Marketing Munch - 5 Murtaza Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Marketing Munch - 5



માર્કેટિંગ મંચ

-ઃ લેખક :-

મુર્તઝા પટેલ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

માર્કેટિંગ માટેની જરૂરી એવી ‘શિષ્યદક્ષિણા’

જો તમારૂં દરેક કામ, વર્તણુંક, સામેની વ્યક્તિને અભિભૂત કરે, પ્રેરણા આપે, નવું સ્વપ્ન જોવાની તાકાત બક્ષે, નવું કરી બતાવવાનો વિચાર આપે યા શીખવે તો દોસ્ત!...સમજો કે તમે લીડર છો જ.

-પીટર ડરકર-

વર્ષો પહેલાં જ્યારે મેનેજમેન્ટનો કોર્સ કરતો હતો ત્યારે પટેલ સાહેબ આમ તો મારા માર્કેટિંગના પ્રોફેસર. પણ ખરા અર્થમાં મારા બોસ હતાં. જો કે અમે એમની કોઈ નોકરી કરતા ન હતાં; પણ એમનો સમજાવવાનો, કામ કરવાનો (અને કરાવવાનો) એક અનોખો અંદાઝ હતો. બોસને છાજે એવો એમનો પ્રભાવ (કરિશ્મા) અમને વારંવાર મોટિવેશન આપતું.

નવું સ્વપ્ન જોવાનું, નવું વિચારવાનું, પ્રોજેક્ટને ‘બીજા કરતા ‘હટકે’ કરી બતાવવાની તાકાત બક્ષતું. ખુશી સાથે કહીશ કે એમના બોસિંગ પીરિયડમાં અમને ડેશીંગ આઈડીયાઝ મળતા.

‘હોમ-વર્ક’ શબ્દ એમની ડિક્શનરીમાં ન હતો. કેમ કે એ કામ એમને માટે અમારી ઊંપર કાંટા ફેંકવા જેવું લાગતું, અત્યાચાર લાગતો. એને બદલે છેલ્લી ૧૦-૧૫ મીનીટ ‘પ્રશ્નોની પૂંછડી’ જેવો ક્વિઝ પ્રોગ્રામ રાખી અમારા દિમાગને એ સ્કીવીઝ કરી જતા. બાકીના ૨૪ કલાક દરમ્યાન (જેમને રસ હોય) એવા સ્ટુડન્ટસ એ પૂંછડી પકડી રાખતા. કેમ કે પકડેલી એ પૂંછડીને બીજા પીરિયડમાં હલાવવાનો મોકો મળતો.

ખૈર, વાત કરવી છે કૉલેજના એ છેલ્લા ૩-૪ દિવસોની. જ્યારે મને એમણે સૂચવેલાં કેટલાંક ધારદાર આઈડીયાઝને વધુ એક વાર અમલ કરવાનો મોકો મળ્યો. એક કોરી ડાયરી લઈને હું એમની પાસે પહોંચી ગયો. ડાયરી એમના હાથમાં મુકતી વખતે ફક્ત એટલું જ કહ્યુંઃ

“સર! પાછલાં વર્ષોમાં તમે અમને ઘણું શીખવ્યું છે. ઘણું આપ્યું છે. એ બરોબર. એને અમે અમારી ‘હાર્ટ-ડિસ્ક’ સેવ પણ કરી ચુક્યા છે. પણ મારા જેવા માટે તો મન હજુ પણ પ્યાસુ છે. તો આ ડાયરીમાં કાંઈક એવું લખી આપો કે વખતો વખત એને વાંચીને અમે તમને કાયમ યાદ રાખીએ”

“ઓકે મેન... કાલે બપોરે સ્ટાફરૂમમાંથી કલેક્ટ કરી લેજો” એમનું એ ટ્રેડિશનલ સ્માઈલ આપી, બગલમાં ડાયરી દબાવી ચાલ્યા ગયા. બીજે દિવસે બપોરે એ ડાયરીના ૪ પાનાંઓ એમના એ અમૂલ્ય ડેટાથી ભરાઈ ચૂકી હતી અને ડાયરી મારી બગલમાં. મને પહેલી વાર એક ગુરૂ તરફથી ‘શિષ્યદક્ષિણા’ મળી હોય એવું લાગ્યું.

વીતેલાં વર્ષો પછી જ્યારે-જ્યારે પણ એ ડાયરી ખોલું છું ત્યારે હજુ પણ કાંઈક નવું કરવાનો ડોઝ મળતો રહે છે. તો દોસ્તો! આજે એ સેવ થયેલા શબ્દોની કેટલીક ટિપ્સ માર્કેટિંગ માટે પણ કેટલી સૂચક છે. જુવો તો ખરા!.....

* “મજબૂરી હોય અથવા કેરિયર-ડેવેલોપમેંટ માટે અનુભવ લેવો હોય તો જ જોબ કરજે, નહિ તો ધંધો કરવો સારો.”

* “આ મારૂ કામ નહિ. મારી જોબમાં એવું કઈ લખ્યું નથી.” તારા બોસની આગળ એમ બોલી જોબને બોજમાં ફેરવી ના નાખતો.

* “ભલે શરૂઆતમાં નોકરી સામાન્ય લાગે (અથવા) મૅનેજર તરીકે પોસ્ટ મળી હોય તો પણ એ વિભાગમાં કામ એક લીડર જેવું કરજે.”

* “એમ માની ને ચાલજે કે કંપનીમાં કે વેપારમાં તારૂં મુખ્ય કામ લોકોને સાથે લઈ ચાલવાનું છે.”

* “તારા કરેલા કામોનું અચીવમેન્ટ જાણવા બીજા લોકોનો અભિપ્રાય વખતો વખત લેતો રહેજે. પણ અંતે તારૂં દિલ જે કાંઈ કહે એમ કરજે.”

* “તારા પોતાના કે કોઈના આઈડિયાને બરોબર સપોર્ટ કરજે. એની પર હસવું આવે તો વાંધો નથી પણ એ વાતને હસવામાં કાઢી ન નાખતો. ધ્યાન રાખજે કે પાછળથી પછી રડવાનો વારો ન આવે.”

* “સૌથી અસરકારક લાગે એવો વિચાર (કૉન્સેપ્ટ-આઈડિયા) કોઈ મોટી ગ્રુપ મીટિંગમાં એમ ને એમ ઠાલવી ન દેતો. પહેલા કોઈ નાનકડી (અંગત) મીટિંગમાં એની અજમાયેશ કરી લેજે.”

* “તને અનુભવોના ભાથા બાંધ્યા પછી કોઈક એવા મોકે પર એમ લાગવા માંડે કે તું એક ભરોસા-પાત્ર વ્યક્તિ તરીકે ઓળખાઈ રહ્યો છે ત્યારે એક સમજુ લીડર તરીકે સમજદારીપૂર્વક વિરોધ નોંધાવવાની તૈયારી રાખજે.”

* “કોઈના ઈ-મેઈલનો ‘સુપરફાસ્ટ’ અને ફોનનો સુપર સ્લો રિપ્લાય ન આપતો.”

* “સખત મહેનત પણ સ્માર્ટ રીતે કરજે. આ સ્માર્ટનેસ તો તને જ કેળવવી પડશે દોસ્ત!”

* “બિઝનેસમાં કે જોબમાં કોઈ અડચણ યા ડર પેદા કરાવી રહ્યું હોય તો બીજાને એની લગીરે ખબર પડવા ના દેજે. સમજીને ડર ને દૂર કરજે.”

* “કમાણી અને વાણીને વેચાણ કરતા વધુ વહેચતો રહેજે.”

* “ઘેંટાંનાં ટોળા જેવી વૃતિ અને ગધેડા જેવી મજૂરી કરવાનું ટાળજે. યાદ છે ને આપણો પેલો શબ્દઃ ‘હટકે’.”

* “દરરોજ કોઈકને એમના કામના નેટવર્કમાં કોમ્પ્લીમેન્ટસ આપજે.”

* “તે આજે મને આ ડાયરીમાં ટીપ્સ શેર કરવાની-લખવાની તક આપીને બીજા સ્ટુડન્ટસ કરતા ‘હટકે’ કામ કર્યું છે એની મને ખુશી છે. તારો આભાર.

ચાલ...કોન્ટેક્ટમાં રહેજે.”

“ભૂખ્યા નથી રહેતા એ નારી કે નર,

ઉપયોગ કરે છે નેટ-કળથી જે પોતાનું હુન્નર”

“સાહેબ! નથી કરવી તમારી નોકરી....જેટલાં રોકડાં હું તમારી કંપનીમાંથી કમાઈ શકું છું તેના જેટલાજ...અરે બલકે થોડાં ઓછા પણ કમાઈ લઈશ તો ય મને વાંધો નહિ આવે. પણ તમારા માટે કમાવવા કરતા મારા ખુદના માટે કમાવવું મને વધારે લાભદાયક લાગે છે.”

જો જો પાછા....આ ઉપર મુજબનો ઘસાયેલો ડાયલોગ કોઈ ટેલીફિલ્મ, સિરીયલ કે નાટકનો ન સમજતા દોસ્તો!...

આ સવાંદ તો સાચેસાચ થોડાં વર્ષો અગાઉ બે સ્ટીવો નામના જીવો વચ્ચે બની ગયેલો. અને તેય તેમની પાકા એપલ જેવી ઈંગ્લીશ ભાષામાં...તેમાં બોલનાર હતો સ્ટિવ શાઝીન અને સાંભળનાર સ્ટિવ જોબ્સ.

યેસ!...એનું નામ સ્ટિવ શાઝિન. એ ખરૂં કે તેના કેરિયરની શરૂઆત એપલ કંપનીમાં તેના હમનામી અને ક્રિયેટિવ કિંગ ‘સ્ટિવ જોબ્સ’ સાથે સોફ્ટવેર પ્રોગ્રામર તરીકે ડાઈરેક્ટ કામ કરીને થઈ. પણ વખતે ગુરૂજ્જ્ઞાન થતા બીજાની ‘જોબ્સ’થી છુટ્ટા પડી પોતાની જોબ મેળવવાની એની અનોખી અદા અને કળા દ્વારા તેણે ‘હજારોમાં (લાખો કરતા થોડાં જ ઓછા સમજવું) હટકે’ ઓળખ પ્રસ્થાપિત કરી છે.

આજે એ સ્ટિવબાબાની એ વેપારીક ભક્તિ થી મુક્તિની જ નાનકડી કથા કરવી છે. વાત ધાર્મિક નથી...માર્મિક છે. ખુદને ગમતા કામનો ધર્મ શું છે તે થોડી સમજવાની છે....ને વધારે ‘એપ્લાય’ કરવાની છે.

તો...સ્ટિવ જ્યારે એપલમાંથી હજારો..હજારો ડોલર્સની નોકરીને મૂકી રહ્યો હતો ત્યારે તેણે વિચાર્યું ન હતું કે હાયલા! મારૂ પેટ કેમ ભરીશ? મા-બાપને, બૈરી-સાસરાને....અરે દોસ્ત-લોકોને શું મોં બતાવીશ...?!?!?

બસ એ તો દિલમાં હામ, ‘હોમ’માં દિલદારી દાખવી આવી ગયો બહાર જેમ એપલમાંથી અળસિયું.

આ વાત બની છે બસ હજુ થોડાં જ વર્ષ પહેલા...૨૦૦૭ના અરસામાં. ત્યારે ઈન્ટરનેટ પર બ્લોગ નામનું બાળક હજુ પા પા પગલી ભરી રહ્યું હતું. તે વખતે આ બ્લોગબેબીની અસાધારણ પ્રતિભા સમજી લઈને સ્ટિવભાઈએ તેને અપનાવી લઈ નેટાળો બ્લોગી બની ધૂણી ધખાવી દીધી. જેમાં તેણે જુનવાણી લાગતા તેના રિઝ્‌યુમ/બાયોડેટાને હોમી દીધા. કેમ કે તેના બદલે તેને એક અનોખી ભલામણનો ઉપયોગ કરવાનો હતો.

જો કે એકાદ વર્ષ ખુદના બિઝનેસને જમાવવામાં આરામથી પોતાના કુટુંબ સાથે સર્વાઈવ કરી શકે એટલું રોકડું તો તેણે પહેલાથી ખિસામાં પારખી લીધું હતું. એટલે ટેન્શન એ ન હતું. એ તો હતું કે...આ બ્લોગ પર શું લખવું, કેવું લખવું, ક્યાંથી લખવું, કોને માટે લખવું...

એ તો સારૂં થયું કે આવા બધાં પ્રશ્નો માટે સ્ટિવઅન્નાને કોઈ પણ પ્રકારનું લોકપાલ બિલ બહાર પાડવું ન પડયું. અરે બાપા!...ક્યાંથી જરૂર પડે? એ તો ક્રિયેટિવિટીનું ‘એપલ પાઈ’ ખાઈને ઉપરવાસમાંથી આવ્યો હતો.

એવા અરસામાં આઈપોડ, આઈફોન, આઈમેક, આઈટ્‌યુન્સ જેવા ઈલેક્ટ્રોનિક શસ્ત્રોથી સજ્જ એપલ કંપની આગે કુચ કરી રહી હતી ત્યારે આ કુચકદમમાંથી ભલેને પોતે નીકળી ગયો હોય પણ હઈશો.... હઈશો...નો ઘોંઘાટ હજુયે ચાલુ હતો. ને તેવા જ ઘોંઘાટમાં તેને એક સુરીલો સ્વર સંભળાયો સ્ટિવભાઈને એક ઉપાય પણ સૂઝી આવ્યો. જેને માટે નોબલ પ્રાઈઝ તો નહિ પણ મજાનું અલગ પ્રાઈઝ મળવાનું હતું જેની તેને ખુદને ખબર ન હતી. એ તો બેસી ગયો માર્કેટિંગનાં મંત્રો ફૂંકવા.

“એપલના માર્કેટિંગ સિક્રેટ્‌સ અને મારા અનુભવો દ્વારા તેમાંથી હું શું શીખ્યો?”

બસ! સ્ટિવબાપુને મળી આવ્યો વિષય ને ઠપકારી દીધી ઈ બાપુ એ હાવ નાનકડી ઈ-બૂક....સાવ મફતમાં. કરોડો વાંચકોની વચ્ચે શરૂઆતમાં આ નાનકડી પુસ્તિકા...કોને મળે?...કોણ વાંચે?...પણ સ્ટિવભાઈ એમનું નામ. ગુરૂ પાસેથી શીખેલો પદાર્થ પાઠ કાંઈ એમને એમ થોડો એળે જાય?

વધુમાં બ્લોગમાં રહેલી પેલી ટેકનોલોજીની રજ વાળી હવાએ જોર પકડયુ. ને જેમને જરૂરી લાગે એવા લોકો પાસે ઈ-બૂક પહોંચવા લાગી. થોડાં જ દિવસોમાં, પછી મહિનાઓમાં, ને આજે તે પાછલાં વર્ષોથી ઈ-બૂક હજુને હજુ વખતો વખત ડાઉનલોડ થતી રહે છે.

તમારો મનમાં જાગેલો સવાલઃ મુર્તઝાભાઈ, પછી શું? આમાં સ્ટિવભાઈના કેટલાં ટકા? એમના હાથમાં શું આવ્યું?..કાંકરી કે ખાખરી?

તમારા મગજમાં મુકાતો જવાબઃ સ્ટીવ સાહેબની જે તીવ્ર ઈચ્છા હતી તે. તેમને મળ્યું ઉપયોગી થઈ શકે તેવા સમજુ લોકોનું એક ગ્રુપ. અને એ ગ્રુપનો પ્રોફેશનલ સહારો. છે ને...‘સર’પ્રાઈઝ’?!!?!!?

આજે સ્ટિવ શાઝિન ઈન્ટરનેટના પ્લેટફોર્મ પર પોતાની માર્કેટિંગ-કળાનું જ્જ્ઞાન અને સલાહ-સૂચનો દ્વારા કેટલીયે કંપનીઓ અને વ્યક્તિગત લોકોને મદદ કરીને કમાણી કરે છે. સેમિનાર્સ ઓર્ગેનાઈઝ કરી આજની જરૂરી એવા ઈનોવેટીવ માર્કેટિંગના સિધ્ધાંતોને શીખવે છે. એ સિવાય હજુયે ઈનડાયરેકટ એપલનું માર્કેટિંગ તો ખરૂં જ. કેમ કે તેનું માનવું છે જે ડાળ પર બેઠા હોઈએ તેના પર પથ્થર કેવી રીતે મારી શકાય?

મિત્રો, (અને ખાસ કરીને કોલેજ જતાં દોસ્તો)..... ઈન્ટરનેટ તમને તમારા ભાંગ્યા-તૂટ્‌યા અંગ્રેજી માટે નહિ પણ દિમાગની નસોમાં છુટાં થઈને ફરતા પેલા આઈડિયાઝને બહાર કાઢવા માટે...તરસ્યું થઈ બોલાવી રહ્યું છે.

હવે તમે ક્યારે વરસો છો?....

માર્કેટિંગ મૂંઝવણ

બુદ્‌ધિ કોના ફાધરની ?!?!

એનું નામ એલેક્સ ટ્‌યુ. જ્યારે એને એક ઝક્કાસ આઈડિયા આવ્યો ત્યારે એની વય હશે ૨૧ વર્ષ ને સાલ હતી ૨૦૦૫. થયું એમ કે ઈંગ્લેન્ડની એક કોલેજમાં ભણતા આ ભાઈને થોડા વધારે પૈસાની (આઈ મીન પાઉન્ડની) જરૂર ઉભી થઈ. વારંવાર તો ’બાપ કી કમાઈ’ કેમ ખાઈ શકાય?

“મને એક મિલિયન ડોલર કમાવવા છે. એ પણ થોડા જ સમયમાં. કેવી રીતે કમાઈ શકાય?”

ચાલો ૨-૫ હજારની વાત હોતે તો સમજ્યા કે ’પપ્પા બેઠા છે ને?" પણ આ તો સીધા દસ લાખ?!?!?! સાંભળનાર પણ ઊંભો થઈ જાય એવી વાત હતી. જરૂરીયાત જેમ શોધ-ખોળને જન્મ આપે છે એમ એલેક્સના દિમાગે પણ કમાણી કરવાની એક નવીન શોધને જન્મ આપ્યો. કોમ્પ્યુટરથી ગાઢ દોસ્તી અને ઈન્ટરનેટની દુનિયા હાથવગી.

એટલે દિમાગ બહુ દોડાવવાની જરૂર ના પડી. આ બાપુએ પોતાના રૂમ બેઠા બેઠા એક તુક્કો લગાવ્યો. સ્ક્રીન પર લોકો શું જુએ છે? જવાબ મળ્યો ’વિઝુઅલ ઈમેજ’ એટલે કે એક ચિત્ર. એ પછી કેવું પણ હોય. શબ્દો પહેલા લોકોની નજર પ્રથમ એની ઉપર પડે છે. આ ઈમેજ ઈલેક્ટ્રોનથી રચાયેલા રંગીન ’પિક્સેલ’ થી બને છે. હવે જો લોકોને આ પિક્સેલ જ વેચવામાં આવે તો?...

ભાઈ એ તો કાગળ પર કેટલાંક ચકરડાં ને દિમાગમાં નાનકડો પ્લાન લઈને એક ડોમેઈન (વેબસાઈટ એડરેસ) ખરીદી લીધું. દોસ્તોને કહ્યું : "તમારી યા તમારી કોઈ વસ્તુ, સર્વિસ કે સ્કીલની નાનકડા પિકસેલ-ખાના વડે જાહેરાત કરો. કિંમત માત્ર એક ડોલર.” દોસ્તો એ પૂછ્‌યુંઃ પણ વેબ-સાઈટ છે ક્યાં? તો એલેક્સભાઈએ તદ્દન કોરૂં પેજ બતાવ્યું. સાઈટનું નામ હતુંઃ મીલીયનડોલરહોમપેજ.કોમ.

રંંઃ//દ્બૈઙ્મર્ઙ્મૈહર્ઙ્ઘઙ્મઙ્મટ્ઠર્રિૐરૂઁઈઇન્ૈંદ્ગદ્ભ

રંંઃ//દ્બૈઙ્મર્ઙ્મૈહર્ઙ્ઘઙ્મઙ્મટ્ઠર્રિદ્બીટ્ઠખ્તી.ર્ષ્ઠદ્બ/"દ્બૐરૂઁઈઇન્ૈંદ્ગદ્ભ"

રંંઃ//દ્બૈઙ્મર્ઙ્મૈહર્ઙ્ઘઙ્મઙ્મટ્ઠર્રિદ્બીટ્ઠખ્તી.ર્ષ્ઠદ્બ/"ીટ્ઠખ્તી.ર્ષ્ઠદ્બ

રંંઃ//દ્બૈઙ્મર્ઙ્મૈહર્ઙ્ઘઙ્મઙ્મટ્ઠર્રિદ્બીટ્ઠખ્તી.ર્ષ્ઠદ્બ

શરૂઆત દોસ્તોના હસવાથી થઈ. પણ ’હટકે’ આઈડિયાની કિંમત શરૂઆતમાં જેટલી ઓછી તેટલી સમય જતા ઉંચી જતી હોય છે. તેમ આ સાહેબને થોડાંક દિવસોમાં ખરીદારો મળી આવ્યા. ’એક સે મેરા ક્યાં હોગા...જેવા કેટલાંક દોસ્તોએ તો એક સાથે ૧૦ પિકસેલ-ખાના ખરીદી લઈ પોતાનો અડિંગો જમાવ્યો.

ઓફ-કોર્સ કેટલાકે ૫..તો કેટલાકે ૧૦૦ પિક્સેલ પણ ખરીદી લીધા. સર્વિસ કે પ્રોડક્ટની આઈકનના સ્વરૂપમાં થતી જાહેરાત જોઈને જાહેરાતના માર્કેટમાં તો જાણે ધૂમ મચી ગયી. નાનકડા ઈલેક્ટ્રોન્સની આ વેપારી રમતે એલેક્સને આખી દુનિયામાં થોડાજ દિવસોમાં મશહૂર કરી દીધો. આ સાઈટની દુનિયાભરના અખબારો એ પણ નોંધ લીધી.

થયેલી કમાણીથી થોડા વખતમાં જ એણે પોતાના નવા કપડાં, કોલેજની ફી વગેરે પોતાની કમાણીથી ખરીદ્યા ત્યારે ’વર્ડ ઓફ માઉસ’ દ્વારા ફેલાયેલા આ આઈડિયાની અસર આટલી થશે એવી એલેક્સના માનવામાં ના આવ્યું. ઘણી મુશ્કેલીઓનો સામનો કરતા કરતા જયારે હોમપેજ પર છેલ્લાં પીક્સલ્સ ૧૧ મી જાન્યુઆરી ૨૦૦૬ના દિવસે વેચાઈ ચુક્યા ત્યારે એલેક્સ એક મિલિયન ડોલર જેટલી રકમની કમાણી કરી ચુક્યો હતો.

આજે તો ૩૧ વર્ષના એલેક્સભાઈ બીજા અવનવા પ્રોજેક્ટ્‌સમાં હાથ અજમાવતા રહે છે. જેમ કે હાલમાં તેની એક બીજી સિમ્પલ સાઈટ લોકોને શાંત પાડવાનું કામ કરે છેઃ ુુુ.ષ્ઠટ્ઠઙ્મદ્બ.ર્ષ્ઠદ્બ(રંંઃ//ુુુ.ષ્ઠટ્ઠઙ્મદ્બ.ર્ષ્ઠદ્બ/) જ્યાં મન-મગજનું મેડિટેશન કરવા માટે ૨૫ પ્રકારની અવનવી મ્યુઝિક થીમ્સ મુકાયેલી છે. જો તમને ૨-૫-૧૦- ૧૫-૨૦ મિનીટ્‌સ માટે ધ્યાન ધરી બુદ્‌ધિ તેજ બનાવવી હોય તો આ સાઈટ કામની ખરી.

બાકી કેમકે પેલો પિક્સલેટ જેવો એવો આઈડિયા વેચનારાઓ એ પછી ધાણીની જેમ ફૂટી નીકળ્યા છે. એટલે હરીફાઈ પણ ઘણી વધી ચુકી છે. પણ એલેક્સ દ્વારા મુકવામાં આવેલો આઈડિયા નવીનતમ હતો એટલે શરૂઆતથી જ એનો બોહળો લાભ મેળવી એણે પોતાનું અનોખું સ્થાન જમાવ્યું.

સારઃ

* આઈડીયાને મગજના ગાદલા-તકિયામાંથી બહાર લઈ આવો.

* ’બની શકશે કે નહિ’? એવું વિચારવાને બદલે ’કેમ બની શકશે’ એવું વિચારવાથી કામ થાય છે.

* હાથમાં ભલે કાંઈ ના હોય તો પણ ’હાર્ટ’માં કાંઈક તો હોય છે જ. ઉપયોગ કરી લો.

* લોકો શું કેહ્‌શે એની ફિકર લોકોને કરવા દો.

આટલું વાંચ્યા બાદ કહી શકો હવે ને કે....

બુદ્‌ધિ કોના ફાધરની?!?!