જયોર્જ ગુર્જએફ
ખરેખર આ વ્યક્તિ ખુબજ અદ્ભુત હતા એમાં કોઈ શંકા ને સ્થાન નથી. ગુર્જએફ નો જન્મ 1866-1877 ના દશક માં થયેલો હોવાનું મનાય છે. તેઓ દક્ષિણી રશિયા( અત્યારનું અર્મેનિયા ) ના Alexandropol નામના એક નાનકડા ગામ માં થયો હતો. તેમના પિતા ગ્રીક અને માતા અર્મેનિયાઈન હતા. તેમના શિક્ષક એક ઈસાઈ પાદરી હતા જેમનો બાળ ગુર્જએફ ના મન પર ઘણો પ્રભાવ હતો. ગુર્જએફ ના પિતાજી પણ અપ્રત્યક્ષ રૂપ થી તેમના શિક્ષક હતા. તેમનો તેમના પિતા પ્રત્યે ઘણો લગાવ હતો આમ તેમના જીવન માં તેમના પિતાજી એ મહત્વપૂર્ણ પ્રભાવ નાખ્યો હતો. આમ આ બન્ને વ્યક્તિ તેમના જીવન ને આકાર આપવા માટે જવાબદાર હતા. ગુર્જએફ બાળપણ થી જ આ સવાલો પૂછ્યા કરતાં કે “આપણે અહિયાં કેમ છીએ ?” અને “જીવન શું છે?” અને “મૃત્યુ શું છે”
ગુર્જએફ એ ન્યૂરો-સાયકોલોજી અને રસાયણ શાસ્ત્ર, તેમજ ઈસાઈ શાસ્ત્રો નો અભ્યાસ કર્યો હતો. પછી તેઓ એક ચિકિત્સક અને પાદરી બનવા માટે સક્ષમ બની ગયા હતા. ગુર્જએફ ને શરીર વિજ્ઞાન (Neurophysiology) તેમજ મનોવિજ્ઞાન માં ઘણી રુચિ હતી. પરંતુ જે તેઓ જોઈ રહ્યા હતા કે શોધી રહ્યા હતા એ પુસ્તકાલયની ચોપડીઓ માં ન હતું. તેમનું માનવું હતું કે દુનિયામાં જરૂર ક્યાક, કઈક વાસ્તવિક જ્ઞાન હોવું જોઈએ. તેઓએ પોતાના પુસ્તક માં લખ્યું છે કે તેમણે ઘણા ગુપ્તજ્ઞાન જાણવા વાળા સમૂહ તેમજ ધાર્મિક સમૂહો સાથે સંપર્ક રાખવાની કોશિશ કરી હતી. તેમણે આ પ્રકારના કેટલાય ધાર્મિક, દાર્શનિક,મનોગત (Occult) અને રહસ્યવાદી(Mystic) સંગઠનો અને તેમના ઠેકાણા ની જાણ મેળવી હતી. તેઓ ઈસાઈ,અસિરિયન ,અર્મેનિયાઈ,ઇસ્લામી,અને પારસી(જર્થ્રુસ્ત્ર પંથ) ની મૂળ પરંપરાઓ તેમના રીતિરિવાજો અને તેની સંગીત પદ્ધતિ થી ઘણા પ્રભાવિત હતા.
ગુર્જએફ નો જન્મ એક ઓર્થોડોક્સ ઈસાઈ કુટુંબ માં થયો હતો. તેમણે ઈસાઈ ધર્મનું ગૂઢ જ્ઞાન અને તેમના અનુષ્ઠાનો નો પણ અભ્યાસ કર્યો , તો પણ તેઓ સંપૂર્ણપણે સંતુષ્ટ ન હતા . તેમના રૂહાની સવાલો હજુ પણ સવાલો જ હતા. અંતે તેઓ જ્ઞાન ની ખોજ માં બહાર નીકળી ગયા. ગુર્જએફ, 15-20 પુરુષો અને એક મહિલા ના એક સત્ય શોધક સમૂહ માં શામેલ થઈ ગયા. તેઓ બધા એકસાથે તો ક્યારેક સમૂહ માં તો ક્યારેક એકલા જ યાત્રા કરતાં હતા. તેઓ મિસ્ત્ર , ક્રેતે , સુમેરિયન , અશ્શૂર જેવી પવિત્ર ભૂમિ માં પ્રાચીન સભ્યતાઓ ની ખોજ માટે ગયા હતા. તેમણે ઘણા મઠો તેમજ સમરીયા નું પણ ભ્રમણ પણ કર્યું હતું. આગળ જતાં તેમને બુધ્ધિમાન પુરુષો ના પ્રાચીન ભાઇચારા , “ધ સરમન બ્રધરહૂડ” ના વિશે જાણ થઈ તો તેઓ તેમને પણ મળ્યા. તેઓ એ મધ્ય એશિયા ના કેદીરી દરવેશ (Kediri dervishes) ની પણ મુલાકાત લીધી. તેમણે જ્ઞાન ની ખોજ માં કોઈ પણ રીતે સાઈબેરિયા ના ઉત્તરી ખીણ પ્રદેશો ની પણ મુલાકાત લીધી. તેમણે કોઈ પણ રીતે કોઈ પણ ભોગે , જ્યાં પણ સાંભળ્યુ કે કઈક છે, એ તમામ જ્ગ્યાઓ તેઓ ફરી વળ્યા, જ્યાં થોડી પણ જ્ઞાન મળવાની સંભાવના હતી.
ગુર્જએફ અભ્યાસ કરીને એક વિશેષજ્ઞ હિપ્નોટિસ્ટ બની ગયા હતા. તેમણે એ પણ શીખી લીધું હતું કે કેવી રીતે માનવ શરીર ની ઉર્જા ને ધ્યાન માં રૂપાંતરિત કરી શકાય . તેમને કોઈ પણ વ્યક્તિ માં સંભવ ચેતના ની સ્થિતિ માં વધારે રુચિ હતી. તેમણે ચેતના ને સંશોધિત કરવા માટે સંગીત,કળા , મુદ્રા અને ભાવ ની મદદ લીધી હતી. પ્રાચીન સભ્યતાઓ માં તેઓ ખુબજ ઊંડો રસ ધરાવતા હતા. તેઓ બેબીલોન પણ ગયા કે જ્યાના લોકો દુનિયા ની પ્રાચીન સભ્યતા વિશે જાણતા અને સમજતા હતા.
ગુર્જએફ એક સારા સંગીતકાર પણ હતા . તેઓ સંગીત ની ધૂન તૈયાર કરવામાં એવ નિપુણ હતા કે તેમણે બનાવેલી ધૂન સાંભળી ને કોઈપણ વ્યક્તિ તરત જ ધ્યાન માં સારી પડે . આ ધૂન તમામ શ્રોતાઓ માં જાગરુકતા તેમજ ધ્યાન ની સમાન ભાવાત્મક પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરી સકતી હતી. તેઓ એવું ઇચ્છતા હતા કે ઇમારતો અને મકાનો નું નિર્માણ પણ એવિ રીતે થવું જોઇયે કે જેના અંદર પ્રવેશ માત્ર થી જ વ્યક્તિ માં હોશ જાગરુકતા કે ધ્યાન પેદા કરી શકાય...... અને એવો પણ એક યુગ હતો કે જ્યારે આ પ્રકાર ના મકાનો કે ઘર બનાવવામાં આવતા કે જેમાં પ્રવેશ માત્ર થી જ ધ્યાન લાગી જતું . ગુર્જએફ એ નૃત્ય ને પણ એ ઢંગ થી તૈયાર કર્યું હતું કે નૃત્ય કરવા વાળા ના મન ની સ્થિતિ ને ધ્યાનસ્થ કરી શકાતી હતી, તેમણે વિભિન્ન ક્ષેત્રો માથી આ પ્રકારના પવિત્ર નૃત્યો ને એકત્ર કર્યા હતા. જેના દ્વારા તેમને માનવ શરીર અને મન ના રહસ્યો ની ચાવી મળી ગયી હતી.
ગુર્જએફ નો અસલ આંતરિક વિકાસ ત્યારે થયો , કે જ્યારે તેઓ ઇસ્લામી ધર્મની એક માત્ર જીવિત શાખા “સુફીધર્મ” ના સંપર્ક માં આવ્યા. તેમણે અફગાનિસ્તાન માં દરવેશ ધ્યાન નું પ્રશિક્ષણ લીધું . તેઓ હિન્દુ કુશ ના મઠ માં સાક્ષી ભાવ થી પૃથક બની ને રહેવા લાગ્યા. તેઓ એ મક્કા ની તીર્થયાત્રા કરી પણ તેઓ તેનાથી નિરાશ થયા કેમ કે તેમણે જોયું ક ત્યાં કોઈ પણ હોશપૂર્વક કે ધ્યાન માં ન હતું , આમ તેઓ પોતાના શિષ્યો ને કહેતા કે જો તમારે ધ્યાન શીખવું હોય તો બુખારા જજો મક્કા ના જતાં.
ગુર્જએફ હમેશા પોતાના ખિસ્સા માં એક પણ પૈસો લીધા વગર જ યાત્રા કરતાં . તેઓ થોડા દિવસ રોકતા પૈસા કમાતા અને ફરી આગળ નીકળી જતાં. તેમણે પૈસા કમાવા માટે પર્યટકો ના ગાઈડ ના રૂપ માં કામ કર્યું ,ઉપરાંત તેમણે હિપ્નોટિસ્ટ ના રૂપ માં પણ કામ કર્યું . તેમણે એક રશિયન જાસૂસ ના રૂપ માં પણ કર્યા કર્યું. તેમણે કાલીન નો વ્યાપાર પણ કર્યો , મશીનો નું સમારકામ પણ કર્યું ,જાદુગર ના રૂપ માં પણ કાર્ય કર્યું. આ બધા નો તેમણે તેમના પુસ્તક “Meeting with a Remarkable Men” માં એક કાવ્યત્મક રીતે ઉલ્લેખ કર્યો છે.
ગુર્જએફ ને આ અવધિ દરમ્યાન ઘણી વખત મૃત્યુ નો અનુભવ થયો. એકવાર તેઓ ને ત્રણ ગોળીઓ વાગી પરંતુ સદનસીબે તેઓ બચી ગયા, અને તેઓ આ સમયગાળા દરમ્યાન જાગરૂક રહ્યા અને મૃત્યુ ના સાક્ષી બન્યા. 1896 માં તેઓ ઘાતક રૂપે ઘાયલ થયા અને ઘણો સમય કોમાં માં જ રહ્યા. એમનું શરીર તો કોમાં માં જ રહેતું પરંતુ અંદર થી તેઓ જાગૃત જ રહેતા જેવી રીતે રમણ મહર્ષિ લાંબા સમય સુધી કોમાં માં રહ્યા પણ અંદર થી જાગૃત રહેતા.
ગુર્જએફ એ બધી જ દિશાઓ માથી ગૂઢ જ્ઞાન એકત્રિત કર્યું હતું. તેઓ એ ભારત ની પણ યાત્રા કરી હતી અને તિબ્બત જઈ ને લામાઓ થી બુધ્ધ ના તર્ક પણ શીખ્યા. જે એમના માટે આગળ જતાં યુરોપીયન દેશો માં તેમના શિષ્યો ને શીખવાડવામાં ઉપયોગી રહ્યા. તેઓ લામાઓ જેવા લાલ રંગ ના વસ્ત્ર પહેરતા હતા. તેમનું શિક્ષણ બૌધ્ધ અને સુફી સંગીત ની પરંપરાઓ થી પ્રભાવિત હતું. તેમણે તિબ્બત થી અને સુફિયો પાસે થી આધ્યાત્મિક અને પવિત્ર લોક નૃત્ય નો સંગ્રહ કર્યો હતો, અને યુરોપ તેમજ અમેરિકા માં તેમાના ઘણા પવિત્ર નૃત્ય ને પ્રદર્શિત કર્યા હતા. તેમણે તિબ્બત થી હઠ યોગ પણ શીખ્યો હતો , તેઓ દસ માઈલ ની દૂરી થી પણ એક યાક ને નિર્દેશિત કરવામાં સમર્થ હતા. તેઓએ હઠ યોગ થી એટલી ઉર્જા પ્રાપ્ત કરી લીધી હતી કે તેઓ એક હાથી ને પણ સુવડાવી શકતા હતા. તેઓએ તિબ્બત માં પોતાની ખોજ અને ધ્યાન ચાલુ રાખ્યું આ દરમ્યાન તેઓ પહેલી વખત પોતાના શરીર થી પૃથક થયા તેમણે પોતાના શરીર ને દૂર પડેલું જોયું અને તેઓ સાક્ષી બન્યા. તેઓએ અમરતા નો અનુભવ કર્યો, અને આ ઘટના એ તેમણે પ્રબુધ્ધ વ્યક્તિ બનાવી દીધા. તેઓએ અહિયાં અસાધારણ શક્તિઓ નો વિકાસ કર્યો. અચાનક તેઓ બિલકુલ નિષ્ક્રિય થઈ વિશ્રામ માં ચાલ્યા ગયા. તેઓને એક વાદળ ગર્જવાનો એક ઝટકા જેવો અનુભવ થયો , હવે તેઓ બુદ્ધ થઈ ચૂક્યા હતા. તેઓ અસ્તિત્વ ને સમર્પિત થઈ ચૂક્યા હતા. તેમણે અહેસાસ થયો હતો કે એમની પાસે પણ એ બધીજ સંભાવનાઓ અને અસંભાવનાઓ છે કે જે ઈશ્વર પાસે છે.
ત્યારબાદ તેઓ રુસ ના રાજા જાર નિકોલસ દ્વિતીય સાથે થોડો સમય રહ્યા કેમકે જાર રહસ્યમય વસ્તુઓ ના સંદર્ભ માં ઘણો વશીભૂત હતો. ત્યાં તેઓએ કાઉંટેસ ઓસ્ત્રોસ્કા ( જાર ની કાકાની છોકરી) સાથે લગ્ન કર્યા. ગુર્જએફ એ 1915 માં ઉપદેશ દેવાનું શરૂ કર્યું. તેઓ સેંટ પીટસબર્ગ અને માસ્કો માં તેમના શિષ્યો ને શિખવાડી રહ્યા હતા તે દરમ્યાન તેમને પીટર ઑસ્પેંસ્કી મળ્યો આ એ વ્યક્તિ હતો કે જે ગુર્જએફ માટે સુકરાત ના પ્લેટો ની જેમ બની ગયો. માસ્કો તેમજ પીટસબર્ગ માં સામ્યવાદ ના કારણે કામ કરવું મુશ્કિલ બની ગયું હતું આથી તેઓ પોતાના શિષ્યો સાથે માસ્કો થી દૂર ઇસ્તુકી આવ્યા અને ત્યાં સાધના શૂરું કરી અને ધ્યાન શીખવ વાનું ચાલુ કર્યું. પરંતુ તે ક્ષેત્ર પણ યુધ્ધ ગ્રસ્ત થતાં તેઓ ટીફ્લીસ પહોચ્યા પણ ત્યાં પણ સ્થિતિ નાજુક હોવાથી તેમનો કાફલો તુર્કી થઈ ને ફ્રાંસ પહોચ્યો . ત્યાં પેરિસ થી 40 કિમી દૂર ગુર્જએફ એ વસવાનો નિર્ણય કર્યો તેમજ ત્યાં તેમણે વ્યક્તિ ના વિકાસ અને ધ્યાન ના પ્રયોગ કરાવવા માટે એક સંસ્થાન ની સ્થાપના કરી જેનું નામ તેઓએ “હાર્મોનિયસ ડેવલોપમેંટ ઓફ હ્યૂમન બીઇંગ” રાખ્યું. અહિયાં કામ કરતાં તેઓએ 1922 થી 1933 સુધી 10 વર્ષ વિતાવ્યા. અહિયાં તેઓએ તેમના છાત્રો પર ઘણા પ્રયોગો કર્યા.
1925 મા તેઓની ઘણી ઘાતક કાર દુર્ઘટના થઈ, દુર્ઘટના એ સમયે થઈ જ્યારે તેઓ તેમની પહેલી અમેરિકાની યાત્રા થી પરત આવી રહ્યા હતા અને પેરિસ થી પોતાના આશ્રમ પાસે જઇ રહ્યા હતા. તેઓ એકલા એક નાનકડી સિટ્રોન કાર માં સફર કરી રહ્યા હતા. દુર્ઘટના બાદ ચિકિત્સકો તેમણે આટલી જડપ થી સાજા થતાં જોઈ ને અચંભિત રહી ગયા હતા.
ગુર્જએફ એ ત્યારબાદ પોતાનું પૂરું ધ્યાન લેખન તરફ કરી દીધું હતું. અને અંત માં તેમણે પોતાના 3 મોટા પુસ્તકો પુર્ણા કર્યા. 1 – “All and Everything” , 2 – “Meeting With Remarkable Man” અને 3 – “Life is Real Only Then, When “I Am” ”
પેરિસ માં 29 ઓક્ટોબર 1949 માં ગુર્જએફ નું નિધન થયું. જે દિવસે તેમનું મૃત્યુ થવાનું હતું તે દિવસે સવારે તેઓએ એક સ્ટ્રોંગ કોફી લીધી પછી એક સિગાર સળગાવી, પછી એક એમ્બ્યુલન્સ બોલાવી ને તેમાં બેસી પેરિસ ના એક હોસ્પિટલ માં ગયા જેવો કે ફ્રાંસ માં કાયદો હતો, તેઓ પથરી માં સૂઈ ગયા અને પોતાના થોડા ખાસ શિષ્યો ની હાજરી માં શરીર નો ત્યાગ કર્યો......