Senerita books and stories free download online pdf in Gujarati

સેનેરીટા. ભાગ ૨.

સેનેરીટા

ભાગ - ૨

સવાર નો નવ વાગ્યા નો સમય હતો, અને હજુ ચાય પણ નહોતી પીધી, ભરત સાથે સેનેરીટા વિષે વાત થઇ હતી, ભરત નો વિચાર જ કર્યો હતો અને સાલ્લો ‘સેતાન કા નામ લિયા ઔર સેતાન હાજીર’ ,ની જેમ પહોચી આવ્યો..

‘’કેમ અલ્યા શું થયું.. રવીડા?

એ મારું નામ આ રીતે જ લેતો, રવી.,મેં જવાબ આપ્યો..

“જીવતો છું કે મરી ગયો એ જોવા આવ્યો હતો કે શું? બધીજ ખબર છે તો પણ પૂછે છે કે શું થયું?”

“હાં આટલી વાત માં તે કઈ મરી થોડી જવાતું હશે?”. આટલું કહી ને તે રસોડા માં જતો રહ્યો અને ફ્રીજ માં થી દૂધ ની તપેલી બહાર કાઢી અને તેમાંથી બે કપ જેટલું દૂધ અલગ કરી અને ચાય માટે એક ચુલા ઉપર મુકે છે, અને બીજા ચુલા ઉપર બાકી રહેલું દૂધ ગરમ કરવા મુકે છે...અને ત્યાં સુધી માં એ રાત ના પડેલા વાસણ બેસીન પાસે જઈ ને ધોવા માંડે છે.

“મને ખબર હતી કે તું ચાય નહી પીએ.”” બહાર જઈ ને સ્કુટર ની ડીક્કી માં થી એક બ્રેડ નું પેક્ટ અને અમુલ બટર નું એક પેકેટ લાવતા લાવતા ...

”અને તું નાસ્તો પણ નહી કરે.”.

મેં જવાબ આપ્યો “ હાં તું અને સેનેરીટા અંતર્યામી તો ખરા જ ને?”

“તો શું તું રોજ આમ જ મને ચાય પીવડાવવા અને નાસ્તો કરવવા આવીશ?”

“માથાકૂટ નહી કર અને તારે ઓફીસ નો ટાઇમ થાય છે,ચલ ચાય અને નાસ્તો કરી લે, મારે પણ મોડું થાય છે, સાંજે મળશું, તું જોબ પર થી સીધો મારા રૂમ પર આવી જજે.”

આમ તો સાલ્લા એ મારા મન ની વાત કહી દીધી કારણ કે જેમ હું એકાંત માં રહેવા સક્ષમ નહોતો, એમ એ પણ મને એકાંત માં રાખવા નહોતો માંગતો.

દરરોજ ફેસબુક ચેક કરવાનું, કલાકે કલાકે સ્ટેટ્સ જોવાનું, અને જોબ પર એજ વિચાર કર્યે રાખવા સિવાય મારી પાસે કોઈ કામ ના હતું., તેના મોબાઈલ પર ચાર થી પાંચ વખત કોસીસ કરી પણ આઉટ ઓફ કવરેજ આવતો.,

જેના માટે અમદાવાદ માં હું સ્થાયી થયો હતો, તે વ્યક્તિ જ ના હતી અમદાવાદ માં તો હવે હું અહી રહી ને શું કરું? તેમ છતાં પણ મન માનતું ના હતું, ઘણી બધી યાદો ભેગી કરી હતી અને સપના સેવ્યા છે અમદાવાદ માં,,

અને એમ પણ સેનેરીટા પોતે જાણતી જ હતી, જેટલી એ મારી કમજોરી થી વાકેફ હતી એટલીજ એ મારી મજબૂતાઈ થી પણ,. નહી તો આ રીતે મને આમ એકલો છોડી ને જાય એવી નથી .,

જરૂર કોઈ મોટી મજબુરી રહી હશે નહી તો આમ સમ્પર્ક કર્યા વગર ના રહી શકે,.

સાંજે સાડા છ વાગ્યા હતા અને હું ઓફીસ નું કામ પતાવી અને મારી ટેબલ સમેટી રહ્યો હતો અને ભરત નો ફોન આવ્યો..

“ હાં બોલ..હજુ જીવતો જ છું “”

તે:- હાં એ ફોન ઉપડ્યો એટલે સમજાઈ ગયું, તું આવે છે ને?

“ હાં બીજો કોઈ વિકલ્પ છે મારી પાસે ?”” સવારે ચાય પીવડાવી,નાસ્તો કરાવ્યો ,વાસણ કર્યા તે તેનું મહેનતાણું જોઈએ છે શું?

તે: ના આ તો કન્ફોર્મ કરવા ફોન કર્યો કે તું આવે છે ને?

“હાં આવું જ છું”. એમ કહી ણે મેં ફોન કાપી નાખ્યો બેગ ખભે લટકાવી હું નીકળ્યો ઓફીસ ની બહાર મારા રૂટીન મુજબ ઓફીસ ની બહાર પાન ના ગલ્લે થી એક સિગરેટ નું પાકીટ લીધું. એટલે પાન ના ગલ્લા વાળો છોટુ. બોલ્યો...

“કે અલ્યા મહેમાન છે ઘેર ?આખું પાકીટ લઇ જાય છે.”

“કેમ તને કઈ તકલીફ છે ? રોજ એકજ સિગરેટ લઉં એટલે ? શું હું પાકીટ ના ખરીદી શકું?”

લે પૈસા ઉપાડ મગજ નઈ ફેરવ,”

મને લાગતું હતું કે મારા વ્યવહાર માં ફરક છે હું થોડો ચીડ-ચીડીયો થઇ ગયો હતો, પણ આજ તો બસ સિગરેટ પી ને આખી રાત વિતાવવા નો ઈરાદો હતો, દારૂ પીવા નું મૂકી દીધું હતું તેને લગભગ વર્ષ ઉપર વીતી ગયો હતો , ને એ પણ સેનેરીટા ના કહેવા થી જ મુક્યો હતો..

હું ભરત ના રૂમ પર પહોચ્યો, પણ રૂમ બંધ હતો પણ એ ચાવી બહાર તુલસી ના કુંડા ની નીચે મૂકી અને જતો એટલે એ મારા ધ્યાન માં હતું એટલે મેં ચાવી કાઢી અને રૂમ નો દરવાજો ખોલી, બેગ સોફા ઉપર મૂકી અને હું સીધો બાથરૂમ માં ફ્રેશ થવા જતો રહ્યો,એટલી વાર માં તો ભરત પણ આવી ગયો હતો, અને એક મોટી થેલી અને બેગ હાથ માં લાવ્યો હતો, એટલે મેં પૂછ્યું,

“શું લાવ્યો અલ્યા?”

“દારૂ છે તારી ફેવરીટ જેક ડેનિયલ વ્હીસ્કી,, અને બાઈટીંગ છે, લઈસ ને?”

આ સાંભળી અને મારા મો માં પાણી આવી ગયું હતું, જાણે કુવો ચાલી ને તરસ્યા પાસે આવ્યો હોય. એમ મનોમન નક્કી પણ કરી લીધું કે આજ તો ટલ્લી થઇ જવું છે, શનીવાર નો દિવસ હતો એટલે આવતી કાલે રવિવાર થતો હતો એટલે જોબ ની પણ ચિંતા ના હતી એટલે ટલ્લી થવામાં પણ કઈ વાંધો ના હતો,તો પણ મેં જવાબ આપ્યો.

“ ના હું નઈ પીવ મેં છોડી દીધો છે તને ખબર તો છે.”

“હાં તો તે જે ચુડેલ ના કહેવા થી મુક્યો હતો એ જ તને છોડી ને ચાલી ગઈ છે”,

ને ઉપર થી તે મારી ફેવરેટ બ્રાંડ “જેક ડેનિયલ” ની બોટલ લાવ્યો હતો.

એ કિચન માં થી બે ગ્લાસ, વેફર નું પેકે, એસ ટ્રે, સોડા બધું એકજ ટ્રે માં લઇ ને આવે છે, ટેબલ પર મૂકી,હોલ નો દરવાજો બંધ કરે છે, કપબોર્ડ તરફ જઈ ને તેમાં થી તેનો લેંઘો અને ટી શર્ટ કાઢી અને મારી તરફ ફેંકે છે,

“લે ચેન્જ કરી આવ” હું ચેન્જ કરી આવ્યો ત્યારે તે બોટલ ખોલી અને ગ્લાસ માં પેગ બનાવી રહ્યો હતો, હમેશા ની જેમ ગ્લાસ ઊંચા કરી અને બન્ને ગ્લાસ બાજુ માં રાખી અને માપ કરે કે બન્ને સરખા જ ભરેલ છે કે નહિ? હું મારી ધીરજ ખોઈ બેઠો હતો, એક વાર તો એવો વિચાર પણ આવ્યો કે સાલી આખી બોટલ જ મોઢે લગાવી ને શરુ થઇ જાઉં, બન્ને ગ્લાસ તૈયાર હતા, અને ચીયર્સ કર્યું અને તરત જ મેં એક મોટી સીપ માં અડધો ગ્લાસ ખાલી કરી નાખ્યો, આ મારી પીવાની સ્ટાઈલ ના હતી, તો પણ અને પછી મેં સિગરેટ સળગાવી અને એક મોટો કસ લગાવ્યો,

મારા શ્વાસ અને ઉચ્છવાસ માં કૈંક અલગ બ્રેક હતો, મારા વિચાર માં એજ ભમતી હતી, જેને ભૂલવ માટે હું પીવા બેઠો હતો તે મગજ માં વધારે ઘર કરતી જતી હતી,એવું મને લાગતું હતું,જૂની યાદો મુવી ની જેમ મારી સામે જાણે રિલીજ થવા લાગી હતી, તેણી ને કરેલ પહેલું ચુંબન યાદ આવી ગયું બે વર્ષ મિત્રતા રાખ્યા પછી જબરી જીગર કરી હતી મેં,પહેલું ચુંબન કર્યા પછી તો નક્કી મને બીક હતી કે હું એક સારી એવી મીત્ર ને ખોઈ બેસીસ, પણ પછી થી તે ખુદ પોતે જ લજામણી ના છોડ ની જેમ મારી છાતી માં સમેટાઈ ગઈ હતી, ત્યારે તેના સ્વાસ અને સુગંધ માં હું તેના અંદર ભભૂકતી આગ નો અહેસાસ કરી શકતો હતો,

“ભાઈ તારો ગ્લાસ ખાલી કર ચલ,, અને ક્યાં ખોવાઈ ગયો છે” ભરત એ કહ્યું..

તેનો અવાજ સાંભળી અને મેં ગ્લાસ ઉપાડી અને બીજી સીપ માં ગ્લાસ ખાલી કરી નાખ્યો અને બીજી સિગરેટ સળગાવી,, અને મેં કહ્યું,,,,

“’’હમ હી મેં ન થી બાત કોઈ કી યાદ તુમ્હે આ શકે, તુમને તો હમે ભૂલા દિયા પર હમ તુમ્હે ન ભૂલા શકે.”

ભરત મારી શાયરી નો આનંદ લેતા લેતા બન્ને ગ્લાસ પેગ બનવી રહ્યો હતો,

“એ સાયર ની ઔલાદ આ ચિપ્સ બધી મારે એકલા એજ ખાવાની છે?”

એમ કહી અને તેને ચિપ્સ ની પ્લેટ મારી સામે કરી,મેં બીજા ગ્લાસ ની એક મોટી સીપ મારી અને ચિપ્સ પણ ખાધી અને બીજી શાયરી,,

‘’યુ તો હર શામ ગુજર જાતી હે ઉમ્મીદો મેં, પર આજ કુછ બાત થી જો શામ રોના આ ગયા”,,

એટલું તો હું માંડ મન બોલી શક્યો , અને બીજી શીપ માં મેં મારો ગ્લાસ પૂરો કર્યો, અને તેની સાથે જ મારી આંખ માંથી દડ દડ , પાણી વહેવા નું શરુ થઇ ચુક્યું હતું,, આવા સમયે ભરત મને હમેસા કંટ્રોલ કરવા કહેતો પણ આજે તો જાણે તેની પણ કોઈ પાબંદી ના હતી મારા ઉપર, સાલી હાવી થઇ ગઈ હતી મારા ઉપર.

આમ તો તેને ભૂલવા ના મારી પાસે ઘણા કીમિયા હતા, મારું કેરિયર બનાવવા નું હતું, અમદાવાદ માં પોસ વિસ્તાર માં એક ફ્લેટ લેવાનો હતો, કાર ,બેંક બેલેન્સ,પ્રમોશન, પ્રોપર્ટી, વગેરે વગેરે, પણ આ રીતે અચાનક ધડાકો કરતી ગઈ એ મારા થી હજુ પણ સહન નહોતું થતું,

મારો ત્રીજો પેગ ભરી ને તૈયાર રાખ્યો હતો, લગભગ હું ચાર થી પાંચ સિગરેટ ફૂંકી ચુક્યો હતો, મારું માથું ફરવા લાગ્યું હતું, મારું શરીર ઢીલું પડવા લાગ્યું હતું, મારા હાથ માં સિગરેટ પણ નહોતી પકડી શકાતી, મેં ગ્લાસ ઉપાડી અને એક શીપ લગાવી,,

‘’ભરત સાલું આ લવ બહુ ખરાબ ચીજ છે યાર”,,

“”ચલ નૌટંકી બંધ કર ક્યાર ની તારી બકવાસ અને ચીલા ચાલુ શાયરી સાંભળું છું તને સહન કરું છું, હવે બહુ થયું”

મારો ત્રીજો પેગ હવે પૂરો થવા આવ્યો હતો અને બાઈટિંગ પણ હવે લગભગ પૂરું થવા આવ્યું હતું,મેં બોટલ પર નજર કરી હજુ અડધી પણ નહોતી પીવાઈ,,

હજુ પણ હું જૂની યાદો માં જ ખોવયેલ હતો, અને ભરત એ મને કીધું,,

“” રવીડા કા તો તું એ ચુડેલ ને ભૂલી જા આને કા તો પછી સવારે ચલ મારી સાથે પેલી ટ્રેન પકડી ને કિડનેપ કરી આવીએ સાલ્લી ને,”

એટલે મેં કહ્યું, “કેવી રીતે કોઈ સરનામું ઠેકાણું કોઈ કોન્ટેક્ટ નંબર કઈ નથી””

“ગોતી લઈસુ નાસિક શહેર એટલું મોટું નથી કે એ ચુડેલ ને આપને ગોતી ના શકીએ”

“ તને ચડી ગયો છે સવારે વાત કરશું,”

“”ચડી તો તને પણ ગયો છે, ચલ હજુ બોટલ પૂરી કરવાની છે,,

“”ના હો હવે બિલકુલ નહિ’’

હજુ હું એટલું બોલું એટલી વાર માં તો તેને મારો ગ્લાસ ભરી પણ નાખ્યો અને આમ પણ હજુ હું ટલ્લી નહોતો થયો, મારે આજે બેહોસ થઇ જવું હતું,, મેં ધીમે ધીમે પીવા નું ચાલુ કર્યું અને ભરત કોઈ ને ફોન કરી રહ્યો હતો.. અને તેની વાત પર થી જણાયું કે તે જમવાનું પાર્સલ ઓર્ડર કરી રહ્યો હતો,.

“કેમ અલ્યા પંજાબી ચાલશે ને?

મેં જવાબ આપ્યો,.

“કઈ પણ ચાલશે યાર”,, , ભરત ફોન પર “” એક ચના મસાલા,એક પનીર ભુરજી, એક જીરા રાઈસ, સલાડ, અને છ બટર પરાઠા, પાપડ ફ્રાયડ, પેપર પ્લેટ નાખજો સાથે’’

દસ મિનીટ માં પાર્સલ આવ્યું અને જમી અને હું ક્યારે સુઈ ગયો મને યાદ પણ ન હતું, સવારે ઉઠી ને જોઉં છું તો બધું વ્યવસ્થીત પોતાની જગ્યા પર પડેલું છે, રાત નો કચરો પ્લાસ્ટિક ની પોલીથીન વગેરે ઠેકાણે પડી અને સાફસફાઈ કરેલ હતી., સાલ્લો ભરત જેવો એક મિત્ર તો હોવો જોઈએ,, છાતી ગજગજ ફૂલી જાય આવા મિત્ર થી, ભરત બાથરૂમ માં હતો, પાણી નો આવાજ આવી રહ્યો હતો,

બાથ રૂમ માં થી બહાર નીકળતા,

‘’ચલ ફ્રેશ થઇ જા, તારા ફેવરેટ ફાફડા જલેબી લાવ્યો છું, નાસ્તો કરી અને પછી મારે તારી જોડે વાત કરવી છે”

હું સમજી ગયો હતો, સાલો કાઉન્સેલિંગ જ કરવાનો છે મારું એ, મારા મગજ નું ઓપરેશન જ.

“ તારી સલાહ સૂચન લેવા માટે મારી પાસે ફાલતું નો સમય નથી’ સમજ્યો?

“ અચ્છા? તો આજના દિવસ નો તારો બીજો કોઈ પ્લાનિંગ ખરો?

“બહાર જઈશ, મુવી જોઇસ,કાંકરિયા જઈશ, કઈ પણ કરીશ,,

“ હાં અને તેમાંથી નવરો થઈશ એટલે પેલી ચુડેલ ને યાદ કરીશ,અને વીલું મો કરી ને સાંજે પાછો વળીશ, “ચલ તું નાસ્તા ની તૈયારી કર હું ફ્રેશ થઇ આવું,”

મેં બ્રશ કર્યું, નાહી , ફ્રેશ થયો,તૈયાર થયો, સેનેરીટા નું ફેવરીટ પર્પલ કલર નું ટી શર્ટ પહેર્યું, મને બેર્થડે ગીફ્ટ સેનેરીટા તરફ થી મળેલ હતું, હું કિચન માં ગયો તો ભરત ચાય ના કપ ભરતો હતો, તેની બાજુ માં હજુ બેઠો, તેને મારી તરફ ચાય નો કપ અને ફાફડા ની પ્લેટ પાસ કરતા કહ્યું,

“રવીડા, તારી પાસે એક ઉપાય છે જો તો કરે તો, જણાવું”

“સીધું સીધું બોલ ગોળ ગોળ નહિ”

“હાં હું મુદ્દા પર જ આવું તો, તને એક મહિના પહેલા આસીસ્ટન્ટ સેક્રેટરી નું પ્રમોશન મળતું હતું તે નહોતું લીધું, જવાબદારી અને સમય વધારે લઇ લે તેવો જોબ હતો એટલે” બરાબર ને ?

“હાં તો”

“તારા બોસ ને કે’ હજુ જો એ પોસ્ટ તને આપી શકતા હોય તો લઇ લે”

ભરત ની અ વાત એ મને મુંજવણ માં પણ મૂકી દીધો હતો અને, એક સારો રસ્તો પણ બતાવ્યો,

એ પ્રમોશન મેં એટલેજ નહોતું લીધું કે જવાબદારી વાળો જોબ હતો, ટ્રાવેલિંગ, રાત્રે વહેલું મોડું થઇ જાય, મેં તેને જવાબ આપ્યો,

“હવે કઈ રીતે કહું હું બોસ ને ? જયારે તેમને સામે થી કહ્યું ત્યારે મેં ના પડી હતી,અને હવે હું કહીશ તો કેવું લાગશે?”

“એક વાર કહી તો જો,

મારા મગજ ના ઘોડા હવે ભરત ની વાત માં દોડવા લાગ્યા, મેં નક્કી કરી લીધું હતું કે સોમવાર ની સવારે ઓફિસ પહોચતા જ બોસ્ ના પગ પકડી લેવા છે, અને મેં કર્યું પણ એજ અને બોસ એ પણ સહમતી દર્શાવી ,મને એમજ કહ્યું,

“આજ તક વો પોસ્ટ ખાલી હે, ઔર ઉસકા સારા બોજ મુજપે હે, મુજે પતા હે રવી તુમ કર લોગે તુમ આજ સે હી સંભાલ શકતે હો ,”

મેં સોમવાર નો આખો દિવસ બોસ સાથે વિતાવ્યો, અને કામ કાજ અંગે મને ટ્રેનીંગ આપી, અને સાંજે નીકળતી વખતે મને પ્રોમોસન માટે નો લેટર પણ આપ્યો, મારી ખુશી નો કોઈ પાર ના હતો, અને હું જાણતો જ હતો કે મારી પાસે માત્ર અને માત્ર આ એકજ ઉપાય હતો, આ ફર્સ્ટ્રેસન માં થી બહાર નીકળવા નો, અને મારી કાબેલિયત અને કંપની સાથે ના અનુભવ નો ઉપયોગ કરવાનો,

પ્રમોશન માં એક ગમગીની છવાયેલી હતી , પણ એ પ્રમોશન મારા માટે તિનકે ક સહારા જેવું હતું, મેં મારી જાત ને એટલી તો વ્યસ્ત કરી નાખી કે સમય કેમ વીતી ગયો તે ખબર જ ના પડી, મારી કામગીરી જોઈ ને બોસ એ મને કંપની માંથી જ હોમલોન પાસ કરાવી આપી, અમદાવાદ માં ફ્લેટ નું સપનું સાકાર કરાવ્યુ અને કારલોન કરાવી આપી,

બસ હવે કમી હતી તે અહેસાસ ની, એ પળ, ની, અચાનક ક્યારેક થોડો ફ્રી થાઉં કે રવિવાર નો દિવસ હોય તો તેને યાદ કર્યા વગર રરહેવાય નહિ, આમ કરતા ત્રણ મહિના ઉપર નો સમય વીતી ગયો ,

હું મારા રૂટીન મુજબ હજુ ઓફીસ જવા નીકળતો હતો બેગ ખભે લટકાવી કાર ની ચાવી ઉઠાવી અને દરવાજા તરફ જઈ રહ્યો હતો, દરવાજો ખોલું જ છું અને ડોર બેલ રણકી, એટલે એકજ બેલ માં દરવાજો ખુલી ગયો,,, ને જોઈ ને હું સ્તબ્ધ થઇ ગયો

ક્રમસ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED