Sarkari Shaada bachavo books and stories free download online pdf in Gujarati

સરકારી શાળા બચાવો

સરકારી શાળા નું સત્ય

આજે સરકારી સંસ્થાઓ પ્રત્યેની લોકોની વિશ્વનિયતા ઘટતી જાય છે તેની પાછળનો તર્ક અને કારણ એક whatts app મેસેજ દ્વારા સરસ અને સરળ રીતે સમજાવિ શકાય છે.

“સરકારી બસમાં બેસવું નથી

સરકારી હોસ્પીટલમાં જવું નથી

સરકારી શાળામાં ભણવું નથી

તો પણ નોકરી કરવિ તો સરકારી”

આજે જે સરકારી સંસ્થાઓની પરીસ્થીતિ છે તેમાં35% થી 40% જેટલા સરકારી કર્મચારી જવાબદાર છે પણ બાકીના 60% થી 65% જવાબદાર અન્ય પરીબળો છે. સરકારી સંસ્થામાંથી આજે આપણે માત્ર સરકારી શાળા અને શિક્ષણ વિશે જ વાત કરશું.સરકારી શાળા માટેનું એક સત્ય એ છે કે આજે જે પણ મોટા અધીકારી અંથવા તો કોઇ પણ ક્ષેત્રમાં સફળ વ્યક્તિ વિશે તમે તપાશ કરશો તો મને જાણવા મળશેકે તેમાથી 90% લોકો એ સરકારી શાળામાંથી અભ્યાસ કરેલો છે.જો સરકારી શાળા આજથી 10 15 કે 25 વર્ષ પહેલા આટલા સરસ વિદ્યાર્થી તૈયાર કરી શકતી હોય તો પછી આજે સરકારી શાળાની પરીસ્થીતિ આટલી ખરાબ કેમ? આ પરીસ્થીતિ પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે.

[1] સરકારી શિક્ષકોની બેજવાબદારી [2] લોકોની માનસિકતાં [3] સરકારનું ખરાબ વલણ

આ ત્રણેય વિશે ચર્ચા કરીએ તો

[1] સરકારી શિક્ષકોની બેદરકારી:- આજે સરકારી શાળાનાં શિક્ષકો પાસે યોગ્ય લાયકાત અને આવડત છે પણ તે લોકો પોતાની નોકરી સલામત હોવાથી અમુક સમયે કાર્ય અને જવાબદારી પ્રત્યે બેદરકાર થઇ જાય છે જો કે આ બધાજ શિક્ષકો માટે સાચુ નથી અને આ બેદરકારી પાછળ પણ ઘણા કારણો જવાબદાર છે જેની ચર્ચા આપણે બીજા મુદામાં કરશું તેમ છતા સરકારી શાળાનાં શિક્ષકોએ એક વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે ભવિશ્યમાં જો સરકારી શાળા અને પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય તો કોઇ પણ પરીસ્થીતિમાં પણ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા ટકાવિ રાખવી પડશે અને તોજ લોકોનો સરકારી શાળા પ્રત્યેનો વિશ્વાસ ટકી રહેશે.

[2] લોકોની માનસિકતા:- આ કારણ સૌથી અગત્યનું છે અને આ કારણ બિજા બન્ને કારણનું જન્મદાતા છે. આજે પરીસ્થીતિ એવી છે કે જેનું કોઇ બાળક કે સ્નેહિનું બાળક સરકારી શાળમાં અભ્યાસ ના કરતું હોય તે પણ જાહેરમાં એવું બોલતા જોવા મળશે કે સરકારી શાળામાં કોઇ કાઇ ભણાવતું નથી જ્યારે હકિકતે તે વ્યક્તિ ક્યરેય સરકારી શાળામાં ગયેલો હોતો નથી. આજે એક એવી માનસિકતા જ થઇ ગઇ છે કે સરકારી શાળામાં કાઇ સારુ હોતુ નથી પણ હકિકત કાઇક અલગ જ છે જે તમે સરકારી શાળાનાં શિક્ષકો અને પ્રાઇવેટ શાળાનાં શિક્ષકોની સરખામણી કરશો તો ખબર પડશે કે સૌથી સારી લાયકાત ધરાવત્તા અને યોગ્ય તાલીમ પામેલા સજ્જ શિક્ષકો સરકારી શાળામાં છે પરંતુ તેને પોતાની કાર્યદક્ષતા દર્શાવવા માટે સારા વિદ્યાર્થીઓ મળતા નથી.લોકો પોતાના બાળકોને પ્રાઇવેટ શાળામાં મોકલે છે જ્યાં વધુ પડતા શિક્ષકો યોગ્ય લાયકાત ધરાવતા હોતા નથી. આવું કેમ થાય છે? લોકો જે ખોટી માન્યતા ને લીધે પ્રાઇવેટ શાળામાં પ્રવેશ લે છે તે હકિકતે લોભામણી અને છેતરામણી હોય છે આ માન્યતા નીચે મુજબ છે.

[A] આ શાળાની ફી તો આટલી બધી છે તો શાળા કેટલુ સરસ શિક્ષણ આપતી હશે :-

હકીકતે આ માન્યતા પાછળની આપણી માનસિકતા એ છે કે જેટલી વસ્તું મોંઘી હોય તેટલી વધુ સારી હોય છે. આ માનસિકતા શિક્ષણની બાબતમાં એકદમજ ભુલ ભરેલી અને ખોટી છે કેમકે તમારી પાસેથી વધારે ફી લઇને તે લોકો સ્કુલનાં બિલ્ડીંગ અને ભૌતિક સુવિધાઓ ખુબ સરસ બનાવિ ચકાચોંધ દેખાડી લોકો ને મોહી લે છે.પણ શિક્ષણ માટે તેનું બિલ્ડીંગ અને જોરદાર ભૌતિક સુવિધાએ પ્રાથમિક જરૂરીયાત નથી તેના માટેની પ્રાથમિક જરૂરીયાત સારા શિક્ષકો અને શિક્ષકોની કાર્યદક્ષતા જે સારા બિંલ્ડીંગ બનાવવાથી મળતી નથી તેથી શિક્ષણની બાબતમાં મોંઘુ એટલું સારુ એ વિધાન સાચુ નથી તેથી કોઇ શાળા ફી લેતી હોય તો તે સારુ શિક્ષણ આપે જ તેવુ જરૂરી નથી.

[B] આ શાળામાં આટલા વિદ્યાર્થીઓને 80% થી ઉપર આવેલ છે એવી જાહેરત થી આકર્ષાઇને આ શાળા તો સારી છે તેમ ધારવું :-

આ એકદમજ ભ્રામક જાહેરાતો હોય છે મોટાભાગના લોકો આ કારણ ને લીધેજ શાળામાં પ્રવેશ લેતા હોય છે. આ માન્યતા એકદમ ખોટી છે તે તર્ક સમજાવવા હું તમને એક ઉદાહરણ આપું છુ.

ધારો કે એક શહેરમાં A અને B બે શાળા આવેલી છે.A શાળા ખુબ પ્રખ્યાત છે તે 80% કે તેથી વધારે ટકાવાળા વિધ્યાર્થીઓનેજ પ્રવેશ આપે છે જ્યારે B શાળા 50% થી વધારે ટકાવાળા વિધ્યાર્થીને પ્રવેશ આપે છે. હવે ધારો કે બન્ને શાળામાં 10-10 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હવે શાળાનું પરીણામ આવે ત્યારે A શાળાના 6 વિદ્યાર્થી ને 70% આવે છે 3 ને 85% ટકા અને 1 વિદ્યાર્થીને 90% આવે છે જ્યારે B શાળાનાં 5 વિદ્યાર્થીને 60% 4 વિદ્યાર્થીને 65% અને 1 વિદ્યાર્થીને 80% આવે છે તો આ બે શાળામાંથી કઇ શાળા સારી કહેવાય?A શાળા કે જેમા 80% વાળા 7 વિદ્યાર્થીને 70% આવે છે અને 3 વિદ્યાર્થીના પરીણામમાં વધારો થાય છે કે B શાળા કે જેના દરેક વિદ્યાર્થીનાં પરીણામમાં વધારો થાય છે? ચોક્કશ તમે B શાળાને સારી કહેશો.પણ જાહેરાતનાં બોર્ડમાં તો A

શાળા પોતાના 4 વિદ્યાર્થી ને જ હાઇલાઇટ્સ કરશે જેને લીધે લોકો છેતરાઇ ને A શાળામાં પ્રવેશ લેવા પ્રયત્ન કરશે.આમ અત્યારે પ્રખ્યાત અને ખુબ નામી શાળા મેરીટનું collection કરે છે પણ creation કરતી નથી.આમ શાળા વિશે પુરી તપાસ કર્યા બાદજ પ્રવેશ લેવો.

[3] સરકારનું ખરાબ વલણ:-

અત્યારે સરકારી શાળા એટલે શિક્ષણ સિવાયની બધીજ પ્રવૃતિ કરવાનો અડ્ડો એવુ વાતાવરણ અને પરીસ્થીતિ સરકાર દ્વારા બનાવી દેવામાં આવ્યું છે.સરકારી શિક્ષકે વસ્તિગણતરી,ઇલેક્સન બુથ, ઇલેક્સન નોંધણી રસીકરણ વગેરે... આવીતો કેટલીય બિન-શૈક્ષણિક પ્રવૃત્તિમાં સરકારી શિક્ષક અને શાળાએ જોતરાવું પડે છે અને તેની સિધ્ધી અસર શિક્ષણ કાર્ય પર પડે છે.ઉપરાંત સરકારી શાળામાં કારકુન પણ હોતો નથી તેથી બધુ દફ્તરી કામ પણ શિક્ષકો અને મુખ્ય શિક્ષકે કરવું પડે છે. આ બધી બિન શૈક્ષણિક પ્રવૃત્તિ જ એટલી બધી આવે છે કે જેથી શિક્ષકોને શિક્ષણ કાર્ય માટે સમય જ નથી મળતો.હવે તમેજ વિચારો કે કોઇ શિક્ષક સારામાસારી લાયકાત અને યોગ્ય તાલીમ લઇને ઉત્સાહ થી સરકારી શાળામાં નોકરી લે છે અને ત્યાં જઇને તેને અનુભવ થાય છે કે જે કામ કરવા માટે તેની નિમણુક કરી છે તે કામ તો તેને કરવા મળતુંજ નથી તના સિવાયની અન્ય પ્રવૃત્તિજ તેને કરવી પડે છે તો પછી તે શિક્ષક નો ઉત્સાહ અને કાર્યનિષ્ઠા ક્યાથી ટકે? જો સારા અને પ્રતિષ્ઠીત માણસોના બાળકો સરકારી શાળા મા પ્રવેશ લે તો શિક્ષકો નો ઉત્સાહ અને કાર્યનિષ્ઠા ટકિ રહે અને પછી સરકારને પણ પોતાના વલણ માં ફેરફાર કરવાની ફરજ પડશે અને તેનો ફાયદો ગરીબ બાળકો ને પણ મળશે.આ ફેરફાર રાતોરાત આવવાનો નથી પણ લોકોજો આ હકિકત થી જાગૃત થાય તે માટેનો એક પ્રયત્ન કરેલ છે

મિત્રો જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો માતૃભારતી પર મને રીવ્યુ મોકલજો તથા મારા whats app no પણ નીચે આપેલા છે તો મને કોમેંટ મોકલજો કે જેથી મને મારા બિજા લેખ લખવામાં તમારી કોમેંટ ઉપયોગી

થાય

HIREN K BHATT

Whatsapp no-9426429160

Email- hirenami.jnd@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો