કાગડાની ચતુરાઈ kantibhai sharma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાગડાની ચતુરાઈ

Kantibhai Sharma

kantibhaisharma@gmail.com

કાગડાની ચતુરાઈ

પૃથ્વી પર અગણિત જીવ સૃષ્ટિમાં પશુ-પંખી, પ્રાણી અને માનવ સૃષ્ટિમાં ચિત્ર-વિચિત્રતા હોય છે. રજાનો દિવસ હતો બાળકો સોસાયટીના મેદાનમાં જુદી જુદી રમતો રમતા હતા તો કોઈ પતંગ ચગાવતા હતા પણ પ્રાન્સુની પતંગ થોડી ચડી બાજુના લીંમડાના ઝાડની ડાળીમાં ફસાઇ ગઇ ! પ્રાન્સુ એ બે ત્રણ વાર ખેંચી પણ નીકળી નહીં, એ ફસાયેલી ડાળીની ઉપરની ડાળી પર કાગડો આમતેમ માથુ હલાવતો કાંઇક જોતો બેઠો હતો, ડાળી હલવાથી થોડો ડરી ગયો હોય તેમ એકા એક તે પોતાની પાંખ ફફડાવતો ઉડ્યો. કાગડાભાઇ એ પ્રાન્સુ તરફ જોયું દોરી એના હાથમાં હતી કાગડાભાઇ એ નીચે ધ્યાનથી જોયું અને પાંખ હલાવતા નીચે ઉપર થઇ કાગડાભાઇ પતંગવાળી ડાળીએ આવ્યા,આ ડાળીના ૧૦-૧ર પાંદડાંની નાની ડાળીઓ માં પ્રાંશુની પતંગ ફસાયેલી હતી.કુંપળવાળી ડાળી કાગડાભાઈએ ચાંચથી કાપી નાખી ડાળખી સાથે પતંગ છુટ્ટી ગઇ. પ્રાંસુ સાથે અન્ય બાળકો ને આનંદ સાથે આશ્રર્ય થયું. કાગડાભાઇ કલબલાટ થી બાળકોએ જાણી લીધું કે પતંગની દોરી પાનના ડાળમાં ફસાયેલી હતી તે કાગડાએ છોડાવી આપી.પછી તો આ ચોગાનમાં કાગડાભાઇ બધા બાળકોના દોસ્ત થઇ ગયા છોકરાવ લેશન કરવા કે રમત રમતા હોય ત્યારે કાગડાભાઇ નિયમિત બાળકો પાસે આવી જાય.બાળકો પણ પોતાનો નાસ્તો કાગડાભાઇને આપતાં કોઇ વાર કાગડાભાઇ બાળકો ના હોય તો કાગવાણી કરી બાળકોને બોલાવે કાગડાભાઇ સામાન્ય અન્ય કાગડા જેવા જ હતા પણ આ કાગડાભાઇની ઓળખ જુદી હતી તેની એક પાંખ પર ભૂલથી પાકો ઓઇલ કલર ચોંટી ગયો હતા. એટલે કાળા ને બદલે એક બાજુની પાખ થોડા બ્લુરંગની હતી. જેથી ઓળખ સહેલાઇ થી થઇ જતી કાગડાભાઇ પોતાના પંછી સમુદાયમાં પણ પ્રિય હતા. કાબર,ચકલી,પોપટ,કોયલ,કબૂતર વિગેરે કાગડાભાઇના મિત્રો હતા તેને કારણે બધા બાળકો નો પરિચય થયો. સવારે સૂર્ય ઉગે એટલે કાગડા ભાઇ કોયલ, પોપટ, મિત્રો સાથે લીમડાના ઝાડપર કોયલ દ્વારા ટહુકારો, પોપટ દ્વારા બાળકોના નામ બોલાવે સવારે બાળકો પણ પક્ષીઓના શોરબકોર સાથે ઉઠીને શાળા કે બાલ મંદિર જાય અને રજાના દિવસે ચોકમાં અનેક,પંખીઓની સાથે બાળકો મળી મોટો મેળો ભરાય અને આનંદ પ્રમોદની કિકીયારી સાથે આનંદમેળાવડો જામતો.પક્ષીઓ ના કામની જાણકારી બાળકોમા અને બાળકો ના કામની જાણકારી પંક્ષીઓમા એમ એક પરિવાર બની ગયો.

એક દિવસ બાળકો સૌ સ્કુલે ગયા હતા, બપોરના વખતે લીમડા પાસે પ્રાન્સુના મિત્ર વિવેકની પંચરવાળી સાયકલ બંધ હાલતમાં પડી હતી. એ બપોરના સમયે ઘરની આજુબાજુ કે ચોકમાં કોઇ જ દેખાતુ ના હતું કાગડાભાઇ લીમડા પર બેઠા હતા. ભંગારવાળાને થયુ; કે કોઇ જોતું નથી એટલે આજુબાજુ જોઈ કોઈ જોતુ નથી એમ માની એણે લારીમાં સાયકલ છાનીમાની મુકી દીધી. કાગડાભાઇ ઉપરથી બરાબર જોતા હતા,લારી વાળો જેવો ભાગવા ગયોને કાગડાભાઈ ચીચીયારી શરૂ કરી પણ આજુબાજુ ના ઘરોમાથી કોઇ બહાર આવ્યુ નહી કે કોઈ કાય સમજયુ નહી. ભંગારવાળાએ લારી માં સાયકલ નાખી લારી જડપ થી હકારી મૂકી કાગડાભાઇ તેની પાછળ પીછો કર્યો,પણ ભંગારવાળએ કાગભાઇને ધ્યાનમાં લીધા નહિ. શહેરની છેવાડે ચાની લારી આગળ બધા ભંગારીયા ભેગા થતા ત્યાં સાયકલ લઇને નાઠેલો ભંગારીયો પહોંચી ગયો ત્યાં બધા સાથે ઉભો, કાગડાભાઇ ત્યાંસુધી પહોંચી ગયા પછી ત્યાં આંબા પર બેસી જઇ ચીચીયારી કરવા લાગ્યો.સાયકલ ચોર ભંગારીયો પથ્થર લઇ કાગડાને મારવા ગયો તો પણ કાગભાઇ જોરજોરથી રાડો પાડી ચીચીયારી કરી મુકી બીજા ભંગારીયાએ પૂછયું કે છગન કેમ આ કાગડો આવું કરે છે, અને તુ કેમ એમને ભગાડે છે ?ત્યારે સાયકલ ચોર છગને કહ્યુ કે સાયકલ લીધી ત્યારથી આ કાગડો ચીચીયારીઓ કરે છે.અને અહીં સુધી પીછો કરી આવ્યો.બીજા વયોવૃધ્ધ ભંગારવાળાએ કહયું કે તેં સાયકલ ચોરી છુપી થી લીધી હશે. ઉપર કાગડાભાઇ આ બધાની વાતો સાંભળતા હતા. ચોરી કરનાર ભંગારીયો ખોટુ બોલી કહેતો હતો કે મેં એવું નથી કર્યું ત્યાં ઉપરથી કાગડો નીચે સુધી આવી કીકીયારી કરી રાડો પાડવા માંડયો, બીજા ભંગારીયા સમજી ગયા છગન જ ચોર છે.પછી ચોર ભંગારીયો છગન ત્યાં રોકાયો નહીં અને ચાલતી પકડી કાગડા ભાઇએ એમની વાટ્ટ સુધી જઇ આવ્યો. ચાંચ મારવાની કોશિષ કરી તો પણ ચોર ભંગારીયાએ તેને મારવા લાકડી અને પત્થર લીધા અને પુરપાટ લારી ચલાવી ભાગ્યો.

આ તરફ કાગડાએ તેનો ખૂબ પીછો કર્યો શકય ખૂબજ અંતરીયાળ વિસ્તારમાં ચોરેલ સાયકલવાળો ચાલ્યો ગયો કાગડાભાઇ ફરી પાછા ખુબ દુ;ખી થતા ચોકના લીમડા પર આવ્યા. છોકરાઓ પણ શાળામાંથી ઘણા આવી ગયા હતા. તેટલે કાગડાભાઇ એ કોલાહલ કર્યો એટલે પ્રાન્સુ તેમજ સવારની શાળાના છોકરાઓ આવેલા હતા તે લીમડા નીચે આવ્યા કાગડાભાઇ નીચે આવી વિવેક સામુ જોઇ અને જ્યા સાયકલ ઉપડી જે જગ્યાએ બેસી ઇશારાથી જણાવ્યું કે સાયકલ (ભંગારવાળો) અહી થી ઉપાડી ગયો વિવેક, પ્રાન્સુ,જેનિકા બધા સમજી ગયા એમણે મમ્મીને, બેનને બીજાઓને પૂછયું પણ કોઇને ખબર નહતી. બધાને જોઇ એક સાથે પૂછયું પણ કોઇને ખબર નહતી. બધાને એક સાથે ખબર પડી કે સાયકલ ઉપડી ગઇ છે. આજુબાજુ કોઇને પણ આ અંગે કશી જ ખબર ન હતી પણ કાગડાભાઇ પ્રાન્સની આગળ ધીમે ડગલા ગયા પ્રાન્સુ સમજી ગયો કે કાગડાભાઇ જરૂર જાણે છે. એ ઉડયા આગળ અને પ્રાન્સુ અને વિવકે પ્રાન્સુની સાયકલ પર તેની પાછળ કે જયાં લારીઓ ઉભી રહેતી હતી ત્યાં ઝાડ પર કાગડાભાઇ બેસી બોલવા લાગ્યા પ્રાન્સુ અને વિવેક ત્યાં આવી ગયા કાગડાની કોલાહલથી એક બે ભંગારીયા ઝાડ નીચે પોતાની લારીમાં ઉંઘતા હતા તે જાગી ગયા એ અને છોકરાઓ અને કાગડા અને બીજા અન્ય પક્ષીઓના કોલાહલથી સમજી ગયા. પ્રાન્સુએ ભંગારીયાઓ ને કહયું કે અમારા ચોકમાંથી એક લાલ સાયકલ ઉપડી ગઇ છે. અહીં કોઇ લાવ્યું છે ? ભંગારીયા એક બીજા સામે જોવા માંડયા પણ કોઇ બોલ્યું નહીં. જાણતા હતા છતાં છુપાવ્યું આ જોઇ કાગડાભાઇ પ્રાન્સુની સાયકલ પર બેસી પછી ચીચીયારી કરી.પ્રાન્સુએ કહયું ભાઇ તમેતો કંઇક જાણો છો આ કાગડાભાઇ અને બીજા પક્ષીઓ અમારા મિત્રો છે. અને પંક્ષીઓ થોડું ખોટું બોલે.!! તમે તો મનુષ્ય છો કાંઇ કહો વિવેકની સાયકલ તાળુ મારેલી પંચર હતું એટલે જ પડી રહી જેમના વિના એમને નવી સાયકલ પણ નહી લઇ દે, પછી એક ભંગારીયાએ કહયું કે હા એક ભંગારની લારીમાં સાયકલ હતી પણ અમે એને નથી ઓળખતા ત્યારે કાગડાભાઇ કોલાહલ કર્યો પણ ભંગારીયાએ કોઈએ જવાબ ના આપ્યો.

બધા વીલે મોઢે પાછા વળ્યા, પણ કાગડાભાઇ ઝાડ ઉપર બેઠા રહ્યા હતા.પ્રાન્સુ અને વિવેક ગયા પછી કાગડાભાઇ ઝાડ ઉપર ચડી ત્યાં જ રોકાયા પોપટ, કાબર, બધા ત્યાં આવી ગયા હતા.ભંગારીયામાંથી એક જણાયે કહયું કે કાકા તમારા ભત્રીજા છગનને કહી દો પોલીસ ફરીયાદ થશે, છોકરાઓ બધા જાણી ગયા છે, છગન ભાગી ગયા છે.તો આપણે બધા એકને વાંકે હેરાન થઇશું.વળી આપણી શાખને બટ્ટો લાગશે એ જુદ્દુ,! ભગુકાકા સમજી ગયા એટલે છગનને ફોન કર્યો વિગતે વાત કરી ફોન લારીમાં મુકી અને એ બાંકડા પર બેસવા ગયા, ઉપર કાગડાભાઇ પોપટ, કાબર બધા પક્ષીઓ જોતા હતા કે પોપટે થયું કાકાનો છગન ચોર છે. નામો બોલવા માંડયો કાગડાભાઇ ઝડપથી નીચે લારી ઉપર જઇ દોરીવાળો કાકાનો મોબાઇલ ચાંચમાં લઇ ઉડયા બધા પક્ષીઓ તેની પાછળ પ્રાન્સુ ,વિવેક,જેનિકા અને બધા બાળકો ઘર આગળ લીમડાના ઝાડ પાસે ઉભા હતા ત્યાં કાગડાભાઇ આવી મોબાઇલ એમની પાસે નાખ્યો, પોપટ, કાબર વિગેરે ત્યાં આવી ગયા પોપટ, છગન છગન મોટે મોટે બોલવા લાગ્યો પ્રાન્સુએ ફોન લીધો તેમાં છેલ્લે ફોન ડાયલ કરેલો નંબર છગન લખાયેલ મળ્યો તેથી પ્રાન્સુએ વિચાર્યું કાગડાભાઇ નાનો ફોન ચાંચ વડે ઉપાડી લાવ્યા છે, ફરી પોપટભાઇએ નામ બરાબર યાદ કરી લીધું. પ્રાન્સુએ ડાયલ કરેલો ફોન રીડાયલ કર્યો અને છગને ફોન ઉપાડયો પ્રાન્સુ કહે છગનભાઇ તમે અમારી સાયકલ ઉપાડી ગયા છો અમોને બધી ખબર પડી ગઇ છે. આ મોબાઇલ પણ અમારા કબજામાં છે.સાયકલ પાછીઆપી જાવ અને મોબાઇલ લઇ જાઓ નહીતર અમે પોલીસમાં ફરિયાદ કરીશું તેથી છગને કાંઇપણ જવાબ આપ્યા વગર ફોન કાપી નાખ્યો.

થોડીવાર થઇ પેલા ભગુકાકા બાઇક પર છગનને લઇ આવી પહોંચ્યા,પોપટ જડ્પી છગન છગન બોલવા લાગ્યો.!! ભગુકાકાએ બધાની દેખતા છગનને ધોલ મારી અને ઘણું બધું બોલ્યા કે વર્ષોથી આ ભંગારનો ધંધો કરું છું. આ ચોકમાં બધા મને ઓળખે છે. તે મારી આબરૂનું લીલામ કર્યું આપણા ધંધામાં બેઇમાની જરાય નહોય.ભાવ તાલ થાય પછીજ ભંગાર આપણી માલિકીનો થાય, ત્યાં તો લારીમાંથી સાયકલ લઈ ને કોઈ આવ્યા એમને એમ તરત્જ સાયકલ પણ મળી ગઇ.ચોકમાં વિવેક અને પ્રાન્સુ બીજા સૌ ઘરના ભેગા થયા કાકાએ રડતા રડતા સૌની માફી માગી. અને છગનને ફરીથી મારવા લીધો કાગડાભાઇ છગન સાથે મળી જોરથી કાકા કરી, પોપટભાઇ પણ બોલવા લાગ્યા શરમ શરમ અને બધા છુટા પડયા છગનને બોધપાઠ લીધો કે કદી આ ધંધામાં ચોરી ના કરવી પછી પ્રાન્સુએ ભગુકાકા નો મોબાઇલ પણ આપી દીધો. વડિલો અને બાળકોએ પોલીસ ફરિયાદ ભગુકાકાને કારણે મુલતવી રાખી કાગડાભાઈ,પોપટભાઈ ને જમવાનુ આપી સૌ બાળકોએ લાગણી સભર સૌ પક્ષીઓનો આભાર માન્યો. સૌ એ કાગડાભાઈ ની ચતુરાઈ ને બિરદાવી. સૌ ભાવ વિભોર બની ગયા..!!!

કાંતિલાલ. એમ. શર્મા [m.a.]

kantibhaisharma@gmail.com plot-1742/2 Sector-2-D Near swaminarayan temple GANDHINAGAR -382007

mo;-9426624491