બે પાનાં યાદોની ડાયરીના mukesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે પાનાં યાદોની ડાયરીના

શરૂઆત ! શરૂઆત કેમ આટલી અઘરી હોય છે કહાનીની ?નાં નાં હકીકત ની લાઈફમાં જે કહાની ચાલુ થાય છે એની તો ઘણીવાર આપણને જાણ જ નથી હોતી .બસ તેનુ એંડીંગ કાંઇક અઘરું જરુર લાગે છે.

લખવાની આ મારી પહેલી શરૂઆત જ છે.એટ્લે જ કદાચ આ શરૂઆત શબ્દ ની મોટાઈ....લંબાઈ.... જાડાઈ.....ચાલો જે કહો તે પણ આ બધૂં મારી ઉપર એકસાથે તુટી પડ્યું ,પણ હા "શરૂઆત" શબ્દનું મહત્વ પણ મને સમજમાં આવ્યું.

કહાનીની શરૂઆત કરીએ યાદોના કાલ્પનિક એક નાનકડા શહેરનાં એક નાનકડાં બસ સ્ટેન્ડથી,કે જયાં દિવસ દરમ્યાન હજારો ચહેરા મુસાફરી કર્તા રહે છે.કોઇક ચહેરા પર તેનાં પોતાનાંને મળવા જવાની ખુશીની ચમક હોય છે તો કોઇક ચહેરા પર અજાણ્યા શહેરનાં વાતાવરણ નો ડર,આવતી જતી બસોના હોર્ન સાંભળી બાળકોના ખીલખીલાટ હસતાં ચહેરા તો કોઇક ચહેરા પર ચિંતા છે કે તેમને જે બસમાં જવાનું છે તે જતી તો નથી રહી ને?

બસ, આ વાતાવરણ ની વચ્ચે બેઠેલો હું અને મારો મિત્ર, અને ધીમા છાંટે આવતો મોસમનો આ વરસાદ.આ વરસાદ પણ કાંઈક કાલ્પનિક શહેર જેવો જ કાલ્પનિક છે. આકાશ તરફ એક નજર કરતાં એવું લાગે જાણે હજારો ટીપાંઓની બસ એકસાથે છુટી જતી હોય તેમ ઉતાવળા પગે ચાલી આવીને બસસ્ટેન્ડનાં રોડ ઉપરનાં નાનાં નાનાં ખાબોચિયામાં આવી પડે છે..........ટપક ......ટપક.. ... જાણે કેમ આ નાનાં ખાબોચિયાં આ ટીપાઓનાં લેન્ડિંગ પોઈંટ હોય...!

વરસાદ નાં ઝીણા ઝીણા છાંટાની સાથે સાથે મારા મનમાં જન્મતા વિચારો.આ પહેલો દિવસ હતો મારી મુસાફરી નો ,ને હવે કદાચ આ બસસ્ટેન્ડ સાથેનાં સંબંધો મારે બે વર્ષ સુધી સાચવવા રહયા.વાત જાણે એમ છે કે મે અને મારા મિત્રએ બે વર્ષ માટેનાં કોર્સ નું ફોર્મ બીજા શહેરમાં ભરેલું.એટ્લે હવે ધક્કા ખાધા વગર છૂટકો જ નહોતો .

બસસ્ટેન્ડ નાં છાપરાની એંગલમા લાગેલા મોટા સ્પીકર એમની વાણી નાં શ્રી ગણેશ કરે કે ત્યાર પહેલાં જ અમારી બસ પ્લેટફોર્મ નંબર 4 એટ્લે કે બિલકુલ અમારી સામે આવી ઊભી રહી.બસની બ્રેક લાગવાથી થયેલા અવાજ સાથે જ મારો મિત્ર બોલ્યો ...ચાલ.....ચાલ..... આપડી બસ આવી ગઇ. અમે દોડીને બસમાં ચડયા ને આ બાજુ સ્પીકરે શ્રી ગણેશ કરી કંઇક તેનાં અલગ અંદાજ માં આવેલી બસના સમાચાર દેવા લાગ્યું.......થોડીવાર રહીને ડ્રાઈવરે બસને બસસ્ટેન્ડ માંથી આગળ ચલાવીને શહેરનાં વાંકાચૂકા અને વરસાદનાં પાણીથી તરબોળ થયેલા રસ્તા ઉપર હાંકી કાઢી....

બસ આગળ વધતી રહીને લોકોના બોલવાનો અવાજ ધીમે ધીમે ઓછો થતો ગયો અને બધાં પોત પોતાની વરસાદી યાદોમાં જતાં રહ્યાં.

આ વરસાદી સમયમાં વીતેલા દિવસો દરેકનાં મનમાં એક યાદ રૂપે કાયમી વસી જતા હોય છે અને એ યાદ સમયે સમયે તાજી થતી રહે છે.

(યાદ:> યાદ જીવનનો એક એવો સમય કે જે કદાચ આપણાંથી પુરેપુરો જીવવનૉ બાકી રહી ગયો હોય અને વર્ષ દરમ્યાન એ સમય આવતાં આપણે યાદ રૂપે તેને ફરીથી જીવવાની કોશિશ કરતાં હોય.)

હું અને મારો મિત્ર સીટ પર બરાબર ગોઠવાય ગયા.થોડીવાર માટે અમે બન્ને મિત્ર રસ્તામાં આવતાં નાનાં મોટા ગામ,કારખાનાં ,પેટ્રોલપંપ વગેરે વગેરે જોતાં રહ્યાં અને તેનાં વિશે વાતો કરતા રહ્યાં.પણ પછી અમારી વાતોએ પણ મૌન સેવી લીધું અને ત્યારપછી નાં સવાલ જવાબ પોતપોતાના મનમાં થતાં રહ્યાં.

સવાલ અને જવાબની આ સાપસીડી વચ્ચે મારી નજર એક છોકરી પર પડી. જે મારી બાજુની સીટની પાછળની સીટમાં બેઠી હતી.એ મને બધાથી કાંઇક અલગ લાગી.એનો આછા લાલ રંગનો ડ્રેસ અને એનાં મેચિંગની વાળને બાંધેતી ક્લિપ.આ કલિપ માંથી સરકીને તેનાં ગાલ પર આવતી અને વારંવાર હાથની આંગળીઓને કામે લગાવતી એ લટ જોઇ એવું લાગી રહ્યું હતું જાણે રૂમમાં બંધ કરેલા બે નાનાં મસ્તીખોર છોકરાં રૂમની બારીમાંથી ડોકિયાં કરી રહ્યાં હોય.

એનો શાંત ચહેરો અને આ શાંત ચહેરા પર ઉભરતો ગુલાબી હોઠ નો દરિયો.થોડી વાર માટે તો લાગ્યું કે લાવ આ ઉભરતા ગુલાબી દરિયામાં બન્ને હાથની આંગળીઓ વચ્ચે અંગુઠો દબાવી પૂરા આત્મવિશ્વાસ સાથે એક ડૂબકી લગાવી દવ,એવું વિચારી કે કદાચ એ મને સંભાળી લેશે.

એનો અવાજ..!.હમ..... એનો અવાજ જાણે આંબામાં બેઠેલી કોઈ કોયલ સંગીતનું શિક્ષણ લઇ રહી હોય તેવો અને એનાં કપાળ પર ચમકતી એ બિંદી દરિયાનાં પાણીનાં નાનાં મોજા પર પડતું સુર્ય નું કોઇક તેજ કિરણ,કે જે મને અવાજ કરતું હોય કે આવ , આવ અને મારામાં સમાય જા ,બસ બેજ પગલાંની દુરી છે,ચાલ થોડુંક હુ ચાલું અને થોડોક તુ પણ ચાલ.કંડકટર નાં બેલ મારવાના અવાજથી તુટી ગયું આ અધૂરું સપનું મારું. નહિતર નાં જાણે કયાં સુધી મારી પાછળ પાછળ આવત એની બિંદીની એ ચમક.

સાચું કહું તો આટલું બધું જોવાનો કે વિચારવાનો સમય પણ નોતો રહ્યો મારી પાસે .અમારી બન્નેની નજર એકસાથે મળતાં જ હું ગભરાય ગયો હતો.અને કદાચ હા, મારુ દિલ એક ધબકારો ચૂકી ગયું હતું. મારાં હૃદયમાં લોહીનો વેગ કૈંક અલગ હતો .લાગ્યું કે મારુ દીલ એની જગ્યા છોડી બહાર આવવાની કોશિશ કરતું હોય.

આ શરૂઆત હતી એક યાદની.જે બસની બારીમાંથી ટપકતાં વરસાદનાં ટીપાં અને પહેલા વરસાદમાં આવતી માટીની મનમોહક ખુશ્બુનાં રૂપમાં મારાં મનનાં દરેક ખૂણામાં પ્રસરી ગઇ.

મને યાદ નથી પુરી મુલકાત

બસ આંખ મળ્યાનું યાદ છે

ભીડમાં ચહેરા ઘણાં હતાં

તારી નજરમાં ખોવાયાનું યાદ છે

થોડી થોડી વારે હસતાં હોઠ અને વારંવાર હાથને કામે લગાવતી એ લટ

આ બધું જોવા દેવા થયેલી તમારી મહેરબાની યાદ છે.

હિન્દી ફિલ્મની જેમ Love at first sight પહેલી નજરનો પહેલો પ્રેમ.મારુ પણ કંઇક આવુ જ હતુ. આવું જ થતુ હસે ને બધાંની સાથે કે પ્રેમ થઈ જાય અને ખબર પણ ન પડે? હોઠ ચુપ હોય ને આંખોથી વાત થાય કદાચ એનું નામ જ પ્રેમ.પ્રેમમાં આંખોથી વહીને પ્રિયેનાં દિલ સુધી જતી વાતોની અવિરત નદી હોય છે જેને કોઈ કિનારો, કોઈ અવરોધ રોકી નથી શક્તો.બસ એ ધસ્મતતિ રહે છે ત્યાં સુધી, કે તે એક વિશાળ દરિયા દિલમાં હંમેશને માટે એક યાદ બનીને સમાઇ ન જાય.

સાચી વાત છે પ્રેમને ક્યાં કોઈ છેડો હોય છે.

આપીએ રાખો એટલો બસ થોડો જ હોય છે.

અમારું સ્ટેશન આવ્યું અને બસ ઊભી રહી. અમે બધાં ઉતર્યા. બધાની મંજીલનો રસ્તો એક હતો અને નવો પણ.કેમ કે બધાં સ્ટુડન્ટનો ઇન્સ્ટીટયુટમાં આજ પહેલો દિવસ હતો.પહેલા દિવસમાં ચોપડીઓ ને વધારે હેરાન ન કરતા બસ એકબીજાની ઓળખાણ કરી. સમયનું ટાઈમ ટેબલ અને શુ શીખવવામાં આવશે તેની પણ સર તરફથી થોડી વાતો થઈ.નવા નવા ચહેરા અને એની નવી નવી વાતોમાં જ દિવસ પૂરો થઈ ગયો.

બસસ્ટેન્ડ થી લઈને પહેલી મુલાકાત સુધીની આ સફર અહીં સુધી જ હતી. કારણ કે પહેલી મુલાકાત પછી જે સમય વીત્યો તે કઈ ખાસ નહોતો.બસ એટલું જ કહી શકાય કે આંખોની મુલાકાત આંખો સુધી જ સીમિત રહી.મુલાકાત ની આ સફરમાં આંખોને સપનાઓ ઘણા મળ્યાં પણ આ સપનાઓને શબ્દો નો સાથ નહીં.

પણ હા ત્યાર પછીની મુલાકાતોમાં આ વરસાદ અને બસસ્ટેન્ડ નો સાથ બહુ સારો રહ્યો।.બે પન્નાની આ યાદોની સફર બસ અહીં સુધી જ છે.

બે પાનાં યાદોની ડાયરીના

1.

પહેલો દિવસ એ પ્રેમનો

મુસાફરી એ બસની

તારી મારી આગળ પાછળ ની સીટ

પાછળ ફરતા જોડાયેલી નજર

તને જોઈ ઝડપથી વધતા હૃદયના ધબકારા

ત્રાસી નજરે જોવાતો તારો ચહેરો

2.

રાહ જોવાની મારી રોજની ટેવ

રસ્તે થી નીકળવાનો તારો સમય

સાથે મુસાફરી કરવા જોવાતો સેકન્ડ્યો કાંટો

સામું જોઈ હસવા તડપતા હોઠ અને

હજી ઘણું બધું છે પણ અંતમાં

હું નહીં કરી શકેલો પ્રેમનો એકરાર ……….