એક મુલાકાત જરુરી હૈ સનમ DK PRAJAPATI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક મુલાકાત જરુરી હૈ સનમ

એક મુલાકાત જરુરી હૈ સનમ

જાણે મહાભારત નું યુધ્ધ હમણાં જ પત્યું હોય અને એ યુધ્ધ પછી જેમ નિરવ શાંતી પ્રસરી ગઈ હોય એમ જ કવિતા નાં બેડરૂમ માં સાવ સુમસામ, શાંત વાતાવરણમાં કાળો કાળોતરો નાગ જેમ જંગલ ની વનરાયું માં આડો પડ્યો હોય એમ, કવિતા એ પોતાના કમનીય, સુડોળ, આકર્ષીત દેહ ને લંબાવી ને વિચારોમાં પડી છે.

શરીર પર ખાલી કાળા શાઈની છુટ્ટા મુંકેલા વાળ નું આવરણ છે, જેમાં કવિતા ની કોમળ આંગળીઓ ધિરે ધિરે ફરી રહિ છે, કમળ ની પાંદડિઓ જેવાં હોઠ સુકાઈ રહ્યાં છે, શ્યામ નાં ગયા પછી પણ હજી કવિતા શ્યામ ની બાહુપાશ માં જકડાયેલી હોય એવું મહેસુસ કરી રહિ હતી.

ફરી ફરી કવિતા એ સ્વપ્ન સમાં સમય ને યાદ કરી રહિ છે, જે એણે શ્યામ સાથે વિતાવ્યો છે.

બે મહિનાં પછી શ્યામ હોસ્ટેલ માંથી ગાંમડે આવ્યો હતો, એનાં આવવાની ખુશી એનાં ઘણાંબધા મીત્રો ને હતી, પરિવાર ને હતી, પણ એ બધાં મીત્રો કરતા પણ વધું આતુરતાથી, પળપળ, દિવસ-રાત, કવિતા રસ્તો નિરખ્યા કરતી હતી, કે આજ મારો શ્યામ આવશે અને મને એની બાહુપાશમાં જકડી લેશે..

કેટકેટલી રાતો નાં ઊજાગરાઓ આજે પુરા થયાં હતાં, હજી કવિતાએ શ્યામ ને આવતા જોયો ન્હોતો, પણ એને ખબર પડી હતી કે શ્યામ આવિ ગયો છે, એનો મન નો માણીગર આવિ ગયો છે.

શ્યામ પણ કવિતા ને મળવા અધિરો, બેબાકળો થયો હતો, કવિતા ને જોવા માંટે બબ્બે મહિનાથી એની આંખો તરસી રહિ હતી.દિલ,હ્રદય એનાં ધબકારા ચુકી રહ્યાં હતાં, કેમ એ કરી વેકેશન પડતું નહોતું, જલ્દીથી વેકેશન પડે અને જલ્દીથી ઘેર/ગામડે પહોચી ને કવિતા ને જોઈ લેવાની તલપ વધી રહિ હતી,

આખરે આજે એ દિવસ આવિ જ ગયો હતો, શ્યામ ઘેર પહોચી ગયો હતો, બધાંને અને પોતાને પણ એનો આનંદ સમાતો નહોતો પણ હજી એના દિલો-દિમાગ માં જે મહિનાઓ થી મિલનની જ્વાળાઓ પ્રગટી રહી છે એ હજી શમી રહી નથી , એ હવે કવિતા ને મળવા તલપાપડ થઈ રહ્યો છે,

આખો દિવસ તો ભાઈબંધ/દોસ્તારો ને સગાવ્હાલા ઓની સાથે જ વીતી ગયો, એને થયું હવે આજે મુલાકાત થાય એવું લાગતું નથી, બધી ખુશીઓ, સપનાઓ ને લઈને સુરજ ડુબી રહ્યો હતો, અને ફુલગુલાબી શમણાઓ ઊપર અંધકાર છવાઈ રહ્યું..............

“ મારો મોબાઈલ બપોર થી બંધ પડી ગયો છે, જોઈ જો ને શું થઈ ગયું છે...!! ” જાણે કનૈયા ની મોરલી માંથી રેલાતા સુરો રાધા ના કાન એ અથડાય અને કાનઘેલી બની રાધા દોટ મુંકે એમ શ્યામ કવિતા સામે ફરી ગયો.

રાત્રી નાં સાડા આંઠ વાગ્યા નો સમય છે, બધાં વાળું-પાણી (ડીનર) કરીને ઘરની બહાર બેઠા છે, શ્યામ ત્યાંથી પસાર થાય છે, કવિતા દરવાજા નો ટેકો લઈ શ્યામ ની જ રાહ જોતી ઊભી હતી, સવાર થી કવિતા એ શ્યામ ને મનોમન કહિ દિધેલું આજે કોઈપણ સંજોગ એ એકવાર તો હું તને મળીશ જ, તારી બાહો માં લપાઈ ને બેસી રહેવું છે.

આખો દિવસ પસાર થઈ ગયો, રાત પડી ગઈ શ્યામ ને થયું હવે મુલાકાત શક્ય નથી, પણ કવિતા એ આપેલા કોલ મુજબ આખરે એણે બધાની વચ્ચે જ એના ઘર સામેથી નિકળેલા શ્યામ ને બોલાવી લિધો, શ્યામ કવિતા ની પાછળ ઘરમાં ગયો...

ઘરની બહાર કવિતા નાં મમ્મી,પપ્પા ને બીજા થોડાક આજુબાજુ નાં વ્યકિતઓ બેઠા હતાં એટલે શ્યામ અંદરથી ઘબરાયો, એને ડર લાગી રહ્યો હતો, એટલે એ ત્યાંથી જલદીથી બહાર આવી જવાનો ઈરાદો કરી રહ્યો હતો, અંદર કવિતા અને શ્યામ હવે એકલા હતાં,..
"
લાવ તો જોવા દે મોબાઈલ શું થયું ઘડીક માં હમણાં સુધી તો બરાબર ચાલતો હતો ને, લાવ જલ્દી દેખાડ મારે પછી જાવું છે બહાર, મારા દોસ્ત મારી રાહ જોતા હષે, લાવ ને હવે શું જોવે છો..? " એકધારી નજરે શ્યામ ને તાકી રહેલી કવિતા ની સામે શ્યામ બોલતો રહ્યો પણ કવિતા એને જોવામાં જ તલ્લીન થયેલી છે,
"
હવે જોવે છો શું લાવને જલ્દી મોબાઈલ પછી મારે જાવું છે " કહેતા શ્યામ અકળાયો, કવિતા એ ઊપર નાં રુંમ માંથી કબાટ ખોલી, મોબાઈલ કાઢી શ્યામ નાં હાથમાં મુંકી દિધો, " હા આલે જોઈલે મોબાઈલ, તારે પછી મોડું થાય છે ને તો લે જોઈલે અને જતો રહે..” , શ્યામ મોબાઈલ માં જોવા લાગ્યો, બધું બરાબર હતું એટલે શ્યામ સમજી ગયો, મોબાઈલ તો બહાનું માત્ર છે, પણ કવિતા એ આપેલા કોલ ને એણે આખરે પુરો કર્યો હતો.

બીજી જ સેકન્ડે કવિતા શ્યામ ની બાંહો માં હતી, બંને એકબીજાને વળગી પડ્યાં, શ્યામ એ એની છાતી પર ટેકવેલા ચહેરા ને હળવેક થી ઊંચો કર્યો, કવિતા ની આંખો માંથી આંસુઓ વહિ રહ્યાં હતાં, જેને સાફ કરી હળવેક થી કપાળ પર ચુંબન કરી શ્યામ એ ફરી થી કવિતા ને જોરથી છાતીએ વળગાડી દિધી.. એમ જ બંને એકબીજાને ભેટીને ઉભા રહી ગયા, સમય થંભી ગયો હતો, બંને ના ધબકારા એકબીજા ની છાતીએ અથડાઈ રહ્યાં હતાં, બને એકબીજા માં ઓતપ્રોત થઈ રહ્યાં હતાં.

કવિતા એ ઊપર જોયું શ્યામ ની આંખો પણ ભીની થઈ ચુકી હતી, એને જોતા જ શ્યામ નાં હોઠ પર કવિતા નાં હોઠ બીડાઈ ચુક્યાં હતાં, દુનિયા થી અલિપ્ત થઈ અદભૂત લાગણીઓનાં દરીયાં માં બંને ઊતરી ચુક્યા હતાં, જાણે કોઈ બીજી જ દુનિયા માં બંને વિહારી રહ્યાં હતાં, થોડી વાર પછી એ અદભુત સફર પરથી બંને પરત ફર્યા, બંને નાં શ્વાસોશ્વાસ ની ક્રીયા પરથી લાગતું હતું કે બંને બૌવ દુરથી ફરીફરીને પરત ફર્યા હતાં.

" સોરી તમને પણ સેડ કરી દિધાં, પણ શું કરું, તમારા વિના એકપળ નથી ગમતું, એમ થાય કે દોડિને તમારી પાસે આવિ જવું, તમારી બાંહોમાં જ રહેવું એમ થયા કરે છે, ને તમને કોલ જો આપ્યો હતો એને કેમ ચુકાય એટલે તમને જુઠું બોલીને બોલાવ્યાં, હવે પ્રેમ માં આટલું જુઠું તો ભગવાન પણ માફ કરી દે ને..? થેંક્યુ તમે આવ્યા એ બદલ, આજે ખરેખર મારી ઝીંદગી નો એક બેસ્ટ દિવસ મે તમારી સાથે પસાર કર્યો, થેંક્યું માય લવ, આય લવ યું..” કહેતા ફરીથી કવિતાની આંખો છલકાઈ રહી.

શ્યામ કશું બોલી શકવાની હાલાત માં નહોતો, શ્યામ એ માત્ર કવિતા નાં કોમળ હોઠ પર એનાં હોઠને ભીડી રહ્યો...

આપ ને સ્ટોરી કેવી લાગી..? ખાલી * * * આપવા કરતા આપ ના મન માં જે કઈ આવે બે શબ્દો જરૂર થી જણાવશો, પહેલી વાર કૈક લખીને શેર કરવાનો પ્રયત્ન છે, આપ સૌના પ્રતિભાવ પર થી કદાચ હું કૈક વધુ લખી શકી શકું, ભૂલો સુધારી શકું. સ્ટોરી વાંચવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.

Whatsapp:- +919099509063

Email id :- dkvadhiya@gmail.com