ભગવાન સાથેની રૂબરૂ મુલાકાત Brijesh Kanani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભગવાન સાથેની રૂબરૂ મુલાકાત

ભગવાન સાથેની રૂબરૂ મુલાકાત

થોડા દિવસ પહેલા મને એક અદભૂત વિચાર આવ્યો. મને થયું કે ચાલ એક દિવસ સમય કાઢીને મારા જીવનના બધા Problems (સમસ્યાઓ) અને મૂંઝવણો નું સમાધાન કાઢું. થોડી વાર સુધી વિચાર કર્યા પણ સમજાયું નહીં કે મને સમાધાન મળશે ક્યાથી? પરંતુ સમસ્યા છે તો એનું સમાધાન પણ ચોક્કસ હોય. ત્યારબાદ મે નિરીક્ષણ કર્યું કે મારી આજુબાજુના લોકો કે મિત્રો/સબંધીઓ પોતાના Problems ની ચર્ચા કોની સાથે કરે છે? તો મને જવાબ મળ્યો, કોઈ બાપુ સાથે(સંત સાથે, મહારાજ સાથે, પંડિત સાથે, ગુરુ સાથે, અને ફાઇનલી ભગવાન સાથે). અને મને એમ થયું કે ચાલો હું પણ કોઈ એક ને પસંદ કરીને આગળ પગલાં ભરું.

હવે, મે ફરીથી નિરીક્ષણ કર્યું અને ધ્યાન પૂર્વક જોયું તો ખ્યાલ આવ્યો કે, પંડિતજી અને ગુરુ સમસ્યા માટે જે સમાધાન સૂચવે છે, એ કોઈ ને કોઈ પરમતત્વ (અથવા તો પરમાત્મા) ના કહેલાં વચનો છે એટ્લે કે સ્વયં ભગવાનની વાણી છે. મને એક થયું કે મારે તો ડાયરેક્ટ કોન્ટેક કરવો છે. બસ, મનમાં એવું થયું કે ગમે તેમ કરીને ભગવાનને રૂબરૂ મળવું છે અને ચોખવટ કરીને દરેક મૂંઝવણનો ઉપાય જાણવો છે. આવો દ્રઢ નિર્ણય કર્યા પછી મને દિવસ-રાત એ જ વિચાર આવવા લાગ્યા. “ભગવાનને મળવું છે, રૂબરૂ મુલાકાત કરવી છે, કેટલા બધા દુખ છે, સમસ્યા છે, ભગવાન જવાબ આપે તો જ સમજાશે” ક્યાંકથી કોન્ટેક નંબર મળે તો કોલ કરીને વાત કરી જાઉં.!! Appointment (અપોઈટમેંટ) લઈને મળવા જાઉં!!!

લગભગ 8 થી 10 દિવસ વિચારો આવ્યા અને દરરોજ વિચારો વધતાં ગયા. હવે, કોઈ પણ બાબત પર આપણે સતત વિચાર કરીએ એટ્લે કૈંક અણધાર્યું બની જતું હોય છે. લાઈક કોઈ અનોખી ઘટના...

બસ, એવું જ થયું. સતત 12 દિવસ સુધી ભગવાનને મળવા માટેના વિચારો કર્યા અને મારુ મન એ વિચારોથી છલકાઈ ગયું. 13માં દિવસે વહેલી સવારે 4 વાગ્યે મારા કાનમાં કઇંક અવાજ આવ્યો. એ અવાજ કઇંક અલગ પ્રકારનો હતો એટ્લે મને સમજાયો નહીં પણ બીજી વખત ફરી અવાજ આવ્યો એટલે મે પૂછ્યું, કોણ છે? જવાબ મળ્યો, “હું છું જેને તું મળવા માટે તત્પર થઈ રહ્યો છે એ હું જ છું.” આ સાંભળીને મારા હોંશ ઊડી ગયા.

પણ પછી એમ થયું કોઈ મજાક કરતું હશે, એટ્લે મે ઉપેક્ષા કરી અને ફરીથી અવાજ આવ્યો, “મિત્ર, તારે મને રૂબરૂ મળવું છે ને હું અહી હાજર છું.” હવે મને થયું કે, “સાલું કાઇંક તો લોચો છે, આંખ ખોલીને જોઇયે તો ખરા કે વહેલી સવારે મારી ફિલમ કોણ ઉતારે છે?”

મે આંખ ખોલી તો ખબર પડી કે હું કોઈ અલગ જ જગ્યાએ પહોચી ગયો છું. મારી સામે એક ઓફિસનો દરવાજો છે અને અંદરથી કોઈ મને વારંવાર બોલાવી રહ્યું છે. મને એમ થયું, “રાત્રે સૂતો હતો ત્યારે તો મારા ઘરે પથારીમાં હતો, આ અડધી રાત્રે મારૂ અપહરણ થઈ ગયું કે શું?” હવે, મારી મૂંઝવણનું સમાધાન એ સામેની ઓફિસના દરવાજાની પાછળ હતું. મને એક વખત વિચાર આવ્યો કે, “ચાલને અહીથી ભાગી જાઉં. આ દરવાજો ખોલું અને લેવા ના દેવા ન થઈ જાય!” પણ ત્યાં જ ફરીથી અંદરથી અવાજ આવ્યો, “મિત્ર અંદર આવ, તારી સમસ્યા ના સમાધાન જોઇએ છે ને?”

મે થોડી હિમ્મત એકઠી કરી અને ઓફિસનો દરવાજો ખોલ્યો અને પૂછ્યું, “સર, શું હું અંદર આવી શકું?”

અંદરથી અવાજ આવ્યો, “પ્લીઝ કમ ઇન.”

હું ઓફિસની અંદર ગયો અને જોયું તો સામે એક ટેબલ હતું. ટેબલની બીજી તરફ એક વ્યક્તિ બેઠા હતા. એક અદભૂત તેજ અને નિખાલસ સ્મિત હતું એમના ચહેરા પર. હું તો બસ એમને જોતો જ રહી ગયો.

મારાથી રહેવાયું નહીં એટ્લે મે બે-ત્રણ પ્રશ્નો એક સાથે પૂછી લીધા. તમે કોણ છો? હું અહિયાં કેવી રીતે આવ્યો? આ ઓફિસ મારા શહેરમાં છે કે બહાર?

મારા આટલા વ્યાકુળ થવા છતાં પણ એ વ્યક્તિ મને એ જ નિખાલસતા પૂર્વક જોઈ રહ્યા અને પછી બોલ્યા, “હું તારી દરેક સમસ્યા અને મૂંઝવણનું સમાધાન છું.” મને થયું કે મારી મસ્તી કરે છે પણ એ વ્યક્તિનું તેજ અનોખુ હતું એટ્લે મે પૂછ્યું, “તમે ભગવાન છો એમ ને તો સાબિત કરો.” આ વાત સાંભળીને એ વ્યક્તિ મારી તરફ જોઈ રહ્યા.

થોડી ક્ષણો પછી બોલ્યા, ”તું તારી સમસ્યા લઈને આવ્યો છે એ મને આપી દે, પછી તને ખ્યાલ આવી જશે.”

મે કહ્યું, ઓકે, આપણે તો પ્રોબ્લેમ (સમસ્યા) સોલ્વ થવા જોઈએ એટ્લે થોડીવાર માટે વિશ્વાસ કરી લઈએ કે સામે બેઠા છે એ ભગવાન છે.

મે શરૂઆત કરી, “ભગવાન, મારા જીવનમાં ઘણા બધા દુ:ખ છે અને ફકત મારા જીવનમાં જ નહીં, મારા પરિવાર, મિત્રો, સબંધીઓ બધાના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે”

ભગવાન : કમ ટુ ધ પોઈન્ટ.

હું : ચાલો એક પછી એક વાત પૂછતો જાઉં.

Q. 1) હું. : મારૂ નસીબ આટલું ખરાબ કેમ છે?

ભગવાન : કારણ કે તારું ધ્યાન એ વસ્તુઓ તરફ છે જે તારી પાસે નથી. તું તારા ધ્યાનને એ બાબત/વસ્તુ તરફ લઈ જઈશ જે તારી પાસે છે એટ્લે નસીબ સારુ થઈ જશે.

Q. 2) હું. : મારા જીવનમાં આટલું દુ:ખ કેમ છે?

ભગવાન : તારા જીવનમાં દુ:ખ નથી, તારી સમજણ ઓછી છે. સમજણ શક્તિ વધશે એટ્લે દુ:ખ નહીં રહે, સમસ્યા રહેશે, દુ:ખ નહીં રહે.

Q. 3) હું. : મારા કરેલા કાર્યનો યશ (Credit) કોઈ બીજુ લઈ જાય છે શું કરવું?

ભગવાન : તારું કર્તવ્ય તારા કાર્યમાં ધ્યાન આપવાનું છે, તેના ફળ રૂપે શું મળે છે કે એ ફળ (યશ, Credit) કોને મળે છે એ બધી વ્યર્થ બાબતોમાં ધ્યાન આપવું નહીં.

Q. 4) હું. : મને નિષ્ફળતા મળી છે એ દુ:ખ જતું નથી, બસ એનાથી છુટકારો કેમ મળે?

ભગવાન : નિષ્ફળતા અને સફળતા એ અહંકારી મનના માપદંડ છે, તારું ધ્યાન તારા કાર્ય પર હોવું જોઈએ નહીં કે તેના પરિણામ પર. તે જે કર્યું હતું એ કાર્ય નિષ્ફળ ગયું છે, એનાથી તું નિષ્ફળ નથી થઈ જતો.

Q. 5) હું. : કોઈ એવો ઉપાય છે કે જીવનના દરેક દુ:ખ એક પલમાં જ દૂર થઈ જાય કે ગાયબ થઈ જાય?

ભગવાન : હા અને નહીં.

Q.6) હું. : આમ ક્ન્ફયુઝ ના કરો, કોઈ એક બાજુ બોલોને,

ભગવાન : જો તારું ધ્યાન સતત એ દુ:ખ/સમસ્યા પર છે તો એનો કોઈ ઉપાય નથી, પણ જો તું એક ક્ષણ માટે એ જાણી લે કે એ દુખ છે પણ તારું નથી-તો એ દુ:ખ તે જ ક્ષણે ગાયબ થઈ જશે.

Q.7) હું. : મને કોઈ કાર્યમાં સફળતા જોઈતી હોય તો તમે આપવી શકો? I Mean તમને પ્રાર્થના કરવાથી સફળતા કે મનગમતી વસ્તુ મળી જાય?

ભગવાન: મારૂ કામ કોઈને સફળતા કે નિષ્ફળતા આપવાનું છે જ નહીં. તું જે કાર્ય કરવા ઈચ્છે છે એ માટે હું તને શક્તિ (સક્ષમતા) આપી શકું. પણ કામ તો તારે જ કરવાનું છે. અને તેમછતાં કાર્ય સફળ થવાની ખાતરી (Guarantee) તો નથી જ.

Q. 8) હું. : આ સફળતા, નિષ્ફળતા, વસ્તુની કે વ્યક્તિની લાલસા (આસક્તિ) માંથી મુક્ત થવાનો કોઈ ઉપાય ખરો?

ભગવાન: હા, જીવનમાં જે જરૂરી હોય એ બધુ કરવાનું અને એ યાદ સાથે કરવાનું કે તું એ કાર્ય કરવા માટે નિમિત માત્ર છે, એ કાર્ય કરાવનાર ભગવાન છે. પછી તને પરિણામ ની કોઈ ચિંતા જ નહીં રહે કેમકે તું કર્તા નથી, નિમિત છે.

Q. 9) હું. : પણ એવું કર્યા પછી કઇંક ખોટું કે અયોગ્ય કાર્ય થઈ ગયું તો એ પણ ભગવાન પર આવે ને, એ પ્રોબ્લેમ નું શું કરવાનું?

ભગવાન: હા, તો એ કાર્ય નો ભાર મારા પર આવશે ને! એની ચિંતા તું શા-માટે કરે છે? તું નિમિત બનીને તારા કર્તવ્ય નું પાલન કર. વ્યર્થ ની ચિંતાઓ છોડી દે.

Q. 10) હું. : THANK YOU SO MUCH ભગવાન!!!

ભગવાન: Most Welcome! Anytime.

Written By,

Brijesh Kanani