અગમચેતી
ભાગ-4
આ વાર્તા એક બાહોશ અને ખુબસુરત એક લેડી ફોરેસ્ટ ઓફિસરની છે.તે ટ્રાન્સફર થઈને રતનપુર નામના એક નાના ટાઉનમાં આવે છે.તેની એટલે કે મોસમની મુલાકાત એક પોલીસ ઇન્સ્પેક્ટર—રાજન સાથે થાય છે અને તે પછી એવા બનાવો બનવાનું ચાલુ થાય છે કે બંને થોડા બેચેન બને છે અને ગભરાઈ જાય છે.તેઓના હાથ અને પગ કોઈ અજાણ્યા કારણોસર હાલે છે અને બેચેની અનુભવાય છે.મોસમ અને રાજનની પહેલી મુલાકાત થયા પછી આ બધું ચાલુ થયું હોય છે,તેઓ ડોક્ટર પાસે જાય છે,ડોક્ટર મહેરા તે બંનેને ચેક કરીને સાંત્વના આપીને વળાવે છે.પણ તેમને બહુ જ આશ્ચર્ય થાય છે જ્યારે તે બંને એટલે કે મોસમ અને રાજનના નાડીના ધબકારા અને હાર્ટબીટ્સ એક જ સરખા હોય છે.તેઓ કૈક ચેક કરે છે.થોડા ટેન્શનમાં આવે છે અને થોડા ખુશ થાય છે.આ બાજુ રાજન મોસમની ડ્યુટીના પહેલા જ દિવસે તેને એક સુંદર બુકે આપે છે અને તેને ડીનર પર પોતાના ઘરે લઇ જાય છે.ત્યાં થોડી અચરજભરી હરકતો થાય છે જેમ કે રાજન જેવા પોતાના હાથ ઉંચો કરે કે તેવો જ મોસમનો પણ હાથ આગળ આવે છે અને તે છોભીલી પડે છે.રાજને મોસમની પસંદ પ્રમાણે બધું જ તેનું ભાવતું મેનુ તૈયાર કરાવ્યું હોય છે.મોસમ થોડા સંકોચ સાથે ડીનરમાં પરાણે જોઈન થાય છે....હવે વાંચો આગળ..
મોસમે પોતાની પ્લેટમાં બે ઈડલી અને બાઉલમાં થોડો સંભાર લીધા,ત્યાં રાજન તેના માટે લેમન જ્યુસ લઇ આવ્યા.રાજન,” કેવું બન્યું છે ?” મોસમ,”હમમ, ઘણું ટેસ્ટી છે..પણ તમને કેવી રીતે ખબર પડી કે મને આ બધું જ પસંદ છે?”
રાજન,”મેડમ, અમારા પોલીસવાળાનાં આંખ, કાન અને નાક ઘણા સતેજ હોય છે..બધા વિષે બધી ખબર રાખે છે..મજાક કરું છું..બસ તમે એન્જોય કરો..”
ડીનર પછી બંને સોફા પર બેસીને આડી અવળી વાતો કરી રહ્યા હતા..ત્યાંજ મોસમનો ફોન રણક્યો,તેના અંકલનો હતો.મોસમે ટૂંકમાં વાત પતાવી,રાજનની આંખો પૂછી રહી હતી એટલે મોસમે કહ્યું,”મારા અંકલ હતા,””ઓહ!”
મોસમે પોતાના વિષે થોડો પરિચય આપ્યો અને અંકલના ખુબ બધા વખાણ કર્યા.એ પછી મોસમે જવાની ઈચ્છા વ્યક્ત કરી તો રાજન પોતાની જીપ લઈને રેડી થઇ ગયા.બંને ખુશ હતા અને મોસમ પણ હવે થોડી રિલેક્ષ હતી..રેવાસદન પહોચીને મોસમ સીધી દોડીને બેડરૂમમાં ગઈ અને બેડ પર આડી પડીને વિચારવા લાગી કે આજે આ અચાનક શું થઇ ગયું? તે ફક્ત અને ફક્ત રાજન વિષે જ વિચારવા માંગતી હતી થોડી વાર સુધી.તેને પોતાને તે આટલી બધી ક્યારેય નહોતી ગમી જેટલી આજે!તેની લાઈફમાં બધું નવું નવું હતું.નવી જગ્યા,નવા માણસો, નવી જોબ અને નવા સંબંધો..અને રાજન ઓહ!! એ કેટલા બધા કેરીંગ હતા.એક પોલીસમેન થઈને આટલા બધા કેરીંગ પર્સન વાઉ!!તે કલાક સુધી રાજન વિષે જ વિચારતી રહી.તેને આજે બસ રાજન ગમવા લાગ્યા બસ એમ જ!પણ તેને યાદ આવ્યું કંઈક કે કેમ રાજન હાથ ઉપર કરતા હતા તો તેનો હાથ ઉંચો ઉઠતો હતો?તે ઘણા રીઝન વિચારવા લાગી પણ કઈ સુઝ્યું નહિ કારણકે તેના દિલોદિમાગ પર બીજો નશો છવાયેલો હતો..કોઈના માટે ખાસ બનવાનો નશો!!
આ બાજુ રાજન પણ બહુ જ ખુશ હતા કે તેમને કંઇક ખજાનાની ચાવી હાથ લાગી ગઈ હતી,તેમના મોસમને ઘરે ડીનર માટે ઇન્વાઇટ કરવાના અનેક કારણો હતા.પણ જે કારણથી તેઓ અત્યંત ખુશ હતા કે તેમને તેમના હાથ અને પગ હલવાના કારણ ની સાચી માહિતી મળી ગઈ.તેમને મોસમના ગયા પછી તરત જ ડોક્ટર મહેરાને ફોન જોડ્યો હતો અને પોતાના ડાઉટ ને ક્લીયર કરી દીધો હતો..તે મોસમને અંદરથી બહુ જ ફિલ કરવા લાગ્યા અને કુદરતી રીતે જ તેઓ બહુ ખુશ થઇ ગયા.અને આમથી તેમ આંટા મારવા લાગ્યા.તેઓ વિચારવા લાગ્યા કે આ વાત તેઓએ મોસમને કરવી કે નહિ.અને હજી તો મહેરાને પણ મળીને પ્રૂફ લેવાનું હતું.તેઓ પણ માનતા નહોતા કે આ રીતે કોઈ બે વ્યક્તિના હાથ અને પગ અને માથું બીજી કોઈ વ્યક્તિના એ જ અંગો ની સાથે કોરીલેટ થઈને હાલે!!ડોક્ટર મહેરાના કહેવા પ્રમાણે એક સોલીડ સાયન્ટીફીક રીઝન તો હતું જ પણ તેઓને વારંવાર ખાતરી કરવી હતી.તેઓ માંડ પોતાની ઈચ્છાઓને કાબુ માં રાખીને ઊંઘવાની કોશિશ કરવા લાગ્યા.પણ આજે કઈ ઊંઘ આવતી હશે?
તેઓ શાંતિથી બેઠા અને વિચારવા લાગ્યા કે ભવિષ્યમાં આ જાદુથી ઘણી મુશ્કેલીઓ પણ સર્જાઈ શકે છે,અને તેઓએ વિચારી લીધું કે તેઓ જીવનભર મોસમને ખુબ જ પ્રેમ કરશે અને સાચવીને રાખશે..કેટલી મજા આવશે એવા ખુબસુરત જીવનની ?તેઓ એ કલ્પનામાં ખોવાઈ ગયા અને સુઈ ગયા..
બીજા દિવસે મોસમ કોઈ અગમ્ય કારણસર જ બહુ ખુશ હતી..તેને ખુબ જ સુંદર રીતે તૈયાર થવાનું મન થયું.તેણે પિંક અને વ્હાઈટ રંગનો એક ડ્રેસ પસંદ કર્યો અને રેડી થઇ.વારંવાર તેની નજર દરવાજા પર જતી પણ પછી થતું કે રોજ રોજ કોઈ થોડું આપણા માટે નવરું હોય?આ બાજુ રાજન પણ કંઇક એવું જ વિચારતા હતા કે આજે મોસમને મળવા જવું કેટલું યોગ્ય ગણાશે?ત્યાં જ તેમનો ફોન રણક્યો અને એક અરજન્ટ કામ માટે જવાનું થયું એટલે તેઓ નીકળી ગયા.મોસમ પણ તૈયાર થઈને ઓફીસ જવા નીકળી.આખો દિવસ તેને રાજનની સાથે વિતાવેલી કાલની સાંજ વિષે વિચારવામાં વિતાવ્યો.તેને થયું લાવ આજે સામેથી ફોન કરું પણ કઈ કારણ મળ્યું નહિ એટલે તે સાંજ પડે ચુપચાપ ઘરે પાછી આવી ગઈ.આમ જ બે દિવસ પસાર થઇ ગયા.ત્રીજે દિવસે સવારે આઠ વાગ્યે મોસમ તેના પેસેજના હિંચકે બેઠી હતી અને એક્દમ જ રાજનની જીપ આવી અને યુનિફોર્મમાં સજ્જ રાજન ઉતર્યા.બે મિનીટ માટે રાજન અને મોસમની આંખો એક થઇ કઈ કેટલાયે સવાલ અને જવાબ અપાઈ ગયા છેવટે રાજન બોલ્યા”ગુડ મોર્નિંગ મિસ બહાર!!સોરી મિસ મોસમ!! કેમ છો ?એક્ચ્યુઅલી હું એ કહેવા આવ્યો છું કે આજથી ત્રણ દિવસની ટ્રેનીંગ માટે હું બહાર જાઉં છું તો પ્લીઝ ટેક કેર!!”
મોસમ,”ઓહ એમ છે..ઇટ્સ ઓકે!!”
રાજન એક મિનીટ વિચારીને બોલ્યા,”મારે તમને એક અગત્યની વાત કરવાની છે”પછી અંદર અને આજુબાજુ જોયું કે કોઈ છે તો નહિ અને બોલ્યા,”જુઓ તમને થોડું અચરજ થાય એવી વાત કરવાની છે કે હવે પછી મારે અને તમારે ઘણું સાચવીને જીવવું પડશે કેમ કે આપણું જીવન...”
“આપણુ જીવન જોડાવા જઈ રહ્યું છે બલકે જોડાઈ જ ગયું છે એમ જ સમજો ..”
એમ કહીને તેમણે પોતાનો એક હાથ જોરથી ઉંચો કર્યો અને પછી જોયું તો મોસમનો પણ હાથ ઉંચો થયો તેઓ હસ્યા અને આંખો પહોળી કરીને બોલ્યા,”કઈ ખબર પડી?”પછી ધીમેથી મોસમની નજીક જઈને તેના કાનમાં કંઇક કહ્યું,તે સાંભળીને મોસમ બોલી,”નો વે !!”
રાજન ચેર ખેંચીને બેસવા ગયા તો મોસમ પણ થોડી ખસી અને તેને કંઈક વધારે ક્લીયર થયું.એ પછી રાજને મોસમને આંખો બંધ કરવા કહ્યું અને પોતાનો એક પગ અને એક હાથ ઉંચો કરીને મોસમનો એક હાથ પકડ્યો અને તેને ગોળ ગોળ ફરવા કહ્યું તો રાજન પણ તેની સાથે ગોળ ફર્યો.હવે બંનેને મોજ પડી સારું હતું કે નટુકાકા હતા નહિ નહીતર તેઓ આ બધું જોઇને પાગલ થઈ ગયા હોત..પણ આ બંને પોતપોતાની મસ્તીમાં કંઈક ને કંઈક કરી રહ્યા હતા.મોસમ હસી હસીને બેવડ વળી ગઈ જ્યારે રાજન ગોળ ફરતા પડતા પડતા રહી ગયા,કારણકે મોસમને આવડત હતી કલાત્મક રીતે ગોળ ફરવાની.છેવટે તેઓ બંને થાકીને હિંચકે બેઠા અને રાજને કહ્યું,”હવે કઈ સમજ્યા મેડમ?”
પછી વોચમાં જોઇને અચાનક ઉભા થઈને બોલ્યા,”હવે હું જાઉં?”
મોસમ પણ ઉભી થઇ અને બોલી,”ખરેખર જવું પડશે?”
રાજન,”હમમ,જવાનું એટલે હોય છે કે જલ્દી પાછા આવવાનું હોય છે..અને હવે કઈ કામ હોય તો મને ફોન કરવાની પણ જરૂર નથી..આઈ હોપ યુ અંડરસ્ટેન્ડ મિસ રાધા..”એમ કહીને એક હાથ ઉંચો કર્યો અને મોસમના ગાલે હળવી ટપલી મારી..પછી સડસડાટ નીકળી ગયા.મોસમને આજે બહુ જ નાચવાનું મન થયું અને તે અંદર જઈને નાચી પણ ખરી થોડું પછી એક્દમ રાજનનો વિચાર આવતા ઉભી રહી ગઈ અને શરમાઈ ગઈ...પછી તૈયાર થઈને ઓફીસ પહોચી પણ આજે તેનું મન ક્યા કામ કરવામાં લાગે તેમ હતું?
તે જલ્દી જલ્દી કામ પતાવીને ઘરે જવાનું વિચારવા લાગી પણ સાંજે સાડા છ વાગે એક કાર આવીને ઉભી રહી અને તેમાંથી એક માણસ મોસમ પાસે આવીને કહેવા લાગ્યો,”તમે જ મિસ મોસમ?”
મોસમ,”હાં, બોલો શું હતું?”
“તમારા અંકલે તાત્કાલિક તમને બોલાવ્યા છે પ્લીઝ જલ્દી ચાલો.”
“પણ થયું શું એ તો કહો ?તેઓ ઠીક તો છે ને?”
“હા હા, તેઓ અહી રતનપુરમાં જ છે તમે જલ્દી ચાલો.”
મોસમ ત્વરાથી ઉભી થઇ અને ગાડીમાં બેઠી...પણ ગાડીએ તો દસ મીનીટમાં રતનપુરની બહારનો રસ્તો પકડ્યો.મોસમ થોડી ગભરાઈ અને બોલી,”આ આ આપણે ક્યા જઈ રહ્યા છીએ?”
તે માણસે તેને ચુપચાપ બેસી રહેવાનું કહ્યું અને હાથમાં પકડેલી રિવોલ્વર બતાવી,”કઈ સમજાય છે મેડમ?તમે હવે અમારી સાથે અમારી મરજી મુજબ ચાલશો..”
“પણ કેમ?મારા અંકલ ક્યાં છે?અને આ બધું કેમ કરો છો તમે લોકો?”તે થોડી ગભરાઈ પણ કળાવા દીધું નહિ.ગાડી એક કલાકના રસ્તા પછી એક ખંડેર જેવા મકાનમાં આવીને ઉભી રહી ગઈ અને મોસમને બંદી બનાવીને અંદર લઇ જવામાં આવી.
આગળ શું થશે તે જાણીશું આવતા અંકમાં ....
By Nruti Only..