Google Guys Larry Page - Sergey Brin Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

Google Guys Larry Page - Sergey Brin

"Google Guys"

લેરી પેજ - સેર્ગેઈ બ્રિન

-ઃ લેખક :-

કંદર્પ પટેલ

patel.kandarp555@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

"Google Guys"

લેરી પેજ - સેર્ગેઈ બ્રિન

અલીબાબાનો ખજાનો એટલે ‘ગૂગલ’ અને એમાંથી રોજ કંઈ ને કંઈ હકથી ચોરી કરનારા અસંખ્ય ‘ગૂગલ મેનિયાક’ લોકો. હાર્ડ શ્ ફાસ્ટ લાઈફમાં ‘ગૂગલ’ સર્ચ એન્જીનનો લોકો દીકરાના નામ પડવાથી માંડીને ડેથ સર્ટીફિકેટ સુધી ઉપયોગ કરતા થયા છે. પરંતુ, કોઈએ પણ ક્યારેય ‘ગૂગલ’ની સ્થાપના કોણે કરી...? આ ‘ગૂગલ’માં જ ‘ગૂગલિંગ’ કર્યું છે ખરૂં? લગભગ નહિ. જેનો રોજબરોજની લાઈફમાં આપણે ભરપુર ઉપયોગ કરીએ છીએ, તે ‘સર્ચ એન્જીન’ના સજ્જડ અને સચોટ ક્રોનિકલ એનાલીસીસ માટે, ‘એન્ટર ધ સર્ચ રૂમ ઓફ ધ ગૂગલ’.

‘ગૂગલ’ ગ્લાસ ફોર બાયોગ્રાફી

સેર્ગેઈ મિખાઈલોવિચ બ્રિન

જન્મ : ૨૧ ઓગસ્ટ, ૧૯૭૩

સ્થળ : મોસ્કો

માતા : યુજેનિયા બ્રિન (નાસા (દ્ગછજીછ)ના ગોડેર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટર ખાતે સંશોધન વિજ્ઞાની)

પિતા : માઈકલ બ્રિન (યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ ખાતે ગણિતના અધ્યાપક)

સેર્ગેઈ બ્રિન છ વર્ષની ઉંમરે રશિયાથી સ્થળાંતર કરીને યુનાઈટેડ સ્ટેટ્‌સ ગયા હતા. તેમનું બાળપણ ખૂન જ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થયું હતું. પિતા માઈકલ બ્રિનને વંશીય ભેદભાવનો શિકાર બનવું પડયું હતું અને તેથી તેમના પિતાને પણ ખગોળશાસ્ત્રી બનવાનું સપનું છોડી દઈને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. બ્રિને એડેલ્ફી, મેરીલેન્ડમાં ‘પેઈન્ટ બ્રાન્ચ મોન્ટેસરી સ્કુલ’માં અભ્યાસ કર્યો હતો. પરંતુ તેમણે વધારાનું શિક્ષણ ઘરે લીધું હતું; તેમના પિતા કે જેઓ ‘યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ’ ખાતે ‘ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ’ના અધ્યાપક હતા. તેમણે બ્રિનની ગણિતમાં રૂચિનુ્‌ સંવર્ધન કર્યું હતું અને તેમના પરિવારે તેમની રશિયન-ભાષા કુશળતાઓમાં સહાય કરી હતી. સપ્ટેમ્બર ૧૯૯૦માં ગ્રીનબેલ્ટ, મેરીલેન્ડમાં એલેનોર રૂઝવેલ્ટ હાઈ સ્કુલમાં અભ્યાસ કર્યા બાદ, બ્રિને કોમ્પ્યુટર સાયન્સ અને ગણિત ભણવા માટે યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ, કોલેજ પાર્કમાં એડમિશન લીધું હતું, જ્યાં તેમણે તેમની સન્માન સાથે મે ૧૯૯૩માં તેમની ‘બેચલર ઓફ સાયન્સ’ની ડિગ્રી મેળવી હતી.

બ્રિને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન તરફથી સ્નાતક ફેલોશિપ પર સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક અભ્યાસનો પ્રારંભ કર્યો હતો. ૧૯૯૩માં તેઓ ‘મેથેમેટિકા’ના સર્જક વોલફ્રામ સાથે રિસર્ચ ઈન્ટર્ન્ડ (સહાયક સ્નાતક) રહ્યા હતા. તેમણે સ્ટેનફોર્ડ ખાતેના તેમના પી.એચ.ડી અભ્યાસમાંથી રજા મેળવી હતી.

લોરેન્સ ‘લૅરી’ પેજ

જન્મ : ૨૬માર્ચ, ૧૯૭૩

સ્થળ : પૂર્વ લાન્સિંગ, મિશિગન

માતા : ગ્લોરિયા (‘કમ્પ્યુટર પ્રોગ્રામિંગ’ના ઈન્સ્ટ્રકટર તરીકે મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રોફેસર)

પિતા : કાર્લ વિન્સેન્ટ (મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં ‘કમ્પ્યુટર સાયન્સ’ પ્રોફેસર)

લેરી પેજના પિતા કાર્લ પેજ, કમ્પ્યૂટર સાયન્સ જ્યારે તેના શૈશવકાળમાં હતું ત્યારે ૧૯૬૫માં તે ‘કોમ્પ્યુટર સાયન્સ’ વિષય સાથે પીએચ.ડી.(ઁર.ડ્ઢ) થયા હતા, અને તેમને ‘કમ્પ્યૂટર વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ઘિમત્તાના આદ્યસ્થાપક’ માનવામાં આવે છે. તેઓ અને પેજની માતા, બંને મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર સાયન્સના પ્રોફેસર હતાં. ‘પેજ’ ૧૯૭૫થી ૧૯૭૯માં ઓકેમોસ, મિશિગનમાં ઓકેમોસ મૉન્ટેસરી સ્કૂલમાં ભણ્‌યા અને ૧૯૯૧માં ‘ઈસ્ટ લાન્સિંગ હાઈસ્કૂલ’માંથી સ્નાતક થયા. તેઓ ‘યુનિવર્સિટી ઑફ મિશિગન’માંથી ઑનર્સ સાથે કમ્પ્યૂટર એન્જીનિયરિંગમાં સ્નાતકની પદવી અને સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર વિજ્ઞાનના અનુસ્નાતકની પદવી ધરાવે છે. જ્યારે તેઓ યુનિવર્સિટી ઑફ મિશિગનમાં હતા, ત્યારે પેજે લેગો (ન્ીર્ખ્ત) બ્રિક્સના લાઈન પ્લૉટર બનેલા ઈંકજેટ પ્રિન્ટરની રચના કરી હતી." તેમણે ૧૯૯૪માં એચ.કે.એન (ૐદ્ભદ્ગ)ના પ્રમુખ તરીકે સેવાઓ આપી અને તેઓ સોલર કાર ટીમના સભ્ય હતા.

ગૂગલ ક્રોનિકલ્સ

કેટલાક એવા ઈન્ટરેસ્ટીંગ ફેકટ્‌સ....! જે ‘ગૂગલ’ ના એસ્ટાબ્લિશમેન્ટ માટે ખુબ જરૂરી બન્યા.

૧) ટેસ્ટી ફર્સ્ટ મિટીંગ :

સ્ટેનફોર્ડ ખાતે વિદ્યાર્થીઓના અનુસ્થાપન દરમિયાન બ્રિન એ લેરી પેજને મળ્યા હતા. ‘ધી ઈકોનોમિસ્ટ’ માટેના તાજેતરની મુલાકાતમાં બ્રિને રમૂજ કરતા જણાવ્યું હતું કે "અમે બંને વાંધાભરેલા હતા." તેઓ મોટા ભાગના વિષયોમાં અસંમતિ દાખવનારા તરીકે ઉભરી આવ્યા હતા. પરંતુ એક સાથે સમય ગાળ્યા બાદ તેઓ બૌદ્ઘિક આદર્શ સાથી અને ગાઢ મિત્રો બની ગયા હતા. બ્રિનનું ધ્યાન ડેટા માઈનીંગ સિસ્ટમ વિકસાવવા પર કેન્દ્રિત હતું જ્યારે પેજ તેમના અન્ય પેપરો પરના ટાંકણો પરથી સંશોધનની અગત્યતાની બાદબાકીના ખ્યાલને વિકસાવતા હતા. આ જોડીએ પ્રતિપાદિત કર્યું હતું જેને બહોળા પ્રમાણમાં તેમના આધારભૂત ફાળા તરીકે માનવામાં આવે છે, જેને ‘ધી એનાટોમિ ઓફ અ લાર્જ સ્કેલ હાયપરટેક્સ્ટ્‌યુઅલ વેબ રિસર્ચ એન્જિન’ નામના પેપરમાં સમાવવામાં આવ્યા હતા.

૨) તો કદાચ ‘ગૂગલ’ જ ન હોત..! :

આપેલા વેબ પેજ માટે બૅકરબ(મ્ટ્ઠષ્ઠાઇેહ્વ)ના વેબ ક્રાઉલર દ્વારા એકત્રિત બૅકલિંક ડેટાને મહત્વના માપમાં પરિવર્ત્િાત કરવા, બ્રિન અને પેજે મળીની પેજરેંક(ઁટ્ઠખ્તીઇટ્ઠહા) કલનવિધિ વિકસિત કરી, અને ત્યારે તેમને પ્રતીતિ થઈ કે તેનો ઉપયોગ વર્તમાન વ્યવસ્થા કરતાં ખૂબ જ ઉચ્ચ પ્રકારના સર્ચ એન્જિનનું નિર્માણ કરવામાં થઈ શકશે. એ નવા પ્રકારની ટૅક્નોલૉજી પર નિર્ભર છે, જે એક વેબ પેજને બીજા વેબ પેજ સાથે જોડનારી બૅકલિંકોની સુસંગતતાનું વિશ્લેષણ કરે છે. ઑગસ્ટ ૧૯૯૬માં, ગૂગલ(ર્ય્ર્ખ્તઙ્મી)ની પ્રારંભિક આવૃત્તિ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જે હજી પણ સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીની વેબસાઈટ પર છે.

૩) બૅકરબ(મ્ટ્ઠષ્ઠાઇેહ્વ)..? નો..! :

પેજ અને બ્રિને નક્કી કર્યું હતું કે તેમનું પીએચ.ડી પૂરૂં થાય પછી પોતાના રીસર્ચ કોઈ જાણીતી કંપનીઓને વેચવા માટે આપવા. તેમને યાહૂ, ઈન્ફોસિક, લાયકોઝ, અલ્ટાવિસ્ટા જેવી કંપનીઓની મુલાકાત લીધી. પરંતુ, તેઓ કંપનીઓની ઓફરથી ખુશ નહોતા. છેવટે તેમને પોતાની જ કંપની શરૂ કરવાનું નક્કી કર્યું અને પોતાના ‘બેકરબ’માં સુધારા વધારા કરીને તેને જ લોન્ચ કરવાનું નક્કી કર્યું. પરંતુ, તેને નામ એવું જોતું હતું કે જેથી યાદ રાખવામાં અને ટાઈપ કરવામાં યુત્ર ફ્રેન્ડલી બની રહે. છેવટે તેમણે ‘ગૂગલ’ નામ રાખ્યું. સારૂં થયું, આજે કોઈ એમ કહે કે “બેકરબ ઈટ..!” ના ફાવે ભઈ’લા.

૪) સ્ટીવ જોબ્સના શબ્દોની અવગણના :

૨૦૦૪ પછીથી ગૂગલ પ્રોફિટ કરવા લાગ્યું. પેજ અને બ્રિને ગૂગલની સાથે અન્ય સુવિધાઓ પણ આપવાનું વિચાર્યું. તેના સંદર્ભમાં જીમેઈલ (ય્સ્ટ્ઠૈઙ્મ), ગૂગલે એપ્લિકેશન્સ, બુક્સ ડીજીટલાઈઝેશન, એન્ડરોઈડ મોબાઈલ માર્કેટિંગ સિસ્ટમ અને યુ ટ્‌યુબની ખરીદી. આ દરેક બાબતો પરથી સ્ટીવ જોબ્સે કહેલું કે, “તમે બંને વધારે પડતું જ સ્ટફ એક્સ્પાન્ડ કરી રહ્યા છો.” ત્યારે બ્રિને જવાબમાં કહ્યું કે, “જ્યાં અમને એવું જણાય કે અમારી કંપની અહી બરાબર સુગમ બની રહેશે ત્યાં અમે ઈન્વેસ્ટ કરી રહ્યા છીએ.”

૫) ‘ગૂગલ’ લૂકિંગ ફોર રોબોટ્‌સ :

લગભગ દરેક ફીચર્સ ગૂગલ સાથે કનેક્ટ કરતા છતાં, પેજ અને બ્રિન હજુ કોઈ ભવિષ્યની મોટી શોધ માટે કાર્યરત છે. તેઓએ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. બ્રિન ધારે છે કે , “એક દિવસ એવો આવશે જયારે આપણે એવા મશીનો બનાવી શકીશું જે કારણો શોધે, વિચારે અને વધુ કઈ રીતે સારૂં થઈ શકે તેનું સોલ્યુશન આપે.” બ્રિન દ્વારા ‘ગૂગલ ગ્લાસ’ લોન્ચ થઈ ચુક્યા છે. તે આશા રાખે છે કે, “વિશ્વના પરિવહનમાં ટ્રાન્સફોર્મેશન આવે. જો સફળતા મળશે અમને તો ‘ગૂગલ રોબોટ ઓવરલોડ’ને સ્વીકારવા તૈયાર રહેજો.”

‘ગૂગલ’ સ્પોટ લાઈટ

જુલાઈ ૩, ૨૦૧૪ ના રોજ ફોર્બ્સ મેગેઝિનના બિલિયોનેરના લીસ્ટમાં સ્થાન પામેલ ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન વિનોદ ખોસલા દ્વારા ‘ગૂગલ સ્ટોરી’ પર લવાયેલ ઈન્ટરવ્યુંના કેટલાક અંશો.

“ફાયરસાઈડ ચેટ વિથ કો-ફાઉન્ડર્સ ઓફ ‘ગૂગલ’ - લેરી પેજ શ્ સર્ગેઈ બ્રિન”

વિનોદ ઃ “હું એવા લોકોને ધિક્કારૂં છું કે જેઓ કહે છે કે આ વ્યક્તિને ઈન્ટ્રોડકશનની જરૂર નથી, અને પાછા પોતે જ ઈન્ટ્રોડયુસ કરાવે છે. થોડા વર્ષો પહેલા, કદાચ ૧૯૯૭ માં જ. લેરી અને સર્ગેઈ લગભગ સાથે મળી ચુક્યા હતા. શું તમે આ સ્ટોરી વિષે કહેશો?

સેર્ગેઈ ઃ “અમે ટેકનોલોજી ડેવલપ કરી હતી જેનું નામ હતું, ‘પેજરેન્ક’ - દુર્ભાગ્યવશ, ‘બ્રિનરેન્ક’ નહિ. હા હા હા... અને ત્યારે અમને પ્રતીતિ થઈ કે તેનો ઉપયોગ વર્તમાન વ્યવસ્થા કરતાં ખૂબ જ ઉચ્ચ પ્રકારના સર્ચ એન્જિનનું નિર્માણ કરવામાં થઈ શકશે. એ નવા પ્રકારની ટૅક્નોલૉજી પર નિર્ભર છે, જે એક વેબ પેજને બીજા વેબ પેજ સાથે જોડનારી બૅકલિંકોની સુસંગતતાનું વિશ્લેષણ કરે છે. ઉપરાંત, અમારા અનુસ્નાતકની ડીગ્રી પછી ઘણી કંપનીઓ જેમ કે યાહૂ, ઈન્ફોસિક, એક્ષ્સાઈટ, લાયકોસમાં અમારા રીસર્ચને વેચીને પૈસા કમાવાની યોજના હતી. પરંતુ તેમને આ રિસર્ચની ખુબ જ નાની રકમ લગાવી. ત્યાર પછી અમે જાતે જ રીસર્ચ કરીને પોતાની કંપની બનાવવાનું વિચાર્યું.”

વિનોદ ઃ “આવનારા ૫ થી ૧૫ વર્ષમાં ગૂગલ ક્યાં સ્થાને હશે ? આ બાબત પર તમારી બંનેની કમેન્ટ સંભાળવી મને ગમશે. ઉપરાંત, આ વર્ષોમાં ગૂગલ માટે ક્યાં ક્ષેત્રો કક્રિટીકલ રહેશે?”

સેર્ગેઈ ઃ “જો હું એવું વિચારીશ કે આવનારો સમય અતિ ગંભીર રહેશે તો તે મેન્ટલી પણ ડીસ્ટર્બ કરશે. પરંતુ હું એવું વિચારૂં છું કે આવનારા સમયમાં વિકસવાની વિશાળ તકો છે. અમે ઈન્વેસ્ટમેન્ટ પણ કરી રહ્યા છીએ. સેલ્ફ-ડરાઈવિંગ કાર તરફ નજર કરીએ તો આ ક્ષેત્રમાં ઘણી બધી તકો ઉપલબ્ધ છે. જેમ કે અત્યારે હું મારી જવાબદારી ગૂગલ એક્સ- સંભાળી રહ્યો છું. ઉપરાંત, કારની સ્વતઃ માલિકી, પાર્કિંગ, રોડની સંકડાશ... આ દરેક નાની વાતો પર ધ્યાન આપવું જરૂરી છે. જેનો ઉકેલ લાવવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. જો આ વાત પોતાનામાં જ સફળ થશે તો અમે ખુબ ખુશ થઈશું.”

લેરી ઃ “અમે એન્ડરોઈડ માર્કેટના વિષયમાં ખુબ ઉત્સાહિત છીએ. મને લાગે છે કે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો થતા હશે કે, “ગૂગલ શું છ? તમે બંને એકબીજા સાથે છો?” અને તે ખુબ રસપ્રદ બાબત લાગે કે જયારે લોકો આવું સર્ચ કરે છે. અમે ધીરે ધીરે વિસ્તરી રહ્યા છીએ. ખરેખર ઘણી બધી ક્વેરી જગ્યાને બાબતે થતી હોય છે, જેથી અમારે જગ્યાને સમજવી પડશે. સામાન્ય રીતે, ‘આઈ એમ ફિલિંગ લકી’ બટન એ ડાઈરેકટ જવાબ પર જવા માટે ઉપયોગમાં લેવાય છે. હજુ અમે એવું માનીએ છીએ કે કોમ્પ્યુટર હજુ તેની કેપેસીટી પ્રમાણે નથી. જયારે તમે ટચકરીન ફોન યુઝ કરો છો અને સ્ક્રોલીંગ કરો છો ત્યારે ઘણા બધા રિઝલ્ટ્‌સ તમને મળી આવે છે. જેમનો કોઈ એક જવાબ તમને સ્યુટેબલ જ હોવાનો. કોમ્પ્યુટરમાં બગડતા સમયમાંથી બહાર નીકળીને કઈ રીતે ઓછામાં ઓછો સમય વેસ્ટ થાય તેના પર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”

ઓડિયન્સ ઃ તમે બંને ૧૫ કરતા વધુ વર્ષથી સાથે કામ કરી રહ્યા છો. ક્યારેય પણ તમારી વછે કોઈ બાબતને લીધે મતભેદ થયા છે? ઉપરાંત, તમે કઈ રીતે તેને સોલ્વ કરો છો?

સેર્ગેઈ ઃ અમે બંને ઘણા સમયથી સાથે કામ કરી રહ્યા છીએ. ઉપરાંત, બંને એકબીજાને કમિટેડ છીએ. તમે ક્યારેય બીજાના પર નાની બાબત માટે ગુસ્સો ના કરી શકો કે અકળાઈ શકો. અમે હંમેશા આવી રીતે જ કામ કર્યું છે. ક્યારેય નાની બાબતોને મોટું સ્વરૂપ આપ્યું નથી. સામાન્યતઃ અમે એ દરેક બાબતને એક સલાહ કે રિમાંર્કેબલ મુદ્દા તરીકે લઈએ છીએ.

લેરી ઃ અને બીજી વસ્તુ, જયારે કોઈ બાબત પર વિરોધાભાસ હોય ત્યારે અમે બંને એકબીજાને ખુબ સારી રીતે સંભાળી શકીએ છે. જયારે મતભેદ હોય ત્યારે કોલ કરીને પશ્ચાતાપ કાર્ય કરવો એ પણ સારી વાત નથી જ.

આઉટસાઈડ ‘ગૂગલ સ્ટોરી’

સેર્ગેઈ બ્રિન અને લેરી પેજની ‘ગૂગલ’ જુગલબંધી....!

૧) ઓક્ટોબર ૨૦૧૦માં તેમણે ઈસ્ટ કોસ્ટ પાવર ગ્રીડને મદદ કરવા માટે મોટા ઓફશોર વિન્ડપાવર વિકાસમાં રોકાણ કર્યું હતુ. જે અંતે યુનાઈટેડ સ્ટેટ્‌સમાં પ્રથમ "ઓફશોર વિન્ડ ફાર્મ" તરીકે ઉભરી આવી હતી. તેમણે એક કૃત્રિમ સમજ ધરાવતી કારની રજૂઆત કરી હતી, તે વીડિયો કેમેરા અને રડાર સેન્સરની મદદથી તેની જાતે હંકારી શકતી હતી. ભવિષ્યમાં, સમાન સેન્સર્સ સાથેના ડરાઈવરોથી અકસ્માતો ઓછા થશે. આ સલામત વાહનો તેથી હળવા બનાવી શકાય અને તેમાં ઓછા ઈંધણ વપરાશની જરૂર પડે છે.

૨) તેઓ વૈશ્વિક પુરવઠો વધારવા સંશોધન ઉકેલનું સર્જન કરી શકાય તે માટે કંપનીઓને એકત્ર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ ‘ટેસ્લા મોટર્સ’માં રોકાણકાર છે, જેણે ટેસ્લા રોડસ્ટાર, ૨૪૪-માઈલ (૩૯૩ કિ.મી) રેંજ બેટરી ઈલેક્ટ્રીક વાહન વિકસાવ્યુ હતું.

૩) બ્રિને ટેલિવીઝન શો અને અસંખ્ય ડોક્યુમેન્ટ્રી સમક્ષ દેખા દીધી છે. જેમાં ચાર્લ્સ રોઝ , સી.એન.બી.સી, અને સી.એન.એનનો સમાવેશ થાય છે. તેઓ અને પેજ ૨૦૦૯ની ફિલ્મ ‘બ્રોકન એરોઝ’ ના એક્ઝિક્યુટિવ નિર્માતા પણ છે.

૪) જૂન ૨૦૦૮માં બ્રિને વર્જિનીયા સ્થિત અવકાશ પ્રવાસન કંપની સ્પેસ એડવેન્ચરમાં ૪.૫ મિલીયન ડોલરનું રોકાણ કર્યું હતું. સ્પેસ એડવેન્ચર્સના ૨૦૧૧માં સૂચિત અનેક ફ્લાઈટ્‌સમાંના એક માટે તેમનું રોકાણ એક અનામત તરીકે રહેશે. અત્યાર સુધીમાં સ્પેસ એડવેન્ચર્સે સાત પ્રવાસીઓને અવકાશમાં મોકલ્યા છે.

૫) બ્રિન અમ્બાર(છદ્બમ્છઇ)ના સભ્ય છે, જે એક રશિયન બોલતા કારોબાર વ્યાવસાયિકો (સ્વદેશ ત્યાગ કરનારા અને કાયમી વસવાટ કરનારાઓ એમ બન્ને)ની યુનાઈટેડ સ્ટેટ્‌સમાં નેટવર્કિંગ સંસ્થા છે. તેમણે ઘણી વાર વક્તા તરીકે હાજરી આપી છે.

૬) તેઓ અને પેજ કસ્ટમાઈઝડ બોઈંગ ૭૬૭-૨૦૦ અને ડોર્નીયર આલ્ફા જેટની સહ માલિકી ધરાવે છે, અને તે રાખવા પાછળ વર્ષે ૧.૪ મિલીયન ડોલરની ચૂકવણી કરે છે અને બે ગલ્ફસ્ટ્રીમ વી- જેટ્‌સની માલિકી મોફેટ્ટ ફેડરલ એરફિલ્ડ ખાતે ગૂગલ એક્ઝિક્યુટિવોની છે. એરક્રાફ્ટમાં વૈજ્જ્ઞાનિક સાધન છે જે ફ્લાઈટમાં એકત્ર કરવામાં આવનારા અજમાયશી ડેટાને લેવા માટે નાસા દ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવ્યુ છે.

અવોર્ડ ટુ ‘ર્ય્ર્ખ્તઙ્મી ય્ેઅજ’

૧) ૨૦૦૩માં, બ્રિન અને પેજ બન્નેને ઉદ્યોગસાહસિક જુસ્સો વ્યક્ત કરવા બદલ અને નવા વ્યવસાયોને ગતિ આપવા બદલ આઈ.ઈ (ૈંઈ) બિઝનેસ સ્કૂલ તરફથી એમ.બી.એ. (સ્મ્છ)ની માનદ ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. ૨૦૦૪માં તેઓને ‘માર્કોની ફાઉન્ડેશન પ્રાઈઝ’ મળ્યું, જે એન્જીનિયરિંગમાં સર્વોચ્ચ પુરસ્કાર લેખાય છે અને તેઓને કોલંબિયા યુનિવર્સિટી ખાતે માર્કોની ફાઉન્ડેશનના ફેલો (સદસ્ય) તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમની પસંદગી જાહેર કરતી વખતે ફાઉન્ડેશનના પ્રમુખ જૉન જૅય આઈસેલિને આ બન્ને યુવાનોને આજે માહિતી પુનઃપ્રાપ્ત કરવાની પદ્ધતિમાં પાયાનું પરિવર્તન કરી નાખતી તેમની શોધ બદલ અભિનંદન આપ્યા. તેઓ ૨૦૦૪માં ‘નેશનલ ઍકેડમી ઑફ એન્જીનિયરિંગ’માં ચુંટાઈ આવ્યા હતા. ૨૦૦૫માં, બ્રિન અને પેજ ‘અમેરિકન ઍકેડમી ઑફ આર્ટ્‌સ ઍન્ડ સાયન્સિસ’માં ફેલો(સદસ્ય) તરીકે ચુંટાઈ આવ્યા હતા. ૨૦૦૨માં વર્લ્ડ ઈકોનૉમિક ફોરમે, પેજને ‘ગ્લોબલ લીડર ફોર ટુમોરો’ (આવતીકાલના વૈશ્વિક નેતા) જાહેર કર્યા અને ૨૦૦૪માં ઍક્સ પ્રાઈઝે (ઠ ઁઇૈંઢઈ) પેજને પોતાના ટ્રસ્ટી તરીકે પસંદ કર્યા.

૨) પીસી (ઁઝ્ર) મૅગેઝિને ટોચની ૧૦૦ વેબસાઈટ્‌સ તથા એન્જીન્સ(૧૯૯૮)માં ગૂગલને સ્થાન આપીને તેની પ્રશંસા કરી હતી તથા ૧૯૯૯માં વેબસાઈટ ઍપ્લિકેશન ડેવલપમેન્ટમાં નવપ્રવર્તન માટે ગૂગલને ટેકનિકલ ઍક્સલન્સ અવૉર્ડ આપ્યો હતો. ૨૦૦૦ની સાલમાં, ટૅકનિકલ સિદ્ઘિ માટે ગૂગલને પીપલ્સ વૉઈસ અવૉર્ડ, વેબી અવૉર્ડ મળ્યો, અને ૨૦૦૧માં ઉત્કૃષ્ટ સર્ચ સર્વિસ, શ્રેષ્ઠ ઈમેજ સર્ચ એન્જીન, શ્રેષ્ઠ ડિઝાઈન, સૌથી મૈત્રીપૂર્ણ વેબમાસ્ટર સર્ચ એન્જીન તથા શ્રેષ્ઠ સર્ચ ફીચર માટે સર્ચ એન્જીન વૉચ અવૉર્ડસ એનાયત કરવામાં આવ્યા હતા.

૩) ૨૦૦૪માં, પેજ અને બ્રિનને એબીસી (છમ્ઝ્ર) વર્લ્ડ ન્યૂઝ ટૂનાઈટ દ્વારા ‘પર્સન્સ ઓફ ધ વિક (સપ્તાહની વ્યક્તિઓ)’ ઘોષ્િાત કરવામાં આવ્યા હતા. ૨૦૦૯માં પેજને યુનિવર્સિટી ઑફ મિશિગન તરફથી દીક્ષાન્ત સમારંભ દરમ્યાન ડૉક્ટરેટની માનદ પદવી મળી હતી.

૪) ૨૦૦૯માં, ફૉર્બ્સ ની વિશ્વના અબજો પતિઓની યાદીમાં તેઓ ૨૬મા ક્રમે હતા અને અમેરિકાની સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં તેઓ ૧૧ મા ક્રમે હતા.

“ખૂબ જ નાનપણથી મને પ્રતીતિ થઈ ગઈ હતી કે હું નવી ચીજોની શોધ કરવા ઈચ્છું છું. તેથી હું બનતાં સુધી ટૅકનોલૉજી અને વ્યાપારમાં રસ લેતો થયો. હું ૧૨ વર્ષનો હતો, ત્યારથી મને ખબર હતી કે છેવટે એક કંપની શરૂ કરવાનો છું.”

- લૅરી પેજ

“જ્યારે નાણાં મેળવવા ઘણા સરળ હોય છે ત્યારે તમે શોધ અને સાહસિકતા સાથે મિશ્રિત મધુર અવાજ પ્રાપ્ત કરો છો. પરંતુ કઠિન સમય જ સિલીકોન વેલીના શ્રેષ્ઠ ભાગોને બહાર લાવ્યો છે"

- સેર્ગેઈ બ્રિન