અન એબલ ટુ ડાઉનલોડ (2) ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અન એબલ ટુ ડાઉનલોડ (2)

અન-એબલ ટુ ડાઉન લોડ

આજે હું દ્વારકા, સોમનાથની યાત્રા કરી લક્ઝરી બસથી પાછો ફરી રહ્યો હતો. સોમનાથથી લક્ઝરી બસમાં બેસતા પહેલાં ઘરે ફોન

કરી જણાવી દીધું હતું કે રાત્રે લગભગ બાર વાગ્યાના આજુબાજુ વલસાડ પહોંચીશ એટલે કોઈને વલસાડ કલ્યાણ બાગ આગળ

મને લેવા મોકલે. સામાન્ય રીતે રાત્રે બધી લક્ઝરી બસો કલ્યાણબાગ પર ઉભી રહેતી હોય છે.

પ્રવાસ ખુબજ આનંદદાયક રહ્યો. વર્ષોથી સોમનાથજીના દર્શન કરવાની ઈચ્છા પુરી થઇ. દ્વારકાધીશના દર્શનથી તૃપ્ત થયો.

ત્રણ મહિના પહેલા અમાસની રાત્રે જે ઘટના બની હતી અને મનમાં જે અજંપો હતો, તેમાંથી બહાર આવી ગયો હતો. ઘટનાની

હરમાળાને ડાઉન લોડ કરી શક્યો હતો એટલે કે યાદ કરી શક્યો હતો, પરંતુ યાત્રાથી હું પોતાને એકદમ હળવો ટેંશન વગરનો

અનુભવ કરી રહ્યો હતો.

બસ ને વલસાડ પહોંચતા મોડું થયું. લગભગ દોડ વાગ્યો હશે. બસમાં વલસાડનો હું એકજ યાત્રી હતો. બસ મને ઉતારી નીકળી ગયી.

મેં આમ તેમ જોયું પણ મને લેવા માટે કોઈ આવેલ નહોતું. વિચાર આવ્યો કદાચ ઘરવાળા ભૂલી ગયા હશે, પરંતુ એવું ના બની શકે.

મમ્મીને મારી ખુબજ કાળજી હોય.

લગેજમાં એકજ બેગ હતી પણ ભારે હતી. ઘર અને કલ્યાણ બાગ વચ્ચે લગભગ ત્રણ કિલોમીટરનું અંતર એટલે પગે ચાલીને જવાની

હિમ્મત થતી નહોતી. હવે ઊંઘ પણ આવી રહી હતી. સમયે શહેરમાં રીક્ષાઓ પણ ઓછી હતી. રાત્રે સાડા બાર વાગે ગુજરાત કવીન

ટ્રેન આવે પછી અવર-જવર ઓછી રહેતી.

આમ વિચારો મગજમાં ચાલતાં હતાં, એવામાં એક બુલેટ મોટર સાયકલ મારી સામે આવીને ઉભી રહી. મોટર સાયકલ ચલાવનાર ભાઈ ને ક્યાંક જોયાં હોય એવું લાગતું હતું, પાછલી સીટ ઉપર એક સુંદર સ્ત્રી બેઠી હતી. એમનાં આવતાંની સાથેજ કંઈક જુદાજ પ્રકારનાં વાઈબ્રેશનનો મેં અનુભવ કર્યો. સુંદર સ્ત્રીને મારી નજીક ઉતારી, મોટર સાયકલને પાછળ પાર્ક કરી ભાઈ મારી પાસે

આવીને ઉભા રહ્યા.

કાંઈ લેવા-દેવા ના હોય તેમ હું મારા વિચારોમાં હતો. બંને મારી નજીક આવ્યા, એને પૂછ્યું " અહીં કેમ ઉભો છે ?"

એનાં સવાલ અને અવાજ ના લહેકાથી મગજમાં કંઈક ઝણઝણાટી થઈ. અવાજ ક્યાંક સાંભળ્યો હોય અને ચહેરો પણ ક્યાંક જોયો હોય

એવું પાકું લાગતું હતું.

વિચારોના ગડમથલમાં મેં કહ્યું - "જસ્ટ લક્ઝરી બસમાંથી ઉતાર્યો છું. હમણાંજ ઘરેથી કોઈક લેવા આવશે એની રાહ જોવું છું”.

આજુબાજુમાં અમારા ત્રણ સિવાય કોઈજ હતું. શાંત વાતાવરણમાં દૂર કુતરાઓના ભસવાનો અવાજ હવે નજીક આવતો હોય તેવું

લાગતું હતું. ભસતાં કુતરાઓ નજીક આવ્યા પણ જેવા ભાઈએ એમની તરફ નજર કરી તો કુતરાઓ ત્યાંથી પૂંછડી દબાવી

ભાગી ગયા. શું એની આંખમાં એટલો તાપ હશે કે પ્રાણી ડરી જાય ?

મારા હૃદયના ધબકારા વધી રહ્યા હતા. એનાં ચહેરાનો અને અવાજનો તાગ મળી રહ્યો હતો અને મને ગભરામણ થતી હતી. વાતાવરણ શાંત થતું લાગ્યું.

ગભરામણ દૂર કરવાં હિમ્મત કરી મેં પૂછ્યું – “કોઈને લેવા આવ્યા છો ?”

પેલી સુંદર સ્ત્રી જવાબ આપ્યો - "હા, મારા બાપુજી ને લેવા આયવા શે" (વલસાડી ભાષા)

પેલા ભાઈ તેણીનો હાથ પકડી મારી પાછળની સાઈડ ઉપર ખેંચી ગયો. બંને હવે ખુબજ હસી મજાકની વાત કરી રહ્યા હતા. મેં પાછળ ફરીના જોયું પણ લાગતું હતું કે તેઓ હજુ પરણેલ નથી, કંઈક લફરું હશે અથવા તો નજીકમાં પરણવાના હશે. ગાઢ પ્રેમી જેવી ગુસપુસ લાગતી હતી. આપણે તિથલ દરિયા કિનારે ફરવા જતાં, એમ જી રોડ ઉપર સાડી ખરેદી કરવા આવતાં, શંકર ભુવન હોટેલમાં નાસ્તો

કરતાં. અરે મંજુ સામેની નવરંગ લસ્સીમાં લસ્સી પીવા આવતાં ત્યારે પેલા બાકડાં ઉપર બેસી તું મારી રાહ જોતી.”

આમ વાતો કરતાં પેલીના કમરમાં હાથ નાખી બંને સામેની નવરંગ લસ્સીના દુકાને ખાલી પડેલ બાંકડે જઈ બેઠાં. ભૂતકાળના શબ્દોના

સંવાદથી એવું લાગતું હતું કે શું તેઓ હયાત નથી ? તો આ દેખાય છે એ કોણ છે ? હયાત હોય તો આ રીતની વાતો કરે

ખરાં ? પેલી સ્ત્રીનું નામ મંજુ છે સાંભળી મગજમાં પાછો ચમકારો થયો.

હું આમતેમ લટાર મારવા લાગ્યો પણ મારી નજર એમનાં ઉપરજ હતી. થોડી વાર પછી એક લક્ઝરી બસ પસાર થઇ પરંતુ

ઉભી ના રહી. બસની બાજુ હું હતો અને બસની બીજી બાજુ પેલા બે પ્રેમી હતા. પરંતુ હવે ત્યાં ત્રણ જણા દેખાયાં. ત્રીજો વૃદ્ધ ત્યાં

આવ્યો કઈ રીતે ? બસ તો ઉભી રહીજ હતી. તો ત્રીજી વૃદ્ધ વ્યક્તિ ત્યાં અચાનક આવી કેવી રીતે ?

હવે ત્રણે જણા મારી સામે આવી રહ્યાં હતાં. હું હવે ગભરાયો હતો. મેં આંખો ઘટ્ટ મીંચી દીધી હતી. બંને પુરુષોના ચહેરા અને પેલી

સ્ત્રી નું નામ ત્રણ મહિના પહેલાં બનેલ ઘટનાને પુષ્ટિ આપી રહ્યું હતું. જે સુંદર સ્ત્રી તે મંજુ હતી. જેને હું ઈન્સ્પેક્ટરે આપેલું પેકેટ આપવાં

એની વાડીમાં ગયો હતો પરંતુ મેં એને જોઈ હતી અને પેલો વૃદ્ધવાડીના દરવાજા પાસેથી અચાનક અદૃશ્ય થઇ ગયો હતો.

પેલો ઇન્સ્પેક્ટર પણ તે વખતે અદૃશ્ય થઇ ગયો હતો. આજે પણ દૃશ્યનું સ્મરણ થતાં શરીરના રુંવાડા ઉભા થઇ જાય છે.

પેલા ભાઈ મોટર સાયકલ લઈને મારી પાસે આવ્યા અને દમદાર અવાજથી બોલ્યા - "ચાલ બેસી જા.... હું તને ઘરે મૂકી આવું છું."

નજર ઊંચી કરીને જોયું તો વૃદ્ધ અને પેલી સુંદર સ્ત્રી ગાયબ હતાં. મારા શરીરની તાકાત હણાઈ ગયી હતી. ગાત્રો ઢીલાં

થઇ ગયા હતાં. શરીરમાં કંપારી હતી......

સવારે ઉઠ્યો ત્યારે શરીર તાવથી તપતું હતું. ઘરે કેવી રીતે પહોંચ્યો કળવું મુશ્કેલ હતું - અન એબલ ટુ ડાઉન લોડ ફ્રોમ મેમરી !

પપ્પા બેડ ઉપરજ બેઠાં હતાં. હું તને લેવા આવી રહ્યો હતો. મોટર સાયકલને સ્ટાર્ટ કરવાની ઘણી કોશિશ કરી, પરંતુ મોટર સાયકલ

સ્ટાર્ટ થતું જ નહતું. સારું થયુંએ જ વખતે તારો ઇન્સ્પેક્ટર મિત્ર તને ઘરે મૂકી ગયો.

ઇન્સ્પેક્ટર શબ્દ સાંભળતાં મેં મારુ શરીર પાછળના ઓશિકા ઉપર લંબાવ્યું. જયારે વ્યક્તિ મારી સામે આવ્યો ત્યારે

ઇન્સ્પેક્ટરના ગણવેશમાં હતો, તો પપ્પાને ઇન્સ્પેક્ટરના ગણવેશમાં કેમ દેખાયો હશે ?

સમજ નહોતી પડતી કે ત્રણ મને ભેગા થાય છે કે હું એમને ભેગો થાઉં છું. જયારે ભેગા થાય છે તે કાળ, તે સમય એમનો હશે ?

કે મારો સમય ખરાબ હશે ? રહસ્ય છે કે કોઈ રૂહ છે ? સમજવું મુશ્કેલ હતું. પણ હવે બીજી વારની ઘટના પછી ચોક્કસ લાગતું હતું કે હું કોઈ રૂહ સાથે હતો. આત્માઓ સાથે હતો.

મેં પપ્પાને પૂછ્યું – “કાલે કંઈ તિથિ હતી ?” પપ્પાએ કાલનિર્ણય કેલેન્ડરમાં જોઈને કહ્યું – “અમાસ હતી”.

(ક્રમશઃ)