તીર્થ મેગેઝીન tirth magazin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તીર્થ મેગેઝીન

અંક - ૧

નમસ્તે.....

આ ઈ-બુક એટલે અમારા માટે આનંદનો સાગર છે. આમ તો માતૃભારતી.કોમ પર લખવાનો અવસર પ્રાપ્ત થયો તે અમારી ખુશનસીબી છે. પરતું તેમના જ આર્શીવાદથી અમારી ડગરને હવે દોડ બનાવી રહ્યા છીએ. આ ઈ-બુક એટલે ભારતના અનેકો તીર્થનો સંગમ રહસ્મય તીર્થ આવી અનેકો જગ્યાઓ થી આપને પરિચિત કરાવતા રહીશું.

અનુક્રમણિકા

૧.ભુવાલ દ્રષ્ટિ જોશી

૨.કામાખ્યાદીક્ષિત જોશી

3.શ્રાપિત ગામનો ઈતિહાસ ધ્રુવ જોશી

૪.મહાકવિ કાલિદાસ રુદ્રાક્ષ જોશી

૫.કુરુક્ષેત્ર પંકજ જોશી

“ભુવાલમાતાનું રહસ્ય”

રહસ્ય આ શબ્દ સાંભળતાજ મનમાં ઘણા વિચારો આવે છે, સાથે સાથે મન તર્ક પણ કરે છે, પરંતુ આપણા મનુષ્ય તર્ક કુદરત પાસે નઈ સમાન હોય છે, કારણ કે કુદરત ને સમજવું સહેલું નથી નથી હોતું, કુદર ની રચના અને કુદરત ખુદ આપણા સમજ થી પરે હોય છે.

રાજેસ્થાન ના નાગોર જીલ્લામાં રિયા તાલુકામાં “ભુવાલ” નામ થી જાણીતું માતાકલી નું મંદિર આવેલું છે, અહી દેવી ભાવલ બિરાજમાન છે, જેના બે સ્વરૂપ છે એક માતાકાળી ના રૂપમાં અને બીજા બ્રમ્હાણી રૂપમાં, અહિયાં માતાકાલી અને માતાબ્રમ્હાણી સ્વયંભુ છે તેમ કહેવામાં આવે છે સ્વયંભુ એટલેકે આપમેળે પ્રગટ થયેલી પ્રતિમા જેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં ના આવી હોય, અહિયાં માતાની પાસે બે દીવા પ્રગતાવામાં આવેછે તેના પ્રકાશ માં દર્શન થાય છે, આ મંદિર નું રહસ્ય એ છે કે અહિયાં માતાને મદિરા ધરવામાં આવે છે, અને તે મદિરા માતા ગ્રહણ કરે છે.

અમ કહે છે કે આ રહસ્ય માં વિજ્ઞાન પણ પાછળ છે માતાના પત્રમાં મદિરા પધારાવાતજ તે મદિરા ગાયબ થાય જાય છે, અને એક પણ ટીપું નીચે નથી પડતું, બધા ખુબજ શ્ર્ધાથી અહિયાં માતાની ભક્તિ કરે છે, અને માતા તે શ્ર્ધાનો ખુબજ પ્રેમ થી સ્વીકાર કરે છે, અહિયાં બીજી વાત એ પણ છે કે જે કોઈની માનતા હોય તે તેની માનતા થી વધુ કે ઓછો પ્રશાદ હોય તો માતા સ્વીકાર નથી કરતા, અને કોઈ તર્ક કરે છે કે કોઈ ભ્રષ્ટ વિચારવાળા વ્યક્તિ નો પ્રશાદ માતા ગ્રહણ નથી કરતા, અહિયાં પ્રશાદ ધરવાની વિધિમાં પ્રશાદ માં જો મદિરા હોય તો પૂજારીજી માતાના ચાંદી ના પત્રમાં મદિરા પીરસીને માતા મુખ પાસે ધારે છે અને પૂજારીજી પણ ત્યાં નથી જોતા અને માતા ને પ્રશાદ ને ગ્રહણ કરે છે, અને કોઈ ફળ અને મીઠાઈ પણ ધરાવી શકે છે, આનાથી વધુ સારા નસીબ આપણા ક્યાં હોય મિત્રો છે જ્યાં માતા ખુદ હાજીર હોય, બસ આ શ્રદ્ધા,ભક્તિ બધાથી પરે છે, આમાં કોઈ તર્ક ને સ્થાન નથી.

દ્રષ્ટિ જોશી

કામાખ્યા

કામાખ્યા મંદિર ગૌહાટીથી આઠ કિ.મી. દૂર પહાડી ઉપર સ્થિત છે. તેને તંત્રનું સૌથી ઉગ્ર પીઠ માનવામાં આવે છે. તેના વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. અહીં દરવર્ષે સૌર અષાઠ મહિનાના મૃગશિરા નક્ષત્રમાં તૃતીય ચરણ વીતી જાય ત્યારે ચોથા ચરણના મધ્ય પૃથ્વી ઋતુવતી થાય ત્યારે અમ્બુવાસી મેળો ભરાય છે. એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુના ચક્રથી ખંડિત થયા પછી સતિની યોની નીલાંચલ પહાડ ઉપર પડી હતી.


51 શક્તિપીઠોમાં કામાખ્ય મહાપીઠને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે, કારણ કે અહીં યોનીની પૂજા થાય છે. આ કારણ છે કે અમ્બુવાસી મેળા દરમિયાન ત્રણ દિવસ મંદિરમાં પ્રવેશ કરવાની મનાઈ હોય છે. ચોથા દિવસે મંદિરના પટ ખુલે છે અને વિશેષ પૂજા પછી ભક્તોને દર્શન કરવાનો મોકો મળે છે. કામાખ્ય તાંત્રિકો માટે સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર છે. તેઓ તેને માતાનો સૌથી મોટું સિદ્ધિદાયક શક્તિપીઠ માને છે. આ મંદિરમાં લોકોમનોકામના પૂરી થાય ત્યારે મરઘી અને બકરાની બલી ચઢાવો. અહીં તેમની બલીનો રિવાજ પણ છે.

અમ્બુવાસી મેળા દરમિયાન આ ચાર દિવ અંદર અમસમાં કોઈપણ શુભ કાર્ય નથી થતું, સાધુ અને વિધવાઓ અગ્નિને અડતા નથી અને આગમાં પકાવેલું ભોજન પણ નથી કરતા. પટ ખુલ્યા પછી શ્રાદ્ધાળુઓ માતા ઉપર ચઢાવવામાં આવેલ લાલ કપડાના ટુકડાઓને મેળવીને ધન્ય થઈ જાય છે. એવી માન્યતા છે કે રતિપતિ કામદેવે પોતાના પૂર્વ રૂપ પણ અહીં જ પ્રાપ્ત થયું હતું. એટલા માટે કામાખ્યા મંદિરમાં દર્શન કર્યા પછી બ્રહ્મપુત્રા નદીની વચ્ચે ઉમાનંદ મંદિર જવાનું પણ જરૂરી સમજવામાં આવે છે. તેનો જીર્ણોદ્ધાર રાજા નર નારાયણે કરાવ્યો હતો.

108 શક્તિપીઠોમાં સામેલ હોવા સિવાય આ મંદિર બીજી એક દંતકથા પણ જોડાયેલી છે જે ખૂબ જ રોચક રહસ્યોને સમેયેલી છે. પૌરાણિક માન્યતા પ્રમામે એકવાર દેવી સતી અને પોતાના પિતા દ્વારા કરવામાં આવેલ મહાન યજ્ઞમાં સામેલ થવા જઈ રહી હતી ત્યારે તેમના પતિ ભગવાન શિવને ત્યાં જતા રોકી દીધા.

આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો અને દેવી સતી પોતાના પતિ શિવની આજ્ઞા વગર યજ્ઞમાં ચાલી ગઈ. જ્યારે દેવી સતી આ યજ્ઞમાં પહોંચી તો ત્યાં તેમના પિતા દક્ષ પ્રજાપિત દ્વારા ભગવાન શિવનું ઘોર અપમાન કરવામાં આવ્યું. પોતાના પિતા દ્વારા પતિના અપમાનને દેવી સતિ સહન ન કરી શકી અને યજ્ઞના હવન કુંડમાં જ કૂદીને પોતાની જીવનલીલા સમાપ્ત કરી દીધી.


કામાખ્યા એકવાર એક શ્રાપને લીધે કામના દેવ કામદેવે પોતાનું પૌરુષત્ય ખોઈ દીધું. જેને પાછળથી દેવી શક્તિના જનનાંગો અને ગર્ભથી જ આ શ્રાપથી મુક્તિ મળી. ત્યારથી જ અહીં કામાખ્યા દેવીની મૂર્તિને રાખવામાં આવી અને તેમની પૂજા શરૂ કરવામાં આવી. કેટલાક લોકોનું તો એવું માનવું છે કે આ એ જ સ્થાન છે કે જ્યાં દેવી સતિ અને ભગવાન શિવની વચ્ચે પ્રેમની શરૂઆત થઈ. સંસ્કૃત ભાષામાં પ્રેમને કામ કહેવામાં આવે છે આથી આ મંદિરનું નામ કામાખ્યા દેવી રાખવામાં આવ્યું.


જ્યારે આ વાત ભગવાન શિવે જાણી તો તેઓ ખૂબ જ ક્રોધિત થયા અને તેમને દક્ષ પ્રજાપતિ સાથે બદલો લેવાનો નિર્ણય કર્યો અને એ સ્થાને ગયા જ્યાં યજ્ઞ થઈ રહ્યો હતો. તેમને પોતાની પત્નીના મૃત શરીરને કાઢીને પોતાના ખભા ઉપર રાખ્યું અને પોતે વિકરાળ રૂપ ધારણ કરીને તાંડવ નૃત્યુ શરૂ કર્યું. ભગવાન શિવના ગુસ્સાને જોતા ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું જેનાથી દેવીના શરીરના અનેક ટુકડા થયા જે અનેક સ્થાનો ઉપર પડ્યા જેને શક્તિપીઠોના નામે ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે સતીનો ગર્ભ અને યોની અહીં આવીને પડ્યા અને જેનાથી આ શક્તિપીઠનું નિર્માણ થયું.

દીક્ષિત જોશી

શ્રાપિત ગામ નો ઈતિહાસ

કુદરત અને આ પ્રકૃતિ ને સમજાવી એ આપણા માટે ખુબજ મુશ્કિલ વાત છે, પ્રકૃતિ એ ઈશ્વર સ્વરૂપ છે, તો ઈશ્વર ક્યારે શું કરે તે તેની પોતાની લીલા છે પરંતુ ઈશ્વર કોઈ કારણ વગર કોઈ લીલા કરતા નથી. આપણે હમેશા કુદરત ને સુંદર અને સકારાત્મકતા સાથે નિહાળી છે, તો હવે આપણે કુલધરા વિષે વાત કરીએ તો આમાં કુદર નું બીજું જ સ્વરૂપ જોવા મળે છે જેનાથી આપણે અજાણ હતા તો આમાં કુદરત નું શું રહસ્ય છે? તે સમાજસુ.

“કુલધરા” રાજેસ્થાન માં જેસલમેર થી આશરે ૧૮ કિલો મીટર એ આવેલું આ ગામ છે જેનું નામ કુલધરા છે, ફૂલધારા ગામ માં વર્તમાન માં પણ કોઈ સાંજે જાય છે તો તે પાછું નથી આવતું તેની પાછળ નું રહસ્ય શુ છે? કહેવામાં આવે છે કે ફૂલધરા માં ઘણી નેગેટીવ અનર્જી મેહાસુસ કરવા મળે છે, તો આ બધા પાછળ નું રહસ્ય શું છે? આવા ઘણા પ્રશ્નો મન માં થાય છે તો આપણે એ પ્રશ્નો ના જવાબ માટે આ રહસ્યમય દુનિયા માં પ્રવેશ કરશું.

આપણે એક ગામ કે ગામડા ની વાત કરીએ તો મનમાં એક પ્રકૃતિ ના ખોળે રમતું નાનું એવું ગામ અને એ પ્રકૃતિ થી નજીક રેહતા માણસો નું દ્રશ્ય સામે આવે છે, પણ આ ગામ પણ આવું હર્યું ભર્યું હતું. તો રાતો રાત લોકો ગામ ખાલી કરીને કેમ જતા રહ્યા? આવું તે સુ બન્યું કે અચાનક આ “કુલધરા” ખંઢેર બની ચુક્યું તો આ વાત પાછળ નું રહસ્ય શું છે.

ઇ,સ, ૧૮૨૫ ની વાત છે “કુલધરા” ખુબજ રળિયામણું ગામ હતું આ ગામ માં પાલીવાલ બ્રમ્હાણો રહેતા હતા, તેનું મુખ્ય કામ ખેતી હતું, અને તે ભવન નિર્માણ ની કળા માં પણ નિપૂર્ણ હતા, આ ગામ ખુબજ સમૃદ્ધ હતું અને તે ગામના લોકો પણ ખુબજ હળીમળી ને રેહતા હતા, તે ગામ નું નિર્માણ જ ખુબજ સુંદર હતું કે ત્યાં અંદર કોઈના ઘરમાં દરવાજા ના હતા, પણ આવું સુંદર સમૃદ્ધ ગામ એકજ રાત માં વેરાન બની ગયું.

“કુલધરા” ગામ માં લોકો રાજીખુશી થી કામ કરીને પોતાનું જીવન વ્યતીત કરતા હતા, તે સમય માં ગામ ના મુખી ની પુત્રી ખુબજ સ્વરૂપવાન હતી ખુબજ સુંદર હતી, તેની ચર્ચા દુર દુર સુધી હતી, તેમાં જેસલમેર ના દિવાન સલીમસિંહ ની નજર તેના પર હતી, અને સલીમસિંહ તેને કોઈ પણ ભોગે પોતાની બનાવવા ઈચ્છતો હતો, પરંતુ પાલીવાલ બ્રામ્હાનો માટે આ વાત અસેહનીય હતી, તે કોઈ પણ ભોગે ગામ ની આ દીકરીને તેના હવાલે કરવા માંગતા ના હતા તેથી તે લોકો એ સભા બોલાવી અને રાતો રાત ગામ ખાલી કરીને ચાલવાનું નકી કર્યું. અને ગામ છોડતા છોડતા પાલીવાલ બ્રામ્હાનો એ “કુલધરા” માં શ્રાપ આપ્યો કે આ ગામ માં કોઈ નિવાસ નહિ કરી શકે અને ત્યાં હમેશા ભૂત પ્રેત નો જ વાસ રહેશે. બસ ત્યારથી આ ગામ એકદમ વિરાન પડ્યું છે, ઘણા લોકો નું માનવું છે, કે આ ગામ માં ભૂતપ્રેત નો વાસ છે, અને ઘણા લોકો આ વાતને નથી માનતા પણ આ ગામ નકારાત્મકતા થી ભર્યું પડ્યું છે તે સાચી વાત છે.

ધ્રુવ જોશી

મહા કવિ કાલિદાસ

nhvnbc મહાકવિ કાલિદાસ નું નામ સાંભળતાજ આપણા મન માં માં ની કરુણા પ્રેમ અને ભક્તિ યાદ આવે છે સાથે સાથે મહાકવિ કાલિદાસ ની અનેરી રચના ઓ પણ યાદ આવે છે.

મહાકવિ કાલિદાસ સંસ્કૃત ભાષા ના મહાન નાટયકાર અને અને કવિ હતા, તેથી તે આજે પણ આપણી વચે અમર છે, કવિ કાલિદાસ એ ભારત ની પોરાણિક અને દર્શન ના આધારપર ઘણી રચનાઓ કરી છે. કવીકાલિદાસ નું ઋતુ વર્ણન પણ ખુબજ સુંદર છે, આવીજ તેની અનેક કૃતિ રચના ના કરને તે આજે પણ આપણી વછે અમર છે,

કવિ કાલિદાસ ના સમય ને લઈને ઘણા મતભેદો છે, પરંતુ વિદ્વાનો ના મત અનુસાર ઉજ્જેન રાજા વિક્રમાદિત્ય ના શાશનકાળ દરમ્યાન માનવામાં આવે છે.

કહેવામાં આવેછે કે પહેલા કવીકાલીદાસ બાળક બુધિ હતા, અને તે અશિક્ષિત હતા, તેમાં અમુક પંડિતો એ કાલિદાસ ના લગ્ન વિધ્યોતમાં સાથે કરાવ્યા, પંડિતો શાસ્ત્રાર્થ પરાજિત થયેલા હતા વિધ્યોતમાંથી તેથી બદલો લેવા માટે કાલિદાસ ના લગ્ન વિધ્યોતમાં સાથે કરાવ્યા, ત્યાર બાદ વિધ્યોતમાં ની સામે જયારે વાસ્તવિકતા આવી ત્યારે તે ખુબજ દુખી થયને કુવેણો કહે છે, અને તે વાત કાલિદાસ ના મનપર અસર કરે છે અને તે વિધ્યાપ્રપ્તી નો સંકલ્પ કરી છોડીને જતા રહે છે અને જયારે તે વિદ્વાન બનશે ત્યારેજ ઘરે પાછા ફરશે તેવું પણ નકી કરે છે.

કવીકાલિદાસ થી આ ઉપહાસ અસેહનીય હતો તેથી એક કાલીમાં ના મંદિર માં જઈને ખુબજ રડે છે, ત્યારે માં થી કાલિદાસ નું રડવાનું સહન નથી થતું અને કાલિદાસ ને માં કાળી નો શક્શાત્કાર થાય છે, અને કાલિદાસ ને કવિત્વ પ્રાપ્ત થાય છે અને ત્યાર બાદ કાલિદાસ કવિકાલિદાસ બને છે. મિત્રો આવો સુંદર ઇતહાસ તો પવિત્ર ભારતભૂમિ માંજ નિહાળવા મળે છે.

રુદ્રાક્ષ જોશી

કુરુક્ષેત્ર

પ્રચીનધર્મ ગ્રંથો ના આધાર ઉપર અમ કહીશકાય કે મહાભારત ના યુદ્ધથી લઈને મહારાજા હર્ષવર્ધન સુધી આ ક્ષેત્ર સંસ્કૃતિક થતા સામાજિક બંને દ્રષ્ટિકોણ થી ઉન્ન્તી ના શિખર પર હતું, ઈ,સ પૂર્વે ૩૦૦ યુનાની રાજદૂત મેય્ગ્સ્થાનીસ એ લખ્યું છે,કે લોકો રાતમાં પણ ઘરના દરવાજા ખોલીને સુતાહતા,ચોરી તથા બદમાશી નું કઈ નામ નિશાન ના હતું, સ્ત્રીઓ નું ચરિત્ર ઉચ્કોટી નું હતું, દેશમાં ચારે તરફ શાંતિ હતી, આર્થિક પરિસ્થિતિ સારી હતી, વ્યાપાર તથા કલાની ઉન્નતિમાં રાજકીય સહાયતાનું પ્રદાન જોવા મળતુહતું લોકોનું ચરિત્ર ઉચ કોટી નું હતું વેદિક સમય માં પણ કુરુક્ષેત્ર આર્યસંસ્કૃતિ નું સર્વોતમ કેન્દ્ર હતું, હિંદુ અને બોધ મિત્રતા પૂર્વક સાથે રેહતા હતા, રાજા બોડ હોય કે હિંદુ પોતાની બને પ્રજાને સમાન ભાવ્થીજ જોતાહતા.

મહાભારત ના આ પ્રાચીન યુદ્ધક્ષેત્રના આપણા દેશની એતહાસ ની પ્રમુખ ઘટનાઓ સાથે સંબંધ છે, થાનેસર,પાનીપથ,તરવાડી,કેથલ,કરનાલ આવા પ્રસિદ્ધ યુદ્ધ મેદાન કુરુક્ષેત્ર ની પવિત્રભૂમિ પરજ સ્થિત છે, ઈ,સપૂર્વે ૩૨૬ થી લઈને ૪૮૦ સુધી આ ક્ષેત્ર મોર્યા રજાઓ ના આધીકારમાં રહ્યું હતું, તેના પછી તેના પર ગુપ્ત રજાઓ ના અધિકાર હતા, જેને ભારતમાં સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે, ગુપ્ત રાજ્યકાળ માં આ ક્ષેત્ર ઉન્નતી ના શિખર પર હતું.

તે સમયમાં પણ થાનેસર એશ્વયશાલી અને વેદિક સાહિત્યની શિક્ષામાં સર્વશ્રેષ્ઠ હતું, હર્ષ ના દરબારી પ્રસિદ્ધ વિદ્વાન રાજકવિ બાણભટ્ટએ પોતાના પુસ્તક હર્ષચરિત્રમાં આ ક્ષેત્રનો વિસ્તારથી વર્ણન કર્યું છે, તેમને લખ્યું છે કે થનેસર સરસ્વતી નદીના કિનારે આવેલું છે, તથા ધાર્મિક શિક્ષા અને વ્ય્પારનું પ્રસિદ્ધ કેન્દ્ર છે, આ ક્ષેત્રનું સમસ્ત વાયુમંડળ મંત્રોની ધ્વની થી પરિપૂર્ણ છે, મહારાજા હર્ષના સમય માં ચીની યાત્રી હવાન ચ્યાંગ ભારત ભ્રમણ માં આવ્યા હતા, અને તે ઈ,સ ૬૨૯ થી ઈ,સ ૬૪૫ સુધી ભારત માં રહ્યા હતા, તેમના ઉપલબ્ધ લેખોથી તત્કાલીન ભારતની દશા પર સારો પ્રભાવ પડ્યો હતો, હવાન ચ્યાંગ પોતેજ ઘણા વર્ષો સુધી હર્ષ ના રાજદરબારમાં રહ્યા હતા, તેને લખ્યું છેકે “ વર્તમાન શતાબ્દી ધાર્મિક પ્રગતિ નો યુગ છે, બુધ્મત શક્તિશાળી છે તો પણ તેનું પતન થાય રહ્યું છે, અને વેદિકધર્મ પુન: ઉન્નતીની તરફ જી રહ્યું છે, અને નીસ્ન્દેહ ધાર્મિક પરંપરાને થાનેસરને ઉતરીભારતમાં સર્વોચ સ્થાન પ્રાપ્ત કરવામાં, અત્યંત સહાયતા પ્રદાન કરે છે,

તેના પછી કુરુક્ષેત્રના ઇતિહાસમાં બર્બરઆક્રમણો અને પીશાચિક વિનાશનો ઇતિહાસ છે, આ પવિત્રભૂમિ બરાબર રક્તરંજિત થય અને વારંવાર આ પવિત્ર સથડ આક્રમણ કર્યો દ્વારા દ્વસ્થ કરવામાં આવ્યું, હવે તો જે થોડાઘણા અવશેષ તીર્થ છે, તેનુજ વર્ણન કરવામાં આવે છે.

પંકજ જોશી