દીલની વાત vaishali parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીલની વાત

દિલ ની વાત

દિલ ની વાત કે જેમાં દરેક તબક્કે મનુષ્યનું જીવન કેવી રીતે , કેવી કેવી , પરિસ્થિતિ માંથી બહાર આવે છે. અને એ તબક્કા માં તેમના વિચારો કેવા હોય છે એ સમય નું વર્ણન કરવામાં આવશે . જીવન નાં કોઈ પણ તબક્કા માં મનુષ્ય પોતે પોતાની સાથે અન્ય મનુષ્ય ને સુખ આપી શકે તે મનુષ્ય આ સંસારરૂપી ભવસાગર પાર કરી શકે છે.

દિલ ની વાત માં આપણે જોઈશું કેવી રીતે એક વ્યક્તિ કોઈના જીવન માં અમૂલ્ય ભાગ ભજવે છે એની જિંદગી ની એક એક ષણ ખુશીયો થી ભરી દેશે, કોઈ એક વ્યક્તિ ને લીધે કોઈ બીજા વ્યક્તિ ની લાઈફ માં કેટલા ફેરફાર થાય છે એ જોઇશુ આપડે

ભાગ-1

કોણ હતું એ ?

આમ તો જીવન ની વાસ્તવિકતા શું હોય છે તે દરેક વ્યક્તિ જાણતી જ હોય છે. છતાં અપેક્ષા જે કોઈ ની પાસે થી કંઈક મેળવવાની રાખવામાં આવે છે તે દરેક તબક્કે દુઃખી કરે છે. તો પણ કોઈ વ્યક્તિ અપેક્ષા રાખવાનું છોડી શકતી નથી. ચાલો હવે વાત કરી આપણે નેહા ની...

આજે નેહા ખુશ હતી કેમ કે આજે એના સગપણ નક્કી થયા હતા યશ જોડે , ખુશ હોય જ ને કેમ કે યશ હતો જ એવો છોકરો , આજ ની છોકરી ને શુ જોઈએ ? સમજદાર જીવન સાથી કે જે એની દરેક ક્ષણ યાદગાર બનાવી દે , જિંદગી માં એટલી ખુશીઓ આપે કે કોઈ ની જરૂર ના પડે ને ડગલે ને પગલે છોકરી ની જોડે ચાલે . આજે પેહલી મુલાકાત માં જ યશે નેહા નું મન જીતી લીઘું

નેહા ને હતું આજે પેહલી મુલાકાત છે શુ પૂછીશ હું ? મન માં તો કેટલાય સવાલ હોય જેમ કે છોકરા ની ઇનકમ કેટલી છે ? કોઈ વ્યસન છે કે નઈ ? લફડે બાજ તો નથી ને ?, પણ બધા થોડી પુછાય? પણ શરૂઆત થઈ કઈ આ રીતે

કેટલી વાર છે , કયારે આવશે એ લોકો ? 5 વાગે કીધું હતું પણ હજી નથી આવ્યા - નેહા ની મમ્મી બોલી, ત્યાં બારણે ડોરબેલ રણક્યો,

લે આવી ગયા લાગે છે જા દરવાજો ખોલ તો , મમ્મી દરવાજો ખોલવા ગયા ત્યાં નેહા રસોડા માં ગઈ

''મેહમાન આવી ગયા , બેઠા ''

નેહા રસોડા માંથી 4 ગ્લાસ પાણી ટ્રે માં બહાર લાવી , યશ ને પણ છોકરી જોવાની ઉતાવળ હતી ને નેહા બહાર આવી રહી હતી ત્યારે યશ નેહા ને જ જોતો રહ્યો

નેહા ફટાફટ પાણી આપી રસોડા માં જતી રહી.. પરિવાર ની વાતો તો પતે નહી, આમેય કઈ વાતો ના મળે તો ન્યૂઝ ની વાતો ચાલતી હોય કાતો અત્યાર ના કલ્ચર પર ને પછી એમાં અમુક લોકો ને બિન જરૂરી સલાહ આપવાની ટેવ હોય છે કોઈ કઈ પણ બાબતે સલાહ આપવાનું ના છોડે। . બંને પરિવાર વાતો કરતા હતા,

થોડો ટાઈમ થયો

બંને ને કોઈ વાતચીત કરવી હોય તો કરી શકે છે નેહા ના મમ્મી એ કીધું

ટીવી સીરીઅલ ની જેમ નેહા પણ બાજુ ના રૂમ માં યશ નાં આવવાનો વેઇટ કરતી હતી, મન માં થોડો ડર હતો કે શુ થશે ? મન માં અનેક સવાલ હતા કેમ કે આજે નેહા ની આ પેહલી મુલાકાત હતી ને છોકરા નો પૂરો બાયોડેટા નતો એની પાસે . . નેહા એ ગ્રીન કલર નો પંજાબી ડ્રેસ્સ પેહર્યો હતો , હાથ માં કઈ પહેરવાનો શોખ હતો નઈ એટલે હાથ ખાલી હતા, ત્યાં યશ આવી એની જોડે બેઠો, નેહા ને મન માં થયું કે આ પૂછે તો સારું , મારે સામેથી થોડું બોલાય આવું વિચારતી હતી ત્યાં યશે પૂછ્યું નેહા હું તમારા વિશે કંઈક જાણવા માંગુ છુ તમે કહેશો મને ?

બસ , હવે સ્ટાર્ટ થઈ સ્ટોરી , નેહા બોલી મેં હમણાં 6 મહિના પેહલા એમ કોમ પૂરું કરેલ છે ને એ પણ ઇંગ્લિશ મીડીયમ માંથી હાલ એક કન્સ્ટ્રક્સન કંપની માં એકાઉન્ટન્ટ તરીકે કામ કરું છું. .તમે શુ કરો છો ?

યશ નું ધ્યાન તો નેહા ની આંખો તરફ જ હતૂ પણ નેહા ની નજર જમીન પર જ હતી , નેહા પાતળી હતી પણ રૂપ માં એની તોલે કોઈ ના આવે, આવી છોકરી જોઈ ને યશ જોતો જ રહી ગયો , યશ ને મન માં થયું જીવનસાથી જેવી જોઈતી એવી જ નેહા છે.

અમારે ટ્રાવેલ્સ નો બિઝનેસ છે ને મેં એમ બી એ કરેલું છે. તમારા શોખ વિશે જાણી શકું નેહા ?

હા , કેમ નહીં - નેહા બોલી , મને બહાર નું જમવાનું બઉ જ ભાવે એમાંય ખાસ કરીને પંજાબી જોધપુરી શાક ને પાણીપુરી મારી ફેવરેટ

યશ નું ધ્યાન તો હજુ નેહા ના હાવભાવ પર જ હતું, નેહા જયારે વાતો કરતી ત્યરે નેહા ના ચેહરા પરના એક્સપ્રેસ્સ્ન જોઈ ને યશ બસ જોતો જ રહી જતો..

ત્યાં નેહા ની બેન બંને માટે આઈસ્ક્રીમ લાવી , થોડો સમય થયો ,આઈસ્ક્રીમ નો કપ યશે બાજુ માં પડેલ કૅબિનેટ પર મુક્યો

તમે મને જોબ કરવા દેશો - નેહા એ કીધું

હાં , જો તમે ઘર અને જોબ સાથે મનેજ કરી સકો તો મને કોઈ પ્રોબ્લમ નથી એમાં, હું તમને ખુશ રાખવા માટે મારી જીવનસાથી બનવવા માંગુ છું ને પ્રોમિસ આપું છું તમારી લાઈફ ખુશી ઓ થી ભરી દઈશ ને લાઈફ માં દરેક પળે તમારો સાથ આપીશ

નેહા ને મન માં થયું એ તો બધા એવું જ બોલે અત્યારે , લગન પછી બધા ફરી જાય , પણ જાણે આ સમય એને લાગ્યું છોકરો સારો છે, પણ એક મુલાકાત માં કઈ એટલી ખબર ના પડે કોઈના વિશે, સાચો પ્રોબ્લમ એજ છે લોકો લગન કરવા સારું સારું બોલે પછી ભલે કઈ ના હોય. પણ અમારી નેહા પણ હોશિયાર છે.. કોઈ ના થી છેતરાય એવી નથી કોલેજ લાઈફ જોઈ છે એને.

મીટીંગ પૂરી થઈ , મેહમાન ગયા ,

કેવો લાગ્યો છોકરો ? શું વાતો કરી ?? તને ઠીક લાગ્યો ને નેહા બેટા ? - મમ્મી એ બોલી

એમ મમ્મી કઈ ખબર ના પડે એક નાની મીટીંગ માં , અત્યારે કોઈ ના પર ભરોસો એક મુલાકાત પરથી ના મુકાય આપડે ,, તમે ભૂલી ગયા સેજલ જોડે શુ થયું તું ?

બેટા એ વાત તું ના કર , બધા લોકો એવા નથી હોતા , ને છોકરો તારા પપ્પા નાં જાણીતા માં છે, એ બિચારી સેજલ જોડે જે થયું એવું તો ના થવું જોઈએ કોઈ પણ છોકરી સાથે , આવું થાય એટલે છોકરી નો કોઈના પર થી ભરોસો ઉઠી જાય.

વધુ આવતા અંક માં..............

કેવી રીતે આવ્યો નેહા ને યશ પર ભરોસો ? ને કયારે થયું નક્કી નેહા અને યશ નું સગપણ, ? શુ નેહા અને યશ ના લગ્ન થશે ? અને શું થયું તું સેજલ જોડે ? કોણ હતી આ સેજલ ? નેહા ને સેજલ કોણ હતા ? નેહા ના જીવન માં કોઈ હતું કે નઈ ? આ બધું જોઇશુ આપડે બીજા આંક મા