Nishigandha books and stories free download online pdf in Gujarati

નિશિગંધા

અરે આ શું છે યાર ?? ના તો બાય કહેવાનું ... ના તો ગળે મળવાનું... બસ આમજ ભાગી જવાનું હે ને ?? આટલો ગુસ્સો શા માટે ?? ફાયદો શું છે વળી આ ગુસ્સાનો ?? એ તું બુઢ્ઢો થયો હવે આયુષ.. તારું બ્લડ પ્રેશર હાઈ થઈ જશે... જા કરવું હોય તેમ કર મારું તો તું માનતો જ નહિ.. હું તો વધારાની જ છું ને...??? !!!..

એ સામે તો જો મારી ... ઓ યે જો ને આમ ના કર ને મારી સાથે... વાત કરને ....

નથી જોવું મારે તારી સામે.. ને ના તો તારી સાથે વાત કરવી ...ચાંપલી નહિ તો ક્યાંયની !! ગુસ્સો તો આવે જ ને, આટલું વાગ્યું તો પણ મને કહેવાનું નહિ હે ને ?? કોઈ તારા માટે જીવે, કોઈ તારા માટે ચિંતા કરે પણ તારે શું ?? તારે ક્યાં એ બધું જોવાનું આવે છે.

નિશી તને તારી નથી પડી પણ તારા માટે જીવતા મને તારા આ મજનુને તો તારી ખુબ જ ફિકર છે હો..!! તું મારો જીવ છો યાર..

આયુષ ખાલી પગમાં થોડું વાગ્યું છે તેમાં આટલી ફિકર શું કામ કરે છે??

એમ આટલું વાગ્યું છે, પગમાં સ્ટીચિઝ લેવા પડે તેમ છે અને મેડમને થોડું વાગ્યું છે કાં!! સાલુ, પ્રેમ એવી તે ખરાબ ચિજ છે કે ભલભલાને પાગલ કરી દે, એટલો ગુસ્સો આવે છે ને તારા પર, પણ શું થાય તું છે એટલી વ્હાલીને કે વ્હાલ ઊભરાય છે તારા પર કે મને ગુસ્સો આવે છે તો પણ નથી કહિ શકતો તને કાંઈ હવે.... ચાલ, હવે સુઈ જા નિશી તને સુવાડી દઉ હવે,..

આયુષ, મારી પાસે બેસને મને ઊંઘ નથી આવતી. એક તો કેટલા દિવસે આટલો સરસ સમય મળ્યો છે તારી સાથે બેસીને વાતો કરવાનો ને તું મને સુવડાવી દેવાની ફિરાકમાં છે... આજે તો તારે મારી સાથે પુરી રાત વાતો કરવાની છે.. આજે તો તારી વાત હું માનવાની જ નથી..

વાહ, નિશી મારી વ્હાલી webcam પર સામે છું, આ તો પાસે નથી. તારી પાસે હોત ને અત્યારે તને મારા ખોળામાં માથું મુકીને સુવડાવી દેત તને !! તારા જેવી ઢિંગલી મારે છે ... I LOVE YOU NISHI....


I LOVE YOU NISHI.....

પોપ્સ પ્લીઝ મને ઢિંગલી નહિ કહો ને... હું તો તારી લાડુડી છું...

એ આ પોપ્સ કોણ છે હે?? આ નવું પ્રાણી ક્યાંથી આવ્યું?? વાહ!! ઢિંગલી જેવી છે તો ઢિંગલી કહું છું ને મારી લાડુડીને એ પણ નથી ગમતું..

બાય ધ વે હું તો તારો બોયફ્રેન્ડ છું .. મારી ગર્લફ્રેન્ડ મને પોપ્સ કહે એ મને નથી ગમતું...!!

એ’ ય આયુષ તું પપ્પા છે મારો ઓકે.. પપ્પાની જેમ કેમ નથી રહેતો મારી સાથે... એમ જ રહે ને ... and yes તું રોજ whatsapp માં કેમ બોયફ્રેન્ડ types ચેટ કરે છે ને મેસેજ કરે છે ??

એ લાડુ, આપણે શું decide કર્યું હતું?? તું જાણે છે ને નિશી કે તું મારી valentine છે. હું કોને આટલો પ્રેમ કરી શકું?? તારા સિવાય મારી દુનિયામાં છે જ કોણ??

ઓ હેલ્લો, આ senti chat મને બિજી દિશામાં દોરે છે ... ચલ બોલ મને કે આ પરાક્રમ ક્યાંથી કરીને તારા પગે આવ્યું?? આ કેમ કરીને વાગ્યું?? દવા તો sweety એ લિધી નહિ હોય !! એ માટે પણ મુહુર્ત જોવડાવાનું હશે નહિ?? ચલો કથા – પુરાણ ચાલુ કરો કે આ પગમાં ક્યું પરાક્રમ નડ્યું??

પોપ્સ, ગઈકાલે સવારે sorry... sorry... sorry... આયુષ મારી જાન ....

ગઈકાલે સવારે દરરોજની જેમ walk માં નિકળી હતી. આઇપોડ પર મિલીની ફેવરીટ ગઝલ સાંભળી રહિ હતી... યે દોલત ભી લે લો , યે શોહરત ભી લે લો,... ને ત્યાં મારી નજર રસ્તાની બાજુ પર રમતાં બિલ્લી બાઇના પોરિયા પર પડી. આયુષ તે કેટલું સુંદર હતું..!! ને you know my nature very well મને ફોટોગ્રાફી કેટલી પસંદ છે... બસ તેના ફોટો પાડવા નિચે બેઠી.... હજુ તો ફોટો પડ્યો ના પડ્યો હું સ્લિપ ખાઈને પડી ગઈ અને ઉભી થઈ ને તેની પાછળ દોડી ... તો પોરિયુ ભાગ્યું તે મારી આગળ ને હું તેની પાછળ ને સામેથી બાઈક આવ્યું ને મે ફરી બેલેન્સ ખોઇ દિધું અથડાઇ ને પડી ગઈ અને મને વાગ્યું...

અરે મારી લાડુ... એમ તે કેમ ધ્યાન નથી રાખતી...?? એટલું બધુ ખોવાઈ જવાનું કોઈ બાબતમાં કે રસ્તા પર ધ્યાન ના રહે...?? એ ઘેલી !! પાગલ જ છો બિલકુલ... નાના પોયરાઓ જોયા નહિ ને દોડી નહીં બિલકુલ પિસ્તા જેવી છો... બિલકુલ તેના પર ગઈ છે... બિલકુલ પિસ્તા જેવી થઈ છે.. તેની જ પ્રતિકૃતિ....

બિલકુલ પિસ્તા જેવી થઈ છે ....

એ પોપ્સ મિલીને પિસ્તા કેમ કહે છો?? મિલી કેમ નહિ હમમ ??

પિસ્તા, પિસ્તા, પિસ્તા .... હું મિલીને પિસ્તા કેમ કહું છું ?? નિશી મસ્ત question કર્યો તે.... કે હું મિલીને પિસ્તા કેમ કહે છે??

આયુષ, મિલી આટલી સુંદર હતી??

હા, ખુબ જ સુંદર હતી. તું બિલકુલ તેના જેવી જ દેખાઈ છે. હરણી જેવી કથ્થાઈ – બદામી આંખો, લાંબા-કાળા-સુંવાળા-ઘુઘરિયાળા વાળની માલકિન, ગુલાબની પાંદળી જેવા હોઠ, દાડમની કળી જેવા દાંત... તેની સુંદરતાના વખાણ કરું તો જાણે ગ્રંથો ભરાય જાય. તું નિશી દેખાવે અદ્દલ તેના જેવી જ છે... એકદમ પિસ્તા જેવી... હું તેને પિસ્તા એટલે કહું છું કારણ જ્યારે તું આવવાની હતી ત્યારે તે પિસ્તા ખુબ જ ખાતી હતી તેને ખુબ જ ભાવતાં હતાં. એટલે જ હું તેને પિસ્તા કહું છું.

નિશી તારી સાથે મિલી વિશે કેટલી બધી વાત કરવી છે, ઘણું બધું share કરવું છે. મને લાગે છે કે હવે તું સમજી શકે એટલી તો મોટી થઈ ગઈ છે. નિશી, તું મિલીને એટલું નથી જાણતી જેટલુ હું જાણું છું. જેમ તું મારો જીવ છે તેમ તે પણ મારો જીવ હતી. તેના વગર મેં મારા જીવનની કલ્પના જ નહોતી કરી, અને આજે તેના વગર જીવુ છું ને ??!! કોઈએ ખરું જ કહ્યું છે કે જેને ખુબ ચાહિયે ને તેનાથી વિખુટા બહુ જલ્દી થવું પડે છે.

અમારું જીવન એકદમ અલગ હતું બસ તારા આગમનના સમાચારે જ અમને જીવવાની નવી દિશા આપી.. સતત તારાં વિચારોમાં અમે ખોવાયેલા રહેતાં. કહેવાતા 14મી ફેબ્રુઆરી ને અમે બન્ને ક્યારેય વેલેન્ટાઇન ડે તરીકે નથી ઉજવ્યો.. તારા આગમનના દિવસે અમે અમારો વેલેન્ટાઇન ડે હતો. બસ અમે અમારી જિંદગી બસ કૈ આવી જ રીતે પસાર કરતાં હતાં....

હાલ તો તુ ઉંઘી જા તને હું તેની વાત ચોક્કસ થી કરીશ.

(મનમાં) તને મારી પિસ્તા વિશે વાત કરીશ..... કેટલીક વાતો આપના બંનેના જીવનને જોડતી તો કેટલીક આપણને બંને ને વિખુટા પાડવા માટે પુરતી છે. તને ફક્ત તારા આ બાપ ને તારી માતાના હોવાની જ ખબર છે , બંનેનાં જીવનની કેટલીક વાતો તને ખ્યાલ જ નથી..... કાશ એ શક્ય બને કે હું તને દરેક વાત કહું અને તું તે સમજી શકે...

બીજા રસપ્રદ વિકલ્પો