an able to download books and stories free download online pdf in Gujarati

અન-એબલ ટુ ડાઉનલોડ (3)

અન-એબલ ટુ ડાઉન લોડ

આજે અંગારકી ચતુર્થી હતી. મોટા બજાર ગણપતિ મંદિરમાં જઈ દર્શન કર્યા. વિઘ્નહર્તાને બધાં વિઘ્નો દૂર કરવાની પ્રાર્થના કરી.

દસ દિવસ બાદ ઓફિસ જોઈન્ટ કરી હતી. ઓફિસમાં આવી બધી વાત મિત્ર સંપતભાઈને કરી. વાત જાણી પણ અચંબિત

થઈ ગયા. નસીબ બળવાન હતું કે કંઈક અજુગતું બન્યું હતું.

મારે ઓફિસ કામ અંગે મુંબઈ જવાનું થયું. કામ પતાવી પરત ફરી રહ્યો હતો ત્યારે સમાચાર મળ્યા કે વિરાર આગળ માલગાડી પાટા

પરથી ઉતરી જવાથી ટ્રેન વ્યવહાર ખોરવાયેલ છે. બપોર પછીની સુરત તરફ જતી ઘણી ટ્રેન રદ્દ કરેલ છે. ફ્લાઈંગ રાણીની ટિકિટ

કેન્સલ કરી, હું મુંબઈ સેન્ટ્રલથી સામેના સેન્ટ્રલ બસસ્ટેન્ડ ઉપર ગયો. નસીબ સારાં કે તરતજ મને મુંબઈ-ગોધરા બસ મળી.

અત્યારે સાંજના સાત વાગ્યા હતાં. બસ ઉપડવાને પાંચ મિનિટની વાર હતી તેથી સીટ ઉપર બેગ મૂકી સામેના સ્ટોલ ઉપરથી નાસ્તો

લઇ આવ્યો. બસ ચાલુ થઇ. મેં મારો નાસ્તો પતાવ્યો અને પેપર વાંચતા વાંચતા ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ના પડી.

મારી બાજુમાં કોઈક આવીને બેઠું ને મારી આંખ ખુલી. બારીમાંથી બહાર જોયું તો બસ વાપીમાં આવી પહોંચી હતી. રાત્રીના બાર વાગ્યાં

હતા.

વલસાડ પહોંચતા એક વાગશે એવો અંદાજ હતો. બાજુમાં બેઠેલ વ્યક્તિના હાથમાં ઘણાં બધા કાગળ હતા, કદાચ અરજીઓ

હોય એવું લાગ્યું. ભાઈ એક-એક કાગળ શાંતિથી વાંચી રહ્યા હતા. નિરર્થક હું એમાં ડોકિયું કરી રહ્યો હતો. જયારે ભાઈએ

બીજું કે ત્રીજું પાનું ફેરવ્યું ત્યારે અરજી ઉપર ચોંટાડેલ ફોટા જોઈ હું ચોંક્યો. અરે તો એ...જ... ઇન્સ્પેક્ટર અને મંજુ !

મગજમાં એક કરંટ જેવો પસાર થયો. હવે મારી જીજ્ઞાસા સંતોષવાનો સમય પાક્યો હતો. કદાચ કોઈક કડી મળે એવું લાગતું હતું.

વાતની ઔપચારિક શરૂઆત કરી. એનું નામ કિરણ હતું. હાથમાં ધરેલ અરજીઓને અનુલક્ષી મેં સવાલ કર્યો અને એણે બધાં કાગળો વાત કરતાં કરતાં મને ધરી દીધા. કાગળ ફેરવતા મેં ફોટાવાળા વ્યક્તિઓ વિષે પૂછ્યું અને કિરણ ગળગળો થઇ ગયો.

વાતની શરૂઆત કરતાં એણે કહ્યું મારા બહેન અને બનેવી છે. એનું નામ પ્રતાપસિંગ અને બહેનનું નામ મંજુલા. અમે એને મંજુ કહેતા. પ્રતાપસિંગ પોલીસમાં ઇન્સ્પેક્ટર હતા. બહેનને બહુજ પ્રેમ કરતાં. પ્રતાપસિંગ એક પ્રામાણિક ઇન્સ્પેક્ટર હતા. એમના

કુટુંબમાં એકલાં હતાં એવું કહેવાય છે. દરેકને મદદ કરવાનું એમને ગમતું. નીડર પણ એવાજ હતાં. મારા કુટુંબ ઉપર એમના

ઘણાં ઉપકાર હતા. અમારે હાઇવે ઉપર એક વાડી છે. થોડી વારમાં દેખાશે, જમણી તરફ. જેવી બસ ત્યાં આગળથી પસાર થઇ, તે જ ઘડીએ મારાં શરીરના રૂવાંટા ઉભા થઇ ગયાં, કંઈક પાછું નવું તો નહિ થાયને એ વિચારથી હું ધ્રુજી ઉઠ્યો અને તે ઘડીયે મારી પાછળની સીટ ઉપર કોઈ આવીને બેઠાં હોય એવી એક હવાઈ શરારાનો સોંસરો એહસાસ થયો. વૃદ્ધ, મંજુ અને ઇન્સ્પેક્ટરને મેં પાછળ બેઠેલાં જોયાં. પોતાના હાજરીની દસ્તક એમને આપી હતી. એમનો ઇલાકો હતો. આજથી ચાર મહિના પહેલા ઇન્સ્પેક્ટર અને વૃદ્ધ મને અહીં જ દેખાયાં હતાં. મારા હૃદયનાં ધબકારા વધી ગયા. મેં ફરી પાછળ જોવાની હિમ્મત ના કરી.

કિરણની વાત ચાલુ જ હતી. મેં જે અનુભવ્યું અને જોયું તે એની જાણમાં ન આવ્યું હોય એવું લાગ્યું . મેં સાંભળ્યું હતું કે કોઈક ચોક્કસ વ્યક્તિઓને જ આત્માઓ કે રૂહ દેખાય છે. બધા એમને જોઈ શકતાં નથી. આ વખતે પણ બસમાં કદાચ હું જ એમને જોઈ શકતો હોઉં એવું લાગતું હતું.

વાડીમાંથી મોટર સાયકલ ઉપર બહાર નીકળતાં પ્રતાપસિંગ અને મંજુને અહીં જ જીવલેણ અકસ્માત થયો હતો. ટ્રક અને લોકોની ભીડનો અવાજ સાંભળી મારા બાપુજી વાડીમાંથી બહાર આવ્યા. દ્રશ્ય જોઈ આઘાતથી તેઓ ફસડાઈ પડ્યા.

બસ.... એજ ઘડીયે એમનું મૃત્યુ થયું. એકજ દિવસે ત્રણ જીવ... એકજ સ્પોટ ઉપર મૃત્યુ પામ્યા હતાં....... એની આંખ ભરાઈ આવી.

પ્રતાપસિંગના પ્રોવિડન્ટ ફંડ ની અરજીઓની કોપી છે. મંજુનું નામ વારસદાર તરીકે હોવાથી કાર્યવાહીમાં તકલીફ પડતી હતી. પણ આજે એક ચમત્કાર થયો, મંજુના ટેબલ ઉપર વારસદાર તરીકે મંજુ અને મંજુના મૃત્યુબાદ વારસમાં મારું નામ લખેલ કાગળ

મળ્યો. એ કાગળ વાપીની પી. એફ. ઓફિસમાં આપવા આવ્યો હતો. પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા સહી સિક્કા કરેલ અરજી હોવાથી,

ઓફિસરે કામ થઇ જવાની ધરપત આપી છે. કાગળ ઘરમાં કેવી રીતે આવ્યો, ટેબલ ઉપર કંઈ રીતે આવ્યો, તે સમજાયું નહિ.

પણ મને રૂહાની તાકાતને સમજતાં વાર નહિ લાગી.

પ્રતાપસિંગ જતાં-જતાં મારા જેવા અપંગની મદદ કરતાં ગયાં. હવે મેં કિરણને નખશીખ જોયો. ખરેખર એ પગે ચાલી શકે એમ

નહોતો. આજે બધાજ રહસ્યો ખુલ્લા થઈ ગયા.

બસ વલસાડ કલ્યાણ બાગ આગળ ઉભી રહી. કિરણે મને ઘર સુધી પહોંચવા માટે રીક્ષાની સગવડ કરી આપવા વિનંતી કરી. મેં એક રિક્ષાને રોકી. કિરણને હું ઘર સુધી મુકવા આવું છું એવી ઈચ્છા બતાવી તો એના મુખ ઉપર સરસ મજાનું સ્મિત હતું.

અમારી રીક્ષા નીકળી ત્યારે એ ત્રણે જણા એક સાથે હાથ હલાવી મને બાય બાય કરી રહ્યાં હતા. મને હવે ક્યારેય ભેગા નહિ થાય એવી સંજ્ઞા આપી રહ્યાં હોય એવું લાગતું હતું.

એજ વખતે ટાવરમાં એકનો ટકોરો થયોટનન...નજાણે મારાં વિચારને હામી ભરતો હોય તેમ

***

બીજા રસપ્રદ વિકલ્પો