અધૂરું માતૃત્વ - ભાગ 2 Vaidehi Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરું માતૃત્વ - ભાગ 2

પ્રકરણ ૨

એક ઊંડો શ્વાસ લઈ ને મેં મારી વાત શરૂ કરી. " મેં તને હમણાં કહ્યું કે અમે ફોન માં બહુ વાતો કરતા પણ મળવા નું બહુ ઓછું હતું. અમે માંડ બે કે ત્રણ વાર મળ્યા હતા. પણ ત્યાં સુધી માં તો હું તારા પપ્પા ને અનહદ પસંદ કરવા લાગી હતી. ત્યાં સુધી કે મેં સામે ચાલી ને એને કહ્યું હતું that I love you. પહેલા તો એને લાગ્યું કે હું બીજી બધી વાતો માં જેમ મજાક કરું છું એમ એમાં પણ મજાક જ કરતી હોઈશ. એટલે એને મને કહ્યું કે 'જો તું ખરેખર પ્રેમ કરે છે તો હું બોલવું ત્યાં પણ તું આવીશ જ.' મેં કહ્યું 'હા. આવીશ કેમ તને મજાક લાગે છે મારી વાત? 'તને ખબર છે એને મને ક્યાં આવાનું કહેલું? મને તારા પપ્પા એ હોટેલ માં આવાનું કહ્યું હતું.

એમને હતું કે કે આવી વાત કોઈ છોકરી સ્વીકારી જ ના શકે. આપણા દેશમા છોકરીઓ હજુ એટલી વધી forwad નથી થઈ કે હોટેલ મા આવી જાય. પણ હું એણે આપેલા time એ પહોંચી ગઈ હતી. હા, અમે હોટેલ મા ગયાં પણ હતા અને તું વિચારે છે એ પણ સાચું છે દીકરા. પણ હું મારું સર્વસ્વ તારા પપ્પા ને સોંપીને એમને કાયમ માટે પામી ગઈ હતી. આમ અમારા રીલેશન ની શરૂઆત થઈ.

નોર્મલ ના કહી શકાય એવા એક સબંધ ની શરૂઆત હતી એ. પછી તો તારા પપ્પા મારા માટે એટલા બધા passasive થતા ગયા હતા. હું પણ તારા પપ્પા પર ડિપેંડિંગ રહેવા લાગી હતી. નાની નાની દરેક વાતે મને એની જરૂર પડવા લાગી હતી. અમારો પ્રેમ એટલી હદ સુધી નો હતો કે અમે સાથે હોઇએ ક ના હોઇએ એકબીજા ની તકલીફ ને ખુશી મહેસૂસ કરી લેતા. તને આ વાત કદાચ અતિશયોક્તિ જેવી લગતી હશે પણ એ સાચું છે બેટા.

આમ એ આમ અમે પાંચ વર્ષ કાઢ્યા. લડ્યા પણ એટલું જ હતા. અમારો ઝગડો થાય ત્યારે છેલ્લી લિમીટ નો હોય પણ અમે બેઉ જાણતા કે દૂર રહેવું અમાર બંને માટે અશક્ય હતું. ફરી એકબીજા નું મોં નઈ જોઇએ એવું નક્કી કરી ને છૂટા પડતા અને બીજા જ દિવસે એકબીજા ની સામે બેસી ને આંસુ લૂછતા.

આ વર્ષો માં એણે પોતની કમાણી કરવાની શરૂ કરી લીધી હતી. હા, એ પણ મારા કહેવાથી." ' તારા કહેવાથી એટલે?' કાવ્યા એ મને વચ્ચેથી અટકાવી દીધી. "મારા કહેવાથી એટલે એમ કે એક વાર વાતો માંથી વાત નીકળી ત્યારે એણે મને પૂછ્યું હતું કે ઘર ચલાવવા કેટલા રૂપિયા જોઇએ તો મેં થોડી ગણતરી કરી ને કહ્યું હતું કે 10000/- તો જોઇએ જ ને! ત્યારથી એણે મનમાં ગાંઠ વાળી લીધી હતી. એ વખતે આટલી રકમ મોટી ગણાતી હતી હોં! એવું પણ નહોતું કે મારા કહેવાથી જ એણે કામ કરવાનું શરૂ કર્યું. એ પહેલેથી કમાતો હતો પણ પછી જાણે અમારા બંને ના સપના જ એનું જીવન બની ગયાં હતા.

લડતા-ઝગડતા આમ અમે સાથે હતાં. મારા કપડાં પહેરવાની રીત ને ચોઇસ એણે કદી ના ગમતી. એની પત્ની થનારી સ્ત્રી પેન્ટ પહેરે એ વાત એને એટલી હદે નાપસંદ હતી કે એક વાર એ વાત પર અમારો બહુ જ મોટો ઝગડો થયેલો અને વાત એટલી હદે વણસી હતી કે અમે નક્કી કરેલું કે હવે ના તો મળીશું કે ના એકબીજા સાથે કોઈ સબંધ રાખીશુ. અને અમે બંને અ વાત પર મક્કમ હતાં કે હવે અલગ થઇ જવું બંને ના હિત મા છે. મારા ઘરમા જ્યારથી અમારી વાત ની ખબર પડી હતી ત્યારથી બધા નું વર્તન મારા માટે બદલાઇ ગયું હતું. તું સમજી નહીં શકે કે મા બાપ નો તિરસ્કાર કેવો હોય છે દીકરા... મને એવા સમયે તારા પપ્પા નો સહારો ને હૂંફ મળતા એટલે હું ખુશ રહેતી પણ જ્યારે અમે અલગ થઇ જવાનું નક્કી કરી લીધું પછી એ ટોર્ચર મારાથી બહુ સહન નોંતુ થતું એટલે મેં એમની(મારા મમ્મી પપ્પા) જોડે નહીં રહેવાનો નિર્ણય લીધો. તારા પપ્પા ની ના હોવા છતાં...."

"પણ કેવાય છે ને કે નસીબ વાંકા હોય ત્યારે સારા ઇરાદાથી કરેલા કામ નાં પણ બહુ ખરાબ પરિણામ આવતા હોય છે. મારી જોડે પણ એવું જ થયેલું."હજુ તો મારું વાક્ય પૂરું નહોતું થયું ત્યાં તો કાવ્યાના મોબાઇલ આ ફોન આવ્યો. હું સમજી ગઈ હતી કે આ એનાં પાપા નો જ ફોન હશે. પણ ફોન ની સ્ક્રીન પર નામ વાંચતાજ કાવ્યા ના મોં પર ગુસ્સો અને ચિંતા એકસાથે ઉપસી આવ્યા. આખી રિંગ પતી ગઈ પણ એણે ફોન ના ઉપાડ્યો. "શું થયું બેટા? કોનો ફોન હતો? પાપા નો હતો તો વાત કરી લેવી હતી ને. કઈ ટેન્શન જેવું હોય તો તું મને કહી જ શકે છે. I can understand."

" પ્લીઝ. એ મારી અંગત વાતો છે એમાં તારે માથું મરવાની જરૂર નથી." ફરી એ જ શુષ્કતા નો સામનો કર્યો મેં... તાહિર એને કહેવા જતો હતો પણ મેં ના પાડી એટલે પાછો બેસી ગયો." ઠીક છે નહીં માથું મારું બસ?" એટલામા ફરી ફોન વાગ્યો ને કાવ્યા સડસડાટ બહાર નીકળી ગઈ. હું ને તાહિર એકબીજાં સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા. પૂરી પાંચ મિનિટ પછી એ અંદર આવી અને એની બેગ લઈ ને તાહિર ની સામે જોયું. થોડી અસમંજસ મા પડેલો તાહિર હળવેક થી ઊભો થયો.

"એક મિનિટ. પહેલા તારા પાપા ને કહી દે કે તું હવે અહીં થી નીકળે છે એટલે એમને ચિંતા ના થાય." " મને ખબર છે કે મારે કોને શું કહેવાનું છે અને ક્યારે. અને એમ પણ તાહિર છે મારી જોડે. So just relax you old lady."

"બસ કર બાબુ. આ શું કરે છે? she is your mom after all. તું આટલી બધી rude ક્યારથી બની ગઈ એ જ નથી સમજાતું. એ તારા મોમ છે અને તું એમને સાવ આમ તોછડા જવાબ આપે છે? Why? "

" Look તાહિર. મારા ને મમ્મી વચ્ચે શું પ્રોબ્લેમ છે એ તને સમજણ નહીં પડે તો તું પ્લીઝ એ બધામા નઈ પડ. એ જ સારુ છે. આ સ્ત્રી કદી મારી માઁ નહીં બની શકે. અત્યારે તો આપણે અહીં થી જવું પડશે. ચાલ..."

" અરે પણ ક્યાં જવું છે? શુ થયું કંઈક કહે તો ખબર પડે મને."

હું સમજી ગઈ કે કાવ્યા મારી હાજરી માઁ કંઇ કહેવા નહોતી માંગતી ને તાહિર ઇચ્છતો હતો કે મને ખબર હોય કે એ બન્ને ક્યાં જાય છે. એટલે મેં વચલો રસ્તો શોધ્યો. " જુઓ તમારે જેપણ વાત કરવી હોય એ શાંતિ થી બાજુ ના રૂમ માઁ જઈ ને કરો. હુ અહીં બહાર જ તમારી રાહ જોઈશ. અને બેટા, મારે તારા પપ્પા ને જવાબ આપવાનો ના હોત તો હું તને ના પૂછત કે તું ક્યાં જાય છે.." એટલું બોલી ને હું ચૂપચાપ સોફામા બેસી ગઈ.

"આહ! ચાલ" એમ કહીને કાવ્યા તાહિર ને ખેંચી ને અંદર લઈ ગઈ.

" તું સમજતો કેમ નથી બાબુ..મને મારી માઁ માટે બહુ ઓછી લાગણી છે. હું એટલે એની હાજરીમાં કોઈ વાત નથી કરતી. તને ખબર છે હમણાં કોનો ફોન હતો? ફુઆનો...."

બહાર સંતાઇ ને મેં સાંભળી લીધું કે જિજાજિ નો ફોન હતો પણ અત્યારે?