મહાનાલાયક Chaitanya Limbachiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • પ્રેમ વિયોગ - 5

  ( વિજય અને રાધિકા ની સગાઈ નક્કી થઈ જાય છે. વિજય ચિંતા માં છે...

 • વિષ રમત - 26

  એ દિવસે પ્રથમ વાર અનિકેત અને વિશાખા નો પ્રેમ ચરમસીમા પાર કરી...

 • કાંતા ધ ક્લીનર - 22

  22.બીજે દિવસે કાંતા વહેલી ઉઠી કામ પર કલાક વહેલી પહોંચી ગઈ. વ...

 • અંધારી આલમ - ભાગ 14

  ૧૪ : દેવરાજનો દાવ દેવરાજ કચ્છી તથા અજીત અત્યારે એક પબ્લિક ટે...

 • શ્રાપિત પ્રેમ - 11

  બીજા દિવસે સોમવાર હતો એટલે બધા પોતપોતાના કામમાં લાગી ગયા હતા...

શ્રેણી
શેયર કરો

મહાનાલાયક

મહાનાલાયક

સૂર્યોદય નો એક રહ્સ્યમય અંત

ચૈતન્ય લિમ્બાચીયા

પરિચય

જ્યારે પોતે જ પોતાની હાર સ્વીકારીને કોઇ શસ્ત્ર મુકે અને તેને તે વ્યક્તિ ની કમજોરી સમજી લેવામા આવે તો પરિણામ ભારે હોઇ શકે છે.

લોક વાયકા પ્રમાણે આપણે ઉગતા સૂરજ ને પુજવો પડે છે પરંતુ રાજનિતી મુજબ જો સૂરજ આપણા અસ્તિત્વ માટે હાનિ કારક હોય તો કોઇ પણ રિતે તે સૂરજ ઉગવા દેવો નહી.

ઉપેક્ષા કરવી કેટલી ભારી પડી શકે છે તે આ કથાનકમા પૂર્ણ રિતે તાદશ કરવામા આવ્યુ છે.

પ્રસ્તાવના

આ લઘુકથા નો કોઇ પણ વ્યક્તિ કે ઘટના સાથે કોઇ સંબંધ નથી. આ ઘટના ની દરેક વસ્તુ કાલ્પનિક છે. જો આ કથા નો કોઇ વ્યક્તિ, વસ્તુ વસ્તુ અથવા ઘટના સાથે સંબંધ હોય તો તે માત્ર સંયોગ હોઇ શકે છે.


અનુક્રમણિકા


શરૂઆત

“ હવે હદ થાય છે. અત્યાર સુધી માત્ર અને માત્ર સહન જ કર્યુ છે. હવે કૈક એવું કરી દેખાડ કે આ તમામ જે તારી સામે આંગળી ઉઠાવે છે તે નજર પણ ન ઉઠાવી શકે.”

અરીસા મા પોતાની જાત ને હું કહી રહ્યો હતો.

આજ ની રાત ઉંઘ આવવાની શક્યતા જ ન હતી. કારણ માત્ર એક જ હતું. ચૂંટણી આડે હવે માત્ર ચાર જ દિવસ બાકી હતા. જે થોડી ઘણી હારવાની શક્યતા હતી એ પણ હવે ઘણી દુષ્કર લાગી રહી હતી. કોઇ પણ વ્યક્તિ પોતાની આવી હાર કઈ રીતે વિચારી શકે ?

સામે ચાલી ને હાર સ્વીકારવા પાછળ નુ કારણ એક જ હતું અને એ હતું હૃદયનું વર્ષો જૂનું ઝખ્મ.

કહેવાય છે કે માનવી જ્યારે પણ કોઇ નાના ઝખ્મ કરતા મોટો ઘા મેળવે ત્યારે જૂનો ઘા ભૂલી જાય છે. અહિયા પણ આ જ મનોવિજ્ઞાન હતું. પરંતુ ઉપર વાળા ને કૈક બીજું જ મંજૂર હતું.

જે લડાઈ હારવા માટે અત્યાર સુધી મેદાનમા આવ્યો હતો તે હવે જીતવી જરૂરી લાગી રહી હતી. નજર સામે ઘણું બધું આવી રહ્યું હતું. મારા સિવાય પણ આ જગ્યા માટે બીજા ૧૩ વિધાર્થી લડી રહ્યા હતા. તે પણ સૌ જાણતા હતા કે કોઇ ૨ જ માત્ર જીતવાના હતા.

હવે મદદ કરવા માટે આટલી રાતે કોઇ જ તૈયાર ન હતું. અને કોઇ યોગ્ય કાબીલ વ્યક્તિ પણ આ પરિસ્થિતિમા સાથ છોડી દેતુ હોય છે. છેલ્લે ઈંટરનેટ ના સહારે જ જીત મેળવવા ના રસ્તા શોધવા લાગ્યો.

જે પણ કોઇ ઐતિહાસિક વાર્તા મળી તેમા વિશ્વના મહાન નેતાઓ, યોધ્ધાઓ અને ક્રાંતીકારીઓ હતા. પણ તેઓ પાસે એક વસ્તુ હતી અને એ હતી સમય. જે મારી પાસે હમણા ન હતો.

ઈંટરનેટ પર ફરતા ફરતા એક વાક્ય સામે આવ્યુ અને તે હતું, “ જે લડાઈ તમારી ન થાય તેને કોઇ બીજા ની પણ ન થવા દેશો. પોતે ડૂબવા લાગો ત્યારે બધા ને લઈ ડુબો આ જ સાચી રાજ્નીતી છે.”

મને સમજતા સહેજ પણ વાર ન લાગી. કારણ કે હું ખોટી દિશા મા જઈ રહ્યો હતો તે મને હવે ખબર પડી ચૂકી હતી. અત્યાર સુધી ઈંટરનેટ ઉપર કેવી રીતે ચાર દિવસમા જીતવુ તે શોધી રહ્યો હતો પણ હવે કેવી રીતે હરાવવુ તે શોધવા લાગ્યો. અને થોડી જ વાર મા જે રસ્તો મળ્યો તે દરેકની નજર મા અશક્ય પરંતુ મારી નજર મા શક્ય હતું.

વાતાવરણ

આ વાર્તા એક સત્ય ઘટના ઉપર આધારિત છે. જેણ્રે ઘણા લોકો ના પૈસા, સમય અને શક્તિ નો વ્યય કર્યો તે વિધાર્થી સંઘ ની ચૂંટણી બંધ કરવા ઉપર આધારિત છે. અલબત આ વાત આંશિક પણે સત્ય પણ છે.

યુનિવર્સિટી મા ચૂંટણીનો માહોલ જામી રહ્યો હતો. તમામ વિધાર્થી સંગઠનો પોતની એડી ચોટી નુ જોર લગાવી રહ્યા હતા. નવા વિધાર્થીઓને કઈ રીતે પોતાની તરફ કરવા તેની તમામ રીતો અપનાવવામા આવી રહી હતી. કોઇ પોતાના નામની ચબરખીઓ ઉડાવી રહ્યુ હતુ તો કોઇ રેલી કાઢી રહ્યું હતુ. ઘણા એવા પણ હતા કે જે ઘણા વર્ષો થી એક જ વર્ષ મા હતા અને કેવી રિતે પરીક્ષા આપવી તે સમજાવી રહ્યા હતા. જેઓ પોતે કદી કોઇ પણ દિવસ વર્ગમા ગયા ન હતા તેઓ પણ નવા વિધાર્થીઓને વર્ગ વિષે સમજાવી રહ્યા હતા. આ વર્ષે કોઇ હાથાપાઇ કે છૂટા હાથની મારામારી ન થાય તે માટે યુનિવર્સિટી ધ્વારા ખાનગી સંસ્થાને સુરક્ષાની જવાબદારી આપવામા આવી હતી. આ ઉપરાંત પણ બહારના અસામાજીક તત્વો બીલાડી ના ટોપ ની જેમ ચુંટણી સમયે આવી જતા અને ચૂંટણી પૂરી થતા જ ગાયબ થઇ જતા હતા.

મારું યુનિવર્સિટીમા પાંચમું વર્ષ હતું. પહેલી વાર જ્યારે મારી કોલેજમા ચૂંટણી હતી ત્યારે વર્ગ મૉનિટર માટે લડ્યો હતો અને હાર્યો પણ હતો. ત્યારે રાજનીતિ ને એકદમ નજીક થી જાણી હતી ત્યાર પછી રાજ્નીતિ ને હમેશા માટે દુર થી જ સલામ કરતો હતો. પણ કેહવાય છે કે તમે ભલે રાજ્નીતિ મા રસ ન રાખો પણ રાજ્નીતી હમેશા તમારા મા રસ રાખે છે. હુંએ રાજ્નીતિ છોડી દીધી પણ રાજ્નીતિ એ મને હજી પૂરી રીતે મુક્ત ન કર્યો. દરેક જગ્યાથી માત્ર અને માત્ર નફરત જ મળી એનુ એક જ કારણ હતુ અને એ હતુ મારી સામે જીતનાર પક્ષની આપખુદશાહી. રોજ સળંગ ત્રણ વર્ષ સુધી અભદ્ર કોમેંટ સાંભળવી પડતી અને આ કરવા પાછળ જે પણ હતા તેઓ વર્ષોથી યુનિવર્સિટીમા પડ્યા પાથર્યા રહેતા અને હજી પણ રહે જ છે. કોઇ પ્રસાસન તેમનુ કશુ પણ બગાડી શકતી ન હતી કારણ એક જ હતુ અને એ હતુ વિધાર્થી સંઘની ચૂંટણી ધ્વારા મળતી સતા.

એક વાર લડીને તેમની સામે થયો તે મને સળંગ ત્રણ વર્ષ સુધી યાદ કરાવતા રહેતા. તેઓ હમેશા મને કોઇ અને કોઇ રીતે કોઇ બાબત મા ફ્સાવવાનો પ્રયત્ન કરતા રહેતા. હું પણ બને ત્યા સુધી આ બધા થી અંતર જાળવતો રહેતો. પણ એક દિવસ જ્યારે મને ડિગ્રી મળવાની હતી તે દિવસનો એક કિસ્સો મને હજી પણ યાદ છે.

સાયન્સ ફેકલ્ટી ના ઝુઓલોજી વિભાગ ના ગુંબજ નીચે જ્યા હું એક પોસ્ટ ગ્રેજુએટ ડિગ્રીનું ફોર્મ ભરી રહ્યો હતો ત્યારે બે શખ્સ મારી પાસે આવ્યા. તેઓએ મને ધમ્કાવ્યો અને મારો ફોન મારી પાસે થી ઝુટવી લીધો.

હું આ વ્યક્તિઓને જાણતો હતો આ એ જ પક્ષના હતા જેમનું હમણા શાસન હતુ. પણ બન્નેમાથી એક પણ વિધાર્થી ન હતા. તેઓએ કોઇક મેસેજની વાત મારી સાથે કરી, અને બળ્પ્રયોગ કરવા લાગ્યા. જોત જોતામા અજાણ્યા ત્રીસ વિધાર્થી ઓ આવી અને મારી ઉપર હુંમલો કરવા લાગ્યા. હું એકલો હતો અને સામનો ન કરી શક્યો પણ એટલું સ્પષ્ટ હતુ કે આ લોકોએ અન્ય તેમના સાથી વિધાર્થીઓના મનમા મારા વિરુધ્ધ નર્યુ ઝેર ભર્યું હતું. જો એવુ ન હોત તો તેઓ કોઇ પણ કારણ વગર તેઓ મારી પ્રત્યે આટલી નફરત દર્શાવી જ ન શક્તા. આ તમામ વિધાર્થીઓ હજી હમણા જ પ્રવેશ લઈ ને આવ્યા હતા.

થોડીવારમા બધા જ ગાયબ થઈ ગયા હતા. હું એક્લો જમીન ઉપર લાચાર હતો. આજ સુધી કોઇ ના માટે કશુ પણ ખોટું વિચાર્યું ન હતું. છતા પણ આજે મારી સાથે ખોટું થઈ રહ્યુ હતુ. પોતાની જાતને સંભાળીને હું નજીક ના પોલીસ સ્ટેશન પહોચ્યો પણ ત્યા પહેલા થી જ બધું તૈયાર હતુ. હું ફરિયાદ નોંધાવુ તે પહેલા મારી ઉપર હુંમલો કરનાર એક વિધાર્થી પોતાના કપડા ફાડીને આવી પહોચ્યો. હજી હું આ ગંદા રાજકારણમા ઘણો કાચો હતો. આ સમયે પાછળ હટવા સિવાય મારી પાસે કોઇ રસ્તો જ ન હતો.

હવે કારણ સાફ હતુ અને એ હતુ ઈર્ષ્યા. કેમ કે તેમાથી કોઇ પણ પોતાના ભવિષ્યને લઈને ગંભીર ન હતુ. પોતે ડિગ્રી ન લઈ શક્વાનો ગુસ્સો મારી ઉપર તેઓ ઉતારી રહ્યા હતા.

આ ઘટના પછી કદાચ ઉપરવાળા ને જ મંજૂર હશે કે હું એલ.એલ.બી. મા પ્રવેશ મેળવુ.

લૉ ફેકલ્ટી મા પણ મારો સફર આસાન ન હતો. પણ અહિયા હું માત્ર અભ્યાસ ના જ ઉદેશ્ય થી આવ્યો હતો. અહિયા પણ જૂના પક્ષના ઓળખાણવાળા લોકો ધ્વારા જુની રિતે જ હેરાન ગતિ શરૂ થઈ રહી હતી. અહિયા પણ એક ચૂંટણી નો અંત થતા હેરાન ગતિ ની શરુઆત થઈ ચૂકી હતી. જેમ તેમ કરીને હું એક વર્ષ પસાર કરી ચુક્યો હતો.

પણ હવે પાણી માથાથી ઉપર આવી ચૂક્યું હતું. આ પાણી બે રિતે હતું એક હતું હેરાનગતિ અને બીજું હતું કોઇ ખાસ વ્યક્તિની યાદ.

આ બન્નેએ મારી જિંદગી તક્લીફમા મૂકી દીધી હતી. છેવટે બન્નેથી છુટકારો મેળવવા માટે મારે રાજ્નીતિ ના ગંદા દલદલ મા પડવાનો નિર્ણય લેવો પડ્યો.

પણ મહત્વની વાત એ જ હતી કે આ નિર્ણય લેવામા મારાથી ઘણું મોડુ થઈ ચૂક્યું હતુ.


નિર્ણય

મારા ખાસ મિત્રોનો અભ્યાસ પુરો થઈ ચૂક્યો હતો. ઉપરથી હવે લડવા માટે પૈસા ખૂબ જ જરૂરી હતા. હું જ્યા નોકરી કરતો હતો ત્યા થી હવે પાર્ટ ટાઇમ જવા લાગ્યો.

થોડો ઘણો ચુટણીનો અનુભવ પહેલાનો હતો જે હાલ ના સમય મા કામ લાગે એવુ લાગી રહ્યું ન હતુ. અત્યારે મારી સામે બીજા તેર ઉમેદવાર હતા. જેઓએ ઘણો ખર્ચ કરી દીધો હતો.

આ ખર્ચમા મોટા મોટા બેનર, કાર્ડ, બેગ ઉપર લગાવવાના બિલ્લા, પ્રચારકો ના ફોન ના રિચાર્જ અને પેટ્રોલ, રોજ નો નાસ્તો, જાહેર સ્થળો ઉપર લખવા માટે કલર સ્પ્રે વગેરે વગેરે હતુ.

આ બધા સિવાય નો પણ એક દમ સરળ અને સસ્તો રસ્તો હતો અને એ હતો દરેક ફેકલ્ટી ના દરેક વર્ગ મા જઈને સ્પીચ આપવી.

આ બાબત મા પણ એક અડચણ હતી. કોઇ સાથે હોય તો આત્મવિશ્વાસમા ઘણો ફરક પડતો હોય છે. સાથે આવે એવો કોઇ મિત્ર હતો નહીં એટલે મારા કરતા નાનો એક વિધાર્થી જે નાપાસ હતો તેને સાથે લેવાનુ નક્કી કર્યું.

હવે વારો હતો સ્પીચ તૈયાર કરવાનો. આ માટે દરેક ફેકલ્ટી ના ટાઇમ ટેબલ મેળવી લીધા. જેટલા નજીકના મિત્રો હતા તેઓને ખાસ જણાવી દીધું.

હવે એક જ વસ્તુની કમી હતી અને એ હતો સમય.

મારા સિવાયના અન્ય પ્રતિસ્પર્ધીઓએ ત્રણ મહિના પહેલા જ બધી શરૂઆત કરી દીધી હતી. હું ઘણો મોડો હતો ઘણો જ મોડો.

શરૂઆત ક્યા થી કરુ તેની સમજ જ ન હતી. છેવટે નક્કી કર્યુ કે એક વર્ગ મા એક જ વાર જવામા આવશે અને બીજી વાર નહીં જવામા આવે. કારણ હતુ કે કોઇ સ્પીચ જ ન હતી આપવા માટે અને સમય હતો માત્ર ૧૧ દિવસ, એની અંદર પણ બે તો રવિવાર હતા.

એ રાત ઈંટરનેટ ઉપર વિશ્વ ના મહાન નેતાઓ અને તેમના વ્યક્તવ્ય સાંભળવામા આવ્યા. નિષ્કર્ષ એ આવ્યો કે સ્પીચ જાતે જ બનાવવી. મહાન નેતાઓ મહાન એક જ રાત મા નથી બની જતા તે સમજ મા આવી રહ્યુ હતુ. એવુ પણ ન હતુ કે કશુ શિખવા ન મળ્યુ. અમુક અસામાન્ય મુદ્દાઓ ઉપર ધ્યાન આવ્યુ. જે હતા દરેક ઉમેદવાર ધ્વારા થતો ખર્ચ. આ મુદ્દો એક જ હતો જે મને અન્ય કરતા અલગ કરી શકે તેમ હતો. આથી હુંએ આ મુદ્દાને મારી મજબૂત છબી બનાવવા માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

શરૂઆત મારી જ જુની સાયન્સ ફેકલ્ટી થી કરી. પહેલો જ વર્ગ એ જ્યા એક સમય પર હું લાચાર હતો.

ઝૂઓલોજી વિભાગ.

હું હિમ્મત ભેગી કરીને બોલ્યો. આખો વર્ગ ભરાયેલ હતો. સ્પીચ આપતા સમયે પગ ધ્રુજ્તા હતા. ધબકારા ખૂબ જ ઝડપી હતા, પણ અંતમા તમામ ધ્વારા તાળીઓ થી મારો ડર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો.

ધીરે ધીરે હું વધારે અને વધારે વર્ગ કવર કરી રહ્યો હતો. અન્યો ની જેમ કાર્ડ્સ ઉડાવવા, ફોન નમ્બર ની આપ લે કરવી આ બધા થી વિપરિત મારી છબી ધીરે ધીરે સારી થઇ રહી હતી.

બધી ફેકલ્ટી પછી હું લૉ ફેકલ્ટી આવ્યો. અહિયા પણ સમાન સત્કાર મળ્યો, પણ બહાર નીકળતા સમયે મને એક ભાઇ એ નામ થી બોલવ્યો,

“ચૈતન્ય લિમ્બાચિયા એસ યુ.જી.એસ.” હું તેમને ઓળખતો ન હતો.

“ હા હું જ છુ પણ તમારી ઓળખાણ ન પડી?” હું એ જવાબ આપ્યો.

“ તમારે લડાઈમા ઉતરતા પહેલા જાણી લેવું જોઇએ કે તમે જીતી શકો છો કે કેમ?” તેમના આ જવાબ થી એટલું તો સ્પષ્ટ હતુ કે તેમને પસંદ ન હતુ મારુ ચુંટણી મા લડવું.

“ ગઈ કાલ સુધી તો લાગતુ મને પણ ન હતુ, પણ હવે લાગી રહ્યુ છે કે થોડી ઘણી શક્યતા ખરી.”

“ એવુ છે? કયા હિસાબે?” તેમણે પૂછ્યું.

“ બસ આ જ હિસાબ કે લૉ ફેકલ્ટી સાથે છે તો જીતી જવાશે.”

“ લખીને રાખો કે આ ફેકલ્ટી માથી પચાસ પણ મત નહીં મળે.”

“ હવે તો મારું ટાર્ગેટ એકાવન મત અને એ પણ લૉ ફેકલ્ટી જ.” આટલું કહીને હું નિક્ળી ગયો.

આજે મંગળવાર હતો અને આવતા મંગળવારે પરિણામ નો દિવસ હતો. બીજી અન્ય ફેકલ્ટી ને અવગણીને હું માત્ર હવે મારી જ ફેકલ્ટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માગતો હતો.

સાંજ ઢળી ચુકી હતી અને હવે નક્કી કર્યુ હતુ કે કાલે આખો દિવસ ભલે જાય પણ લૉ ફેકલ્ટી પૂરી કવર કરીને જ રહીશ ભલે પછી એની કોઇ પણ કીમત કેમ ન ચુકવવી પડે.

સવાર મા ન્યૂઝ પેપર વાચતા જાણવા મળ્યું કે તમામ ઉમેદવાર માટે યુનિવર્સિટી હોલ મા એક ડિબેટ નુ આયોજન રાખવામા આવ્યુ હતુ અને તે ગુરુવારે સાંજે પાંચ થી આઠ ની વચ્ચે હતુ.

આ પણ એક પડકાર હતો. અને આનું જ આ આખી વાર્તામા મહત્વનુ સ્થાન છે.

લૉ ફેકલ્ટી મા પ્રવેશતાની જ સાથે નક્કી કરી લીધું હતુ કે આજે તમામ ને મારી સાથે કરી લઈશ. વર્ગમા પ્રવેશતાની સાથે જ હું એ સ્પીચની શરૂઆત કરી ,

“ મિત્રો , શુ તમને યાદ છે કે તમે ગયા વર્ષે કોને મત આપ્યો હતો? નહીં યાદ હોય કેમ કે તમારા મત ના બદલામા તેઓ તમને આભાર પણ કહેવા નહીં આવ્યા હોય.

કારણ એક જ હતુ અને એ હતુ કે તેઓ તમારી ફેકલ્ટીના ન હતા. હું જેના માટે લડી રહ્યો છુ તેના માટે અગર જીત્યો કે હાર્યો આખરે હું રહિશ તો તમારા માથી જ એક. ક્યારેક તો સામે મળીશ.

તમે વકીલ બનવાના છો, તો તમે કોઇ પણ વસ્તુ ને પૂરી રીતે ચકાસ્યા વગર ભરોસો નહીં કરો તો મત પણ પૂરી રિતે તપાસ કરીને આપશો.

હું માત્ર અને માત્ર એટલું જ જાણુ છું કે અપને અપને હોતે હૈ બાકી સબ સપને હોતે હૈ .”

મને ખબર ન હતી કે છેલ્લી લાઇનની અસર ઘણી ઊંડી થશે.

અન્ય લોકો સર્વેક્ષણ કરી રહ્યા હતા અને તે મુજબ હાર અને જીત વચ્ચે જેટલું અંતર હતુ બસ એટલા જ મત મને મળવાના હતા અને એ પણ માત્ર મારી ફેકલ્ટીના.

આ મત જેને મળતા તેનું સતા ઉપર આવી જવાનું નક્કી હતું. પણ હું આ બાબત થી સાવ અજાણ હતો.

કિંમત

હું સાંજે સાડા પાંચ વાગે હોલની બહાર મારા મિત્રની રાહ જોઇ રહ્યો હતો. ત્યારે જ એક વ્યક્તિએ મને બોલાવ્યો અને કહ્યુ કે સાહેબ તને મળવા માગે છે.

હું તેની સાથે ગયો. હોલ ના પાર્કિંગમા એક શ્રિમંત વ્યક્તિ સિગરેટ ના કશ લઈ રહ્યો હતો ,

“ તુ પીવે છે?” તેણે પૂછ્યું.

હુંએ નકાર મા માથુ હલાવ્યુ.

“હુંએ સાંભળ્યું છે કે તુ લૉ ફેકલ્ટીમા થી અપક્ષ ઉમેદવારી કરી રહ્યો છે. સાચી વાત છે?”

“ તમે સાંભળ્યું હશે તો સાચુ જ હશે ને ?” હું એ સામે પ્રશ્ન કર્યો.

“ શું લાગે છે તને ? તુ જીતી જઈશ એમ?”

“ એ તો મંગળવારે જ ખબર પડશે. પણ તમે મને અહિયા શું કામ માટે બોલાવ્યો છે ? શું હું એ જાણી શકું?” હું મુદ્દા ઉપર આવવા માગતો હતો.

“ તુ જીતી શકે એવું મને તો લાગતું નથી અને તને હારીને કશું મળ્વાનુ નથી. તો તુ મારી વાત માને તો તારો ફાયદો છે તેમા.”

હું તેની વાત સમ્જી ગયો તે ચાહતો હતો કે હું લૉ ફેકલ્ટી નો પૂરો સહકાર તેના ઉમેદવારને અપાવુ. બદલા મા મને અમુક રકમ( જે લાખ મા હતી ) ની ઑફર કરી. હું પણ આ વાતને હસીને હોલ તરફ આગળ વધ્યો.

હોલ મા પ્રવેશતા ની સાથે જ જણાવી આવ્યુ કે આજે દરેક પક્ષના નેતાઓ અને સમર્થકો પુરી સંખ્યામા આવ્યા હતા.

આખરે ડિબેટ શરૂ કરવામા આવી. દરેક ઉમેદવાર ને પાંચ મિનિટ આપવામા આવી હતી. તેના અંત મા ઓડિયન્સમાથી કોઇ પણ વ્યક્તિ સવાલ પુછતા. આ સવાલ પણ મારી આસપાસ બેઠેલા ઉમેદવાર ફોન ધ્વારા તેમના સમર્થકોને જણાવતા

અંતમા તો ફક્ત તેમના સમર્થકો જ તાળીઓ પાડતા. હવે મારો વારો હતો અને હું મારા એજ્ન્ડા સાથે તૈયાર હતો. મને જોઇને જ તમામ સમર્થકો એ હોલ ખાલી કરી દીધો હતો અને હું એક્માત્ર સ્ટેજ ઉપર હતો.

મારો મિત્ર એકલો હોલ મા હતો અને તેણે મને એજ્ન્ડા બોલ્વાનું જણાવ્યું. હું બોલ્યો અને તેણે એક્લાએ મને તાળીઓથી વધાવ્યો.

હું કેવુ મહેસૂસ કરી રહ્યો હોઇશ એનો અંદાજ તમે લગાવી શકો છો.

હું બહાર નીકળ્યો ત્યારે પેલો વ્યક્તિ ફરી મારી પાસે આવ્યો અને કહ્યું,

“ જોયું આને કહેવાય રાજ્નીતિ. તારો ભાવ તો શેર બજાર કરતા પણ જલ્દી ઉતરી ગયો.”

“સમય સમય ની વાત છે, જોઈશું હજી તો ઘણી વાર છે.”

તે જોર જોર થી હસવા લાગ્યો અને મને મારી નવી કિંમત ( જે હજારોમા હતી તે ) કિધી. અને જતો રહ્યો.

એ પૂરી રાત મને ઊંઘ ન આવી.


શતરંજ ની ચાલ

બીજા દિવસે સવારે કૉર્ટમા એક મુકદમો દાખલ થઇ રહ્યો હતો જેનાથી દરેક અજાણ હતા.

આ મુકદમો હતો ચૂંટણી રદ્દ કરાવવા માટે.

આક્ષેપ હતા કે આ ચૂંટણી ગેરકાયદેસર રીતે યોજઇ રહી હતી. જે માનનીય સુપ્રીમ કૉર્ટના નિર્દેશો ના તદન વિરુદ્ધમા હતી.

શુક્ર્વાર હોવાને કારણે અને કૉર્ટપાસે અન્ય કામ હોવાથી આ મુકદમાની બીજી તારીખ સોમવાર નક્કી કરવામા આવી.

સોમવારે બન્ને પક્ષના વકીલો ધ્વારા તથા અન્ય વિધાર્થીઓના વકીલો ધ્વારા દલીલો કરવામા આવી પણ કહેવાય છે કે કાયદો બધાથી ઉપર છે.

છેવટે સાંજે સાડા પાંચ વાગે ચૂંટણી ઉપર મનાઈ હુંકમ ફરમાવાયો.

સ્વ બચાવ માટે મુકદમો દાખલ કરનાર ને શહેર છોડી દેવું પડ્યુ.

ગમન

તે દિવસે મારી સુરક્ષાની જવાબદારી કોઇ પણ વ્યક્તિ લેવા માટે તૈયાર ન હતું. મારા વકીલ ના કેહવા મુજબ ફક્ત ન્યૂઝ ચેનલના પત્રકારોને મારો પરિચય આપીને શહેર છોડીને નિકડી ગયો. મારા મોબાઇલ ઉપર એક પછી એક ધમકી ભર્યા કોલ્સ આવવા લાગ્યા. હુ એ મારા અમુક કપડા મારા મિત્રો પાસેથી મગાવી અને આમ હુંએ વડોદરા રાતના ૧૨ વાગે છોડી દીધું. પણ હવે જવુ ક્યા તે એક પ્રશ્ન હતો . હુએ મારા ગામ નજીક આવેલ યાત્રાધામ અંબાજી જવાનો ફૈંસ્લો કરી દીધો. હું બીજા દિવસે સવારે નિકડયો અને વિસનગર બસ સ્ટેશન પહોચ્યો જ હતો ત્યારે એક રેડિયો ચેનલ ના રેડિયો જોકી નો મને કોલ આવ્યો તેણે આ બધી ઘટના વિષે મને પૂછ્યુ અને મારા વર્તમાન સ્થળ વિષેની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. હું હમણા ગોવા જવાના રસ્તા મા છું એવો જવાબ આપ્યો. ત્યાર બાદ મને જાણવા મળ્યુ કે અમુક પક્ષોના સેવકો મારી શોધ માટે ગોવા તરફ નિકળી ગયા હતા.

પ્રત્યાઘાત

હુ હમણા યાત્રાધામ અંબાજી ની એક ધર્મશાળા મા હતો. અહિયા રહેવાનો મારો ઉદેશ્ય એક જ હતો અને તે હતો સ્વ બચાવ.

કોલેજ ના ઈલેક્શનમા અઢ્ળક ખર્ચો કરી ચૂકેલ સંગઠનો ફરી થી ઈલેક્શન ના આયોજન માટે કોઇ પણ પગલા લઇ શકે તેવી સ્થિતી હોવાને કારણે મારે આજ નો દિવસ માત્ર ધર્મશાળામા જ રોકાવાનુ હતુ.

અત્યાર સુધીમા મને ધમકી ભર્યા કુલ ૧૬૭ ફોન કોલ આવી ચુક્યા હતા.

થોડી વાર પછી મારા મોબાઇલ ઉપર એક અજાણ્યો કોલ આવ્યો. સામે થી એક જાણીતો અવાજ લાગી રહ્યો હતો, તે કોલ મારા શાળા સમય ના ટ્યુશન ના સાહેબ ધોળકિયા સર હતા. તેઓએ મને મારા આ ઝનૂની પગલા બદલ શાબાશી આપી હતી. અત્યાર સુધી નો આ પહેલો જ એવો કોલ હતો કે જેણે મારા આ બદલા વિશેનો મારો સમ્પુર્ણ દ્રિશ્ટકોણ જ બદ્લી દીધો હતો.

જો કે ત્યાર પછી પણ ધમકીઓ નો સિલ સિલો શરુ જ હતો. અત્યાર સુધી ૨૦૦ જેટલા કોલ્સ અને અલગ અલગ નામથી અલગ અલગ ધમકીઓ થી હુ ગભરાયો તો ન હતો પણ માત્ર ૪ કોલ્સ ની શાબાશીથી હુ પાછો વડોદરા આવવા માટે ની હિમ્મત એકઠી કરી શક્યો હતો.

વડોદરા મા પ્રવેશ અને એ પણ માત્ર ત્રણ દિવસ પછી, થોડુ નહી પણ ઘણુ જ ખતરનાક હતુ. આ કારણે હુએ એક મેડિકલ સ્ટોરમાથી લીલા રંગ નુ માસ્ક ખરીદી લીધુ અને હવે વડોદરા પાછા જવા માટે બસ મા હુ દાખલ થયો. આસપાસ ના લોકો ને પણ હુ શંકા ની નજર થી જોવા લાગ્યો હતો. માત્ર આટલુ જ નહી પણ કોઇ પણ વ્યક્તિ ને તેના ફોન ઉપર વાત કરતા જોઇ ને હુ મારા મનમા ખોટો ભય ઉપજાવી રહ્યો હતો.

અજાણ્યા ભય સાથે હુ વડોદરામા દાખલ થયો. હુએ શાલ ઓઢી હતી અને મારા ચહેરા ઉપર લીલા રંગ નુ માસ્ક હતુ તેથી મને કોઇ ઓળખી ન શકે. તે દિવસ પછી પણ હુ મારા એક મિત્ર ના ખાલી ઘર મા એક્લો ૨૦ દિવસ સુધી રહ્યો હતો અને કદાચ આ જ એક કારણ હશે કે જેથી મારા મા હવે ગઇ કાલ સુધી એક બીજાના કટ્ટર અને વિરોધી હવે એક થઇ રહ્યા હતા. તેઓ હવે માત્ર મારી જ વિરુધ્ધ મા હતા. તેઓનો હાલ નો એક માત્ર ઉદેશ્ય હતો અને એ હતો કોલેજ મા ફરી થી ચૂંટણી કરાવવી. આ માટે જરૂરી હતુ કે હુ પોતે કોર્ટ સમક્ષ હાજર થાઉ અને મારો મુકદમો પાછો ખેંચી લઉ. ઘણી ધમકીઓ મા અમુક તો પૈસા ની લાલચ પણ હતી. પણ હુએ આ બધુ માત્ર પૈસા માટે કર્યુ ન હતુ.

આ તમામ જે પણ કાઇ કર્યુ એ માત્ર એક રહ્સ્ય હતુ.

રહસ્ય

રહસ્ય કશુ પણ હોઇ શકે છે કશુ પણ....

એવુ પણ બની શકે છે કે હોલ મા થયેલી ઘટનાને કારણે એક રાત કોઈને ઊંઘ ન આવી હોય અને એક રાતની અંદર જ બદલો લેવા માટે આ બધુ કર્યું હોય.

એવુ પણ બની શકે છે કે હોલ ની બહાર મારી કીમત લગાવવા વાળા શખ્સ ને અસલી કીમત બતાવવા માટે આ બધું કર્યુ હોય.

એવુ પણ બની શકે છે કે કોઇ વ્યક્તિ આ જ હોલ મા હોય અને તમાશો જોઇ રહ્યુ હોય અને તેનો ફોન આવ્યો હોય અને કશુ નક્કી થયુ હોય.

એવુ પણ બની શકે છે કે કોઇ અન્યને થયેલા વર્ષો પહેલા થયેલા અંગત નુક્શાન ની ભરપાઇ કરવા માટે એ ઘટના એક રસ્તો હોઇ શકે છે.

એવુ પણ બની શકે છે કે કોઇ વ્યક્તિ નિસહાય હોય અને બિજી વ્યક્તિ એની મજબૂરીનો ફાયદો ઉઠાવીને પોતાનું કામ કરાવી ગયું હોય.

એવુ પણ બની શકે છે કે બધું તૈયાર જ હોય પરંતુ કોઇ જોખમ લેવા માગતુ ન હોય અને તરત જ કોઇ કશુ પણ વિચાર્યા વગર જોખમ લેવા તૈયાર થયું હોય.

એવુ પણ બની શકે છે કે કોઇ એક જ વ્યક્તિ એ રહ્સ્ય ને જાણી ગયું હોય કે માનવી જે ચાહે તે મેળવી શકે છે.

એવુ પણ બની શકે છે કે આ વાર્તા માત્ર એક વાર્તા હોય અને મારા ઉપર વીતેલી કોઇ બીજા ઉપર ના વીતે તે માટે આ બધુ પહેલા થી જ નક્કી હોય.

કશુ પણ બની શકે છે કશુ પણ.....

પણ અંતમા તો આ એક રહસ્ય છે અને રહસ્ય જ રહેશે.