તારી નજરનું અનોખુ ઝોકું jinal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી નજરનું અનોખુ ઝોકું

હા, એ એકદમ નમણી અને ચમકદાર આંખો, લાંબા વાળ, ગુલાબી હોઠો અને યોગ્ય ઊંચાઈ હતી એ છોકરી.!! તેને પહેરેલા કપડા તો સમાન્ય જ હતા, છતાંપણ કઈ એકદમ અલગ લાગ્યું તેનામાં..!! બસ, એક જ વાર નજર મળી ગઈ જેને પામીને દુનિયાની સર્વોત્તમ ખુશી મળી હોઈ એવો વિચાર આવ્યો..!! ઓળખાણ કે વાતચીત બિલકુલ પણ નહોતી થઇ. બસ તે મારા નજરમાં અનોખા ઝોકાની જેમ આવી ગઈ..!! નામ જાણવાની તો ઘણી ઈચ્છા હતી, પ્રથમવાર જોઈ ત્યારેજ પણ કામ વગર કોઈને પૂછવાનું યોગ્ય લાગ્યું નહિ મને.!

હું ત્યારે ધોરણ બાર વિજ્ઞાનપ્રવાહનો વિદ્યાર્થી હતો.મારું નામ "અમૃત" મને માત્ર પુસ્તકો પ્રત્યે લગાવ હતો, ભણવાની દરેક વાતોમાં રસ ધરાવતો હતો અને આગળ જતા હું વિજ્ઞાનપ્રવાહમાં અવ્વલ ગુણ મેળવી પાસ થયો. તે વાતનો સુક્રિયા કરવા મંદિરે ગયો'તો . માળીની દુકાનેથી પૂજાપો અને શ્રીફળ લઇ હું લાંબી કતારમાં જોડાયો,. લગભગ ૨૦ મિનીટ પછી ભગવાનની પ્રતિમા સમક્ષ પહોચ્યો ત્યારે મનમાંથી શબ્દો નીકળ્યા: "આજે હું સફળ છુ,મેહનતનું ધાર્યું પરિણામ મળ્યું પણ કઈ ખૂટતું હોઈ એવો એહસાસ લાગે છે બસ આ ખાલી એહસાસની પૂર્તિ કરીદો..!'’ શ્રદ્ધાપૂર્વક આંખો ખોલી, હવે લગભગ બધું જ બદલાય ગયેલું લાગ્યું,,હા મારી સમક્ષ એ જ છોકરી પછી આવી જેને હું એ ૬ મહિના પેહલા જોઈ હતી, હિંમત જતાવીને નામ પુછુ એ પેહલા તો તે મંદિરમાંથી પૂજા કરી નીકળી ગઈ.

આટલું જલ્દી એકએક શું થઇ રહ્યું હતું એ તો સમજ નહી પડી,પરંતુ હવે મનની ગેહરાઈમાંથી આવતી એ કલ્પનાની છબી રજુ થઇ હક્કીકતમાં પરિણમશે એવું કઈક લાગી રહ્યું હતું..!! સારા માર્કથી ઉતીર્ણ થવાને લીધે શેહરની નામાંકિત કોલેજમાં એડમીશન મળી ગયું હતું.

ઘણાસમય પછી યોગાનુયોગ ફ્રુટમાર્કેટમાં તે જ છોકરી મારી નજરે આવી. હવે એક મિનીટ પણ ચુક્યા વગર હું ત્યાં પહોચ્યો અને તે ત્યાં ભાવ માટે આનાકાની કરી રહી હતી,,હું એ પણ એક તીરથી બે નિશાન લગાવ્યા. હા, ભાવ પણ કર્યો ફળોનો અને તેનું નામ પણ જાણ્યું "ધારા" ..!! આનાથી વધુ તો કઈ જાણી શકયો નહિ, જતા-જતા એના મોહમાંથી કઈક આવા શબ્દો નીકળ્યા, "ફળોનો યોગ્ય ભાવ કરાવવા બદલ આભાર તમારો; નહિ તોહ હું આજે રાધાકૃષ્ણની સંધ્યાકાળની આરતી ચુકી જાત"

તેના બીજા દિવસથી હું એ પણ સાંજે મંદિરમાં આરતીમાં જવાનું શરુ કર્યું. શંખનાદ કરવો એ મારી જીવનનો ઘટનાક્રમ બની ચુક્યો હતો અને ધારા રોજ આરતી બાદ પ્રસાદ વહેચતી. મંદિરના દરેક કામ સંપૂર્ણ કર્યા બાદ વાતો કરતા ત્યાંથી ઘરે પહોચતા..એ નિત્યક્રમ હવે અમારો..!! અમારી ઓળખાણને બે મહિનાથી'ય વધારે સમય વીતી ગયો હતો. કેટલીકવાર હું ધારા સાથે નહિ પણ બોલું તો તે સમજીને મારા હાલચાલ પૂછતી અને મારા ચેહરા પર સ્મિતની રેખા કંડારી દેતી …!!

મિત્રતાથી પણ વધુ આગળ અમારા સબંધો નીકળી ગયા હતા પણ અમુકવાર માનવીના વર્તનમાં આવતા પરિવર્તનને ઓળખી શકાતું નથી..!! અમુક ઘટના પછી જ માલુમ પડે છે. આ એ જ પ્રથમ સાંજ હતી મારા જીવનની..!! પ્રથમવાર હું આરતીમાં ગેરહાજર રહ્યો. નિત્યક્રમ મુજબ આરતી પૂર્ણ થતા ધારાએ પુજારીને અમૃતની ગેરહાજરીનું કારણ પૂછ્યું ત્યારે પુજારી એ જવાબ આપ્યો, "અમૃતનું મન આજે કોઈ વાતમાં ગુચવાયેલું લાગે છે, એ છેલ્લા બે કલાકથી મંદિર પાછળ નદીકિનારે બાકડા પર બેઠો છે. એટલું સાંભળી ધારા અમૃતને મળવા નદીકિનારે રવાના થઇ. ત્યાના વાતવરણમાં ખુબ જ પવિત્રતા હતી અને નદીના પાણીનો પ્રવાહ પણ એવો લાગતો હતો કે વ્હેણમાં પણ અનેરી ખૂબી હોઈ. અમૃતની આંખોમાં છલોછલ અશ્રુની સ્તબ્ધ થયેલી ધારા જોઈ. શું મને તારી મનોવ્યથા વિશે જણાવીશ?? હું મદદ કરી શકું અને તારા પ્રશ્નોનું નિરાકરણ કરી શકું. અમૃતે નકારમાં જવાબ આપ્યો,ફરી એકવાર ધારા એ સાંત્વનાથી પૂછ્યું. હવે ધારાએ તેની મિત્રતાના કસમ આપી દીધા હતા.!!

હવે ધારા એજ બાકડા પર બેઠી હતી અને અમૃત તેનો હાથ પકડીને ઘુટણે ઉભા રહી આંખ થી આંખનું મિલન કરતા કઈક આ મુજબના શબ્દોમાં રજુવાત કરી:-

હું નથી જાણતો કે તારા મનમાં મારા માટે શું વિચાર ચાલે છે, પણ હું એટલું કેહવા માંગું છુ, શું તું મારા સફરમાં હમસફર બનશે ?? આપણા બન્નેનું તોહ નામ સાથે બોલવામાં પણ એક મધ જેવો સ્વાદ ઝરતો હોઈ એવું લાગે છે "અમૃત-ધારા" જેમ સાથે હોઈ જોડી રાધા-કૃષ્ણ ની..!! આટલું સાંભળી હવે ધરાની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. આ જોઈ અમૃતે કીધું મને તારા જવાબની ઉતાવળ નથી, તું એક્ચીતે વિચારીને મને જવાબ આપજે..!! તારો જે પણ જવાબ હોઈ તેને હું સ્વીકાર કરીશ.વાક્ય પૂર્ણ થતા તે ત્યાંથી નીકળી ગયો.

લગભગ પાંચ દિવસ પછી આજે ધારા મંદિર આવી.અમારા બન્ને વચ્ચે મૌનએ અવકાશ ધારણ કર્યું હતું, ધારએ મૌન તોડી કહ્યું મને માફ કરી દેજે હું પણ તને પસંદ કરું છુ પણ આજે મારો જવાબ "નાં" છે.!! અમૃતને ચાર દિવસ સુધી ઊંઘ નહો'તી આવી.!! તેની અનોખું નજરનું ઝોકું તૂટી રહ્યું હતું અને હૈયું રુદન કરતું હતું..!! તે વિચારતો હતો, વારંવાર થતા ઇત્તેફાક ઇત્તેફાક નથી હોતા. તે પ્રથમવખત મંદિરમાં ત્યારબાદ ફ્રુટમાર્કેટમાં મળવું તે શું હતું સમજાયું નહિ…!!

ધારાએ તેના ભાંગેલા મનને રોજીંદા કામકાજમાં પોરવ્યું તથા પરિવારની ખુશી માટે ફોરેનથી આવેલા રીશ્તાનો સ્વીકાર કર્યો. હવે તેને અમૃત સાથે વિતાવેલી દરેક નાની શ્રણો યાદ આવતી હતી..!! વાસ્તવિકમાં "અમૃત-ધારા"ની જોડી બની હતી પણ તે સ્વીકાર નહિ કરી શકી હતી અમુક કારણોસર..!! આજે ધારાની લગ્નનો દિન હતો. પૂરો પરિવાર ખુબ જ જોરશોરમાં તૈયારીમાં હતો..! ધારાના મનમાં હજુ પણ અમૃતના અશ્રુ વહી રહ્યા હતા. એટલી જ વારમાં ફોનની ઘંટડી સંભળાઈ. ધારાની મમ્મીએ ઉચક્યો, ફોન મુકતાની સાથે જ આંખમાંથી પુષ્કળ પ્રમાણમાં આંસુ આવ્યા તે જોઈ તેના પિતા દોડી આવ્યા અને જાણવા મળ્યું કે ધારાના લગ્ન જે છોકરા સાથે થવાના હતા તેણે ફોરેનની તેની મિત્ર સાથે કોર્ટ-મેરેજ કરી ચુક્યો છે..!!

દરવાજો ખટખટાવતા અવાજ આવ્યો પરિવારજનોનો કે ધારા તૈયાર હોઈ તો મામાને કહો માહ્યરામાં લાવે હાથ પકડીને મુહરતનો સમય થઇ ચુક્યો છે. પિતાએ અવઢવમાં દરવાજો ખોલ્યો તો સામે અમૃત હતો.તેણે ધારાને અપનાવા માટે કહ્યું. પિતાએ વિચાર્યા વિના એજ છોકરાને હા પાડી જેના માટે ધારાએ ઘણું સમજાવ્યું હતું છતા પણ માન્યા નહો'તા..!! પરંતુ ઈશ્વરે બનાવેલી જોડીનો સ્વીકાર દરેક કરેજ છે..! ધારાને એહસાસ થયો કે તે ઘડીઓમાં "અમૃત-ધારા" ના મિલનનો ચમત્કાર લખાયેલો હશે..!! વડીલોના આશીર્વાદ લઇ વિદાય લઇ લીધી હતી ધારાએ..!!

સિતારાઓની હાજરીમાં અમૃતે તેની ખુશીનું વર્ણન કરતા આવા શબ્દો ઉચ્ચાર્યા:-

હે પ્રભુ, મારી નજરના અનોખા ઝોકાને હક્કીકતમાં ફેરવ્યું તે બદલ હું તારો ઋણી રહીશ..!! બીજા દિવસે અમે ચાર મહિના પછી એજ મંદિરમાં સંધ્યાકાળે ગયા, ત્યાં રાધા-કૃષ્ણની પ્રતિમામાંથી એક પ્રતિબિંબ જોવા મળ્યું તેમાં અમારો પડછાયો હતો: "અમૃત-ધારા" અને આજે આજ રાધા-કૃષ્ણની કૃપાથી અમે યુગલ છીએ ..!!! બાકીના છ જન્મમાં પણ આજ મંદિરમાં શંખનાદ હું જ કરા એવી ગેહરી લાગણીના સબંધોની રજુવાત હતી આ પવિત્ર મંદિર સાથે..!!

-જીનલ મર્ચન્ટ

(વિચારોની શ્રણોમાં)