Tiny drops make mighty ocean Meetali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Tiny drops make mighty ocean

Tiny Drops Make Mighty Ocean

Meetali Raol meetaliraol@gmail.com

Tiny Drops Make Mighty Ocean

મેં જે લેખ લખ્યો છે તે વાચ્યા પછી દરેક વ્યક્તિને બે મહત્વની બાબતો વિષે જાણવા મળશે.

૧. ભ્રષ્ટાચાર

૨. પૈસાનું મહત્વ

ભ્રષ્ટાચાર કોને કહેવાય તે દરેક વ્યક્તિને ખબર હશે છતાંય હું સહુને જણાવવા માંગું છું. મોટા ભાગના લોકો એવું સમજતા હોય છે કે ભ્રષ્ટાચાર એટલે પૈસાની મોટી રકમ કોય વ્યક્તિ પાસે થી ખોટી રીતે લેવી અથવા તો પચાવી પાડવી, પરંતુ મારુ માનવું એવું છે કે પૈસાની રકમ મોટી હોય કે નાની હોય તે ભ્રષ્ટાચાર જ ગણવામાં આવે છે.

પૈસાનું મહત્વ તો આજકાલના દરેક વ્યક્તિને ખબર હશે એટલે તેના વિષે મારે લોકોને વધારે કઈ કહેવાની જરૂર નથી. પૈસાની કિંમત દરેક યુગથી ચાલતી આવી છે પરંતુ આજના યુગમાં અને અગાઉના યુગોમાં પૈસા ખર્ચ કરવાની રીતમાં ઘણો ફરક છે. પહેલાનાં યુગોમાં ઓછી સુવિધાઓ અને ટેકનોલોજીના ઓછા વિકાસને કારણે પૈસાનો વપરાશ ઓછો થતો અને જરૂરીયાત પુરતી વસ્તુઓ માટે જ વધારે ખર્ચ થતો પણ આજના યુગમાં વધારે સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી અને ટેકનોલોજીનો વપરાશ થતાં પૈસાનો ખર્ચ અને જરૂરિયાત વધી ગઈ છે. સુવિધાઓની જરૂરિયાત થતાં પૈસાનો ભાવ આસમાન પર ચડી ગયો છે. મકાન અથવા જમીનના ભાવ ખુબ વધી ગયા છે. વિદ્યુત ઉપકરણો જેવા કે ટીવી, એસી, સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવી પણ હવે તો આવી ગયા અને કોમ્પ્યુટર લેપટોપ વગેરેનો ઉપયોગ વધી ગયો છે. એટલે તો આજના યુગમાં જીવન પસાર કરવા માટે પૈસા ખુબજ જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે.

આ તો વાત હતી ભ્રષ્ટાચાર કોને કહેવાય અને પૈસાનું મહત્વ જીવનમાં કેટલૂ છે? હવે વાત કરીએ કે લોકો ભ્રષ્ટાચાર કઈ રીતે કરતા હોય છે. મોટા ભાગના વ્યક્તિઓને ખબર હશે જ કે ભ્રષ્ટાચાર કઈ રીતે થતાં હોય છે અને કયાં લોકો કરતા હોય છે, જેમ કે સરકારી કર્મચારી, , ઉદ્યોગપતિ, સરકારી અધિકારી અને બીજા ઘણા લોકો જે મોટા પદ પર હોય છે. મારું કહેવું એવું નથી કે આમાંથી દરેક લોકો ભ્રષ્ટાચાર કરતા હોય છે પરંતુ મોટા ભાગના લોકો કરતા હોય છે અને કરે જ છે. તમારા માંથી દરેક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો જોયો હશે પછી તે ભલે ફિલ્મોમાં હોય અથવા તો વાસ્તવિક જીવનમાં.

હું ભ્રષ્ટાચારનું એવું ઉદાહરણ વાચકો ને આપવા માંગું છું જેને વાંચ્ય બાદ મોટા ભાગના લોકોની ભ્રષ્ટાચાર અને પૈસા ખર્ચ કરવા પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ જશે. હું એવું નથી કહેવા માંગતી કે પૂરેપૂરી દૃષ્ટિ બદલાઈ જશે પણ થોડી ઘણી તો બદલાઈ જશે. આ ઉદાહરણ જે વ્યક્તિના વાસ્તવિક જીવનમાં બનેલું છે તે હું તમને કહેવા માંગું છુ. તમારા માંથી ઘણા વ્યક્તિયોએ સરકારી બસ અથવા સિટી બસમાં મુસાફરી કરી હશે, પછી ભલે તે એક શહેર થી બીજા શહેર જવાનું હોય અથવા તો એક જ શહેરમાં કામથી અથવા નોકરી માટે જવું પડતું હોય.

એશા નામની એક યુવતી ગુજરાતમાં રહેતી હતી અને તે કમ્પ્યુટર એન્જિનિયરિંગનું અભ્યાસ કરતી હતી, છેલ્લા સેમેસ્ટરની છેલ્લી પરીક્ષા આપી હતી અને પરિણામની રાહ જોતી હતી. અભ્યાસ કર્યા પછી તે બેંગ્લોર, કર્નાટકમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતી હતી, કારણ કે બેંગ્લોરમાં વધારે સોફ્ટવેર કંપનીઓ હોય છે અને નોકરી જલ્દી મળી જવાની તક વધારે હોય છે. એશાના અભ્યાસનું પરિણામ આવ્યું એ દરમ્યાન તેનાં પપ્પા બેંગ્લોર તેમનાં મોટાભાઈ અને મમ્મી(એટલે એશાનાં કાકા અને બા) ને મળવા જવાના હતા એટલે એશાનાં પપ્પાએ એશાને પૂછ્યું: તારે આવું છે?? એશાએ કહ્યું હાં મારે આવવું છે. એશાના પપ્પા એ પૂછ્યું તારે રોકાવાનું છે?? એશા એ કહ્યું, હાં હું રોકાઇશ અને નોકરી કરીને થોડો અનુભવ લઈને પછી પાછી આવીશ. એટલે એશાના પાપા એ કહ્યું, વાંધો નહીં. એશાના પપ્પા અને બીજા સગાસંબંધીયો ૧૦ દિવસ માટે બેંગ્લોર રોકાવાના હતા. બેંગ્લોર પહોંચ્યા પછી ૧૦ દિવસ રોકાઈને બધાં સગાસંબંધીયો ખુબ ફર્યા અને આનંદ માણ્યો. ૧૦ દિવસ પુરા થતાં એશાના પપ્પા અને સગાસંબંધીયો પાછા ગુજરાત આવી ગયા. હવે એશાને નોકરી શોધવાની હતી એટલે તેણે નોકરી શોધવાનું શરૂ કર્યું. તેણે ઈન્ટરવ્યુ આપ્યાં અને એક કંપનીમાં તેને તાલીમ સાથે નોકરી મળી ગઈ. તાલીમ માટે એશા રોજ બસમાં જતી હતી. હવે એશા પાસે બસનો પાસ ન હતો એટલે તેણે રોજ છુટ્ટાં પૈસા ટિકિટ ખરીદવા માટે આપવાં પડતા. દરેક જગ્યાના અલગ અલગ નિયમો હોય છે એમ અહિયાં બસમાં એવો નિયમ હતો કે જયારે તમારાં પાસે છુટ્ટાં પૈસા નાં હોય અને બસના સંચાલક(conductor) પાસે પણ છુટ્ટાં પૈસા ના હોય તો તે તમારી ટિકિટ પાછાળ જેટલા પૈસા તમને પાછાં આપવાના હોય તે લખી દે, એટલે એશા સાથે પણ એવું ઘણી વાર બનતું કે ટિકિટ પાછળ લખીને આપે એટલે બસ સ્ટોપ આવતા પહેલાં બાકીના પૈસા તે લઇ લેતી. આવું બનતું હોય છે કે બસ સ્ટોપ આવતા પહેલા અથવા તો બસ સ્ટોપ આવે ત્યારે ઘણાં લોકો બાકીના પૈસા લેતાં ભૂલી જાય છે ત્યારે શું? તો પછી તે પૈસા આપણી જ ભૂલ ના લીધે જતાં એમ સમજી લેવું પડે. એશા ક્યારે પણ બાકીના પૈસા લેવાનું ભૂલતી નહોતી અને હમેશાં યાદ રાખીને તેના ઉતારવાના સ્ટોપ પહેલાં જ તે conductor પાસેથી પૈસા લઈ લેતી, કારણ કે એશાને પૈસાની કિંમત શું છે અને પૈસા કેટલાં જરૂરી છે તે બાબત એ સમજણ હતી. એશા જાણતી હતી કે તેનાં માતા પિતા એ કેટલી મેહનત કરી હશે અને તેની જરૂરિયાતની દરેક વસ્તું હમેશાં લઇ આપી છે, સારો અભ્યાસ પણ કરાવ્યો છે અને એટલું સરસ જીવન પણ આપ્યું છે એટલે એશાનો સ્વભાવ જ એવો હતો કે ક્યારે પણ ખોટી રીતે પૈસા ના બગાડે.

ચાલો જોઈએ કે મોટાં ભાગના બસ conductor કઈ રીતે ભ્રષ્ટાચાર કરતાં હોય છે. ધ્યાનથી સમજો કે બધાં conductor ની હું વાત નથી કરતી પણ ઘણાં conductor ભ્રષ્ટાચાર કરતા હોય છે. તમે લોકો વિચારતા હશો કે છુટ્ટાં પૈસા પાછા ના આપવાથી એ લોકો એવોતો શું ભ્રષ્ટાચાર કરી લેતા હશે, તો એ જાણવા માટે ચાલો જોઈએ જીવન માં થતાં મહત્વપૂર્ણ ઉદાહરણો જેના તરફ આપણે સહું ધ્યાન દોરતા નથી.

એક દિવસ એવું બન્યું કે એશા પાસે છુટ્ટા પૈસા નહોતા એટલે conductor એ ટિકિટ આપી અને બાકીના જે ૪ રૂપિયા એશાને પાછાં આપવાના હોય તે conductor એ ના આપ્યા અને ટિકિટની પાછળ જેટલા છુટ્ટા બાકી હોય તે પણ ના લખ્યું. એશાને થયું કે conductor પાસે પણ છુટ્ટા નહીં હોય એટલે તે બીજા પેસેન્જરો પાસેથી ટિકિટના છુટ્ટા પૈસા આવે ત્યારે તે પાછાં આપી દેશે. એશા એ થોડી વાર રાહ જોઈ. conductor એશાની પાછળ બેઠેલા પેસેન્જરોની ટિકિટ લેતો હતો, ત્યારે જ એશાને છુટ્ટાં પૈસાનાં સિક્કાનો અવાજ સંભળાણો એટલે એશા સમજી ગઈ કે conductor પાસે છુટ્ટાં પૈસા છે છતાં તે આપવાં ઈચ્છતો નથી. એશા એ રાહ જોઈ કે conductor ક્યારે બાકીના પૈસા પાછા આપે છે. conductor એ એશાનાં આજુ બાજુ બેઠેલા પેસેન્જરોને ટિકિટ આપી પણ એશાને પૈસા પાછા ના આપ્યા. એશાને હવે ખબર પડી ગઈ કે conductor સામેથી પૈસા આપવાનો નથી અને હું માંગીશ નહિ તો તે પૈસા ગયા એમ જ સમજી લેવું પડશે. એશા પૈસાનો મહત્વ સમજતી હતી એટલે મફતમાં પૈસા જવા દે એવું તો બને જ નહીં. પછી એશા એ કંઈક આવું કર્યું, જયારે conductor એશાની પાછાળ બેઠેલા પેસેન્જરો પાસે ઉભો હતો ત્યારે એશાએ conductor સામું જોઇને હાથની ૪ આંગળી ઉંચી કરી એટલે conductor સમજી ગયો કે પૈસા પાછા આપવાના છે અને તેણે તરત જ પૈસા આપી દીધા. એશાની જગ્યાએ બીજુ કોઈ હોત અને પૈસા જવા દીધા હોય તો ફાયદો તો conductor ને જ થશે. હવે ઘણાં લોકો છુટ્ટાં થોડા જ છે એમ કરીને જવા દેતાં હોય છે. માની લઈએ કે રોજ ૫૦ મુસાફરો ૨ રૂપિયા જતાં કરે તો conductor પાસે કેટલા ખોટાં પૈસા તેનાં ખિસ્સામાં આવશે ચાલો જોઈએ (૫૦*૨)= ૧૦૦ રૂપિયા, મહિનાના ગણીએ તો ૩૦૦૦ રૂપિયા અને એક વર્ષના ગણી તો ૩૬૦૦૦ રૂપિયા..! ૩૬૦૦૦ કેટલી મોટી રકમ કહેવાય આ મોંઘવારીમાં એ સહુ ને ખબર જ હશે.

ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કે પેસેન્જરો ને એક સ્ટોપ થી બીજા બસ સ્ટોપમાં ઉતરવું હોઈ જેનો રસ્તો ફક્ત ૨ મિનિટનો હોય છે ત્યારે ઘણી વખતે મેં એવું બનતા જોયું છે કે conductor પૈસા માંગી લેશે એમ કહીને કે લાવો ૫ રૂપિયા થયા અને પૈસા આપતા આપતા તો ઉતરવાનું બસ સ્ટોપ આવી જતું હોય છે અને conductor આપણે ટિકિટ નથી આપતાં હોતાં, આ બાબત હકીકત છે અને ઘણા લોકો સાથે બનેલું હશે, આવું કંઈક મારાં સાથે પણ બનેલું છે. હવે લોકો ને આ સામાન્ય બાબત લાગે. બસમાં નિરીક્ષણ કરવા માટે અધિકારી આવતાં હોય છે તે ઘણાં ને ખબર હશે, ક્યારેક અધિકારી બસમાં ટિકિટ તપાસ કરે તો ક્યારેક બસ સ્ટોપ પર, પરંતુ જ્યારે તમને ટિકિટ conductor એ ના આપી હોય અને તેજ દિવસે તમે બસ સ્ટોપ પર ઊતરો ત્યારે જ નિરીક્ષણ કરવા અધિકારી બસ સ્ટોપ પર હોય અને તમારી પાસેથી ટિકિટ માંગે અને તમારા પાસે ટિકિટ ના હોય કારણ કે બસ conductor એ તમને ટિકિટ ના આપી હોય અને બસ જતી રહી હોય છે, હવે તમે ટિકિટ તપાસનાર ને આખી વાત સમજાવશો તો તપાસનાર તમને એમ જ કહેશે કે તમારી ફરજ છે તમારે ટિકિટ માંગીને લઈ લેવી જોઈએ, એટલે હવે તમારે દંડ તો ભરવો જ પડશે. હવે તમે જેટલાં રૂપિયા ની ટિકિટ લીધી હોય એનાથી ડબલ રૂપિયા દંડ માં આપવા પડે. હવે જોવા જઈ તો દરેક લોકો ધ્યાન થી ટિકિટ લઇ લેતા હોય તો તેમણે દંડ ના ભરવો પડે અને જે દંડના પૈસા આપીએ એટલામાં બીજી વાર મુસાફરી થઇ શકે. ઘણાં લોકો ને લાગે કે conductor એમ જ ટિકિટ નહિ આપી હોય કારણ કે બસ સ્ટોપ આવી ગયું અને સમય જ ના મળ્યો, પરંતુ ઘણી વખત ટિકિટ ના આપવાનું કારણ એવો હોય છે કે તે ટિકિટ ના આપે એટલે તેનો હિસાબ એને આપવાનો ના હોય એટલે તે પૈસા તેણા ખીસામાં જાય.

હવે આવું તો બસના એકજ ચક્કરમાં એક પેસેન્જર સાથે થયું, માની લઇએ કે આવું આખાં દિવસમાં ૧૦ પેસેન્જર સાથે થતું હશે. એટલે દરેક પેસેન્જર પાસેથી ૫ રૂપિયા ગણીએ તો ૧૦ પેસેન્જર ના (૫*૧૦) = ૫૦ રૂપિયા રોજ ના થાય હવે તમે મહિના ની ગણતરી કરો તો ૧૫૦૦ રૂપિયા અને આખા વર્ષની કરો તો ૧૮૦૦૦ રૂપિયા...!!! ૧૮૦૦૦ રૂપિયા conductor ના ખિસ્સામાં જતા હોય છે, ૧૮૦૦૦ રૂપિયા કઈ નાની વાત નથી...!!!

મેં ઘણી વખત જોયું છે અને તમારામાંથી ઘણાં લોકો એ પણ જોયું હશે કે conductor આપણા પાસેથી ૧ રૂપિયો પણ જતો ના કરે, conductor એવું ક્યારેય ના બોલે કે ૧ રૂપિયો નથી? કઈ વાંધો નહિ ચાલશે..!!! conductor તમારા પાસેથી ૧ રૂપિયો જતો કરે એમ બીજા પેસેન્જરરોનાં પાસેથી પણ જતા કરે તો એવાં તો રોજ ના માનીએ ૨૫ રૂપિયા પોતાના ખિસ્સામાં થી જતા કરે તો મહિના ના ૭૫૦ રૂપિયા અને વર્ષના ૯૦૦૦ રૂપિયા પોતાનાં ઘરના કાઢવા પડે એટલાં માટે કોઈ પણ conductor એવું પોતાનું નુકસાન ક્યારેય ના કરે.

પણ આપણે લોકો શું કરીએ છીએ, થોડા જ પૈસા છે એક રૂપિયો છે વાંધો નહીં એમ કરીને મોટા ભાગના લોકો જતા કરી દે છે. જતા કરવા કઈ ખોટી વાત નથી પણ પહેલી વાત કે એના થી ભ્રષ્ટાચાર થાય છે, આ ભ્રષ્ટાચાર આપણા લોકો ને કારણે જ શરૂ થયું છે. conductor ને પોતાનો પગાર તો મળતો જ હોય છે, ઉપરાંત આવી રીતે પૈસા લઈને ખોટી કમાણી કરતા હોય છે. લોકોના પૈસા આવી રીતે પચાય પડવાનાં એ એક રીતે બ્રષ્ટાચાર જ કેવાય, ઘણાં લોકો આ બાબત પર ધ્યાન નથી દોરતા હોતા. જ્યારે બધાં લોકો પૈસા જતાં બંધ નહીં કરે ત્યારે conductor ને સમજાશે કે ક્યારેય કોઈ પણ પેસેન્જરરોના પૈસા બાકી ન રાખવા અને ખોટી રીતે ન લેવા, ત્યારે જ conductor તરફથી આવી રીતેનો ભ્રષ્ટાચાર થતો બંધ થશે.

બીજી મહત્વની બાબત એ છે કે conductor ૧ રૂપિયો જતો નથી કરતા તો આપણે શું કામ કરીએ છીએ. હવે ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણાં લોકોને છુટ્ટાં પૈસા પાછા માંગવામાં શરમ આવતી હોય છે, તેઓ વિચારતાં હોય છે કે છુટ્ટા પૈસા પાછાં માંગીશ તો આજુબાજુનાં લોકો શું વિચારશે..!!! અને અમુક લોકો છુટ્ટા પૈસા જતાં કરીને એવું પણ આજુબાજુનાં લોકોને જણાવવા માંગતા હોય કે તેઓ કેટલા મહાન અથવા તો પૈસાદાર છે. હવે આપણે શરમ રાખશુ તો નુકસાન તો આપણા જ પૈસાનું થવાનું છે, conductor કે આજુબાજુના લોકોનું નથી થવાનું. મોટા ભાગના લોકો એમ જ માનતા હો છે કે રૂપિયો જ છે ચાલશે, પણ એક રૂપિયાની કિંમત તો કોય ગરીબ જ જાણતું હોય જે દિવસ રાત મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતો હોય છે.

એક કહેવત છે જે તમે બધાં એ સાંભળી જ હશે “ટીપે ટીપે સરોવર ભરાય” એવી જ રીતે આપણા માતા પિતા એ મહેનત કરીને પૈસા બચાવ્યા હોય આપણા સહુ માટે કે આપણે સહું પૈસા ખરચી શકીએ, આપણા સપના પુરા કરી શકે, આટલું સારૂં જીવન જીવી શકીએ એ બધું જ આપણા માતા પિતા ને લીધે અને તેમને કરેલી મહેનત બાળકો ને ક્યારેય ખબર ના હોય.

શું કામે ખોટી રીતે પૈસા ખર્ચ કરીએ...? જે માતા પિતા એ મહેનત કરીને ભેગા કર્યા હોય.

મેં ઘણાં લોકો ને વાતો કરતા જોયાં છે કે ભ્રષ્ટાચાર બંધ થવું જોઈએ, જ્યારે આપણે બીજા ઉપર બધું ઢોળી દેતા હોય, આપણે વિચારવું જોઈએ કે આપણે શું કરી શકીએ જે થી ભ્રષ્ટાચાર રોકવામાં થોડી મદદ થઈ શકે...???

આ તો મેં નાના ભ્રષ્ટાચાર ની વાત કરી જે એક શહેરમાં મેં બનેલું જોયું છે, આવું તો કેટલી બાબતોમાં કેટલાય મુદા ઉપર ઘણી બધી જગ્યાએ ચાલતું હશે.

conductor એ પણ રોજ સવારે નોકરી જતાં પહેલા કંઈક આવું જ વિચાર્યું હશે “ટીપે ટીપે સરોવર ભરાય”....!!!!