બ્રાહ્મણ દંપતી Anamika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

બ્રાહ્મણ દંપતી

Mitali Maniyar

mitali.15beceg004@gmail.com

બ્રાહ્મણ દંપતી

ગાઢ જંગલ ની આ વાત છે. સાંભળી તો હશે જ બાળકો તમે કે એક હતી અનાથ છોકરી જેને લઈ ગયો એક રાજા. પણ આજે આપણે સાંભળશુ એક નવી વાર્તા. તો ચાલો જઈએ વાર્તા ની સૃષ્ટિ મા. તૈયાર છો ને?

હા તો એક હતું બ્રાહ્મણ દંપતી. લક્ષ્મી ની કૃપા હતી એમના ઘરમાં. બ્રાહ્મણ દદંપતી સંતોષી જીવ હતાં. એમને નહોતો પોતાના ધન પર ઘમંડ કે નહોતી ધન ગુમાવવાની ચિંતા. બન્ને જ્ઞાની હતાં અને કહેવાય છે ને કે જ્ઞાન હમેશા અભય લાવે છે.

વાત આપણે જંગલ ની કરતાં હતાં તો આ જંગલ હતું એ રાજ્ય ની નજીક જ્યાં આ બ્રાહ્મણ દંપતી રહેતું હતું. પણ કહેવાય છે ને કે ધન હમેશા વેરી ને લાવે છે એવી જ રીતે બ્રાહ્મણ થી ઈર્ષ્યા કરવા વાળા અપાર પાર હતાં. પણ બ્રાહ્મણ દંપતી ને મન એમના માટે ય આશીર્વાદ જ વરસતાં. એક દિવસ બ્રાહ્મણીઅે બ્રાહ્મણને શુભ સમાચાર અાપ્યા. અને જોતજોતામાં વધામણી નો દિવસ ય અાવી ગયો. બ્રાહ્મણીએ જોડકા બાળકો ને જન્મ આપ્યો. પરંતુ વિધાતાને કાઇક નવો જ ખેલ મંજૂર હતો.બ્રાહ્મણના દુશ્મનો એ દાયણને એના બંને બાળકો ને મારવા માટે કહેલું. સંજોગવશાત્ એ જ રાતે રાણી ને પણ મરેલો પુત્ર અવતર્યો. દાયણે છોકરા ની અદલાબદલી કરી નાખી. પરંતુ હવે છોકરી નું શું?

તેણે છોકરી ને લઈ જંગલ મા ચાલવા માંડ્યું. અને એક ઝાડ નીચે એને મૂકી તે પાછી ફરી ગઈ. ગાઢ જંગલ અને એકલી બાળકી. પરંતુ જેને રામ રાખે તેને કોણ ચાખે? એક રીંછ આવી પહોંચ્યું ત્યાં અને આની રખેવાળી કરવા લાગ્યું. દિવસો પસાર થાય છે. બ્રાહ્મણી ને કહેવાયું છે કે એણે મરેલા પુત્ર ને જન્મ આપ્યો હતો. અને બીજી તરફ આ બંને બાળકો મોટા થઈ રહ્યા છે-એક રાજમહેલ માં અને એક જંગલ માં. એમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો. બ્રાહ્મણ દંપતી સ્વર્ગે સીધાવ્યુ.

આ તરફ રાજકુમાર યુવાન બન્યો છે. પિતા એ તેનું નામ ત્યાગ રાખ્યું છે. નામ પ્રમાણે ગુણ છે એનાં મા. દાનવીર છે એ. અને એનો પ્રિય શોખ છે જંગલ માં ફરવું. શિકાર માટે નહિ પણ પ્રકૃતિ ના ખોળે રમવા. અને બીજી બાજુ છોકરી પણ હવે યુવાન બની ગઈ છે. પોતાની ઝૂંપડી બનાવી તે દિવસો પસાર કરે છે. હવે તો તે રીંછ સિવાય તેના ઘણા મિત્રો બની ગયા છે. ખિસકોલી, પોપટ, કાબર, મેના, વાનર વગેરે તેના મિત્રો છે. તે બધા સાથે રોજ વાતો કરે છે અને આ બધા પણ તેની સાથે મળી ગયા છે. તેના પાક્કા દોસ્ત છે ખિસકોલી અને રીંછ. પોતાનું નામ તેણે નિહારિકા રાખ્યું છે. એક દિવસે સવારે રાજકુમાર જંગલમાં ફરવા માટે નીકળી પડ્યો. અને ખોવાઈ ગયો. પિતા એ તેને બહુ સમજાવ્યો હતો કે એકલો ન જતો પરંતુ તોય તે ગયો. હવે તેને પસ્તાવો થયો. પણ હવે કરવું શું? ફરતાં ફરતાં તેને એક ઝુંપડી દેખાઈ તો તે ત્યાં ગયો ને જોયું તો એક છોકરી જમવાનું બનાવી રહી હતી. તેને જોતાં જ જાણે ત્યાગ નાં મનમાં વહાલ ઊભરાઈ આવ્યું. તેને સમજાતું નહોતું કે આવું શાને થાય છે? ત્યારે જ નિહારિકા નું ધ્યાન તેના પર પડ્યું અને તેણે ત્યાગ ને આવકાર્યો.

ત્યાગ ને ભોજન પીરસીને અહીં ભટકવાનું કારણ પૂછ્યું. અને એવું જાણી ને કે તે રાજકુમાર છે તે થથરી ગઇ કેમ કે તેણે હમેશાં રાજા મહારાજા ને અહીં શિકાર માટે આવતાં જોયાં હતાં. તેણે આવેશ માં આવી કહી દીધું કે નહિ નહિ તમે કોઈ પશુ-પક્ષી ને ના મારો.

તો ત્યાગ બે મિનિટ જોતો રહી ગયો. તેણે કહ્યું કે, "ના તમે સમજો છો એવું નથી હું તો અહીં વિહરવા આવ્યો હતો અને રસ્તો ભટકી ગયો છું.… " તો નિહારિકા એ કહ્યું, " માફ કરજો કેમ કે બધા રાજા મહારાજા અહીં શિકાર પર આવે છે જે મને પસંદ નથી. તમે ભોજન કરી આરામ કરો. તમને શહેર સુધી હું મૂકી જઇશ. "

ત્યાં જ નિહારિકા નું માનીતું રીંછ આવી પહોંચ્યું ને ત્યાગ ડરી ગયો પહેલાં તો. પણ પછી તે ય રમત કરવા લાગ્યો. તેને અહીં બહુ મજા આવી. થોડી વાર પછી તેઓ જવા માટે તૈયાર થઈ ગયા. દૂરથી નગર દેખાતા તેણે કહ્યું, "નિહારિકા, મે તને બહેન માની છે, ક્યારેક જરૂર પડે તો બેધડક આવજે. "તો જવાબ માં તે બોલી, "ભાઈ, ખબર નહિ પણ મને પણ તમારાં પર વહાલ ઊપજે છે. અને ભાઈ ની રક્ષા માટે હું તમને રાખડી બાંધુ છું." ત્યાગએ કહ્યું, "આજ ભગવાને મને સૌથી અમૂલ્ય ભેટ આપી છે. " પછી નિહારીકા જંગલ તરફ પાછી ફરી ગઈ. અહીં ત્યાગ ને નગર તરફ પાછો આવેલો જોઇ બધાં ખુશ થઈ ગયાં.

સમય વીતતો જાય છે. ત્યાગ યુવરાજ બન્યો છે. એક દિવસ રાજા ને એક વિચાર આવ્યો કે જંગલ કાપી નગર અને રાજ્ય ની સરહદ વધારી દઇએ તો શક્તિ વધશે. તેણે વિચાર્યું કે ત્યાગ ક્યારેય આ માટે હા પાડશે જ નહિ. એટલે તેણે આ માટે ત્યાગ ને કશું કહ્યા વગર કામ શરૂ કરાવ્યું. જંગલ કપાતાં જોઇ નિહારીકા હેબતાઇ ગઇ કે આ શું?

તે ત્યાગ પાસે મદદ માગવા નિકળી. રીંછ તો ના આવી શકે નગર માં પણ ખિસકોલી સાથે ચાલી. મહેલ ના દરવાજે તેને દરવાને રોકી અને તેને જવા ન દીધી. તે હવે જબરી મૂંઝવણ માં મૂકાઇ ગઇ. અને વિચારમાં પડી ગઇ કે હવે?? તો અચાનક ખિસકોલી એના હાથ પર ચડી ગઇ. તેે એનો ઇશારો સમજી ગઇ. ચુપકી થી ખિસકોલી મહેલ મા ખૂસી સભા માં પહોંચી ગઇ અને સીધી ત્યાગ ના હાથ પર ચડી ગઈ. ત્યાગ નું ધ્યાન પડ્યું તો એ જે હાથ પર રાખડી હતી ત્યાં પહોંચી ગઈ. ત્યાગ સમજી ગયો. તેણે રક્ષક ને મોકલી નિહારીકા ને અંદર બોલાવી.

તેને બધાં જોઇ રહ્યા પણ પેલી દાયણ ઓળખી ગઈ. કેમ કે તેની ડોક પર એક તલ હતો જે તે ઓળખી ગઇ. તેણે નક્કી કર્યું કે આજે તે સત્ય બોલશે. તો નિહારીકા એ જંગલ કાપવા વાળી ફરિયાદ કરી. તે સાંભળીને ત્યાગ દુઃખ થયું. પોતાના પિતા તરફ થી તેણે નિહારીકા ની માફી માંગી અને તરત જ એ કામ રોકવાનો આદેશ આપ્યો.

અને અેના આદેશ ને જનતા એ પણ વધાવી લીધો. અને ત્યાં જ પેલી દાયણ સભા ની વચ્ચે આવી ઊભી રહી ગઈ. સભા માં ગણગણાટ થવા લાગ્યો. અને તેણે કહ્યું કે, "રાજાજી, મારે એક કબૂલાત કરવી છે કે નિહારીકા તમારી સગી બહેન છે. " આ સાંભળતાં જ બંને ની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. અને મોઢા પર પ્રશ્ન કે કઇ રીતે? અને દાયણે આખી કથા કહી. તે સાંભળી રાજા બોલી ઉઠ્યા કે, " હવે જે થયું તે ભૂલી જાવ. ભગવાને આજે મને એક દિકરી આપી છે અને આ સમય ઉત્સવ નો છે. " બધાં ખુશ થઈ ગયાં પણ નિહારીકા થોડીક ઉદાસ હતી. ત્યાગ સમજી ગયો અને બોલ્યો, "બહેન, તારા દોસ્તો ને તું અહીં નહિ રાખી શકે કેમ કે આ તેમનું ઘર નથી. પરંતુ હા તારે જ્યારે ત્યાં જવું હોય ત્યારે આપણે સાથે જઇશું. અને હા તારી દોસ્ત ખિસકોલી અહીં જ રહેશે. નિહારીકા ખુશ થઈ ગઈ. અને એક પરિવાર પૂર્ણ થયો.

સાર: જંગલ આપણી સંપત્તિ છે તો તેની રક્ષા કરવી જોઇએ.