સેનેરીટા.ભાગ .૧ NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

સેનેરીટા.ભાગ .૧

સેનેરીટા.

ભાગ .૧

Nilesh Murani.

“સાચે જ એક વાર તો એવો વિચાર આવ્યો કે તને બ્લોક કરી દઉં, અને ગુસ્સા ગુસ્સા માં એજ કર્યું,

પછી રહેવાયુ નહીં એટલે પાછી અનબ્લોક કરી,

પણ અન બ્લોક કર્યા પછી તું મારી મીત્રસૂચી માં થી નીકળી ગઈ હતી,”

એવું કેમ બની શકે કે? આટલા અમથા વિચાર્યા વગર આવેસ માં આવી અને આમ આટલી આસાની થી કંઈ મીત્રસૂચી માં થી નીકળી જવાતું હશે? છેલ્લા પાંચ વર્ષ થી એને દીલો જાન થી પ્રેમ કરું છું,.

થતું જ હશે, કારણ કે આ ફેસબુક પ્લેટફોર્મ જ એવું છે, હવે આ ટુટતાં દીલ નથી જોઈ શકાતા આટલી મોટી મેમરી વાળા અને મોંઘા દાટ ફોન શબ્દો જણાવે છે પણ આંખો માં છુપાયેલી વ્યથા નહીં,

ફરી ને મીત્રસૂચી માં આમંત્રણ પણ તને કેમ આપું?

મારા નજીક ના સંબંધી ને આ રીતે આમંત્રણ આપવામાં મને મારો ઇગ્ગો નડે છે,

હા જેને તું ઇગ્ગો કેહે છે ને ? એ હું તેને સેલ્ફ રિસ્પેક્ટ કહું છું, મને બરાબર યાદ છે,

આપણી વચ્ચે પહેલા પણ વાત થઈ હતી કે એક દીવસ એવો આવશે કે તું પણ મને મનાવવા નહીં આવે ને હું પણ નહી મનાવું તે દીવસે સુ થશે ???

અને ત્યારે તે તરત જ જવાબ આપ્યો હતો નાક વાંકુ કરી ને કે

“ના એવું ક્યારેય નહીં થાય.”...

ઊંડો શ્વાસ લઈ એક પાણી નો ગ્લાસ લઈ ને સામે આવી ને ઉભી રહી ગઈ અને જૂની આદત મુજબ ફરી નાક વાંકુ કરી અને બોલી,

“બસ પુરી થઈ તારી વાત ? બધીજ ભડાસ અહીં જ ઠાલવવાની ?”

“અને હા, દર વખતે તું મનાવવા આવી જાય છે એટલે,” સમજ્યો?

“મારા ફોન ની ફોટો ગેલેરી માં સિત્તેર ટકા આઈ એમ સોરી, આઈ મિસ યુ, વાળા તારા મોકલાવેલ ફોટા જ છે ડીલેટ કરી કરી ને થાકી જાઉં છું, મહિનાઆ એક આખો દિવસ તો તેમાં જ નીકળી જતો હોય છે,”

“તો પણ તું હમેસા મને ઈગો પ્રોબ્લેમ છે, એવા આરોપ લગાવે છે”

”હા ઈગો પ્રોબ્લેમ તો તને છે જ એક વાર નહી હજાર વાર કહીસ’’

“હા અને તું વળી જવાબ માં વ્હોટ્સએપ માં સળી ગયેલ જુના જોક્સ મૂકી ને મને બળતરા પણ એટલી જ આપતી.

“છોડ ચાલ મારે જૂની વાતો નથી ઉખેડવી અહી મારે, તું મને કડક અને મીઠી તારા જેવી ચાય પીવડાવ”

રસોડાઆ જતા જતા, “હા હું એજ કરતી હતી મને ખબર છે તારી આદત મુદ્દા ની વાત પર હવે આવ્યો એમ કે ને કે તારે ચાય જ પીવી છે!’’.

“હા તને વળી બહુ ખબર પડી જાય છે હું અહીં ચાય પીવા જ આવ્યો હોઉં જાણે, ગુસ્સો મને આવ્યો અને મનાવવા પણ હું અહીં પહોંચી આવ્યો, તને આદત પડી ગઈ છે અમસ્તો ગુસ્સો કરવા નો એટલે મનાવવા તો હું આવવાનો જ? “

ઘણી વખત એવું પણ બન્યું છે કે હું ચોવીસ કલાક ઉપર વીતી ગયા હોય અને મનાવવા ના ગયો હોઉં કે એક મેસેજ પણ ના કર્યો હોય અને હું વ્યસ્ત હોઉં તો એ પાગલ ઇનબૉક્સ માં ”” HI”” મૂકી અને પછી ઓફલાઇન થઈ જાય, પછી હું ભલે સામે રીપ્લાય આપ્યા કરું? “ hello”, ,”Ha bol”.,,, “what happen.?”, Are you there.?

હળવું સ્મિત કરતા કરતા તે ચાય ના બે કપ લઈ ને આવી અને કહ્યું,

“તું કેટલો ઓળખી ગયો છે મને, તને ખબર જ છે કે તું મનાવવા નહીં પણ આવે તો અને બે ચાર દાડા પડતી મૂકીસ્ તો હું તને મેસેજ કરવા ની જ હોઉં છું”

“હા મને ખબર છે તું કેવા મેસેજ કરે કરે છે, તારા ફેસબુક ના સ્ટેટ્સ અપડેટ વંચાવું તને?. તે દીવસો ના?

Not feellings well.

Can’t sleepping.

very sad today.

વગેરે વગેરે,જો ફરી ગુસ્સો આવી જશે તને અને તને અરીસો તો બતાવીસ જ નહી, ફરી પાછી મારે એજ કસરત કરવાની? એજ રીસામણા મનામણા ની?”

એટલું કહેતા મેં ચાય ની છેલ્લી ચૂસકી મારી, અને ખરેખર એ તેના હાથ ની ચાય ની છેલ્લી ચૂસકી જ હતી એ મને ક્યાં ખબર હતી?

અને તેને કહ્યું “ચાલ હવે નાટક બંધ કર અને નીકળ તારે પણ મોડું થતું હશે, મારે પણ હજુ ઘણું બધું કામ છે, રસોઈ નું કામ પતાવી અને સાંજે ખરીદી કરવા જવું છે, પાર્લર પણ જવું છે.”

હું પણ એટલો લેટ થઈ ગયો હતો કે તેની કોઈ વાત માં મારુ ધ્યાન જ ન હતું.

“ચાલ સાડા દસ થયા અને મારા બોસ નો ફોન હજુ આવ્યો એટલી વાર છે, મારે મોડું થઇ ગયું છે આ તારા રીસામણા મનામણા માં.

બસ હું હજુ બેગ ખભે ચડાવી અને બાઇક સુધી પહોંચ્યો જ હતો અને માંરા ફોન ની રીંગ વાગી.

હા મારા બોસ નો જ ફોન હતો.

“હેલો સર અભી દસ મિનિટ મેં પહોંચતા હું,ઓકે??”

ઓકે સર.

આટલું કહી ને મેં કીક મારી અને હું ત્યાંથી રવાનો થયો.

એક હાસકારો હતો મન માં આવતા સમયે જે સડક સુમસાન અને ગમગીની ભરેલી લગતી હતી તે થોડી રંગીન થઈ ગઈ હતી, માથા ના વાળ જે ચોટી ગયા હતા તે હવે હવા માં ઉડવા લાગ્યા હતા, ચાય નો નસો પણ જાણે મને આજે જ ના ચડ્યો હોય એવું લાગતું હતું,મારા શ્વાસોચ્છવાસ ની ગતિ પણ જાણે બદલાઈ ગઈ હતી.

એ ઘેલી નો ગુસ્સો જ એવો છે,મારા ધબકારા વધારી મૂકે છે સાલ્લી.

ભાવિકા બારમાં ધોરણ માં અભ્યાસ કરતી ત્યારથી હું તેને ઓળખતો હતો, હું જયારે કોલેજ ના છેલ્લા વર્ષ માં હતો ત્યારે તે પહેલા વર્ષ માં પ્રવેશ લીધો હતો, તેજ દિવશે કેન્ટીન માં મુલાકાત થઇ હતી, જૂની પારિવારિક ઓળખાણ અને બન્ને એકજ ગામ ના હોવાથી, આમ પણ એકબીજાથી પરિચિત હોવાથી એકબીજાને ઓળખવામાં વધારે સમય ન લાગ્યો, તો પણ તે એકદમ ઓછાબોલી શર્માળ અને થોડા ચંચળ સ્વભાવ ની હતી, એટલેજ એ કદાજ મારા દીમાગ માં ફીટ થઇ ગઈ હતી, કોલેજ ના છેલ્લા બે વર્ષ માં મારું એક પણ છોકરી સાથે નામ જોડાયું ના હતું અને એજ એક કારણ હતું કે હું મારા મીત્ર વર્તુળ માં ટીકા ને પાત્ર પણ બની ગયો હતો,

પણ હું મારા ધ્યેય પ્રત્યે વધારે પજેસીવ હતો, એટલે કદાજ મને આવી બાબતો મો રસ નહિ જાગ્યો હોય, પણ ભાવિકા ના કોલેજ માં આગમન પછી મન માં જે સળવળાટ થતો, તે પહેલા ક્યારેય નહોતો થયો, અને આ બાબતે મારા મીત્રો ને ખબર ના પડે એ શક્ય જ નથી, અને એમાં પણ ભરત મારો એવો મીત્ર હતો, કે હું શું? કોલેજ ની કોઈ પણ છોકરી નું નામ નાની અમથી વાત માં કોઈ પણ છોકરા સાથે જાહેર માં જોડી દેતો, અને કોઈ નું પણ પ્રકરણ કેમ ના હોય? ખુલ્લું કહી દેતો, બોલવામાં એકદમ બેબાકળો, અને સ્પષ્ટ વક્તા, નટખટ હતો સાલો, અને મારો રૂમ પાર્ટનર પણ, પપ્પા એ કર્જા કરી અને હોસ્ટેલ માં અમદાવાદ જેવા શહેર માં ભણવા માટે મુક્યા હોય, એટલે બીજી કોઈ માથાકૂટ કે કડાકૂટ માં પડવા નું તો વિચારીજ ના શકાય, અને એજ નાલાયક એ મારી અને ભાવિકા ની વાત ઉડાડવા માં કોઈ કસર નહોતી છોડી, અને એજ એક મોટું કારણ હતું કે ભાવિકા અને ભરત ની ઉભી નહોતી બનતી, બને ની રાસી પણ એકજ ને આમ તો ?,

અમે ક્યારેક અચાનક કેન્ટીન માં કે કોઈ પ્રસંગોપાત ક્યાંય ત્રણેય ભેગા થઇ જઈએ તો એ બંને ની જીભાજોડી અને માથાકૂટ માં મારું ભેજાફ્રાય થઇ જતું, અને એજ કારણ થી ભરત એને ચીડવવા સેનેરીટા કહી ને બોલાવતો અને ત્યાર થી હું પણ તેણી ને સેનેરીટા કહેતો, જાહેર માં પણ તેને સેનેરીટા કહી ને જ બોલાવતો, મેં કોલેજ નું છેલું વર્ષ કરી અને અભ્યાસ છોડી દીધો હતો અને મને અમદાવાદ માં જ એક પ્રાઇવેટ અને રીઅલ એસ્ટેટ ફર્મ માં જોબ મળી ગઈ હતી અને કંપની ક્વાર્ટર મળવાથી હું પણ ભરત થી અલગ પડી ગયો હતો, તે પણ એક ટેલીકોમ કંપની માં સેલ્સ એક્જીક્યુટીવ તરીકે જોબ કરતો હતો અને સેનેરીટા હવે બી એડ ના છેલા વર્ષ માં હતી અને તેને અભ્યાસ ચાલુ રાખ્યો હતો, એ પણ મારા કારણે જેથી અમો એકબીજા થી અલગ ના પડીએ.

હું ઓફીસ પહોંચ્યો અને મારા ક્લાયન્ટ મારી રાહ જોઈ ને બેઠા હતા હજુ હું તેમનું અભીવાદન કરું કે ફરી એ ઘેલી નો ફોન આવ્યો.

ફોન ઉપાડતા......

“”હા બોલ..... શું થયું?’’....

“કશુ જ નહી, સાંજે સાત વાગ્યે આવી જજે, નહીં તો તારી ખેર નથી, હું મોડા માં મોડી સાત વાગ્યા સુધી માં પાર્લર નું અને ખરીદી નું કામ પતાવી લઇસ, અને હાં આવે તો એકાદ કલાક નો સમય લઇ ને આવજે જરૂરી વાત કરવી છે તારી જોડે.””

આટલું કહી અને ફોન કાપી નખ્યો....

આ રીતે આ ઘેલી નો ફોન ક્યારેય નથી આવતો અને એક કલાક નો સમય!!!

હું ખરેખર મુંજવણ માં મુકાઈ ગયો, કે એવું તે શું કામ હશે એ ઘેલી ને ?અને વળી ફોન ઉપર મગ નું નામ મરી પણ નથી પાડતી.

હજુ હું બીજું કઈ વિચારું, અને ખીસ્સા માં થી રૂમાલ કાઢી ફોન ની સ્ક્રીન રૂમાલ થી સાફ કરતો કરતો ક્લાયન્ટ તરફ જઉં , એટલી વાર માં તો મારા બોસ પણ આવી પહોંચ્યા, અને આવતા ની સાથે જ ઓર્ડર પણ કરી મુક્યો, કે હમણાં જે ક્લાયન્ટ આવ્યા છે તેમની સાઈટ જોવા માટે ગાંધીનગર જવાનું છે, અને હાલ ઘડીએ જ નીકળવાનું છે, અને સાઈટ ના ડોક્યુમનેટ્સ અને સાઈટ અંગે ની અન્ય વિગતો વેરીફાય કરવા મારે જ જવાનું છે,

બસ પછી તો જાણે મારા પ્રેસર વધી ગયા,.

એક બાજુ બોસ નો ઓર્ડર અને બીજી બાજુ ઘેલી નો ગુસ્સો, મને અંદાજો હતોજ કે ગાંધીનગર ગયા પછી સાત વાગ્યે તો કોઈ જ સંજોગો માં પરત નહિ થઇ શકાય.

હું કોલેજ ના સમય માં પણ સેનેરીટા ણે જે સમય આપ્યો હોય તે સમય માં પાંચ મિનીટ નો ફરક પણ પડતો તો એક કલાક તો એ ઘેલી ને મનાવવા માં લગતો.

નાક લાલ ધૂમ થઈ જતું. અને આંખો તો જાણે સિંહણ જેવી થઈ જતી, રણચંડી બની જતી.

મારા ઇષ્ટદેવ ને યાદ કરતા કરતા મેં મારી ગાંધીનગર જવાની તૈયારી કરી, હું નીકળી ગયો ક્લાયન્ટ ની સાથે અને રસ્તા માં જ સાઈટ અને ડોક્યુમેન્ટ્સ અંગે ની પ્રાથમિક માહિતી ક્લાયન્ટ જોડે થી મેળવી લીધી, હવે ફક્ત વેરીફાય કરવાનું અને સાઈટ જોવાની બાકી હતી.

સમય જાણે હરણફાળ ગતી એ આગળ ધપી રહ્યો હતો હજુ સાડા બાર વાગ્યા હતા અને બધું કામ પતાવી અને સાત વાગ્યા થી પહેલા મારે પરત ફરવા નું હતું.

ખરેખર મારા માટે તો એજ પડકાર રૂપ હતું, જાણે ક્લાયન્ટ નો ડ્રાઈવર જે રીતે કાર ચલાવી રહ્યો હતો એમ લાગતું હતું કે હું ડ્રાઇવ કરી લઉં, ઘડિયાળ નો કાંટો જાણે એવી રીતે ભાગતો હતો જાણે હું કોઈ ઓલોમ્પિક ની રેસ માં હોઉં એવી ફીલિંગ્સ આવી રહી હતી, વિચાર્યું કે ચલ ને તેણી ને જાણ કરી દઉં કે આજે થોડું મોડું થઇ જશે.

બે વાર ખિસ્સા માં થી ફોન બહાર કાઢ્યો અને ટાઇમ જોઈ ને ફરી પાછો ખિસ્સા માં મૂકી દીધો, જો ફોન કરીશ અને તે કાપી નાખશે એટલે વળી મારું આત્મ સમ્માન ઘવાસે, ફરી મને જ ગુસ્સો આવશે અને ફરી હું તેનાથી જગડી પડીસ, અને ફરી મનાવવા તો મારે જ જવાનું?

અને પાછું એ તેની મોટી બહેન ના લગ્ન ની તૈયારી માં અને બીજા બધા આયોજન માં ફોન ઉપર વ્યસ્ત તો રહેતી જ હોય છે એટલે મને રિસ્ક લેવા જેવું લાગતું હતું. સાલું આ સેલ્ફ રીસ્પેક્ટ પણ ગજબ ની જડી બુટ્ટી છે. તેની પાસે મારું સેલ્ફ રીસ્પેક્ટ જેવું છે નહી અને તેણી ને કદર પણ નથી, એવી પણ ફીલિંગ્સ થતી ક્યારેક ,અને આ જ માથાકૂટ માં સાલ્લી ને બ્લોક કરાવાઈ ગઈ છે, હજુ એ ચેપ્ટર તો બાકી જ હતું.

મને અંદાજો હતો જ, કે હું સાત વાગ્યા સુધી માં મારું કામ પતાવી ને પરત નહી થઇ શકું, અને થયું પણ એવું,.મોડું થઇ ગયું રાત્રી ના દસ વાગી ગયા, રાત્રી ના દસ વાગ્યે એ નાગણ ને ફોન નો કરાય, આખા દિવસ નો થાક લાગેલ એટલે ઘરે જતા વેત જે ફ્રીજ માં થી હાથ માં આવ્યું તે પ્લેટ માં ભરવા નું ચાલુ કર્યું અને જમી અને નાગણ ના વિચાર કરતો કરતો જ સુઈ ગયો, મને એ પણ ખબર હતી કે ફરી એ નાગણ સવારે જતા વેત બટકું જ ભરવા ની છે, પાંચ વર્ષ થી તેના પ્રેમ માં છું અને તેણી ના નખરા ઉઠાવું છું એટલે એટલો તો અંદાજ હોયજ ને?

ગઈ કાલ આખા દિવસ ના મેસેજીસ અને નોટિફીકેસન ચેક નહોતા કર્યા એટલે ચાર્જીંગ માં લગાવેલ મોબાઈલ ફોન ઉઠાવી અને મેસેજીસ વાંચવાનું ચાલુ કર્યું એટલે નાગણ ના બેતાલીસ મેસેજીસ હતા સાંજે પાંચ વાગ્યા થી કરી અને આઠ વાગ્યા સુધી ના બધાજ મેસેજીસ માં ક્યાં છો.? ક્યારે આવીશ.?...મોડું તો નહી કરે ને ?આવા જ મેસેજ હતા છેલ્લા મેસેજ માં એટલું જ લખેલું હતું કે “”CALL BHARAT “”

એટલે એ છેલ્લો મેસેજ વાંચ્યો એટલે મને દાળ માં કૈંક કાળું હોય એવું લાગ્યું, કારણ કે ભરત મારો ખાસ મિત્ર પણ એ નાગણ ને ભરત થી ખુબજ ચીડ હતી અને ભરત નું નામ પણ હું એ ચુડેલ પાસે ના લઇ શકું એ અચાનક જોગાનુજોગ ભેગા પણ થઇ જાય તો જાણે સાપ અને નોળિયો ભેગા થયા,એવું જગડી પડતા ..

અને ભરત પણ કઈ ઓછી માયા ન હતો તે હમેસા ચીડાવતો રેહતો, એ જૂની આદત ગઈ ના હતી સાલ્લા ની.

પછી મને પણ ખ્યાલ આવ્યો કે નક્કી મારે ફોન માં નેટવર્ક ના કૈંક લોચા થયા હશે એટલે બીજું કસું વિચર્યા વગર મેં સીધો જ ભરત ને ફોન કર્યો, અને ભરત એ ફોન ઉપાડતા ની સાથે જ કહ્યું ભાઈ ક્યાં છે તું?

કેટલા ફોન કર્યા ગઈ કાલે, કોઈ મેસેજ નઈ અને ફોન પણ કવરેજ ની બહાર? પેલી કાલે મારા રૂમ પર આવી પહોંચી હતી સાંજે આઠ વાગ્યે અને ખુબ રડતી હતી,

જતા જતા તારા માટે મારી પાસે મેસેજ છોડી ગઈ છે.

“ગઈ કાલ સવારે તમે છુટા પડ્યા પછી એના પપ્પા નો ફોન આવ્યો હશે, તો તેની મોટી બહેન ના લગ્ન નું નક્કી કર્યું છે તેમાં સેનેરીટા નું પણ ગોઠવી નાખ્યું છે એની મોટી બહેન ના ભાવી પતી ના ભાઈ જોડે, અને તે લગભગ અઠવાડીયો કે પંદર દિવસ જ ઇન્ડિયા માં રહેવાની છે એવું કહેતી હતી,એકજ દિવસ માં સગાઈ અને લગ્ન થઇ જવાના એવું કહેતી હતી, ગઈ કાલે રાત્રે જ તેના પપ્પા તેને લેવા આવવાના હતા એટલે એ રાત્રે જ નીકળી ગઈ હશે,એના ફેમેલી જોડે નાસિક જવાની છે એના લગ્ન નું પણ ત્યાં જ ગોઠવ્યું છે અને વિદેશ જતા રહેવાના એવી વાત કરી હતી, અને હાં આ દરમિયાન તેણી ને મોકો મળશે તો એ તને ફોન કરશે ખુબજ રડતી હતી,”

ભરત આટલું કહી અને તેની વાત પૂર્ણ કરી.

મારું મગજ જાણે સુન્ન થઇ ગયું હતું , મારા પગ નીચે થી જમીન ખસી ગઈ જાણે, બધુજ ખતમ થઇ ગયું, ફક્ત બે જ મિનીટ વાત કરી ભરત ની સાથે બે મિનીટ માં બધું જ પૂરું થયું,

આ ડર હમેશા મને સતાવતો રહેતો, હું હમેશા આ બાબતે અસુરક્ષિત મહેસુસ કરતો, અને એજ મારો ડર મારી સામે આવી ને ઉભો રહ્યો, જેના માટે હું માનસિક રીતે જરા પણ તૈયાર ના હતો,

ત્યાર પછી એનો એક ફોન કે મેસેજ પણ નથી આવ્યો મતલબ તેણી ને મોકો નથી મળ્યો?

અને મેં તેણી ને ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મૂકી તે હજુ પેન્ડીંગ પડી છે.

ક્રમસ: