એક વિચાર લાવે ખુશીઓનો ખજાનો RANU PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક વિચાર લાવે ખુશીઓનો ખજાનો

એક વિચાર લાવે ખુશીઓનો ખજાનો

એક વિચાર માણસના જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવી શકે છે. કઈક નવીન કરવા માટે પણ એક વિચારની જરૂર પડે છે. આજ આપણે આવા એક વિચારે જગતને ખુશીઓનો ખજાનો પૂરો પડ્યો છે, તેના વિષે જાણીએ.... એક વિચાર કરો જોઈએ, તમે જે વાચવા જએ રહ્યા છો તેમને વિચાર કર્યો જ ના હોત તો આપણે........

રોગોના પ્રતિકાર માટે રસીકરણ ઉપકારક માધ્યમ છે. વિજ્ઞાનીઓએ વિવિધ રસી શોધીને વિશ્વમાંથી ઘણા રોગો દૂર કર્યા છે અને લાખો લોકોના જીવન બચ્યા છે.

હિલેમાનનો જન્મ અમેરિકાના મોન્ટાનામાં ઈ.સ. ૧૯૧૯ના ઓગસ્ટની ૩૦ તારીખે થયો હતો. તેના જન્મના બે જ દિવસમાં તેની માતાનું મૃત્યુ થયું હતું. તેનો ઉછેર તેની કાકીએ કર્યો હતો. યુવાન વય સુધી તે ખેતરમાં કામ કરતો હતો. તે સમયમાં રસીના ઉત્પાદન માટે મરઘા ઉછેરવામાં આવતા. હિલેમાન આ ક્ષેત્રે કામ કરતો હતો.

મિસલ્સ, મમ્પ્સ, હિપેટાઈટિસ, મેનેન્જાઈટીસ, ન્યુમોનિયા અને એન્ફલ્યૂએન્ઝા ની રસી શોધીને તેણે તબીબી જગતમાં પ્રસિધ્ધિ મેળવી હતી. રસીની શોધ ક્ષેત્રે ઈતિહાસનો સૌથી સફળ વિજ્ઞાની ગણાય છે. મોરિસ હિલેમાન નામના વિજ્ઞાનીએ ૪૦ જેટલી રસીની શોધ કરીને ૨૦મી સદીમાં સૌથી વધુ માનવ- જીવન બચાવ્યા છે.

ઈ.સ. ૧૯૫૭માં ફ્લ્યૂના રોગચાળા દરમિયાન તેણે સખત મહેતન કરીને ફ્લ્યૂની રસી શોધી. આ બદલ તેને અમેરિકાનો સર્વિસ એવોર્ડ મળેલો. ઈ.સ. ૧૯૬૩માં તેની પુત્રીને ચામડીનો રોગ થયો. પુત્રીના રોગનો અભ્યાસ કરીને તેણે મમ્પ્સની રસી શોધી કાઢી. તેની સાથે મિસલ્સ અને રૃબેલાની રસી પણ શોધી. જીવનભર સતત સખત મહેનત કરીને તેણે સંખ્યાબંધ રસી શોધેલી. તેણે ઘણા રાષ્ટ્રીય સંસ્થાનોમાં સલાહકાર તરીકે સેવાઓ આપેલી. ૧૯૮૧માં હિલેમેને હિપેટાઈટીસ બીની રસી શોધી. વિશ્વમાં ૨૫૦ દેશોએ તેનો લાભ લીધો.

નાણાના અભાવે તે કોલેજ જઈ શક્યો નહી પરંતુ પરિવાર અને શિષ્યવૃત્તિ ની મદદથી ૧૯૪૧માં તેણે મોન્ટાના યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તે પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવી ગ્રેજયુએટ બન્યો. તેજસ્વી વિદ્યાર્થી હોવાથી તેને શિકાગો યુનિવર્સિટીમાં માઈક્રોબાયોલોજીના અભ્યાસ માટે ફેલોશિપ મળી અને તે ૧૯૪૪માં પીએચડી થયો.

પ્રથમ અભ્યાસ તેણે ક્લેમેડિયા બેક્ટેરિયા નો કર્યો હતો. અભ્યાસ પૂરો કરી તેણે રસીની ઉત્પાદક કંપનીમાં કામ કર્યું. તેણે જાપાનીઝ એન્સેફિલાઈટિસની રસી શોધી. હિલેમેને લશ્કરી સેનાની શિસ્તપૂર્વક કામ કરેલું તેને પ્રસિધ્ધિની ભૂખ નહોતી. એકપણ રસીનું નામ તેના નામ ઉપરથી રાખ્યું નહી. તે અમેરિકી નેશનલ એકેડેમી ઓફ સાયન્સનો સભ્ય હતો. તેના યોગદાન બદલ તેને સંખ્યાબંધ એવોર્ડ અને સન્માન મળેલા. ઈ.સ. ૨૦૦૫ના એપ્રિલની ૧૧ તારીખે તેનું અવસાન થયેલું.

XXXX

જેને વણેલું સાવ સુતરાઉ જેવું કાપડ કે એવી ચીજને જીન્સ કહેવામાં આવે છે. ‘લેવી સ્ટ્રાઉસ’ મૂળ તો બવેરિયાનો પણ એ અમેરિકન વીઝા અને પાસપોર્ટ મેળવી અમેરિકામાં જઈ વસ્યો, પણ એ પોતાની સાથે આવા કપડાંની કેટલીક ગાંસડીઓ લઈ ગયેલો.

આ ભાઈશ્રી લેવીનો એવો વિચાર હતો કે પોતે આ કાપડમાંથી તંબૂઓ કે રેલવેના વેગન્સને ઢાંકવા માટે શીટ્સ બનાવી કંઈક કમાણી કરશે, પરંતુ અમેરિકામાં દાખલ થયા પછી એને ખબર પડી કે, પોતાની અગાઉ જે લોકો આવી વસ્યા હતા તેઓ પણ આવો જ વિચાર લઈને આવ્યા હતા. ઈ.સ. ૧૮૫૦માં અમેરિકામાં આવેલા તમામ બેવેરિયન્સ આવા જ વિચારથી આવ્યા હતા.

પણ જેનું નસીબ કે કિસ્મત ખૂલી જવાનું હોય એના ભાગ્યની આડે હિમાલય હોય તો ય ખસી જાય છે ! ને ભાઈ, અલ્લામીયાં, જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ ! અમેરિકાની સોનાની ખાણોમાં કામ કરનારા કામદારોએ આ લેવીભાઈને ફરિયાદ કરી કે, તેઓ જ્યારે ખાણમાં કામ કરે છે ત્યારે એમના સામાન્ય ટ્રાઉઝર્સ-પાટલૂનો ઝડપથી ફાટી જાય છે.

આથી લેવીભાઈએ ‘મૂક તંબૂને ઉપાડ પાટલૂન’ જેવો ન્યાય અપનાવ્યો. એણે પોતાની ગાંસડીઓ સાથે લાવેલ કાપડમાંથી ટ્રાઉઝર્સ બનાવ્યા અને જોયું કે, આવા પાટલૂનો ઘસાઈ જતા નથી. ચમત્કાર થયો ! લેવી-ભાઈના ટ્રાઉઝર્સ લોકપ્રિય બની ગયા.

ત્યાર પછી સોનાની ખાણોના માલિકો લેવીભાઈના આ જીન્સ ને લુહાર પાસે લઈ ગયા અને લુહારોને આવા જીન્સ પર ધાતુકીય કીલકો જડી આપવાનું કહ્યું, કારણ કે, આવા ધાતુકીય બકલ્સ વગર ટ્રાઉઝર્સના ખીસ્સાઓ પૂરતા મજબૂત લાગતા ન હતા. લુહારોએ નમૂનાના બકલ્સ તૈયાર કરી આપ્યા. એ પછી આ પ્રેરણા, આ વિચારને મેના ૧૮૭૩માં રજિસ્ટર કરાવી એની પેટન્ટ મેળવાઈ જે આજે પણ ચાલુ જ છે.

XXXX

બેટરી ન જોઈ હોય એવો એક પણ માણસ ગોતવો મુશ્કેલ છે. બાળક પણ બેટરી વિશે જાણે છે. ઈ.સ.૧૭૮૦નું ઈસુનું વરસ અને રાષ્ટ્રનું નામ ઈટાલી. પ્રોફેસરનું નામ લુઈગી ગાલ્વાની. એમનો વ્યવસાય અને રસનો વિષય ઔષધશાસ્ત્ર. સ્થળ એમનું ઘર અને સાથીદાર હતી એમની પત્ની. પ્રોફેસર લુઈગીની પત્ની ડૉક્ટરો સર્જરી કરતી વખતે જે છૂરી વાપરે છે તેનાથી દેડકાંઓની ચામડી ઉતારી રહી હતી.

ઘણાં બધાં દેડકાંઓ ડ્રાંઉ-ડ્રાંઉં કરતા હતા, પણ એ બધા દેડકાંઓ એક ઝીન્ક ધાતુની પ્લેટ પર હતાં. એમની પત્નીએ જ્યારે છૂરી હાથમાંથી મૂકી દીધી ત્યારે એ છૂરી દેડકાંના પગ પર પડી; એ જ સમયે દેડકાંએ બળપૂર્વક ઝાટકો ખાધો. એ પછી ઘણાં પ્રયોગોને અંતે ગાલ્વાનીએ નક્કી કર્યું કે પોતે દેડકાંના પગના સ્નાયુઓમાં રહેલી વિદ્યુતને શોધી કાઢી છે કારણ કે દેડકાંઓ જ્યારે કોઈ બે વિભિન્ન ધાતુઓને અડકે છે, એક જ સાથે બે વિભિન્ન ધાતુઓને અડે છે ત્યારે તેઓ હંમેશાં ઝાટકાઓ ખાય છે.

પરંતુ ઈ.સ. ૧૮૦૦માં એક અન્ય ઈટાલીયન નામે એલેસાન્ડ્રો વૉલ્ટાએ નક્કી કર્યું કે ગાલ્વાની ખોટો છે. એણે વિચાર્યું કે વિદ્યુત ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે ધાતુઓ પરસ્પરને સ્પર્શે છે. વિદ્યુત તો ધાતુઓમાં પોતાનામાં જ હતી, નહીં કે દેડકાંના પગમાં. વૉલ્ટાએ ત્યાર પછી વિભિન્ન ધાતુઓનો ઉપયોગ કરી ઘણાં પ્રયોગો કર્યા અને અન્તતઃ આવિષ્કાર મેળવ્યો. કોપર (તાંબુ) અને ઝીંક (જસત)ના અંબારોની થાળીઓ (discs) સાથે કાર્ડબૉર્ડ (પૂંઠા)ની ગર્તિકાઓ આ બધાંને નમકના પાણીમાં ભીંજવી તેમને અલગ અલગ રાખી, એમની આર્દ્રતા-ભીનાશને જાળવી, એમની વચ્ચે સુયોગ્ય સંબંધ સ્થાપ્યો. કામ બની ગયું.

વિશ્વની સૌથી પ્રથમ વિદ્યુત બેટરીનો આવિષ્કાર થયો. ઈ.સ. ૧૮૦૧માં ફ્રાન્સના મહાન નેપોલિયને વૉલ્ટાને આદર સાથે તેડાવ્યો કે જેથી વૉલ્ટા એની અનન્ય, સિમાચિહ્ન સમાન વિદ્યુત ઉત્પન્ન કરનારી પદ્ધતિનું પ્રદર્શન કરી શકે. કારણ કે એ દ્વારા બધાં સારી રીતે જાણી શકે કે કોઈ પણ સ્થળે, કોઈ પણ માણસ ઉત્પન્ન કરી શકે અને જેથી વિશ્વમાં પ્રથમ વખત જ વિદ્યુતને કોઈ પણ માણસ ઊંચકીને લઈ જઈ શકે.

XXXX

વિશ્વમાં સૌથી વધુ વેચાતી અને ઉપયોગમાં લેવાતી ચીજ હોય તો તે બોલપેન હશે. બોલપેનથી રચના તો જાણીતી છે. બોલપેનની શોધ લેઝલી બિરોએ કરેલી. બિરોનું નામ બોલપેનના શોધક તરીકે જાણીતું છે. તેણે કાર માટે ઓટોમેટિક ગિયરબોક્સની શોધ પણ કરેલી.

બિરો કોઈ મોટો વિજ્ઞાની નહોતો પરંતુ બોલપેન જેવી અગત્યની અને મહત્વની શોધ માટે વિશ્વભરમાં આદરને પાત્ર બનેલો. લેઝલી બિરોનો જન્મ
ઇ.સ. ૧૮૯૯ના સપ્ટેમ્બરની ૨૯ તારીખે હંગેરીના બુડાપેસ્ટમાં થયો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી તે એક સ્થાનિક અખબારમાં પત્રકાર તરીકે જોડાયેલો. તે જમાનામાં લખવા માટે ફાઉન્ટન પેન વપરાતી તેમાં વારંવાર શાહી ભરવી પડતી અને લખ્યા પછી સૂકાવાની રાહ જોવી પડતી બિરોએ આ ઝંઝટમાંથી છૂટકારો મેળવવા તેના રસાયણશાસ્ત્રી ભાઈ જ્યોર્જ બિરોની મદદથી ઝડપથી સૂકાઈ જાય તેવી ઘટ્ટ શાહી શોધી કાઢી.

ઘટ્ટ શાહી દ્વારા લખવા માટે બોલ પોઇન્ટ વાળી બોલપેન ઇ.સ. ૧૯૩૮માં બનાવી. બિરોએ તેની પેટન્ટ મેળવી ઉત્પાદન શરૂ કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનને સૈનિકો માટે આ પેન ખૂબ જ ઉપયોગી બની. બોલપેન ટૂંકા સમયમાં જ વિશ્વપ્રસિદ્ધ બની ગઈ. શાહી દ્વારા લખવા માટે બોલ પોઇન્ટ વાળી બોલપેન ઇ.સ. ૧૯૩૮માં બનાવી. બિરોએ તેની પેટન્ટ મેળવી ઉત્પાદન શરૃ કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનને સૈનિકો માટે આ પેન ખૂબ જ ઉપયોગી બની. બોલપેન ટૂંકા સમયમાં જ વિશ્વપ્રસિદ્ધ બની ગઈ. તે જમાનામાં તેને લોકો 'બિરો'ના નામે જ ઓળખતા

ઈ.સ. ૧૯૪૩માં બંને ભાઈઓ આર્જેન્ટિનામાં સ્થાયી થયા અને બોલપેનનું વધુ ઉત્પાદન શરૂ કર્યું. જોતજોતામાં બોલપેન વિશ્વનું એક ઉપયોગી સાધન બની ગઈ. ઈ.સ. ૧૯૮૫ના ઓક્ટોબરની ૨૪ તારીખે લેઝલી બિરોનું અવસાન થયેલું.


XXXX

એસકૅલૅટર – ચાલતી સીડી. ‘ચાલતી સોપાન સીડી’નો આવિષ્કાર, ૧૮૯૨ માં ન્યૂયૉર્કના જેસે રેનોએ મેળવ્યો હતો અને એનો પ્રથમ ઉપયોગ ‘કોની આઈલૅન્ડ’ – કોની ટાપુ પર, એક પોતઘાટ પર કરવામાં આવ્યો હતો.

અમેરિકન નાગરિકોના મનોરંજન માટે ૧૮૯૬માં આ ચાલતી સીડી મૂકવામાં આવી હતી. એ એક વાહક પટ્ટો હતો, જે લાકડાની પટ્ટીઓનો બનેલો હતો. એને ‘Rano Inclind Elevator’ નામ આપવામાં આવ્યું હતું.

એ પછી એક અન્ય અમેરિકન ‘ચાર્લ્સ વ્હીલર’ આ જ વરસે એસકૅલૅટરનો આવિષ્કાર મેળવ્યો, જેને સપાટ સોપાનો હતાં, આધુનિક છે બસ, એમ જ. ઈ.સ. ૧૮૯૮માં ચાર્લ્સ સીલર્ઝર દ્વારા એમાં સુધારાઓ કરવામાં આવ્યા કારણ કે વ્હીલરના મૂળભૂત એસકૅલૅટર કદાપી બંધાયા ન હતા અને પછી ઑટીસ ઈલીવેટર કંપનીની નજરે અચાનક આ એસકૅલૅટર પડ્યું અને એનો શક્ય તેટલો લાભ ઉઠાવવા ૧૮૯૯માં એનું ઉત્પાદન શરૂ કર્યું.

XXXX

આલ્ફ્રેડ બિનેટનો જન્મ ફાન્સમાં નાઈસ શહેરમાં ઇ.સ. ૧૮૫૭ ના જુલાઈની ૮ તારીખે થયો હતો.તેના બાળપણ દરમિયાન જ માતા પિતાએ છૂટાછેડા લીધાં હતા. બિનેટનો ઉછેર તેની માતાએ કર્યો હતો.

સ્થાનિક લૂઈસ ગ્રાન્ડ સ્કૂલમાં તેણે માધ્યમિક અભ્યાસ કર્યો હતો. શાળામાં તે બુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે જાણીતો હતો. સાહિત્ય અને અનુવાદની હરીફાઈઓમાં તેને ઘણાં ઇનામ મળેલા, બિનટને કાયદા અને તબીબી વિજ્ઞાનનો શોખ હતો. ભણવા માટે તેણે કાયદાનો અભ્યાસ કર્યો અને ડિગ્રી મેળવી પણ કારકિર્દીમાં મનોવિજ્ઞાન ક્ષેત્ર પસંદ કર્યું.

વિધાર્થીઓમાં અભ્યાસની ગ્રહણશક્તિ, નોકરીમાં માણસની ક્ષમતા, કોઈ પ્રદેશના લોકો કે સમૂહનો. બુદ્ધિમતાના કે અન્ય ક્ષેત્રોમાં માણસની બૌદ્ધિકક્ષમતા જાણવા માટે આ ટેસ્ટ વપરાય છે. ટેસ્ટમાં ક્યારેક ચિત્રો દર્શાવીને, ઉખાણાં કે પઝલ્સ પૂછીને , સામાન્ય જ્ઞાન, શબ્દભંડોળ ગણિતના ઉખાણા વગેરેના સવાલ કરી તેનું વિશ્લેષણ કરી બુદ્ધિમતાના આંક દર્શાવાય છે. ઘણા વિજ્ઞાનીઓએ પોતપોતાની પધ્ધતિઓ વિકસાવી છે. પરંતુ બુદ્ધિમત્તાના આંકની પ્રથમ શોધ આલ્ફ્રેડ બિને અને થિયોડોર સિમોન નામના વિજ્ઞાનિઓએ કરેલી તેને આલ્ફ્રેડ સિમોન ઇન્ટેલિજન્ટ ટેસ્ટ કહે છે. બિને મનોવિજ્ઞાની હતો તેણે શાળાના વિદ્યાર્થીઓની ગ્રહણક્ષમતા માટે આ પધ્ધતિ વિકસાવેલી.

ઇ.સ . ૧૮૮૪માં તેણે લગ્ન કર્યા. તેને બે બાળકીઓ હતી. બિનેટે તેની પુત્રીઓનાં વર્તન, સમજદારી વિગેરેનો ઊંડો અભ્યાસ કરી બાળમાનસ અંગે ઘણાં સંશોધનો કર્યાં. ઇ.સ.૧૮૯૪માં સોર્બોન લેબેરેટરીના વડા તરીકે તેને નિમણુક મળી.

સરકારે પણ તેના સંશોધનોમાં ઘણી મદદ કરી. ફાન્સ સરકારના શિક્ષણથી વંચિત રહેતા બાળકોના પંચમાં તેની નિમણૂક થઈ. આ દરમિયાન તેણે સિમોનની મદદથી બાળકોની ભણવાની ક્ષમતાની કસોટી માટે પધ્ધતિ વિકસાવી અને બુદ્ધિમતાના આંક જાણવાની પધ્ધતિનો પાયો નાખ્યો. સિમોને માણસના વર્તન અંગે અભ્યાસ અને સંશોધનો કર્યા હતા. ફાન્સના પ્રખ્યાત બિબિલિઓ થિક ડી ફાન્સમાં તેને મનોવિજ્ઞાનના સંશોધનો કરવાની મંજૂરી મળી. ઇ.સ. ૧૯૧૧ ના ઓકટોબરની ૧૮ તારીખે તેનું અવસાન થયું હતું.

XXXX

ઈન્સ્ટન્ટ કૉફી અર્થાત તત્કાળ તૈયાર થતી કૉફી. કોઈ જાણતું નથી કે કૉફીની શોધ કોણે કરી. કહેવાય છે કે એક ઈથોપિયન ભરવાડ એટલે કે બકરા-બકરી ચારનાર, જેનું નામ કાલ્ડી હતું; એણે આશરે ઈ.સ. ૮૫૦માં કૉફી શોધી કાઢી હતી. આ ભરવાડે જોયું કે પોતાના બકરા-બકરી એક ચોક્કસ ઝાડીમાંથી જ્યારે અમુક સરસ ફળો-દાણાંઓ ખાય છે ત્યારે તાજા-માજા રહે છે. પછી ૧૮૪૦માં, કૉફીના સત્વમાંથી એનું પ્રવાહી સ્વરૂપ રજૂ થયું, પરંતુ પાવડરના રૂપમાં સર્વપ્રથમ કૉફી રજૂ કરી ‘સટોરી કાટો’એ, જે એક જાપાનીઝ રસાયણવિદ હતો. એણે ૧૯૦૧માં, અમેરિકામાં રહી કૉફીનો પાવડર બનાવી જનતાને ચરણે ધર્યો. એ પછીના પાંચ વરસે, વૉશિંગ્ટન નામના એક અમેરિકન રસાયણવિદે ‘Refined Soluble Coffee’ વિશુદ્ધ થયેલી, ઓગળી જતી કૉફી રજૂ કરી અને પ્રથમ વિશ્વ યુદ્ધમાં અમેરિકન લશ્કરી દળોએ આ કૉફીનો ઉપયોગ ખૂબ કર્યો.

આધુનિક, એક ક્ષણમાં જ તૈયાર થઈ જતી કૉફી, જો કે સ્વિટ્ઝરલૅન્ડની નેસલે (Nestle) કંપનીએ ૧૯૩૩માં રજૂ કરી અને એને ‘nescafe’ (નેસકૉફે) નામ આપ્યું, પરંતુ નેસલે કંપનીને આ વિચાર, આ યુક્તિ બતાવી હતી ‘બ્રાઝીલિયન ઈન્સ્ટિટૂટ ઑફ કૉફી’એ. આ ઈન્સ્ટીટ્યૂટે ૧૯૩૦માં કૉફીના બિયાંને ઓગળી જતા પાવડરના રૂપમાં ફેરવી નાખવાનું સૂચન નેસલેને કર્યું હતું. એને નેસલે કંપનીએ આ પ્રક્રિયાને પાર પાડવામાં આઠ વરસનો સમય લાગ્યો હતો.

XXXX

મોટરની સાથે પેટ્રોલ પમ્પને કોઈ નાત-જાતનો વહેવાર નથી હોં ભાઈ ! યુ.એસ.એના ઈન્ડિયાનાના એક ભાઈ સલ્યાનસ બોઉસેરે શોધી કાઢ્યું કે, કેરોસીનના બેરલ્સ કે જે જેક ગમ્ફરની દુકાનની નજીક ઊભા કરાયા છે એ પીપડાં લીક થવાથી જેકની દુકાનમાં રહેલ બટનમાં વાસ-સુવાસ કે દુર્ગંધ ઉત્પન્ન કરે છે. આમ થવાથી બોઉસેરે એક પમ્પનો આવિષ્કાર મેળવ્યો અને કેરોસીનનું લીકેજ ટાળ્યું. આ કેરોસીન ત્યારે દીપક બાળવાના-સળગાવવાના કામમાં આવતું હતું. ભારતમાં જેમ ગામડાંઓમાં આજે પણ કેરોસીનના દીવાઓ અને ફાનસો જોવા મળે છે એમ જ. એ પછી આ ભાઈ૧૮૮૫માં લીક પ્રૂફ ટાંકી લઈને આગળ આવ્યા.

એક outlet pipe સાથે એક પીસ્ટન. આ પીસ્ટન જ્યારે પમ્પીંગ કરે ત્યારે ચોક્કસ રીતે એક જ ગેલન પ્રવાહી આપી શકે. બાઉસેરનો સર્વપ્રથમ પમ્પ ખાસ કરીને પેટ્રોલની સાથે તો ૧૯૦૫પછી જ જોડાયો. બાઉસેરનો સર્વપ્રથમ પમ્પ પેટ્રોલ સાથે જોડાયો ત્યારે આ પમ્પ દ્વારા કેટલું પેટ્રોલ ચોક્કસ માપ પ્રમાણે જ બહાર કાઢવું એ કામની શરૂઆત ૧૯૨૫થી શરૂ થઈ. અને ૧૯૩૨માં, ચોક્કસ પેટ્રોલના આંકડાઓ અને પેટ્રોલનું ચોક્કસ મૂલ્ય બતાવવાની પદ્ધતિ દાખલ થઈ.

અવકાશી પદાર્થોની અથડામણ વિશે બહુ ઓછા વિજ્ઞાનીએ સંશોધનો કર્યા છે. પૃથ્વી પર ઉલ્કા પડવાથી પડેલા ખાડાઓની શોધ સૌપ્રથમ જીન શૂમેકરે કરેલી. અવકાશી અથડામણોનું આગવું વિજ્ઞાન શૂમેકરે ઊભું કર્યું હતું.

અવકાશના સુવ્યવસ્થિત અભ્યાસનો તે પ્રણેતા હતો. તેણે લગભગ ૩૦ જેટલા ધૂમકેતુની શોધ કરી હતી. યુજીન મર્લ શૂમેકરનો જન્મ અમેરિકાના લોસ એન્જેલસમાં ઈ.સ. ૧૯૨૮ના એપ્રિલની ૨૮ તારીખે થયો હતો. તેના માતાપિતા શિક્ષક હતા. શૂમેકરને બાળપણથી જ ખડકો અને ખનીજોના અભ્યાસમાં રસ હતો.

XXXX


૧૬ વર્ષની વયે તે ગ્રેજ્યુએટ થયો હતો. ત્યારબાદ કેલિફોર્નિયા ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં માસ્ટરની ડિગ્રી મેળવી શિક્ષકની કારકિર્દી શરૃ કરી હતી. તેના ઘણા વિદ્યાર્થીઓ તેનાથી મોટી વયના હતા. શૂમેકર ૩૨ વર્ષની ઉંમરે પીએચડી થયો હતો. બેરિંગ્ટન ક્રેટર પૃથ્વી પર પડેલી ઉલ્કાને કારણે પડેલો ખાડો હતો તે અંગેના સંશોધનો તેના મુખ્ય વિષય હતા. ખાડામાંથી મળેલા ખડકોનો ઊંડો અભ્યાસ કરીને તેણે આ શોધ કરી હતી. તે જમાનામાં પૃથ્વી પર અવકાશી પદાર્થ પછડાય તેવી વાત કોઈ માનવા તૈયાર નહોતું.

ઈ.સ. ૧૯૬૧માં શૂમેકરે અમેરિકાની જીઓલોજિકલ સર્વેના અવકાશ સંશોધન વિભાગમાં કારકિર્દી શરૂ કરી. તે સમયે એપોલો યાનને ચંદ્ર તરફ મોકલવાની તૈયારી થતી હતી.

શૂમેકરને ચંદ્ર પરના ખડકોનો અભ્યાસ કરવાનું કામ સોંપાયું હતું. આ ક્ષેત્રનો તે પ્રથમ ડાયરેક્ટર બન્યો. તેને ચંદ્ર પર જવાની ઈચ્છા હતી પરંતુ તેને એડિસન રોગ થયો હતો તેથી જઈ શક્યો નહી. તેણે ચંદ્ર મિશનમાં મહત્ત્વની કામગીરી બજાવેલી ત્યારબાદ તેણે અનેક ધૂમકેતુઓની શોધ કરી. તેણે શોધેલો લેવી શૂમેકર ધૂમકેતૂ જાણીતો છે. અવકાશ સંશોધન ક્ષેત્રે યોગદાન બદલ શૂમેકરને અનેક સન્માનો મળેલા. ઈ.સ. ૧૯૯૭માં ઓસ્ટ્રેલિયામાં કાર અકસ્માતમાં તેનું અવસાન થયું હતું. તેની છેલ્લી ઇચ્છા મુજબ તેના અસ્થિ ચંદ્ર ઉપર મોકલાયા હતાં.