માર્ટિન ગેરિક્સ : ટીન’એજ’ એનિમલ Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

માર્ટિન ગેરિક્સ : ટીન’એજ’ એનિમલ

માર્ટિન ગેરિક્સ : ટીન’એજ’ એનિમલ

નેધરલેન્ડ્સ જેવા નાના દેશમાંથી માત્ર ૨૦ વર્ષની ઉંમરે વર્લ્ડ-વેબમાં પોતાનો ડંકો વગાડતો ‘એનિમલ’ એટલે માર્ટિન ગેરિક્સ. વિશ્વના સૌથી મોટા ફેસ્ટિવલ ‘ટુમોરોલેન્ડ ૨૦૧૫’માં સંભળાયેલ ‘એનિમલ’ ટ્રેક દરેકના મોબાઈલની રીંગટોન્સ બની ગઈ. તે ‘એનિમલ’ ટ્રેકનો માલિક એટલે માર્ટિન ગેરિક્સ. યંગસ્ટર્સની ‘રૂમ થિમ’ બની ચૂકેલ આ ટ્રેક વિશ્વભરના મોબાઈલ સ્ક્રીન પર રહેવા લાગ્યું.

દરેક યંગસ્ટર્સ હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન પોતાના ઘરે અથવા હોસ્ટેલની રૂમમાં સિગરેટના કશનો ટેસ્ટ લેવામાં પસાર કરતા હોય છે. કોઈ બ્રેક-અપ્સ, પેચ-અપ્સ અને ફેમિલી સ્ટોરીઝમાં વેસ્ટ કરતા હોય છે. ઘરે રહીને હાઈસ્કૂલ કે કૉલેજ કરતા હોય તો સુપરમાર્કેટ કે કોલ્ડ્રિંક્સની શોપ પર સ્પેન્ડ થાય છે. મોબાઈલની સ્ક્રીન અને હાર્ટની ડ્રાઈવમાં કચરો સેવ થતો રહે છે. ગ્રેજ્યુએશનના અંતે નામ માત્ર ‘અનામી’ બનીને જ રહે ! માર્કેટમાં ખરીદીની વખારમાં હરાજીની આઇટેમ તરીકે ઉભા રહેતા યંગસ્ટર્સ માટે માર્ટિન ગેરિક્સ ઉદાહરણ છે.

આવી દલીલ સામે હંમેશા ‘ફેમિલી ઇકોનોમિકસ’ના પ્રોબ્લેમ્સ દલીલ બનીને ઉભા રહેતા હોય છે. પ્રયત્ન કરવા સુદ્ધાંની તકલીફ લેવાતી હોય તો અમુક સમયે તે સ્ટાર-રાઈઝ ટાઈમ જ બની શકે. જયારે માર્ટિન ગેરિક્સ એકદમ યંગ હતો ત્યારે તે તેના ફ્રેન્ડ્સની પાર્ટીમાં મ્યુઝિક હેન્ડલ કરતો હતો. ઓરિજીનલ, ‘BFAM’ સોંગ વડે તેણે શરૂઆત કરી અને તેને જુલિયન જોર્ડન સાથે મળીને પ્રોડ્યુસ કર્યું.

“કોઈ અન્યના માટે ઘોસ્ટ પ્રોડક્શન બનાવીને ટ્રેક બનાવ્યું. હું તમને એ ટ્રેક નહિ કહું. પરંતુ, આના પાછળની સ્ટોરી એ છે કે – એ ટ્રેક સ્પિનીન રેકોર્ડ્સ (Spinnin’ Records) માટે સાઈન થયું અને સકસેસ થયું. તેઓએ મને શોધ્યો અને મને ઓફિસ પર બોલાવ્યો. તેમના માટે મેં અન્ય એક ટ્રેક પ્લે કર્યું.... and we signed.”

DJ તિસ્તોને એથેન્સ ઓલિમ્પિક્સમાં પરફોર્મન્સ આપતા જોઇને માર્ટિન ગેરિક્સને પણ DJ બનવાની ઈચ્છા થઇ. કેટલાક વર્ષો પછી DJ તિસ્તોએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “માર્ટિન ગેરિક્સ ઇન્સ્પાયર્સ હિમ...!”

જયારે માર્ટિનને પૂછવામાં આવ્યું કે, “વર્લ્ડના રિચેસ્ટ યંગ DJ તરીકે તમારી ગણના થઇ રહી છે. જયારે તમે આ સાંભળ્યું ત્યારે તમારા વિચારો શું હતા?”

“It’s crazy to see how much has happened in such a small time period.” લાસ વેગાસની હક્કાસન નાઈટક્લબ વખતે કોપર કાઉચ પર માર્ટિને આ વાક્ય કહ્યું.

“હું હંમેશા નોર્મલ રહેવાનો પ્રયત્ન કરું છું. પરંતુ, મારા જીવનમાં ઘણા લોકોનું ઇન્ફ્લુએન્સ છે. કેટલીક એવી વાતો છે હું ફરીથી કદી કરવા નથી માંગતો. ઘણીવાર હું મારી બર્થડે પાર્ટી મિસ કરું છું. જયારે હું મ્યુઝિક ટુર પર હોઉં છું ત્યારે પણ મારા હોમવર્ક અને સ્ટડી રિલેટેડ વર્કસ સાથે લઉં છું. કારણ કે, એજ્યુકેટેડ સોસાયટી જ દેશનું ભવિષ્ય સારું હોવાની કલ્પના કરી શકે છે.”

માર્ટિન ગેરિક્સ નાની ઉંમરે વિશ્વભરમાં પોતાની ‘ફાસ્ટેસ્ટ EDM (ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક) DJ’ તરીકે જાણીતો હોવા છતાં નેધરલેન્ડ્સની હર્મન બ્રૂડ એકેડેમી ખાતે રેગ્યુલર કલાસિસ એટેન્ડ કરે છે.

ટ્રાન્સ મ્યુઝિક ટ્રેકસ પર વિશ્વના સૌથી મોટા મ્યુઝિક ફેસ્ટિવલ્સમાં માત્ર ૨૦ વર્ષની ઉંમરે લાખો યુવા ધડકનને એકસાથે ઝૂમવા માટે મજબૂર કરે તેવા મેજિક માટે ‘એનિમલ’ સ્પિરિટ જ જોઈએ. માત્ર દસ વર્ષની ઉંમરે માર્ટિન પોતાના પેરેન્ટ્સના મિત્રના વેડિંગમાં સૌપ્રથમ વખત DJ બન્યો હતો. માત્ર ચાર વર્ષની ઉંમરે તે ગિટાર વગાડતા શીખી ગયો હતો.

“મને કદી ઇલેક્ટ્રોનિક મ્યુઝિકમાં રસ નહોતો. મેં સૌ પ્રથમ વખત તિસ્તોને ટેલિવિઝન પર ઓલિમ્પિક્સ દરમિયાન તેને સાંભળ્યો હતો. મારી મધર ક્લાસિકલ પિયાનો વગાડતી હતી. હું અને મારા પપ્પા ગિટાર વગાડતા હતા. એ પહેલી જ વખત હું બીટ્સ, ટેમ્પો અને ઈલેક્ટ્રોનિક મ્યુઝિકના વાઈબ્સમાં રસ લેવા માંડ્યો. મેં ટ્રાન્સ સાંભળવાનું શરુ કર્યું. એ જ સમયથી મેં પોતાના સૌપ્રથમ DJ સેટ-અપ માટે પૈસા બચાવવાનું શરુ કર્યું.”

વર્ષ ૨૦૧૦માં એમ્સ્ટરડમના એક ક્લબમાં તેર વર્ષની ઉંમરે સૌપ્રથમ પરફોર્મન્સ આપ્યું. ત્યારબાદ, એનરિક ઇગ્લેસિઅસ, સેન્ડર વોન ડર્ન, સિડની સેમસન, જુલિયન જોર્ડન, ક્રિસ્ટીના એગિલેરા, દિમિત્રી વેગાસ સાથે કામ કર્યું. ‘એનિમલ’ની પ્રસિદ્ધિ જોઇને EDMના અન્ય ફેમસ કલાકારોએ તેને સપોર્ટ આપ્યો.

આજે પોતાની કોન્સર્ટ કે ક્લબ પરફોર્મન્સ માટે માર્ટિન ગેરિક્સ એક લાખ ડોલર ચાર્જ કરે છે. નેધરલેન્ડ્સના એમ્સ્ટીલવિન ખાતે જન્મેલ ‘માર્ટિન ગેરાર્ડ ગેરિત્સન’ ટ્રાન્સના ટ્રાન્સફોર્મેશન સાથે દુનિયાને નચાવી રહ્યો છે. આ વર્ષે ‘STMPD RCRDS’ નામે પોતાનો સૌપ્રથમ સ્ટુડિયો આલ્બમ લોન્ચ કર્યો છે. અનેક અવોર્ડ્ઝ તેના મ્યુઝિક સ્ટુડિયોમાં શોભાયમાન બન્યા છે.

જયારે ‘શોર્ટ-કટ’ લેવાનું મન થાય ત્યારે હંમેશા એ યાદ રાખવું કે, જન્મ મળ્યા પછીના અમુક વર્ષે જ મગજે વિચારવાનું શરુ કરી દીધું હોતે તો ‘શોર્ટ-કટ’ કદી લેવાની જરૂર પડતે જ નહિ. આપણા વર્ચ્યુઅલ હિરોઝ તરીકે સ્વામી વિવેકાનંદ, ગાંધીજી કે અન્ય સ્વતંત્રતા સેનાનીની પસંદગી કરીએ છીએ. વળી, થોડા ઇન્ટરનેટ સર્ફર હોઈએ તો કોઈક ફોરેન મોટીવેશનલ સ્પિકરનું નામ લઈએ છીએ. જો ભાવુક હોઈએ તો પિતા કે અન્ય કુટુંબીજનને સ્થાન આપીએ છીએ. જયારે આપણો મહત્તમ સમય વર્લ્ડ્સ બેસ્ટ સિંગર, મ્યુઝિશિયન, મુવી હિરોઝ, સાયન્સ-ફિક્શન, યંગેસ્ટ, લાર્જેસ્ટ, સ્મોલેસ્ટ, રિચેસ્ટ, સ્ટ્રગલ સ્ટોરીઝ, બેસ્ટ કંપનીઝ, પ્લેસમેન્ટ કૉલેજીસ, મની મંત્રાઝ, સકસેસફૂલ – જેવા શબ્દો સાથે ‘ગુગલિંગ’ કરવામાં જાય છે. અન્યની સ્ટોરીઝ સાંભળીને પ્રેરાઈ ઉઠવું અને અમલમાં મૂકવું આ બંને તદ્દન અલગ છેડાઓ છે. યંગિસ્તાનને કોઈ વ્યક્તિ/વસ્તુ/વાર્તા વિષે મોટીવેશનલ સ્ટોરી સાંભળવાની બહુ મજા આવે છે. ત્યારબાદ તેનો અમુક સમય સુધી આફરો ચઢે છે. અંતે, ઉછળીને છલકાઈ ઉઠે છે.

આ પ્રશ્ન માટે માર્ટિન ગેરિક્સનો આ જવાબ દરેક યંગ હાર્ટ ધરાવતા સ્વપ્નિલ ધડકનને...!

“I want to show everyone that if you pursue your dreams, they can come true no matter what. That's what I want to do.” ~ Martin Garrix