Part-1-Lagna Geeto books and stories free download online pdf in Gujarati

Part-1-Lagna Geeto


લગ્નગીતો

ભાગ-૧



COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

•અણવર અવગત્રીાયા

•અમે ઈડરિયો ગઢ જીત્યા

•અમે રે લીલુડા વનની ચરકલડી

•આ દશ આ દશ પીપળો

•આ વર-કન્યાનું સુંદર જોડું

•આજ વગડાવો વગડાવો

•આજ વર-કન્યાનાં લગનની વધામણી

•આલા તે લીલા વનની વાંસલડી

•આવી અશોકભાઈ પ્રણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને

•આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે

•ઈંગ્લિશ ટોપો મંગાવો

•ઉડશે કાંકરીને ફુટશે બેડલા

•એક ઊંંચો તે વર ના જોશો રે દાદા

•સાંજી - એકડો આવડયો

•ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે

•ચાક વધામણી - ઓઝો ઓઝો રે

•ચાક વધામણી - કંકુ છાંટી કંકોતરી મોકલી

•કન્યા છે કાંઈ માણેકડું

•કે દુના કાલાંવાલાં

•કોયલ બેઠી આંબલિયાની ડાળ

•સાંજી - ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે

•ગણપતી પૂજા કોણે કરી

•ગણેશ પાટ બેસાડિયે

•સાંજી - ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે

•સાંજી - ગોર લટપટિયા

•ઘરમાં નો’તી ખાંડ

•ચાલોને આપણે ઘેર રે

•માડીની માયા તો તમે મૂકોને

•છોરો કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો

અણવર અવગત્રીાયા

અણવર અવગત્રીાયા

તું થોડું થોડું જમજે રે

અણવર અવગત્રીાયા

તારા પેટડાંમાં દુખશે

રે અણવર અવગત્રીાયા

તને ઓસડ ચીંધાડે

રે કનુભાઈ પાતળિયા

સાત લસણની કળી

માંહે હીંગની કણી

અજમો મેલજે જરી

ઉપ્ર આદુની ચીરી

તું ઝટપટ ખાજે

વગત્રીાયાઅણવર લજામણો રે

એ વર તારા અણવરમાં નહિ દમ

કે અણવર લજામણો રે

એના ખિસ્સા ખાલીખમ

કે અણવર લજામણો રે

એ વર તારા અણવરમાં નહિ દમ

કે અણવર લજામણો રે

એના ખિસ્સા ખાલીખમ

કે અણવર લજામણો રે

હાથ પગ દોરડી ને પેટ છે ગાગરડી

આંખોમાં આંજણ ને કાનોમાં છે કડી

હાથ પગ દોરડી ને પેટ છે ગાગરડી

આંખોમાં આંજણ ને કાનોમાં છે કડી

એ તો હસતો હરદમ

કે અણવર લજામણો રે

એ વર તારા અણવરમાં નહિ દમ

કે અણવર લજામણો રે

એના ખિસ્સા ખાલીખમ

કે અણવર લજામણો રે

જાતે ભવાયો થઈ થન થન નાચતો

જાનને નચાવતો ને વરને નચાવતો

જાતે ભવાયો થઈ થન થન નાચતો

જાનને નચાવતો ને વરને નચાવતો

એ તો ફોગટનો મારતો દમ

કે અણવર લજામણો રે

એ વર તારા અણવરમાં નહિ દમ

કે અણવર લજામણો રે

એના ખિસ્સા ખાલીખમ

કે અણવર લજામણો રે

અમે ઈડરિયો ગઢ જીત્યા

આજ મારે ભર્યાં સરોવર છલ્યાં રે આનંદભર્યાં

આજ મારે માડીના જીગરભાઈ પ્રણ્‌યા રે આનંદભર્યાં..૦

આજ મારે પ્રણીને જીગરભાઈ પધાર્યા રે આનંદભર્યાં

આજ અમે લાખ ખરચીને લાડી લાવ્યા રે આનંદભર્યાં..૧

આજ અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા રે આનંદભર્યાં

આજ અમે લાખેણી લાડી લઈ આવ્યા રે આનંદભર્યાં..૨

આજ અમારે હૈયે હરખ ન માય આવ્યા રે આનંદભર્યાં

આજ મારે ભર્યાં સરોવર છલ્યાં રે આનંદભર્યાં..૩

અમે રે લીલુડા વનની ચરકલડી

દાદાને આંગણ આંબલો

આંબલો ઘેર ગંભીર જો

એક રે પાન મેં તો ચૂંટિયું

દાદા ન દેજો ગાળ જો

દાદાને આંગણ આંબલો

આંબલો ઘેર ગંભીર જો

એક રે પાન મેં તો ચૂંટિયું

દાદા ન દેજો ગાળ જો

દાદાને આંગણ આંબલો

અમે રે લીલુડા વનની ચરકલડી

ઊંડી જાશું પ્રદેશ જો

આજ રે દાદાજીના દેશમાં

કાલ જાશું પ્રદેશ જો

દાદાને આંગણ આંબલો

દાદાને વહાલા દીકરા

અમને દીધા પ્રદેશ જો

દાદા દુખડા પડશે તો

પછી નવ બોલશું

દાદા રાખશું મૈયરાની લાજ જો

દાદાને આંગણ આંબલો

દાદા દિકરીને ગાય સરીખડાં

જેમ દોરે ત્યાં તો જાય જો

દાદાને આંગણ આંબલો

આંબલો ઘેર ગંભીર જો

આ દશ આ દશ પીપળો

આ દશ આ દશ પીપળો

આ દશ દાદાનાં ખેતર

દાદા કાનજીભાઈ વળામણે

દિકરી ડાહ્યાં થઈને રહેજો

ભૂલજો અમ કેરી માયા

મનડાં વાળીને રહેજો

સસરાના લાંબા ઘૂંઘટા

સાસુને પાહોલે પડજો

જેઠ દેખીને ઝીણાં બોલજો

જેઠાણીના વાદ ન વદજો

નાનો દેરીડો લાડકો

એનાં તે હસવાં ખમજો

નાની નણંદ જાશે સાસરે

એનાં માથાં રે ગૂંથજો

માથાં ગૂંથીને સેંથાં પૂરજો

એને સાસરે વળાવજો

આ દશ આ દશ પીપળો

આ દશ દાદાનાં ખેતર

માતા કાશીબેન વળામણે

દિકરી ડાહ્યાં થઈને રહેજો

આ વર-કન્યાનું સુંદર જોડું

આ વર-કન્યાનું સુંદર જોડું

અહો પ્રભુજી અમર રહો !

આ વર-કન્યાનું સુંદર જોડું

અહો પ્રભુજી અમર રહો !

જ્યારે પારવતીએ તપ ધરિયા

ત્યારે શંકર સરખા સ્વામી મળ્યા

જ્યારે બેનીબાએ તપ ધરિયા

ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યા

આ વર-કન્યાનું સુંદર જોડું

અહો પ્રભુજી અમર રહો !

જ્યારે સીતાજીએ તપ ધરિયા

ત્યારે રામજી સરખા સ્વામી મળ્યા

જ્યારે લાડકડીએ તપ ધરિયા

ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યા

આ વર-કન્યાનું સુંદર જોડું

અહો પ્રભુજી અમર રહો !

અહો પ્રભુજી અમર રહો !

(આશિર્વાદ)

આજ વગડાવો વગડાવો

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

હે શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ.

આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે,

સખી, રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે;

મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ,

વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલપ આજર્

આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.

હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..

હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..

વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલપ આજર્

આજ વર-કન્યાનાં લગનની વધામણી

આંગણ રૂડાં સાથિયા પુરાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.

એજી દ્વારે દ્વારે તોરણિયા બંધાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.

વિવાહ કેરો શુભ દિન આયો, રાજ રંગીલા હો રાજ રંગીલા.

વધામણીપ વધામણીપ આજ વર-કન્યાનાં લગનની વધામણી.

મહેલુંમાં માંડવા રોપાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.

કુમકુમને ફુલડે વધાવ્યા,રાજ રંગીલા હો રાજ રંગીલા.

સૌના તનમનમાં આનંદ છાયો, રાજ રંગીલા હો રાજ રંગીલા.

વધામણીપ વધામણીપ આજ વર-કન્યાનાં લગનની વધામણી.

ઢોલીડે ઢોલને ગજાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.

ડેલી માથે દિવડા પ્રગટાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.

વર વહુને મોતીડે વધાવ્યાં, રાજ રંગીલા હો રાજ રંગીલા.

વધામણીપ વધામણીપ આજ વર-કન્યાનાં લગનની વધામણી.

પ્રભુતામાં પગલાં પથરાયાં, રાજ રંગીલા હો રાજ રંગીલા.

વરવહુ આજે બંધનમાં બંધાયા, રાજ રંગીલા હો રાજ રંગીલા.

હૈયાનાં તારને મિલાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.

વધામણીપ વધામણીપ આજ વર-કન્યાનાં લગનની વધામણી.

આલા તે લીલા વનની વાંસલડી

આલા તે લીલા વનની વાંસલડી

એ તો શેરી-શેરીએ વાજંતી જાય

દાદાને અત્રીા વહાલાં અમીબેન રે

એ તો પ્રણીને સાસરિયે જાય

એક દિ રોકાઓ મારી દિકરી રે

તમને આપું હું કાલે વિદાય

હવે કેમ રોકાઉં મારા દાદા રે

સાથ મારો સાસરિયાંનો જાય

આલા તે લીલા વનની વાંસલડી

એ તો શેરી-શેરીએ વાજંતી જાય

માતાને અત્રી વહાલાં અમીબેન રે

એ તો પ્રણીને સાસરિયે જાય

એક દિ રોકાઓ મારી કુંવરી રે

તમને આપું હું કાલે વિદાય

હવે કેમ રોકાઉં મારી માડી રે

સાથ મારો સાસરિયાંનો જાય

આલા તે લીલા વનની વાંસલડી

એ તો શેરી-શેરીએ વાજંતી જાય

વીરાને અત્રીા વહાલાં અમીબેન રે

એ તો પ્રણીને સાસરિયે જાય

એક દિ રોકાઓ મારી બેની રે

તમને આપું હું કાલે વિદાય

હવે કેમ રોકાઉં મારા વીરા રે

સાથ મારો સાસરિયાંનો જાય

આલા તે લીલા વનની વાંસલડી

એ તો શેરી-શેરીએ વાજંતી જાય

(કન્યા વિદાય)

આવી અશોકભાઈ પ્રણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને

આવી અશોકભાઈ પ્રણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને

આવી અશોકભાઈ પ્રણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને

મંડપ ઉપ્ર મૂકી સાકર, ઈલાફોઈને વળગી ડાકણ

આવી ધવલભાઈ પ્રણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને

મંડપ ઉપ્ર મૂક્યું સંતરૂ, ઊંર્મિલાફોઈને વળગ્યું વંતરૂ,

આવી ધવલભાઈ પ્રણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને

મંડપ ઉપ્ર મૂક્યો સોસિયો, અમિતાબેનને લઈ ગયો ઘસીયો,

આવી અશોકભાઈ પ્રણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને

મંડપ ઉપ્ર મૂક્યું રીંગણ, વિવેકને તો લઈ ગઈ કાળિયણ,

આવી અશોકભાઈ પ્રણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને

મંડપ ઉપ્ર મૂક્યો સાબુ, ઉર્જિતાને લઈ ગયો બાબુ,

આવી અશોકભાઈ પ્રણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને

મંડપ ઉપ્ર મૂકી પેપ્સી, નિરવને તો લઈ ગઈ જીપ્સી,

આવી અશોકભાઈ પ્રણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને

મંડપ ઉપ્ર મૂક્યો દિવો, વરકન્યા તમે ઘણું ઘણું જીવો,

આવી અશોકભાઈ પ્રણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને

આવી અશોકભાઈ પ્રણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને

આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે

આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રેપ

આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રેપ

માંડવામાં મૂકી ખુરશી, જાનમાં તો નથી મુનશી,

આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે...

માંડવામાં મૂક્યા લોટા, જાનમાં તો નથી મોટા,

આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે...

માંડવામાં મૂક્યા તકિયા, જાનમાં તો નથી શેઠિયા,

આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે...

માંડવામાં મૂકી આરસી, જાનમાં તો નથી પારસી,

આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે...

ઈંગ્લિશ ટોપો મંગાવો

ઈંગ્લિશ ટોપો મંગાવોપ ટોપો કોને રે પે’રાવો?

ટોપો મનીતાને પે’રાવો, આજુબાજુ કન્ડક્ટર બેસાડો,

“બાકી ટિકિટ, બાકી ટિકિટ” કરે બિચારીને ટોપો પે’રાવો..

ઈંગ્લિશ ટોપો મંગાવોપ ટોપો કોને રે પે’રાવો?

ટોપો રેખાને પે’રાવો, આજુબાજુ ખાનદેશિયા બેસાડો,

“કાય સાંગલે, કાય સાંગલે” કરે બિચારીને ટોપો પે’રાવો..

ઈંગ્લિશ ટોપો મંગાવોપ ટોપો કોને રે પે’રાવો?

ટોપો ઐશ્વર્યાને પે’રાવો, આજુબાજુ બાવા બેસાડો,

“રાધેશ્યામ, રાધેશ્યામ” કરે બિચારીને ટોપો પે’રાવો..

ઈંગ્લિશ ટોપો મંગાવોપ ટોપો કોને રે પે’રાવો?

ટોપો કરીનાને પે’રાવો, આજુબાજુ કાછિયા બેસાડો,

“શાકભાજી, શાકભાજી” કરે બિચારીને ટોપો પે’રાવો..

ઈંગ્લિશ ટોપો મંગાવોપ ટોપો કોને રે પે’રાવો?

ટોપો પ્રિયંકાને પે’રાવો, આજુબાજુ કાળિયા બેસાડો,

“વોટ્‌સ અપ?! વોટ્‌સ અપ?!” કરે બિચારીને ટોપો પે’રાવો..

ઈંગ્લિશ ટોપો મંગાવોપ ટોપો કોને રે પે’રાવો?

ટોપો હેમાને પે’રાવો, આજુબાજુ સ્પેનિયા બેસાડો,

“સેનિયોરીતા, સેનિયોરીતા” કરે બિચારીને ટોપો પે’રાવો..

ઈંગ્લિશ ટોપો મંગાવોપ ટોપો કોને રે પે’રાવો?

ટોપો જયાને પે’રાવો, આજુબાજુ કોલેજીયન બેસાડો,

“આઈ લવ યુ, આઈ લવ યુ” કરે બિચારીને ટોપો પે’રાવો..

ઉડશે કાંકરીને ફુટશે બેડલા

તાંબા પીતળના બેની તારા બેડલા,

ઈસ્ટીલને બેડે પાણી ભરજો પુનમબેન.

ઉડશે કાંકરીને ફુટશે બેડલા,

દાદા-માતાને બેની છોડી દેવાના

છોડવો જોશે મોટા બાનો સાથ રે નીલમબેન.

- ઉડશે કાંકરીને

કાકા-કાકીને બેની છોડી દેવાના

છોડવો જોશે ફઈબાનો સાથ રે નીલમબેન.

- ઉડશે કાંકરીને

મામા-મામીને બેની છોડી દેવાના

છોડવો જોશે માસીબાનો સાથ રે નીલમબેન.

- ઉડશે કાંકરીને

વીરા-ભાભીને બેની છોડી દેવાના

છોડવો જોશે બેનીનો સાથ રે નીલમબેન.

- ઉડશે કાંકરીને

એક ઊંંચો તે વર ના જોશો રે દાદા

એક તે રાજને દ્વારે રમંતા બેનીબા

દાદે તે હસીને બોલાવિયાં

કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળી

આખંલડી રે જળે તે ભરી

નથી નથી દાદા મારી દેહ જ દુબળી

નથી રે આંખલડી જળે ભરી

એક ઊંંચો તે વર ના જોશો રે દાદા

ઊંંચો તો નિત્ય નેવાં ભાંગશે

એક નીચો તે વર ના જોશો રે દાદા

નીચો તો નિત્ય ઠેબે આવશે

એક ધોળો તે વર ના જોશો રે દાદા

ધોળો તે આપ વખાણશે

એક કાળો તે વર ના જોશો રે દાદા

કાળો તે કુટુમ્બ લજાવશે

એક કેડે પાતળિયો ને મુખે રે શામળિયો

તે મારી સૈયરે વખાણિયો

એક પાણી ભરતી તે પાણીઆરીએ વખાણ્‌યો

ભલો તે વખાણ્‌યો મારી ભાભીએ

આ લગ્નગીતનુ અન્ય એક લઘુ સંસ્કરણ નીચે પ્રમાણે મળે છે.

એક ભર રે જોબનીયામાં બેઠાં બેનાબેન

દાદા એ હસીને બોલાવિયાં (૨)

કેમ રે દીકરી તમારા દિલડાં દૂભાયા

કેમ રે આંખોમાં આસૂં આવીયા (૨)

એક ધોળો તે વર ના જોશો રે દાદા

ધોળાને નિત નજરૂ લાગશે. (૨)

એક કાળો તે વર ના જોશો રે કાકા

કાળો તે કુટુમ્બ લજાવશે (૨)

એક નીચો તે વર ના જોશો રે વીરા

નીચો તો નિત્ય ઠેબે આવશે (૨)

સાંજી

એકડો આવડયો

એકડો આવડયો

બગડો આવડયો

ત્રગડો આવડયો સહી

ભણી ગણીને ખૂબ ભણ્‌યા

પણ પાંચડાનો પત્તો નહિ !

જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !

જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !

એકડો આવડયો

બગડો આવડયો

ત્રગડો આવડયો સહી

ભણી ગણીને ખૂબ ભણ્‌યા

પણ પાંચડાનો પત્તો નહિ !

જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !

જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !

લંડન ફર્યા, પેરિસ ફર્યા, દુબઈ ફર્યા સહી

ફરી ફરીને ખૂબ ફર્યા પણ ફરતાં આવડયું નહિ !

જમાઈ તને ફરતા આવડયું નહિ !

જમાઈ તને ફરતા આવડયું નહિ !

ચાઈનીઝ ખાધું, પંજાબી ખાધું, દેશી ખાધું સહી

ખાઈ ખાઈને ખૂબ ખાધું પણ ખાતાં આવડયું નહિ

જમાઈ તને ખાતાં આવડયું નહિ !

જમાઈ તને ખાતાં આવડયું નહિ !

બૂટ પહેર્યા, ચંપલ પહેર્યા, સેન્ડલ પહેર્યા સહી

પહેરી પહેરીને ખૂબ પહેર્યા પણ ચાલતાં આવડયું નહિ

જમાઈ તને ચાલતાં આવડયું નહિ !

જમાઈ તને ચાલતાં આવડયું નહિ !

એકડો આવડયો

બગડો આવડયો

ત્રગડો આવડયો સહી

ભણી ગણીને ખૂબ ભણ્‌યા

પણ પાંચડાનો પત્તો નહિ !

જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !

જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !

ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલેપ

ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલેપ

પેલી રેખા છે કંઈ તરબૂચ જેવી,

કંઈ આમ ગબડે, કંઈ તેમ ગબડે,

ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલેપ

પેલી જયા છે કંઈ દૂધી જેવી,

કંઈ વેલે વધે, કંઈ વેલે વધે,

ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલેપ

પેલી છાયા છે કંઈ કારેલાં જેવી,

કંઈ કડવી લાગે, કંઈ કડવી લાગે,

ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલેપ

પેલી મયા છે કંઈ વેંગણ જેવી,

કંઈ ચરકી લાગે, કંઈ ચરકી લાગે,

ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલેપ

પેલી રીયા છે કંઈ મરચાં જેવી,

કંઈ તીખી લાગે, કંઈ તીખી લાગે,

ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલેપ

પેલી પ્રિયા છે કંઈ ટેટી જેવી,

કંઈ મીઠી લાગે, કંઈ મીઠી લાગે,

ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલેપ

ઓઝો ઓઝી ધસમશે

ઓઝો ને ઓઝી ધસમશે, ઓઝા અકોટા ઘડાવ

અકોટાના બેસે દોકડા રે, કાને કોડિયાં જડાવ રે

ઓઝો ને ઓઝી ધસમશે, ઓઝા કાંબિયું ઘડાવ

કાંબિયુંના બેસે દોકડા રે, પગે કાંઠા જડાવ રે

ઓઝો ને ઓઝી ધસમશે, ઓઝા ચૂડલો કરાવ

ચૂડલાના બેસે દોકડા રે, મને નળિયા સરાવ રે

ચાક વધામણી

ઓઝો ઓઝો રે

ઓઝો ઓઝો રે ઓઝી તણો

ઓઝો વહુનો વીરો રે, ઓઝો લાવે ઘી તાવણી

લાપસી તે રાંધશું ફરતે ચાટવે

જમશે અમરતવહુનો વીરો રે, ઓઝો લાવે ઘી તાવણી

કાંઠા કોરૂં રે કરડી ગયો

બોઘેણ્‌યું મેલ્યું મૈયરની વાટ રે, ઓઝો લાવે ઘી તાવણી

ચાક વધામણી

કંકુ છાંટી કંકોતરી મોકલી

કંકુ છાટી કંકોતરી મોકલી

એમાં લખિયું લાડકડીનું નામ રે

માણેકથંભ રોપિયો

કેસર છાટી કંકોતરી મોકલી

એમાં લખિયું લાડકડાનું નામ રે

માણેકથંભ રોપિયો

પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી

કાકા હોંશે ભત્રીરજી પ્રણાવો રે

માણેકથંભ રોપિયો

બીજી કંકોતરી મામા ઘેર મોકલી

મામા હોંશે મોસાળુ લઈ આવો રે

માણેકથંભ રોપિયો

કંકુ છાટી કંકોતરી મોકલી

કેસર છાટી કંકોતરી મોકલી

કંકુ છાટી કંકોતરી મોકલી

માણેકથંભ રોપણ

કન્યા છે કાંઈ માણેકડું

કન્યા છે કાંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,

કન્યા કાગળ મોકલે તમે રાયવર વ્હેલા આવો નેપ

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે

કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે..

હું કેમ આવું? મારા દાદાજી રીસાણા રે,

તમારા દાદાને પાઘડી પહેરામણી, રાયવર વહેલાં આવો નેપ

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે

હું કેમ આવું? મારા પિતાજી રીસાણા રે,

તમારા પિતાને ખેસની પહેરામણી, રાયવર વહેલાં આવો નેપ

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે.

હું કેમ આવું? મારા માતાજી રીસાણા રે,

તમારી માતાને સેલાની પહેરામણી, રાયવર વહેલાં આવો નેપ

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે.

હું કેમ આવું? મારા બેનીબા રીસાણા રે,

તમારી બેની ને સોળે શણગાર, તમે રાયવર વહેલાં આવો નેપ

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે.

હું કેમ આવું? મારા વિરાજી રીસાણા રે,

તમારા વિરાને સૂટની પહેરામણી, રાયવર વહેલાં આવો નેપ

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે.

કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો નેપ

કે દુના કાલાંવાલાં

તમે કે’દુના કાલાંવાલાં કરતા’તા

તમે મુંબઈ ને મહેસાણા ફરતા’તા

તમે ઝાઝી તે વાતો મેલો મારા વેવાઈ

તમે કે’દુના કાલાંવાલાં કરતા’તા

તમે અમીબેનને જોઈ ગયા

મારા નવલા જમાઈ મોહી ગયા

તમે કે’દુના કાલાંવાલાં કરતા’તા

તમે છગનભાઈને ભોળવી ગયા

તમે સવિતાબેનને ભોળવી ગયા

તમે કે’દુના કાલાંવાલાં કરતા’તા

વરતેજથી વાંકાનેર ફરતા’તા

તમે ફેશનની ફીશિયારી મેલો મારા વેવાઈ

તમે કે’દુના કાલાંવાલાં કરતા’તા

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રેપ

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રેપ

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રેપ

જાનમાં તો આવ્યા મુનશી, માંડવે મૂકાવો ખુરશી,

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા મોટા, જળ ભરી લાવો લોટા.

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનણીએ પે’ર્યા અમ્મર, માંડવામાં નથી ઝુમ્મર,

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા પારસી, માંડવે મૂકાવો આરસી,

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા સિધ્ધી, સિધ્ધી દેખી વેવણ બીધી,

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા ગોરા, વેવણ તમે લાવો તોરા,

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

કોયલ બેઠી આંબલિયાની ડાળ

કોયલ બેઠી આંબલિયાની ડાળ

મોરલિયો બેઠો રે ગઢને કાંગરે

હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોયલ માંગે કડલાંની જોડ

મોરલિયો માંગે રે લાડણ લાડલી

કોયલને ઉડાડો આપણે દેશ

મોરલિયો માંગે રે લાડણ લાડલી

કોયલ માંગે ચૂડલાની જોડ

મોરલિયો માંગે રે લાડણ લાડલી

કોયલ માંગે ઝૂમખાની જોડ

મોરલિયો માંગે રે લાડણ લાડલી

કોયલ માંગે નથડીની જોડ

મોરલિયો માંગે રે લાડણ લાડલી

કોયલ માંગે હારલાની જોડ

મોરલિયો માંગે રે લાડણ લાડલી

સાંજી

ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે

ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે,

અમે તેડી જાશું અમારે ઘેર.

ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.

ભાભીના દાદા ઉભા ઉભા જોઈ રહ્યા રે,

ભાભીના માતા કરે છે વિષાદ,

ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.

ભાભીના કાકા ઉભા ઉભા જોઈ રહ્યા રે,

ભાભીના કાકી કરે છે વિષાદ,

ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.

ભાભીના મામા ઉભા ઉભા જોઈ રહ્યા રે,

ભાભીના મામી કરે છે વિષાદ,

ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.

ભાભીના વીરા ઉભા ઉભા જોઈ રહ્યા રે,

ભાભીના ભાભી કરે છે વિષાદ,

ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે.

ગણપતી પૂજા કોણે કરી

ગણપતી ઉપ્ર ચોપડેલા સિંદુર,

આજે ગણપતી પૂજા કોણે કરી?

આવ્યા હતા અનિલભાઈના કુંવર,

આજે ગણપતી પૂજા એણે કરી.

આવ્યા હતા મહેશભાઈના ભત્રીજા,

આજે ગણપતી પૂજા એણે કરી.

આવ્યા હતા જયેશભાઈના ભાણેજ,

આજે ગણપતી પૂજા એણે કરી.

આવ્યા હતા પ્રવિણભાઈના વીરા,

આજે ગણપતી પૂજા એણે કરી.

ગણપતી ઉપ્ર ચોપડેલા સિંદુર,

આજે ગણપતી પૂજા કોણે કરી?

ગણેશ પાટ બેસાડિયે

ગણેશ પાટ બેસાડિયે વા’લા નીપજે પકવાન

સગા સંબંધીને તેડિયે જો પૂજ્યા હોય મોરાર

જેને તે આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર

સાંજ સવારે પૂજીયે જો પૂજ્યા હોય મોરાર

જેને તે આંગણ ગાવડી તેનો ધન્ય ધન્ય અવતાર

સાંજ સવારે દોણું મળે જો પૂજ્યા હોય મોરાર

જેને તે પેટે દીકરી તેનો ધન્ય થયો અવતાર

સાચવેલ ધન વાપ્રે જો પૂજ્યા હોય મોરાર

જેને તે પેટે દીકરો તેનો ધન્ય થયો અવતાર

વહુવારૂ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર

રાતો ચૂડો તે રંગભર્યો ને કોરો તે કમખો હાર

ઘરચોળે ઘડ ભાંગીએ જો પૂજ્યા હોય મોરાર

કાંઠા તે ઘઉંની રોટલી માંહે ઢાળિયો કંસાર

ભેગા બેસી ભોજન કરે જો પૂજ્યા હોય મોરાર

ગણેશ પાટ બેસાડિયે ભલા નીપજે પકવાન

સગા સંબંધીને તેડિયે જો પૂજ્યા હોય મોરાર

સાંજી

ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે

ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે

ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે

પહેલી કંકોતરી સૂરત શે’ર મોકલાવો રે

સવિતાબેન તમે વેગે વેલા આવો રે

નાના મોટાને સાથે તેડી લાવો રે

સવિતાબેન ચલાવે સુંદર મોટી ગાડી રે

મોહન જમાઈને પાડાની અસવારી રે

ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે

ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે

બીજી કંકોતરી અમદાવાદ મોકલાવો રે

આનંદીકાકી તમે વેગે વેલા આવો રે

નાના મોટા સૌને સાથે તેડી લાવો રે

આનંદીકાકીને રેલગાડીની સવારી રે

કાકા સાઈકલ પેડલ મારતા આવે રે

ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે

ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે

ત્રીજી કંકોતરી મુંબઈ શે’ર મોકલાવો રે

મીઠીમાસી તમે વેગે વેલા આવો રે

નાના મોટા સંધાયને તેડી લાવો રે

મીઠીમાસીને વિમાનની સવારી રે

માસા કરે ઊંંટીયાની અસવારી રે

ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે

ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે

ચોથી કંકોતરી સોનગઢ ગામ મોકલાવો રે

વેવાઈ-વેલા સૌ તમે વેગે વેલા આવો રે

કટમ્બ કબીલાને હારે તેડી લાવો રે

બાઈયું બેઠી ગાડે મલપતી આવે રે

મૂછાળા સૌ પાછળ દોડતા આવે રે

ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે

ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે

સાંજી

ગોર લટપટિયા

ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા

મારે છેટાંની છે જાન ગોર લટપટિયા

મારે થાય છે અહૂર ગોર લટપટિયા

ગોરને હાંડા જેવડું માથું ગોર લટપટિયા

ગોરને નળિયા જેવડું નાક ગોર લટપટિયા

ગોરને કોડાં જેવડી આંખ્યું ગોર લટપટિયા

ગોરને કોડિયાં જેવડા કાન ગોર લટપટિયા

ગોરને સૂપડાં જેવા હોઠ ગોર લટપટિયા

ગોરને ફળિયા જેવડી ફાંદ ગોર લટપટિયા

ઘરમાં નો’તી ખાંડ

ઘરમાં નો’તી ખાંડ ત્યારે શીદ તેડી’તી જાન ?

મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી ખારેક ત્યારે શીદ તેડયા’તા પારેખ ?

મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી ગાગર ત્યારે શીદ તેડયા’તા નાગર ?

મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી જાજમ ત્યારે શીદને તેડયું’તું મા’જન ?

મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી સોપારી ત્યારે શીદ તેડયા’તા વેપારી ?

મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તા લોટા ત્યારે શીદ તેડયા’તા મોટા ?

મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તા લાડવા ત્યારે શીદ તેડયા’તા જમવા ?

મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તા દીવા ત્યારે શીદ માંડયા’તા વીવા ?

મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તું મીઠું ત્યારે શીદ બોલ્યા’તા જુઠું ?

મારા નવલા વેવાઈ

ચાલોને આપણે ઘેર રે

ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે

ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે

મહિયરની મમતા મૂકોને

મહિયરની મમતા મૂકોને

ચાલોને આપણે ઘેર રે

ચાલોને આપણે ઘેર રે

બાપુની માયા તો તમે મૂકોને

બાપુની માયા તો તમે મૂકોને

સસરાની હવેલી બતાવું રે

સસરાની હવેલી બતાવું રે

ચાલોને આપણે ઘેર રે

ચાલોને આપણે ઘેર રે

માડીની માયા તો તમે મૂકોને

માડીની માયા તો તમે મૂકોને

સાસુજીના હેત બતાવું રે

સાસુજીના હેત બતાવું રે

ચાલોને આપણે ઘેર રે

ચાલોને આપણે ઘેર રે

ભાંડુની માયા તો તમે મૂકોને

ભાંડુની માયા તો તમે મૂકોને

બતાવું દીયર ને નણંદને

બતાવું દીયર ને ર્નંદને

ચાલોને આપણે ઘેર રે

ચાલોને આપણે ઘેર રે

સૈયરનો સ્નેહ તો તમે મૂકોને

સૈયરનો સ્નેહ તો તમે મૂકોને

દેખાડું હું પ્રીત તારા કંથની

દેખાડું હું પ્રીત તારા કંથની

ચાલોને આપણે ઘેર રે

ચાલોને આપણે ઘેર રે

ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે

ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે

છોરો કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો

(વરપક્ષ તરફથી)

છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,

અમારી ભાગોળે આવી ભમતી’તી,

અમારી શેરીઓમાં અટવાતી’તી,

તને પ્રણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે !

મારા ભઈલાને ભાવતા ભોજન જો’શે,

એને નીત નવી વાનગી ખવડાવવી પડશે,

અલી, આટલી આવડત રાખજે, આટલું સુણી લેજે !

છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,

અમારી ભાગોળે આવી ભમતી’તી.

(કન્યાપક્ષ તરફથી)

બીજા રસપ્રદ વિકલ્પો