પ્રેમ એટલે બલિદાન Anamika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ એટલે બલિદાન

તો વાત છે આ ગુજરાતનાં એક શહેર રાજકોટની. આમ તો તેને રંગીલું રાજકોટ કહેવાય છે કેમ કે ત્યાં નાં માણસો એવાં છે. એવો જ ખુશમિજાજી યુવાન હતો અલય. આમ તે બહુ સીધો હતો પણ તેને સપનાં જોવા ગમતાં. એવું નહોતું કે તે ખાલી સપનાં જ જોતો પરંતુ તેને પૂરા કરવા મહેનત પણ કરતો. અને એનાં જ પરિણામે અત્યારે એ જામનગરની પ્રખ્યાત મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરંતુ હા આ મહેનતુ અલય નું દિલ કોઈક ચોરી ગયું હતું. તે હતી તેની સામે રહેતી આકાંક્ષા. પરી જેવી સુંદર હતી અને સંસ્કારી પણ. અલય ક્યારેક બબડી લેતો કે આકાંક્ષા તું તો શાપિત અપ્સરા લાગે છે.

જો કે અલય અને આકાંક્ષા નાનપણથી જોડે જ રહ્યા હતા અને બચપણ ની દોસ્તી એ અલય નાં મનમાં પ્રેમ નો કુમળો છોડ ઊગાવ્યો હતો. જો કે આ વાત ની ખબર કોઈને નહોતી આકાંક્ષા ને ય નહિ સિવાય કે અલય નો નાનો ભાઈ આરવ. તે આકાંક્ષા ને અલય ની સામે ભાભી જ કહેતો. અલય ના નસીબે આકાંક્ષા પણ એની જ કોલેજમાં ભણતી હતી. આરવ એ એને બહુ સમજાવ્યો કે દિલ ની વાત કરી દે પણ અલય ની હિંમત નહોતી થતી. અલય નાં રૂમની બાલ્કની માંથી આકાંક્ષા નો રૂમ દેખાતો હતો. તે રોજ ત્યાં રાતે બેસી જાણે આકાંક્ષા બાજુમાં જ હોય તે રીતે વાતો કરતો રહેતો. અને મમ્મી જમવા માટે બોલાવે ત્યારે તેના રૂમ તરફ નજર કરી લેતો જાણે પરવાનગી માગતો હોય. આરવ ને બધું ખબર હતી.

ત્રણ વરસ વીતી ગયાં હતાં હવે આ છેલ્લું વર્ષ કેમ કે પછી નું વર્ષ તો ઇન્ટર્નશિપ માટે હતું. આ વખતે અલય એ નક્કી કરી લીધું હતું કે તે આકાંક્ષા ને પ્રપોઝ કરીને પોતાના દિલની વાત કરી દેશે. વેલેન્ટાઇન ડે નાં દિવસે એણે બધું પ્લાન કરી રાખ્યું. સંજોગથી તેે જ દિવસે અલય નો જન્મદિવસ હતો. આકાંક્ષા સવાર નું માથું ખાતી હતી કે બોલ તારે ગિફ્ટ માં શું જોઈએ ? આ જાણે રિવાજ હતો કે બેય એકબીજાને પૂછીને મનગમતી ગિફ્ટ આપતા હતાં.

તે દિવસે અલય જલ્દી કોલેજ પહોંચી ગયો અને દોસ્તો જોડે બધું નક્કી કરકરી લીધું. આકાંક્ષા આવતી દેખાય તો ક્લાસ નો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. તેને થયું પણ ખરાં કે અજીબ વાત છે.તો ય દરવાજો હડસેલી તે અંદર ગઈ. તો તેનાં દોસ્ત એ તેને ત્યાં જ રોકી. તે બોલ્યો કે, "આજે તને કોઈક કાંઈક કહેવા માગે છે. તું ત્યાં જ ઊભી રહી સાંભળ. " અને તે ખસી ગયો. તેની પાછળ તેનો બીજો દોસ્ત ઊભો હતો. હવે એ બોલ્યો, "તું એને બહુ સારી રીતે ઓળખે છે. " તે ય ખસી ગયો. તેની પાછળ ઊભેલો હવે બોલ્યો, " એ તારો બચપણ નો દોસ્ત છે. " તે ય ખસી ગયો. પાછળ ઊભેલો ચોથો દોસ્ત હવે બોલ્યો, "પરંતુ એ તને બહુ પ્રેમ કરે છે અને આજે હિંમત કરી છે. બહુ ખુશ રાખશે તને. એને ના ન પાડતી" અને એની પાછળ ઊભેલો હતો અલય !

તે આગળ આવ્યો અને કહ્યું, "આકાંક્ષા, તું મને તારા હમસફર તરીકે કબૂલ કરીશ ? " આકાંક્ષા બોલી, "બસ આટલું જ ? તો પછી મારી સાથે રાતે વાત કોણ કરતું ? જમવા નાં સમયે મારી પરવાનગી કોણ માંગતું? નવરાં પડતા જ પોતાની બાલ્કની માંથી કોણ મને જોતું? " અલય આશ્ચર્યચકિત થઈ ગયો. આકાંક્ષા ને આ બધી ક્યાંથી ખબર? ત્યાં જ આરવ આવ્યો અને એણે કહ્યું, "આકાંક્ષાભાભી, મારાં ભાઈ ને હેરાન ના કરો. " ને અલય સમજી ગયો કે આ કરતૂત તો આરવ નાં જ હોય.

આકાંક્ષા એ કહ્યું, "અલય, તું અને તારો પ્રેમ મને કબૂલ છે. " અને એ સાથે જ પંખો ચાલુ કરવામાં આવ્યો જેના પર ગુલાબ ની પાંખડીઓ નંખાઇ હતી અને નીચે આ બંને ઊભા હતાં. બંને નો પરિવાર આ સંબંધ થી ખુશ હતો. બધું બરાબર હતું પરંતુ એક દિવસ ન બનવાનું બની ગયું. તે દિવસે સાંજે બંને એ બહાર જવાનું નક્કી કર્યું. તો અલય આજે બહુ રોમેન્ટિક મૂડ માં હતો . તેણે કહ્યું કે આકાંક્ષા તું ત્યાં પહોંચ, હું તારાં માટે ગુલાબ લઇ હમણાં આવ્યો.

પરંતુ.... અલય ગયાં પછી પાછો ફર્યો નહિ. રોડ ક્રોસ કરતી વેળાએ એક ખટારો તેનો કાળ બની ત્રાટક્યો. અલય ઊછળી ને પડ્યો અને અનંત ની વાટ પકડી ગયો. અને આકાંક્ષા ? જ્યારે તેને આ ખબર પડી ત્યારે બહુ રડી, બહુ ફરિયાદ કરી. પરંતુ સમય બધાં ઘા ભરી દે છે. તે એક દિવસ અલય નાં ઘરે જઇ પહોંચી અને કહ્યું, "આંટી, આજથી હું અલય નાં રૂમ માં રહીશ. ભલે અમે પતિ પત્ની નહોતાં પરંતુ અમારી આત્મા નાં લગ્ન થયાં હતાં અને હું અલય ની પાછળ વિધવા તરીકે મારું જીવન વિતાવવા માંગું છું. આજ થી હું તમારાં ઘરની પુત્રવધૂ છું. "

(સત્યઘટના. નામ અને સ્થળ બદલ્યા છે.)