મારી ડાયરીનું એક પાનું - ૩ Well Wisher Women દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ડાયરીનું એક પાનું - ૩


'' મારી ડાયરીનું એક પાનું ભાગ-૩''

[૧]

તૂફાં મે મેરી કસ્તી....
બચાએ કૌન હસ્તી. ....

આજ તુજે મુજકો બચાના પડેગા...."
બાબા " તુ જે મેરે પાસ આના પડેગા......

કેટલાક પ્રસંગો એવા બનતા હોય છે જીવન માં કે આપણો આપણા ઈષ્ટદેવ પ્રત્યે નો વિશ્વાસ વધારી દેતા હોય છે.
અને આપણ ને યકીન થઇ જતું હોય છે કે કંઈક તો એવું તત્વ છે જે સતત તમારી સાથે હોય છે. ..
હું પણ આજે મારી જીંદગી ના એક એવા દિવસ ની વાત અહીંયા સહુ ની સમક્ષ મૂકવા માગું છું.
આ વાત છે આજ થી સાત વર્ષ પહેલા ની,...


૧૧/૧૦ /૨૦૦૯

સમય: ૧૨:૩૦


કેટલો ભયાનક દિવસ !!!
આજે પણ હું જ્યારે એ ઘટના વિશે વિચારું છું તો રુંવાટા ઉભા થઈ જાય છે અને મારી પેન ત્યાં જ stop થઈ જાય છે.

છતાંય હું થોડી મક્કમ થઈ ને બધા સાથે શેર જરૂર કરીશ.

હું મારા પતિ જયદીપ અને દીકરો સુજલ લાતૂર થી અમદાવાદ આવી રહ્યા હતા. ..મારા પુત્ર ની પહેલી બર્થડે હતી બીજા દિવસે. ...અને અમદાવાદ બધા સાથે સેલીબ્રેટ કરવાની તૈયારી માં ખુશ ખુશાલ મુડ માં અમે અમદાવાદ તરફ વધી રહ્યા હતા.
રસ્તા માં શેરડી આવ્યુ. ..મને સાંઈબાબા માં અખૂટ શ્રધ્ધા..! તો ત્યા દર્શન કર્યા. એટલા સરસ દર્શન થયા...!! પહેલી વાર મેં સાંઇધામ ના દર્શન કરેલા. .ખૂબજ ભાવુક થઈ ગઈ હતી. .કારણ કે મને સાંઇબાબા મા ખૂબજ શ્રધ્ધા. ..
આંખો માં હર્ષાશ્રૃ આવી ગયા


દર્શન કર્યા બાદ મારા પતિએ એ એક મોટો હાર લીધેલો જે અમે અમારી કાર ના બૉનેટ પર એ રીતે લગાવ્યો કે જેથી બૉનેટ અને બમ્પર પર લટકી રહે. ...છેછેછે.....કકક ...આ છેડે થી પેલે છેડે. ..
આમ આ બધી વિધિ પતાવી ને અમે લોકો ત્યાંથી નિકળ્યા. ...લગભગ આઠ વાગી ગયા હતા રાત ના....
રસ્તામાં જમ્યા. ..8:45 લગભગ નીકળ્યા ત્યાંથી જમી ને. ..
મેં મારા પતિને ને કહ્યુ બી ખરું કે "આગળ સાપુતારા ના રોડ પર રાતના સમયે નિકળવું થોડુંક જોખમી છે" એટલે સંભાળી ને નહીતો ક્યાંક રાત ના રોકાઈ જઈએ.
પણ તે ના માન્યા. કહે, ના,સવાર સુધી પહોંચી જવુ છે ઘરે.

બસ પછી ત્યાંથી અમે નિકળ્યા. ..સાંઇબાબા નું નામ લઇ ને. ..બરાબર સાપુતારા ની મધ્ય માં આવ્યા. .
ખૂબ જ ભયાનક વાતાવરણ. ....
કોઈ જ માણસ ના દેખાય ....આદિવાસી એરિયા. .કોઈ "કાર"બી ના આવે રસ્તા માં.ખાલી ટ્રક જ આવે મોટા મોટા. .
કયાંય ગાડી ઊભી રાખી ને લઘુશંકા કરવા માટે જવુ હોય તો પણ પચાસ વાર વિચારવું પડે એવો માહોલ. ...
વળી એ એક આદિવાસી એરિયા હતો ત્યા ઘણું બધુ બનતું બી ખરી. .રાતના સમયે. .ચોરી, લૂંટફાટ. .વગેરે. ...
એક ડરામણી રાત હતી મારા માટે તો. ..બરાબર રાત્રે ૧૨:૨૦ થઈ મેં સુજલ ને ફીડીંગ કરાવ્યુ અને એ મારા ખોળામાં જ સૂતો હતો..
હું એને લઇને આગળ જ બેઠી હતી....મેં એવુ વિચાર્યુ લાવ એને પાછળ ખાલી સીટ છે તો ત્યાં જ સૂવડાવી દઉ..મેં ચાલુ ગાડી માં જ બાર ને ઓગણત્રીસે એને પાછળ સૂવડાવ્યો. ...હજી તો પાછળ સૂવડાવી ને આગળ ફરવા જાઉ છું ત્યાં તો એક મોટો ધડાઆઆઆઆઆમમ લઈ ને અવાજ આવ્યો, કંઇજ વિચારું એ પહેલા તો આગળ નો આખો કાચ તૂટી ને અમારી ઉપર. ....
સુજલ નો એકજ વાર ધીમો રડવાનો અવાજ આવ્યો અને બંધ થઈ ગયો. .....
શુ બન્યું. ... ? શું કરવુ. ..? કંઇજ ખબર ના પડે સુન્ન થઈ ગયું મગજ ..એવુ થાય કે આ સ્વપ્ન છે પણ એ હકીકત હતી ,
હું સમજી ગઇ કે સાપુતારા ના ભયંકર વળાંક પર એક મોટા ટ્રક સાથે અમારી ગાડી અથડાઈ ચૂકી હતી. ....
સાપુતારા ની નિરવ શાંતિ ને મારી ચીસો. ..સુજલ ના રુદન અને જયદીપ ની કંઇ જ ના કરી શકવા ની લાચારી ભર્યા રડવા ના અવાજે ભંગ કરી દીધી હતી. ..
આ સમગ્ર ઘટના દરમિયાન ત્યાં ઘોર અંધારુ. ..કંઇ કેતા કંઇજ ના દેખાય
હવે વિચારો કરવાનો અવકાશ જ નહોતો. ...હું હિંમત કરી ને બહાર નીકળી પાછળ થી સુજલ ને બહાર નિકાળ્યો. ...એનું રડવાનું સંપૂર્ણ બંધ થઇ ગયું હતું. ..અને હલવા નું પણ. ....કપાળ માં વાગ્યું હતું એને. ...
કોઈ જ પ્રકારની મદદ ત્યાં અશક્ય હતી. ..
ડ્રાઈવર સાઇડ નો દરવાજો દબાઈ ગયો હતો સંપૂર્ણ.જયદીપ બીજી સાઈડ થી બહાર નિક્ળ્યા. .
અમે બંનેએ એ જોયું જ નહી કે અમને શુ અને કયા વાગ્યું છે બસ સુજલ ને ઢંઢોળી રહ્યા હતા. ..રડાવા માટે કોઈ જાત નુ હલન ચલન કરાવા માટે. ...
જો કે મને છાતી ના ભાગે કાચ વાગ્યા હતા.જયદીપ ને પણ ખાસ્સી ઇજાઓ થઇ હતી. ..ને વળી વરસાદ પણ ચાલુ થયો....

જે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો એ ટ્રક માં બે જણ હતા અને એ લોકો નીચે ઉતર્યા. ..એમાંથી એક જણ જયદીપ સાથે જીભાજોડી કરી રહ્યો હતો. ..ત્યારે જે બીજો હતો એ હું જયાં ઉભી હતી ત્યાં આવી પહોંચ્યો અને મારા ગાલે અને માથા પર હાથ ફેરવવા લાગ્યો.એ દારૂડિયો જેમ જેમ હું પાછી જાઉ એમ એ વધુ નજીક આવતો જાય. .હું એનો સ્પર્શ પામી ગઈ હતી...મેં ચીસ પાડી ને જયદીપ નું ધ્યાન દોર્યુ ...કીધુ ગાડી માં બેસો એની સાથે અત્યારે ઝઞડવા નો કોઇ જ મતલબ નથી. ..તરત જ એ ગાડી મા બેઠા. .ઓલા ટ્રકવાળા જતા રહ્યા. ...
ગાડી માં બેઠા બાદ ગાડી સ્ટાર્ટ કરવાના ખૂબજ પ્રયત્નો કર્યા. .વળી ત્યાં કોઈ જ નેટવર્ક ના આવે બંને ફોન બંધ. .
સુજલ એમ જ પડી રહ્યો હતો સૂન્ન.....
હવે અહીંયા થી અમારી શ્રધ્ધા અને ભગવાનની સાક્ષાત્કાર શરૂ થાય છે. .,
અમારી ગાડી આગળ થી સંપૂર્ણ રીતે તૂટી ગયેલી છતાં જે હાર લગાડેલો શિરડી થી એ એની એ જ પોઝિશન માં લટકી રહ્યો હતો. ..
સાંઇબાબા નું નામ લઈ ને ફરી ગાડી સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો અને ગાડી સ્ટાર્ટ થઈ. ..પણ 20-30 ની સ્પીડ થી વધી નહોતી રહી. .ધોધમાર વરસાદ અને કોઈપણ જાતની મદદ ની અપેક્ષા આગળ 40 કિલોમીટર સુધી રાખી શકાય નહી. .ત્યાં માણસ તો દૂર તમરુય જોવા ના મળે. ....
અમે સતત ભગવાન નુ નામ લઇ રહ્યા હતા. .ખૂબજ કપરો સમય હતો પણ પસાર થઈ રહ્યો હતો. .,હા. ..સતત એવુ લાગી રહ્યુ હતુ કે કોઈ હજી છે ચોથુ જણ જે આપણ ને સલામત સ્થળે ખસેડી રહ્યુ છે હેમખેમ. ..
સતત આંખમાંથી આંસુઓ વહી રહ્યા હતા કારણ અમે જોઈ પણ નહોતા શકતા કે કોને કેટલું અને શું વાગ્યું છે. એનો બર્થડે પણ શરૂ થઈ ચૂક્યો હતો. ..
લગભગ દોઢેક કલાક પછી અમે એક સ્થળે પહોંચ્યા જયાં લાઇટ્સ દેખાઇ ત્યાં એક હોટલ હતી ઢાબા ....જેવી ...બસ જોઈને હાશ થઈ કે હવે પહોચ્યા ...
ફટાફટ... ત્યાં તો લોકો ગાડી ની કંડીશન જોઈને જ ભેગાe થયા. ..અમે બી કાચ સાફ કર્યા આગળ થી સુજલ ને તપાસ્યો થોડુંક વાગ્યું હતુ...બધુ સાફ કર્યુ ...હા વાગ્યું બધાને હતું. ત્રણેય ને પણ એ તરફ જાણે અમારું ધ્યાન જ નહિ. ..
સુજલ નુ રડવાનું બંધ થઈ ગયું હતું એને ત્યા દૂધ પીવડાવ્યું. ..લોહી સાફ કર્યુ. ..અમે પાણી પીધું. .મોં ધોયું લગભગ અડધો કલાક તો એકબીજા સામે જ જોઈને બેસી રહ્યા કે ખરેખર આવું બની ગયું આપણી જોડે. ..
અને હવે હું એક વાત કહીશ જે સાંભળીને તમારા રુંવાટા ઉભા થઈ જશે. .જે ગાડી અમને અહીંયા સુધી લઈ આવી હતી. .એ ગાડી ફરી સ્ટાર્ટ ના થઈ. .લાઇટ્સ બી બંધ. ..ને કોઇ પ્રકારે એ ચાલુ પણ નોતી થવાની. ..મિકેનિક નુ એવુ કહેવું હતું. ...
તો મિત્રો એ જે 30-40 કિલોમીટર ગાડી ચાલુ રહી હતી. ..લાઇટ્સ ચાલુ થઈ હતી. .અને 20-30 ની સ્પીડે અમને માનવ વિસ્તાર સુધી લઈ આવી હતી. ...એ શું ચમત્કાર ગણી શકાય. ..

મારા son ને એકિસડન્ટ ની એક જ મિનિટ પહેલા પાછળ સૂવડાવવો ..એ શુ ચમત્કાર ન ગણી શકાય. ..?
અને હા હજી પેલો શિરડી વારો હાર એમજ લટકી રહ્યો હતો.

આ સૃષ્ટિ ના સર્જન નુ રહસ્ય છે મોટું...!



એ જ અદ્રશ્ય અસ્તિત્વ ને હું રોજેરોજ શોધું...

અણદેખ્યો પણ અનુભવેલો ..
અતિ સૂક્ષ્મ પણ વિશ્વે વિસ્તરેલો.....
સેજલ બારોટ

[૨]

આજે સવારથી ઉઠી છું, ત્યારથી હું કોણ જાણે કેમ બહુ જ ખુશ છું. કેટલી ચંચળતા ભરી છે હજુ મારામાં ! પતંગિયાની જેમ ઉડવાનું મન થાય છે..!
કારણ ખબર છે? ગૂંજ ( મારો મોટો દીકરો જ સ્તો !) કેટલાય વખતથી લગ્ન માટે ના જ પાડતો હતો, કેટલી બધી છોકરીઓને નાં કહી ચુક્યો છે! અને કાલે રાત્રે ભૂમિને જોઇને મને કહે, “મમ્મી, આ છોકરીને ‘ના’ કહેવા જેવું નથી લાગતું..પણ એનો મતલબ મારી ‘હા’ છે, એમ નાં માનીશ. “
અને રાત્રે બીજી મીટીંગ પછી તરતજ તેણે અમને બધાને ખુશખબરી આપી. કે એને ભૂમિ બહુ ગમી છે,,અને મને હજુ મારા કાન પર વિશ્વાસ જ નહોતો આવતો !
આજે મારા ઘરમાં બધાંને જણાવવાનું હતું, એ લોકોના રીએક્શન મારે જોવા હતા. અને મારા દિયરના ત્યાં અમે પહોચ્યા, કારણકે મારા સાસુ – સસરા ત્યાં જ હતા. જેવું મારી દેરાણી અને સાસુએ જાણ્યું, કે ગૂંજે છોકરી પસંદ કરી લીધી છે, ત્યારે બંનેની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયાં, અને મારા સસરા ખુશીના માર્યા બધાને ફોન કરીને ખુશખબર આપવા લાગ્યા.
ત્યાંથી મારા જેઠને ફોન કર્યો, અને ઉમેશે કહ્યું, તો એમણે ખુશ થઈને બધાને બૂમ મારીને બોલાવી લીધા, અને ચિલ્લાઈને કહ્યું કે ગૂંજે ભૂમિને ‘હા’ પાડી દીધી...!
ખરેખર કુટુંબમાં આટલા બધા લોકો હોવાનો ફાયદો એ છે કે કેવી એકની ખુશી બધાની ખુશી બની જાય છે! અને એકનું દુખ બધાનું દુખ બની જાય છે!

સુષ્મા ઠક્કર

[૩]


આજે ડાયરી લખવા બેઠી તો એક પ્રસંગ યાદ આવ્યો. થયુ આજે ખાસ કાંઇ બન્યુ નથી પણ આ પ્રસંગ ને જ લખું તો!

આ વખતે અનુજ ગ્રેજ્યુએટ થયો. મનોજભાઈ ને હતુ કે દિકરો હવે ધંધામાં જોડાશે. એમણે ખૂબ જ આનંદિત હૈયે એમનાં પત્ની માનસીબેન ને કહ્યુ, “શુભ દિન જોવડાવો એટલે દિકરા ને ધંધો સોપુ. અને હુ હવે ધંધા માંથી નિવૃત થાઉ”. માનસીબેન બોલ્યા , “પછી આપણે બન્ને નિરાંતે જીવીએ. અને મનગમતી પ્રવૃત્તિ કરીએ”.

માબાપની વાત સંભાળી ને અનુજ ને સહેજ ડર લાગ્યો. એનાં માબાપની ઉત્સાહ ભરી વાત ને સુર પુરાવાની વાત ને બદલે સહેજ સંકોચ સાથે બોલ્યો “હુ ધંધો ન કરતા આગળ ભણવાની ઇચ્છા રાખું છું.”

દીકરાની વાત સાંભળી ને મનોજભાઈ એક ક્ષણ તો હબક ખાઈ ગયા. કારણ અનુજ એમનો એક્નોએક દિકરો ને જો એ જ ધંધો ન સંભાળે તો એમની મહેનત નું શુ? પરંતું અનુજ તેની વાત પાર મક્કમ હતો.

મનોજભાઈ જરા વિચારમાં પડી ગયા, મારા આ મોટા ધંધા નું શુ થશે? કેટલા અરમાનો થી મે આ ધંધો આગળ વધાર્યો છે. દિકરા ને મારી લાગણી ની કાંઇ પરવા જ નથી.

અને અચાનક જ મનોજભાઈ ને ત્રીસ વરસ પહેલાનો સમય યાદ આવી ગયો.

મનોજભાઈ ને ચિત્રકાર થવું હતુ. પરંતું તેમનાં પિતા ની સામે વિરોધ નાં કારી શક્યા. મનોજભાઈ પિતાની ઈચ્છાને માન આપી પિતા નાં ધંધા માં જોડાઇ ગયા. કારણકે તેં જમાનો આદર્શવાદ નો હતો. મનોજભાઈ એ પણ આદર્શ દિકરા તરીકે પિતા ને સાથ આપ્યો.

મનોજભાઈ એ નાનપણ થી જ બાળકને સ્વતંત્ર નિર્ણય શક્તિ ખીલે એવું વાતાવરણ કેળવ્યુ હતુ. હા ક્યારેક ઉલઝન મા હોય કે મુશ્કેલીમાં હોય ત્યારે સાચી સલાહ આપતાં.

મનોજભાઈ એ વિચાર્યું કારકિર્દી તો સમસ્ત જીંદગી ને લગતો નિર્ણય છે. કઈ દિશા પસંદ કરવી એ તો અનુજે જ નક્કી કરવાનું હોય. કારણ કે આગળ જતા તો તેનુ જ નામ રોશન કરવાની ઉત્સુકતા હોય. અને તો જ એને એનું જીવન સાર્થક થયુ લાગે. માટે મારે તો એનાં નિર્ણય માટે આશિર્વાદ ને સહકાર જ આપવાના હોય. એક બાપ તરીકે મારી એ પહેલી ફરજ છે કે દિકરો એની મરજી પ્રમાણે પોતાનુ જીવન આગળ આધારે.

હવે ફરીથી મનોજભાઈ ની કસોટી નો સમય આવ્યો.

સેજ ખળભળાટ સાથે સ્વસ્થ થઈ ને ઉષ્મા ભર્યા અવાજે બોલ્યા “દિકરા તારું મંગલ થાજો.”

પિતાનાં આ વાક્ય સાથે જ અનુજ ગળગળો થઈ ગયો. અને મનોજભાઈ એ કહ્યુ કે “આત્મા નો અવાજ સાંભળ. ને તે જ પ્રમાણે તારો નિર્ણય લે. તારું સમગ્ર અસ્તિત્વ સતદલ ની જેમ પૂર્ણ રૂપે ખીલી ઉઠશે. તારા જીવન ની તમામ ક્ષણ સુંદર ..ઉચ્ચસ્તરીય બનશે. તારું જીવન સાર્થક થઈ જશે અને સાથે જ તારા જીવનમાં પણ વાત્સલ્ય ઝળકી ઉઠશે.”
ભાવવિભોર થઈ અનુજ સાંભળી રહ્યો. “તારા મનગમતા માર્ગ પાર તુ જયાં પણ જાય ત્યાં નંદનવન બની નવપલ્લવિત થઈ ઝળકી ઉઠજે. એ જ મારા આશિષ છે. જીવનનો સાચો આનંદ જ આ છે. અમે તો ફક્ત તારા સાચા અને સારા કાર્ય નાં જ અભિનંદન આપીએ.”

મારી ડાયરી નું આ પાનું મને ખૂબ ગમે છે.

પલ્લવી શેઠ.