Foolwadi Chimanbhai Patel - Chaman દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Foolwadi

ફૂલવાડી

આજથી આપણે નવો વિભાગ શરૂ કરીએ

છીએ ‘ ફૂલવાડી ’. એમાં પ્રસિઘ્ઘ કરવા

માટે આપને પણ આપની કૃતિ મોકલી

આપવા વિનંતિ છે.

પરિચય

નામઃ ચીમન પટેલ ‘ચમન’

અભ્યાસઃ સ્.જી.(ભૈપૈન /જીાિેબા)

ઘંઘોઃ નિવૃત્ત

વતનઃ કૈયલ (ઉ. ગુજરાત)

૧. બાગબાન કા બસેરા

૨. વરકન્યા સાવધાન

૩. આરએસવીપી(ઇજીફઁ)

૪. રાંડ્‌યા પહેલાંનું ડહાપણ

૫. દર્દ દિલવાલોં કે પાસ હી આયેગા

સર્વવિદ્દયાલય કડીમાં ગાળેલા અભ્યાસનાં સાત વર્ષે જીવન

ઘડતરમાં ઘણો ભાગ ભજવ્યો છે. જેને પરિણામે સંગીત,

ચિત્રકલા, કસરત, સાહિત્ય વગેરેમાં રસ જાળવી શકાયો છે.

ભારતમાં આઠેક વર્ષ કામ કરી વઘુ અભ્યાર્થે ૧૯૬૭માં

હ્‌યુસ્ટન( ટેક્‌સાસ) આવ્યા ને આજ સુઘીના એ વસવાટી છે.

૧૯૬૦ ગાળામાં બે વાર્તાઓ ‘ચાંદનીમાં’ અને એક વાર્તા

‘નવવિઘાન’માં પ્રગટ થઈ. હાસ્ય લેખોનું એમનું પુસ્તક ‘હળવે

હૈયે’ ૧૯૯૭ બહાર પડ્‌યું ને હાસ્ય લેખક તરીકે લોકપ્રિય

બન્યા.

અન્ય ‘હોબી’માં નિયમિત યોગ ને ચાલવાનું, ક્‌યારેક

ફોટોગ્રાફી, ‘ચારકોલ’ ચિત્રકામ, હળવી ફલૂટ ને ‘કી બોર્ડ’થી

‘સ્ટે્રસ’ હળવો કરી લે છે.

સંપર્કઃ

ટેલિફોનઃ ૨૮૧-૪૯૫-૬૫૩૪

‘ઈ મેલ’ : બરૈસચહ-ૅચાીનજ્રર્રાસચૈન.ર્બસ

શિરનામુંઃ ૧૨૧૨૬ ઉીસમનીઅ ઘિ.

ર્લ્લેર્જાહ, ્‌ઠ ૭૭૦૩૧ (ેં.જી.છ.)

બાગબાન કા બસેરા

દીકરાની વાતને ચંદ્રકાન્ત આ વખતે ટાળી ન શક્‌યો !

દીકરાએ પણ કેવી વાત કરીઃ ‘‘ડેડી, હું જાણું છું કે તમે સ્વાવલંબી જીવન જીવવા માગો છો, પણ

મારી બાના મૃત્યુ પછી તમે એકલા પડી ગયા છો. જ્‌યારે હું આ જ શહેરમાં ઘર લઈને રહેતેા હોઉ તેા તમને આ સ્થિતિમાં એપાર્ટમેન્ટમાં એકલા રહેવા કેમ દેવાય ! તમે અમારા ભાવિ માટે હિંમત કરી અમેરિકા આવ્યા.

અમને સારું શિક્ષણ આપ્યું. અભ્યાસના વર્ષોમાં રજાઓમાં અમને નોકરી પણ ન કરવા દીઘી કે જેથી અમે અભ્યાસમાં પાછા ન પડી જઈએ. અમારી નાની-મોટી માગણીઓને તમે પૂરી પાડી. આજે એ ૠણ અદા કરવાની અમને તક મળી છે ત્યારે એ અમે કેમ જતી કરીએ !’’

ચંદ્રકાન્ત એકલો એકલો ડ્રૉઇંંગરૂમમાં એના એકના એક દીકરા અશ્લેષના એ શબ્દોને યાદ કરતેા આંટા મારતેા હતેા.

દરેક ભારતીય મા-બાપ અંદરથી ઈચ્છતાં હોય છે કે એમના દીકરાઓ ભણીગણી એમના જ શહેરમાં નોકરી મેળવી સ્થાયી થાય. ચંદ્રકાન્તની પણ એવી જ ઈચ્છા હતી અને એ ફળી પણ હતી.

ચંદ્રકાન્ત ભૂતકાળને યાદ કરી કરીને વિચાર્યે જતેા હતો.

દીકરાના લગ્ન થયાને એકાદ વર્ષ થયું હશે કે એણે સામે ચડીને દીકરા અને પુત્રવઘૂને વાત કરેલીઃ

‘‘આજે મારે તમને એક વ્યવહારિક વાત કરવી છે. દીકરો પરણીને મા-બાપ સાથે રહે એ કોને ન ગમે ? સાથે સાથે, મા-બાપ સાથે કેટલું રહેવું એ પણ આજના જમાનામાં વિચારવા જેવું છે. અમે અમારા મા-બાપની સાથે ઘણાં વર્ષો ભેગાં રહ્યાં છીએ. એમાંથી અમને ઘણા કડવા મીઠા અનુભવો પ્રાપ્ત થયા છે. તમે બંને અમારી સાથે રહીને કડવા અનુભવોથી કરમાઈ જાવ તે પહેલાં મારે તમને સજાગ કરવા છે. તારી બા અને અંકિની વચ્ચે અત્યારે તેા સુંદર મેળ છે. બંને સારી રીતે હસે બોલે છે. પણ, વાસણ ઘરમાં હોય તેા કોક દી’

ખખડવાના ! સમાજમાં જેમ બનતું આવ્યું છે તેમ ઘરની સ્ત્રીઓમાં કડવાશ પેદા થવાની જ છે. મારી ઈચ્છા છે કે એ કડવાશ આ ઘરમાં પ્રવેશે એ પહેલાં પાણી પહેલાં પાળ કેમ ન બાંઘવી !

તમે બંને સારું કમાવ પણ છો. અત્યારે તમારે હરવા-ફરવાની ઉંમર છે. એકબીજાની વઘારે નજીક જઈ અન્યોન્ય પૂરક બનવાનું છે. તમે બંને પાછા એમ ન માની લેતા કે હું તમને આ ઘરમાંથી કાઢવા તૈયાર

થયો છું. સંયુકત કુટુંબમાં રહીને મેં જે ગુમાવ્યું છે તે તમે ન ગુમાવો એ જોવાની મારી ફરજ થાય છે. અત્યારે અમારી આર્થિક અને શારીરિક સ્થિતિ સારી છે એટલે અમે બંને એકલાં પણ રહી શકીશું. અમારાથી અલગ રહેવાથી તમને જવાબદારીનું ભાન વહેલું આવશે. બચત કરવાની તક વહેલી પ્રાપ્ત થશે. અલગ રહેવાથી આપણી વચ્ચેનો સબંઘ અને પ્રેમ વઘારે મજબૂત બનશે. લાંબા સમય સુઘી ભેગા રહેવાથી મોડું વહેલું મનદુઃખ થવાનું જ છે. મન ને મોતીમાં એક વાર તિરાડ પડે પછી એને સાંઘવી અઘરી છે. મને એ પણ ખબર છે કે તમે સામે ચાલીને જુદાં રહેવાની માગણી કરવાના નથી! એટલે જ આજે હું સામે ચાલીને આ વાત મૂકું છું. તમારી ઈચ્છા હોય એટલું અમારી સાથે તમે રહો. જે પળે તમને જુદાં થવાની ઈચ્છા થાય કે અમને ૨

જણાવતાં અચકાશો નહિ. તમે આ બાબતમાં વિચાર કરી મને મૌખિક કે કાગળ પર ટપકાવીને જણાવશો તેા મને ગમશે.’’

પુત્ર કરતાં પુત્રવઘૂને ચંદ્રકાન્તની આ વાત જલદી ગળે ઊતરી ગઈ !

પત્ની પડખે હતી ત્યાં સુઘી ચંદ્રકાન્તને એની રિટાયર્ડ જિંદગી એકલવાયી ન લાગી. પત્નીના અણઘાર્યા અવસાન પછી એને આ એકલવાયી જિંદગી ઘણીવાર ગૂંગળાવી જતી હતી.એટલે જ દીકરાની વાત એને ગળે ઊતરી અને સ્વીકારી પણ લીઘી.

એક દિવસ સાંજના બઘાં ભેગાં મળી ટી.વી. જોતાં હતાં ત્યારે ચંદ્રકાન્તે ઘીરેથી દીકરા આગળ વાત મૂકીઃ ‘‘ અશ્લેષ, મારે એક સારામાંના વૉકિંંગ શૂઝ લાવવા છે.’’ રવિવારના છાપામાંથી કાપી રાખેલી જાહેરખબરની કાપલી દીકરાના હાથમાં મૂકતાં એણેે ઉમેર્યુ :‘‘મારે તેા આ‘નાઈકી’ના એરવાળા લાવવા છે!’’

જાહેર ખબરની કાપલી સામે જોતાં જ અશ્લેષ ચમકીને બોલ્યો : ‘‘ડેડી, આ તેા ૧૧૦ ડૉલરના શૂઝ

છે !! આટલા મોંઘા શૂઝ ને તે પણ ચાલવા માટે ?’’

‘‘મોંઘા તેા છે.’’ સંમત થતાં ચંદ્રકાન્ત બોલ્યો. ‘‘પણ, ક્‌વૉલિટીવાળા શૂઝ આવે છે. ચાલવામાં સારા પડે છે. હવે મારી ઉંમર થઈ એટલે સારા શૂઝ હોય તેા પગને ઈજા થવાના ચાન્સ પણ ઓછા. ’’

‘‘ચાલવા માટે સારા શૂઝ હોવા જોઈએ એ વાત સાથે હું સંમત થાઉ છું, પણ એ માટે ‘નાઈકી’ના ઍરવાળા જ જોઈએ એ કંઈ જરૂરી છે ?’’

પોતાના પૉકેટમાંથી પૈસા કાઢવાના આવે ત્યારે સૌને સસ્તી ચીજો તરફનો મોહ જાગતાં વાર નથી લાગતી!

‘‘તને યાદ છે, દીકરા?’’ ચંદ્રકાન્ત બોલ્યો. ‘‘આ ‘નાઈકી’ના ઍરવાળા શૂઝ જ્‌યારે પહેલી વાર નીકળેલા ત્યારે એ લેવા તેં કેવી જીદ કરેલી. એ વખતે મેં તને આટલા મોંઘા ભાવના શૂઝ શું કરવા છે તેમ મેં પણ તને પૂછેલું. તારું મોં પડેલું જોઈ તારી બાએ મારી સાથે ઝગડો કરીને તને ‘નાઈકી’ના શૂઝ અપાવેલા.

યાદ આવે છે તને ?’’

‘‘ઓ.કે.’’ અશ્લેષ ઢીલો પડતાં બોલ્યો. ‘‘કાલે જઈશું એ શૂઝ લેવા, ઓ.કે. !’’

અશ્લેષ પરાણે સંમત થતેા હતેા એ ચંદ્રકાન્તને સમજતાં વાર ન લાગી.

બીજા દિવસે અશ્લેષે ‘કે-માર્ટ ’ના પાર્કિગમાં ગાડી વાળી ત્યારે ચંદ્રકાન્તથી બોલ્યા વગર ન રહેવાયુંઃ

‘‘તારે ‘કે-માર્ટ ’માં કંઈ લેવાનું છે ?’’

‘‘ના.’’ અશ્લેષ બોલ્યો. ‘‘આ તેા તમારા શૂઝ જો અહિ સસ્તામાં હોય તેા જોઈ લઈએ. ’’

‘‘કે-માર્ટ ’માં શોપિંગ કરતાં તને હવે શરમ નથી આવતી? ’’ ચંદ્રકાન્તે સીઘો જ સવાલ કર્યો.

‘‘ડેડી, ‘કે-માર્ટ ’ હવે પહેલાના જેવો નથી રહ્ય્યો. એમણે ઘણા બઘા સુઘારા કર્યા છે. ‘નેઈમ’ બ્રાન્ડ વસ્તુઓ રાખતા થઈ ગયા છે. એટલે તેા એમણે નામ બદલીને ‘બિગ કે-માર્ટ’ રાખ્યું છે.’’

ચંદ્રકાન્તને થયું કે એના સવાલથી દીકરાને સમજાયું નથી કે એ શું કહેવા માગતેા હતેા. એટલે એણે જ સ્પષ્ટતા કરવી પડી. ‘‘તમે નાના હતા ત્યારે મારી સાથે ‘કે-માર્ટ’માં શોપિંગ કરવા આવતાં તમને શરમ આવતી. અમે અમારું શોપિંગ પતાવીને આવીએ ત્યાં સુઘી તમે ગાડીમાં જ બેસી રહેતા એ તને યાદ આવે છે?’’ અશ્લેષ કંઈ બોલ્યો નહિ. ચંદ્રકાન્તે વાતને આગળ વઘારતાં કહ્ય્યું : ‘‘તું માને કે ન માને પણ હવે મને ‘કે-માર્ટ ’માં જતાં શરમ આવે છે. એટલા માટે કે મારી ઉંમરના કોઈ મને અહિ જોઈ જાય તો એ લોકો મનોમન વિચારવાના કે મેં રિટાયર્ડ થઈ કમાતા દીકરા અને પુત્રવઘૂની સાથે રહીને ‘કે-માર્ટ ’માં શોપિંગ કરવાનું છોડયું નથી !’’

‘‘તેા પછી તમારે કયા સ્ટોરમાંથી શૂઝ ખરીદવા છે ?’’ ઊંચા અવાજે અશ્લેષે પૂછયું.

પોતાના પગ તળે પાણીનેા રેલો આવે એ કોઈને ગમતું નથી અને પાણી પહેલાં પાળ કોઈ ને બાંઘવી નથી.

‘‘તારા શૂઝ ખરીદવા તું અમને ‘ઓશમાન’માં કાયમ ઘસડી જતેા હતેા એ તેા યાદ હશે તને ?’’

ચંદ્રકાન્તે કઠોર થઈને કહ્ય્યું. ‘‘મારે પણ એ જ સ્ટોરમાંથી શૂઝ ખરીદવા છે; સ્પોર્ટસનો સ્ટોર છે ને એટલે !’’

મૂંગા મૂંગા અશ્લેષે ગાડી એ તરફ મારી મૂકી.

થોડા અઠવાડિયા પછી ચંદ્રકાન્તે એક ટી.વી. ખરીદવાની વાત દીકરા આગળ મૂકીઃ ‘‘ તમે બંને

તમારા પ્રોગ્રામો આ ટી.વી. પર જુઓ છો ત્યારે હું પરાણે તમારી સાથે ટી.વી. જોઉં છું. જો મારી રૂમમાં એક અલગ ટી. વી. હોય તેા હું મારા પ્રોગ્રામો એકલો એકલો જોઈ શકું અને તમે લોકો તમારા પ્રોગ્રામો આ ટી.વી. પર જોઈ શકો. ’’

‘‘કયો ટી.વી. ખરીદવો છે, ડેડી? ’’ અશ્લેષ પૂછયું.

‘‘સોનીનો. તને ખૂબ ગમે છે ને ? સાથે સાથે ઉમેર્યુ :’’ભેગા ભેગા એક ‘વીસીઆર’ પણ ખરીદવો છે કે જેથી હું મારી રૂમમાં બેઠો બેઠો મહાભારત જેવી કેસેટો લાવી જોઈ શકું. ’’

એકાદ મહિનામાં ચંદ્રકાન્તની રૂમમાં નવો ટી.વી. અને ‘વીસીઆર’ બાપ દિકરા વચ્ચે કોઈ પણ

ચર્ચા કર્યા વિના આવી ગયા.

એક દિવસ ચંદ્રકાન્તની ગાડી બગડી ને રસ્તામાં જ અટકી ગઈ. અશ્લેષે આવીને એને ‘ટો’ કરાવી.

ઘરમાં પગ મૂકતાં જ ચંદ્રકાન્તે દીકરાને મનની વાત કરી. ‘‘બેટા, મારી ગાડી હવે ખૂબ જૂની થઈ ગઈ છે.

તું જો અપાવે તેા એક નવી ગાડી ચલાવવાની મારી ઈચ્છા છે. તમને ભણાવવામાં મેં આજ સુઘી જૂની ગાડીઓ જ ચલાવી છે. તારી બાની પણ ખૂબ ઈચ્છા હતી કે હું એને નવી ગાડીમાં ફેરવું. એ બિચારીને તેા નવી ગાડીમાં ફરવા ન મળ્યું ! મને જો નવી ગાડીમાં ફરવાનું મળશે તેા અમારા બંનેની ઈચ્છાઓ પૂરી થતાં એના આત્માને પણ શાંતિ જરુંર મળશે. ’’

દીકરાઓની માંગ બાપ કરતાં માનાથી જલદી પૂરી કરાય છે. એ કારણે, દરેક દીકરાને બાપ કરતાં મા પ્રત્યે લાગણી વઘારે હોય છે. માની વાત આવતાં અશ્લેષને કોઈ પણ દલીલ કરવાનું મન ન થયું. આમેય એને ખબર હતી કે એના ડેડીએ કદી નવી ગાડી ખરીદી નો’તી. જ્‌યારે જ્‌યારે એ એના ડેડીને નવી ગાડી ખરીદવાનું કહેતેા હતેા ત્યારે એના ડેડી એના અભ્યાસના ખર્ચાની વાત આગળ લાવી મૂકતા અને નવી ગાડીની વાત ત્યાં જ અટરી જતી.

‘‘કઈ ગાડીની ઈચ્છા છે, ડેડી ?’’ અશ્લેષે પૂછયું. અશ્લેષ આટલી સહેલાઈથી સમજી જશે એ ચંદ્રકાન્તે ઘાર્યુ ં નો’તું ! લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે માં ઘોવા ન જવું જોઈએ!

‘‘‘કેમરી’ તને કેવી લાગે છે?’’ ચંદ્રકાન્તે પૂછયું.

‘‘સારી છે અને તમને ફાવશે પણ ખરી.’’

ગાડીનો સોદો કરતી વખતે ચંદ્રકાન્તે રેડિયો અપગ્રેડ કરાવીને સી.ડી. પ્લેઅરની વાત કરી ત્યારે અશ્લેષ અકળયો. ‘‘ગાડી સાથે કૅસેટ પ્લેઅર તેા આવે જ છે પછી સી.ડી. પ્લેઅરની શી જરું ર છે?’’

‘‘એક વાર સી.ડી.નું સંગીત સાંભળીએ પછી કૅસેટનું નથી ગમતું’’ ચંદ્રકાન્તે દલીલ કરતાં કહ્ય્યું.

‘‘આમેય તમારા શોખ પૂરા કરવા મેં આજીવન મારા શોખ દબાવી જ રાખ્યા હતા.’’ ભૂતકાળને યાદ કરીને એમણે ઉમેર્યુ ંઃ‘‘તારી નવી ગાડી લીઘી ત્યારે તેં કેટલો ખર્ચ કરાવ્યો હતેા; ગાડીની સાથે આવેલો રેડિયો તેં અપગ્રેડ કરાવીને મોટા મોટા સ્પીકરો ગાડીમાં નંખાવેલા અને સી.ડી. ચેન્જર પણ નંખાવેલું ત્યારે મેં તને કહેલું કે આ બઘા પૈસા તું ભણવા પાછળ ખર્ચતેા હોય તેા? આ બઘા શોખ કમાઈને કયાં પૂરા કરાતા નથી ! આ બઘી વાતેા તને ત્યારે ગળે ઉતરી નો’તી !’’

અશ્લેષ મૂગો મૂગો બઘુ સાંભળી રહ્ય્યો હતો.

ઘેર પાછા આવતાં ગાડીમાં અશ્લેષે વ્યંગમાં ચંદ્રકાન્તને પૂછયુંઃ ‘‘ડેડી, ગાડીમાં બીજું કંઈ અપગ્રેડ કરાવવું હોય તેા બોલજો. ’’

અશ્લેષના આ કથનમાં કડવાશ છલકાતી હતી એ ચંદ્રકાન્તને સમજતાં વાર ન લાગી. એટલે જ, ગાડીના કાચને ટિન્ટ કરાવવાની મનેચ્છાને મારવી પડી.

ચંદ્રકાન્તની નાની-મોટી માગણીઓ દિન-પ્રતિદિન વઘતી જતી હતી. એની માગણીઓથી દીકરા અને પૂત્રવઘૂના મોંના બદલાતા જતા ભાવોને વાંચી વાંચી ચંદ્રકાન્ત વિચારોમાં ખોવાઈ જતેા હતેા.

એક રાતના ચંદ્રકાન્ત સૂઈ ગયા છે એની ખાતરી કરીને અંકિનીએ અશ્લેષને વાત છેડીઃ ‘‘ હું તેા તને પહેલેથી જ કે’તી હતી કે ડેડીને આપણા ભેગા રહેવા આવવાનું દબાણ ન કરતો. આપણા ભેગા લાવીને તેં શું કાંદા કાઢ્‌યા ! નાના બાળકની જેમ એમની માગણીઓ દિન-પ્રતિદિન વઘતી જ જાય છે. આપણને પોસાશે કે નહિ એનો વિચાર તેા એ કરતા જ નથી ! વસ્તુંઓ માગે છે તેા એ ટોપ લાઈનની જ માગે છે. બાના ગયા પછી એ ઘણા જ બદલાઈ ગયા છે. વાત વાતમાં તારી પાછળ એમણે કેટલો ખર્ચ કર્યો એ આગળ લાવી તને બોલતેા જ બંઘ કરી દે છે. હવે જો ડેડી અહિથી જવા માગે તેા તું પાછો એમને દબાણ કરતેા નહી.’’ અશ્લેષે પિતાનો બચાવ કરવા દલિલો તેા કરી, પણ પત્નીના વાક્‌બાણોથી ઘાયલ થતાં એ આગળ લડી ન શક્‌યો !

ચંદ્રકાન્તે બંનેની સઘળી વાત અર્ઘનિદ્રામાં સાંભળી તેા લીઘી, પણ એની ઊંઘ જ ઊડી ગઈ ! ખુલ્લી આંખે પથારીમાં મળસ્કે સુઘી એણે આળોટયા જ કર્યુ ં. મનોમન એક નિશ્ચય કરી લેતાં એને ઊંઘ તેા આવી ગઈ.

બીજા દિવસે બપોરના એક ચિઠ્ઠી લખવા એણે પેન ઉપાડી.

ચિં. અશ્લેષ અને અંકિની;

ગઈ કાલે રાતના અંકિનીની વાત અને તમારી બંને વચ્ચે મારી બાબતે જે વાદવિવાદો થયા તે મેં ઊંઘમાં સાંભળ્યા. મારી માગણીઓ અંકિનીને હદ-પાર વિનાની જરૂર લાગી હશે, પણ એની પાછળની મારી ફિલોસોફી તમે બંને સમજયા નથી એટલે એ અંગેની સ્પષ્ટતા મારે કરવી પડશે.

મારે આ જીવન જોવું હતું કે મેં જેમ અશ્લેષની નાની-મોટી માગણીઓને સંતેાષી તેમ તમે લોકો

તમારા ભાવિ બાળકોની માગણીઓને કેવી રીતે સંતેાષશો એ મારે જોવું હતું, અનુભવવું હતું. તમારા બાળકોની માગણીઓ તેા ખૂબ જ આઘુનિક અને ખર્ચાળ હશે. તમને ઘડી ભર ‘અપ-સેટ’ કરી દે એવી હશે.

મેં તેા મારા શોખને બાજુ પર રાખી તમારા શોખને પૂરા કર્યા, પણ તમે તમારા બાળકોની માગણી પૂરી કરવા

તમારા શોખ પડતા નહી ં મૂકો એટલે જ તમને એ માટે અત્યારથી જ તૈયાર કરવા મેં એક નાટક તમારા ઘરમાં આવીને ભજવ્યું છે.

સાથે સાથે મારે એ પણ જોવું હતું કે તમે લોકો મારી કેવી કાળજી લો છેા. સારું છે કે હું શારીરિક અને આર્થિક રીતે સઘ્ઘર છું ત્યારે તમે લોકોએ મારી આંખ ખોલી છે. સારું છે કે મેં મારી બચત તમારા નામે ટા્રન્સફર કરી નથી. તારા બાની તેા ઈચ્છા હતી કે અમારા ગુજરાન જેટલું રાખીને બાકીની રકમ તમારા નામે ટા્રન્સફર કરવી, પણ મેં જ એને સમજાવીને કહ્ય્યું હતું કે આપણા બંનેના અવસાન પછી આ બઘુ આપણા દિકરાનું જ છે અને એ ત્યારે સમજી પણ ગઈ હતી.

હું મારા એપાર્ટમેન્ટમાં પાછો જાઉ છું, પણ તમારી સાથેનો સંબંઘ તોડીને જતેા નથી. આપણા સંબંઘમાં એક નાની તિરાડ પડી છે એ વઘારે ઊંડી ઊતરે એ પહેલાં એને મારે સાંઘી લેવી છે. તમારે ત્યાં હું અવાર નવાર આવતેા રહીશ. તમારા બંનેના સંબંઘો મારા કારણે બગડે નહિ એ મારા માટે ખૂબ મહત્વનું છે.

મારે તેા બહું વર્ષો હવે કાઢવાના નથી. તમારી આગળ તેા લાંબી મંઝ્રીલ પડી છે અને તમે બંને હાથમાં હાથ મીલાવી એ મંઝ્રીલ પાર કરો એમાં જ મારી ખુશી છે. અત્યારે હું અલગ રહું એ બંને માટે સારું છે. સાજા-

માંદા વખતે તમારી મદદ માગીશ અને તમે એ પ્રેમથી પૂરી પાડશો એની મને ખાતરી છે.

મને અને આ પત્રને સમજવાની કોશિશ કરશો એ આશા સહ, શુભેચ્છા સાથે, આશિર્વાદ આપતેા વિરમું છું.- તમારો ડેડી.

ફૂલવાડી

વર કન્યા સાવઘાન !!

ફોનની ઘંટડી રણકીને રસોડામાં કામ કરતી પત્ની બોલી; ‘જરા ફોન લેશો? મારા હાથ લોટવાળા છે.’ ‘તમારા હુક્કમને નકારાય !’ સોફામાંથી ઉભા થતાં થતાં હું બોલ્યો.

‘આમ વ્યંગમાં ના બોલતા હોવ તેા ના ચાલે ?’ ઘર્મપત્ની જરા બગડ્‌યા.

ફોન મે લીઘો ને પત્ની તરફ ઘરતાં મેં કહ્‌યું; ‘તમારો છે! હવે તેા તમારે લેવો જ પડશે !’

‘કોણ છે?’ ઘર્મપત્નીને હતું કે કોઈ એમની બહેનપણી હોય તેા ફરી ફોન કરવાનું મારી પાસે જ કહેવડાવી દેવું હશે પણ, મેં જ સ્પટતા કરતાં કહી દીઘું; ‘આ બહેનતેા તમારી સાથે જ વાત કરવાનો આગ્રહ રાખે છે.’ ઝ્રટપટ હાથ ઘોઈ, સાડીના છેડે હાથ લૂસતાં લૂસતાં મારા હાથમાંથી એમણે ફોન લઈ લીઘો; મારો આભાર માન્યા વગર જ!

ફેાન કરનાર કોણ હશે એ જાણવાની મને પણ ઈન્તેજારી જાગી એટલે હું એમના મોઢાના ભાવ

વાંચવા આઘો ન ખસ્યો. એમનો ચહેરો ચાડી ખાતેા કહી રહ્‌યો હતેા કે તેઓ પણ આ ફોન કરનારને ઓળતા લાગતા નેા’તા!

આમતેા ચાલું ટીવીએ પણ એ વાત કરવા ટેવાયેલા છે પણ, આજે એ વાત કરતાં કરતાં અંદરના રૂમમાં ચાલ્યા ગયા એ જોઈ મારી કુતૂહલતા પણ વઘી. એેકાદ બે કીડી કરડી જાય ને જેમ મન ઘડી ઘડી ત્યાં પહોચી જાય એમ મારું મન પણ ઘડી ઘડી શી વાત હશે એ જાણવા પહોચી જતું હતું !

વાતચીત પતાવીને ઘર્મપત્ની જયારે મારી પાસે આવીને બેઠા ત્યારે મારા મનને શાંતિ થઈ.

હજુ હું એમને પૂંછુ ત્યાં જ એ વદ્‌યા; ‘આપણા લોકો પણ ખરા છે ?’

‘પણ થયું શું ?’ મારાથી પૂછાઇ ગયું. મે ન પૂછયું હોત તેા પણ એ કહેવાના તેા હતા જ, પણ જો વચમાં કૂદી ન પડીએ તેા પછી પટેલ ભાયડા ન કહેવાઇએને!

‘આપણી દિકરી નયનાના લગ્નની વાત કરવા કોઇ બહેનનેા ફોન હતેા. મેં એમને કહ્‌યું કે તમે

તમારા દિકરાનો ફોન નંબર આપો . મારી દિકરી તમારા દિકરાને ફોન કરી એક બીજાને વાત કરી લેવા દેા પછી આપણે આગળ વાત ચલાવીએ પણ, આ બહેનતેા કહે કે અમારે તેા પ્રથમ તમને મળવું છે. આપણે એક બીજાને મળીએ, ઓળખીએ પછી આગળ વાત ચલાવીએ.’

‘તેા તે શું કહ્‌યું?’ કોઇ વાત કરતું હોય તેા એની વાત પૂરી ન થાય ત્યાં સુઘી વચમાં ન બોલવાનો નિર્ણય હું કાયમ કરું છું પણ લાંબો ટક્‌તેા નથી!

‘આગળ સાંભળો તેા ખરા.’ આંખો પહોળી કરી ડાંટતાં પત્ની બોલી.

‘મે તેા એ બહેનને સાફ સાફ કહી દીઘું કે હું એમની સાથે બિલકુલ સંમત નથી.’

‘બહું સરસ જવાબ તે આપ્યો. ‘ગુડ’..’

‘આ પહેલી વાર તમે મારી સાથે સંમત થયા છેા!’

‘.............’મૂક રહેવામાં જ આજે મારી સલામતી હતી !!

અમેરિકામાં એવા મા-બાપો છે કે જેઓ ભારતની ચાલી આવતી કેટલીક જૂની પ્રથાઓને છોડવા

તૈયાર નથી. પરિણામે, અહિ જન્મી મોટા થયેલા કેટલાક બાળકોના લગ્નોના પ્રશ્નો વિકટ બની જાય છે, બની ગયા છે.

ઘર્મપત્નીના એક જાણીતા બહેનપણીના એકના એક દિકરાને ૩૨ થવા આવ્યા છે પણ, હજુ સુઘી એના લગ્નનું ઠેકાણું પડ્‌યું નથી એનું કારણ પણ જાણવા જેવું છે. આ બહેન ખૂબ દેખાવડા છે એટલે એ રૂપાળી પૂત્રવઘૂની ખોળમાં છે. છોકરીઓના ફોટા એમની પાસે આવે ત્યારે જો એમને ન ગમે તેા એ ફોટાઓ પછી ત્યાં જ ઘર કરીને રહી જાય છે; ન એમના પતિને કે ન એમના દિકરાને એ ફોટાઓ જોવા મળે છેે!

જોવાની ખૂબીતેા એ છે કે આ બહેન બઘાને કહેતા ફરતા હોય છે કે જન્મ અને મરણ તેા ઉપરથી લખાઇને જ આવ્યા હોય છે. તેા પછી, એ ફોટાઓ દિકરાને બતાવવામાં જોખમ ખરું?

આ બહેનને ગોળાકાર મુખ ગમે છે પણ, દિકરાને એ ન પણ ગમતેા હોય. દરેક વ્યકિતનેા દ્રષ્ટિકોણ

અલગ અલગ હોય છે એ આ બહેન કેમ ભૂલી જતા હશે? તમે નહિ માનો પણ, સાથે નોકરી કરતી એક ઘોળી છોકરી સાથે લગ્ન કરવાના એમના દિકરાના મક્કમ નિર્ણયને જયારે આ બહેન એમના બઘા ઉપાયો કરી બદલી ન શક્‌યા ત્યારે એમના દુઃખની કેાઇ સીમા નો’તી! સુખે દુઃખે દિકરાના લગ્ન તેા કરાવ્યા પણ, આખી જિંદગી એક ડંખ એમને ખૂચ્યા કર્યો કે જો એમણે એ બઘી ભારતીય છોકરીઓના ફોટાઓ દિકરા સુઘી જવા

દીઘા હોત તેા ભારતીય પુત્રવઘૂના એમના સ્વપ્નાઓ સાકાર તેા થયા હોત. આ દ્વિઘામાં એમની પુત્રવઘૂને એ આજીવન દિલથી ન અપનાવી શક્‌યા કે ન એને જોઈતેા સહકાર આપી શક્‌યા. પરિણામે, આજે એમની આઘેડ વય વખતે પુત્ર ને પુત્રવઘૂ વચ્ચેનું અંતર ઘટવાને બદલે વઘી ગયું છે!

મારા એક મિત્રની દિકરીની વાત અત્રે યાદ આવી જાય છે. છોકરાઓની વાત લઈ મિત્રો કે સગાઓ ફોટા આપી જાય ત્યારે દિકરી મા-બાપને ખુશ રાખવા એક પછી એક ફોટાઓ જોઈ તેા જાય પણ, દિકરીનો કાયમ એક જ જવાબ હોય કે એને કેાઈ છોકરો ગમતેા જ નથી! સારા ને સંસ્કારી કુટુંબના છોકરાઓના માંગાઓની દિકરી સાથે ચર્ચા કરી કરીને મા- બાપ હવે ખૂબ કંટાળી ગયા હતા એટલે એક દિવસે દિકરીને પાસે બેસાડીને એને પૂછ્‌યું;‘તને સારા, દેખાવડા ને સંસ્કારી છોકરાએા બતાવીએ છીએ ને તું એમની સાથે વાત કર્યા વગર જ ના પાડી દે છે તેા તારું કારણ અમને કહીશ. તારી ઘ્યાનમાં જો કેાઈ છોકરો હોય તેા અમને કહે અમને એનો વાંઘો નથી’.

‘એવું કંઈ નથી, ડેડી.’ દિકરી બોલી.

‘તેા પછી તને શો વાંઘેા છે તે અમારે આજે તેા જાણવું જ છે?’

દિકરીને પણ ઘણા દિવસથી થતું હતું કે મા-બાપ પાસે બેસીને આ અંગે સ્પષ્ટતા કરી લેવાનો સમય પાકી ગયો છે. કાગને બેસવું ને ડાળને પડવું.

‘ડેડી, ખોટું ન લગાડતા પણ, હું સમજુ છું તે પ્રમાણે મા-બાપે બતાવેલા છોકરા સાથે કરેલા લગ્ન

‘એરેન્જ મેરેજ’ ગણાય છે ને ‘એરેન્જ મેરેજ’ના કિસ્સાઓ સાંભળી મને એને માટે એક પ્રકારની નફરત થઈ

ગઈ છે.’ દિકરીએ પેટ છૂટી વાત કરી. આ સાંભળી મા-બાપતેા બેઘડી આશ્ચર્યમાં ડૂબી ગયા! પછી, દિકરીના બાપે પેાતાનો ખુદનો દાખલો આપીને દિકરીને ‘એરેન્જ મેરેજ’ કેાને કહેવાય એ સવિસ્તાર સમજાવ્યું ને મા-બાપતેા ‘મેસેન્જર’નો રોલ ભજવી રહ્‌યા હોય છે એની પણ સ્પષ્ટતા કરી લીઘી. પેટ છૂટી વાતેા કરીને દિકરીને એ દિવસે ખૂબ ખૂબ સમજાવી .

દિકરીને પણ એ દિવસે મા-બાપની વાત ગળે ઉતરી ને એની વર્તણુકમાં ફેર પડ્‌યો ને એ છોકરાઓના ફોટાઓમાં રસ લઈ ફોન પર વાત પણ કરવા લાગી. થેાડાક જ સમયમાં એના પણ લગ્ન ઘામ ઘૂમથી લેવાઈ ગયા!

અમેરિકામાં કેટલાક ભારતીય કુટુંબો એવા પણ છે કે ભારતના એમના પૂર્વજોએ ઉભા કરેલા ગામના વાડાઓની અંદર જ એમના અમેરિકામાં જન્મેલા કે અહિ આવી મોટા થયેલા છોકરા- છોકરીઓના લગ્ન

થાય એવો અંદરથી આગ્રહ રાખે છે. એ પૂર્વજો જરુંર હોશિયાર હશે ને એમના એ ગામના વાડાઓ બાંઘવાના કારણો પણ હશે. એ વખતે નોકરી માટે ગામ છોડીને બહાર જનારા બહું જ ઓછા હશે એટલે છોકરા-છોકરીઓના વિવાહ અંગે ગણ્યા ગાંઠા ગામના પરિવારોનો કૌટુંબિક પરિચય રાખવો સરળ બની રહેતેા હશે; ખાસ કરીને દિકરીઓ માટે. અજાણ્યા પાણીમાં પડવાની એ પૂર્વજોની તૈયારી નહિ હોય. ગામના છોકરાઓ ગામમાં એમની નજર આગળ જ રમે એવી એમની આગવી સૂજ હશે.

અમેરિકામાં જન્મેલા કે અહિ આવી મોટા થયેલા છોકરા- છોકરીઓને આ પૂર્વજોએ રચેલા ગામોમાં પરણાવાનો આગ્રહ રાખતાં પહેલાં એમને એ આગ્રહ પાછળની ફિલસૂફી જો સમય સર નહિ સમજાવીએ તેા આ બાળકો મા-બાપના વિચારો વિરૂદ્ધ ડગ ભરશે. ભારતમાં સ્થાયી થયેલા જો અમુક ગામોનો આગ્રહ રાખે એ વાત સમજાય છે પણ, પરદેશમાં રહેતા પરિવારો અંદરખાને આ આગ્રહ રાખે એ સમજાતું નથી. આ પરિવારોએ એમના મા-બાપોની ઈચ્છા મુજબ લગ્નનેાની બાબતમાં એ ગામોની સરહદો ભલે એાળંગી નથી પણ, પૈસા કમાવવા તેા એ સરહદો જરુંર ઓળંગી ગયા છે. એમ કરવામાં એમના દિવંગત(પરલોક વાસી) પૂર્વજોના આત્માઓને એમણે કેટલું દુઃખ પહોચાડ્‌યું હશે એ કોને ખબર? ગામો છોડી, દેશ છોડી, પરદેશમાં આવવાની આપણે હિમ્મત કરી તેા આપણા બાળકો આપણાથી સવાયા નિકળે તેા એમાં નવાઈ શી ?!

ગામના છોકરાઓને ગામમાં રમવું હવે ગમતું નથી. ગામના આંગણાઓ એમને હવે નાના પડે છે.

રમતેા બદલાઇ ગઇ છે ને રમનારા બદલાઈ ગયા છે! નવા યુગના એ યુવાનો પાસે આઘુનિક સુખ સગવડો હવે આવી ગઈ છે. પટેલને પટેલમાં પરણવું નથી ને મા-બાપોને પરાણે પરણાવવા છે. પર નાતમાં, પર પ્રાન્તમાં કે પરદેશીને પરણીને એમના ભાવિ બાળકોના ‘જીન’માં ફેરફાર લાવવાના એમના આઘુનિક વિચારોને સમજવામાં આપણને સમય લાગશે. એમને એમના બાળકો ખડતલ, ઊંચા, દેખાવડા ને

‘ઈન્ટેલીજન્ટ’ જોઈએ છે જેની સમજણ એમને આવી ગઈ છે ને એ સમજણ જો મા-બાપોમાં આવી જાય તેા સોનામાં સુગંઘ ભળી જાય. પરિવારોની પ્રજાઓના પશ્નો્ર પણ હળવા થઈ જાય. દુઃખના ડુંગરમાં દટાયા વગર સ્વર્‌ગીય સુખનો લ્હાવો આ ઘરતી પર જ મરતાં પહેલાં માણી શકાય.

માંડ માંડ છોકરેા કે છોકરી હા પાડે ને પછી જો જન્માક્ષરો મળતા ન આવ્યા કે ગ્રહોના ગોટાળોમાં જો ગુંચાયા તેા લગ્ન અટકી ગયા સમજો.

આવો એક પ્રસંગ યાદ આવી જાય છે. છોકરો-છોકરી છ મહિના ફર્યા, ખૂબ વાતેા કરી ને જ્‌યારે બંને લગ્નના નિર્ણય પર આવ્યા ત્યારે જન્માક્ષર જોનારે કહ્‌યું કે આ ‘કપલ’ને બાળકનો યોગ નથી.

છોકરાના પિતાએ તેા પહેલેથી જ કહી દિઘેલું હતું કે તેઓ જન્માક્ષરમાં માનતા નથી પણ, દિકરીની મા આ ભાવિ સંજોગો સામે આંખ આડા કાન કેમ કરી શકે? દિકરીનો બાપ વિચારતેા હતેા કે આજની મેડીકલ સિઘ્ઘીની સહાયથી આ આગાહીને ખોટી પૂરવાર કરી શકાય પણ, પત્નીને પડકારવામાં સાપના દરમાં હાથ નાખવા જેવું હતું. ગૌણ વાત હતી એ મહત્વની બની ગઈ ને મહત્વની વાત ગૌણ બની રહી ગઈ. લગ્નની વાત ત્યાં જ અટકાઈ ગઈ! થેાડા સમય પછી છોકરાનું તેા બીજી કોઈ છોકરી સાથે ઠેકાણું પડી ગયું પણ, પેલી છોકરીનું જન્માક્ષરોને કારણે લંબાઈ ગયું છે.

જન્માક્ષરો બનાવનાર કે જન્માક્ષરો વાંચનાર પાસે ગ્રહોનું જ્ઞાન જરુંર હશે પણ, એને અનુસરીને કરેલા લગ્નો બઘા શું સફળ નિવડે છે ને ન અનુસરેલા બઘા શું નિષ્ફળ જાય છે? પરદેશમાં શની-રવિના સમયની સગવડ આગળ અપવાદેાનેે આપમેળે આપણે આવકારી લઈ અવસરતેા સાચવી લઈએ છીએ ત્યારે

થોડા અપવાદો વઘે તેા વાંઘો ખરો?

છોકરા-છોકરીના જન્માક્ષરો જોવાને બદલે બંને પક્ષના પરિવારોનેા મેડીકલ રીપોર્ટ જોવો હવે વઘારે જરુંરી છે. છોકરીને ગાંઠડિયે કે છોકરાને પાઘડીએ મંગળ નિકળે તેા ચલાવી લેવાશે પણ, બંનેના પરિવારમાંથી કોઈ ડાયાબીટીસ કે હૃદય રોગ જેવા વંશીય રોગો ભાવી પ્રજામાં ન આવી જાય એ માટે સજાગ

થવાનો સમય પાકી ગયો છે. જેમ સામાવાળાના જન્માક્ષર માગતાં આપણને જરાયે ક્ષેાભ થતેા નથી તેમ મેડીકલ રીપોર્ટ માગવામાં ક્ષોભ રાખવા જેવો હવે નથી.

પરદેશમાં આજની આપણી પ્રવૃત્તિ જેાઈ આપણા દિવંગત પૂર્વજો હવે જરુંર હરખાતા હશે પણ, આપણે જયારે એ અવસ્થાએ પહોચીશું ત્યારે આપણા બાળકો માટે અહિ જે થઈ રહ્‌યું છે ને જે થવાનું છે એ જાણી હરખાઈશું કે કેમ એ પ્રશ્ન મને તેા રાત-દિ મૂંઝ્રવી નાખે છે !!

ફૂલવાડી

‘આરએસવીપી’! (ઇજીફઁ)

લગ્નની કંકોતરી લખવાનો જેને ત્યાં પ્રસંગ આવ્યો છે એને જ પૂછો કે ‘આરએસવીપી’ના કડવા-મીઠા અનુભવો કેવા થયા છે !

‘આરએસવીપી’નું કાર્ડ ભરી મોકલનારને ટિકિટ ચોટાડવાની ચિંતા નથી કે સામાવાળાનું શિરનામું કરવાની માથાકૂટ નથી છતાં એમની ન સમજાય એવી કેટલીક વર્તણૂંકની વાતો સાંભળી દિલ દ્રવી જાય છે અને પ્રશ્ન થાય છે કે કંકોતરી મેળવનાર તેા સગાઓ ને નજીકના મિત્રો છે તેા આ કામમાં કડવાશ કેમ ઊભી

થતી હશે ?!

સગા સબંઘીઓને બાદ કરતાં મોટા ભાગના મિત્રો તેા પંખીના મેળાની જેમ આટલે દૂર અહિ આવી મળેલા હોય છે. મન મળી જતાં મિત્રતા ગાઢ બને છે અને આવા પ્રસંગે એમને ખાસ યાદ કરીને આમંત્રિત કરવામાં આવે છે. આ મિત્રોને કદાચ ખબર નહિ હોય કે તેઓ કેટલા નસીબદાર છે! ઘરમાં પહેલી વાર આમંત્રિતોનું લિસ્ટ જ્‌યારે તૈયાર થાય છે ત્યારે હોલની ‘કેપેસીટી’થી ઘણું જ મોટું બની જાય છે. કેાને લિસ્ટમાંથી કાપવા ને કોને ન કાપવામાં જ પતિ-પત્ની વચ્ચે, આવા સારા પ્રસંગે, ઘર મેદાનમાં વગર હથિયારે યુઘ્ઘ લડાઈ જવાય છે. બંને ઠંડા પડતાં મન મનાવી ( કે પછી મનાવડાવી) આ લિસ્ટમાં જરૂરી ૧૦

કાપાકૂપી કરવામાં આવે છે. કંકોતરી મેળવારને હવે સમજાશે કે એ નસીબદાર ખરા કે નહિ કે પેલી કાપાકૂપીમાંથી એ બચી ગયા ! આ નસીબદાર મિત્રોએ સહકારનો હાથ લંબાવવામાં આંખ આડા કાન ન કરવા જોઈએ. યથાયોગ સહકાર ન આપવામાં એવું ન બની જાય કે બીજા અવસરે લિસ્ટમાંથી તમારું નામ સદાને માટે કપાઈ જાય અને એ જાણીને-અનુંભવીને દુઃખી થઈ તમારી અંદરની વેદના વાણી વાટે ‘વીક એન્ડ’ માં વહેવા માંડે !

આ અંગે એક પ્રસંગ અત્રે યાદ આવી જાય છે.

એક કુટુંબના વડાએ બે જણા આવીશું ભરીને ‘આરએસવીપી’નું કાર્ડ સમયસર તો મોકલ્યું, પણ

અવસરના દિવસે એમના બે દિકરા હોસ્ટેલમાંથી આ દિવસે ઘેર આવેલા એટલે આ બે દિકરાઓને સાથે લઈ

જવા કે ન લઈ જવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. દિકરાની મા એમના ઘરવાળાને કહે છે; ‘એમાં વિચાર શો કરવાનો ? એ બિચારાઓને આવો ચાન્સ ક્‌યારે મળવાનો છે! રમેશભાઈ તેા તમારા લંગોઠીયા ભાઈબંઘ છે.

એ ઓછા કંઈ વાંઘો ઉઠાવવાના છે ?’ આ સાંભળી એક દિકરો બોલ્યો; ‘ના મમ્મી, તમે બેજણનું લખ્યું છે તેા

તમે ને પપ્પા બે જણા જાવ ને અમારી ચિંતા ન કરો’.

‘પણ તમારું સાંજનું જમવાનું શું ?’

‘એની તું ચિંતા ન કર મમ્મી. અમે અમારું કરી લઈ શું.’

બંને દિકરાઓ માબાપના દબાણમાંથી ન નિકળી શક્‌યા ને કચવાતા મને માબાપ સાથે જોડાવવું પડ્‌યું. હોલ પર પહોંચી પ્રથમ ટેબલની વ્યવસ્થા કરનારને મળ્યા.ઘરના વડીલે કહ્ય્યું;‘આમતો અમે બે જણનું જણાવ્યું હતું, પણ અમારા આ બે દિકરાઓ અચાનક આવી ગયા તેા એમને પણ લેતા આવ્યા છીએ તેા એમની બેસવાની વ્યવસ્થા કરી આપશોને?’

‘સાથમાં લઈને આવ્યા છો તેા વ્યવસ્થા તેા અમારે કરવી જ પડશે.’ મેાં બગાડી વ્યવસ્થાપકે કહ્ય્યું.

‘એમન ેતોે અમારી સાથે બેસવું છે.’ આરબ ને ઊંટની જેમ એમની માગણીઓ વઘી રહી હતી.

‘એ શક્‌ય નથી.’ કડકાઈથી વ્યવસ્થાપકે કહ્ય્યું.

‘તેા.. મારે રમેશને મળવું પડશે. એ મને ક્‌યાં મળશે?’

‘મને ખબર નથી. તમે જ એને ખોળી કાઢોને?’ વાત ટૂંકાવતાં વ્યવસ્થાપકે કહ્ય્યું.

આવા વખતે રમેશને ખોળીને એના કામમાં ખલેલ પહોચાડવાનો અને પોતાની બે સીટો માટે બીજા બેને ‘બમ્પ’ કરી અવ્યવસ્થા ઊભી કરવાનો વિચાર ગરજવાનને ક્‌યાંથી આવવાનો!

રમેશને ખોળી કાઢી વડીલે હૈયા વરાળ કાઢી એની સાથે સાથે પેલા વ્યવસ્થાપકની થેાડી ટિકા પણ

કરી લીઘી. ઠંડા કલજે રમેશે કહ્ય્યું;‘તું મારો લંગોટિયો મિત્ર ખરો, પણ જેને જે કામ સાંપવામાં આવ્યું છે એની સંપૂર્ણ જવાબદારી એમના ઉપર છોડીને કામની વહેચણી મેં જ કરી છે એટલે આ બાબતમાં હું કંઈ પણ

કરી નહિ શકું. આઈ એમ સોરી!’ રમેશને આમ છેલ્લે પાટલે બેસી જતાં અને પોતાના બઘા પાસાં આજ ૧૧

ઉલટાં પડતાં એ અવાક બની ગયા. પેલા વ્યવસ્થાપકને ફરી મળવાની એમની હિમ્મત નેા’તી એટલે પત્નીને જ એ કામ કરવાનું સાંપીને મિત્રેા સાથે ગામ ગપાટા મારવા એ ગાયબ થઈ ગયા !

આજ વ્યકિતને બીજા વરસે રમેશ તરફથી કંકોતરી ન મળતાં સામે ચડીને રમેશને એમણે ફોન કર્યો;

‘અલ્યા રમેશ, આગલા અવસરે તેા તે મને કંકોતરી મોકલી હતી, પણ આ વખતે તું મને ભૂલી ગયો છે કે પછી કંકોતરી ટપાલમાં ક્‌યાંક ગૂમ થઈ ગઈ છે?’

‘ટપાલની ગફલત નથી, પણ પહેલા અવસરમાં તારી પાસેથી જે શિખવા મળ્યું એનું આ પરિણામ છે.’ સ્પષ્ટ વ્યક્‌તા રમેશે કહી નાખ્યું.

આવીતો ઘણી વાતો તમને સાંભળવા મળી હશે જ, પણ આ અંગે દરેકે પોતાની સગવડ- અગવડનો વિચાર છોડીને સામાવાળાનેા જો વિચાર કર ેતેા લગ્ન પ્રસંગે સેાનામાં સુગંઘ જરુંર ભળે. એટલે જ, આ અંગે કેટલીક વાતેા કે જે આપણા સમાજમાં બની રહી છે એને વીણી વીણીને અહિ મૂકી છે જેથી સૌ એને વાંચી વિચારીને સમજે ને અમલમાં મૂકીને આવા અવસરમાં અભિવૃઘ્ઘિ લાવે.

૦ કેટલાક તેા કંકોતરી સમયસર ખોલતા જ નથી. જે ખોલે છે એ હજુ ઘણો સમય છે કરીને એના પ્રત્યુત્તરને પાછો ઘકેલી મૂકે છે ને એ કંકોતરી એમના કામના બીજા કાગળો નીચે દબાઈ જતાં પ્રત્યુત્તર આપવાનો સમય વહી જાય છે.પરિણામે યજમાનને ફોન કરીને એમને જગાડવા પડે છે. એ કરતાં કંકોતરી ખોલીને જવું છે કે નથી જવાનો નિર્ણય સામેની વ્યકિતનો ખ્યાલ કરીને કરવામાં આવેતો કેવું સારૂં. જેા કોઈ

અમેરિકનના લગ્ન અવસરમાં જવાનું હોય તેા જવું છે કે નથી જવાનો નિર્ણય તુરતજ લેવાય છે, પણ દેશીના અવસરમાં જવા ન જવાના નિર્ણય કરવામાં ન જાણે આળસ આપણામાં ક્‌યાંથી આવી ઘૂસી જાય છે.

૦ કંકોતરીમાં બે જ વ્યકિતને આમંત્રણ જો મળ્યું હોય તેા એ ચેકીને ચાર કે છ લખીને પ્રત્યુત્તર આપતાં વઘારાની વ્યકિતઓની વ્યવસ્થાનો સામાવાળાનો વિચાર કરજો. જો બઘા જ આમ કરવા લાગે તેા અવ્યવસ્થા જ ઊભી થવાની છે.

૦ કેટલા ‘ગેસ્ટ’ આવશે એનો અર્થ એ નથી કે તમારી સાથે તમારા બહાર ગામના સગાઓ કે મિત્રોને એ દિવસે સમાવી લેવાની વાત છે. તમને અને તમારા પરિવારને ‘ગેસ્ટ’ તરીકે ગણવામાં આવ્યા છે.

લગ્નસમારંભ, રીસેપ્શન, રાસ-ગરબા વગેરે આઈટેમ્પની સામે પરિવારની સંખ્યા લખવાની હોય છે જેથી સામાવાળાને કુલ સંખ્યાની ખબર પડે ને એ પ્રમાણે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી શકાય.

૦ પ્રસંગના ત્રણથી ચાર દિવસ અગાઉ જો ન જવાની પરિસ્થિતિ ઊભી થાય તેા સામાવાળાને જણાવી દેવું ખૂબ મહત્વનું છે. તેવી જ રીતે ન જવાનું જણાવ્યા પછી અવસરના દિવસે સહકુટુંબ હાજર થઈ

જવું પણ શોભાસ્પદ તો નથી જ. આમ કરવાથી ખાતર ઉપર દિવેલની જેમ સામાવાળાને વ્યકિતદીઠ ડોલર ૭૦ના ( સારી હોટલમાં) કે ડોલર ૨૫ના (સામાન્ય હોલમાં) ખાડામાં ઉતારી દઈએ છીએ એનો ખ્યાલ સ્વઘેર અવસર આવ્યા પછી જ આવે છેે. ૧૫ કે ૨૦નો ચાંલ્લો કરતાં આપણે કેટલોયે વિચાર કરીએ છીએ,પણ સામાવાળાને ખોટા ખર્ચાના ખાડામાં ઉતારી દેતાં વિચાર કરતા નથી.

૦ જોઈતી હકિકત ટપકાવ્યા વિના ને તમારું નામ-ઠામ લખ્યા વગર ઉતાવળમાં પરત કરેલા

‘આરએસવીપી’ના કાર્ડનો અર્થ સરતો નથી એ સમજવું જરુંરી છે.

સંખ્યા ને સગવડને કારણે બઘાને બઘી જ ‘આઈટેમ્પ’માં બોલાવી શકાતા નથી. તમારી પડખેના બઘા મિત્રોને લગ્ન ને રીસેપ્શન બંનેમાં બોલાવ્યા હોય ને તમને એક જ ‘આઈટેમ્પ’માં બોલાવ્યા હોય એ જાણી દુઃખી થવાની જરુંર ખરી? પહેલા અવસર પછી સામાવાળાના સગાસબંઘીઓની સંખ્યા પણ વઘી છે એટલે કાપતેા એમને કરવો જ પડેશે એનો જો વિચાર કરશો તેા તમારું દુઃખ જરુંર ઓછું થઈ જશે.

લગ્નપ્રસંગે સમયસર પહોચવું, પ્રસંગોનુસાર કપડા પહેરવા, બોક્‌સ ગીફટ ન લાવવાનું લખેલા સામે આંખ આડા કાન કરવા વગેરેની વાત આજે નથી કરવી. સાથે સાથે આ બઘી બાબતોમાં વાતો કરવાથી આ પ્રથામાં ફેરફાર આવે એવું મને તો લાગતું નથી. એટલે જ, સુરેશને આ અંગે કંઈક નવું જ કરવાનો વિચાર આવ્યો.

કંકોતરીઓ મોકલવાનું ને રીસેપ્શનની વ્યવસ્થાનું કામ એણે એક અમેરિકન કંપનીને સાંપી દીઘું.

આ અમેરિકન કંપનીએ કંકોતરીના પેકેજની સાથે એક પત્ર મૂકીને આપેલા લિસ્ટની યાદી પ્રમાણે સૌને ટપાલમાં કંકોતરીઓ રવાના કરી.

કંકોતરી ખોલતાં સૌનેે પત્ર જોઈ નવાઈ જરુંર લાગી એટલે જ સૌએ પત્રને પ્રથમ વાંચ્યો.

શ્રીમાન/શ્રીમતિ,

અમને જણાવતાં આનંદ થાય છે કે લગ્નના ‘રીસેપ્શન’ની વ્યવસ્થાનું કામ અમારી કંપનીને સાંપવામાં આવ્યું છે (આજ સુઘી આ વ્યવસ્થાનું કામ આપ મેળે જ થતું આવ્યું છે!)ે. આ પ્રસંગનો સૌને સારી રીતે સુખાનંદનો લાભ મળે એ માટે નીચે ટપકાવેલા થેાડાક નિયમો પાળવાના આપના સહકારની અમે અપેક્ષા રાખીએ છીએ.

૧. ‘આરએસવીપી’નું કાર્ડ જણાવેલ સમયમાં જો અમને નહિ મળેતો અમે માની લઈશું કે આપ આવી શકો એમ નથી. આ અંગે અમારા તરફથી ફોનના સંર્પકની અપેક્ષા રાખતા નહિ. સાથે સાથે નક્‌કી કરેલ આમંત્રિત સંખ્યામાં ફેરફાર ન કરવા અને જરુંરી હકિકતો પેનથી ટપકાવવા માટે ખાસ વિનંતિ કરવામાં આવે છે.

૨. બોક્‌સ ગીફ્‌ટ નહિ લાવવાના અમારા સૂચનને વળગી રહેવા વિનંતિ. તેમ છતાં, બોક્‌સ ગીફ્‌ટ લઈ આવનારને બોક્‌સ ગીફ્‌ટને બારણાની બહાર મૂકીને જ પ્રવેશ મળશે. બોક્‌સ ગીફ્‌ટ ચોરાઈ જવાની જવાબદારી અમારી માથે રહેશે નહિ.

૩. અવસરને યોગ્ય પોશાક પહેરવાની વિનંતિ. ઠીશર્ટ ને જીનનેતો અમે ચલાવી નહિ લઈએ એની ખાસ નાેંઘ લેશો

૪. પોગ્રામ ‘ઈન્ડીઅન’ ટાઈમ પ્રમાણે નહિ, પણ અમેરિકન ટાઈમ પ્રમાણે શરું થશે એની ખાસ નોંઘ લેવા વિનંતિ. આ કારણે, ૧૫ મિનિટથી વઘારે માંડા પડનારને પ્રવેશ મળશે નહિ (આ ૧૫ મિનિટને અમે ઘીરે ઘીરે ૦ મિનિટ પર લાવીશું).

૫. ‘આરએસવીપી’થી જાણ કર્યા પછી કોઈ કારણે જો ન પઘારવાનું થાય તેા મોડામાં મોડા પ્રસંગના પાંચ દિવસ અગાઉ ખબર આપનારને કદર પેટે ઘેર બેઠાં ગીફ્‌ટ મોકલાવીશું. ખબર નહિ આપનારને (ખાલી પડેલી ખુરશી પરથી) વળતર માટે વિનંતિનો પત્ર પણ પહોચાડીશું .

૬. ‘આરએસવીપી’થી જણાવેલ વ્યકિ્‌ત કરતાં વઘારે વ્યકિ્‌તને પ્રવેશ મળશે નહિ અને સીટીંગની વ્યવસ્થામાં છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર કરવામાં નહિ આવે એની ખાસ નોઘ લેશો. અમારી સીટીંગની વ્યવસ્થામાં ખુરશીઓને આપમેળે અદરો અંદર આઘાપાછી કરનારને અટકાવતાં અમે અચકાઈશું નહિ.

૭. નાના બાળકેાને પ્રવેશ મળશે નહિ એ નોંઘ વાંચવી ન રહી જાય.

આ કંપની જો કોઈ ઈન્ડીઅનની હોત તો ઘણા બઘાએ ઉપર જણાવેલી કેટલીક બાબતો તરફ આંખ

આડા કાન કર્યા હોત, પણ અમેરિકન કંપનીનું નામ આવતાં ઘણાબઘાએ ઉપરની હકિકતોને ન્યાય આપ્યો.

કેટલાક તો ઉપરની બાબતો વાંચી મનોમન હસ્યા ને એમની દેશી ટેવોને અમેરિકામાં રહીને પણ છોડવા

તૈયાર નો’તા ! એટલે જ મનોમન એ બબડ્‌યા; ‘એ તેા થઈ પડશે. બંદા કંઈ બદલાવવાના નથી !’

પોગ્રામનો સહુંને પ્રથમ વાર સારો અનુભવ થયો અને એની ચર્ચાઓ પોગ્રામમાંથી છૂટા પડતાં પડતાં અંદરેા અંદર સૌએ કરી.

બીજે દિવસે આ સારા પોગ્રામની વાતો બીજાઓને પણ સાંભળવા મળી. સાથે સાથે પોગ્રામમાં મોડા પડનારને પાછા જવું પડ્‌યું, છેાકરાએાનેે લઈ આવનારને અપમાનિત થવું પડ્‌યું, બોક્‌સ ગીફ્‌ટ લઈ

આવનારની મુરાદો પાર ન પડી વગેરે વાતો પણ વિઘ્નસંતોષીઓએ અંદરો અંદર ફોન કરીને ભેળવી હતી.

મિત્રોને ત્યાં જમવા ભેગા થનારમાં, મંદિરોના મહાપ્રસાદ માણતા મિત્રોમાં, સાંજનું ભજન પતાવી રસોડાની રસોઈમાં મદદ માટે ઉભરાયેલી નારી ગણમાં ને સ્મશાનની ક્રિયામાંથી છૂટા પડતા ટેાળાઓમાં રમેશના આ પગલાની સારી નરસી વાતો થેાડા દિવસ તેા થઈ. ગામને મોંએ ગરણું થેાડું બંઘાય છે !

ગમેતેમ, રમેશે પાડેલા ચીલે ચડનારની સંખ્યા આ શહેરમાં ઘીરે ઘીરે વઘવા માંડી એટલું જ નહિ, પણ એ પ્રથા બીજા શહેરોમાં પ્રવેશવી શરું થઈ ગઈ હતી !!

ફૂલવાડી

રાંડ્‌યા પહેલાંનું ડહાપણ !

રાંડ્‌યા પછીતેા બઘી જ બહેનેાને આપો આપ ડહાપણ આવી જ જાય છે, પણ એ ડહાપણ આંખોના આંસુ ખૂટી જાય એવું રડાવનારું, અનેક વેદનાઓથી તનને તેાડનારું, અને રાત-દિ મૂંઝવણમાં મનને મારી નાખનારું નિવડે છે!

પરણેત બઘી બહેનેાને એક દિવસ આ પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે એ જાણીને પણ, પૂર્વતૈયારીરૂપ, પોતાની જાતને તૈયાર કરવા કેટલીક વ્યહવારિક વાતેા, પતિની હયાતીમાં શીખી લેવાની ઘણી બહેનોની ૧૪

તૈયાર નથી હોતી; પતિઓના પૂરા પ્રયત્નો પછી પણ! અચાનક, ‘હાર્ટએટેક’થી નજીકની કોઈ સખીના પતિનું મૃત્યું થયું હોય, અને એ મૃત દેહને નજીકથી નિહાળ્યું હોય, અને એ સખીના દર્દ અને દુઃખનો અહેસાસ કર્યો હોય, અને હૂફ આપતાં આપતાં આંખોમાંથી ઘણા આંસુ સરી પડ્‌યા હોય, છતાં એમાંથી બહેનોેની અંદરની આંખો ખૂલતી નથી ! સ્મશાન વૈરાગ્યની જેમ બઘું થોડા સમય પછી સમી પણ જાય છે.

‘આપણને આવું કયાં થવાનું છે? હું તેા ભગવાનને રોજ પ્રાર્થના કરું કે હે ભગવાન, તું મને એમની પહેલાં બોલાવી લેજે !’ આવું વિચારતી બહેનેાને આ ડહાપણ આવા લેખોથી પણ આવશે કે કેમ ?!

આ વ્યહવારિક વાતેા એટલી અઘળી પણ નથી કે બહેનો એને શીખી ન શકે. દા.ત. પરદેશમાં ડ્રાઈવીંગ શીખવું કેટલું જરુંરી છે એ સહું સારી રીતે જાણે જ છે, પણ જે બહેનોએ આજ સુઘી ડ્રાઈવીંગ શીખવાનું વિચાર્યું પણ નથી, કે એકવાર પ્રયત્ન કરી પડતું મૂક્‌યું છે એમને મારે જગાડવા છે. ઘારો કે ભગવાને તમારી પ્રાર્થના ન સાંભળી અને એમને વહેલા બેાલાવી લે તેા...તમારી પાસે સારામાંની ગાડી તો હશે, પણ ચલાવશે કોણ? કોણ કેટલા દિવસ ‘ગ્રોસરી’ લાવી આપશે કે તમને લઈ જશે? ગાડી શીખવાનો વિચાર ત્યારે જરુંર આવશે, પણ પરાયા પુરુષને પાસે બેસાડીને ડ્રાઈવીંગ શીખતાં આપણા જ મિત્રો કેવી કેવી વાતેા કરશે એનો વિચાર પણ કરવો પડશે. જેમ મરનારનો આત્મા આપણી આજુબાજુ દસ દિવસ રહે છેે તેમ આપણા સગા-વહાલા અને મિત્રો પણ દસ જ દિવસ આપણી પાસે રહી મદદ રૂપ થશે. બહાર ગામના અને ગામના સગાસબંઘી અને મિત્રો તમને વઘારે મદદરૂપ થવા તૈયાર હશે, પણ એ બઘા ઘર લઈને બેઠેલા છે એનોે વિચાર અત્યારથી કરી, પગભેળ થવાની તાકાત ભેગી કરવામાં જ ડહાપણ છે.

એવી રીતે, જે બહેનો નોકરી કરતી નથી અને એમના એ નોકરી કરે છે એ બહેનેાએ પતિના કામામાં હાથ લંબાવીને એમનો ‘સ્ટે્રસ’ એાછેા કરાવી, એમના હાર્ટને નબળું પડતું અટકાવવું એ પણ એમના જ હિતની વાત છે. ‘એ છેને’ કરીને ઘણી બહેનો નાના નાના કામ પણ કરતી નથી કે કરવા તૈયાર નથી! પતિ સામેથી શીખવવા તૈયાર હોય ત્યારે, ‘તમે છોને પછી મારે શીખવાની શી જરુંર છે ?!’ કહી, નવા કામને આઘું ઠેલતી હોય છે. પૂર્વતૈયારીરૂપ જો પતિ એમ કહે, ‘હું નહિ હોઉ ત્યારે...’ ત્યારે, બહેનો એમના માેં પર હાથ મૂકી કહેવાની, ‘એવું ના બોલતા હોય તેા..!’ બહેનેાની આ પ્રકારની વર્તણૂકને આપણે એમની નબળાઈ સમજવી કે એમને ઘરકામમાંથી નવરાશ મળતી નથી એટલે એમને સમયનો સવાલ મૂઝવે છે?

કદાચ, એમને થતું હશે કે એ મગજમારી કોણ કરે! એ કરતાં, ટેલિફોન પર બહેનપણીઓ સાથે ગામ-ગપાટા ના મારે ! એ બહેનોને ખબર નહિ હોય કે, ગામ-ગપાટા મારવામાં આપણી આ જીભ ક્‌યારેક એવી તેા હાલી જાય છે કે, એ ફાયદા કરાવવાને બદલે નુકશાન જ કરાવી જાય છે! એ કરતાં, પતિપાસેથી ઘીરે ઘીરે પોતાને લાભદાયક થઈ પડે એવું શીખી લઈ, ભાવિના ભાથાના ડબ્બા અત્યારથી ભરવા ઘણા સારા નથી લાગતા?

શરુંઆત કરવા માટે ચેક લખવાનું કામ સૌથી સરળ છે. એ પણ એટલા રાજી થઈ જશે કે એ ખુશાલીની ખુશ્‌બુ તમે એકલા જ માણી શકશો! મહિનાની અંતે ‘સ્ટેટમેન્ટ’ આવે ત્યારે એને ‘બેલેન્સ’ કરતાં પહેલી વાર માથું જરુંર દુખશે, પણ પતિના પડખે એને સહી લેવાશે અને શીખી પણ લેવાશે. પતિના ગયા પછી, જો આ કામ શીખવાનું આવશે તેા એ માથું લાંબા સમય સુઘી દુખવાનું અને એની ઉપર ‘એસ્પ્રીન’ કે ‘બફરીન’ની અસર નથી થવાની ! ‘ચેકબુક’નું કામ શીખવાથી એ પણ જાણવા મળશે કે એકની આવકમાંથી ખર્ચાના ખાડા કેટલા ઊંડા ખોદાઈ જાય છે! સાથે સાથે, પતિરાજો પૈસાની બાબતમં તમને કેમ ટાઈટ લાગે છે એની જાણકારી આપોઆપ થઈ જશે. એકવાર, આમાં રસ કેળવાશે પછી તમને આપોઆપ એમની પાસેથી નવું નવું જાણવાનું મન થશે. વીમાની પૉલીસીઓ, બેન્કના ખાતાઓ, પરસેવાના પૈસાઓનું રોકાણ, અંદર એદરની લેવડ-દેવડ, કોઈ સંસ્થા કે મંદિરોમાં કરેલા ‘કમીટમેન્ટસ’, એમણે ‘વીલ’ કર્યુ ં છે કે નહિ, જો કર્યુ ં હોય તેા એ કયાં મૂક્‌યું છે એ, અને એને એકવાર વાંચીને અંદરની હકિકતેાથી અત્યારેજ, એમની હાજરીમાં, વાકેફ થવું, રહેવું એ ઘર્મપત્નીએાના હિતની વાત છે. મંદિરો માટે અને મોરારીબાપુ માટે જો બહેનોને વખત ૧૫

મળતેા હોય તેા ઘરમંદિર માટે અને ઘરના મુખિયા માટે વખત કાઢી, આ બઘું શીખી લઈ, પાણી પહેલાં પાળ

તમારે જ બાંઘવી પડશે. પગ નીચે આવ્યા પછી તેા આખી જિંદગી પસ્તાવવાનું છે, શેકાવવાનું છે, અને આંસુ ખૂટી જાય એટલું રડવાનું છે!!

આ બઘુ જો ન કરી શકાય તેા એમને ‘સ્ટે્રસ’ પહોચે એવું કામ, જાણ્યે અજાણ્યે પણ ન કરો તેા એ ડહાપણની વાત થઈ ગણાશે. એમાંયે જો તમારા પતિને વંશીય હૃદયની બિમારી હોય તેા, તમારે એમને

‘સ્ટે્રસ’ પહોચે નહિ એ માટે વઘારે ઘ્યાન આપીને, એમની જિંદગીનો દોર લંબાવીને, મગજમારી વાળા કામો માથે વહેલા ન પડી જાય એ માટે તમારે જ સજાગ બનવું પડશે, રહેવું પડશે.

આ અંગે, સુમન અને સપનાની વાત જરા સાંભળી લઈએ. કોઈને કામ આવશે.

સુમનને અડઘા લાખ ડોલરના ‘લેક’પરના ઘરમાં રહેવા જવામાં હજુ બેએક વર્ષ પણ પૂરા થયા ન હતા, અને એને એક દિવસ ઊંઘમાં જબરદસ્ત ‘હાર્ટએટેક’ આવતાં, એનું પ્રાણપંખેરું, આ મોઘેરું મકાન અને સુંદર સોસાયટીનું સુખ માણવા ન રોકાણું !!

સુમનના મૃત્યુંના દુઃખદ સમાચારની સાથે સાથે એના અચાનક મૃત્યુંના કારણો તપાસતા મિત્રો અંદર અંદર વાતો કરવા લાગ્યા; ‘એમના કુટુંબના ઘણા આ રીતે ‘હાર્ટએટેક’થી ગુજરી ગયા છે.’ ..‘એને નોકરીમાં કામ-કાજનો બહુ ‘સ્ટ્રેસ’ પડતો હતેા’...‘બાયપાસની સર્જરી પછી આવું મોઘું ઘર એને ના લેવું જોઈએ!’ વગેરે વગેરે. ગામના મોંએ ગરણું ઓછું બંઘાય છે !

સુમનની પત્ની સપનાને હવે સમજાઈ રહ્‌યું હતું કે સુમનનો ‘સ્ટ્રેસ’ વઘારવામાં એણે જાણે- અજાણે કેવો ભાગ ભજવ્યો હતેા!

સુમનના નજીકના મિત્રો, જૂના ઘરો વેચીને, નવી નવી ડીઝાઈના ઘરોમાં રહેવા ગયા ત્યારથી, સપનાને પણ નવા ઘરના વસવાટની વાચા સુમન આગળ ફૂટવા લાગી. આ અંગે બંનેની વચમાં ચર્ચાઓ

થતી, સંવાદો થતા અને ‘કૂતરો તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી’ની જેમ એમની વચ્ચે ખેચા ખેચી પણ થતી. સુમન રીટાયર્ડ થવાના દિવસો ગણતો હતો એટલે એને નવા ખર્ચાના ખાડા ખોદવા નો’તા!

બચતમાંથી બાકીની જિંદગી ‘સ્ટ્રેસ’ વગર એને ગુજારવી હતી. સપનાને આ બઘુ શાંન્તીથી સમજાવ્યા પછી એ થોડા સમય માટે શાંત તો થઈ, પણ જ્‌યારે જ્‌યારે એને એના મિત્રોના નવા ઘેર જવાનું થાય ત્યારે ત્યારે, મિત્ર-પત્નીઓ પાસેથી નવા ઘરના વસવાટ માટેનું પ્રેરણાનું પાણી વણ માગ્યું પિવા મળતું અને એનું મન પંખી પાછું નવા ઘરના વસવાટ માટે પાંખો ફફડાવવા લાગતું!

હારેલોે જુગારી બમણું રમે એમ, સપનાએ રમત શરું કરી. એક દિવસ, સુમનની સોડમાં સરી, ખભા પર હાથ મૂકતાં એ બોલી; ‘નવા ઘરનો વિચાર મેં હવે માંડી વાળ્યો છે.’ સુમન તેા આ સાંભળીને ચકિત જ થઈ

ગયો! એ આનંદમાં, સપનાને નજીક ખેચતાં સુમને પૂછ્‌યું; ‘સાચે જ..!’ સુમનની આંખોમાં આંખ મીલાવી સપના બોલી; ‘હા, સાચે જ..’! એ આનંદનો લ્હાવો લેવા, બંનેના ઓષ્ઠો આગળ વાત કરતા ઘડીભર માટે અટકી ગયા!

ઓષ્ઠાસ્વાદ કરાવી સપનાએ વાચા ખોલી. ત્રીસ વર્ષ જુના રસોડાના કેબીનેટને કલર કરી રસોડામાં વઘારે ઉજાસ ઊભો કરવાની, જૂના કાઉન્ટરને કાઢીને ગ્રેનાઈટના કાઉન્ટર નંખાવવાની, બેઠકરૂમની લાકડાની પેનલની દિવાલ તેાડીને આઘુનિક ‘શીટરોક’ની દિવાલ ઊભી કરી એને આંખને ગમે એવા રંગથી રંગાવવાની, જૂની કારપેટને કાઢીને આરસપાનના આઘુનિક ટાઈલ્સ નંખાવવાની, ડાઈનીંગરૂમમાં ૧૬

‘વુડફ્‌લોર’કરાવવાની વગેરે વગેરેની હૈયા વરાળ, તક ઝ્રડપી, સપનાએ સુમન આગળ કાઢી. આ રીતે પણ

જો નવા ઘરની ઉપાઘી ટાળી શકાતી હોય તો, જૂના ઘરમાં થોડા પૈસા નાખી, સપનાની સાથે સંમત થવાનું સુમનને પણ વ્યવહારિક લાગ્યું. સુમને સંમતિ આપતાં કહ્‌યું; ‘આ બઘુ કરાવી આપવા હું તૈયાર છું. ’ એ સાંભળી સપના સુમનને વળગી જ પડી!

બીજા અઠવાડિયે, સુમને કોન્ટા્રકટરોને ફોન કરી ખર્ચનો અંદાજ કઢાવ્યો તેા એ આંકડો ત્રીસ હજાર ડોલર પર આવીને ઊભો રહી ગયો ! સુમન મનોમન વિચારવા લાગ્યોઃ ‘આટલા બઘા પૈસા જૂના ઘરમાં નાખીને ઘરની કિંમત એ પ્રમાણમાં વઘવાની તેા નથી, એ કરતાં એ પેૈસા નવા ઘરમાં રોકવા વઘારે સારા !

આમેય, આ સોસાયટી અને ઘરો જૂના પણ થઈ ગયા છે, અને સોસાયટીની આજુબાજુની આજસુઘી ખુલ્લી પડી રહેલી જમીન પર ‘એપાર્ટમેન્ટ’ અને ‘કોમર્‌શીઅલ’ ઈમારતેા ઊભી થઈ ગઈ છે. જેને કારણે, આ ઘરોની કિંમત ભવિષ્યમાં વઘે એવું લાગતું નથી! જૂના રહેવાસીઓ ઘર વેચી વેચી નવા ઘરોમાં દૂર દૂર કેમ રહેવા ગયા હશે એ એને હવે સમજાવવા લાગ્યું હતું. સપનાને તેા નવા ઘરમાં જ ‘મુવ’ થવું હતું, પણ એ જ અંદરથી તૈયાર નો’તેા ! નવા ઘરમાં ‘મુવ’ થતાં સપના પણ ખુશ થશે અને એ ખુશીમાં નવા ઘરમાં રીટાયર્ડ

થઈને રહેવાની પણ મજા પડશે.’ સુમને સપનાને આ વાત કરી. સપનાતેા ખુશી ખુશી થઈ ગઈ !!

પાંચેક મહિનામાં, અડઘા લાખના, ‘વોટર ફર્ન્ટ’વાળા, આઘુનિક ઘરમાં, જૂના મિત્રોની નજીક રહેવા પણ આવી ગયા.

નવા ઘરમાં પેલું જૂનું ફર્‌નિચર, સોનાની થાળીમાં લોઢાના મેખની જેમ, સપનાને ખૂચવા લાગ્યું.

ઘેર આવતી જતી બહેનપણીઓ પણ આ અંગે ટકોર કરતાં કહેતી; ‘અલી, તારું આ જૂનું ફર્‌નિચર નવા ઘર સાથે નથી જતું!’ દર્દીને ભાવતું’તું ને વૈદે કહ્‌યું ! જૂનું ફર્‌નિચર બદલવાના સપનાના વિચારોને પ્રોત્સાહન મળતાં એનો પણ અમલ થઈ ગયો. બાવાની લંગોટીની જેમ, નવા ઘરને વઘારે શોભાવવા માટે સપનાની ખરીદી જેમ વઘતી ગઈ એમ, સપનાની ખરીદીના બીલો જોઈ સુમનના હૃદયના ઘબકારા પણ વઘતા ગયા!!

નવા ઘરના ખર્ચા જોઈ રીટાયર્ડ થવાના સુમનના સ્વપ્નો હવે આઘા ને આઘા ઠેલાતા ગયા!

ઓફિસના કામના સ્ટ્રેસની સાથે સાથે નવા ઘરના ખર્ચાનો સ્ટે્રસ ઉમેરાતાં, સુમન અંદર અંદર શેકાઈ રહ્‌યો હતો. સુમન પાછો ઓછું બોલો હતેા એટલે એના મનની વરાળ ન તો સપના આગળ નિકળતી કે કોઈ ખાસ એક-બે મિત્રો આગળ! પરિણામે, એેક રાતે, અંદરના એ દબાણમાં એનું દિલ સદાને માટે દબાઈ ગયું !!

સગા-સબંઘી અને મિત્રવૃદમાં શોકનું વાદળ ફરી વળ્યું ! સપના ઉપર તો જાણે આકાશ તૂટી પડ્‌યું ના હોય એવું લાગતું હતું !! અઠવાડિયામાં જ એની ઉંમર વઘી ગઈ હોય એવું જોનારને લાગતું !

સગા-સબંઘીઓ વિખરાયા પછી,ઘરની નાની મોટી જવાબદારી સપના પર એકદમ આવી પડી!

મોટા ઘરમાં એકલી એકલી મૂઝ્રાવવા લાગી. સુમનના ફોટા પર નજર પડતાં, એ ગહન વિચારોમાં ઘક્કેલાઈ

જતી, અને વિચારોના વંટોળમાં સપડાઈ, ગુંગળાતી, એ વિચારતી..‘ એમના વિના આ અડઘા લાખના ઘરને મારે શું કરવાનું ?! નવું ઘર લેવા માટે હું જ આદુ ખાઈ એમની પાછળ પડી હતી!.. એમનો આગ્રહ હોવા છતાં પણ હું એમની પાસેથી શિખવા જેવું ન શિખી! અત્યારે, બઘુ મારા માથે આવી પડ્‌યું છે, પૈસાની બાબતેામાં શિખવા, જાણવા મારે એમના જ મિત્રો પાસે દોડવું પડે છેે! આ બઘુ, જો મેં એમની પાસેથી શિખ્યું હોત તેા, અત્યારે મને કેટલું કામ આવત. એમનું કામ ઓછું કરાવીને એમનો સ્ટે્રસ પણ હું ઓછો કરાવી શકી હોત. હું મૂર્ખી, એકલી એકલી, મારા જ સ્વપનોના મહેલ ચણતી રહી! સપનાને આ ડહાપણ સુમનની હયાતીમાં જો આવ્યું હોતતેા ?!

સંઘ્યા અને રવિના જીવનમાં પણ જરા ડોકિયું કરી લઈએ...એ પણ કોઈને કામ આવશે !

સવાર પડ્‌યું નથી ને સંઘ્યા રવિ સાથે ઝ્રગડી ન હોય એવું આજ સુઘી બન્યું નથી! ઝ્રગડા થાય ત્યારે રવિ સંઘ્યાને કાયમ કહેતેા હોય; ‘તારે મારી સાથે ઝગડવું હોય તેા કોઈ મોટો મુદ્‌દો પકડ. નાની નાની બાબતેામાં શું કામ ઝ્રગડે છે? ઘરકામમાં તને હું મદદ ન કરતેા હોઉ, છોકરાઓના ‘હોમવકર્’માં મદદરૂપ ન

થતેા હોઉ, પાન પરાગ ખાતો હોઉ, ખૂબ ‘ડ્રીન્ક’ કરતેા હોઉ, યાર્ડનું કામ બહાર કરાવી લેતેા હોઉ, ચારિત્રની બાબતમાં મારો પગ લપસ્યો હોય વગેરે વગેરે માટે તું ઝ્રગડતી હોય તો લેખે ગણાય! ’

ઉનાળામાં ગામમાં જેટલા સાઘુ-સંતો આવે એને સાંભળવા સંઘ્યાને જવું હોય અને રવિને ન જવું હોય એમાં એમની વચ્ચે તકરાર ઊભી થઈ જાય! રવિ સંઘ્યાને કહેતેા હોય; ‘..તને સાઘુ-સંતોને સાંભળવા ગમે છે ને જો હું તને રોકતેા હોઉ તેા તું મને કહી શકે છે. તું ગાડી તેા ચલાવે છે પછી મને સાથે લઈ જવાનો શા માટે આગ્રહ રાખે છે?’ જવાબ આપતાં સંઘ્યા કે’તી હોય; ‘મને એકલીને જવું નથી ગમતું..બઘા પછી પૂછવા લાગે છે કે તમે મારી સાથે કેમ નથી!’

‘..એટલે લોકોની ચિંતા કરી, મારી ચિંતાઓમાં તું વઘારો કરે છે એ તને દેખાય છે?’

ગામના પાંચ સાત મંદિરોના અને હોલમાંના અન્નકૂટમાં સંઘ્યાને જવા જોઈએ. ત્યારે, રવિથી કહેવાઈ જવાય;‘એક જ મંદિરમાં જઈને ભગવાનના દર્શન અને અન્નકૂટનો લાભ ન લેવાય તે તું બઘા મંદિરમાં જઈને મોઘા ભાવનો ગાડીનો ગેસ બાળે છે ! મંદિરની મૂર્તિઓમાં પ્રાણપ્રતિષ્ઠા કરી પ્રાણ મૂકવામાં આવે છે ત્યાં, અન્નકૂટના દર્શન બરોબર છે, પણ હોલમાં ભગવાનના ફોટાઓ ભેગા કરીને અન્નકૂટ ભરવા પાછળનો મહિમા મને સમજાતેા નથી ને તું ત્યાં પણ દોડી જાય છે!’

‘તું આવો નાસ્તિક ઘરમાં ક્‌યાંથી પાક્‌યો. બઘાની ટીકા કરવામાં તને બહું આનંદ આવતો લાગે છે!’

પછી, અરસપરસ વાક્‌બાણો જોરથી છૂટે અને બંને ઘવાતા જાય !!

એકવાર સંઘ્યા મોરારી બાપુની કથા સાંભળવા અઠવાડિયું ગઈ હશે અને એક દિવસ રવિએ એને પૂછ્‌યું; ‘આજની કથામાંથી નવું શું જાણવા મળ્યું એ તું મને એક-બે વાક્‌યમાં કહીશ?’ જવાબમાં સંઘ્યાએ કહૃયું; ‘એવું બઘું યાદ ન રહે મને, પણ બાપુએ બઘાને આજ બહું હસાવ્યા એની વાત સાંભળવી હોય તેા કહું.’ રવિ ત્યારે કહેતો; ‘આમ એની એ કથા સાંભળીને કશું યાદ તેા રહેતું નથી એ કરતાં એટલો વખત ઘેર રહી કે મંદિર જઈ ભગવાનની માળા કરો તેા વઘારે પૂણ્ય ભેગું કરી શકાય.’ આમ, બંનેના વિચાર ભેદનો ભડકો ઘરમાં થાય અને બંનેના દિલ દાઝી પણ જાય !

મિત્રપત્નીઓ ‘વેકેશન’ પર જઈ આવી વેકેશનની જે વાતેા કહે એ સાંભળી, મનમાં સંઘરી, સંઘ્યા

તક ઝડપી રવિને કહેતી;‘તારા બઘા મિત્રો દર વર્ષે વેકેશન લઈ ઘરના બઘાને ફરવા લઈ જાય છે અને તું એકલો વેકેશન ભેગું કરીને કરીને એના પૈસા બનાવી બેંકમાં મૂકે છે !..નથી તું ક્‌યાંય ફરવા જતેા કે નથી છોકરાઓને અને મને ક્‌યાંય ફરવા મોકલતેા !!..’રવિ આ સાંભળી અંદરથી ખૂબ ઉકળાતેા, અને આજ સુઘી

‘વીઝ્રીટ’ કરેલા સ્થળોને યાદ કરાવવા સંઘ્યાની સ્મૃતિને ખોતરવાનું મન થઈ જતું, પણ ગુસ્સામાં સંઘ્યાની સ્મૃતિને વઘારે ખોતરી જવાય એ ભયે પોતાની જાતને સંભાળી લઈ, ‘વીઝ્રીટ’ કરેલા સ્થળોને યાદ કરતેા કરતેા એજ એમાં ખોવાઈ જતેા.

સંઘ્યાને બહાર ફરવા લઈ જવામાં એ ક્‌યાં ક્‌યાં ફર્યો છે એને યાદ કરતેા; કેલેફોરનીમાં‘ડીઝનીલેન્ડ’,ફ્‌લોરીડામાં ‘ડીઝનીવર્લ્ડ’સેન્ડીઓગોમાં‘સફારી’,લાસવેગાસની લાઈટો,

‘ગાન્ડકેન્યોન’નો ‘ગ્રાઉન્ડ’ વિસ્તાર, ‘સેન્ટલુઈસ’ની ‘આર્ચ’, ટેક્‌સાસના ‘સીક્‌સ ફ્‌લેગ’ની રાઈડો, ‘સેન્ટ ૧૮

એન્ટોનીઓ’ની નદી વિહાર, ‘સેન મારકસ’ની ગુફાઓની ગુપ્તાઓ, ‘હવાઈ’ની હવા, અને

‘વોશીંગટન’માં ‘કેપીટલ’, ‘મોન્યુમેન્ટ’ વગેરે વગેરે અમેરિકાના જોવા લાયક સ્થળોમાં મેં શું બાકી રાખ્યું છે!

અમેરિકાની બહાર, નાયગરાનો ઘોઘ, ‘ટોરોન્ટેા’નો ટાવર, બેન્કકૉગ’માં બુદ્ધના સોનાના બાવલા, હૉન્કકૉગ અને સીન્ગાપુરનું શોપીંંગ, ઈન્ડોનેશીઆના ‘બાલી’ ટાપુની મુલાકાત, અલાસ્કાની અગિયાર દિવસની આગબોટની મુસાફરી, મેક્‌સીકોના ‘કોઝુમલ’ ટાપુનો નાનો નૌકા વિહાર પણ કરાવ્યો છતાંયે સંઘ્યાને એમ જ છે કે હું એને ક્‌યાંય ફરવા લઈ જતો જ નથી !! એની સખીઓ પણ આટલું ફરી નહિ હોય !’ આ બઘુ એણે સંઘ્યાને જ્‌યારે જ્‌યારે યાદ કરાવ્યું છે ત્યારે ત્યારે ઘરમાં ઝગડા જ થયા છે. વાક્‌બાણો જ્‌યારે એકજ જગ્યા પર વાગ્યા કરે ત્યારે એ વેદનાના ઘા ઊંડા ઉતરતા જાય છે!

સંઘ્યાના ઘણા સગાઓ આ શહેરમાં છે અને સંઘ્યા એ સગાઓના કામોમાં ઘરનું કામ પડતું મૂકી મદદે દોડી જાય છે, પણ જ્‌યારે સંઘ્યા સાજી-માંદી હોય ત્યારે એ સગાઓ ડોકાતા પણ નથી! ફોન ઉપર જ સંઘ્યાની ખબર અંતર પૂછી લે છે! રવિ, સંઘ્યાની આંખ ખોલવા આ અંગે કંઈક ટકોર કરે ત્યારે બંને વચ્ચે

તણખા ખરે છે અને બંને ઉદાસ થઈ ઘરમાં બોલ્યા વગર ક્‌યાંય સુઘી બેસી રહે છે.

શોપીંગ કરતાં રવિ સંઘ્યા સાથે વાત કરવાની શરુંઆત કરે કે સંઘ્યા એને ટકોર કરતી કહેતી હોય;

‘જરા ઘીરેથી બોલતા હોય તેા.. કોઈ સાંભળે તેા કેવું લાગે..’

રવિ ખીજાતાં કહેતેા હોય; ‘અહિ તારા કોઈ સગાઓ છે કે એ સાંભળી જશે એની ચિંતા તારે કરવી પડે છે...તું કાયમ લોકોની ચિંતા કરે છે, પણ મને ટોકીને, અટકાવીને, મને કેવું લાગશે એની ચિંતા તું કોઈ

દિ કરે છે ?’ એ વિવાદ પછી બંને મેાં ચડાવી શોપીંગ કરી લે અને ઘેર આવી થોડું ઝ્રગડી પણ લે !

રવિ ફોન ઉપર મિત્રો સાથે મજાક કરતેા હોય ત્યારે પણ સંઘ્યા વચમાં કૂદી પડી કહેતી હોય;‘એ ને એ વાતેા કરીને સામાવાળાનું માથું શું કામ તમે દુખાડો છો?’ રવિ ફોન મૂકતાં ગરમ થઈ સંઘ્યાને કહેતો હોય;

‘સામાવાળા મારા કોઈ સગા નથી કે મારે કેટલી અને કેવી વાતો કરવી જોઈએ. તારી સાથે તેા મારે સાવઘાની રાખી બોલવું પડે છે અને ગમ્મતમાં પણ તને કંઈ કહેવાતું નથી. મિત્રો સાથે થોડી મજાક કરું છું એ પણ તારી આંખમાં ખૂચે છે !’

મિત્રોને ઘેર જમવા બોલાવ્યા હોય ત્યારે રવિ ગમ્મત કરી એમને હસાવતેા હોય ત્યારે સંઘ્યા વચમાં કૂદી પડી રવિનો ઉઘડો લેતી કહેતી હોય; ‘રવિ, તું શું બોલે છે એની ખબર પડે છે?’ રવિની ત્યાં જ બ્રેક વાગી જતી અને મિત્રોને ખબર પડી જતી કે રવિ કેમ ચૂપ થઈ ગયો ! રવિ મનોમન બળતેા રહેતેા, સળગતેા રહેતો!

એમના ચાલીસ વર્ષના દાપંત્ય જીવનમાં લોકો શું કહેશે એની ચિંતા સંઘ્યાએ ખૂબ કરી છે અને રવિ

પાસે પણ કરાવી છે. પરિણામે, એને પણ એક દિવસ ઊંઘમાં ભારે હાર્ટએટેક આવ્યો અને ચિંરજીવ શાંતીની ચાદર એણે પણ ઓઢી લીઘી!

એકાદ વર્ષમાં સંઘ્યાને સમજાઈ ગયું કે લોકોની ચિંતા કરી કરી એ રવિ સાથે આટલા વર્ષો ઝ્રગડી, પણ લોકો એના કામમાં તેા આવ્યા નહિ! રવિની વાતો એણે એક કાનથી સાંભળીને બીજા કાનેથીે બહાર કાઢી પણ અંદર ઊતારી નહિ એનું દુખ, રવિને યાદ કરી કરીને આસુઓ વાટે એકલી એકલી આજે એ વહાવે છે! રવિ હતો ત્યારે સખીઓના વરો સાથે સરખામણી કરતાં એને થતું; ‘આની સાથે મારા ક્‌યાં પનારા પડ્‌યા?!’ રવિ નથી ત્યારે સંઘ્યાને સમજાય છે કે સખીઓના વરો કરતાં રવિ કેટલેા સારો હતો.

સંઘ્યાનું આ ડહાપણ રવિની હયાતિમાં આવ્યું હોત તેા એ બંને માટે કેટલું સુખાકારી નિવડત.

જે બહેનો આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છે એને મળો અને એમને શાંતિથી સાંભળો અને સમજો તેા ઘણું મળી આવશે.

ઘેર ઘેર માટીના(ગેસના,ઈલેક્‌ટ્રીકના) ચુલા છે એટલે એ સળગવાના તેા છે, પણ એ આપણને બાળી ન જાય એ જોવામાં જ ડહાપણ છૂપાયેલું છે !

ફૂલવાડી

દર્દ દિલવાલો કી પાસ હી આયેગા !!

ખાવું કે ન ખાવું ?....પીવું કે ન પીવું નો સવાલ સૌને એનકેન પ્રકારે સતાવવા લાગ્યો છે !

આ ખીચડી ખાવાની કે કઢી પીવાની વાત નથી. જોઇને જ જીભ પર પાણી છૂટે એવી મનગમતી, રંગ-બેરંગી, યાદ પણ ન રહે એવા નામોવાળી વિવિઘ વાનગીએા આરોગવાની આ વાત છે. ગપ્પા મારતાં મારતાં ગરમા ગરમ ગોટા ને મરચાંના ભજીયાં ખાવાની આ વાત છે. જમતી વખતે સ્નેહીજનોના અતી આગ્રહથી મોમાં મૂકાયેલી મીઠાઇ ગળે ઉતારી જવાની આ વાત છે.ઈન્ટરવલમાં સમોસા અને ભેળ ખાવાની આ વાત છે. પાણીની જેમ સ્કોચ, બરબન, વીસ્કી કે બીઅર પીવાની આ વાત છે. એક પ્યાલી ચડાવ્યા પછી બીજી, અને ત્રીજી પ્યાલીના આગ્રહમાં ખેચાવવાની આ વાત છે. જીવવા માટે ખાવાની આ વાત નથી, પણ

ખાવા માટે જીવવાની આ વાત છે. પરસેવો પાડ્‌યા પછી પાણી પીવાની આ વાત નથી, પણ ઍરકન્ડિશન્ડની શિતળતામાં શરીરમાં ગરમી લાવે એવા પીણા પીવાની આ વાત છે.

દિવાળી આવે અને ત્યાર પછી આવે ‘થેક્‌સ ગીવીંગ’ ને પાછળ પાછળ આવે પાછી નાતાલ. વળી, વચમાં આવી જાય ‘મઘર્સડે’, ‘ફાઘર્સડે’ અને આપણા કેટલાક ભોજન ભર્યા ઘાર્મિક તહેવારો, કોઈની સીલ્વર એનીવર્સરી, સત્યનારાયણની કથા ને ગૃહપ્રવેશ, બેબી ‘શાવર’ ને જન્મદિનો, અને અંગત મિત્રોને ત્યાંના વાર્ષિક ખાવા-પીવાના પ્રસંગો. આ બઘા દિવસોમાં ખાવા ને પીવાનું ખૂબ મળે એટલે પરાણે ખવાઈ

જવાય છે, પીવાઈ જવાય છે. નાતાલના દિવસોમાં એાફિસોમાં પરદેશીઓ એમના દેશની, પ્રાન્તની વિવિઘ વાનગીઓ ખાસ પ્રસંદ કરી કરી ઘેરથી બનાવીને લાવે છેે. વાનગીઓની એટલી બઘી વિવિઘતાઓ હોય અને વર્ષમાં એક વાર મફતમાં ખાવા મળે ત્યારે ડાયાબિટીસની, કોલેસ્ટ્રોલની ને વઘતા જતા પેટની ચિંતા છોડી

દબાવી દબાવીને ખાઇ લઇએ છીએ. દિવાળીના દિવસોમાં પણ ઘર્મપત્ની અને મિત્ર-પત્નીઓના હાથે હોશથી બનાવેલી, મોમાં પાણી લાવે એવી વિવિઘ વાનગીઓને, પ્રસંશા કર્યા વગર (મીઠાઈના સ્વાદમાં

તરબોળ બની ગયેલી જીભલડી કયાંથી બોલે!), ન્યાય આપીએ છીએ; રોગો સામે ઘડીભર આંખ આડા કાન કરીને!

મક્કમ મનવાળાઓ કેે જેને ભાવી રોગોની બીક છે અને રાખે છે, એવા લોકો એક દિવસ આ બઘી ચીજોથી દૂર રહેવા જાય, પણ બીજા જ દિવસે કે બીજા અઠવાડિયે બીજાને ખાતા જોઈ એમનું મક્કમ મન પણ

પલળી જાય છે, અને બઘાની સાથે લાઈનમાં આવી જાય છે. એમને મનમાં થતું હશે કે ક્‌યાં સુઘી મનની ઈચ્છાઓને પરાણે માર્યા કરવાની! મરવાની તારીખ તેા કોઈ બદલી શકવાનું નથી. એ વાત સાચી, પણ

મરતાં સુઘી શારીરિક મુસીબતેાનો માર એકલા એકલા ખાવો પડે, અને આ સ્થિતિમાં આજના છોકરાએા અનેે વહુઓ આપણી સંભાળ ઘેર લેવાને બદલે જો ઘરડાના ઘરમાં લેવાનું રાખે તેા એનો વિચાર કરી શારીરિક ૨૦

સુખાકારી માટે કંઇક તેા જાતે જ કરવું પડશે; જેમ આપ મૂઆ સિવાય સ્વર્ગે(કે નરકે) નથી જવાતું. આપણી જીભના સ્વાદિષ્ઠ સ્વાર્થમાં અત્યારે તેા સપડાઈ જઈશું, પણ પાછળથી એ આપણને બહું ભારે પડી જશે કે જ્‌યારે આપણા હાથ-પગ, કાન ને આંખો આપણી ઈચ્છા પ્રમાણે વર્તવા તૈયાર નહિ હોય. પાણી પહેલાં પાર બાંઘવાની આ વાત છે!

દિવાળીના દિવસોમાં સામેથી ફોન કરી તમને ખાસ યાદ કરીને, બેસવા બોલાવ્યા હોય અને તમારી આગળ ચાની સાથે ડીસો ભરી ભરીને મઠિયા, ફાફડા, જલેબી, ફરસી પુરી, કાજુની કતરી, ઘુઘરા, વગેરે પીરસ્યા હોય ત્યારે સામાવાળાને ખોટું ન લાગે માટે દરેક ચીજને ન્યાય આપી ખાવી પડે છે. આ વખતે

તંદુરસ્તીનો જો વિચાર કરીએ તેા લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ને મેાં ઘોવા જવા જેવું થાય. એ વખતે ગળ્યું ઝ્રાપટવા માટે (ડાયાબિટીસવાળાને ) ઘેર જઈ ઘર્મપત્ની દબડાવે તેા એનું દુઃખ ગેાળીઓ સાથે ગળી જવું, પણ પેટની પુકારને પટકારાવી નહિ જોઈએ. જીભને ખુશ રાખવામાં પત્ની બે ઘડી માટે નાખુશ થાય એ ચલાવી લેવાશે, પણ જીભ જો નાખુશ થઈ ને દાંત વચ્ચે જો આવી ગઈ, તેા થોડા દિવસો માટે ખાવાની મોટી ઉપાઘી આવી જાય એનો વિચાર ચતુર પુરુષોએ પહેલેથી જ કરવો જોઈએ !

ભારતમાં હતા ત્યારે તેા આર્થિક પરિસ્થિતિને કારણે ખાવા પીવામાં આપો આપ કાપ મૂકાઈ

ગયેલો. વાનગીઓની એ ભૂખ અમેરિકાના પૌષ્ઠિક ને પોસાય એવા વાતાવરણમાં પોકાર કરે, અને તમે એ પોકારને ન સાંભળો એ બરાબર નથી! ભૂતકાળમાં ભોગ આપ્યો છે એટલે જ અત્યારે એ આપણને મળી રહે છે. ભૂતકાળમાં ખૂબ દુઃખ સહન કર્યુ ં છે એટલે સુખનો છાંયડો આપણને અહિ મળ્યો છે! મરચાં ખાઘાં છે એટલે મિઠાઈ મળે છે! કૂવાના પાણી લાંબા સમય સુઘી પીઘાં છે એટલે બોટલના મન પ્રસંદપાણી વગર લાયસન્સે મળે છે !

શાસ્ત્રોમાં કહ્‌યું છે કે જેનો જન્મ છે એનું મરણ પણ નક્કી જ છે. તેા પછી, મરણની ચિંતા કરી કરીને મનને મારવું ન જોઈએ; ખાસ કરીને ખાવાની અને પીવાની બાબતમાં, અને તે પણ, બીજાને ત્યાં કે કોઈના અવસરમાં! ઘેર ઘર્મપત્ની આપણા માટે, આજકાલ, મિઠાઈ બનાવે નહિ અને જો મહેમાનો માટે બનાવી હોય તેા આપણને પૂરતી ખાવા પણ ન દે! બીજાને ત્યાં, ઘર્મપત્ની આડે આવે નહિ અને અવસર વખતે એ સખીઓ સાથે ગામ ગપાટા મારવામાં આપણાથી આઘી હોય એટલે આપણું કામ થઈ જાય! મનુષ્ય જન્મ એક જ વાર મળવાનો છે (ભગવાનના સાચા ભક્‌તોની વાત અલગ છે!), અને આવી વાનગીએા અને પીણા પણ આ જન્મમાં જ મળવાના છે. બીજી યોનીમાં જન્મ લઈને જો ઘાસ અને કચરો જ ખાવાના હોય તેા પેટની પૂજા અને જીભની સેવા કરી, ખાવાનું અને પીવાનું અહિ જ પતાવી દેવું જોઈએ એવું મને લાગે છે !

નાના હતા ત્યારે પણ આ બઘુ ખાવા ન મળ્યું. ભણતી વખતે બહું ખાવાથી ઊંઘ આવી જાય એટલે પૂરતું ન ખાઘું. પરણ્યાના પ્રથમ વર્ષોમાં પત્નીએ પ્યારથી અને આગ્રહથી મેાંમાં મૂકીને ખૂબ ખવડાવ્યું. મિત્રો સાથે તણાઈને ખાવા-પીવા માંડ્‌યું અને હવે પેટ પણ વઘવા માંડ્‌યું છે. સાથે સાથે, રોગો પણ માળા માન ન માન મૈ તેરા મહેમાન બની પઘારી જાય છે.

વાંચીને કે મિત્રો પાસેથી સાંભળીને જે સમજાતું નથી એ અનુભવ કરવાથી સરળ રીતે સમજાય છે.

ડાયાબિટીસ થાય ત્યારે ખાંડ ઓછી કરવાનું આપો આપ સમજાય છે. કોલેસ્ટ્રોલ વઘી જાય ત્યારે કેારી રોટલી ગળે ઉતરે છે અને સમોસા કે ગોટાની ગરજ પડતી નથી. પાણીનો રેલો પગ નીચે જેને આવ્યો છે એની આંખ

ખૂલી ગઈ છે. એક વાર આ આંખ ખૂલી એટલે તમે પકડાયા સંયમના સાણસામાં અને પૂરાઈ ગયા પીડાના પિંજરમાં. ખાવા-પીવામાં સંયમ રાખનાર શરીરે સુખી રહે છે અને એને પીડાના પિંજરમાં પૂરાવું પડતું નથી!

અમારા એક મિત્રને ખાવાનો ખૂબ જ શોખ છે. ચોસલા જોઈનેે એમનું ચિત્ત ચકડોળે ચડે છે, અને મન પરનો કાબૂ ગુમાવીને, લાઈનમાં ઊભા ઊભા એક ચોસલું તેા ચાખવાને બહાને પેટમાં સરકાવી દેતા હોય છે. બઘા ભલે ભાણામાં મિઠાઈનું એક ચોસલું સંયમ રાખી લેતા હોય,પણ આ બંદા તો બે-ત્રણ ઉપાડી લે!

ખાતાં ખાતાં પિરસનારના આગ્રહમાં આવી એકાદ મોમાં મૂકાવે એ તેા જુદું! જમ્યા પછી સિન્કમાં થાળી મૂકતાં મૂકતાં એકાદ તેા એ જરુંર મુખમાં મૂકી દે. ડોક્‌ટરે એમને ડાયાબિટીસના દર્દી જાહેર કર્યા છે ત્યારથી, ચોસલા ખાવામાં એ નરમ જરુંંર પડ્‌યા છે.

બીજા એક મિત્રને ખાવા કરતાં પીવાનો ભારે શોખ છે. એ પાણી તેા પીતા જ નથી! કૉક કે સ્પ્રાઇટને એ પીણામાં ગણતા નથી! ‘હાર્ડ ડી્રન્ક’ લીઘા વગર એમને જમવાની રુચી જ પેદા થતી નથી!

રસોઈમાં મરચું-મીઠું ઓછું હોય તેા એ ચલાવી લે છે, પણ પીવા ન મળે તેા એમનો મૂડ માર્યો જાય છે. જ્‌યાં

‘હાર્ડ ડી્રન્ક’ મળવાનું ન હોય ત્યાં એ ઘેરથી લઈને જ જાય છે. ‘ચેકઅપ’માં ડૉક્‌ટરે એમના લીવરની કરુણ

કહાની સંભળાવી છે ત્યારથી એ ઢીલા પડી ગયા છે. પીણામાં એ હવે પાણીનો જ આગ્રહ રાખે છે.

ત્રીજા એક મિત્રની વાત પણ જાણવા જેવી છે. ખાવાના શોખને કારણે એમનું પેટ ખુબ જ વઘી ગયું છે. એ ઉભા હોય તેા એમના પગના આંગળા એ પોતે જોઈ ન શકે! એમને કસરત કરવાનું કહી કહીને એમના પત્ની દૂબળા પડી ગયા છે, પણ ભાઈને પેટનું પાણી હાલતું નથી. બરડાનો ‘પ્રોબલેબ’ એવો તેા એમને થયેા કે ઓપરેશન કરાવ્યા સિવાય છૂટકો જ નો’તેા. ખર્ચાના ખાડામાં ઉતરીને એમને આપો આપ ઘણું સમજાઈ ગયું છે. એ હવે નિયમિત ચાલવા જાય છે અને ખાવા-પીવામાં એમણે ઘણો કાપ મુક્‌યો છે.

ઘર્મપત્નીનું એ હવે સાંભળે છે. પરિણામે, એમની પત્નીનું શરીર વઘવા માંડ્‌યું છે!

અમારા આ ચોથા મિત્રને મરચાનો ભારે શોખ છે. જમવા બેસતાંની સાથે જ એ યજમાનને પૂછેઃ

‘મરચાં બરચાં છે કે નહિ?’ એમને એ પણ વિચાર ન આવે કે યજમાને પૂછાય કે નહિ, કે એમની પાસે હશે કે નહિ? એકવાર, આથેલાં મરચાં નિકળ્યાં એટલે એની ઉપર એમનો મારો શરું. અલસરના કારણે એમનેા મરચાનો મોહ હવે મરી પરવાર્યો છે.

અમારા આ પાંચમા મિત્ર ‘ચેક-અપ’ માટે ડૉક્‌ટર પાસે ગયા ને જ્‌યારે ડૉક્‌ટરે એમને તાત્કાલિક

‘બાયપાસ’ કરાવવાનું કહ્‌યું, ત્યારે એમના પર જાણે આભ જ તૂટી પડ્‌યું ! આખી જિંદગી કોઈ પ્રકારની પીડા ભોગવી ન હોય અને એકાએક આવી મોટી પીડા આવી પડે ત્યારે, મન ઘડીભર ગુંગળાઈ જાય છે. ગરમા ગરમ રોટલી પર ઘીનો પથારો ન હોય તેા એ રોટલી ખાવાની મજા ન પડે. ‘લૉ ફેટ’ દૂઘ એ કંઈ દૂઘ છે!

સમોસા કે ગોટા વગરનું ભાણું ભાણું ન ગણાય. આવા એમના વિચારોમાં, મનની પાઈપો તેા એમણે ખુલ્લી મૂકી, પણ તનની પાઈપો ઘીરે ઘીરે ‘ફેટ’થી પૂરાવા લાગી! પરિણામે, વઘતી જતી બાઈપાસોના કેસેામાં એમણે એકનો ઉમેરો કર્યો. એમનો હવેનો આહાર આપણને પણ ન ગમે એવો બની ગયો છે, પણ એમને એે હાંસે હાંસે ચલાવવો પડે છે. આ રીતે, ખાવા-પીવામાં એમને એકદમ બ્રેક મારવી પડી એ કરતાં ઘીમે ઘીમે બ્રેક મારી હોત તેા બાયપાસમાંથી કદાચ બચી પણ ગયા હોત!

જે ઘર્મપત્નીએા એમના પતિરાજોને ખાવા-પીવામાં રોકવાના મહાપ્રયત્નો કરી ચૂકી છે એમને હવે નિરાશ થયા વગર કોઈ નવો માર્ગ ખોળી કાઢવાનો છે. હવે તમે તમારા એમને એમની રીતે ખાવા દો, પીવા

દો અને બનેતેા તમે એમને આગ્રહ કરી કરીને ખવડાવો અને પીવડાવો. જૂઓ પછી, એ સામે ચડીને તમને કહેશે, ‘તું તો મને ખાવા દેતી નો’તી, પીવા દેતી નો’તી અને હવે તું જ ખાવામાં અને પીવામાં દબાણ કરે છે!’ વગેરે વગેરે તમારે મૌન રાખી બસ સાંભળવાનું. આનું પરિણામ એ આવશે કે તમારી ઉપર એમને દયા આવશે અને એમની વર્તણૂકમાં આપો આપ જોઈતેા ફેરફાર આવી જશે.

જો, એમાં પણ સફળતા ન મળે તેા એક બીજો રસ્તો પણ છે. માંસ નહિ ખાવાની શિખામણોની અસર સાંભળનાર પર અસરકારક નિવડતી નથી, પણ જો એમને કતલખાનાની એકાદ મુલાકાત કરાવવામાં આવે તેા ઘણા બઘા માંસ ખાવાનું આપો આપ છોડી દે. એમ, જે વાનગીઓ તમારે છોડાવવી હોય એ અંગે આવું કંઈક કરવાનું રહેશે. દા.ત. સમોસા તરતી વખતે તમારે તમારા એને સમોસા કેમ તળાય છે એ જોવા રસોડામાં બોલાવવા કે ખેંચી લાવવા. તલાવના છિછરા પાણીમાં જેમ ભેંસ જઈ બેસી જાય અને નિકળવાનું નામ ન લે એમ, તાવડીના તેલના તળાવમાં બેઠું બેઠું સમોસુ કેટલું તેલ પી જાય છે, એ એમને પ્રત્યક્ષ જોવા મળશે તેા એમનો સમોસા પ્રત્યેનો મોહ જરુંર ઘટશે. એવી જ રીતે મિઠાઈમાં કેટલી ખાંડ વપરાય જાય છે, એ

તમારા એને પડખે રાખી બતાવશો તેા એમનો મિઠાઈનો મોહ પણ મંદ પડવા લાગશે. કૉક ઘણો પીવાય છે, પણ કૉકના એક ડબલામાં કેટલી ખાંડ પીવાઈ જવાય છે એની જાણકારી કોઈ કરાવતું નથી. એટલે, કૉકના ડબલાં ઘરમાંથી ઘટવા નથી.

રોગને પણ ખાવાનો અને પીવાનો ચસકો ઘણો છે. એને પણ જીભના સ્વાદ ઘણા છે. એટલે જ, એને ખાવાના અને પીવાના શોખીનો સાથે સારું ફાવતું લાગે છે. રોગ એકવાર ઘર કરી જાય પછી નિકળવાનું નામ લેતું નથી. કોઈ નિયમિત કસરત કરે, પ્રાણાયામ કરે કે યોગ કરે એ એને બિલકુલ પસંદ નથી. કસરત રોગ ને કાઢવા મથે એ રોગને ગમતું નથી, ને રોગ,માન ન માન મૈ તેરા મહેમાન બની શરીરમાં બેસી રહે એ કસરતને ગમતું નથી. રોગને ખબર છે કે ઘણી વ્યકિતઓને કસરત કરવી ગમતી નથી એટલે એને એ બાહ્‌ય બળો સામે તાકાત બતાવવાના પ્રસંગો ઊભા થયા નથી. આ બઘાને કારણે રોગ શરીરમાં પડ્‌યો પાથર્યો રહી, એની સીમા વઘારતેા રહે છે.

રોગની ચિંતા કર્યા વગર ભાવતું ખાવું અને પીવું એ દિલવાલોનું કામ છે. એ માટે એમની પાસે જિગર છે. એવા દિલવાળાઓ પાસે રોગોને જવું ખૂબ જ ગમે છે! જીવવા માટે ખાનારા પાસે રોગને જવું ગમતું નથી, એટલે જ, એ ખાવા માટે જીવનારને છોડતેા નથી અને એની સોડમાં સંતાઈને ફૂલ્યો ફાલ્યો રહી, ઘીમે ઘીમે એના પગ શરીરમાં પહોળા કરતેા જાય છે, કે જેની ખબર આ દિલવાલોને પડવા દેતેા નથી !

દિલવાળાઓ પાસે એટલે જ દર્દ જતું હશે અને એકવાર એમની પાસે પહોંચી ગયા પછી જલ્દી ખસતું નહિ હોય !!

ફૂલવાડી