્યા અને હું બધા થી નજરો છુપાવતી-છુપાવતી ગાડી માં બેસી ગઇ. આખી રાત સાલો એજ ચહેરો અને એનીજ વાતો મગજ મા ઘુમ્યા કર્યું.

    જેવી-તેવી ઉંઘ પછી બીજા દિવસ ની સવાર મારા માટે એક નવીજ ઉમ્મીદ લઇને આવી. મારા મમ્મી એ સવાર-સવાર માં મને કહ્યું કે કાલે જે પેલા લામ્બા એવા ભાઇ હતા ને એમના લગ્ન અને કેશવ ની જનોઈ રાખી છે આ ૨૬, ૨૭ અને ૨૮ એ...અને એ પણ રાજકોટ પેલા ભાઇ ના ધેર. આ સાંભળતાજ હું મમ્મી ને ભેટી પડી. મને ખુશી એ વાત ની હતી કે હજી એવા ત્રણ દિવસ મને મળશે કે જેમાં હું રાજ જોડે રહી શકિશ.

    પછી તો કેલેંડર માં એદ દિવસ જાય એટલે ચોકડી મારું, અને એક તો ૧૬ થી લઇને ૨૫ સુધી ના દસ દિવસ તો મારા માટે દસ વર્ષ જેવા થઇ ગયા. અંતે એ દિવસ આવ્યો ૨૬/૦૧/૨૦૧૦ જે દિવસે અમે રાજકોટ જવા નીકળ્યા.

    આમ તો મને તૈયાર થવુ ના ગમે પણ એ દિવસે એવી તૈયાર થયેલી કે મમ્મી કે જો જે બેટા લગ્ન તારા નથી...!!!:)

    અમદાવાદ થી અમે સવારે ૪ વાગ્યે નીકળ્યા કેમ કે, ૮:૩૦ નો માંડવા નું મુહરત હતુ, અને આ વખ્તે હું મમ્મી ના અવાજ વગર જ ઉઠી ગયેલી. ૪ વાગ્યે નિકળી એટલે અમદાવાદ થી લિંબડી અને લિંબડી થી રાજકોટ એમ ચાર કલાક જેવુ થાય પણ આપડી જ કાર હોય તો સાડાત્રણ કલાક માં પહોચી જઇએ. મારા વિરહ નો અંત બહુ નજીક હતો ત્યાં કુવડવા પાસે અમારે પંચર પડ્યું. કુવાડવા રાજકોટ થી ખાલી અડ્ધી કલાક ના અંતરે થાય હવે અમે પંચર કરવા ઉભા રહ્યા અને હું અકડાયા કરું કેમ કે મને ત્યાં પહોંચવાની જલદી હતી.

    બધી મુસિબતો માંથી નિકળી ને અમે ૮:૧૫ એ ત્યાં પહોચ્યા અને હું સૌથી પહેલા રાજ ને ગોતવા નિકળી અને એ મળી પણ ગયા, પણ અહિંયા તો એમને ડિસ્ટર્બ કરાઇ એમ જ નતું. એક દમ મસ્ત તૈયાર થયેલા અને પાછા એમના પપ્પા ની બધી જવાબદારી લઇને કામ કરતા હતા. મને મળ્યાં એટલે હાઇ-હેલો કર્યું.

    પણ આ બધા ની વચ્ચે ફરી કિસ્મતે મને એક મોકો આપ્યો, થયું એવુ કે પુજા ચાલુ કરવા ની પણ ફુલ આવેલા નહીં એટલે લોકો બુમા-બુમ કરતા અને એક બિજા પર દોશ નો ટોપલો નાખ્તા હતા એ ટાઇમ એ રાજ ત્યાં આવ્યા અને પુછ્યું, “પપ્પા શું થયું? કાઇ તકલિફ?”

    હજી આટલુ કહ્યું ત્યાંતો એમના પિતા એમના પર ગુસ્સો થઇ ગયા અને કહેવા લાગ્યા, “દફોળ..ગધેડા.. તારા ભાઇ ના લગ્ન છે અને તું શું કરશ? ખબર નથી પડતી કે કાઇક કામ હોય તો હાજર રહી, બુધ્ધી ના બળદીયા જા ફુલ લઇ આવ જલદી.”

    આ સાંભળી મારી આંખ માં આંશુ આવી ગયા; એટલે નહી કે એમના પપ્પા આવુ બોલ્યા પણ એટલે કે એમણે એમને આ બધુ બધા ની વચ્ચે કિધુ. રાજ કાઇ પણ બોલ્યા વગર પોતાના બાઇક પાસે પહોચ્યા અને હજી કિક મારવા જતા ત્યાંજ હું પહોચી ગઇ અને મે કહ્યુ, “રાજકાકા હું પણ આવુ જોડે?” એમણે અગઇન એક સ્માઇલ સાથે હા પાડી.

    રસ્તા માં અચકાતા મને મેં એમને પુછ્યું કે, “તમારા પપ્પા એ તમને બધા વચ્ચે આવુ કહ્યુ તો તમને દુખ ના થયું?”

    “ના બકા ના થયું કારણ કે એ સમયે એ માણસ ની પરીસ્થીતી એવી હતી એ માહોલ એવો હતો અને તમે બધા તો કાલ જતા રહેશો એ મારા પિતા છે હું જે પણ છું એમના લિધે છું બિજા કોઇના લિધે નહી. જે દિવસે એમને એમની આ ભુલ સમજાસે ત્યારે એ જાતેજ શર્મીંદગી અનુભવસે.” એક દમ સહજ્તા પુર્વક જવાબ આપ્યો.

    આ સાંભળી મને એમ થયુ કે મમ્મી મને એકલા માં કાઇક કે તો બી હું ચીડાવ છુ અને આ....

    એ વખતે મને એવો અહેસાસ થયો કે ક્યારેક સામેવાળા ની પરીસ્થીતી પણ સમજવી જોઇએ. આ ઘટના પછી તો હું ખરેખર ની એમના પ્રેમ માં પડી.

    અમે ફુલ લઇ ને હોલ પર પહોચ્યા અને હું સીધી મારા મમ્મી પાસે ગઇ અને એકદમ આતુરતા પુર્વક પુછ્યું, “મમ્મી આ રાજકાકા કોણ છે?”

    “એ....ડફોળ એ તારા કાકા નઇ ભાઇ થાય...એ મારા કાકા ની દીકરી નો છોકરો છે.” મમ્મી તો આટલુ બોલી જતી રહી.

    પણ મારું.......મારું તો દિલ તુટી ગયું.......સાલી પ્રેમ પરથી તો ભરોસોજ ઉઠી ગયો....મારી તો લવ સ્ટોરી ચાલુ થતાજ પતી ગઇ.......

    એ પછી ના ત્રણ દિવસ મને થોડુ લાગ્યુ પણ પછી થયુ કે કિસ્મત મા જે હસે એ થશે. એમ પણ જે વસ્તુઓ મે એમની જોડે થી શિખી એ કદાચ હું ક્યારે પણ નહી ભુલુ.......

    ખેર...આતો મારી અગ્યાર દિવસ ની પ્રેમ ગાથા હતી....સોરી એક તરફી પ્રેમ ગાથા કેમ કે એમને તો ખબરજ હતી કે હું એની બેન છું. એમ પણ એ દિલ હે મુશ્કીલ માં કહ્યુ છે એમ, ‘એક તરફા પ્રેમ ની મજાજ કાઇક અલગ છે કેમ કે આમાં કોઇ નો ભાગ નથી હોતો.’

    બાકી તમને ગમે તો ઠીક છે નઇતો બદ્રીનાથ ની જેમ જય ભોલેનાથ કી.........