Jani @ Thailand books and stories free download online pdf in Gujarati

જાની @ થાઈલેન્ડ

શા માટે દૂર જઈએ છીએ ? શા માટે આપણે આપણી જાતને એક એવી જગ્યાએ લઈ જઈએ છીએ જ્યાં કોઈ વખત ગયા પણ ન હોઈએ? આ પ્રશ્નનો જવાબ એક લેખક આપે છે એ કહે છે તમારી આંખોને વધુ રંગ આપવા. કુદરતે આપણી આંખને અનેક રંગ આપ્યા છે તેનો પરિચય કરાવવા આપણે દૂર જઈએ છીએ. આપણે જ્યાંથી શરૂઆત કરી હતી તેનાંથી તદન અલગ આપણી જાતને જોવા માટે આપણે એ જગ્યાએ જઈએ છીએ જ્યાં કોઈ વખત આપણે ગયાં ન હોઈએ. માંજલપુર વડોદરાનો એક પોશ વિસ્તાર. ખચોખચ ભરેલી એ રિક્ષામાંથી હું દરેક બંગલાને નિહાળતો હતો. કોઈ કોઈ બંગલા તો કોટેજ જેવાં પણ દેખાતાં હતાં અને એની બહાર ઊભેલી વ્હાઈટ, બ્લેક હોંડા સિટી, મર્સિડિઝ અને ઓડી આંખ ઠરતી હતી. લગભગ દરેક જગ્યાએ લાઈટ્સ ઓફ હતી. એ.સી ચાલુ કરી બધાં નિંદ્રા દેવીનાં શરણે ચાલ્યાં ગયાં હતાં. રિક્ષા અચાનક ઉભી રહી.

" કેમ અલ્યા, ખોડી નાખ્યો તારો ખટારો" નાના બોલ્યા બીજી જ પળે તેમને સામે બસ ઉભી જોઈ એટલે એ સમજી પણ ગયાં અને હું નીચે ઉતરી ગયો. બધો સામાન એમણે કઢાવ્યો અને બસની ડેકીમાં ગોઠવવાં લાગ્યાં. ''આવી ગયા" અમારા સર (ભાવસાર સર) બહાર આવ્યાં

"કેમ છો? સર ગૂડ ઈવનિંગ''

'' બસ જો દોડાદોડીમાં" ધ્રુવ અને પ્રિંસ પણ આવ્યાં. અમે ઘરનાં બધાને અલવિદા કર્યું અને સરનાં ઘરમાં ગયાં. ઘરની બહારથી દેખાતાં ભવ્ય હતું જ પણ અંદરથી તે સુંદર હતું. પ્રથમ રૂમની વ્યવસ્થા લાજવાબ હતી. અત્યારે તો પટાયા લઈ જવાનાં સામાનથી રૂમ અડધો રોકાઈ ગયો હતો. સફેદ દિવાલોથી આવતો સંપૂર્ણ પ્રકાશ આંખને મોજ કરાવતો હતો. અમે ત્રણેય સોફા પર બેઠા. ટી.વી પર કોઈ સિરિયલ એમનાં ભાઈ જોતા હતાં. મારૂ ધ્યાન ત્યાંથી હટ્યું અને બાજુ પર લટાકવેલા ડિઝાઈનર તોરણો પર અટક્યું.

વારફરતી દરેક પાર્સલ બસમાં મૂકાતું ગયું. છેવટે અમે ઘરની બહાર નીકળ્યાં અને બસમાં બેસી ગયા. બસ સંપૂર્ણ પણે ખાલી હતી. અલગ અલગ જગ્યાએથી દરેકને લેવાનાં હતાં એવું સરે કહ્યું.

"ગણપતિ બાપા" સરનાં વાઈફએ (સપના આંટી) બાપાને યાદ કર્યા. "મોરીયા" અમે સૂર પૂરાવ્યો અને પછી બસમાં નીરવ શાંતિ છવાઈ ગઈ. બસની લાઈટ્સ બંધ થતાં મારી આંખો પણ બંધ થઈ. કાન ખુલ્લા હતાં. શહેરનાં ધીમા પડી ગયેલા અવાજને હું બરોબર સાંભળી શકતો હતો. શરીર દરેક વળાંકનો અનુભવ કરી શકતું હતું. ધીમે ધીમે બસ ભરાતી ગઈ. સૌ આવે એ વખતે અભિવાદન કરે પછી બસની સ્થિતિ મુજબ નીરવ શાંતિનાં પ્રવાહમાં ઓગળી જાય. બધા ચહેરા મારી માટે અજાણ્યાં હતાં. જો કે પાછલાં કેટલાક સમયથી આવા અજાણ્યા ચહેરાઓ સાથે બહુ રહેવાનું થયા કરે છે. તેઓ પછી જાણીતા થાય પછી માનીતા થાય અને અંતે સૌ કોઈ મૂકાતાં જાય. માત્ર એ યાદો સચવાઈ રહે. એનું 'એક્શન રિપ્લે' થતું રહે. બસ વડોદરાની બહાર નીકળી ચૂકી હતી. વડોદરા – અમદાવાદ વચ્ચેનો એક્સપ્રેસ હાઈ-વે કદાચ દેશનો સૌ પ્રથમ એક્સપ્રેસ હાઈ-વે છે. મુસાફરીની સરળતા, સમયનો બચાવ અને ગતિની મજા લેવાનો આ માર્ગ ખૂબસૂરત છે પરંતુ આ ખૂબસૂરતીની એક મર્યાદા છે કે એ જાતે સામે નથી આવી શકતી એને સામે આવવા પ્રકાશની જરૂર પડે છે જે અત્યારે પોતાની ફરજ અન્યત્ર બજાવતો હતો. આ હાઈ-વે પર અમસ્તાં જ વાહન હવા પકડી લેતું હોય છે અત્યારે તો મધરાત હતી. રોડ છે એ આપણે ભુલી ન જઈએ એ માટે ક્યારેક કોઈ પ્રકાશનો લિસોટો દેખાય અને જરા વારમાં તે ગાયબ પણ થઈ જાય. બારીમાંથી પવન જંગલી સ્વરૂપે આવતો હતો. બારીની સામે આંખ ખુલ્લી રાખવાની મંજ્ર્ર્રરીએ આપતો ન હતો આથી બારી બહારનું અંધારું ફક્ત જોઈ શકાતું હતું, નીહાળી શકાતું ન હતું. શહેરની ટ્રાફિકમાં અને ગરમીનાં લીધે શરીરમાં આવેલી ભીનાશને આ પવને પોતાની હેઠળ હતાં ન હતાં કરી દીધાં. મારા ખભા પર કાંઈક સ્પર્શ થયો. એ સ્પર્શ ભારી હતો, કદાચ એટલે એ આવી ઠંડકમાં ઈચ્છનીય ન હતો આમ છતાં મારી પાંપણો અનાયસે ઉપર ઉઠી.

એ ભાવસારનો હાથ હતો. મારી આંખો સફાળી જાગી અને સીધા થવાનો પ્રયત્ન કર્યો. "શું આવ્યું રિઝલ્ટ?" એમનાં ભારી અવાજમાં એ બોલ્યાં ''પૂછવું જરૂરી હતું'' અલબત્ત હું મનમાં જ બોલ્યો અને કહ્યું "64%"

"સરસ અને મારા વિષયમાં" મેં એમને માર્ક કહ્યાં અને એ હસ્યાં મારી સામે. પછી કોઈ ન બોલ્યું. હું પણ સુઈ ગયો.

લગભગ અડધો એક કલાક બાદ કાનમાં સળવળાટી થઈ અને એનાં ફળસ્વરૂપે આંખો ઉઘડી. બહાર અમદાવાદ ઝોલા ખાઈ રહ્યું હતું. બસે પોતાની ગતિ ધીમી કરી હતી. થોડા વખતમાં જ એ શહેરની બહાર નીકળી ગઈ. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ નજીક આવી રહ્યું હતું. પ્લેનનાં કર્ણભેદી અવાજો હજુ ધીમા આવતાં હતાં પણ આવતાં હતાં. લગભગ બધામાં હું જ એવો હતો જેની આ પ્રથમ હવાઈ યાત્રા હતી માટે મારા માટે આ ખૂબ જ કુતુહલનો વિષય હતો તેમ છતાં મારા ચહેરા પર આવતી દરેક રેખાને હું દબાવી રાખતો હતો છતાં એ દબાતી ન હતી. બાજુ પર કાંટાળી તારની પેલી પાર દેખાઈ રહેલાં વિમાનો આટલા નજીકથી મેં ક્યારે પણ જોયાં ન હતા. બધાં દ્રશ્યો હું બારી બહારથી જોતો હતો. બસ એ અંદર પ્રવેશ કર્યો. તરત જ એક વ્હીસલનો અવાજ સંભળાયો. બધાએ એકબીજા તરફ જોયું. કદાચ ડ્રાઈવરે આ અવાજ સાંભળ્યો ન હતો. એને બસ હંકારી રાખી. અમે સૌ વાત વિસરી ગયાં. સૌ પોતપોતાનો સામન લેવામાં વ્યસત બની ગયાં. બહુ બધી સેલ્ફીઓ લેવાનું શરૂ કરી નાખ્યું.

અમારી હો હા વચ્ચે એરપોર્ટ સિક્યોરીટીની કાર આવીને અમે ઘેરી વળી. અચાનક ઉપરાઉપરી મેચ પલટાઈ જાય અને કેવો સન્નાટો છવાઈ જાય અદલ એ શાંતિ છવાઈ ગઈ. એક ઓફિસર નીચે અમારી તરફ આવતો હતો. છ ફૂટ ત્રણ ઈંચ હાઈટ, ચુસ્ત ઘાટીલું શરીર અને સમ્યક ચાલથી અમારા તરફ આવતો હતો. એક વાત ત્યારે ખબર ન પડી કે એ ખરેખર સરખા પગલાં ભરતો હતો કે અનાયસે એ રીતે પગલાં ભરાઈ જતાં હશે. " કેમ બહાર પ્રવેશદ્વાર પર તમારી બસ ઉભી ન રાખી?" બસ તરફ આંગળી ધરતાં એ બોલ્યાં કેટલાક જણ અમારી બસની અંદર પણ ગયાં. કદાચ શંકાનાં આધારે ગયા હશે.

'' સર અમને ખ્યાલ ન રહ્યો તમારી સૂચનાનો" ભાવસાર અત્યંત વિવેકથી બોલ્યાં. એમને ખબર હતી અહીં જો કમઠાણ બગડ્યું તો જઈ આવ્યા થાઈલેન્ડ. " કેમ તમારો ડ્રાઈવર આંધળો હતો કે તમે બધાં બહેરા. ચહેરા પરથી તો બધાં વ્યવસ્થિત લાગો છો તો એટલી ખબર હોવી જોઈને અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં તમે પ્રવેશ્યા છો. હાં મિસ્ટર તમારો આઈકાર્ડ બતાવો."

"યસ પ્લીસ" ભાવસાર સરે પોતાનો આઈકાર્ડ બતાવ્યો સાથો સાથ આઈ.એસ.ટી.ઈનાં ચેરપર્સન અને એમ.એસ.યુનિવર્સિટીનો આઈકાર્ડ બતાવ્યો. " હંમ બરોડા કે હો"

" યસ સર'' એ પાછા વળ્યા. થોડી ઘણી ભીડ જમા થઈ ગઈ હતી એ પણ દૂર થઈ. અમારા ડ્રાઈવરનાં થોડા રિમાંડ પણ લેવાયાં. તે પણ કંઈ ન બોલ્યો.

અમારી સામે હતું મોટા અક્ષરે લખેલું એરપોર્ટનું સાઈનબોર્ડ હતુ. અમે ટ્રોલી ઉચકી. પહેલા તો હું તેને બહાર જ ન લાવી શક્યો. એ કઈ રીતે કામ કરતી હતી એ સમજવા માટે મને પૂરી બે મિનિટ લાગી.

અમારા ગાઈડ રાજકોટથી આવવાનાં હતાં. નિહારભાઈ વ્રજ હોલીડેઝનાં માલિક હતાં. બીજા કેટલાક જણ આણંદ,કચ્છ, રાજકોટ, કેરળ અને મધ્યપ્રદેશથી આવવાનાં હતાં. એ બધાંની રાહ અમે જોવા માટે અમે બહાર ઉભા હતાં.

ટોળા ટપ્પા મારતાં અમે બહારથી બધું ફરતાં હતાં. આંતરરાષ્ટ્રીય વિભાગમાં લટાર મારી આવ્યાં. આપણે આટલા સ્વચ્છ અને સુંદર વાતાવરણની આદત હોતી નથી એટલે થોડી ઘણી નવાઈ પણ લાગ્યા કરે. પેલી બાજુ પોતાનો બ્લુ ઝંડો લઈને અમારા નિહારભાઈ આવી ગયાં હતાં.

પહેલી નજરે ગુજરાતી લાગે નહીં એટલા શ્વેત હતાં અને ઉપરથી સફેદ ટી શર્ટ અને સફેદ કેપમાં ધારણ કર્યા હતાં. પાછળ ખભા પર એક મોટું બેગ લટકાવીને તે વાતો કરતાં જતાં હતાં અને દરેકને હેંડ બેગ આપ્યાં. મોટા સફેદ અક્ષરમાં વ્રજ હોલીડેઝ લખેલું હતું. બ્લુ અને બ્લેકનાં સરસ મિશ્રણથી બેગ પહેલી નજરે ગમી જાય તેવી હતી. અમને ટાઈમટેબલ આપ્યું. એ અમે જોવામાં વ્યસ્ત બન્યાં.

એ એક પછી એક જણનું નામ બોલવા લાગ્યાં. અમને બે ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યાં એ જ રીતે અમારો સામાન પણ વજન મુજબ એડજસ્ટ કરવામાં થયો. બધાની બેગ્સ અલગ અલગ નવા માલિક પાસે પહોંચી ગઈ.

સૌ એક લાઈનમાં ઉભા રહી ગયાં. ગ્રુપ પ્રમાણે હું અને પ્રિંસ એક ગ્રુપમાં હતાં. ધ્રુવને બીજા ગ્રુપમાં જવું પડ્યું. પાસપોર્ટ ચેક કરી, મેટલ ડિક્ટેટરમાંથી અમે પસાર થયાં અને અંદર પ્રવેશ્યા. હું પહેલી વખત એરપોર્ટમાં દાખલ થયો હતો અને બધી બાજુ જોવા લાગ્યો.

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED