તરુણાવસ્થા - કોઈ પણ બાળક ની જિંદગી નો આ એક ખુબ જ મહત્વનો સમય ગણવામાં આવે છે. સામાન્ય રીતે 13 થી લઈને 19 વર્ષ સુધીની ઉમર ને આ અવસ્થા માં ગણવામાં આવે છે. સવાલ થાઈ કે કેમ આજ ઉમર તરુણાવસ્થા માં ગણાય તો એનો જવાબ કંઈક આવો છે. 13 એટલે અંગ્રેજી માં thirteen અને 19 એટલે nineteen. આ વચ્ચેના દરેક અંક માં પાછળ ના શબ્દો "teen" આવે છે . જેનો ગુજરાતી માં અર્થ "તરુણ" એવો થાઈ ,અને એટલે જ આ અવસ્થા ને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે આ સમયગાળો બાળક ની ભાણવા - ગણવા ની અને પોતાની કારકિર્દી બનાવવાની હોઈ છે. પણ એવું જોવામાં આવ્યું છે કે આ સમય માં વિદ્યાર્થી નું મન બહુ ચંચળ થઇ જાય છે. તે તેની આજુબાજુ રહેતા લોકો તેના મિત્રો વગેરે સાથે તુલના કરતો થઇ જાય છે કે આ વ્યક્તિ પાસે તો આવી વસ્તુ છે તો મારે પણ આઆવી વસ્તુ જોઈએ જ , પછી ભલે તેના માટે એ વસ્તુ કામની હોઈ કે ના હોઈ , પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી હોઈ કે ના હોઈ પણ બસ તેને એ વસ્તુ જોઇએ એટલે જોઈએ. અને ઘણી વાર આવી જિદ્દ ને કારણે મુશ્કેલી નો સામનો કરવો પડતો હોઈ છે. આ એ જ સમય છે કે જયારે બાળકો ની સારસંભાળ અને બરાબર કાળજી નો રાખવામાં આવે તો તેના ભવિષ્ય પર સિધી અસર થતી હોઈ છે.
હવે વાત કરીયે સંગત ની. જો આપણું બાળક સારી સંગત માં રહેતું હોઈ , તેના મિત્રો સારા હોઈ તો તેની ખુબ સારી અસર તેના માનસપટ પર થાય છે .અને આપણું બાળક પર સાચા માર્ગે ચાલે અને પોતાના કાર્યો માં સફળ થાઈ. પરંતુ જો આ સમયગાળા દરમ્યાન તેના મિત્રો કુટેવ વાળા હોઈ. તો આવી કુસંગત ને કારણે આપણા બાળક પર પણ ખરાબ અસર થાય, પછી ભલે તેને અત્યાર સુધી કોઈ કુટેવ ના હોઈ , ભણવા ગણવામાં માં પણ હોશિયાર હોઈ તેમ છતાં આવી કુસંગત ને કારણે આપણા બાળક માં પણ ધીરે ધીરે આવા લક્ષણો ના બીજ રોપાઈ છે. અને તે ગેરમાર્ગે દોરાઈ છે. જેને કારણે એનું ભવિષ્ય પણ ખતરામાં મુકાઈ જાય છે. અને આ ઉમર એવી હોઈ કે તેને સાચા ખોટા ની ભાન નથી હોતી. તે તો બસ તેના આજુબાજુના વતાવરણ માં ખુબ જલ્દી થી ઢળી જતા હોઈ છે. આ ઉંમર માં એ ખુદ સક્ષમ નથી હોતા કે એ વિચારી શકે , કે અત્યારે જે કરી રહ્યા છે એની પોતાના આવનાર ભવિષ્ય પર શું અસર થશે.
દરેક બાળક ના માતાપિતા પણ આ સમયગાળા દરમ્યાન પોતાના બાળક ને લઈને ચિંતામાં રહેતા હોઈ છે. અને જો માતા પિતા ને જાણ થાય કે તેનું બાળક ગેરમાર્ગે જઇ રહ્યું છે. તો તેની ચિંતા નો પાર નથી રેહતો. ઘણા વાલીઓ આવી પરિસ્થિતિ માં બાળક પર ગુસ્સો કરે છે , તેના પર બળ પ્રયોગ પણ કરે છે. પણ હકીકત માં આવી પરિસ્થિતિ માં સમજી વિચારીને નિર્ણયો લેવા જોઈએ. બાળક ને બને ત્યા સુધી સમજાવવાની કોશિશ કરવી જોઈએ . અને એ પણ કાળજી રાખવી જોઈએ કે કઈ રીતે એ સારી સંગત માં રહે અને પોતાના ભણતર પર ધ્યાન આપે.આ માટે એ એમના મિત્રો કેવા છે એના પર પણ ધ્યાન આપવું જોઈએ. તેની રોજબરોજ ની દિનચર્યા વિષે જાણવું જોઈએ , રોજ એ પૂરતું પોષણ મળી રહે એવો ખોરાક ખાઈ છે કે નહિ એની ખાસ કાળજી રાખવી જોઈએ , એને પૂરતી ઊંઘ મળી રહે છે કે નહિ ,અને જો આ બધી બાબત માં કઈ ખામી હોઈ તો એની પૂરતી માટે જે પણ બની શકે એ કરવું જોઈએ. ભણવાની સાથે સાથે રમતગમત પણ ખુબ જરૂરી છે. રોજ અમુક સમય માટે ટીવી જોવી જોઈએ. જેનાથી મન પ્રફુલ્લિત રહે છે.
હવે જયારે એ પોતાનું પ્રાથમિક શિક્ષણ પુરૂ કરે અને 10 માં ધોરણ માં પ્રવેશે . તો આ એની ભણતર ની જિંદગી માં ખુબ અગત્યનું વર્ષ ગણાય. કેમ કે આ જ SSC ના રિઝલ્ટ પરથી અને બાળક ના intrest પરથી એ નક્કી થાય કે એ science ફિલ્ડ માં જશે કે કોમર્સ માં કે પછી આર્ટ્સ માં.આ વર્ષ દરમિયાન જો બાળક ભણવામાં સરખું ધ્યાન આપે અને એના માંતાપિતા અને શિક્ષકો નાં પ્રયાસો થી બાળક સારું એવું પરિણામ લાવી શકે છે.
આ સમય દરમ્યાન વિજાતીય આકર્ષણ પણ વધારે થાઇ છે કેમ કે શરીર માં રહેલા હોર્મોન્સ આ ઉમર ની આસપાસ જ સક્રિય થતા હોઈ છે. જેને કારણે મન અવળી દિશામાં જતું હોઈ છે . જેને કારણે ઘણી વાર છોકરા છોકરીઓ અવળી દિશા માં જતા રહે છે અને ઘણી વાર એવી ભૂલો કરી બેસતા હોઇ છે કે જેથી તેમને અને તએમના માતાપિતાને નીચુ જોણું થતું હોઈ છે. અને સમાજ માં પણ ઘણી બદનામી થતી હોઈ છે . તેમના આ નાદાની માં કરેલા કર્મો નો પછીના ભવિષ્ય માં ખુબ જ પસ્તાવો થાય છે . અને ઘણા બાળકો આવા ભય થી ના કરવાનું કરી બેસતા હોઈ છે . અવારનવાર સાંભળવા મળે છે કે પ્રેમ સંબંધો માં સમાંજ ના ડર થી તરુંણો એ જીવન ટૂંકાવ્યું .અને આ લોકોની આવી ભૂલો ને કારણે તેમના માતાપિતા અને સંબંધી ઓ ને ખુબ જ દુખ સામનો કરવો પડતો હોઈ છે.
હવે જયારે તેનું ધોરણ 10 નું result આવે ત્યારપછી બાળક અને માતાપિતા બધા ની ખરી ચિંતા શરુ થાઈ છે કે હવે તેને આગળ ના ભણતર માટે શું કરવું. Science , કોમર્સ , આર્ટસ આમાંથી કઈ ફિલ્ડ માં જવું કેમ કે જો આ સમયે ઉંધી ફિલ્ડ પસંદ થઇ ગઈ તો તેને જિંદગી ભર પછી એ જ ફિલ્ડ માં રેહવું પડે છે કે જેમાં તેને interest જ નથી . એટલે સાચા માર્ગદર્શન ની મદદ થી અને પોતાને interest હોઈ એવી ફિલ્ડ જો પસંદ કરે તો ખૂબ સરળતાથી એમાં આગળ વધીને enjoy કરી શકે છે અને એમાં એનાં સફળ થવાની શક્યતાઓ પણ ખુબ વધારે હોઈ છે. આ જ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પછી કૉલેજ માં પ્રવેશ કરે છે જ્યાં તે પોતાના ટેલેન્ટ ને એક અલગ જ લેવલ સુધી લઇ જઈ શકે છે.
કોઈ પણ લોકો ને તરુણાવસ્થા દરમ્યાન કરેલા કર્મો આજીવન યાદ રહે છે . પછી જયારે જિંદગી ના એક પડાવ પર ઉભા હોઈએ અને યાદ કરિયે તો ઘણું બધું પાછળ છૂટી ગયું યાદ આવે છે . આજે પણ જ્યાંરે રસ્તા પર કે કોઈ જગ્યા એ છોકરા ઓનું ટોળુ જોઈએ ત્યારે તરત જ ભૂતકાળ ની સ્મૃતિઓ માં સરી પડાય છે , એ વાતો યાદ આવે છે કે જે અમે અમારા બાળપણ ના સમય માં કરી હતી. સ્માર્ટ ફોન ની દુનિયા તો હવે આવી સાહેબ કે જેને જુઓ એ હાથ માં ફોન પકડીને જ બેઠો હોઈ પછી ભલે તે યુવાન હોઈ કે નાના ભૂલકાઓ. પણ આજે પણ કોઈ વડીલ ને પૂછજો કે તેને એની તરુણાવસ્થા વીતાવેલી તો એ કહેશે કે ભાઈ અમેં તો ધૂળ માં રમીને મોટા થયેલા છીયે તમે એ આનંદ કદી નહિ મેળવી શકો. એટલું કેહતા જ ભલભાલો માણસ બાળપણ ની યાદો માં ખોવાઈ જશે.