માર્કેટિંગ મંચ
મુર્તઝા પટેલ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
૧.ક્રંચી કલમથી મંચી માર્કેટિંગની મજ્જાની સફર...
૨.માર્કેટિંગની ગોળીથી રમીએ રંગ’હોળી’
૩.‘જો’ ભાઈના સુપર-વેચાણની ‘તો’ફાની વાતો...
૪.મેઈડ (ઈન) એન્ડ ‘આઉટ’ ચાઈના ટાઉન !
૫.પ્રોડક્ટ પ્રિસ્ક્રિપ્શનઃ મગજની શાણપટ્ટીથી નીકળેલી તોડ-જોડની સોનપટ્ટી - ‘સુગ્રુ’
ક્રંચી કલમથી મંચી માર્કેટિંગની મજ્જાની સફર....
મને બચપણથી વાંચનનો જબ્બર શોખ. વખત જતા વાંચનના એ પેશનેટ શોખમાં માત્ર વિષયો ઉમેરાતા રહ્યાં. પણ શોખની લગની તો એની એજ રહી. આજે ફરી વાર યાદ કરૂં છું કે મારામાં રહેલો આ વાંચનાર નર લખાણ-પટ્ટીમાં ક્યાંથી આવી ગયો!?!? - થયું આમપ
બરોબર ૫ મી સપ્ટેમ્બર ૨૦૧૦ની રવિવારની એ બપોર. મારી પત્નીએ અચાનક આવી શબ્દ-ધક્કા સાથે ટોણો માર્યોઃ “આ જ્યારે જોઉં છું ત્યારે ઈન્ટરનેટ પર વેપારને લગતું વાંચ-વાંચ કરો છો તો લખતા પણ બતાવો તો કાઈં માનુ. તમારી સાથે બીજા ઘણાં લોકોને પણ ફાયદો થશે. તમારી કેરિયરને ધક્કો વાગશે બીજું શું?!?!!?”-
શાદી (લગ્ન) પહેલાં તેની સાથે થોડાં સમય માટે લવ-લેટર લખવાની ચળ-વળ ઉપાડી હતી પણ શાદી પછી તેના આવ્યા બાદ એ ચળ બીજે ક્યાંક વળી ગઈ.;)
મને ત્યારે આમ અચાનક થયેલા આવા હૂમલાથી એ દિવસે નેટવેપારનો આ પોસ્ટ દ્વારા રંંજઃ//હીંદૃીટ્ઠટ્ઠિર્.ુઙ્ઘિિીજજ.ર્ષ્ઠદ્બ બ્લોગ શરૂ કરવો એક અનાયાસ પર્યાસ જ હતો. (દરેક સફળ પુરૂષની પાછળ સ્ત્રીનો હાથ કે પગ હોય છે એનું આ એક લેટેસ્ટ ઉદાહરણ)
એની વે. શું લખવું, કેવું લખવું, કેટલું લખવું તેની કોઈ પરવા ન કરી. પણ ‘આગે આગે ગોરખ જાગેગા તો જો હોગા સો દેખા જાયેગા’ વાળી કરીને શબ્દોનાં વમળોમાં કુદી પડયો ને લખવાની શરૂઆત કરી દીધી.
વર્ચુઅલ ભલે કહેવાય પણ આવી બ્લોગી સફર મારી ઝીન્દગીની સૌથી અનોખી સફર રહી છે. એટલાં માટે કે એમાં મને એક્ચુઅલી ઘણાં એવા સારા દોસ્તો-દોસ્તાનીઓ, સાથીદારો, સલાહકારો મળી આવ્યા. એ સૌ ભાઈઓ-ભગ્િાનીઓ જેમણે બ્લોગ-મીડિયા લેન્ડ પર આવીને પોતાનો કિંમતી સમય વાંચન માટે આપ્યો. લાઈક્સ અને કોમેન્ટ્સ બટન દ્વારા મોહબ્બત આપી. વારંવાર દિલ ખોલ્યું. પછી થાય શું? - સિમ્પલી લખવાની કેટલી બધી હોંશ મળે જ, ને?
બસ પછી તો લખાણની એ મોટીવેશનલ સ્પિડ પણ બસમાંથી ટ્રેઈનમાં ફેરવાઈ ને હવે ધીમે ધીમે પ્લેન તરફ ઉડી રહી છે. બેગદ્દ્... નેટ પર વિવિધ પ્લેટફોર્મ દ્વારા માતૃભાષામાં લખીને વિચારોને જે એક્સપ્રેસ કરવાની તક મળે છે, તે માટે દર અક્ષરે હું ’અલ્લાહ કા શુક્રગુઝાર’ છું. કેમ કે લખાણથી લાખો રૂપિયા કમાઈ લેવાની લાલચ કરવા કરતા લાખો વાચકોના દિલને ટચ કરવાની વધારે મજ્જા છે.
શક્ય છે એટલે જ મોટા સોશિયલ મીડિયા ઉપરાંત મોબઈલી ’હું ગુજરાતી’ નામનું બાલકિયું ઈ-મેગેઝિન પણ રીખતું-ચાલતું પાસે આવ્યું અને તેની મોજીલા દોસ્તોની ટિમ સાથે મોબાઈલ ટ્રેન્ડનાં માધ્યમમાં રહીને વધુ ને વધુ લોકો સુધી પહોંચવાનો રસ્તો સરળ બન્યો.
જે વિષય માટે હું બન્યો છું એવા મારા પ્યારા માર્કેટિંગમાં રમવાનું મોકળું મેદાન મને ’હું ગુજરાતી’ મેગેઝિનમાં પણ મળી રહ્યું છે. આમ તો ‘માર્કેટિંગ’ શબ્દ મારા લોહીમાં વહે છે. તેથી જ સ્તો આ મેગેઝિનમાં ’માર્કેટિંગ મંચ’ વિભાગ દ્વારા મને તેનાં વિવિધ પાસાંઓને નિખારવાની વધુ તક મળી છે.
જેમાં ક્યારેક કોઈક અવનવી પ્રોડક્ટ/ સર્વિસની જાણકારી આવે, તો ક્યારેક કોઈક નોખી બનેલી ઘટના આવે. ને વળી ક્યારેક તો અનોખા પર્સન (વ્યક્તિ વિશે) પણ જાણવા મળે. તેથી જ સ્તો એમાં પાછલા વર્ષોના શીખેલા અનુભવો અને અસરકારક સૂત્રોને પણ જાતે અપનાવી તેની અસર જાણીને જ આપ લોકોની સાથે વહેંચણી કરૂ છું.
ગુજરાતી પ્રાઈડનું મુખ્ય મંચ વિકસાવી મહેન્દ્રભાઈ શર્મા અને તેમની મોબાઈલ ટિમે ગુજરાતી ભાષાને ફેલાવવા તેમજ ઉગતા વાચકો-લેખકોને વાંચવા-લખવા માટેની તક તેમના ’ખીસામાં’ ઉતારી આપી છે. બન્ને રીતે...મોરલ અને મોનેટરી સપોર્ટ દ્વારા. એ માટે તો એમને આપડી દેશી ઈષ્ટાઈલમાં દિલથી કહી શકું કે ’ઠેંકુ...ઠેંકુ હોં !
મારા માર્કેટિંગ ગુરૂઓના મંતવ્ય મુજબઃ “આ નોટી-નેટી આલમમાં જેઓ સમજીને પોતાને ગમતું વાંચન ચાલુ રાખે, લખ્યે રાખેપ..પછી ભલે લોકોને લાગે કે ‘ગાંડાની જેમ’..તોયે એ ડહાપણભર્યું કામ ગણાય છે. કેમ કે તેના વાંચન-લખાણ દ્વારા તમારા પેશનને ધક્કો મળે છે. જે તમને એક દિવસ ત્યાં લઈ જાય છે જે જગ્યા પર જવાનું તમે સ્વપ્ન જોયું છે.”
મંચિંગ મોરલોઃ
“ગમતા ભડભડતા (પેશનેટ) વિષયનો દરરોજ માત્ર એક કલાકનો અભ્યાસ તમનેપ
ત્રણ વર્ષની અંદર એક વિશેષજ્જ્ઞનુ સ્થાન
પાંચ વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે સત્તાધારી વ્યક્તિનું સ્થાન અને
સાતમાં વર્ષે દુનિયામાં તે વિષયવસ્તુના જ બેસ્ટ (સર્વશ્રેષ્ઠ) વ્યક્તિનું સ્થાન આપી શકે છે.
પણ જરૂરી ધ્યાન એ રાખવું કે એ સાત વર્ષની શરૂઆત સાંઠ મિનીટથી ચાલુ થાય.” - અર્લ નાઈટેન્ગલ
માર્કેટિંગની ગોળીથી રમીએ રંગ’હોળી’
રંગ કોઈ પણ તહેવારનો હોય. એ પછી રંગોળીનો હોય કે રંગ‘હોળી’નો. એમાંથી નીકળતા ઉમંગો અને તરંગોની ખુશીની કોઈ સીમા હોતી નથી.
સ્કુલમાં હતો ત્યારે આખા વર્ષમાં માત્ર આ એક તહેવારથી હું ડરતો. ડરપરંગોનો નહિ પણ કપડાં ખરાબ થશે ને મા વઢશે, ગુસ્સે થશે અને પછી ઘસી ઘસીને ધોવાની તકલીફ એને પડશે એનો લાગતો. એટલે વધુ ભાગે હોળી-ધુળેટીના એક દિવસ પહેલા નાનીમા કે દાદીમા પાસે રહેવા ચાલ્યો જતો. એમની પાસે ઝેડ સિક્યોરીટી રહેતી. એમને પણ ખબર કેપઆ છોટે ઉસ્તાદને આવા રંગ-કામમાં કોઈ રસ નથી. ક્યારેક આખો દહાડો ઘરમાં પૂરાયેલો રહેતો ને બારી કે ગેલેરીમાંથી બહારના રંગ-ઢંગ જોઈ લેતો.
પણ પ્રાઈમરી-સેકન્ડરી પાસ કરી કોલેજ કાળમાં આવ્યો ત્યારેપથોડો રંજ થયો. ઓહફઓ!પજવાનીમાં આટલાં બધાં રંગો ખીલ્યા હોય છે?!?!?! ત્યારે પસાર થયેલા દિવસો પર પાણી ફરી ગયું હોય એમ લાગ્યું. તોયે..તદ્દન કોરો-કટ પણ રહ્યો નથી હોકે! રંગોને પારખવાની ને પરખાવવાની અક્કલ ક્યારની આવી ગઈ હતી. કોલેજ કેમ્પસમાં હોળીના એક દિવસ પહેલા ગ્રુપમાં દોસ્તો-દોસ્તાનીઓ અચાનક ગુલાલનું પડીકું ખોલી એક-બીજાના ગાલો પર ‘ગમતાનો સરપ્રાઈઝ ગુલાલ કરી લેતા’. ઉનકો ભી કુછ ન હોતા ઔર હમારા કામ ભી બન જાતા.
દોસ્તો, તમે નસીબદાર છો ત્યારેપ..
•જ્યારે કોઈ અચાનક આવીને તમને ગાલ પર વિવિધ રંગોની નિશાની લગાવી જાય છે.
•જ્યારે આખા વર્ષ દરમિયાન ‘એ’ તમને જરાયે ભાવ ના આપે ને આ દિવસે તમારી ભાવનાને અહોભાવથી ગળે લગાડી દે.
•જ્યારે ૫-૨૫નુ ટોળું તમને ઊંંચકીને પાણીના કે કીચડ-રંગ-હોજમાં નાખી છબછબીયા કરાવે.
•જ્યારે બચ્ચાં-લોગ તમને પરાણે ખેંચીને-ઘેરીને નાનકડી પિચકારીઓથી રમવા બોલાવે. (આવા ટાણે તો કોમ્યુટર-ઈન્ટરનેટનેય હોજમાં નાખી દેવું જોઈએ ને?)
•જ્યારે ક્યાંક દૂર કોઈક એક જન (કે જાન) તમને ‘હોલી’ ગણી તમારા રંગમાં રંગાઈ જવા માટે આતુર હોય. પછી ભલેને એની દુનિયા બેરંગ હોય. તમારો તો ત્યાં પહોચવાનો એક માત્ર કોફી રંગ જ કાફી હોય છે.
• ને ત્યારે તો નસીબદારીનું નોબેલ પ્રાઈઝ જાતે જ લઈ લેજો જ્યારે તમારા માત-પિતા હાથમાંથી લાકડી બાજુ પર મૂકી પિચકારી લઈ એકબીજાને પકડવા-રંગવા-રંગાવામાં ખોવાઈ જાયપ.એમાં તો માની જ લેવાનું કે ખરો ‘હોલી-ડે’ તમારી પાસે પડયો છે.
રંગો ઉડાડવા માટે જાતની સાથે મીનીમમ એક વ્યક્તિના વ્યવહારની પણ જરૂર પડતી જ હોય છે. એકલા એકલા હવામાં શું ખાક ઉડાડશો?
રંગીન-વ્યવહારની વાત આવે ત્યારે હોળીના આ તહેવારને પણ ઈન્ટરનેટ પર થતાં વિવિધ-રંગી વેપારના સંદર્ભે જોડી દેવાનું મન થાય છે. કેમ કે અગણિત ડીજીટલ રંગોની ભરમાર બીજે ક્યાં જોવા મળે?
નેટના વેપારમાં આપણને કોનો, કોને, કેવો, કેટલો રંગ-સંગ અસર કરે છે એ બધાંનો દારોમદાર આપણા ખુદ પર છે. બીજાને તકલીફ ન પડે તેમ લગાવેલા શબ્દો, વિચારો, આઈડિયા, મદદ, ખુશી, કુનેહ, સમજદારી, જ્જ્ઞાન, અનુભવપ..નો રંગ લાંબા સમય સુધી ટકી રહે એની તકેદારી રાખી ‘નેટવર્કિંગ’-વ્યવહાર થાય તો ચઢેલાં રંગોની મજબૂતીનું મૂલ્ય વધે છે.
કોઈને જબરદસ્તીથી પિચકારી મારવી કે કમને સામેની પાર્ટીને જાણ્યા વગર રંગ લગાડવા માટે મજબૂર કરવુ એ તો સંબંધોનો રંગ ઉતારવા જેવું થાય છે. પોતાના ટાર્ગેટ ગ્રાહકોને જાણ્યા વગર દરેકને મેસેજ માથે મારવો એ તો ‘સ્પામરો’ નું કામ! (એ માટે મારા પેલાં સેઠ સાહેબ “ીદ્બિૈજર્જૈહ’ પર બહુ મોટી વાત કરી ગયા છે. ક્યારેક એ વિશે પણ જરૂરથી જણાવીશ.)
શરૂઆતથી જ માલ વેચવોનું વલણ રાખી ધંધાની ઈમારતનો પાયો ઢીલો રાખવા કરતાં સમજણપૂર્વક ઈન્ટરનેટ માર્કેટિંગથી શરૂઆત કરી પાયો મજબૂત કરવામાં આવે તો બજારને પણ મેસેજ મળી જાય છે કે તમે કેટલા પાણીમાં છો. કેમકે નેટની આ દુનિયામાં ડીજીટલ રંગો એટલાં બધાં છે કેપમાત્ર એકથી જ બોર કરતાં રહેવું મૂર્ખામી છે. વખતો-વખત રં(ગોળી) નાખતા રહેવું ચતુરાઈ છે.
પ્રોડક્ટ કે સર્વિસના પાકા રંગની અસર લગાવવા કાંઈ એક જ વારમાં રંગ લગાવવો લાભદાયક ખરો?- જરાયે નહિ સાહેબ! એ માટે તો ઓપ્શન્સ, વેરાઈટીઝ, રંગોની હાર કરાવવી પડે તો જ માર્કેટમાં જીતી જવાય છે. કેમ કે એકનો એક રંગ પણ કોને જોવો કે વાપરવો ગમે છે? વેપારીક રંગ કેટલો નાખ્યો એ કરતાં ‘રંગ રાખ્યો’ એની નોંધ વધારે લેવાય તો સારૂં.
ગ્રુપમાં શામેલ થઈ, લાકડાં ભેગા કરી સામુહિક હોળી પ્રગટાવવી ‘ટીમ-વર્ક’ ગણાય છે. જેમાં બિન જરૂરી બાબતોનો કચરો, નારિયેલ-ઘી સાથે હોમી દેવામાં સ્માર્ટનેસ છેપ.વ્યવ્હારૂતા છેપપ્રોડક્ટીવિટી છે. તમને શું ગમે?ઃ વાસ કે ફ્લાવર-વાઝ?
વખત આવ્યે હોળીના રંગો પણ ધોવાતા જશે. ધુમાડો પણ ચાલ્યો જશે. બીજે વર્ષે ‘નવી હોળી નવો દાવ’ શરૂ થશે. નવા રંગો ચઢશે, જુના ઉતરશે. તો રંગોને માણવાને બદલે બચી ગયેલી રાખને શરીરે ચોળીને કે મનમાં રાખીને શું ફાયદો થશે દોસ્તો?
“હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા” જેવું વલણ જ વેપારીની રંગ’હોળી’ને લાંબો સમય ટકાવી ‘રાખ’વામાં મદદ કરે છે.
પિચકારીઃ
"રંગ એવો ન લગાડજો કે ‘એની’ આંખોમાંથી દુઃખનું પાણી ટપકી પડેપ. રંગ તો એવો લગાવજો કેપ એની આંખોમાંથી આંસુ ટપકી પડેપખુશીના!"
‘જો’ ભાઈના સુપર-વેચાણની ‘તો’ફાની વાતો...
આ દુનિયામાં વસ્તુઓ-સેવાઓ વેચનારા સેલ્સમેન તો ઘણાં થઈ થયાં. કેટલાંક વહી જાય છેપ કેટલાંક તરી જાય છેપ ને બાકીના રહી જાય છે. પણ આ ‘જો જીરાર્ડ (ર્ત્ની ય્ૈટ્ઠિઙ્ઘિ)’ ની તો વાત જ અનોખી છે. આ માણસ તો એના અચિવમેન્ટ્સ દ્વારા ઘણું બધું કહી જાય છે.
જુવો ભાઈઓ-બહેનોપ. જો જીરાર્ડ સાહેબની હાલની ૮૬+ વર્ષની ઝીંદગી વિશે વાત તો બહુ થઈ શકે. તેઓ કોણ છે..કેવા છે?, એમનો જન્મ, એમના શરીરનો બાંધો, એમનું મન, એમનું પરિવાર, એમનું કરંટ-બેંક બેલેન્સ, એમની માલ-મિલ્કિયત, એમના કપડાં, એમની પસંદ-નાપસંદ, એમનો શોખ, એમનું આવવું-જવું-ઉઠવું-બેસવું, એમના સગા-વહાલાંઓ, એમનું સામાજિક કનેક્શન્સ (ર્જીષ્ઠૈટ્ઠઙ્મ દ્ગીર્ુંિાપર્રૂે જીી!), એમનું રોજ-બરોજનુ શેડયુઅલપવગેરેપવગેરેપ વગેરેપ
પણ જો આજે એ જ વાત કરવી હોત તો એમની આખી બાયોગ્રાફી અહિયાં ‘આપડી ઈસ્ટાઈલ’માં લખતા મને કંટાળો ન આવત ને તમને વાંચતા. પણ ઈન્ટરનેટ પર એવી જોઈતી માહિતીઓનું રસોડું ખુલ્લુ હોવાથી જે સ્માર્ટ હોય છે એ તો ત્યાં જીને જમી આવે છે. એટલે ટૂંકમાંપજીરાર્ડ સાહેબ તો પોતાના વ્યાપારિક-કર્મોથી પોતાની આવનારી પેઢી માટે ઘણુંપઘણું કમાયા છેપ.
એ પણ નોકરી કરીને!
ઝટકો લાગ્યોને?- પણ જોબના બોજને વેપારમાં ફેરવી નાખનાર માર્કેટિંગનાં એ મેજીશિયનનું નામ એટલે જો જીરાર્ડ.
બાપ્પા!પએ તો સમજ્યા કે નોકરી કરીને આજના વખતમાં અસામાન્ય સ્કિલ્સ બતાવી મિલીઓનેર બનવું આમ વાત થઈ રહી છે. પણ આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાં એવું વિચારવું શરીરમાં ‘આમવાત’ લાવી દે એવું હતું. એ વખતે જો ભ’ઈએ કાર-સેલ્સના એવા એવા તો કારનામાં કર્યા છે કે આજ-દિન સુધી એના જેવી તેન્ડુલકરી (બેસ્ટ-અચિવમેન્ટનું સર્વનામ જ ને?) બીજું કોઈ કરી શક્યું નથી.
એટલે એમણે શું કર્યું છે એના બદલે બીજા એમના જેવું શું નથી કરી શક્યા એવુ કહેવું આપણા સૌ માટે વધારે લાભદાયક છે...
•એક દિવસમાં એવરેજ ૧૮ ઓટોમોબાઈલ્સ (કાર ને બદલે એમનો આ વ્હાલો શબ્દ) એમના સિવાય બીજું કોઈ વેચી શક્યું છે?- (એમાં એમને કોણ કહેવા જાય કે...”અરે સાહેબ! બ્રેક તો લો!” )
•એક મહિનામાં એવરેજ પોણાં-બસ્સો ગાડીઓ બીજું કોણ વેચી શકે છે?- (બોલો આમાં આપણી તો સૂઊંઊંઊંઉ કરતી.. હવા નીકળી જાય કે ની?!?!!)
•એક વર્ષમાં એવરેજ ૧૪૨૫ વિહીક્લ્સ વેચવાની આપણાંમાંથી કોની તાકાત છે?- (હુફ્ફ્ફ્ફ! બોલે તો...લિખતે લિખતે અપણા પેએટરોલ-ઓઈલ તો ઈધરહીચ ખલ્લાઆઆસ હો જાવે ભીડું!!!
•એમની ૧૫ વર્ષની ‘કાર’કિર્દીમાં આશરે ૨૨,૦૦૦ જેટલાં વાહનો વેચી (અને વહેંચી) આવો ધંધો કર્યો હોય ત્યારેપકંપનીનો ગુમાસ્તો તો શુંપગ્િાનીસબૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળાઓ સામેથી એવોર્ડ આપવા દોડતાં ન આવે તો બીજે જાય પણ ક્યાં?
પણ આટલી બધી ધમાધમી કર્યા પછી પણ જો ભાઈને તો એમનુ આ અચિવમેન્ટ સાવ સામાન્ય લાગે છે.
એમનું કહેવું છે કે “જો હું કરી શકું તો તમે પણ તમારા ફિલ્ડમાં એનાથી હજુ વિશેષ કરી શકો. જરૂર છે ફક્ત ગાડીની પાછળ રહેલી વેચવાની અ(સામાન્ય) સાયકોલોજીને સમજવાની. સાચું કહું તો મેં ક્યારેય કોઈને કાર ખરીદવા માટે ફોર્સ કર્યો નથી. મેં માત્ર એટલું જ કર્યું કે તેમની વાત સાંભળી અને તમને શું ચલાવવું છે એવું વાહન સગવડોથી ભરીને આપી દીધું. બસ...પછી ‘ધન-ધનાધન મારૂં ખિસ્સું ભરતું ગયું. ”
પણ આ ક્વોટ વાંચીને તમે તમારી ગાડીની પાછળ ડીકીમાં જી નજર નાં કરજો શેઠ!પમને રડવું આવશે!
એ સાયકોલોજી કોઈ પણ કોલેજમાં આપવામાં નથી આવતી. એના માટે વિચારોનાં રીસાયકલિંગથી શરૂઆત કરવી પડે છે.
તો પછી કરવુ શું? - સિદ્ધિ તો આપણે સૌએ હાંસિલ કરવી છે. એ માટે અઢળક કામો થઈ શકે છે. હાલ પૂરતું એટલું થઈ શકે તો સારૂં.
૧. જેમને માર્કેટિંગનાં વાંચનનો શોખ છેપ.ખાંખાખોળા કરવાનો શોખ છેપસક્સેસફુલ થતા રહેવાનો શોખ છે.. એમને માટે ઈન્ટરનેટ ખુલ્લું પડયું છે. એમની લખેલી બૂક્સ વાંચવાની ઝડપી શરૂઆત કરવાની છેપ..દિલ-દિમાગનું લોહી વધારવાનું છેપધીમે ધીમેપ
અથવા...
૨. આજદિન સુધી તમે સેલ્સની બાબતે કોઈ એવું સાવ ‘હટકે’ કામ કર્યું છે જેનાથી તમને કોઈ એવોર્ડ કે રિવોર્ડમળ્યો હોય? જો હા હોય તો મને હીંદૃીટ્ઠટ્ઠજ્રિખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ પર ઈ-મેઈલ કરી સેલ્સ માટેની એ વાત બિન્દાસ્ત બોલવાની છે. શક્ય છે કે કાલે કરેલા અચીવમેંટને હું મારા બ્લોગ કે ફેસબૂક સ્ટેટસમાં પણ ટપકાવી શકું. (ઓફિસમાં ભલેને પ્રમોશન ન મળ્યું હોય પણ એટ લિસ્ટ અહીં પ્રમોટ થઈ શકો છો.
શીખતા રહેવાની ક્યા કોઈ મોસમ હોય છે?
મેઈડ (ઈન) એન્ડ ‘આઉટ’ ચાઈના ટાઉન !
એનું નામ આદમ હન્ફ્રી. વેકેશનમાં તેને ફરવા માટે ચાઈના જવું હતું. એટલે ફોર્મમાં આવીને તે ઈન્ટરનેટ પર ચાઈનીઝ કોન્સ્યુલેટની વેબસાઈટ પર લાંઆઆઆઆમ્બુ-લચક વિઝા-ફોર્મ ભરવા લાગી ગયો. હિસ્ટ્રી-જ્યોગ્રાફિ અને સિવિક્સના મરી-મસાલાથી ભરપુર એવા આ ફોર્મ ભરવામાં જ તેને ખાસ્સો એવો સમય કાઢવો પડયો. કહેવાય છે કે ભણવા માટે ચીન પણ જવું પડે તો જાઓ. પણ અહીંયા તો ભણી-ગણીને જવું પડે એવી હાલત થઈ ગઈ.
ખૈર, ઓનલાઈન ફોર્મ ભરી પ્રિન્ટ-આઉટ લઈ બીજા જરૂરી એવા ડોક્યુમેન્ટ્સ લઈ આદમ હમ્ફ્રી ન્યુયોર્કની ચાઈનીઝ કોન્સ્યુલેટમાં વિઝા એપ્લાય કરવા માટે આવી ગયો. પણ ત્યાં પહોંચ્યા એને બાદ ખબર પડી કે વિઝા-એપ્લીકેશનનું ફોર્મ તો સાવ બદલાઈ જ ગયું છે. જે ફોર્મ ઓનલાઈન ભરવાનું હતું તે બીજું જ હતુંપપભેંસ ગઈ હડસન નદીમાં !
શાંત ચિતવાળા આદમભાઈને ગાંધીગીરી કરવાનો પહેલો મોકો મળ્યો.
“સર ! આપ મને નવા ફોર્મ માટે મદદ કરી શકશો?
“ના, નહિ કરી શકીએ.”
“સર ! આપની પાસે બીજું પ્રિન્ટેડ ફોર્મ મળશે?”
“ના, નહીં મળે.”
“સર ! નજીકમાં કોઈ સાયબર કેફે છે?”
“હા ! છે. બર્ગર-કિંગમાં”
ખોરા આદમી જેવા એમ્બેસીના ઓફિસરોને તો અસહકારનું આંદોલન કરવું હતું એટલે આદમભાઈને મોકલી આપ્યો નજીકમાં આવેલા બર્ગર-કિંગ ફાસ્ટ-ફૂડની અંદર રહેલા સાયબર કેફેમાં. જ્યાં જી તેને બીજું એક નવું ફોર્મ ભરવાની નવેસરથી શરૂઆત કરવાની હતી.
આદમભાઈ આવી પહોંચ્યા એ કેફેમાં જ્યાં તેના જેવા બીજા ઘણાં ફસાઈ ગયેલા ‘આદમી’ ઓ દેખાયા. એ સૌ ત્યાંના કોમ્પ્યુટર પર ફોર્મ ભરવામાં મશગૂલ હતા. હજુયે શાંત ચિત્તની અસર હેઠળ રહેલા આદમને ત્યાં મગજમાં એક ચમકારો થયો. માથા પર ચમકેલા એ બલ્બમાંથી તેના દોસ્ત સ્ટિવન નેલ્સનનો નંબર દેખાયો.
“સ્ટિવ, એક જોરદાર આઈડિયા આવ્યો છે. તારી મદદની સખ્ત જરૂર છે. બસ અમલ કરવો છે માટે એક મોટી પેન્સકી-વાન ભાડે જોઈએ છે. આ ચીનાઓની કોન્સ્યુલેટ બહાર લઈને આવી જા.” - સમજો કે ગાંધીગીરીનો હવે આ બીજો એક મોકો હતો.
સ્ટિવે તો આદમની આ વાત પર બીજી ઘડીએ સહકાર નોધાવી દીધો. ને પછી કોઈ સર્ચ- રિસર્ચ- બિઝનેસ મોડેલ પર બહુ લાંબી ચર્ચા કર્યા વગરપકોઈ પણ પ્રકારની બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લીધા વિના કે પછી કોઈ પણ માસ-મોટું રોકાણ કર્યા વગરપબે દિવસ બાદ શરૂ થઈ ગયો મોબાઈલ વિસા કન્સલ્ટન્સી બિઝનેસ.
એક લેપટોપ, એક પ્રિન્ટર, બે-ત્રણ ખુરશીઓ, એક અલગ તરી આવે એવો બ્લ્યુ ગણવેશ ધારણ કરી અને ૧૦ ડોલરની ફીમાં આદમે ઓનલાઈન ફોર્મ ભરી આપવાનો આ નાનકડો ‘બિઝનેસ’ હજુ સાડા ૩ મહિના પહેલા જ શરૂ કર્યો છે. ઓફ કોર્સ કમાણીની મધ્યમ શરૂઆત તો થઈ જ ચુકી છે અને સર્વિસની સુવાસ ફેલાવા પણ ફેલાવા લાગી છે. ગ્રાહકો વધવા લાગ્યા છે એટલે ફી પણ ૨૦ ડોલર વધારી દીધી છે. પછી તો તેના દોસ્ત નેલ્સનની મદદ સાથે-સાથે એક ચીની-મીની દોસ્ત પણ જોડાઈ ગઈ છે. જે ચાઈનીઝ ભાષાની અનુવાદક છે.
આ ત્રણેઉ ભેગા મળી દિવસના આશરે ૫૦૦ ડોલર્સની કમાણી વાનમાં બેઠાં બેઠાં કરી લ્યે છે. વેપારના તેમના આ ધર્મમાં જો કોઈ બૌદ્ધ સાધુ ગ્રાહક તરીકે આવે છે તો તેને ૫ ડોલરનું ડિસ્કાઉન્ટ પણ આપી દે છેપ એમ માનીને કે તેમના થકી થોડું હજુ વધુ સારૂ ‘સદ્કર્મ’ થઈ શકે!..!
દોસ્તો, એ તો શક્ય છે જ કે દુનિયામાં આવા તો દરરોજ અગણિત કેટલાંય આદમો જન્મતા હશે ! એવી ઘણી કથાઓ છેપવ્યથાઓ છે. જેમાં કેટલાંક પોતાની જાતે ઉઠતાં હશે ને બાકીના પર‘પોટા’ની જેમ ફૂટતાં હશે. આ તો જેનું ‘ફોર્મ’ લાંબુ હોય છે તેની ચર્ચા થાય છે.
તમારી કે તમારી જાણમાં હોય એવી વ્યથા છે જેની કથા થઈ શકે?
પટેલ પંચઃ “તકલીફમાંથી તકને જે ‘લીફ્ટ’ કરી જાણે એ ખરો ‘આદમી’.”
પ્રોડક્ટ પ્રિસ્ક્રિપ્શનઃ મગજની શાણપટ્ટીથી નીકળેલી તોડ-જોડની સોનપટ્ટી - ‘સુગ્રુ’
સવાલઃ “આ નસીબ એટલે શું?”
દેશી જવાબઃ “ઓ ભ’ઈ! એ તો ઓઓઓઓ છન્હ....જેહવા એના કર્મો એવા ભોગ, બીજું હું?- કાંઈ બધાં ‘મફતલાલ’ને ત્યોં ‘અરવિંદ’ ઓછા જન્મે હેં? - આહ!
વિદેશી જવાબઃ “જે ‘કલ’ની યોગ્ય બાબતને, યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ વાપરે તેનું નામ ‘લક’...નસીબ.”- વાહ!
દોસ્તો! આ દુનિયા આમ તો ખરેખર નાની છે, એમ કહી શકો. એટલા માટે કે એનાથીયે મોટી કોઈ વસ્તુ હોય તો તે આપણું મગજ છે. આ એવી કમાલની ભેંટ છે, કે જેના વિવિધ સુપર ઉપયોગથી પામર ઈન્સાને તેને નાનકડી બનાવી છે. મીની-ટુ-મેગા ને પાછુ મેગા-ટુ-મીની વચ્ચે અનેકવિધ વસ્તુઓ દ્વારા ગોથાં ખાતી આ દુનિયાનો વિકાસ એવા મગજો દ્વારા થયો છે, જેની સાથે લોકોએ વખતોવખત મગજમારી કરેલી છે.
ઈન્ટરનેટના માધ્યમમાં હવે આવી મગજમારીઓ બહેર મારી જાય એટલી ઝડપથી વધી રહી છે. આપણે આટલું વાંચ્યું એ દરમિયાન જ ક્યાંક એવી શોધનો ગર્ભ રહી ગયો હશે, જે હવે થોડાં જ સમયમાં ડિલિવરી માટે તૈયાર થઈ જશે. ને ક્યાંક એવું પણ બનતું હશે કે યોગ્ય સારવાર વિના એવી કોઈક શોધનો ગર્ભપાત પણ થઈ રહ્યો હશે.
આ પ્રક્રિયાઓમાં જે વસ્તુ બહાર આવી હશે તેને ‘નસીબ’ નામનું ટેગ લગાવવામાં આવે છે. ને બાકીના ને કમનસીબનું. આપણે શું કરીએ યાર...દુનિયા છે લાલા!..ચાયલા કરે! આમાં સૂરત થોડી જોવાય કે કોના પર કેટલી વીતી છે?
પણ દોસ્તો, આવી પરિસ્થિતિમાં એવા ઘણાં ઓછાં માનવીઓ હોય છે, જે નાસીપાસ થયા વિના પોતાનું કામ કમ સે કમ ત્યાં સુધી તો ચાલતું રાખે જ છે કે જ્યાં સુધી તેમની કમનસીબી માંથી આ ‘કમ’ નીકળી જાય. એવા કેટલાંક ઉદાહરણોમાં ‘ટાયર, ‘ફાઉન્ટેન-પેનની ઈન્ક’, ‘દાઢી કરવાનું રેત્ર’, ‘પોસ્ટ-ઈટ નોટ’, રેડિયમ, ‘પેનિસિલિન ઈન્જેક્શન’ અને એવી ઘણીયે વસ્તુઓ જે આપણા જીવનમાં એક જરૂરીયાત બની ગઈ છે.
આજે એવી જ પ્રોડક્ટ્સના લિસ્ટમાં બીજું એક નવું નામ શામેલ કરવું ગમશે. સુગ્રુ (જીેખ્તિે).
પહેલી વાર વાંચતા એમ લાગે છે કોઈ સુગ્રીવ-સેનાના સભ્યનું નામ હશે. પણ આ પ્રોડક્ટના જન્મની રમત આયર્લેન્ડમાં રમાયેલી. (આઈમીન એની પાછળ થયેલા લાંબા સંશોધનની). એટલે રમત બાદ મળેલા અચિવમેન્ટને આઈરીશ ભાષામાં સુગ્રુ એટલે ‘રમત’ એવું ટૂંકું અને ટકાઉ નામ તેને આપવામાં આવ્યું છે. હવે આવા જ ટૂંકા નામવાળી ચટ‘પટ્ટી’ પ્રોડક્ટની આઈરીશ જનેતાનું નામ પણ થોડું અટપટું છે. ‘જેન ની ધુલ્ચાઓઈન્તીગ્ખ”. જેને આપણે ટૂંકમાં જેની કહીશું ઓકે?
હા, તો વાત એમ છે કે આ જેનીબેન ફાઈન-આર્ટની સ્ટુડન્ટ. એટલે પથ્થરના શિલ્પને કંડારવામાં તેને સૌથી વધુ રસ. વળી નાનપણથી ઘણી બધી વસ્તુઓને તોડી નાખવાની કુટેવ સાથે તેને ફરીથી જોડી નાખવાની સુટેવ પણ હતી. અને આ જ આદત તેને તેની ઝિંદગીમાં આગળ લઈ આવી.
તેની વિવિધ તોડ-જોડ ક્રિયામાં આમ તો તે હંમેશા સિલિકા-પુટ્ટી અથવા સુપર-ગ્લુનો ઉપયોગ કરતી. પણ ઘણી એવી મજબૂત વસ્તુઓ જેમ કે પાણીનાં પાઈપ્સ, સ્ટિલનાં હેન્ડલ્સ સાથે તૂટ્યા પછીની જીભાજોડી (આઈ મીન જોડાણ) કરવું જ્યારે ઘણું મુશ્કેલ (કે પછી અશક્ય બનતું) ત્યારે જેનીબૂન પાણીમાં બેસી જતી.
ને બસ એક વાર અક્કલની કિટલીમાંથી પાણીનું ટીપું લિક થયું. જેનીને મૂંઝવણ થઈ કે...
“એવું મટીરિયલ બની શકે કે જે રબર જેવું લચકતુ રહે અને પાકા ગુંદર જેવું કાયમી ચિટકલુ પણ રહી શકે. જેથી તૂટેલી કોઈ પણ વસ્તુના ભાંગેલા ભાગ સાથે જન્મોજન્મનાં નાતે જોડાઈ જાય અને ક્યારેય ફરીથી એમાં ભંગાણ ન પડે????????!!!!!!”-
જેનીના દિલોદિમાગ જબ્બરદસ્ત ધમાલ મચી. પણ એ બચારી એવું મટીરિયલ શોધે ક્યાં? દસ વર્ષ અગાઉ પણ ગૂગલ ભલેને હાથવગું હતું. પણ કોઈક નવીન શોધ જ કરવાની હોય ત્યારે એનું પણ જોર કેટલું? જેની બાઈને આવતો દરેક વિચાર ગૂગલી થતો દેખાતો. છતાંય તેણે હાર ન સ્વિકારી.
કોયડો જ્યારે બરોબર માથે પડે ત્યારે સમજવું કે ઉકેલ પણ તેની પાછળ સંતાઈને પડયો છે. જરૂર છે, બસ તેને બહાર ખેંચી લાવવાનો. એવું જેની પણ માનતી અને એ ક્ષણની રાહ જોતી કે એવો લા(જવાબ) ઉકેલ પેદા થાય ને તેનું ‘સોલ્યુશન’ સામે આવે.
સતત ધમાધમી, દિમાગનું દબંગી ઘમ્મરવલોણું કર્યા બાદ બે વર્ષ બાદ એ ક્ષણ આવી પણ ખરી. ડક્ટ-ટેપનું ‘ગુંદર’ અને સિલિકા-પુટ્ટીમાં રહેલી લચિક માટીમાં રહેલાં તત્વો ‘સોલ્યુશન અને‘સોલ’ (આત્મા) બની બહાર ડોકાયા. ને પછી પાંચ વર્ષ સુધી સર્ચ, રિસર્ચ, પ્રયોગો, અવલોકનોની રમઝટને અંતે કેટલાંક ઈનોવેટિવ સુપર-સંયોજનથી સુગ્રુનો જન્મ થયો
આ નાનકડા નામવાળી નવીનતમ પ્રોડક્ટે તૂટેલી બાબતોનું એવું મોટું જોડાણ કર્યું છે કે સિમેન્ટની કંપનીઓનાં સ્લોગન ખરેખર તો આ પ્રોડકટ સાથે સુટેબલ થાય છે.
હવે જો...
૧.તમારા ગેસના ચૂલાનો તૂટેલો બર્નર-નોબ ફરીવાર જોડવો હોય... કે પછી
૨.નબળા પડી ગયેલા નળ (ચકલી)નું માથું ફરીવાર જોડી નાખવું હોય... યા પછી
૩.લેપટોપ કે આઈપેડની નીચે ફ્લેક્સિબલ સ્ટેન્ડ ગોઠવવું હોય...અથવા તો
૪.પાવર-પ્લગનાં વાયરનું છૂટું પડેલું જોડાણ પ્રોટેકશન ધોરણે ફરીથી પાવરફૂલ કરવું હોય...
તો (કોન્ડોમનાં પેકેટ જેવી જ સાઈઝવાળું) સુગ્રુ ઘરે વસાવવું. ને બીજાં અઢળક ભાંગ્યાતૂટ્યા કામોમાં તેનો ઉપયોગ કરી જેની બૂનને દિલથી મનોમન ‘જે’સી કૃશ્ણ કહી દેવું. કેમ કે...
“જે વામન હોય છે, એ લોકો જ યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ વિરાટ પગલાં (ભરવાની કોશિશ) કરી સફળ થતાં હોય છે. આ જ તો નસીબ છે.” - મસ્તધૂની મુર્તઝાચાર્ય (ઈ.પૂ. ૨૦૧૩માં નાઈલને કાંઠેથી)