Bal Uchher ane Mata-Pitanu Sanidhya Dr. Aashish Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

Bal Uchher ane Mata-Pitanu Sanidhya

બાળ ઉછેર

અને

માતા-પિતાનું સાનિધ્ય

-ઃ લેખક :-

ડૉ. આશિષ ચોક્સી

9898001566, 079-27496161

pranaliashka@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

•બાળક એડલ્ટ પ્રોગ્રામ્સ જુએ છે

•માતા-પિતા દ્વારા થતા ધૂમ્રપાનની બાળકો પર અસર

•મમ્મી-પપ્પા નું કયું વર્તન બાળકનો આત્મવિશ્વાસ ઘટાડે છે ?

•મહત્વાકાંક્ષાઓ નાં બોજ તળે દબાયેલું આજનું બાળક

•બાલ્યાવસ્થામાં કરેલી મહેનત

•બાળકો સાંભળેલું ભૂલતા નથી.

૧. બાળક એડલ્ટ પ્રોગ્રામ્સ જુએ છે

૧૦ થી ૧૨ વર્ષની વચ્ચેના બાળકો, જે હજુ ટીન એઈજમાં પ્રવેશ્યા પણ નથી તેમના માતા-પિતાની ફરિયાદ હોય છે કે તેમના બાળકો છુપાઈને કમ્પ્યુટરમાં એડલ્ટ પ્રકારની સાઈટ્‌સ જોતા પકડાયા. શું કરવું ? ખુબ ચિંતા થાય છે. તેમને ધમકાવાતા નથી અને તેમની સાથે આ મુદ્દાની વાત ઉખેળવાની હિંમત ચાલતી નથી.

આવું કેમ થયું ? તે પહેલા જોઈએ. કોઈ બાળક એક દિવસથી ભૂખ્યો હોય, એકલો હોય અને તેના ઘરમાં તેની સામે ખુલ્લી ડીશમાં ચોકલેટ પડી હોય. પછી તેને ચોકલેટ ખાવાની મનાઈ કરી હોય તો પણ તે ચોકલેટ ખાવાનો જ છે. આજના સમયમાં બાળકની પુખ્તતા અથવા પાકટતા થવાના રસ્તે તે આ પ્રકારના ચિત્રો ક્યારેક તો જોવાનો જ છે. તે આ પ્રકારના ચિત્રો જુએ જ નહી અને તે ૨૦ વર્ષનો થાય તેવું હવેના સમયમાં દુનિયાના કોઈ બાળક માટે શક્ય નથી. ધ્યાન એજ રાખવું કે તે આ બધું યોગ્ય ઉમરે જુએ. આ યોગ્ય ઉમર કઈ? મારા પોતાના માનવા પ્રમાણે આ ઉમર ૧૬ વર્ષ કે બાદની કહી શકાય. ૧૬ વર્ષ સુધી બાળકની સામે આ પ્રકારના ચિત્રો ના આવે તો સારૂં અથવા ૧૨ વર્ષ બાદ બને તેટલા મોડા બાળકની સામે આ પ્રકારના પ્રોગ્રામ્સ આવે તેવું કૌટુંબિક સ્તરે વાતાવરણ ગોઠવવું. આ માટે શું કરી શકાય તે જોઈએ.

મોટા ભાગે બાળક એકલું હોય ત્યારે અથવા તેને ખુબ બનતું હોય તેવો અને તેની ઉમરનો તેનો પિતરાઈ ભાઈ સાથે તે ઘરમાં એકલા હોય ત્યારે તેઓ કતુહુલ અને સાહસ માટે આ પ્રકારના પ્રોગ્રામ્સ સુધી પહોચી જાય છે. મોટા ભાગે તેઓ એવું વિચારતા હોય છે કે આ પ્રકારના પ્રોગામ તેઓ છેલ્લી વાર જોશે. તે ૭ વર્ષનો હોય ત્યારથી જ તેના બીજા ૫ વર્ષ માટે તે રમત-ગમત, સંગીત, ચિત્રકામ માં વ્યસ્ત રહે તે પ્રમાણે સમયનું આયોજન કરવું જોઈએ. બાળકનો ફાજલ સમય અને ભણતરને અનુંલક્ષીને તેમાં ફેરફાર પણ કરવા જોઈએ. તે એકલો હોય ત્યારે તે કોઈને કોઈ પ્રવૃત્તિ માં વ્યસ્ત રહેવો જોઈએ. બધા કુટુંબીજનો સાથે હોય ત્યારેજ તેણે તેનાં સ્કુલનું હોમવર્ક અથવા તો કોઈ માહિતી માટે કોમ્પ્યુટર-ઈન્ટરનેટ ખોલવું જોઈએ. તેનામાં ગેઈમ રમવા કરતા વાંચનની આદત કેળવવી જોઈએ. તેનો કઝીન કે મિત્ર આવ્યા હોય ત્યારે ખાસ તેમની સાથે માતા-પિતાએ અથવા કોઈ વડીલો એ રહેવું જોઈએ. સ્માર્ટ ફોન, લેપટોપ અને ટેબ્લેટ નો ઉપયોગ ઈન્ટરનેટ વિના ઘરમાં થાય તેવું આયોજન કરવું જોઈએ. રમત-ગમતમાં વ્યસ્ત રહેતા બાળકના મગજમાં તેની રમતો અને કોઈ કળામાં કેવી રીતે આગળ વધાય તેનાજ સતત વિચારો આવશે. અને કદાચ તે કોઈ એડલ્ટ પ્રોગ્રામ જોઈ પણ લેશે તો પણ તે તેના માતા -પિતાને સાચી હાકિકત કહી ઝડપથી રમતોના વિચારમાં પાછો આવી જશે. જે બાળક કોઈ રમત-ગમતમાં રસ લેતું નથી અને ઘરમાં પણ ખુબ એકલું રહેતું હોય તો તે બાળક કોઈ એડલ્ટ સાઈટ ઝડપથી જોઈ તો લેશે અને ફરી વારંવાર આ પ્રકારની સાઈટ કેવી રીતે જોવી તેના રસ્તા વિચારશે. ૧૫ વર્ષથી મોટું બાળક જોતા પકડાય તો આ પ્રકારના પ્રોગ્રામોની અસરો અને તેના ભવિષ્યના પરિણામો વિશે તેને ખુબ શાંતિથી જણાવી હવે યોગ્ય નિર્ણય તું જ લેજે તેમ જણાવી દેવું. તેના પર ખાસ વોચ રાખવું કે ઘરમાંથી ઈન્ટરનેટ કઢાવી નાખવું તે આ ઉમરના બાળક માટે યોગ્ય નથી. બધું યથાવત રાખી બાળક સાથેના હકારાત્મક અભિગમથી બાળક ને પોતાને લાગશે કે મમ્મી-પપ્પાએ મારા પર એક વિશ્વાસ રાખેલ છે , જે મારે તોડવો ના જોઈએ અને તેમના સપના પુરા થાય તેવા મારે પ્રયત્નો કરવા જોઈએ. આમ ઘણા માતા-પિતા આવા પ્રસંગો બાદ બાળકનો આત્મવિશ્વાસ વધારવાની તક ઝડપી લે છે. તેમના અને બાળકના સંબંધમાં પણ ઉષ્મા વધે છે. આવી ઘટના બાદ બાળકને મારવો, ધમકાવવો કે શિક્ષા આપી તેને ઘરની બહાર કાઢી મુકવાથી ક્યારેય આ વસ્તુનું નિરાકરણ આવતું નથી. આવું વર્તન માતા-પિતાની અપરિપકવતા સૂચવે છે.

૨. માતા-પિતા દ્વારા થતા ધૂમ્રપાનની બાળકો પર અસર

બીડી અને સિગારેટ જેવા વ્યસનો માતા-પિતા દ્વારા થાય તો તેની તુરત અને લાંબાગાળે ઉદભવતી આડઅસરોનો ભોગ તેમના નિર્દોષ સંતાનોએ બનવું પડતું હોય છે. આપણા દેશમાં પુરૂષ વર્ગ વધુ ધુમ્રપાન કરે છે. જ્યારે પણ માતા-પિતા ઘરમાં, ગાડીમાં કે બંધરૂમમાં ધુમ્રપાન કરે ત્યારે ઉચ્છવાસમાં કાઢેલો ધુમાડો બાળકોના શ્વાસમાં જાય છે. આમ પરોક્ષ રીતે બાળકોએ પણ ધુમ્રપાન કર્યું કહેવાય (ટ્ઠજજૈદૃી જર્દ્બૌહખ્ત). બાળકોમાં તેની તુરત અને લાંબાગાળે આડઅસરો જોવા મળે છે.

જ્યારે સગર્ભા માતા ધુમ્રપાન કરે ત્યારે નિકોટીન અને કાર્બન મોનોક્સાઈડ નામના ઝેરી તત્વો માતાના લોહીમાંથી નાળદ્વારા ગર્ભસ્થ શિશુમાં પ્રવેશે છે. આ ઝેરી તત્વો તેના અલ્પવિકસિત ફેફસા અને અન્ય અંગો પર ગંભીર આડઅસર કરે છે. માતાના ધુમ્રપાનને લીધે ગર્ભસ્થ બાળકનું ગર્ભમાંજ મૃત્યુ, અધૂરા માસે અને ઓછા વજન વાળા બાળકનું જન્મવું, નવજાત શિશુમાં ફેફસાની તકલીફો જેવી ગંભીર અસરો જોવા મળે છે.

જન્મથી પહેલા બે વર્ષમાં બાળકનું ફેફસું અલ્પવિકસિત હોય છે. આ દરમ્યાન તેના સંપર્કમાં રહેતી કોઈ પણ વ્યક્તિ ધુમ્રપાન કરે તો બાળકને દમ, શ્વાસની તકલીફો, વારંવાર શરદી-ખાંસી, વિવિધ એલર્જીઓ તુરંત જોવા મળે છે. પરોક્ષ ધુમ્રપાનને કારણે આ બાળકોની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી રહે છે જેના કારણે તેઓમાં કાનમાં રસી, ન્યુમોનિયા અને મેનીન્ગોકોકલ વિષાણુંનો ચેપ વધુ જોવા મળે છે.

ધુમ્રપાન કરતા માતા-પિતાના બાળકોમાં લાંબાગાળે જોવા મળતી આડઅસરોને ધીમા ઝેરથી થતા મૃત્યુ સમાન ગણી શકાય. ધુમ્રપાન કરતી વ્યક્તિઓની ચામડી,વાળ અને કપડા પર નિકોટીન અને કાર્બન મોનોક્સાઈડ સહિત ૭૦ જેટલા ઝેરી તેમજ પ્રાણઘાતક સંયોજનો ઓળખાયા છે. આ વ્યક્તિઓ જ્યારે નાના બાળકોને રમાડવા ઉચકે, ખોળામાં લે કે ચુંબન કરે ત્યારે આ ઝેરી તત્વો નિર્દોષ બાળકમાં પ્રવેશે છે. આવા ઝેરી તત્વોના સતત સંપર્કને લીધે આ બાળકોમાં ઉદભવતી લાંબા ગાળાની શારીરિક તકલીફોમાં ટીન એઈજમાં દમ, ખરજવું, આનુવાંશિક રોગો, લ્યુકેમિયા અને લીમ્ફોમાં જેવા કેન્સર, કરોડરજ્જુ, યકૃત, અને મૂત્રાશયની તકલીફોને ગણી શકાય. વ્યસની માતા-પિતાના બાળકોમાં કોઈ પણ પ્રકારનું કેન્સર થવાની શક્યતા વ્યસન ન કરતા માતા-પિતાના બાળકો કરતા ૩૫% જેટલી વધુ હોય છે.

કોઈ પણ પ્રકારના વ્યસની માતા-પિતા (ધુમ્રપાન, આલ્કોહોલ, ગુઠકા, પડીકીઓ) ના બાળકોમાં લાંબાગાળે જોવા મળતી માનસિક તકલીફોમાં ચંચળવૃત્તિ (છડ્ઢૐડ્ઢ), વાંચવા, લખવા, બોલવા અને વિચારવાની તકલીફ જોવા મળે છે. આ બાળકો પણ ઝડપથી વ્યસન કરતા શીખી જાય છે. મોટા ભાગના વ્યસનીઓના ઘરમાં સતત પૈસાની ખેંચ રહેતી હોવાને ઘરમાં કજિયા અને કંકાસ રહે છે જેને કારણે બાળકની માનસિક ક્ષમતા રૂંધાય છે. આ બાળકોના સારા કહી શકાય તેવા મિત્રો ઓછા હોય છે. આ બાળકોની ડરગ્સના રવાડે ચઢી જવાની શક્યતા વધુ હોય છે. વ્યસની માતા-પિતાને કારણે ઘણી જગ્યાએ તેમના બાળકો પણ સામાજિક રીતે અસ્વીકૃત રહે છે. આથી તેમનામાં પણ અસલામતી, નકારાત્મકતા, અને લઘુતાગ્રંથીની ભાવના વધુ જોવા મળે છે. વ્યસની માતા-પિતામાં છુટાછેડાનું પ્રમાણ પણ સહેજ વધુ જોવા મળે છે તેમજ વ્યસની વ્યક્તિમાં અકાળે મૃત્યુનું પ્રમાણ પણ વધુ હોઈ તેમના સંતાનોને અનાથ થઈ જવાનો ભય રહેતો હોય છે. વ્યસની વ્યક્તિના બાળકો તેમના માતા-પિતાની સરખામણી તેમના એવા મિત્રોના માબાપ સાથે કરે છે જેઓ વ્યસન નથી કરતા અને હીનતા ની લાગણી અનુભવે છે. વ્યસની માતા-પિતાઓ એ નક્કી કરવું જોઈએ કે તેમણે તેમના સંતાનોને જીભનું કેન્સર, પેટમાં પિત્ત, ફેફસામાં દમ, તેમજ ફેફસામાં કેન્સર પ્રકારના રોગો તેમજ ક્યારેક ગેન્ગરિન ને લીધે કપાયેલા હાથ પગ, લકવાગ્રસ્ત શરીર જેવી વ્યસનને લીધે ઉદભવેલી તકલીફોથી પીડાતા, રીબાતા વ્યસની માતા-પિતાની સેવા કરાવી તેમના બાળકોનું જીવન બરબાદ કરવું છે કે પોતે વ્યસનમુક્ત રહી અથવા સમયસર વ્યસન છોડી પોતાના સંતાનોને જીવનમાં આગળ વધવાની અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તક આપવી છે. આપણા ભારતીય સમાજમાં બાળક વ્યસનને લીધે પણ પીડાતા, રીબાતા પોતાના માતા-પિતાને અવગણી સામાન્ય જીવન જીવી શકવાનો નથી.

વ્યસની માતા-પિતાએ સમજવું જોઈએ કે વ્યસનના એક છેડે હંમેશા અગ્નિ હોય છે અને બીજા છેડે મુર્ખ વ્યક્તિ. તેમના સંતાનોને અંધકારમય ભવિષ્ય અને લાખો રૂપિયાનું દેવું ભેટમાં આપવાનો તેમને કોઈજ અધિકાર નથી. સારા ટ્‌યુશનો, સારી સ્કુલોમાં પ્રવેશ અને સારી પોલીસીઓ કરતા કોઈ પણ પ્રકારના વ્યસનથી મુક્ત રહે તે માતા-પિતા દ્વારા તેમના સંતાનોને અને તેમની આવનારી પેઢી માટે અમૂલ્ય ભેટ ગણી શકાય.

૩. મમ્મી-પપ્પા નું કયું વર્તન બાળકનો આત્મવિશ્વાસ ઘટાડે છે ?

થોડા સમય પહેલા એક બહેને તેમના દીકરાની આડાઅવળા સમયે નાસ્તા કરવાની અને તેની વસ્તુઓ ઘરમાં જેમતેમ રાખવાની આદત વિશે થોડા દુખ અને થોડા ગુસ્સા મિશ્રિત સ્વરે ફરિયાદ કરી કે તેને આ વિષે ૫૦૦ વખત કીધું હશે, સમજાવ્યું હશે પણ તેનામાં કશોજ ફેર ના પડયો. સાચી વાત તો એ છે કે તેમણે તેમના દીકરાને ૫૦૦ વખત કીધું એટલેજ ફેર ના પડયો. જો તેઓ પાંચ જ વખત કહી અટકી ગયા હોત તો ચોક્કસપણે તેમના દીકરાએ તેમને સાંભળવાની અને સમજવાની તો શરૂઆત કરી હોત.

પોતાના બાળકને સંપૂર્ણ બનાવવાના દબાણ હેઠળ માતા-પિતાની કેટલીક અસામાન્ય વર્તણુક બાળકની કુદરતી શક્તિને ક્ષીણ કરે છે અંતે બાળકનો આત્મવિશ્વાસ ઘટાડે છે. આવી અયોગ્ય વર્તણુકને જાણીએ અને સમજીએ.

બાળકની નાની નાની ભૂલોને ખુબ મહત્વ આપી તેને વારંવાર મહેણાં-ટોણાં કહી તેની ભૂલો તેને યાદ કરાવ્યા કરવી. (પોતે)માતા-પિતાએ તેના માટે ફાળવેલા સમય, શક્તિ અને નાણાને વારંવાર યાદ કરવા. બાળકની સરખામણી તેનાં મિત્ર કે ભાઈ-બહેન સાથે વારંવાર કરવી અને તેઓની સરખામણીમાં સતત તેને નીચો પાડવો. તેના ભૂતકાળના કોઈ અયોગ્ય વર્તન,ભૂલો કે કોઈ ખરાબ પરિણામ ને વારંવાર યાદ કરવું.તે કોઈ નવું કાર્ય શરૂ કરે ત્યારે તેમાં આવનારી સંભવિત તકલીફો કે ભૂલો વિશે તેને સતત સલાહ આપવી.તેને જાણે નવરા બેસવાનો હક્કજ ના હોય તેમ તે નવરો બેઠો હોય ત્યારે તેને તેની દિનચર્યા કે ભણતર વિશે વારંવાર પ્રશ્નો પૂછવા.ઘરના વધુ લોકો દ્વારા અલગ અલગ સમયે વારંવાર અપાતી સલાહ.ઈતર પ્રવૃતિમાં કે ભણતરમાં માતા-પિતા અને બાળકે સાથે નક્કી કરેલા ધ્યેય( ંટ્ઠખ્તિીં) બાળકથી પુરા થાય કે તુરત જ તેને નવા ંટ્ઠખ્તિીં માટે શરૂઆત કરાવવી. બાળક તેને પોતાને અનુકુળ પદ્ધતિથી કામ કરે તેના કરતા માતા-પિતાએ પોતે ઈચ્છેલી અને વિચારેલી પદ્ધતિથી બાળક કામ કરશે તો તેને ચોક્કસ સફળતા મળશે તેવું તેને વારંવાર સમજાવવું.ઉંમર વધવા છતાં ઘણીવાર બાળક સાથે તે ખુબ નાનું બાળક હોય તેવું બાલિશ વર્તન કર્યા કરવું( જેને લીધે સમયસર બાળકમાં પુખ્તતા આવે જ નહીં) બાળક સાથે સલાહ વિનાનો હળવો સાહજિક સમય ભાગ્યેજ વિતાવવો.ઘરમાં કશું નુકશાન થાય તો તેનું કારણ બાળક જ છે તેવું વારંવાર પુરવાર કરવું (હ્વઙ્મટ્ઠૈદ્બ).બાળક પર ઘણા બંધનો લાદવા અને સામાજિક રીતે તેને છુટથી હળવા ભળવા દેવો નહીં (એવું વિચારને કે લોકો સમક્ષ તે કોઈ અઘટિત વર્તન કરશે તો) તેની અંગત વસ્તુઓ જેમકે ડાયરી, મોબાઈલ, બેગ કે પર્સની વારંવાર તપાસ કરવી અને તેની પાસે પૈસાનો બહુ કડકાઈથી હિસાબ માંગવો.તેને મુક્ત જિંદગીથી વંચિત રાખવો.. જેમકે રજાના કે પરીક્ષા પત્યાના બીજા જ દિવસે પણ તેને મોડા સુધી સુવા ના દેવો, તે નિશ્ચિત સમયેજ ઘરે આવી જાય અને નિશ્ચિત સમયેજ હંમેશા જમી લે તેવો કાયમ આગ્રહ રાખવો. માતા-પિતા તેમને પડતી વ્યવસાયિક કે સામાજિક તકલીફો નો ગુસ્સો અવારનવાર બાળક પર ઉતારે.માતા-પિતા એકબીજા સાથે પણ નાની નાની વાતોમાં ઝગડયા કરતા હોય.માતા-પિતા પોતાના સમયનાં સંઘર્ષમય જીવનને અને પોતાને પડેલી તકલીફોને વારંવાર યાદ કર્યા કરતા હોય.માતા-પિતા પોતેજ બાળકની ક્ષમતા ઓછી આંકી તેને પુરતી તક ના આપે અથવા તેઓ બાળકને ક્યારેય જોખમ ઉઠાવવા ના દે.બાળકને તેની નાની ભૂલમાં પણ તેને ઘાટા પાડી ખુબ ખખડાવી નાખવો. તેના દૈનિક કાર્યમાં અને બિનજરૂરી મુદ્દાઓમાં પણ ખુબ રસ લેવો, પ્રશ્નો પૂછવા અને વણમાગી સલાહ આપવી.તેની અસફળતાની વાતો ઘરે આવેલા સગા કે મિત્રો સાથે વારંવાર કરવી. (૫ થી ૧૫ વર્ષના લગભગ ૫૦ બાળકોના મંતવ્યોનો આ સાર છે.)

માતા-પિતાએ તેમના બાળકોની ભૂલો ઉદાર દિલે સ્વીકારવાની જરૂર છે. તેને વધુ તક આપવાની જરૂર છે. તેનાં માટે વિચારેલા થોડા ધ્યેય (ંટ્ઠખ્તિીં) ઘટાડવાની જરૂર છે. તેની ક્ષમતા, બુધિપ્રતીભા, અને તેનાં વ્યક્તિત્વ ને માન આપવાની જરૂર છે અને થોડું કુદરત-ઈશ્વર પર છોડી દેવાની જરૂર છે. તેમના માટેના જરીહ શબ્દોથી તેમનું હ્ય્દય હ્વર્િાીહ નાં થાય તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

૪. મહત્વાકાંક્ષાઓ નાં બોજ તળે દબાયેલું આજનું બાળક

અત્યારની ભણતરની પધ્ધતિમાં નર્સરીથી જ બાળકો પર ભણતરનો બોજ અસહ્ય રીતે વધી રહ્યો છે. દિવસે ને દિવસે ભણતર વધુ ને વધુ જટિલ અને સ્પર્ધાત્મક બનતું જાય છે. બાળકો નાં ભણતર નું મુલ્યાંકન તેમની પાછળ ખર્ચાયેલા નાણા નાં વળતર ની દ્રષ્ટિથી જોવાય છે. પેરેન્ટસ અને શિક્ષકો ની અપેક્ષા પણ બાળક નાં શાળા નાં પરિણામ માટે હંમેશાં વધુ રહે છે. બાળક નાં ખેલવા-કુદવા નાં દિવસો નીતિ-નિયમો અને સમય ને કાંટે બંધાઈ જાય છે. બાળક ની સ્થિતિ એક ચાવી ભરેલા રમકડાં જેવી થઈ જાય છે. દુનિયાની સાથે સાથે પેરેન્ટસ, શાળા અને સમાજ પણ વ્યાપારીકરણ ની અસર હેઠળ આવી ગયા છે. ટાર્ગેટ પૂરો કરવાનાં અભિગમ ની વધુમાં વધુ અસર બાળક પર પડે છે.

દરેક પેરેન્ટસ ને એમ હોય છે કે પોતાના માટે તેમના પેરેન્ટસ જે નથી કરી શક્યા તે હવે પોતાના સંતાન માટે પોતે કરે. પોતે ભણતા હતા ત્યારે જે અપેક્ષા ઓ નાણા નાં અભાવે રહી ગઈ હતી તેવી તકલીફ પોતાના બાળકોને ના પડે. પેરેન્ટસ ખૂબ તકલીફો વેઠી ને પણ પોતાના બાળક માટે સ્પેશિયલ શિક્ષક, કોચિંગ ક્લાસ રાખે છે. પરંતુ આને કારણે અજાણપણે તેમના મગજ માં બાળકો માટેની અપેક્ષા ઓ વધી જાય છે. આ અપેક્ષા ને કારણે તેઓ ઘણી વખત પોતાના બાળક પાસેથી શું ઈચ્છે છે તે વિચારો રજુ કરે છે. બાળક શું ઈચ્છે છે કે શું વિચારે છે એ અભિપ્રાય તેમના માટે ગૌણ હોય છે. તેને તેના ભવિષ્ય નો ખ્યાલ ના આવે તેવું પેરેન્ટસ માનતા હોય છે. શિક્ષણ એ જીવનની કેળવણી એક પાયો ચોકસ્સપણે છે. પરંતુ મજબૂત ઈમારત ક્યારેય એક પાયા પર ના ચણાય તેના માટે અન્ય પાયા ઓ પણ ધ્યાન માં રાખવા જોઈએ . બાળક જન્મથી તે ૨૦ વર્ષ નું થાય ત્યાં સુધી તેણે મેળવવાનાં શિક્ષણ નો ૫૦% ભાગ તેણે શાળા મારફતે મેળવવાનો હોય છે. બાકીના ૫૦% માં તેની નિરીક્ષણશક્તિ, જીજ્જ્ઞાસાવૃત્તિ, સામાજિકવિકાસ તેમજ શારીરિકવિકાસ કહી શકાય. તેનાં અન્ય કૌશલ્યો નો વિકાસ તોજ થઈ શકશે જો એ ભણતર નાં ભાર તળે નહીં હોય. શિક્ષણ બાળક ને એક દિશા આપશે પરંતુ એ દિશા માં આગળ વધવા માટે ઉપરોક્ત કૌશલ્યો બાળક માં વિકસે તે પણ ખુબ જરૂરી છે.

ક્યારેક એવું પણ લાગે કે રમતગમત કે બાળક ને ગમતી પ્રવૃત્તિ માટે સમય ક્યાં બગાડવો. હકીકત એ છે કે અન્ય પ્રવૃત્તિ માં સમય કાઢવા ને કારણે શરૂઆત માં થોડું ભણતર પર અસર પણ થશે. પરંતુ અન્ય ક્ષેત્રો ની નિપુણતા અને તેમાં મેળવેલી સેધ્ધિઓ જ બાળક ને પ્રેરકબળ અને આત્મવિશ્વાસ સતત આપતું રહેશે જે તેને સફળતા ના શિખરો સર કરવામાં મદદરૂપ થશે. તમારા બાળકો ને પ્રેમ અને સમય જરૂર આપો પરંતુ તમારા વિચારો અને અપેક્ષાઓ ના આપો.

૫. બાલ્યાવસ્થામાં કરેલી મહેનત

થોડા સમય પહેલા એક સફળ ન્યુરોસર્જન મિત્રને મળવાનું થયું. વાત વાતમાં તેઓએ તેમના બાળપણના દિવસો યાદ કરતા કહ્યું, “નાના હતા ત્યારે ઉતરાયણ જાય પછી બાપુજી આખા ગામમાંથી દોરીની ગુંચો ભેગી કરાવે, મારે તે ઉકેલવાની અને તેનું પીલ્લું તેઓ ૧૦ પૈસામાં વેચતા. નાનપણના આ અનુભવને કારણે હવે મગજની અટપટી ગુંચો ઉકેલવાની સર્જરી અઘરી નથી લાગતી”. વાત નાની હતી પરંતુ દરેક માતા-પિતાને એક સંદેશો આપનારી હતી. બાળકો નાનપણમાં મહેનત, શ્રમ અને તકલીફો લેતા હોય તો લેવા દેવી. ખુબ મહેનત બાદ માતા-પિતા જે તબક્કે પહોચ્યા છે તે તબક્કે બાળકોને સીધાજ ઉચકીને મૂકી દેશો તો તેઓ ઘણા બધા ક્ષેત્રોમાં પાછળ રહી જશે, અને આગળ જતા માતા-પિતાએ સર્જેલું સામ્રાજ્ય સફળતાપૂર્વક લાંબો સમય ટકાવી શકશે નહીં.

સુંદર અને મોટી ઈમારતના પાયા તો મજબૂત હોવાજ જોઈએ. બાળકો સફળ બને અને લાંબો સમય સફળ રહી શકે તેવી મંઝિલનું તેમનું નિર્માણ તો જ થશે જો નાનપણમાં તેઓએ બધાજ પ્રકારનો શ્રમ અને અસુવિધા ભોગવી હશે. મહાન અદાકાર રાજકપૂરજીએ પણ કહ્યું હતું કે ૧૯૩૫ થી ૧૯૪૫ના સમયમાં અર્થાત તેમનાં ટીન એઈજ ગાળામાં તેઓને પિતા પૃથ્વીરાજ કપૂરની સાથે તેમની નાટક મંડળીમાં ભારત ભ્રમણ કરવાનો મોકો મળ્યો હતો. નાનપણમાં જ થયેલું ભારતના અદના આદમીનું અને ગામડાનાં ભારતીય સમાજનું દર્શન તેમના બાળમાનસ પર ઊંંડી અસર કરી ગયું હતું. સાથે તેઓએ પિતા પૃથ્વીરાજ કપૂરને પણ અતિશય શ્રમ કરતા, નાટકના નાના નાના પાસામાં ડૂબતા, અને નાના માણસ સાથે પણ માનવીય વ્યવહાર કરતા જોયા હતા.

બાળકો ૫ થી ૧૫ વર્ષના તબક્કામાં ભણવા સિવાયની કોઈ પણ પ્રવૃતિમાં રચ્યાપચ્યા રહે તો તેમને તેમની મનગમતી પ્રવૃત્તિ કરવા દેવી જેમકે નૃત્ય, રમત-ગમત, રસોઈ વગેરે. કારણકે આ ઉમરે તેમની વિચારશક્તિ અને કલ્પનાશક્તિ અદભુત હોય છે. તેમનું મગજ સર્જનાત્મક હોય છે અને તેઓ તેમના વિચારોને વાસ્તવિક સ્વરૂપમાં જોવા માટે પોતાનામાં રહેલી બધીજ શક્તિનો પુરેપુરો ઉપયોગ કરતા હોય છે. અનુંવંશશાસ્ત્રના પિતા ગણાતા મહાન વૈજ્જ્ઞાનિક મેન્ડેલે પોતાના પિતા ફળબાગની ખેતી કરતા તેમની સાથે કલાકોના કલાકો રહેતા અને કલમ કરી ફળઝાડની ગુણવત્તા કેમ સુધારાય તે કામ તેમણે બાળપણમાં જ શીખી લીધું હતું. આજ પ્રેરણાથી આગળ જતા તેમણે વટાણાના છોડ પર અવનવા પ્રયોગો કર્યા. ગુરૂત્વાકર્ષણનો સિધ્ધાંત રચનાર અન્ય મહાન વૈજ્જ્ઞાનિક ન્યુટન પણ પોતાની ૫ થી ૧૫ વર્ષની ઉમર દરમ્યાન નાના પૈડાવાળા રમકડા અને રમકડાંની ગાડીઓ વચ્ચે કલાકોના કલાકો રૂમમાં ભરાઈ રહેતા હતા. આ ઉમરે બાળકોમાં થતા અંતઃસ્ત્રાવોના ફેરફારોના લીધે તેમનામાં થોડી સાહસવૃત્તિ, થોડી જીદ, થોડી તોડફોડ કરવાની વૃત્તિ અને જીવનનો કોઈપણ પ્રકારના સ્ટ્રેસમુક્ત સમય હોય છે. આ ઉમરે તેમને મેળવેલો અનુભવ કોઈ પણ વિદ્વાન શિક્ષકો કે કોઈ પણ મેનેજમેન્ટની કોલેજો તે પછી નહી આપી શકે. બાળક પોતે બસમાં કે અન્ય બાળકો સાથે સ્કૂલવાન દ્વારા સ્કૂલે જવા ઈચ્છતો હોય તો તેને તકલીફ પડશે તેવું વિચારી સામેથી તેને વાહનની ચાવી આપીને અથવા ડરાયવર દ્વારા સ્કૂલે મુકવા લેવાની વ્યવસ્થા કરવાની જરૂર હોતી નથી. છેલ્લે એક સર્જન મિત્ર એ પોતાના વિશે કહેલું સાંભળવા જેવું અને પોતાના બાળક માટે યાદ રાખવા જેવું વાક્ય,” અમે નાના હતા ત્યારે ગામડામાં સળંગ ૮થી ૯ કલાક બેસી બે ગુણો કાલા-કપાસ ફોલતા આથી હવે સળંગ ૬ થી ૭ કલાક ઓપરેશન ટેબલ પર ઉભા રહી સર્જરી કરવાનો થાક કે કંટાળો આવતો નથી”.

૬. બાળકો સાંભળેલું ભૂલતા નથી.

ગુજરાતી ભાષાનાં પ્રખ્યાત લેખક ફાધર વાલેસે તેમના કુટુંબધર્મ નામના એક પુસ્તકમાં ઉપરનું વાક્ય લખ્યું હતું. બાળકો ઘણા નિર્દોષ હોય છે. તેઓ જોયેલું, સાંભળેલું ભૂલતા નથી અને માતાપિતાના વર્તનને હંમેશા અનુસરતા હોય છે. અહીં આપણે ત્રણ સત્યઘટના વિશે જાણીએ.

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આજથી ૨૦ વર્ષ પહેલા એક ફલેટમાં એક મહારાષ્ટ્રીય કુટુંબ આવ્યું હતું. તેની બાજુમાં ગુજરાતી પરિવાર રહેતો હતો. ગુજરાતી પરિવારનું એક વર્ષનું એક બાળક તેનો મોટાભાગનો સમય મહારાષ્ટ્રીય પરિવાર સાથે પસાર કરતુ હતું. આમ આ બાળકે તેનાં એક થી ત્રણ વર્ષ સુધી નો સમય આ કુટુંબ સાથે વિતાવ્યો. દાદા-દાદી સહિતના છ સભ્યો વાળા આ મહારાષ્ટ્રીયન પરિવાર સાથે સતત બે વર્ષ સુધી આ બાળકે મરાઠી ભાષા સાંભળી. બાળક ત્રણ વર્ષનું થયું ત્યારે મરાઠી પરિવાર મુંબઈ ચાલી ગયું આની સાથે બાળકનો રોજનો મરાઠી સાંભળવાનો ક્રમ પણ તૂટી ગયો. ત્યારબાદ બાળકે તેનાં પરિવાર સાથે રહી ગુજરાતી-અંગેજી ભાષા પર પ્રભુત્વ મેળવી સત્તરમાં વર્ષે બારમું ધોરણ પાસ કર્યું. હવે આગળના અભ્યાસાર્થે તેને પુના જવું પડયું. પુના પહોચ્યાના એક થી દોઢ માસમાં જ તેણે મરાઠી ભાષા સમજવા તેમજ બોલવા પર પ્રભુત્વ મેળવી લીધું. મરાઠી ભાષા આટલી ઝડપથી તેને કેમ આવડવા માંડે છે તેનું તેને પોતાને પણ આશ્ચર્ય થતું હતું. મજાની વાત એ છે કે ત્રણ થી સત્તર વર્ષની વચ્ચે આ બાળકે બહુ ઓછી વાર મરાઠી બોલતા કોઈને સાંભળ્યા હતા.

૨૦૦૩ના વર્ષમાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રેલ્વે ક્રોસિંગ પાસે રહેતા પરિવારનું એક બાળક ભૂલથી ટ્રેનમાં ચઢી ગયું અને ઉત્તરપ્રદેશ પહોચી ગયું.

આ બાળક ત્યાં હિન્દી બોલતા શીખી ગયું. ત્રણ વર્ષ સુધી માત્ર ગુજરાતી ભાષા જ સાંભળેલ બાળકને પછીના ૧૧ વર્ષ માત્ર હિન્દી ભાષા જ સાંભળવા મળી હતી. છેક ૨૦૧૪માં તે હતો તે બાળગૃહમાં એક ગુજરાતી બોલતો બાળક આવ્યો તેને ગુજરાતી બોલતો સાંભળતાજ આ બાળકના મગજમાં સુસુપ્ત અવસ્થામાં સંગ્રહાયેલું ગુજરાતી જાણે સજીવન થઈ ગયું. અમદાવાદ અને તેના રહેઠાણ વિશેની ભાંગી-તૂટી માહિતી પરથી પોલીસે તેનો મેળાપ તેના પરિવાર સાથે ૧૧ વર્ષ પછી કરાવી આપ્યો.

જર્મનીના એક અનાથાશ્રમમાંથી એક બ્રિટીશ દંપતીએ એક પાંચ વર્ષના બાળકને ૧૯૮૦ના અરસામાં દત્તક લીધું હતું. ત્યારબાદ ૨૦૦૮ સુધી માત્ર બ્રિટન રહેલાએ યુવાને તેની ૩૩ વર્ષની ઉંમરે વ્યાવસાયિક કારણોસર હવે જર્મની આવવું પડયું. ૫ થી ૩૩ વર્ષની ઉંમર સુધી અંગ્રેજી ભાષા ના સંપર્ક માં રહેલ અને જર્મન ભાષાથી દુર રહેલ એ યુવકને હવે જર્મન ભાષા પોતીકી લાગવા લાગી. પછીના માત્ર બે વર્ષ માં તેણે જર્મન ભાષામાં સુંદર કવિતાઓ અને વાર્તાઓ લખી.

ઉપરના ત્રણે ઉદાહરણો બતાવે છે કે બાળક જેવું સાંભળશે તેવુંજ બોલશે. તેની ભાષાની સમજણની ઉંમર બાદ સાંભળેલું તો તરત થોડા સમયમાંજ બહાર આવશે. પરંતુ તેની ભાષાની સમજણની ઉંમર પહેલા સાંભળેલું પણ મગજમાં સુષુપ્ત અવસ્થામાં વર્ષો સુધી કે જીવનભર સચવાયેલું રહે છે જે સાનુકુળ વાતાવરણ મળતા ગમે ત્યારે બહાર આવે છે.