Hu Gujarati - 18 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati - 18

હુંુ ગુજરાતી - ૧૮

આજનાં ટીનેજર છોકરાઓને પોતાનાં નિર્ણયોમાં માં-બાપનું ઈન્વોલ્વમેન્ટ પણ ગમે છે.

હેલી વોરા (પ્રાઈમ ટાઈમ)

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / Matrubharti.

Matrubharti / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

• એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

•કલશોર - ગોપાલી બૂચ

•ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

•કૌતુક કથા - હર્ષ પંડયા

•માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

•ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

•ગ્લોબલ મેનેજમેન્ટ - દીપક ભટ્ટ

•સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

•મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

•પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

•બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

•લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએ થી...

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઈન્ડિયા કા ત્યોહાર

માર્ચ પતે એટલે ભારતમાં અમુક ઘટનાઓ ચોક્કસ બને જ. એક તો છોકરાઓનું વેકેશન પડે. હવે વેકેશન પડે એટલે કાં તો મામા-માસી કે કાકાને ઘેર જવાનું થાય અથવાતો મમ્મીઓ અને પપ્પાઓ પોતાના બાળકો સાથે ક્યાંક હિલ સ્ટેશને કે હવેના વાયરા મુજબ વિદેશ પ્રવાસે પણ ઉપડી જાય. બોલીવુડી બંદાઓ માટે મોટા બજેટની અને મોટા કલાકારો ધરાવતી ફિલ્મો લગભગ દર શુક્રવારે રીલીઝ થાય અને ક્રિકેટપ્રેમીઓ માટે આઈ પી એલ શરૂ થાય. દરવખતે આઈ પી એલ ને કોઈને કોઈ ટેગ લાઈન આપવામાં આવતી હોય છે એવીજ રીતે આ વર્ષે તેને ‘ઈન્ડિયા કા ત્યોહાર’ ની ટેગલાઈન આપી છે. એકરીતે જોતાં આ ટેગલાઈન જરાય ખોટી નથી, કારણકે ક્રિકેટ આપણેત્યાં ધર્મ બની ગયો છે અને ધાર્મિક તહેવારો તો આપણે ત્યાં કેટલા બધા ઉજવાય છે, બરોબર કે નહીં?

હમણાંજ વર્લ્ડકપનામનો દિવાળીની કક્ષાનો તહેવાર પત્યો અને આઈ પી એલને આપણે હોળી જેવો મોટો તહેવાર તો કહીજ શકીએ. ૨૦૧૩ના સ્પોટ ફિક્સિંગ કાંડે આઈ પી એલની રહીસહી ઈજ્જતને પણ ધોઈ નાખી હતી, પરંતુ ૨૦૧૪ની આઈ પી એલ વગર કોઈ કાંડે સુખરૂપ પતી એટલે આયોજકોના જીવમાં જીવ આવ્યો હતો. આ વખતે પણ આપણને બહારથી ચોખ્ખી દેખાતી આઈ પી એલ જ દેખાવાની છે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. એ વાત સાચી છે કે જ્યાં હાડોહાડ કોર્પોરેટ કલ્ચર દેખાતું હોય ત્યાં ભ્રષ્ટાચારને પણ સાનુકુળ વાતાવરણ મળી જ આવે. પરંતુ આપણી તકલીફ એ છે કે આપણને ખ્યાલ છે કે આઈ પી એલ ભ્રષ્ટાચાર સાથે કોઈનેકોઈ રીતે સંલગ્ન થઈજ શકે એમ છે તોય ફિક્સિંગ જેવા કિસ્સાઓ ધ્યાનમાં આવતાં આપણે દુઃખી દુઃખી થઈ જીએ છીએ. આપણે મનોરંજક ક્રિકેટને સીરીયસ લઈ લઈએ છીએ. આઈ પી એલમાં સાચું કહીએ તો ફૂલ ટાઈમ મનોરંજન સીવાય કશુંજ બળ્યું નથી. ૪૫ દિવસમાં ૭૪-૭૫ મેચો રમાતી હોય ત્યાં તમે સીરીયસ ક્રિકેટની અપેક્ષા પણ કેવીરીતે કરી શકો? એટલે આપણે આપણા તહેવારો જે મોજ મસ્તીથી ઉજવીએ છીએ એમ આઈ પી એલને પણ દરવર્ષે મોજથી જુવો અને ભૂલી જાવ. બાકી ભ્રષ્ટાચાર તો ક્યાં નથી? આપણે બધી વસ્તુઓની બહુ ચિંતા કરીશું તો આ આનંદની નાનીમોટી ઘડીઓ જ ગુમાવશું, એટલે એન્જોય ધીસ ઈન્ડિયા કા ત્યોહાર!!

કલશોર

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કલશોર

જાતને પુરવાર કરવા પણ ઘણું કરવું પડે !

ને, કદીક તો સાંભળ્યું ન સાંભળ્યું કરવું પડે !

મન મુજબ રહેવામાં કૈં ખોટું નથી પણ, સૌ પ્રથમ

હાથમાં રાખીને મન ને ઠાવકું કરવું પડે !

શક્ય છે જે કૈં થયું તે ના થયું કરવું પડે !

કાલ માટે, કાલથી આજે વધુ કરવું પડે !

હાથમાં ના હોય એ બાબત નો લાગે ભાર, તો -

આંખ આડા કાન રાખીને બધું કરવું પડે !

વાત, ટાણું સાચવી લેવાની જ્યારે હોય ત્યાં ,

સ્મિત સાધી અશ્રૂને સ્હેજે ગળ્યું કરવું પડે !

અહિં ફરજની વેદી પર હોવાપણું મૂકી અને ,

દીકરીને બાપનું ઘર, પારકું કરવું પડે !

સુખ કપૂરી હોય છે, આપી શકે નહિં હૂંફ એ ,

હૂંફ માટે દર્દનું અહિં તાપણું કરવું પડે !

--- લક્ષ્મી ડોબરિયા.

સુંવાળાં આળપંપાળ વાળા રસ્તા પર ખુલ્લાં પગે ફરવામા એ રોમાંચ ક્યાં જે પથરીલાં,ખેડાણ વાળા,કાંટાળાં રસ્તે પડતાં,આખડતાં ટોચ પર પહોચવામા હોય છે.જ્યારે સિધ્ધિના તપ આદરી બેઠાં હોઈએ ત્યારે સોજ્જુ સોજ્જુ ,ગમતીલું ગોતતાં મનને મઠારીને ,વશ કરીને આગળ વધવાની તાકાત જાતને પુરવાર કરવાની ક્ષમતા આપતી હોય છે,બેશક મન પર આપણો કાબુ હોવો જોઈએ.

આમ તો આપણે કહીએ કે "રામ રાખે એને કોણ ચાખે".વાસ્તવિકતા તો એ જ છે.છત્તાં આપણે ત્યારે જ વિચારતા હોઈએ છીએ જ્યારે પરીસ્થિતી આપણા હાથ બહારની હોય, બાકી તો આપણે મન રાજી રહે એમ જ રહેતાં હોઈએ છીએ.કવયિત્રિ લક્ષમી ડોબરિયા જીવનના આ સહજ સત્યને બહુ જ સરળતાથી રજુ કરે છે.જીવનના બધા જ આનંદ માણતા રહેતા રહીને મનને હાથમા રાખવાની વાત સચોટ રીતે કહી છે.

મનપંખી વિચરતી જાતીનું છે.ચંચળ છે.બંધાવું એનો સ્વભાવ નથી, અને છતાં આપણે બાંધીને તો રાખવાનું છે એટલે તકલીફ તો રહેવાની જ. મનને તો ગમતું ગુંજે ભરવાની આદત છે. અને પછી એને વ્યાજબી ઠેરવવા ધમપછાડા કરે છે. મનનો કબજો જમાવીને બેઠેલી લાગણી સામે બુધ્ધિ બિચારી લાચાર પુરવાર થાય છે. સારા-નરસાનો વિચાર નેવે મુકીને મન મનમાની કરવા ઊંતરી આવે ત્યારે એને મઠારવાની વાત છે.ઢીલ આપવી પણ દોરીસંચાર તો બુધ્ધિના હાથમા જ રાખવો.સામાન્ય રીતે એવી માન્યતા છે કે સ્ત્રીઓ લાગણીશીલ હોય છે પણ અહીં એક સ્ત્રી જ છે જે મનની મનમાનીને પોતાના તાબામા રાખવાની વાત કરે છે.આ વાતની નોંધ તો લેવી જ પડે.

જીવતરની ગતિને સરળ વહેણમા ઢાળતાં ઢાળતાં આગળ રસ્તો બનાવવાનો નૂસખો એટલે જ કાલને મઠારવા આજ ભાથુ બાંધતા રહેવાનું માર્મિક સૂચન. અધ્યાત્મવાદ સાથે ક્ર્‌મના સિધ્ધાંતનો સૂમધુર સમન્વય એટલે "કાલ માટે, કાલથી આજે વધુ કરવું પડે !"

હકારત્મક અભિગમ સાથે જીવનની વાસ્તવિકતા પ્રકાશિત થઈ છે.બધી પરિસ્થિતિ તો આપણા હાથમા નથી હોતી.સમય અને સંજોગો મુજબ જીવન-ચકડો ઘૂમતો રહે છે.પણ એ વિષમતાને પ્રસાદ માની સ્વીકારી લઈએ તો જીવન ભયો ભયો થઈ જાય. અણગમતી પરિસ્થિતી તરફ થોડા આંખ આડા કાન કરવાથી મન પર ભાર રહેતો નથી.અહીં ભાગવાની વાત નથી પણ અનૂકુલન સાંધવાની વાત છે.દુખનો બોજ સંઘર્ષ સામે જજૂમવાની શક્તિને ઘટાડી નાખે છે.જ્યારે ભાર વગરનું મન જીવનને હળવું અને આનંદમા રાખે છે.બેવડી શક્તિથી કામ કરવામા મદદરૂપ થાય છે.કશું જ સરળ સાધ્ય નથી હોતું.સંજોગો વચ્ચે હસતાં રમતાં રહીને જીવનને સકારાત્મક માળખામાં ગોઠવવાનો શ્રમ તો કરવો જ પડે.ચહેરા પરનો આનંદ ઘણાં અનુત્તર રહેલાં સવાલોનો જવાબ છે.સ્મિત વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે.આપણા સુક્ષ્મ મનોજગતનો અરિસો છે.

કર્મના સિધ્ધાંતનું એક બીજુ પાસુ એ પણ છે કે ભાવના કરતાં કર્તવ્ય મહાન છે.ક્યારેક મનને મારીને પન જીવવું પડે છે.રિવાજોની વેદી પર તપવું પડે છે.બધે તો બધું જ ગમતું મળતું નથી.

“ઈદૃીહ ૈક ંરૈહખ્તજ ર્ઙ્ઘહ’ં ેહર્કઙ્મઙ્ઘ ંરી ુટ્ઠઅ ર્એ ીટીષ્ઠીંઙ્ઘ, ર્ઙ્ઘહ’ં હ્વી ઙ્ઘૈજરીટ્ઠિીંહીઙ્ઘર્ િ ખ્તૈદૃી ે.ર્ ંહી ુર્ર ર્ષ્ઠહૈંહેીજ ર્ં ટ્ઠઙ્ઘદૃટ્ઠહષ્ઠી ુૈઙ્મઙ્મ ુૈહ ૈહ ંરી ીહઙ્ઘ.”

ડ્ઢટ્ઠૈજટ્ઠો ૈાંીઙ્ઘટ્ઠ

બસ, આ જીવન છે.

છેલ્લાં શેરમા કવયિત્રી સુખની ઘેલછાનું તાત્વિક દર્શન કરાવે છે.દિપકમા હોમાતું કપૂર જ્યોતને થોડો સમય જ પ્રજ્વલિત કરી શકે છે,કાયમી નહી.એવું જ સુખનું પણ છે.સુખ ક્ષણિક હોય છે.સુખની લાલસા ચિરંજીવ હોય છે.મેળવો એટલું ઓછુ જ લાગે.સુખ સુખી હોવાની ભ્રમણા કરાવે,પણ આખરે તો એ પણ વિચરતી જાતીનું જ .સુખ તો વિસામો છે,કાયમી રહેઠાણ નથી.સુખ મેલવવા કરતા પામવાનુ મહત્વ છે.પામવું એ અહેસાસ છે.જે ભીતરની અનુભૂતિ છે.અનુભૂતિ શાશ્વત હોય છે.

આમ તો એમ કહેવાય કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય.પણ એ પણ એટલું જ સત્ય છે કે પરિવર્તન એ જગતનો ક્રમ છે.માટે સૃષ્ટિનું કાળચક્ર પણ પરિવર્તનથી પર નથી તો આપણે તો માનવી!આપણુ વૈચાર્રિક પરિવર્તન આપણને ધીરી છત્તાં મક્કમ ગતિ એ શાશ્વત સુખની અનુભૂતિ તરફ પ્રેરે છે.પરિવર્તન એક પ્રોસેસ છે.સાધના છે.અને સાધના કરવી એ સહેલું તો નથી જ.એના માટે તપવુ પડે,બળવું પડે.અગ્નિપરીક્ષા માથી પસાર પણ થવું પડે.એ પછી તટસ્થતા કેળવાય છે.જે સુખની આરાધક હોય છે.કપરામા કપરી પરીસ્થિતી પણ સ્થિતપ્રજ્જ્ઞતાને સ્પર્શી શકતી નથી.

જીવનની જટિલ ગૂંથણીને સરળ શબ્દોમા સુલઝાવી આપનાર કવયિત્રી લક્ષમી ડોબરિયા ગઝલની દુનિયાનો બળુકો અવાજ છે."હું ગુજરાતી"તરફથી તેમને અભિનંદન.

ર્સ્િી-પીંછ

કાનજી મકવાણા

૩. ર્સ્િી- પીંછ

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

તુ હી યે મુજકો બતા દે, ચાહું મૈં યા ના

‘હાંજી બતાઈયે, આપને સંધ્યાજી કો કયું પસંદ કીયા થા?’

‘સાબજી, વો બી.એડ. કર રહી થી. સોચા, પરિવારમેં પઢીલીખી બહુ આયેગી, થોડી હાલત અચ્છી હોગી.’

‘ઔર આપને કયું પસંદ કિયા થા પ્રેમ કો?’

‘યોર ઓનર, મુજે તો વો અચ્છે લગે થે.’

લગ્ન. પ્રેમમાં સહજીવન ભળે ત્યારે સમજાતું સત્ય. પ્રેમમાં આંખોમાં આંખો નાંખીને જોવાનું છે, લગ્નમાં ચશ્માં પરના ડાઘા સાફ કરી નેપકીન એની જગ્યાએ મુકવાનો છે. ગમતા ગીતો સાંભળવાની લાહ્યમાં જીવનસાથી ભૂલાય જાય ત્યારે પેદા થતો કચવાટ મનમાં ને મનમાં ઘોળીને પીવાનો છે. લગ્ન બે વ્યક્તિ-આત્મા-શરીરનું જ નહીં, બે સ્વભાવનું ય મિલન છે જેમાં એડજસ્ટમેન્ટ કરતા એક્સેપ્ટન્સ વધુ યોગ્ય છે. આપણે ત્યાં તકલીફ એવી છે કે સ્કુલ-કોલેજોમાં ટીમવર્કનો મહિમા ગવાવો જોઈએ એટલો ગવાતો નથી. ટીમવર્ક હોય, તો સામેવાળાને સમજવાની સમજ ખીલે, જે પોતાની જીંદગીમાં પણ કામ લાગે. અને સહજીવનની ક્ષણોને કેમેરામાં કંડારી ચિરંજીવ બનાવી દેતા યશરાજ સ્ટુડીઓએ ‘લમ્હે’, ‘રબને બનાદી જોડી’ પછી ખરેખર મગજ ફ્રેશ થઈ જાય એવી એક ફિલ્મ મુકીને આંગળી ચીંધી છે. આજના આ ફ્રસ્ટેટીયા યુગમાં સહજીવનના જીવનક્રમને ધ્યાને લેવાની ખરેખર જરૂર છે.

ચલો આજ ઉસ વક્ત કી બાત કરે.

ઈ.સ.૧૯૯૫. ભારત દેશ.

યે ઉન દિનો કી બાત હૈ માય લોર્ડ; જબ કુમાર સાનુ,સાધના સરગમ, અલકા યાજ્જ્ઞ્િાક, અનુ મલિક ટી-સીરીઝ વાળા ગુલશનકુમારના પ્રતાપે ઘર ઘરમાં ભગવાન પછી દીવો અગરબત્તી થતા નામો હતા, નવીસવી આવેલી છ્‌દ્ગ (એશિયન ટેલીવિઝન નેટવર્ક) ચેનલમાં ઋષિકેશ, દેવપ્રયાગ બાજુના નમણાં પર્વતીય રમણીય લોકેશન્સ પર ‘શાલુ ઔર શીલુ’ જેવી લવ સ્ટોરીઝ શૂટ થતી હતી, લેન્ડલાઈન ફોનમાં એક રીંગ-બે રીંગ ના સાંકેતિક અર્થો ઘૂંટાઈ રહ્યા હતા, નરસિંહ રાવે સર્જેલી ન્ઁય્ પોલીસીના પરિણામે મહિન્દ્રા એ બનાવેલી અને આજે ય જેનું નામ ઓટો ચાહકોમાં ગુંજે છે એવી મેજર જીપ પર્વતીય વિસ્તારોમાં ચાલતી હતી, નવોસવો ગાયક સોનું નિગમ રફીના આલ્બમ્સથી લોકપ્રિય થઈને બોલીવુડમાં પોતાની ટેલેન્ટ ચમકાવવા માટે મહેનત કરી રહ્યો હતો, એવે વખતે ગંગા મૈયાએ ખોળે લીધું હોય એવા શાંત અને સમર્પણના પ્રતિક જેવા ઋષિકેશ શહેરમાં પ્રેમ તિવારી શાંતિથી જિંદગી બસર કરી રહ્યો છે. બાપને કેસેટ રેકોર્ડીંગની દુકાન છે જેમાં પ્રેમ બેસે છે અને કેસેટ રેકોર્ડીંગ કરી આપે છે. એવામાં વાત ચાલે છે પ્રેમના લગ્નની. સમય ઈ.સ.૧૯૯૫ ની આસપાસનો છે એટલે હજુ ‘એક દુજે કે લિયે’ ના પ્રેમીઓ આપઘાત કરે છે એવો વિરોધ કરવાની હિંમત પ્રેમમાં નથી. પ્રેમ ઠોઠ છે એટલે બાપના મહેણાં-ટોણા-ચપ્પલ વગેરે ખાયા કરે છે. અને સંધ્યા નામક છોકરીને એ જોવા જાય છે. પ્રેમ સ્લીમ છે, સંધ્યા ભારેખમ છે. બંનેના એરેન્જડ લગ્ન થાય છે પણ પ્રેમ ‘લગ્ન મારા છે તો જીવનસાથીની ચોઈસ મારી હોવી જોઈએ ને?’ પ્રકારે સતત ધૂંધવાયા કરે છે, પણ બાપને કશું કીધા વગર એનો બદલો નવી આવેલી વહુ સંધ્યા પર ઉતારે છે. એ ફિલ્મનું નામ ‘દમ લગા કે હૈશા’ !!

કટ ટુ પ્રેઝેન્ટ.

હવે ન્ઁય્ પોલીસી અને ગ્લોબલાઈઝેશનના પ્રતાપે એપલનો આઈફોન પણ અહિયાં મળે છે. એ જ ૧૯૯૫ માં બનાવેલી ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ યશરાજ ફિલ્મ્સ અને એમાંય ખાસ કરીને ડીરેક્ટર આદિત્ય ચોપરાને ધૂંઆધાર સફળતા અપાવે છે જે મુંબઈના મરાઠા મંદિર થીયેટરમાં સળંગ ૨૦ વર્ષ ચાલવાનો રેકોર્ડ કરે છે. આ આદિત્ય ચોપરા પહેલી પત્નીથી સમજુતીપુર્વક છુટા પડીને પ્રેમલગ્ન કરે છે અને પિતા યશ ચોપરા એને ઉદારતાપૂર્વક આવું કરવા દે છે. સમયનું આખું ચક્કર ફરી ગયું છે. તેમ છતાંય, પ્રેમના પિતા અને યશ ચોપરામાં ઝાઝો ફર્ક દેખાતો નથી કેમકે અંતે બેય પિતા પુત્રનું ભલું ઈચ્છે છે.

મુદ્દો સહજીવનનો છે. પિતા પુત્ર એકબીજાને મૌનથી સમજી લેતા હોય છે. એજ રીતે પતિ-પત્ની વચ્ચેનો સંવાદ ક્યારે મૂંગા મોઢે ઓઢી લેવાતી ચાદરમાં થઈ જતો હોય છે.

સ્પોઈલર્સ અહેડ, સંધ્યા-પ્રેમ પહેલા મૂંઝવણથી લગ્નજીવન શરૂ તો કરે છે, પણ તરત ખબર પડી જાય છે કે યહાં તો મુશ્કિલ હી મુશ્કિલ હૈ મુન્શીજી.. બંનેના અહંના ટકરાવમાં પ્રેમ ફ્રસ્ટ્રેટ થઈને એલફેલ બોલવા જતા સંધ્યાની ઝાપડ ખાય છે. સંધ્યા પોતાને પિયર ચાલતી પકડે છે. ડાયવોર્સ ફાઈલ કરે છે. કોર્ટ એમને છ મહિના સાથે રહેવાની ‘ટ્રાય’ કરવાનું કહે છે. એ સમયગાળામાં બેય એકબીજાને એડજસ્ટ ન કરતા એક્સેપ્ટ કરે છે. નાઈટ-વોક માં પ્રેમ પ્રામાણિકતાથી ભૂલ બદલ માફી માંગે છે. સંધ્યા દરેક ભારતીય સ્ત્રીની જેમ એની આંખમાંથી દેખાતો (અને ડોકાતો) ઓરીજીનલ પ્રેમ ઓળખી જાય છે. બંદા દિખતા ગલત હૈ પર બંદા ગલત નહિ હૈ..

માય લોર્ડ, ઈ.સ.૧૯૯૫ અને ઈ.સ.૨૦૧૫. પ્રેમ લગ્ન હોય કે એરેન્જડ લગ્ન, સહજીવનના તબક્કામાં શરૂઆતી જીવન સરખું જ હોય છે. નદી સતત વહેતી રહે છે. નદીનું નામ એજ છે. પણ એનું પાણી બદલાયા કરે છે. લગ્નથી શરૂ થતું સહજીવન પણ એવું જ હોય છે ને કૈંક? ના, મારે જવાબ જોઈતો નથી. આટલું વાંચીને ઓલરેડી પરણેલા મિત્રોને સ્માઈલ આવી હોય, તો એક નજર જીવનસાથીમાં છુપાયેલા (અને ક્યારેક ડોકાઈ જતા) પ્રેમ/સંધ્યા પર નાંખી દેજો....

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

મેઈડ (ઈન) એન્ડ ‘આઉટ’ ચાઈના ટાઉન !

એનું નામ આદમ હન્ફ્રી. વેકેશનમાં તેને ફરવા માટે ચાઈના જવું હતું. એટલે ફોર્મમાં આવીને તે ઈન્ટરનેટ પર ચાઈનીઝ કોન્સ્યુલેટની વેબસાઈટ પર લાંઆઆઆઆમ્બુ-લચક વિઝા-ફોર્મ ભરવા લાગી ગયો. હિસ્ટ્રી-જ્યોગ્રાફિ અને સિવિક્સના મરી-મસાલાથી ભરપુર એવા આ ફોર્મ ભરવામાં જ તેને ખાસ્સો એવો સમય કાઢવો પડયો. કહેવાય છે કે ભણવા માટે ચીન પણ જવું પડે તો જાઓ. પણ અહીંયા તો ભણી-ગણીને જવું પડે એવી હાલત થઈ ગઈ.

ખૈર, ઓનલાઈન ફોર્મ ભરી પ્રિન્ટ-આઉટ લઈ બીજા જરૂરી એવા ડોક્યુમેન્ટ્‌સ લઈ આદમ હમ્ફ્રી ન્યુયોર્કની ચાઈનીઝ કોન્સ્યુલેટમાં વિઝા એપ્લાય કરવા માટે આવી ગયો. પણ ત્યાં પહોંચ્યા એને બાદ ખબર પડી કે વિઝા-એપ્લીકેશનનું ફોર્મ તો સાવ બદલાઈ જ ગયું છે. જે ફોર્મ ઓનલાઈન ભરવાનું હતું તે બીજું જ હતુંપપભેંસ ગઈ હડસન નદીમાં !

શાંત ચિતવાળા આદમભાઈને ગાંધીગીરી કરવાનો પહેલો મોકો મળ્યો.

“સર ! આપ મને નવા ફોર્મ માટે મદદ કરી શકશો?

“ના, નહિ કરી શકીએ.”

“સર ! આપની પાસે બીજું પ્રિન્ટેડ ફોર્મ મળશે?”

“ના, નહીં મળે.”

“સર ! નજીકમાં કોઈ સાયબર કેફે છે?”

“હા ! છે. બર્ગર-કિંગમાં”

ખોરા આદમી જેવા એમ્બેસીના ઓફિસરોને તો અસહકારનું આંદોલન કરવું હતું એટલે આદમભાઈને મોકલી આપ્યો નજીકમાં આવેલા બર્ગર-કિંગ ફાસ્ટ-ફૂડની અંદર રહેલા સાયબર કેફેમાં. જ્યાં જી તેને બીજું એક નવું ફોર્મ ભરવાની નવેસરથી શરૂઆત કરવાની હતી.

આદમભાઈ આવી પહોંચ્યા એ કેફેમાં જ્યાં તેના જેવા બીજા ઘણાં ફસાઈ ગયેલા ‘આદમી’ ઓ દેખાયા. એ સૌ ત્યાંના કોમ્પ્યુટર પર ફોર્મ ભરવામાં મશગૂલ હતા. હજુયે શાંત ચિત્તની અસર હેઠળ રહેલા આદમને ત્યાં મગજમાં એક ચમકારો થયો. માથા પર ચમકેલા એ બલ્બમાંથી તેના દોસ્ત સ્ટિવન નેલ્સનનો નંબર દેખાયો.

“સ્ટિવ, એક જોરદાર આઈડિયા આવ્યો છે. તારી મદદની સખ્ત જરૂર છે. બસ અમલ કરવો છે માટે એક મોટી પેન્સકી-વાન ભાડે જોઈએ છે. આ ચીનાઓની કોન્સ્યુલેટ બહાર લઈને આવી જા.” -

સમજો કે ગાંધીગીરીનો હવે આ બીજો એક મોકો હતો.

સ્ટિવે તો આદમની આ વાત પર બીજી ઘડીએ સહકાર નોધાવી દીધો. ને પછી કોઈ સર્ચ- રિસર્ચ- બિઝનેસ મોડેલ પર બહુ લાંબી ચર્ચા કર્યા વગરપકોઈ પણ પ્રકારની બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લીધા વિના કે પછી કોઈ પણ માસ-મોટું રોકાણ કર્યા વગરપબે દિવસ બાદ શરૂ થઈ ગયો મોબાઈલ વિસા કન્સલ્ટન્સી બિઝનેસ.

એક લેપટોપ, એક પ્રિન્ટર, બે-ત્રણ ખુરશીઓ, એક અલગ તરી આવે એવો બ્લ્યુ ગણવેશ ધારણ કરી અને ૧૦ ડોલરની ફીમાં આદમે ઓનલાઈન ફોર્મ ભરી આપવાનો આ નાનકડો ‘બિઝનેસ’ હજુ સાડા ૩ મહિના પહેલા જ શરૂ કર્યો છે. ઓફ કોર્સ કમાણીની મધ્યમ શરૂઆત તો થઈ જ ચુકી છે અને સર્વિસની સુવાસ ફેલાવા પણ ફેલાવા લાગી છે. ગ્રાહકો વધવા લાગ્યા છે એટલે ફી પણ ૨૦ ડોલર વધારી દીધી છે. પછી તો તેના દોસ્ત નેલ્સનની મદદ સાથે-સાથે એક ચીની-મીની દોસ્ત પણ જોડાઈ ગઈ છે. જે ચાઈનીઝ ભાષાની અનુવાદક છે.

આ ત્રણેઉ ભેગા મળી દિવસના આશરે ૫૦૦ ડોલર્સની કમાણી વાનમાં બેઠાં બેઠાં કરી લ્યે છે. વેપારના તેમના આ ધર્મમાં જો કોઈ બૌદ્ધ સાધુ ગ્રાહક તરીકે આવે છે તો તેને ૫ ડોલરનું ડિસ્કાઉન્ટ પણ આપી દે છેપ એમ માનીને કે તેમના થકી થોડું હજુ વધુ સારૂ ‘સદ્‌કર્મ’ થઈ શકે!

દોસ્તો, એ તો શક્ય છે જ કે દુનિયામાં આવા તો દરરોજ અગણિત કેટલાંય આદમો જન્મતા હશે ! એવી ઘણી કથાઓ છેપવ્યથાઓ છે. જેમાં કેટલાંક પોતાની જાતે ઉઠતાં હશે ને બાકીના પર‘પોટા’ની જેમ ફૂટતાં હશે. આ તો જેનું ‘ફોર્મ’ લાંબુ હોય છે તેની ચર્ચા થાય છે.

તમારી કે તમારી જાણમાં હોય એવી વ્યથા છે જેની કથા થઈ શકે?

પટેલ પંચઃ “તકલીફમાંથી તકને જે ‘લીફ્ટ’ કરી જાણે એ ખરો ‘આદમી’.” -

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મંદિરોનું રાજ્યઃ ઓરિસ્સા

ભારત એના વિવિધ મસાલા અને મસાલેદાર ખાન્પાનને લીધે દેશભરમાં મશહૂર છે. પરંતુ આ જ ભારતનો એક ભાગ, એટલે કે પૂર્વમાં આવેલું રાજ્ય ઓરિસ્સા (ઓડિશા) અત્યંત ઓછા તેલ અને મસાલાના ઉપયોગથી તેઓની એક અત્યંત રસપ્રદ, છતાંપણ ઓછી જાણીતી એવી પાકકલા ધરાવે છે.

ઓરિસ્સા દરિયાકિનારાનું રાજ્ય હોવાથી ચોખા અને સી-ફૂડ નો સમાવેશ સ્ટેપલ ફૂડ એટલેકે સમતોલ આહાર તરીકે કરવામાં આવે છે. અહી બે પ્રકારનું ફૂડ સામાન્ય રીતે જોવા મળે છે - ટેમ્પલ ફૂડ અને સામાન્ય ફૂડ.

ઓરિસ્સા તેના મંદિરો માટે પ્રખ્યાત છે. દરેક મંદિરમાં જે-તે દેવી-દેવતાઓને પ્રસાદ ધરાવવામાં આવે છે. ખાસ કરીને પુરી શહેરના જગ્ગનાથ મંદિરમાં ધરાવવામાં આવતો ‘પ્રસાદમ’ ઘણો પ્રસિદ્ધ છે. અહી ભગવાનને ધરવામાં આવતો મહાપ્રસાદ કે છપ્પનભોગ શુદ્ધ ઘીમાંથી બને છે. આ પ્રસાદમનો ભોગ દિવસમાં છ વખત ધરાવાય છે અને તેમાં વિવિધ પ્રકારના પીઠા (લોટમાંથી બનાવવામાં આવતી હાંડવા જેવી વાનગી), વિવિધ શાકભાજી, ભાત અને દાળનો સમાવેશ થાય છે તથા તેને કેળના પાનમાં પીરસવામાં આવે છે. ભગવાનને ભોગ ધરાવ્યા બાદ આ જ વાનગીઓને પ્રસાદ સ્વરૂપે દર્શનાર્‌થીઓમાં વહેંચવામાં આવે છે.

ટેમ્પલ ફૂડ બનાવવામાં ઘી વપરાય છે તો તેના થી વિરૂદ્ધ સામાન્ય ફૂડ બનાવવામાં સરસિયું એટલે કે રાઈના તેલનો ઉપયોગ થાય છે. ઓરિસ્સાની કુલ વસ્તીના ૫% થી પણ ઓછી વસ્તી શાકાહારી એટલેકે ‘નિરામીશ’ ભોજન લે છે, બાકીનો લગભગ ૯૫% જનસમુદાય માટે ‘આમિશ’ ભોજન એક સમતોલ આહાર છે.

ઉડિયા રાંધણકળામાં વપરાતી સામગ્રીઓ આ પ્રદેશમાં સ્સામાન્ય રીતે મળી આવતી સામગ્રીઓ જ હોય છે જેમકે કાચા કેળા, ફણસ અને પપૈયા છે. વાનગીઓમાં સૂકવેલી કાચી કેરી કે જેને અમ્બુલા કહે છે તેનો તથા આમલીનો ઉપયોગ ઘણો કરવામાં આવે છે. આ ઉપરાંત નાળિયેર પણ અનેક વાનગીઓમાં ઉપયોગમાં લેવાય છે. મસાલાની વાત કરીએ તો “પંચ ફોરન”નો વ્યાપકપણે ઉડિયા રાંધણકળા ઉપયોગ થાય છે જે પાંચ મસાલાનું મિશ્રણ છે. પંચ ફોરન રાઈ, જીરૂં, મેથી, શાહજીરૂ અને કલોંજીના મિશ્રણથી બનાવવામાં આવે છે. ટેમ્પલ ફૂડ પ્રચલિત હોય એવા વિસ્તારોને બાદ કરતા લસણ અને ડુંગળી પણ વપરાય છે, ટેમ્પલ વિસ્તારમાં સાત્વિક ભોજનનો જ આગ્રહ રાખવામાં આવે છે. હળદર અને લાલ મરચાં પણ સામાન્ય રીતે ઉપયોગમાં આવે છે.

પરંતુ બાર ગાઉ એ બોલી બદલાય એટલે કે એક જ રાજ્યના અલગ અલગ પ્રદેશમાં સ્વાદની માત્રામાં ફેર હોય. જેમકે પુરી-કટક બાજુના પ્રદેશમાં ટેમ્પલ ફૂડના પ્રભાવને કારણે ખોરાકમાં ગોળ કે ખાંડના ગળપણનો એહસાસ આવે છે. જયારે બંગાળ બાજુના સીમાંત પ્રદેશમાં રાઈ અને કલોંજીની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આંધ્રપ્રદેશ બાજુના સીમાડાના વિસ્તારમાં કરી પત્તા અને આમલીનો ઉપયોગ વધારે થાય છે તો બ્રહ્મપુરા વિસ્તારની ખાણીપીણીમાં સાઉથ ઈન્ડિયન ક્વીઝીનનો પ્રભાવ જોવા મળે છે.

આજે આપણે ઉડિયા ક્વીઝીનની બે વાનગીઓ પખાલ અને દાલમા જોઈશું. પખાલ એ પકવેલા ભાતમાં પાણી ઉમેરીને બનાવવામાં આવતી એક પરમ્પરાગત વાનગી છે જયારે દાલમા એ દાળ અને શાકભાજીમાંથી બનાવવામાં આવતી વાનગી છે.

પખાલઃ

સામગ્રીઃ

૧ કપ ચોખા

૧/૨ કપ દહીં

૨ લીલા મરચાં બે ટુકડામાં કાતરેલા

૧ ડાળખી કરી પત્તા

૧ ટીસ્પૂન રાઈ

૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ

૧ ટીસ્પૂન તેલ

મીઠું સ્વાદ મુજબ

રીતઃ

સૌપ્રથમ ચોખાને રાંધીને ઠંડા પાડવા દો.

હવે એક પેનમાં તેલ લઈ તેને ગરમ થવા દો, તેમાં રાઈ, કરી પત્તા, કાતરેલા મરચા અને સમારેલું આદુ ઉમેરો અને તરત જ ગેસ પરથી પેનને હટાવી લો.

પકવેલા ભાતમાં, ભાત ડૂબે એટલું ઠંડુ પાણી ઉમેરો.

તેમાં વઘાર માટે સાંતળેલી વસ્તુઓ, મીઠું અને દહીં ઉમેરી બરાબર મિક્સ કરો.

ગરમાગરમ સર્વ કરો.

દાલમા

સામગ્રીઃ

કાચા પપૈયા - ૨૦૦ ગ્રામ

બટાકા - ૧૦૦ ગ્રામ

રીંગણ - ૭૫ ગ્રામ

સરગવો - ૮૦ ગ્રામ

અળવી - ૧૨૦ ગ્રામ

ફણસી - ૨૦ ગ્રામ

કાચા કેળા -૬૫ ગ્રામ

કોળુ - ૧૨૦ ગ્રામ

ટમેટા -૮૦ ગ્રામ

ડુંગળી -૧૦૦ ગ્રામ

અડદ દળ -૧૫૦ ગ્રામ

રાઈ -૨ ટીસ્પૂન

જીરૂં -૪ ટીસ્પૂન

હળદર પાવડર - ૨ ટીસ્પૂન

તમાલ પત્ર -૨ નંગ

સુકા મરચાં - ૩ નાગ

તેલ - ૩ ટીસ્પૂન

મીઠું - સ્વાદ મુજબ

રીતઃ

સૌપ્રથમ સંપૂર્ણપણે શાકભાજી ધોઈ મધ્યમ કદના ટુકડાઓમાં તેમને કાપવા, ફણસી અને સરગવાની શીંગને ૨ ઈંચ લાંબી ટુકડાઓમાં કાપો. ડુંગળીના પાટલી સમારો.

દાળને લગભગ એક કલાક માટે પલાળો.

૩ ટીસ્પૂન જીરૂં અને ૨ નંગ સુકા મરચાને એક પેનમાં સહેજ સાંતળીને તેનો પાઉડર બનાવો.

એક તપેલામાં ૬ થી ૭ કપ પાણી લઈ તેમાં દાળ અને હળદર ઉમેરો અને તેને પકવવા દો.

દાળ થોડી ચડવા લાગે એટલે તેમાં શાકભાજી અને મીઠું ઉમેરો. શાકભાજી લગભગ ચડવા આવે એટલે તેમાં ટામેટા ઉમેરો. બધું જ બરાબર ચડી જાય ત્યાં સુધી પકવો.

હવે એક બીજી ઊંંડી કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂં, તમાલ પત્ર અને સુકા મરચા ઉમેરો.બરાબર તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળો.

તેમાં પકવેલા દાળ અને શાકભાજીનું મિશ્રણ ઉમેરો. તેમાં ઉપરથી જીરા અને મરચાનો તૈયાર કરેલો પાઉડર ઉમેરો.

રોટલી કે ભાત જોડે ગરમાગરમ પીરસો.

ગ્લોબલ મેનેજમેન્ટ

દિપક ભટ્ટ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ુિૈીંર્ંઙ્ઘીીટ્ઠાહ્વરટ્ઠંંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નિર્ણયશક્તિને યોગ્ય રીતે વિકસાવવી જરૂરી છે

એરિસ્ટોટલે કહ્યું છે કે આપણી ખુશીઓ અને ભાવિ એક સાચા નિર્ણય પર નિર્ભર કરે છે, તો જિંદગીમાં શું કરવું છે એ માટેનો નિર્ણય પણ આપણો જ હોવો જોઈએ અને તે જ આખરી હોવો જોઈએ. નિર્ણયશક્તિ એટલે કે ડિસિઝન પાવર ડેવલપ કરવાનાં કોઈ ઈન્જેક્શન દવાની દુકાને મળતાં નથી. એ અનુભવ, દૂરંદેશી અને પોતાના પર પૂરા આત્મવિશ્વાસથી જ વિકસે છે

ક્રિકેટના ખેલાડી મેદાનમાં ઊંતરે એ પહેલાં પીચ પર ટોસ ઉછાળવાનો રિવાજ છે જે ટીમનો ખેલાડી ટોસ જીતે એ ફિલ્ડ કે બેટિંગ બેમાંથી એક વિકલ્પ પસંદ કરે છે, તેના આ નિર્ણય પર આખી ટીમ અને મેચનું ભવિષ્ય નક્કી થાય છે. હાર અને જીતનો ફેંસલો થાય છે. કોઈ વ્યક્તિની કારકિર્દી વિશે જો વિચારીએ તો ઓપ્શનના ખુલ્લા મેદાનમાં જીત હાંસલ કરવા માટે વ્યક્તિ પોતે જ કેપ્ટન છે અને ખેલાડી પણ ખુદ જ હોય છે. ખરો યક્ષપ્રશ્ન હોય છે, નિર્ણય એકમાત્ર ડિસિઝન લેવાનો અને ક્ષેત્રની પસંદગી કરવાનો. એ એક સાચો ફેંસલો જિંદગી તારી શકે અને ખોટો નિર્ણય ડુબાડી શકે એટલે જ તમારા ભવિષ્ય માટે જે કરો એ સમજી વિચારીને કરો.

મનગમતા ક્ષેત્રનો નિર્ણય

ગુજરાતીમાં એક કહેવત છે કે ‘મન વગર માળવે ન જવાય’ એમ જો તમે તમારા ભવિષ્ય અંગે કે ક્ષેત્ર પસંદગી અંગે નિર્ણય લેવામાં ગફલત કરશો તો તમે જે મંઝિલ નક્કી કરી હશે તેને પામી નહીં શકો. તમારી કારકિર્દી અંગે કોઈ પણ નિર્ણય કરતા પહેલાં પોતાની રૂચિને જાણો, રસના વિષયો જાણો. પછી એ રસ કે રૂચિના વિષયમાં આગળ વધવાનો તમને ભવિષ્યમાં અફસોસ ન થાય એ માટે તમારા નિર્ણય પર શાંતિથી પાંચ વખત વિચારી જુઓ પછી તેને અમલમાં મૂકો. એક વખત જો તમારા ધ્યેય સુધી પહોંચવા માટેનો નિર્ધાર પાક્કો થઈ જશે તો તમને એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો ઉત્સાહ આપોઆપ જાગશે.

અડગ રહો

ઘણી વખત એવું બને કે માતા - પિતા અને વડીલોનાં સ્વપ્નાંને સાકાર કરવા જતાં તમારા નિર્ણય અંગે તમને શંકા ઉપજે. તમારો નિર્ધાર એમની આશાઓ વચ્ચે ક્યાંક ખોવાઈ જાય. દોસ્તોની દેખાદેખીમાં તમે પણ મિત્રની પસંદગીના ક્ષેત્રમાં પ્રવેશ લો કે કરિયર બનાવવા વિચારો. તો આસપાસના લોકોની માન્યતાને અને પસંદગીને કોરાણે મૂકીને ‘સૂનો સબ કી કરો મન કી’ને ફોલો કરો. બશર્તે તમને પોતે નક્કી કરેલા ક્ષેત્રમાં આગળ વધવા માટેના ડિસિઝન પર પૂરેપૂરો વિશ્વાસ હોય. તમે કરેલા નિર્ણયને સિદ્ધ કરવા ઈચ્છો છો એમાં લોકોને ભરોસો હોય કે નહીં તમને પોતાના પર પૂરો ભરોસો હોવો જોઈએ.

ધ્યેયપ્રાપ્તિ

અડીખમ નિર્ણય તમારા ધ્યેયને પામવાનું સબળ પાસું છે. ‘સારા કામમાં સો વિઘ્‌ન’ આવે તો પણ તમારો નિર્ણય અફર રહેવો જોઈએ. અભ્યાસ દરમિયાન ક્યારેક કોઈ એક દાખલોય ન આવડે તો વિદ્યાર્થીઓ પોતાના સ્વપ્નની કરિયરને બાય બાય કહી દે છે. એ સમયે એ દાખલા કે પ્રશ્નને સોલ્વ કરો, કોઈની મદદ માંગો, પણ ડિસિઝનને પામવાનું છોડશો નહીં. તમે જે કારકિર્દી માટે નિર્ણય લીધો છે એ પાછળની મહેનતથી તમને સંતોષ થવો જોઈએ.

ડિસિઝનની ડેડલાઈન

માણસના ઉંમરના પડાવ સાથે તેની નિર્ણયશક્તિમાં અનુભવ દેખાય છે. વિદ્યાર્થી માટે કયા ક્ષેત્રમાં શિક્ષણ મેળવવું છે તેનો નિર્ણય. એ શિક્ષણ મેળવ્યા પછી પ્રોફેશનલ લાઈફને કઈ રીતે સફળ બનાવવી એ અંગે સાચી દિશાનું ડિસિઝન. જોબમાં ટાર્ગેટ કઈ રીતે પૂરા કરવા અને આગળ કઈ રીતે વધીને પ્રમોશન મેળવવું એ. દરેક ડિસિઝન સાથે ડેડલાઈન જોડાયેલી છે. દરેક નિર્ણય માટે એક ચોક્ક્સ સમય હોય છે. સમય વીતી ન જાય અને નિર્ણય લેવામાં મોડું ન થઈ જાય એનો આધાર માત્ર તમારા પર છે.

નિર્ણયશક્તિ વિકસાવવા આટલું કરો

તમે જે નિશ્ચય કર્યો છે તે અંગે ગંભીરતાથી વિચારી જુઓ કે તે ખરેખર અમલમાં મૂકી શકાય તેમ છે? તે વાસ્તવિક રીતે શક્ય છે.

આજુબાજુની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લો આત્મઅવલોકન એટલે કે સેલ્ફ રિવ્યૂ કરો

જો તમે તમારા નિર્ણય અંગે શ્યોર ન હોય તો તમને સાચું માર્ગદર્‌શન આપી શકે તેમ હોય તેની સલાહ લેવાની રાખો.

ક્યારેક પ્રોફેશનલ લાઈફમાં કોઈ ડિસિઝન લેવાનો વારો આવે તો પહેલ કરો. ખચકાવ નહીં.

અનુભવ

વ્યક્તિ જેમ જેમ આજુબાજુની દુનિયામાંથી શીખતી જાય, અનુભવ કરતી જાય, પ્રેક્ટિકલ નોલેજ મેળવતી જાય તેમ તેમ તેની નિર્ણયશક્તિ દૃઢ બનતી જાય છે. એટલે જ હંમેશાં આંખ કાન ખુલ્લા રાખો. કંઈક નવું જાણવા અને નવું શીખવા માટે તત્પર રહો. ક્યારેક કોઈ પરિસ્થિતિ જટિલ લાગે તો તે પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કંઈક નવું જાણો. કંઈક નવું જાણવાથી તમારી નિર્ણશક્તિ ખીલશે. એ સિવાય તમારી જાણકારી વધે છે. વિચાર વ્યાપક બને છે અને બીજી કોઈ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારી હિંમત બંધાય છે. અનુભવના આધારે જ તમારામાં ઝડપી નિર્ણયશક્તિના ગુણનો પણ વિકાસ થશે.

વ્યક્તિત્વને નિખારો

જ્યારે તમે વ્યવસ્થિત પોતાની જાતને રજૂ કરવા માટે સજ્જ થાઓ છો આંતરિક રીતે જ તમારામાં કોઈ પણ નિર્ણય લેવા માટેનો અનોખો એટિટયૂડ જન્મ લે છે. જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે. સાથે સાથે તમારી આસપાસની વ્યક્તિ પણ તમારા નિર્ણયમાં વિશ્વાસ ધરાવતી થાય છે.

સંજય દ્રષ્ટિ

સંજય પિઠડીયા

વેકેશનની વાદીઓમાં - ચોપડીની પેલે પાર

પરીક્ષાની વંડી ઠેકીને વેકેશન વિસ્તારમાં પગ મૂકો એટલે ‘દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા’. વેકેશન એટલે પરીક્ષાના પંજામાંથી છૂટેલા બાળકોની મજા તરફની ગતિ. વેકેશન એટલે મામાના ઘરે જવાની મસ્તી. વેકેશન એટલે ભણતરને ભૂલીને રમતનો રાજીપો. વેકેશન એટલે મન ફાવે તેમ ઊંંઘવું-ખાવું-નહાવું-રમવું-મ્હાલવું. ભણવું એ આજની પેઢી માટે અનિવાર્ય બની ગયું છે પણ ચોપડીઓમાં માથું નાખીને બુકવોર્મ કરતાં દુનિયામાં ચારે-તરફ બનતી રોજબરોજની ઘટનાઓ, નવા નવા સંશોધનો, સામાન્ય જ્ઞાન અને અવનવાં નૂસખાઓ વિશે જાણતા રહેવું, પ્રશ્ન કરતાં રહેવું, માણતાં રહેવું. રોજબરોજમાં કેટલીયે વસ્તુ અને કેટલાયે બનાવો બનતા હોય છે પણ આપણે દરેકને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઈ લઈએ છીએ. વેકેશન હોય ત્યારે બાળકને ભણતર સિવાયની કોઈ બીજી પ્રવૃત્તિમાં સામેલ કરી દો, તો બાળકની ઈચ્છાશક્તિ, યાદશક્તિ, અભિરૂચિનો વિકાસ થાય - પણ એની માટે બાળકને મોંઘી ફી ભરીને ‘સમર-કેમ્પ’માં મોકલવા જરૂરી નથી. આ જ વાતને ધ્યાનમાં રાખીને આ વખતે મારે ફક્ત બાળકોને પ્રોત્સાહિત કરવા છે, પ્રવૃત્ત કરવા છે, રાજી કરવા છે. તો બાળમિત્રો, રેડી...સ્ટેડી...પો...

શું તમે જાણો છો કે હાલનું ૨૦૧૫નું વર્ષ આંતરરાષ્ટ્રીય ‘પ્રકાશ અને તેના આધારિત ટેકનોલોજી’ના વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે? ગત જાન્યુઆરી મહિનામાં જ આપણા દેશનો સૌ પ્રથમ ‘સ્ટોરી ઑફ લાઈટ’ નામનો ઉત્સવ ગોવામાં ઉજવાયો. આ ઉત્સવમાં લાઈટ-ટેકનોલોજી વિશે અને એ સંદર્ભમાં થયેલા નવા સંશોધનો અને અવરોધભેદ (બ્રેકથ્રુ) નવપ્રયોગો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનું બીડું ઉઠાવવામાં આવ્યું હતું. ૧૪ દેશોના કલાકારોએ આ ઉત્સવમાં ભાગ લઈને - વિઝ્‌યુઅલ પ્લે, પ્રકાશ વિષયક વર્કશોપ, જીવંત પ્રક્ષેપણ, લાઈટને લગતાં સ્થાપનો - આવું અવનવું રજૂ કરીને લોકોને ચકિત અને તરબોળ કરી દીધેલા.

આજે ઈન્ટરનેટયુગમાં દરેકને ઈ-મેઈલ વિશે જાણકારી છે જ. ઈ-મેઈલ માટે દરેક પાસે એક અલગ આઈ-ડી (ઓળખ) હોય છે. તેમાં વપરાતું એક ચિહ્‌ન “જ્ર” છે. આ ચિહ્‌ન વિશે આપણે શું જાણીએ છીએ? આ ચિહ્‌ન એ લેટિન શબ્દ એડ (એટલે ટ્ઠં, ર્ુંટ્ઠઙ્ઘિજ કે હ્વઅ)નું સંક્ષેપરૂપ છે. આ ચિહ્‌ન સદીઓ પહેલાં સ્પેન અને ફ્રાંસમાં વજનના એકમ તરીકે પણ વપરાતું. અંગ્રેજીમાં કોઈ વસ્તુનું મૂલ્ય કે ભાવ દર્શાવવા પણ આ ચિહ્‌ન વપરાતું (જેમ કે ૪ ટ્ઠઙ્મીજ જ્ર ૧ ર્ઙ્ઘઙ્મઙ્મટ્ઠિ ). સમય જતાં આ ચિહ્‌ન ટાઈપરાઈટરના કીબોર્ડ પર આવ્યું અને તેનો ઉપયોગ વધ્યો. દુનિયાના પ્રથમ ઈ-મેઈલના જનક ‘રે ટોમલીન્સન’ને ૧૯૭૧માં પહેલોવહેલો ઈ-મેઈલ મોકલતી વખતે એક એવું ચિહ્‌ન જોઈતું હતું જે કીબોર્ડ પર ઉપલબ્ધ હોય પણ મૂળાક્ષર કે અંક ન હોય. ફાઈનલી, એમણે જ્ર નું ચિહ્‌ન વાપર્યું જે આજ સુધી વપરાશમાં છે. જ્રનું ચિહ્‌ન દેખાવમાં થોડું વિચિત્ર છે એટલે વિશ્વના જુદા જુદા વિસ્તારોમાં એને જુદા જુદા કાલ્પનિક નામો આપવામાં આવ્યા છેઃ જેમ કે દક્ષિણ આફ્કિામાં ‘વાંદરાની પૂંછ’, ડેનમાર્કમાં ‘ભૂંડની પૂંછ’, રશિયામાં ‘કૂતરૂં’, હંગેરીમાં ‘કૃમિ’, ઈટાલી-ઈત્રાઈલમાં ‘ગોકળગાય’ અને ટર્કીમાં ‘કાન’ કહેવાય છે.

શાળામાં વિજ્ઞાનના પિરીયડમાં શીખવવામાં આવે છે કે પદાર્થની ત્રણ અવસ્થા છે - ઘન, પ્રવાહી અને વાયુ! પણ એક ચોથી અવસ્થા પણ છે જે આપણને ખબર નથી. વાયુ અવસ્થામાં રહેલો પદાર્થ જ્યારે ખૂબ જ ગરમ થાય ત્યારે તેના અણુઓ અને પરમાણુઓ એકમેક સાથે ટકરાય છે અને વીજાણુઓ છૂટ્ટા પડે છે - આ અવસ્થાને ‘પ્લાઝ્‌મા’ અવસ્થા કહેવાય છે. આ અવસ્થા સૂર્યની અંદર, નિયોન ગેસ ટ્‌યુબમાં અને કેટલાંક તારા અને વીજળીમાં હોય છે. આજકાલના ટી.વી.માં સ્ક્રીન માટે ‘પ્લાઝ્‌મા ડીસ્પ્લે’ એવું નામ અપાય છે, એ આ જ પ્લાઝ્‌માનું જીવંત ઉદાહરણ!

દિવાળીમાં કે ક્રિકેટમેચમાં ભારતના વિજય બાદ આપણે આતશબાજી કરીએ છીએ. ફટાકડા અને આતશબાજીમાં દેખાતા વિવિધ રંગો પાછળનું રહસ્ય શું હશે? ક્યાંથી આવતાં હશે આ રંગો? આપણને કદાચ એ ખબર છે કે ફટાકડાનો દારૂગોળો બનાવવા માટે જુદા જુદા રસાયણિક દ્રવ્યો વપરાય છે. દરેક રસાયણની અલગ લાક્ષણિકતા હોય છે જેના કારણે તે એક ચોક્કસ રંગ ઉત્પન્ન કરે છે. જેમ કે મેગ્નેશિયમને કારણે તીવ્ર સફેદ પ્રકાશ, સ્ટ્રોન્ટિયમને કારણે લાલચટક, બોરોક્ષ (બોરોન + ઓક્સિજન)ને કારણે લીલો રંગ, બેરિયમથી પોપટી, લિથિયમથી જાંબલી, કેલ્શિયમ અને સોડિયમથી નારંગી, કોપરથી વાદળી અને આયર્નથી ચળકાટ અને ઝગમગાટ મળે છે. ખરેખર, આવા જુદા જુદા રસાયણોના ચોક્ક્સ મિશ્રણથી રંગબેરંગી આતશબાજીનો નજારો જોવા મળે છે.

કહેવાય છે કે ‘ભાષા, ભૂષા અને ભોજન’ આ ત્રણેયને સાચવવા માટે આપણે જ પહેલ કરવી પડે. હાલમાં દુનિયામાં ૩૦૦૦ જેટલી ભાષાઓ છે જે ભયંકર ખતરામાં છે. આ ભાષાઓ ક્યારે પણ દુનિયામાંથી અદ્રશ્ય થઈ શકે છે. મારો પ્રશ્ન એ છે કે ‘દુનિયામાં સૌથી ઓછી બોલાતી ભાષા કઈ?’ જવાબ છે - યુરોપમાં લાત્વીઆ નામના દેશમાં ‘લીવ’ નામની ભાષા છે જે ફક્ત ૧૫ થી ૨૦ લોકો જ બોલી શકે છે. ભાષાની જ વાત નીકળી છે તો એક વાત નોંધવા જેવી છે કે દુનિયામાં ‘અરેબિક’ સિવાયની બધી જ ભાષા ડાબેથી જમણે વંચાય છે અને પરંપરાગત જાપનીઝ ભાષા ઉપરથી નીચે તરફ વંચાય છે.

‘કોમ્પ્લેન’ અને ‘બૂસ્ટ’ પીનારા આપણે કદાચ એ વાતથી અજાણ છીએ કે બાળકનો સૌથી વધુ અને ઝડપી વિકાસ જન્મ થયાં પછી નહીં પણ જન્મ થયાં પહેલાં માતાના ઉદરમાં થાય છે. માતાના ઉદરમાં ઈંડું ફલિત થાય એના ૩ અઠવાડિયામાં ગર્ભનું કદ એક ચોખાના દાણા જેટલું હોય છે પણ પાંચ અઠવાડિયા પછી શરીરના લગભગ બધા અવયવોની રચના થઈ ગઈ હોય છે - જેમ કે મગજ, આંખ, હ્ય્દય, પેટ - પણ આ સમયે પણ ગર્ભનું કદ અંગૂઠા જેટલું જ હોય છે. જ્યારે બાળક ૩૬-૩૮ અઠવાડિયા માતાના ઉદરમાં વિકસિત થઈને આવે છે ત્યારે અંદાજે ૫૦ સે.મી.નું કદ હોય છે.

માણસ તો ઈશ્વરનો એક અદભૂત ચમત્કાર છે જ પણ પશુ-પક્ષી-વનસ્પતિમાં પણ ઈશ્વરે અવનવાં ચમત્કારો સર્જ્યા છે. હાથી એક કદાવર પ્રાણી છે પણ એના દંતશૂળ વિશે જાણવા જેવું છે કે હાથીનું દંતશૂળ તેની આખી આયુ દરમિયાન વધે છે એટલે કે જેટલી વધુ ઉંમર એટલી મોટી દંતશૂળ. હાલમાં બ્રિટિશ મ્યુઝિયમમાં રખાયેલા એક દંતશૂળની લંબાઈ સાડાત્રણ મીટર છે. જળચરોમાં બ્લ્યુ વ્હેલ એ મોટામાં મોટી વ્હેલ અને દુનિયાનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે. કદાવર હોય એટલે ઘાતકી હોય એવી આપણી માનસિકતા છે પણ ૩૦ મીટર લાંબી આ વ્હેલ ઘાતકી સસ્તન નથી. આટલી મોટી હોવા છતાં એ ક્રીલ નામની ટચૂકડી માછલીઓ જ પોતાના ખોરાક તરીકે લે છે. એક દિવસમાં એ આવી લગભગ ચાલીસ લાખ માછલીઓ ખાઈ જાય છે. જો આવી કદાવર વ્હેલ ઘાતકી નથી તો સૌથી ઘાતકી માછલી કઈ? ઉષ્ણકટીબંધ દક્ષિણ આફ્રિકાની નદીઓમાં ‘પિરાન્હા’ નામની માછલીઓ ૨૫ થી ૬૦ સેન્ટીમીટર લાંબી હોય છે પણ ટોળામાં હોય ત્યારે કોઈ પણ સસ્તન પ્રાણીને ઘડીકમાં મારી શકે છે. આપણા દેશમાં રાજસ્થાનના ભરતપુરમાં દર વર્ષે એક ચોક્ક્સ સમયે સાઈબિરીયાના પક્ષીઓ સ્થળાંતર કરીને આવે છે પણ દુનિયાના બધાં જ પક્ષીઓમાં સૌથી લાંબુ સ્થળાંતર કરનારા પક્ષીઓ ‘આર્ક્િટક ટર્ન’ના નામે ઓળખાય છે. તેઓ દર વર્ષે લગભગ ૩૫૦૦૦ કિમીનો પ્રવાસ ખેડે છે. મૈના (સ્ટારલીંગ) એવું પક્ષી છે જે ઝૂંડમાં હોય ત્યારે એક અલગ પ્રકારનો ગણગણાટ અને આકાશમાં પોતાની અદભૂત પ્રત્યાયન દ્વારા જોવાલાયક ગોઠવણી કરતાં હોય છે, આ ગોઠવણીને સ્ેદ્બિેટ્ઠિર્ૈંહર્ ક જીંટ્ઠઙ્મિૈહખ્ત એવું કહેવાય છે. કોઈ વાર સમય મળે તો યુટ્‌યુબ પર એનો વિડીયો જોઈ લેવો. વિશ્વનું મોટામાં મોટું બી કયું? સમુદ્રી નારીયેળ (કે કોકો-દે-મેર) નામના આફ્રિકી ફળના બી ૨૨ કિલોગ્રામ સુધીનું વજન ધરાવે છે. અને આ ફળને સંપૂર્ણ વિકસિત થવા ૬ વર્ષ લાગે છે. બીજી તરફ સૌથી નાનો ફૂલનો છોડ ‘ડકવીડ’ નામનો તરતો છોડ છે. સંપૂર્ણ વિકસિત અવસ્થામાં તેની ઊંંચાઈ ૦.૫ મિલીમીટર કરતાં પણ ઓછી હોય છે. નાનો તો ઠીક પણ સૌથી ધીમો છોડ કયો? મેક્સિકોમાં ઊંગતો ‘ડીઉન’ નામનો છોડ વર્ષે ૦.૭૬ મિલીમીટર જેટલો જ વધે છે. આ બધું જાણવાની મજા આવે છે ને મિત્રો?

દુનિયાના જુદા જુદા દેશોમાં અને ત્યાંના લોકોમાં અવનવી માહિતીઓ છૂપાયેલી છે. જેમ કે ભૂગોળના પુસ્તકમાં લખેલું હોય છે કે આપણા ભારત દેશમાં એક રાજ્ય એવું છે જેની બે રાજધાનીઓ છે. એ રાજ્ય છે જમ્મુ-કાશ્મીર! શિયાળામાં તેની રાજધાની ‘જમ્મુ’ અને ઉનાળામાં ‘શ્રીનગર’ એમ બે રાજધાનીઓ છે. પરંતુ દુનિયામાં એવો કયો દેશ છે જેની ત્રણ રાજધાનીઓ છે? એ છે દક્ષિણ આફ્રિકા! કેપ ટાઉન - કાયદાકીય રાજધાની, પ્રિટોરિયા - કારોબારી રાજધાની અને બ્લુમફોન્ટેન - ન્યાયિક રાજધાની! ગ્રીક લોકો એક વર્ષમાં માથાદીઠ લગભગ ૨૨ કિલોગ્રામ ચીઝ ખાઈ જાય છે. આર્કિટીક મહાસાગરમાં આવેલા રશિયન ટાપુઓમાં શિયાળામાં દૂધ પ્રવાહીરૂપે લિટરમાં નહીં પણ ઘનરૂપે બરફ બનાવીને ચોસલા સ્વરૂપે કિલોગ્રામમાં વેચાય છે.

ઉનાળામાં ૪૦ અંશ સેલ્સિયસ અને શિયાળામાં ૫ અંશ સેલ્સિયસ એવું આપણે છાપામાં વાંચીએ છીએ - પણ દુનિયામાં આજ સુધી મપાયેલું વધુમાં વધુ અને ઓછામાં ઓછું તાપમાન કેટલું? ટિફિનમાં લઈ જવાતી ‘એલ્યુમિનિયમ ફોઈલ’ એક તરફ જ શા માટે ચળકતી હોય છે? પેન્સિલથી લખેલું ભૂંસવા માટે વપરાતું રબર (ઈરેઝર) કઈ રીતે કામ કરે છે? પક્ષીઓ ૨૫૦૦૦ વોલ્ટના વાયરો પર બેઠા હોય તો એમને શા માટે ઝટકો નથી લાગતો? અરીસામાં આપણું પ્રતિબિંબ જોઈએ ત્યારે ડાબી બાજુ જમણી તરફ અને જમણી બાજુ ડાબી તરફ દેખાય છે - પણ ઉપર અને નીચે કેમ અદલાબદલી નથી થતી? પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે તો જ્યારે આકાશમાં વિમાન ખૂબ જ ધીમી ગતિએ આગળ વધતું હોય ત્યારે પૃથ્વીનું પરિક્રમણ કેમ દેખાતું નથી? આપણા રોજિંદા જીવનમાં કામમાં આવતા આ સવાલોના ઉત્તરો શોધવા થોડી જહેમત કરજો, મજા આવશે! જો સવાલના જવાબ મળી જાય તો બીજું એક સજેશન આપું છું. ુુુ.ટ્ઠદૃિૈહઙ્ઘખ્તેંટ્ઠર્ંઅજ.ર્ષ્ઠદ્બ આ વેબસાઈટ કોઈ રમકડાંવાળાની હોય એવું લાગે છે પણ ‘અરવિંદ ગુપ્તા’ નામના એક સાધારણ પણ ખૂબ જ હોશિયાર ઈજનેરની છે. આ અરવિંદભાઈ એટલે સાક્ષાત ‘તારે જમીન પર’વાળા નિકુંભસર! રોજબરોજના વપરાશમાં આવતાં કંઈકેટલાય ટૂકડાઓ, કટકાઓ, દિવાસળી, માચીસના ખોખા, ફૂટેલી બાટલી, તૂટેલી નળી, કૂડો-કચરો-ભંગારની વસ્તુઓને વાપરીને આ ભાઈએ બાળકો (અને મોટાઓ) માટે લાઈવ ડેમો તૈયાર કર્યા છે. દરેક ડેમોમાં એ પ્રેક્ષકોને સામાન્ય જ્ઞાનના, બીજગણિતના, ભૂમિતિના, ભૌતિકશાસ્ત્રના, જીવશાસ્ત્રના, ત્રિકોણમિતિના અઘરા પ્રશ્નોનો સહેલાઈથી હલ કરવાની તરકીબ બતાવી જાય છે. ક્યારેક આપણને એવો વિચાર આવે છે કે સ્કૂલમાં ભણાવવામાં આવે એવા પાયથાગોરસનો પ્રમેય, ડાર્વિનનો સિદ્ધાંત, ન્યૂટનના નિયમો, ત્રિકોણમિતિ (સાઈન થીટા અને કૉસ થીટા) આપણા રોજિંદા જીવનમાં ક્યારેય કામ લાગતાં નથી. અને આ અરવિંદભાઈ આ બધું જ તમને રમતાં રમતાં શીખવાડી દે. ‘કચરામાંથી કંચન’ બનાવનાર આ મહારથીની વેબસાઈટ પર જીને દરેક ડેમોનો વિડીયો જોઈ શકાય છે અને એ પણ આપણી માતૃભાષામાં! ૨૦ જેટલી દેશી-વિદેશી ભાષાઓમાં આ વિડીયો વેબસાઈટ પર જોવા મળશે. હા, પણ આ બધું કરવામાં બહાર રમવાનું અને કેરીનો રસ ખાવાનું ભૂલતાં નહીં.....

ઓવર ટુ પેરેન્ટ્‌સ! બાળકને જલ્દી મોટું કરવાની આપણી ખેવનાને કારણે આપણે બાળકને સરહદમાં બાંધી દઈએ છીએ. બક્ષીબાબુ એવું કહેતાં કે ગુજરાતી પ્રજા પોતાના બાળકની ૮૦ ટકા જિંદગી પોતે જીવી દેતા હોય છે. ‘ના’ અને ‘એમ નથી કરવાનું’ આ બે શબ્દપ્રયોગોની વચ્ચે આપણે આપણા બાળકને હરતાં-ફરતાં મ્યૂઝિયમમાં ફેરવી દીધા છે. ભણીને ‘કંઈક બનવાનું’ પ્રેશરને કારણે બાળકો ડીપ્રેશનની આપ-લેમાં જીવતાં થઈ ગયાં છે. આ વેકેશનમાં તમારા બાળકને કંઈક ‘હટકે’ કરવાનું શીખવાડો અને જુઓ એનો વિકાસ! એન્જોય ધ વેકેશન!

પડઘો

પુખ્તવયના લોકો નાના બાળકોને હંમેશા પ્રશ્ન કરતાં હોય છે “મોટા થઈને તારે શું બનવું છે?” કારણ કે તેઓ પોતે કંઈક બનવાની તરકીબ શોધતા હોય છે - પૌલા પાઉન્ડસન (અમેરિકન સ્ટેન્ડ-અપ કોમેડીયન)

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

“અંતર”

ટેલિવિઝન પર સતત સમાચારો અને નેતાઓનાં ભાષણો સાંભળી સાંભળીને ત્રાસી ગયેલા જશુભાઈની નજર છાપાના એક સમાચાર પર જીને અટકી. સમાચાર એવા હતા કે : શહેરમાં આજે સાંજે કવિસંમેલન છે જેમાં શ્રોતાઓને પ્રસિદ્ધ કવિઓ એમનાં કાવ્યો સંભળાવશે.

જશુભાઈને આનંદ થયો કે : સાંભળવા-ફેર માટે આનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે? એમેણે હોંશે હોંશે કવિસંમેલન માટેની પવિત્ર ભૂમિનું સરનામું અને સમય નોંધી લીધાં.

‘ધરમના કાર્યમાં ઢીલ ન કરાય’ એવી ભાવના જશુભાઈ સમયસર કવિસંમેલનની જગ્યાએ પહોંચી ગયા. કવિસંમેલન એક પાર્ટીપ્લોટના ખુલ્લા મેદાનમાં હતું. પરંતુ ‘શુભ કાર્યમાં સો વિઘ્‌નો આવે’ એ કહેવત મુજબ બે સ્વયંસેવકોએ એમને પાર્ટીપ્લોટના પ્રવેશદ્વારે જ રોક્યા.

એ લોકોએ એમને કહ્યુંઃ પાસ બતાવો.

જશુભાઈએ પ્રશ્ન કર્યો કેઃ શાનો પાસ?

‘અંદર જવાનો.’ ઉત્તર મળ્યો.

જશુભાઈને શંકા થઈ કે, અંદર કાવ્યો પીરસવાનો નહીં પણ જમવાની વાનગીઓ પીરસવાનો કાર્યક્રમ હશે. એટલે એમેણે ખાત્રી કરવા પૂછ્‌યું કેઃ અંદર તો કવિસંમેલન થવાનું છ ેને?

‘શું થવાનું છે એની અમને ખબર નથી.’ એક સ્વયંસેવકે ઉદાસીન ભાવે કહ્યું.

‘હા લા. મોટા મોટા કવિઓ આવવાના છે.’ બીજા સ્વયંસેવકે જાણકારીનું પ્રદર્શન કર્યું.

જશુભાઈએ અંદર નજર કરી. ખાલી ખાલી ખુરશીઓ હતી. એમેણે કહ્યું : ખુરશીઓ તો ખાલી છે પછી મને જવા દેવામાં વાંધો શો છે? કવિઓ શ્રોતાઓની જરૂર નહીં પડે?

‘એ બધી અમને ખબર ન પડે. અમને તો કહેવામાં આવ્યું છે કે, પાસ વગર કોઈને નહીં આવવા દેવાના.’

‘સાચી વાત છે.’ જશુભાઈને વિચાર આવ્યો કે ‘આ લોકો તો ચિઠ્‌ઠીના ચાકર કહેવાય. એનશ્રોતા વગરના કવિઓની દશા બાબત શી જાણકારી હોય!’

જશુભાઈએ નક્કી કર્યું કે : હું બહાર ઊંભો રહીને કવિઓને સાંભળીશ. આમેય વિદ્વાનો વારંવાર કહેતા હોય છે કે, ‘કવિતા એ કાનની કળા છે!’ તો એ કળાનો અનુભવ લેતા મને કોણ રોકી શકશે?

તેઓ થોડે દૂર જીને ઊંભો રહ્યો. એમને ખ્યાલ આવી ગયો કે, કોઈ સામાજિક મંડળે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ મંડળના રડયાખડયા સભ્યો હાથમાં હથિયાર ધારણ કર્યું હોય એમ પાસ ધારણ કરીને આવવા લાગ્યા. એમાંથી કેટલાંકની ગેરસમજ એવી હતી કે, તેઓ કશું સાંભળવા માટે નહિ પણ કશું જોવા માટે જી રહ્યાં છે. એક પરિવાર દરવાજે જીને કકળાટ કરતું પાછું ફર્યું. એ પરિવારનું કહેવું હતું કેઃ આ તો ખાલી કવિઓ આવવાના છે! એને શું સાંભળવાના? હાસ્યકવિઓ હોય તો મજા આવે.

થોડી વારમાંતો જશુભાઈના ધ્યાનમાં આવ્યું કે, કેટલાંક લોકો પાસ વગર પણ અંદર પ્રવેશી રહ્યાં છે. એમેણે સ્વયંસેવકોને કહ્યું કેઃ ‘આવું કેવું? કેટલાંક લોકો તો પાસ વગર પણ અંદર જાય છે.’

‘તમારે જવું હોય તો તમે પણ જાવને. કોણ ના પડે છે?’

‘થોડી વાર પહેલાં તો તમે મને રોક્યો હતો.’

‘એ તો એ વખતે અમને એવો ઓર્ડર હતો. હમણાં જ એવો ઓર્ડર આવ્યો કે, ખુરશીઓ ખાલી છે એટલે જેને આવવું હોય એને આવવા દો.’

અઢળક અઢળક આનંદ સાથે જશુભાઈ અંદર પ્રવેશ્યા. થોડી જ ક્ષણો પહેલાં જે વિસ્તાર એમના મારા માટે પ્રતિબંધિત હતો એ જ વિસ્તારમાં હવે તેઓ જ્યાં ઈચ્છે ત્યાં સ્થાન લઈ શકે એમ હતા. છતાંય એમને પાછળ સ્થાન ગ્રહણ કરવાનું યોગ્ય લાગ્યું. એમેની એવી શુભ ભાવના હતી કે, જેની પાસે પાસ હોય એને આગળ બેસવાનો લાભ મળવો જોઈએ.

પરંતુ, એટલામાં તો મંચ પરથી જાહેરાત થઈ કેઃ કૃપા કરીને પાછળ બેઠેલા શ્રોતાઓ આગળ આવી જાય. કવિઓ અનશ્રોતાઓ વચ્ચેનું અંતર જેટલું ઓછું થાય એટલું જ આપણા સાહિત્યના ભવિષ્ય માટે સારૂં છે.

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

ટીન.....ટીન

આવી એક કોમિક સ્ટ્રીપ આવતી બાળપણ માં યાદ છે? મને તો યાદ નથી કેમકે હું તો ચંપક વાંચતી. હે...હે...હે... વેલ અત્યારે વાત એ ટીન ટીન ની નહિ પણ આપણા ટીનેજર્સ મિત્રો ની છે. બાળપણ અને યુવાની ની વચ્ચે ની અવસ્થા ને એક આખું નવું પરિમાણ આપ્યું છે આપણા ટીનેજર મિત્રો એ. એક નિરાલી રંગીન દુનિયા ના સભ્યો છે આપણા ટીનેજર્સ. આપણું ભવિષ્ય. આ મિત્રો શું વિચારે છે, શું ઈચ્છે છે સમાજ પાસેથી, કેવી ઝીંદગી એમને પસંદ છે કેવો વર્તમાન એમણે પસંદ છે અને કેવી આવતી કાલ બનાવવા ઈચ્છે છે એ એમના જ શબ્દો માં જાણીએ.

આર્કિટેક્ટ ની તેજસ્વી વિદ્યાર્થીની સલોની કહે છે કે એમને સ્વતંત્રતા ગમે છે. એ ઈચ્છે છે કે જીવન ના તથ્યો એ જાતે શોધે...એના માટે એ જોખમો લેવા પણ તૈયાર છે. પણ સાથે જ એ એમ પણ કહે છે કે આ સ્વતંત્રતા નો અર્થ એ નહિ કે એ એના માતા પિતા ને કે વડીલોને ગણકારવાનું છોડી દે. એને હજુ મમ્મી સાથે શોપિંગ કરવા જવાનું અને પપ્પા પાસે આઈસ્ક્રીમ મગાવવાની મજા આવે છે. જયારે ટીનેજર્સ અન્ય લોકો સાથે ઉદ્ધતાઈ થી વર્તે છે ત્યારે એને દુખ થાય છે. એને હીંસક બનાવો અને ગુનાહિત બનાવો પસંદ નથી.

સલોની ના મતે એને તથા તેના મિત્રો ને પોતાની અલગ પહેચાન હોય એ પસંદ છે. પણ સાથે એમને સરળ રસ્તાઓ પસંદ છે. વધુ પડતો સંઘર્ષ એ લોકો ચોઈસ કરતા નથી. એ સ્વીકારે છે કે એક ટેન્ડર એજ માં ભણતર માટે એલોકો ને મળતી સ્વતંત્રતા એમને એક લપસણા પડાવ પર ઉભા રાખે છે. જ્યાં સમતોલન જાળવવું પડે છે. પણ ટીનેજર્સ હકારાત્મક અને મહત્વાકાંક્ષી છે જેને લીધે એમના લક્ષ્ય પર ધ્યાન આપે છે. એમના થી કોઈ ગેરવર્તન થઈ જાય તો એમને પસ્તાવો થાય છે.

બળાત્કાર ના ઘ્રૃણાસ્પદ કિસ્સાઓ થી એમણે ખુબ ખેદ અને તકલીફ પહોચે છે.

આજે જયારે માતાપિતા પુત્રીઓ ને પણ શિક્ષણ માં સમાન તક આપવા તૈયાર થયા છે ત્યારે પુત્રીઓ ને પણ લાઈફ માં પોતાનું કરીઅર સેટ કરવાની સ્વાભાવિક ઈચ્છા ધરાવે છે.

વેલ સલોની અને એના મિત્રો ફેશન બાબતે પણ એકદમ જાગૃત છે. જયારે મિત્રો સાથે વાતો કરવાનો સમય મળે ત્યારે લેટેસ્ટ ફેશન, ડરેસીસ, એસેસરીઝ , કોસ્મેટીક્સ એ બધું અને એ એના કોઈ સારા સ્ટોર બાબતે વાત કરવાનું એમને પસંદ છે. એમને સારી નોકરી કે ધંધા ઉપરાંત જીંદગી એન્જોય પણ કરવી છે. થોડો સમય પોતાના શોખ માટે રોજીંદા ફાળવી શકાય એવી પ્રવૃત્તિ એ કરવા માંગે છે.

તેમને કેવો પરિવાર અને સમાજ ગમે એવા પ્રશ્ન નો જવાબ પણ બહુ રસપ્રદ છે. એમને માતાપિતા પાસેથી સ્પેસ અને ફ્રીડમ જોઈએ છે. પણ સાથે તેઓ એવું નથી ઈચ્છતા કે માતા પિતા તેમને ફક્ત ફાઈનાન્સ કરે. તેઓ ઈચ્છે છે કે માતા પિતા પણ એમના નિર્ણયો માં એમની ઊંંચ નીચ ના સમય માં ઈન્વોલ્વ થાય. અને પોતાના કરીઅર માં મળતી સફળતાનું શ્રેય પણ પોતાના માતાપિતા ને આપે છે.એક બીજી રસપ્રદ બાબત એ છે કે જેમ જોક્સ માં આપણે વાંચતા કે સંભાળતા હોઈએ છીએ તેનાથી વિપરીત તથ્ય એ છે કે કન્યાઓ આર્થ્િાક રીતે સ્વતંત્ર રહેવા માંગે છે. પોતાના ખર્ચા માટે માતા પિતા કે ભવિષ્ય માં પણ તેઓ કુટુંબ પર આધારિત રહેવા માંગતા નથી.

આતો થઈ છોકરીઓ ની વાત. હમણાં જ ટીનેજ માંથી બહાર આવેલા એન્જીનીયર લેખક જીતેશ દોંગા કહે છે કે છોકરાઓ ને તો ફ્રી સમય માં રખડવાનું ગમે. જગ્યા ડઝ નોટ મેટર. એને પોતાની પેશન નું કામ કરવાનું જ ગમે પણ એના માટે એને પુરતી કદર અને કીમત પણ જોઈએ. એક સારી લાઈફ જીવવા જેટલી આવક પણ જોઈએ. ગુજરાતી પ્રજા જયારે પોતાની ભાષા ના સારા પુસ્તકો માટે સમય કે રૂપિયા ફાળવવા માં પાછી પડે છે ત્યારે એને નિરાશા થાય છે.

એન્જીનીઅરીંગ કોલેજ ના યુવા પ્રાધ્યાપક પ્રો. હયાતી રૂપાણી કહે છે કે સેલ્ફ ફાઈનાન્સ કોલેજ માં આવતા ઘણા વિદ્યાર્થીઓમાં કરીઅર કે કન્ટેન્ટ માટેની ગંભીરતા નો અભાવ જોવા મળે છે. કેટલાક તરૂણો અતિ સંવેદનશીલ રીએક્ટ કરે છે જેને લીધે સામાન્ય સમસ્યાઓ ને ગંભીર સ્વરૂપ આપી દે છે અને દુર્ઘટનાઓ સર્જે છે.

આવું થવા માટે કદાચ તેમની ઉમર જવાબદાર છે. હોર્મોન્સ માં થતા ફેરફારો ને લીધે સર્જાતી વિચિત્ર માનસિક સ્થિતિ આવા પગલાઓ માટે જવાબદાર હોતી હોય છે.

અને હા રહી ભણતર અને કરીઅર ની વાત તો ભણતર પ્રત્યે નો કમર્શિઅલ અભિગમ સમાજ માટે ખતરનાક નીવડી શકે. કયા કોર્સ માં જવું અને કેવી કોલેજ માં જવું એ બાળક ના રસ, કેપેસીટી અને માતા પિતા ના ખિસ્સા પર આધાર રાખે ત્યાં સુધી કોઈ વાંધો આવતો નથી. પણ ફક્ત ખિસ્સા થી અને ખિસ્સા માટે નું ભણતર જબરજસ્ત નુકસાન કરી શકે.

બાકી રહી આ તરૂણો ના વિચારોની વાત. તો એમની ડિમાન્ડ જેન્યુઈન છે. કેટલીક બાબતો કદાચ પરમ્પરા ને કે આપણી લોકલ સોસાયટી સાથે બંધ બેસતા ન આવે એવું શક્ય છે. પણ જો એમાં કોઈ બદ ઈરાદો ન હોય ત્યાં સુધી એમને શક્ય તેટલો સહકાર આપી શકાય.

માત્ર શીખવવું એ પેરેન્ટિંગ નથી, એ ટુ વે પ્રોસેસ છે. શીખવવા જેટલું જ શીખવાનું છે. જેટલો આદર જોઈએ છે એટલો જ આપવાનો પણ છે. એમના વિચારો ને અને ઈચ્છાઓ ને અને એમની ચોઈસ ને....

બોલીસોફી

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

‘તીન બહુરાનીયાં’ - પછેડી હોય એટલીજ સોડ તાણો

કેટલીક ફિલ્મો સદાબહાર હોય છે. તો કેટલીક ફિલ્મોનો વિષય સદાબહાર હોય છે. ‘તીન બહુરાનીયાં’નો વિષય અને ફિલ્મ બંને સદાબહાર છે કારણકે ફિલ્મનો વિષય આજેપણ એટલોજ પ્રસ્તુત છે જેટલો ફિલ્મની રીલીઝ સમયે, અને ફિલ્મ ભલે ૧૯૬૮માં બની હોય પરંતુ એ આજેપણ એટલીજ માણવાલાયક છે. આનું કારણ કહું? ‘તીન બહુરાનીયાં’ માણવાલાયક એટલે છે કારણકે તેની ટ્રીટમેન્ટ અને કલાકારોની અદાકારી મસ્ત છે અને ફિલ્મનો વિષય એટલેકે આવક સામે ખર્ચાનું બરોબરનું બેલેન્સ એ પણ આજે એટલોજ લોકપ્રિય છે.

એક નિવૃત્ત શિક્ષક દીનાનાથ (પૃથ્વીરાજ કપૂર) ને ત્રણ દીકરાઓ છે. શંકર (આગા), રામ (રમેશ દેવ) અને કન્હૈયા (રાજેન્દ્રનાથ). આ ત્રણેય દીકરાઓની એક-એક પત્ની પણ છે અને દરેકને બાળકો પણ છે. દીનાનાથ પોતાના ઘરનું બજેટ સંભાળે છે અને બાળકોને ભણાવવા ઉપરાંત તેમની સાથે આખો દિવસ રમવાનું અને મસ્તી કરવાનું કામ પણ કરે છે. ત્રણેય દીકરાઓ મહિનાને અંતે પોતાનો પગાર દીનાનાથને આપી દે છે જેમાં દીનાનાથ પોતાનું પેન્શન પણ ઉમેરી દે છે. બસ આ જ આવકથી ઘરનાં તમામ ખર્ચા આરામથી ચાલે છે. બધુંજ સમુસુતરૂં ચાલી રહ્યું હોય છે ત્યાંજ દીનાનાથ પરિવારની બાજુમાં એક લોકપ્રિય એક્ટ્રેસ શીલાદેવી (શશીકલા) રહેવા આવે છે. એક્ટ્રેસની સુંદરતાથી ત્રણેય ભાઈઓ તો એના પર લટ્ટુ થઈજ જાય છે, પરંતુ ત્રણેય વહુઓ પણ શીલાદેવીની લાઈફ સ્ટાઈલથી અંજાઈ જાય છે. પછી શું? શીલાદેવીની લાઈફ સ્ટાઈલને મેચ કરવા અને એને ઈમ્પ્રેસ કરવા ત્રણેય વહુઓ વચ્ચે રીતસરની હોડ મચે છે. દીનાનાથના પુત્રો પોતપોતાની પત્નીઓને વારી શકતા નથી. છેવટે મોટા મોટા ખર્ચા અને ખરીદી કરવાની લ્હાયમાં આ પુત્રો પણ જોડાઈ જાય છે અને મહિનાને અંતે પોતાનો પગાર આપતાં પણ બંધ થઈ જાય છે. છેવટે એક સમય એવો આવે છે કે તેમના ખર્ચા પણએટલાબધા વધી જાય છે કે દીનાનાથના ત્રણેય પુત્રો હવે વ્યાજે પણ પૈસા લેવા માંડે છે!

છે ને આજનાં જમાનાની જ વાત? જી હા આ ફિલ્મ રીલીઝ થઈ હતી છેક ૧૯૬૮માં એટલેકે ૪૭ વર્ષ પહેલાં પણ ફિલ્મનો વિષયજ કંઈક એવો છે કે આજ સુધી એ એટલોજ પ્રસ્તુત છે. અહીં જો કે ચડસાચડસીમાં આવક કરતાં વધુ ખર્ચ કરવાની વાત આપણને કહેવાઈ છે પરંતુ આજનાં જમાનામાં આપણામાંથી ઘણાં લોકો માત્ર ચડસાચડસીથી જ નહીં પરંતુ ‘લોગ ક્યા કહેંગે’? અથવાતો અમુક વસ્તુઓ તો આ જમાનામાં જોઈએજ એમ કહીને પણ ઘણીવાર કેટલીક બિનજરૂરી ચીજો ખરીદી લેતા હોઈએ છીએ. પછી તે ચીજ આપણને એની જરૂર ન હોવાથી બીલકુલ વપરાતી નથી, પરંતુ અન્યોની જેમ આપણી પાસે પણ અમુક સંસાધનો છે જ એવું દુનિયાને દેખાડવા પુરતુંજ આપણે તેને ખરીદી હોવાથી એ ‘ઘરજમાઈ’ બનીને ઘરનાં એક ખૂણામાં પડી રહે છે. આપણી લાઈફ સ્ટાઈલ આપણે નક્કી કરવાની હોય છે નહીંકે આપણે આપણા પડોશીઓ કે મિત્રો કે પછી કોઈ સગા-સંબંધીની લાઈફ સ્ટાઈલને કોપી કરવાની હોય. જો એલોકો આપણી જેમ ન જીવવા માંગતા હોય તો આપણે શુંકામ એમની માન્યતા અને શોખ મુજબ જીવવાનું ભલા? આપણી આવકમાં આપણને પોસાય એ જ ખર્ચા કરવા એ બ્રહ્મવાક્ય પહેલેથીજ આપણા વડીલો આપણને કહેતા આવ્યા છે.

ઘણીવાર એવું પણ બને કે વ્યક્તિ શિખર થી અચાનકજ ધરતી પર પડયો હોય. એટલેકે ધંધામાં અતિશય નુકસાન ગયું હોય કે મોટા પગારવાળી નોકરી અચાનકજ છૂટી ગઈ હોય, ત્યારે જે રીતે લક્ઝુરીયસ જીવન જીવવાની ટેવ પડી ગઈ હોય એ ટેવથી દુર રહેવાનું ભારે પડી જતું હોય છે. ખીસ્સું સાથ નથી આપતું હોતું અને મન પણ માનતું નથી. આવા સમયમાં વ્યાજખોરો પાસે જવા કરતા પરિવારને વિશ્વાસમાં લઈને ઘણાબધા ખર્ચાઓ ઓછા કરી શકાય એમ હોય છે. વ્યાજે પૈસા લઈને રાતની નિંદર ખરાબ કરવી એના કરતા હાથમાં જે આવક હોય એમાં પરિવાર સાથે ખુશ રહેવામાં વધુ માલ છે બરોબરને? ઘણીવાર બાળકોની નાદાન હઠને પૂરી કરવામાં પણ આપણને કેટલાંક બિનજરૂરી ખર્ચાઓ ‘થઈ જતાં હોય છે’. પરંતુ આ ખર્ચાઓ પણ અવોઈડ કરી શકાય એમ હોય છે. બાળકનું મન એટલું ફ્લેક્સીબલ હોય છે કે એને વાળો એમ જ એ વળી જાય છે. આથી ફક્ત બાળકની હઠને લીધે દર અઠવાડીએ એક ફિલ્મતો જોવીજ કે દર રવિવારે રાત્રે બહારજ જમવું એ જરૂરી નથી.

એકવાર કાગળ પેન લઈને બેસજો અને પોતાના મહિનાના ખર્ચાનું એક લીસ્ટ માંડજો અને પ્રમાણિકતાથી તમે આ લીસ્ટમાંથી કેટકેટલા ખર્ચાઓ નહીંજ કરો તોપણ તમને જરાય ફર્ક નહીં પડે એમ વિચારીને એ તમામ ખર્ચાઓ પર એક મોટી ચોકડી મૂકી દેજો. આમાંથી કેટલાંક ખર્ચાઓ તો કદાચ એવા હશે કે જે તમારા મનોરંજન માટે હશે, તો પછી એને દર મહીને કરવાજ એવું જરૂરી થોડું છે? ઘણાં ખર્ચા એક મહીને ન કરીને બીજે મહીને પણ કરી શકાય છે. આપણે કરકસરમાં ન માનતા હોઈએ તોપણ આપણા વગર વિચારે કરવામાં આવતાં અમુક ખર્ચાઓ જો ન કરવામાં આવે તો પણ મહિનાને અંતે સારીએવી બચત કરી શકાય એમ છે. નહીં તો પછી ‘તીન બહુરાનીયાં’ નું એક ગીત છે એમ ‘આમદની અઠ્‌ઠની ખર્ચા રૂપૈયા’ જેવો ઘાટ જરૂર ઘડાશે અને પછી ટેન્શન, ઘરમાં ઝઘડા અને બાળકો પર ગુસ્સો રોજની આદત બની જશે, બોલો છે મંજુર?

૨૬.૦૩.૨૦૧૫, ગુરૂવાર

અમદાવાદ

લઘરી વાતો

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સુપરમેન ની સમસ્યા

હા હુ સુપરમેન જે દરેક ની સમસ્યા નો હલ કરૂ છુ પણ તમને ખબર છે કે હુ કેટલી સમસ્યાઓથી પીડાઉ છું? હવે જો તમે એવુ સમજતા હો કે દર બુધવારની પુર્તીમા સોક્રેટીસ ને યૌવનની સમસ્યા ના પ્રશ્નો હું જ પૂછું છું, તો તમે એ બાબતે પણ સાચા છો. મારી બીજી સમસ્યાઓ નીચે મુજબ છે.

સુપરમેન હોવાથી કોઈ મને નોકરી પર રાખતુ નથી લોકો કે છે કે કોમ્યુટર આવડે છે ? માઈક્રોસોફ્ટ વર્ડ, પાવર પોઈન્ટ આવડતુ હોય તોય તને ટાઈપીસ્ટ તરીકે રાખીએ. અને અમારા ઓફીસ યુનીફોર્મ માં આવવાનુ આવી રીતે સાડી લટ્‌કાઈને અને ચડડી પેહરીને નૈઈ આવવાનુ. પાછુ માર્ચ એન્ડીગમાં ટાર્ગટ અચીવ કરવા ખોટી ઉડા ઉડ કરવાની ઓનલાઈન શોપીગ વાળા તો મને મેનેજર તરીકે રાખીને ડીલીવરી બોય નું પણ કામ કરાવી લેતા હોય છે .

રોજ લોકો નવરો હોવાથી કામ બતાવે એ સુપરમેન ઉડતો ઉડતો જાય છે તો મને આટલે ઉતારી દેજે ને, ઓહ સુપરમેન મારૂ બાઈક બગડયુ છે જરા રીપેરીગ માં આપી આવને, સુપરમેન મારી ગાડી પાણીમા ફસાઈ છે જરા ધક્કો મારી આપને. અને બધા થેક્યુ થી વધારે કૈઈ આપે પણ નહી . ઘણા તો ઘઉં નો લોટ અને ચણા નો લોટ દળાવા મને મોકલે અને સંબધમાં પાછી ના પણ ન પડાય .

લોકો ચપ્પા ઘસવા માટે અને વેલ્ડીગ કરવા માટે મારી આંખમાથી નીકળતી લેત્ર જેવી ઉષ્મા નો ઉપયોગ કરે છે આવા છુટક કામ કરીને રોકડી કરી લઉ છુ.

ઘણા પુછે કે આ તુ ઉપર ચડડી કેમ પેહરે છે અરે ભાઈ મારે વાદળૉ મા ઉડવાનુ હોય છે ઉપર કેટલો ભેજ હોય નીચે આવુ તો ચડડી ભીની થઈ જાય છે એટલે કોઈને મે ભીનુ કર્યુ એવુ લાગે નહી એટલે ઉપર પણ ચડડી પેહરી રાખુ છું. પેહલા નાનો હતો ત્યારે ડાયપર પર પણ ચડડી પેહરતો હતો બસ આદત જ પડી ગઈ છે . ઘણા એવુ પણ પુછે છે કે આ લાલ ચાદર કેમ ઓઢે છે ?? ખરેખર એ લાલ ચાદર મને મારી મમ્મી એ નાનપણ મા સુકવવા માટે આપી હતી કે જા ઉડતો ઉડતો સુકવીને આય, પણ ઉપર જઉં અને ચાદર ભીની થૈઈ જાય છે. એટલે હજુ સુધી સુકાઈ નથી એટલે પેહરી રાખવી પડે છે ઘણા આખલા પણ મને લાલચાદર મા જોઈને ઘુરકીયા કરે છે પણ શુ કરૂ મજબુરી છે આવક નાં સાધનો બહુ ઓછા છે રાત્રે આ લાલ ચાદર ઓઢીને જ સુવું પડે છે નવી ખરીદે પણ છ મહિના થઈ ગયા હશે .

ઘણા મને એવું પણ પૂછે છે કે આ વીલન મને ગોળીઓ મારે છે તોય મને કૈઈ થતુ નથી? એનુ કારણ તો જેવુ છે કે હું એ.સી.પી પ્રદ્યુમન નો ભક્ત છું એમના પર ની શ્રધ્ધા જ મને આવી મુસીબતો થી બચાવે છે. અને હા બધી ગોળીઓ મને વાગીને પડી જાય પછી હુ એ બધી ગોળીઓ ને ભંગારમા વેચીને એનાથી માસીની પાણીપુરી ખાઉ છુ.

બધા સમજે છે કે મને પોતાને આટલી સમસ્યા છે તોય હું દુનીયાની સમસ્યા માટે લડું છું અને દુનીયા બચાવું છું. અરે ભાઈ એવુ કૈઈ નથી હુ પોતે સમસ્યાઓ મા ભરાઈ જઉં છું, અને હું સમસ્યામાથી નીકળું એમાં દુનીયા બચી જાય છે આ તો ‘’ કાગ નુ બેસવુ અને ડાળનુ પડવુ છે ‘’ પણ લોકો મને હીરો માને છે અને હું માનવા દઉં છું .

ટુકમા કહુ તો વિનોદ ભટ્ટ કાકા કહે છે એ પ્રમાણે “એક સ્ત્રી ને હોય” એ સીવાય ની તમામ સમસ્યાઓથી હુ સુપરમેન તરીકે પીડાવુ છુ. ઘણી વાર મારી પોતાની સમસ્યા થી મારા આસુ નીકળી આવે છે અને હુ એને બોટલ મા ભરીને એસીડ ના બાટલા તરીકે ૧૦ રૂ. મા વેચી મારતો હતો પણ હવે તો સરકાર એસિડ વેચાણ પર પણ પ્રતિબંધ મૂકી દિધો છે . નાક ના સેડા પણ મારી જ લાલ ચાદર થી એકલતા મા લુછી કાઢુ છુ. મારી ચાદર પણ એક ચાદર મેલીસી એવી થૈઈ ગૈઈ છે. બસ મારી જીદગી પર થી હું એજ શીખ્યો એ.સી.પી પ્રદ્યુમન બનજો પણ સુપરમેન કોઈ દિવસ ન બનતા .