Hu Gujarati : 52 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati : 52

હું ગુજરાતી - ૫૨


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

•એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

•કલશોર - ગોપાલી બુચ

•ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

•કાફે કોર્નર - કંદર્પ પટેલ

•માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

•પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

•ટેક ટોક - યશ ઠક્કર

•ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

•મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

એડિટરની અટારીએથી...

• સિદ્ધાર્થ છાયા •

જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વેલ ડન વિન્ડીઝ!

ગયા રવિવારે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટ્‌વેન્ટી૨૦ની ફાઈનલ મેચ રમાઈ. અત્યંત કટોકટી વચ્ચે વેસ્ટ ઇન્ડીઝે એ મેચ જીતીને વર્લ્ડ ટુર્નામેન્ટ જીતી લીધી અને એ પણ બીજી વખત. વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ અને તેમના બોર્ડ વચ્ચે છેલ્લાં ઘણા વર્ષોથી તકલીફ છે એની તો બધાંને ખબર જ હતી પરંતુ આ તકલીફ કેટલી મોટી છે તે આ ફાઈનલ પત્યા બાદ જ્યારે ટીમના કેપ્ટન ડેરેન સેમ્મીએ ખૂલાસો કર્યો ત્યારે ખબર પડી હતી. સેમ્મીએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ એટલે જેને ટ્‌વેન્ટી૨૦ ફોર્મેટનો વર્લ્ડકપ કહેવામાં આવે છે એમાં રમવા માટે તેમના બોર્ડે તેમને ડરેસ સુદ્ધાં નહોતો આપ્યો. કોલકાતા આગમન થયા બાદ ટીમના મેનેજરે પોતાના ખર્ચે ટીમનો ડરેસ સિવડાવ્યો હતો.

આ આખી ટુર્નામેન્ટ દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ જે હોંસલાથી રમ્યા તેનાથી તેમની સાથે આવડો મોટો અન્યાય થયો હશે તેની કલ્પના કોઈને પણ થઇ નહીં હોય. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર બેન સ્ટોક્સની છેલ્લી ઓવરના પહેલા ચાર બોલે વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેઇટે જે જનૂનથી ચાર સિક્સરો મારી હતી તે એ બાબતનું પ્રૂફ હતું કે આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓએ નક્કી કરી લીધું હતું કે તેમને ગમેતે રીતે આ ટ્રોફી જીતવી જ છે. ઘણીવાર મુશ્કેલીઓ વિખેરાઈ ગયેલા કુટુંબને એની મેળે ભેગું કરી દેતું હોય છે. વેસ્ટ ઇન્ડીઝનો આ ભવ્ય વિજય એનું પરફેક્ટ ઉદાહરણ છે.

મુશ્કેલીઓથી ગભરાઈને નહીં પરંતુ તેનો સામનો કરીને તેને દૂર કરી શકાય છે એવી મોટી મોટી વાતો આપણે સાંભળી તો ખૂબ છે, પરંતુ વેસ્ટ ઇન્ડીઝના તમામ ખેલાડીઓએ તે કરી બતાવ્યું છે.

વેલ ડન વેસ્ટ ઇન્ડીઝ!

• સિદ્ધાર્થ છાયા •

કલશોર

• ગોપાલી બૂચ •

ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વાર તો લાગે જ ને ?

કવિયિત્રીનો સુંદર ભાવ આ ગઝલમાં રજુ થાય છે. આ જાત સાથેની તકરાર છે. મોહમાયાના વ્યાપેલાં બંધનોથી દૂર જવામાં વાર લાગવાની છે અને ભૌતિક સુખથી જયારે પર થઈએ ત્યારે જ આત્મજ્ઞાનની સફર આત્મસાત થઇ શકે છે. પણ, બહુ લાંબી પ્રક્રિયા છે. જન્મારા વિતી જતા હોય છે. જાતને શોધવામાં. કેટલી નવાઈની વાત છે કે જે સતત સાથે છે, આપણામાં જ છે એણે આપણે શોધી શકતા નથી હોતા.ગઝલના મતલામાં જ કવિ ઈશિતાએ જીવનનું ગુઢ રહસ્ય બહુ સરળ ભાષામાં વ્યક્ત કરી આપ્યું છે.

વળી તોડફોડ કરવું એ માનવ સહજ સ્વભાવ છે એમ કહેવાય છે કે કોઈપણ સંબંધ એક્સપાયરી ડેટ સાથે જ આવતો હોય છે. તોડવું બહુ જ સહેલું છે. અઘરૂં કામ જોડવાનું છે, નિભાવવાનું છે અને એ કબૂલાત જ દાદ માંગી જતી હોય છે.

કવિએ પ્રત્યેક શેરમાં માનવ સ્વભાવની, માનવ જીવનની વાતોને સરળતાથી મૂકી આપી છે ટકોરા મારેલા બારણાને ખોલતા વાર લાગે એનો બે રીતે અર્થ નીકળી આવે છે એક તો અહંકાર રૂપી બારણુ છે જેના બંધ બારણાં જલ્દી ખુલતાં નથી અને બીજું હ્ય્દય એટલું ઘવાયું હોય છે કે એનાં બારણાં પણ જલદી ખુલી શકતા નથી.ઘવાયેલા હ્ય્દયનું જીવન બેરંગ થઇ જાય છે.

જે જીવનમાં રંગ નથી રહયા, દુનિયાથી દાઝીને જે જીવન જીવતે જીવન નિષ્પ્રાણ થયું છે એ જીવતર પર સફેદી ચડાવવાનો સમય છે, જેના થકી જીવનની રંગીનીઓ પર વ્હાઈટ વોશનો સમય આવ્યો છે એવા લોકો હ્ય્દયથી દૂર થઇ જાય છે, માત્ર એની યાદો તસવીર રૂપે સ્થાયી થાય છે, પણ એ બધી યાદોથી, એ રંગીનીઓથી એ જીવનના ખટ્ટામીઠઠા, કડવા, તુરા અનુભવોથી ફરી બધુ સમેટવામાં સમય તો જાય છે. અહીં એક સુંદર વાત એ છે કે ‘વાર તો લાગે જ ને’ દ્વારા જાણે ઈશિતા દવે એમ કહે છે કે હા, સમય લાગે પણ કશુ અશકય નથી. વાર તો લાગે જ ને રદીફ હેતુપૂર્વક વપરાયો છે.

અહીં મનોજ ખંડેરિયા યાદ આવે છે.

“ક્ષણોને તોડવા બેસુ તો વરસોના વરસ લાગે,

બુકાની છોડવા બેસુ તો વરસોના વરસ લાગે.”

સ્થળ અને કાળમાં બંધનો તૂટી શકે છે. દુઃખની રચાયેલી કેદમાંથી પણ બહાર આવી જવાય છે. અલબત સમયના સથવારે સમય દરેક દુખની દવા છે. સમયનું ચક્ર ફરતું રહે છે એ પ્રમાણે માણસનું મન, બુધ્ધિ, હ્ય્દય અને જિંદગી પણ બદલાતાં રહે છે. કશું જ સ્થાયી નથી, શાશ્વત નથી. શાશ્વત છે તો માત્ર મૃત્યુ. ‘જાતસ્ય હી ધ્રૂવો મૃત્યુ’ (જે જન્મે છે એનું મરણ નિશ્ચિત છે).

મકતામાં સમયના બંધનોથી આગળ વધીને વાત થઇ છે. હાથતાળી દઈને છૂટેલાં શ્વાસોને ફરી સ્થાપિત થવા માટે પણ જન્મોજ્નમાંતરનાં ફેરામાંથી પસાર થવું પડે છે એને પણ સમય આપવો પડે છે તો જીવતેજીવ સમય ચક્ર પાસે માણસનું શું ગજુ ?

આખી ગઝલમાં કવયિત્રીએ સ્થૂળ રૂપક દ્વારા સુક્ષ્મ વાતો રજૂ કરી છે. ઈશિતા દવેનો ‘સમયના સથવારે’ ગઝલ સંગ્રહ પ્રકાશિત થયો છે. બહુજ નાની વયે તેઓ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત થયા છે. પૂ. મોરારીબાપુ અને પૂ.રમેશભાઈ ઓઝા જેવા સંત દ્વારા સન્માનિત ઈશિતા દવેને આપણા અભિનંદન સાથે શુભકામના.

• ગોપાલી બુચ •

ર્સ્િીપીંછ

• કાનજી મકવાણા •

દ્બટ્ઠાુટ્ઠહટ્ઠોદ્બટ્ઠિ૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ર્સ્િીપીંછ

• કાનજી મકવાણા •

કાફે કોર્નર

• કંદર્પ પટેલ •

ટ્ઠીંઙ્મ.ાટ્ઠહઙ્ઘટ્ઠિ૫૫૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સામાન્ય તર્ક - વિતર્ક : હર ઘર કુછ કેહતા હૈ !

(એક દોસ્તની વાત પરથી મગજમાં ઉપડેલું ભડભડિયું)

“બેટા, પહેલી સેલરી આવે એટલે આપણે મંદિરે જઈને ભગવાનને ૨૦૦૦ રૂપિયા ચડાવવાના છે.”

“અરે, ના મમ્મી ! મને એવું નથી લાગતું કે આવી રીતે પૈસા ચડાવવા જોઈએ. પહેલી સેલરીમાંથી બહેન માટે કે તારે જે લેવું હોઈ એ કંઇક લઈએ. એવું પણ ન કરવું હોય તો ફેમિલીમાં જરૂરિયાતની વસ્તુ લઈએ.”

“જો, તારે આ બધી વાતમાં બહુ બોલવાનું નહિ. મારી માનતા છે. એ તારે પૂરી કરવી જ પડશે.”

“અરે પણ મમ્મી ! આ જ પૈસા જરૂરિયાતમંદ લોકોને આપીએ તો? પૈસા ચડાવવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ, હું એવું ઈચ્છું છું કે આટલા જ રૂપિયા આપણે બીજે ઉપયોગ કરીએ. મંદિરમાં તેનું શું થવાનું છે? એ કોઈને ખબર નથી. સૌથી મોટા બિઝનેસ આજે આ મંદિરો ચલાવે છે. આપણે મહેનત કરી-કરીને મંદિરમાં જ મૂકવાના?”

“ક્યારેક વડીલોનું માનતા શીખો. દર વખતે ઝઘડો જ કરે.”

“પણ મમ્મી, દરેક પૂજા અમુક સમયે થવી જરૂરી છે? આ બધું કરવું જરૂરી છે?”

અહી પ્રશ્ન અને જવાબ બંને અટકી જાય છે. અંતે, વડીલોની વાતને માન આપીને ન ગમતી પ્રવૃત્તિ કરવી પડે છે. શ્રદ્ધા અને વિશ્વાસની વચ્ચે ઝૂલા લેતી વડીલોની વાત સામે એક સ્ટેપ આગળનું વિચારતી આજની પેઢી છે. હા, આજના નવલોહિયા જુવાનને અમુક વાતો પર વિશ્વાસ નહિ હોય. પરંતુ, મમ્મી ને એવું છે કે વર્ષોથી જે માનતાઓ અને પ્રાર્થનાઓ ભગવાનના ગર્ભગૃહમાં પોતાને ગર્ભ હતો ત્યારથી કરતી આવી છે તેથી જ આજે સુખ અને સમૃઘ્ધિ છે. પોતાના વ્હાલા લોકોની સુખાકારી એ પ્રાર્થનાઓની ગુંજમાં તે પોતે સાચવતી આવી છે. હજુ મંદિરમાં તે પગ મુકે ત્યારે પોતાના પોતાના પતિ અને દીકરાની તકલીફોની રિહાઈ માંગે છે. આ શ્રદ્ધા અને ઈશ્વર પરનો વિશ્વાસ તેના અમુક દૃષ્ટિકોણ સામે આંધળો પટ્ટો બાંધી દે છે.

બંને વ્યક્તિ પોત-પોતાની વાત પર સાચા છે. મમ્મીને રૂપિયા મૂકાય ત્યાં સુધી જ પ્રશ્ન છે. અને, દીકરાને એ પૈસા મુકાયા પછીના તેના ઉપયોગની ચિંતા છે. જ્યાં એકને જવાબ મળે છે, ત્યાંથી બીજાનો પ્રશ્ન શરૂ થાય છે. મંદિરો પર પણ ટેક્સ લાગવા જોઈએ. તગડા ભાવો જો ભગવાનને આડે રાખીને વસૂલાતા હોય તો તેની પીઠ પાછળ તો શું થતું હશે તેનો અંદાજ પણ લગાવી ન શકાય. આ પ્રશ્ન સુધી કદાચ હજુ દરેક નથી પહોંચ્યા. આજ સુધી જે આસ્થા અને શ્રદ્ધાથી કામ થતું હતું તે આજે પણ દીકરાની જોબ લાગવાથી થયું છે તેવું મમ્મીનું માનવું છે. દીકરો પણ એવું જ માને છે કે, ભગવાનની કૃપાથી જ સારી જોબ મળી હશે.

મમ્મી એવું સમજે છે કે, ઈશ્વરે જ સારી નોકરી અપાવી છે તો તેને કૃતજ્જ્ઞતા અર્પણ કરવી જ જોઈએ. દીકરો એવું માને છે કે, લેવા-દેવાની સિસ્ટમ માત્ર માણસોમાં જ છે. ભગવાન સુધી હજુ એ સિસ્ટમ નથી પહોંચી. એક હાથે આપીને બીજો હાથ લાંબો કરવાની ‘ખેવના’ માણસમાત્રમાં જ છે. પરંતુ, ઈશ્વર તો એક હાથે આપીને ચાલ્યું જવું એ ‘ભાવના’ સાથે આપે છે.

ખરેખર, સમગ્ર દુનિયાનું અન-બેલેન્સ આના લીધે જ છે. જેને જરૂરિયાત છે એ તેનાથી વંચિત રહી જાય છે. ખરી જરૂરિયાત મંદિરના ઓટલે બેઠેલ રોજના રેગ્યુલર કસ્ટમર એવા ‘ભિખારી’ઓને નથી. કારણ કે, તેમને તો ખબર જ છે કે રોજ બપોર પછી કોઈકને કોઈ ડરપોક વ્યક્તિ ભગવાનથી ડરીને મારૂં પેટ ભરવા પહોંચી જ જશે ! એક રૂમ-રસોડાના ભાડાના ઘરમાં રહેતા મધ્યમ વર્ગીય લોકોને છે. બાળકોની ફી ભરવા માટે દર મહિને સેલરીની રાહે બેઠેલ પપ્પાને છે. મહિનાના છેલ્લા પાંચ દિવસમાં શાકભાજી લાવવાને બદલે કઠોળનું શાક કરતી મમ્મીને છે. ઘરમાં પરિસ્થિતિ સારી નથી અને ભણવાની ધગશ હોઈ તેવા હોશિયાર દીકરા-દીકરીઓને છે.

ચાન્સ હંમેશા લેવો જોઈએ. ઈશ-વિશ્વાસ પર, નહિ કે ધર્મ પર. પારકી આશા નહિ, પરંતુ સ્વ-વિશ્વાસ પર. આશા આગમાં ચાલવાનું શીખવે છે. વિશ્વાસ તેને વટાવીને આગળ લઇ જાય છે.

-ઃ કોફી લીચી ફ્રેપી :-

ભગવાને પોતાના આલિશાન મકાનો પોતાના ભગવા ભક્તો માટે બનાવ્યા જ છે. હા, ટુરિસ્ટ પ્લેસ સુધી બરાબર છે. બાકી, છાતીમાં ડાબી બાજુ મિનીટમાં બોતેર વખત ભગવાન જ ધબકતો હોય તો મંદિરના ‘ઓટલે’ કે મૂર્તિના ‘પાટલે’ એકેય આનો મૂકવાની જરૂર નથી. ખાલી હ્ય્દયે, વિના માંગણી એ મંદિરે જઈને ઉભા રહીશું તો ભગવાન પણ કોઈ હસતા-ખેલતા બાળકની જેમ અપનાવી લેશે. હાથ જોડીને માંગણની જેમ નહિ, ‘શેક હેન્ડ’ કરીને ઈશ્વરનો થવા જવાનું હોય દોસ્ત !

• કંદર્પ પટેલ •

માર્કેટિંગ મંચ

• મુર્તઝા પટેલ •

હીંદૃીટ્ઠટ્ઠજ્રિખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મોજાંથી અવનવી મોજ...રોજેરોજ ! સારાહ બ્લેકલી સાથે.

મને સારાહ બ્લેકલી ગમે છે. એટલા માટે તો ખરૂં જ કે એ બહુચ્ચ બ્યુટીફૂલ છે, પણ તેનામાં રહેલું અમેરિકન બ્યુટીફૂલ બ્રેઇન બી કેટલાંક પોઈન્ટ્‌સ વધારે માર્ક્સ મેળવી જાય છે. એ માટે કારણો ઘણાં આપી શકાય.

પણ આ કારણોને અકારણે યાદ કરવાનો કોઈ અર્થ નથી. કેમ કે એની પાછળ રહેલાં એવાં અનેક ફેકટર્સ છે જેનાથી તેણે પોતાના ધંધાને સાવ અલગ રીતે આયામ આપ્યો છે. અને ધંધો પણ શેનો?- ચમકતી સ્કિનવાળા (વાળ વિનાના) પગના મોજાં, જેને ઇંગ્લિશમાં સ્ટોકિંગ કહેવાય છે તેનો.

ખૈર, વર્ષોથી સાવ સામાન્ય દેખાતાં એ પેન્ટીહોઝ મોજાંમાં તેણે એક નાનકડો કટ-ફેરફાર કરીને સ્ટોકિંગ રૂપે એક અલગ નોખો ધંધો વિકસાવ્યો છે. તેની ફૂટતી જવાનીમાં જ અવનવા ટ્રેન્ડસ સ્થાપી સ્ત્રીઓને લગતી ઘણી એવી પ્રોડક્ટ્‌સને જબ્બરદસ્ત ધક્કો લગાવ્યો છે. (જો તેના વિશે વિગતે વધું જાણવું હોય તો જીટ્ઠટ્ઠિ મ્ઙ્મટ્ઠાીઙ્મઅ જર્િંઅ નું ગૂગલી સર્ચ મારશો તો તમને પણ કાંઈક નવું કરવાની ચળ ઉપડશે.)

અત્યારે જ જુઓને મને તેના માનસિક, શારીરિક, બૌઘ્ધિક, સામાજિક અને વેપારીક ગૂણોને ‘થોડાંમાં ઘન્નું સમજાવવા’ તેના જ શબ્દોનો સહારો લઇ શેર કરવાની કેવી ચળ ઉપડી છે!!!!

તો મારી સાથે તમે પણ મમળાવી લ્યો સારાહનાં એ ખૂબ સારા ક્વોટસનો તાણોવાણો....

“પૈસાને દિમાગથી બનાવવાનો, દિલથી ખર્ચવાનો અને દિલ-દિમાગથી આપી દેવાનો આનંદ અનેરો છે.”

“જે બાબતની તમને જાણકારી જ ન હોય તેને ખબર હોવાનો ખોટો ડોળ ક્યારેય ન કરશો.”

“જે બાબતે સાવ અજાણ હોવ તેને બહુ સમજવાની પણ નિરર્થક કોશિશ ન કરશો. ખાસ કરીને ધંધાની નવી નવી શરૂઆત હોય. શક્ય છે, આગળ વધતા એ જ બાબત તમને ઘણો લાભ અપાવી શકે છે. અને દુનિયાની નજરે કાંઈક અનોખું હોઈ શકે.”

“જ્યારે સંજોગો મારા કંટ્રોલમાં ન હોય ત્યારે હું થોડો સમય રોકાઈને મારી જાતને બે સવાલ કરૂં છુંઃ આમાં મારી ગિફ્ટ ક્યાં છુપાયેલી છે? અને આમાં પોઝિટીવ કઇ કઇ બાબતો છે?”

“બાળપણમાં જ્યારે વિક-એન્ડમાં હું અને મારો ભાઈ મારા મમ્મી પપ્પા સાથે ડીનર-ટેબલ પર બેસતા ત્યારે મારા પપ્પા અમને એક (પ્રેરણાત્મક) સવાલ કરતાઃ ‘આ અઠવાડિયામાં એવું શું શું બન્યું જેમાં તમે લોકો નિષ્ફળ ગયા?’ -

જો એ અઠવાડિયામાં કશુંયે એવું ન બન્યું હોય ત્યારે પપ્પા નિરાશ થતા અને અમારી સાથે વાત ન કરતા. પણ જો કાંઈક એવું બન્યું હોય અને અમે એમને જણાવીએ ત્યારે તેઓ ટેબલ પરથી ઉભા થઈ જણાવતા ‘બચ્ચાંવ, તમને એમાં સફળતા મળવાની છે. હોલ્ડ ઓન !’-

આજે વર્ષો પછી પણ એમની આ ‘નિષ્ફળતાની થિયરી અમારા માટે સફળતાની સુપર થિયરી છે.”

“આપણે સૌને યુવાનીમાં આપણી જાતને આપણે શેમાં હીરો બની શકીએ છીએ અને શેમાં ઝિરો એ બાબતે બહુ જલ્દી જાણવાની તકો મળે છે. પણ હાય રે ! બહુ ઓછાં લોકો તેની સલામતીમાંથી બહાર આવે છે.”

“તમારી નિષ્ફળતાનું માપ તમે કરેલા કામોથી નહિ, પણ ન કરેલાં પ્રયત્નોમાંથી નીકળે છે. જ્યાં પ્રયત્ન નથી, ત્યાં સફળતા નથી.”

“જે બાબતની તમે જાણકારી નથી તેને તમારા પર હાવી ન થવા દો. તેનો ખોટો વસવસો ન કરશો. આવનારા સમયમાં એ ન જાણેલી બાબત પણ તમારી મોટી તાકાત બની શકે છે.”

“કોઈ પણ આઈડિયા (જે તમારા દિમાગમાંથી ઉપજે અને જેની કિંમત કરોડોની આંકી શકાય) શરૂઆતમાં ‘સાવ બકવાસ’ લાગે છે. બહુ બધાં લોકોને તે વિશે જણાવવાને બદલે કેટલાંક એવાં લોકોને જણાવવું જરૂરી છે જેઓ આઈડિયાને ધક્કો મારી બહાર કાઢવામાં મદદ કરે. બહુ જરૂરી છે એવાં લોકોની સાથે ‘કોન્ટેક્ટ’ રાખવું.”

“જો તમે તમારી નવી પ્રોડક્ટ/ સર્વિસ પર કામ કરી રહ્યા હોવ ત્યારે તમારા દોસ્તો, સગાં-વ્હાલાંઓની સલાહ/ ફિડબેક ક્યારેય ન લેશો. એમની પાસે તમારા (નવા) આઈડિયાને કે પ્રોડક્ટને પળમાં ફેંકી દેવાની અદભુત તાકાત છે. હા ! તમે એવાં અજાણ્‌યા લોકોને પૂછી શકો છો જેઓ ન તમને જાણે છે કે ન તમારી પ્રોડક્ટને.”

“જેટલી વધારે ભૂલો થશે એટલો વધુ ફાયદો તમને થશે. હદમાં હદ બીજું શું થશે? લોકો તમને ‘ભૂલ ભરેલા’ ગણી હસી કાઢશે. બસ ! તમારી સફળતા ત્યાં જ તો છે.”

“નિષ્ફળતા દુનિયાની દ્રષ્ટિએઃ જેમાં સફળતા ન મેળવી શકાય એ બાબત

નિષ્ફળતા મારી દ્રષ્ટિએઃ જેમાં મેં પ્રયત્ન કર્યો જ ન હોય એ બાબત.”

• મુર્તઝા પટેલ •

પ્રાઈમ ટાઈમ

• હેલી વોરા •

ર્દૃટ્ઠિરીઙ્મૈ૧૯૮૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઁટ્ઠૈહ ઙ્ઘીદ્બટ્ઠહઙ્ઘજ ર્ં હ્વી કીઙ્મં...

આ ટોપિક થોડો ડાર્ક છે... કાળી અમાસની રાત જેવો. અંધારૂં કોને ગમે ? આપણે તરત રોશની કરવા દોડીએ. અને થોડી વાર માટે અચાનક લાઈટ જાય તો કેવી હાલત થાય? બસ મૂંઝાઈ જઈએ. એવું જ છે પીડાનું પણ. પીડા કોઈને ગમે નહિ. પણ જેમ દિવસ પછી રાત નક્કી જ છે એમ સમયાંતરે પીડા પણ નક્કી જ છે, આ આર્ટીકલ નું હેડીંગ બાંધ્યું એ પુસ્તક... “ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ” પણ પીડાદાયક પુસ્તક છે... પણ એટલું સુંદર અને ઓરોજીનલ છે કે એ પીડા વારંવાર ભોગવવી ગમે. આ વાક્યનો અર્થ હું જેટલી વાર વિચારૂં એટલી વાર વધુ ગહન લાગે છે.

આપણે શરદીથી સ્વાઈન ફ્લુ સુધી કે કબજીયાતથી કેન્સર સુધી એક વખત વિચારી જોઈએ.... બધું જ પીડાદાયક તો છે જ, અરે, દાઢનો દુખાવો હોય તોય કેવા ગાંગા કરી નાખે આપણે. તે દિવસે કામ ન સૂઝે આપણે. આપણી ડાર્લિંગ પત્ની પર પણ ગુસ્સો આવે અને વ્હાલી મમ્મી પર પણ. દૂધ વાળો આવે અને દૂધ લેવા એકદમ દોડો અને પગનો અંગુઠો દરવાજાના સ્ટોપરમાં ભટકાઈ જાય તો કેવું થાય... દુધવાળાની માતા અને બહેનોનું આવી બન્યું... લોલ. અને જલ્દી જલ્દી બટેટા પૌંઆ વઘારવામાં હાથ કડાઈને અડી જાય ત્યારે પિયરમાં બેઠેલી મા અને એની ય મા યાદ આવી જાય ત્યારે ? શાંતીથી સાઈકલ પર ફ્રેન્ડસ સાથે વાતો કરતા ઘરે મમ્મી એ શેનું શાક બનાવ્યું હશે એ વિચારતા વિચારતા ઘરે આવતી છોકરીઓને, એક કોઈકની બાઈક પર ભંગારીયા રસ્તા પર રેસિંગની પ્રેક્ટીસ કરતો લબરમૂછિયો બાઈક ભટકાવી જાયને પગનું હાડકું ભાંગી પડે તો ? ચીસ નીકળી જાય એવી પીડા થાય. ચા ન મળી હોય અને માથું ભમતું હોય કે પછી આખો દિવસ ઢસરડા કરીને પગમાં તોડ થતી હોય.... મેડીકલ પરિભાષામાં જોઇએતો પેઈન પોતે કોઈ પ્રોબ્લેમ નથી પણ આપણા સ્કુટરમાં કેમ પેટ્રોલ ખતમ થવા આવે અથવા પ્રિન્ટરમાં પાનું ફસાઈ જાય અથવા કારનો દરવાજો ખુલ્લો હોય ત્યારે કેવી પેલી લાઈટ બ્લીંક થાય.... એવી રીતે બોડીમાં કઈ પણ કેમિકલ લોચો થાય તો એનું ઈન્ડીકેટર છે પેઈન એ પોતે કોઈ લોચો નથી એક્ચ્યુઅલી.

એ પેઈન શારીરિક પીડાનું જ હોય એવું ઓછું જ છે ? ગહેરી દોસ્તીનો અચાનક અંત આવે તોય હાલત ખરાબ થઇ જાય અને કોઈ અંતરંગી આપણે છોડીને જાય ત્યારે ? જગ સુના સુના લાગે.... જીવનભર જેને માટે ઘસાઇએ એ કદર કરવાને બદલે ઉલટાનું લાત મારે ત્યારે ? જે ૯૦ ટકા લાવવા માટે દિવસ રાત તનતોડ મહેનત કરી અને કેમેસ્ટ્રીમાં પેપર વખતે તબિયત બગડી અને ‘પેલો’ અચાનક આગળ નીકળી જાય ત્યારે ? ઓફીસમાં પગ મુકતાની સાથે બોસ નાક હાથમાં પકડાવી દેતો હોય અને તો પણ ‘બડે બે આબરૂ હો કે’ નોકરી કરવી મજબૂરી હોય ત્યારે ? કલેજાનો ટુકડો બીમાર હોય ત્યારે ? થાય છે ને પીડા... થાય જ. છાતી છત્રીસની હોય કે ચાલીસની દર્દ તો થાય જ. કોઈ કહે પુરૂષોને ઓછું થાય અને સ્ત્રીઓને વધુ થાય.. હવે એ માપવાનું કોઈ સાધન તો નથી મારી પાસે પણ હા, કુદરતે લાગણીઓને અનુભવવાની વિશિષ્ટ ક્ષમતા નારીઓને પ્રદાન કરી છે એ હકીકત છે. અને નારીઓને ફાળે એક કાયમી પીડા લખાયલી રહે છે... માતા પિતાને છોડીને જવાની અને જેને માટે છોડે એ પણ વહાલા જ હોય.... દરેક પળે એ યાદો સાથે રહે છે અને કશું કરી પણ ન શકાય. બધા હ્ય્દયથી પોતાના અને છતાં પારકા બનીને રહે એ અહેસાસ જ પીડાદાયક છે.

અને પ્રેમમાં ભંગ થયો તો ? એ તો બહુ ખતરનાક.. જેટલો સુંદર પ્રેમ એટલી જ તીવ્ર એના ભંગની પીડા. પ્રેમ ન થાય તો ચાલે પણ થયા પછી ભંગ થાય તો એ મરણતોલ ફટકો પડે. એકલા સફર કરતા હોઈએ ત્યાં સુધી તો ચાલે પણ... એક વાર કોઈના હાથમાં હાથ નાખી વાતો કરતા ચાલવાની આદત પડી જાય પછી એકલા ચાલવામાં શ્વાસ રૂંધાઈ જાય... એક કળા હ્ય્દયી વ્યક્તિને કોઈ કોર્પોરેટ બેન્કિંગમાં જીવન કાઢવાનું આવે તો એ પણ પીડા દાયક છે અને વતનમાં જેનો આત્મા રહી ગયો છે એને ભૂમિથી દુર વસવાનું આવે તો એ પણ પીડા છે.

પીડાની એક અદા છે જ્યાં સુધી એ પૂરે પૂરી અનુભવાય નહિ ત્યાં સુધી જાય નહિ. આપણે ગમે તેટલા ફેસબુક કે વોટ્‌સેપ પાછળ સંતાઈએ કે ગેમ્સમાં ડૂબી જઈએ એ પીડા ત્યાં બહાર ઉભી જ હોય છે ધીરજથી. જ્યાં સુધી એને ભોગવીએ નહિ, રડીએ નહિ, હીબકા ના ભરીએ, પીડાઈએ નહિ ત્યાં સુધી એ જાય નહિ. પછી એ એક દિવસની વાત હોય કે આખા આયખા ની એ પીછો ન છોડે. અને હકીકતે એ બિચારી ઈન્ડીકેટર છે આપણા હ્ય્દય અને મગજ વચ્ચેના દ્‌વિભાષની, વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની ખાઈની, જે હકીકત છે એને હ્ય્દય શા માટે સ્વીકારતું નહિ હોય એ મને ક્યારેય સમજાતું નથી. અને પીડા ને આવવા દઈએ તો સાલી બહુ સખ્ત જાન છે બહુ તકલીફ આપે છે પણ ભયાનક ગરમી પછી વળતા પરસેવાથી આંતરિક ઠંડક થાય એમ પીડાઈ રહ્યા પછી એક આંતરિક શાંતિ મળે છે... પ્રસુતિ પછી બાળક નો ચહેરો જોયા જેવી શાંતિ... પણ હા પૂરૂં પીડાયા પછી જ એ આવે છે... હજી બાકી હોય ને આપણે શોર્ટ કટમાંથી ભાગવાની કરીએ તો એ સંકોચાઈ ને આપણા માંજ ક્યાંક સમાઈ જાય છે... અકળામણ રૂપે... ગુસ્સા રૂપે... કે દબાણ રૂપે એ ક્યારેક ગરમીમાં ફૂટતી અળાઈઓની જેમ ફૂટ્‌યા કરે છે પણ એ રહે તો છે જ. યા તો એને પૂરે પૂરૂં સરેન્ડર થવું પડે યા તો લડવું પડે અને બંને તકલીફદેહ તો છે જ. હજી એક ઓપ્શન છે એના સ્વરૂપમાં રૂપાંતર. એ પીડા કોઈ ઉત્તમ સાહિત્ય, અદ્‌ભુત સંગીત કે ચિત્ર કે પછી મહાજ્ઞાનીને જન્મ આપી શકે... પણ એ બહુ રેર ટ્રાન્સફોમેશન છે... બાકી જે પીડા છે એનાથી ભાગવાનો કોઈ રસ્તો જ નથી એ હકીકત સ્વીકારીને પસાર થવા માટે તૈયાર થઇ જવું એ એક જ ઉપાય છે....

એક રહસ્યમય હકીકત એ છે કે દરેક પીડાની પાછળ એક સત્ય હોય જ છે અને જયારે એ પીડાનો અંત આવે ત્યારે જ એ સત્ય પ્રકાશમાં આવે છે. દરેક પીડાને એક પોતીકું સત્ય હોય છે એકદમ ઓરીજીનલ.. એકદમ શુદ્ઘ... માં ના પ્રેમ જેવું. પણ એ કોઈ એન્સાક્લોપેડીયામાં નથી મળતું જાતે જ ભોગવી ને શોધવું પડે છે અને દરેક ચાલક, બહાનાબાજ કે પછી કાયર વ્યક્તિ કે જે પીડામાંથી છટકી જાય છે એના હાથમાંથી સત્ય પણ છટકી જાય છે... અને પીડા તો પ્રેમમાં પણ છે છતાં કેવો સુંદર, સુંવાળો અને આજીવન હ્ય્દયને સમીપ અહેસાસ છે એ.... પીડા ઘણી સુંદરતમ વસ્તુઓનો ભાગ છે...એને સ્વીકારવું જ પડે...

‘’એ તમામ પીડાઓ અને તકલીફો કે જે મારા હ્ય્દય ને નિર્મળ, મન ને તૃપ્ત અને દિમાગ ને બુદ્ઘ બનાવે તેમને હું હમેશા આવકારૂં છું.’’

• હેલી વોરા •

ટેક ટોક

• યશ ઠક્કર •

અટ્ઠજરષ્ઠ૮જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઠૈર્ટ્ઠદ્બૈ ઇીઙ્ઘ સ્ૈ ર્દ્ગીં ૩

છેલ્લા કેટલાક સમય થી ઠૈર્ટ્ઠદ્બૈ ઇીઙ્ઘ સ્ૈ એ મોબાઈલ માર્કેટમાં ખાસ્સી એવી પકડ જમાવી છે. કંપની સતત નવા અને આધુનિક હાર્ડવેર વાળા ફોન લોન્ચ કરે છે અને એ પણ બિલકુલ પોકેટ ફ્રેન્ડલી બજેટ સાથે જે કંપનીને વધુ બુસ્ટ આપે છે. અત્યાર સુધી એવી માન્યતા હતી કે ચાઈનાના ફોન એટલે કાન ફાડી નાખે તેવા સ્પીકર અને વધી ને છ મહિનાની જિંદગી એ ફોનની પણ જ્યાર થી ર્ઠૈદ્બૈ એ ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે આ તમામ વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. આજે આપણે ટેક ટોક ઠૈર્ટ્ઠદ્બૈ ઇીઙ્ઘ સ્ૈ ર્દ્ગીં ૩ વિષે ચર્ચાઓ કરશું.

તમે ઠૈર્ટ્ઠદ્બૈ ઇીઙ્ઘ સ્ૈ ર્દ્ગીં ૩ રંંઃ//ુુુ.દ્બૈ.ર્ષ્ઠદ્બ/ૈહ/ર્હીં૩/ પર થી ખરીદી શકો છો. આ ફોન અત્યારે બે અલગ અલગ વિકલ્પ સાથે મોજુદ છે. જો તમે ૨ય્મ્ ઇછસ્ અને ૧૬ય્મ્ ૈંહીંહિટ્ઠઙ્મ જીર્ંટ્ઠિખ્તી સાથે ફોન લેવા માંગતા હોય તો તે તમને ૯,૯૯૯ રૂપિયામાં મળશે જયારે ૩ય્મ્ ઇછસ્ અને ૩૨ય્મ્ ૈંહીંહિટ્ઠઙ્મ જીર્ંટ્ઠિખ્તી સાથે લેવા માંગતા હોય તો તે તમને ૧૧,૯૯૯ રૂપિયામાં મળશે.

ફોનના મુખ્ય સ્પેસીફીકેશન વિષેની વાત કરતા પહેલા આ ફોનની ડીઝાઈન વિષે કહું તો એ ખરેખર ખુબ જ ક્લાસિક અને પ્રીમીયમ છે. ફોન ના કર્વ્સ અને એઈજીસ ખરેખર ખુબ જ સરસ રીતે બનાવાયા છે અને તે ચોક્કસપણે એક પ્રીમીયમ ફીલિંગ આપે છે. આમ જોવા જઈએ તો આ ફોનમાં એવી ઘણી બાબતો છે જે ખરેખર તેને ખરીદવા માટે મજબુર કરે છે. આપણે આ તમામ ઓપ્શન વિષે વાતો કરશું.

ફોનના ઝ્રઁેં અને પ્રોસેસરની વાત કરીએ તો તેમાં અત્યાધુનિક જીહટ્ઠઙ્ઘટ્ઠિર્ખ્તહ ૬૫૦ પ્રોસેસર છે જે ૧.૮ ગીગા હર્ટઝની સ્પીડ પર કામ કરે છે તથા કોર્ટેક્ષ છ૭૨ ૬ કોર પર કામ કરે છે એટલે તમને આ ફોનમાં પરફોર્મન્સ બાબતે કોઈ પણ જાત ની ફરિયાદ રહે તે શક્યતા નહીવત છે. ૨ય્મ્ અને ૩ય્મ્ ઇછસ્ ઓપ્શન પણ અવેલેબલ છે એટલે હેંગ થવાના કે સ્લો મલ્ટીટાસ્ક નો પણ કોઈ જ ચાન્સ નથી. લેટેસ્ટ પ્રોસેસર છે એટલે તમને ગેઈમીંગ માં પણ અદભૂત અનુભવ થશે તે વાત પણ નક્કી જ છે. ફોનનો ટચ પણ એકદમ સ્મુધ રાખવામાં આવ્યો છે એટલે તમારે ત્યાં પણ વધારે કષ્ઠ નહિ ભોગવવું પડે.

ફોનનું ફિંગરપ્રિન્ટ સેન્સર પાછળની બાજુ પર કેમેરાના બિલકુલ નીચે જ છે. ઠૈર્ટ્ઠદ્બૈ નું કહેવું છે કે આ વખતે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ અપડેટ કરવામાં આવ્યું છે અને હવે સેન્સર પર તમારી આંગળી મુકતા જ માત્ર ૦.૩ સેકંડમાં જ ફોન અનલોક થઇ જશે. ફોનના એઈજીસ અને બોડીને સંપૂર્ણપણે મેટલ થી કવર કરવામાં આવ્યા છે એટલે તેને હાથમાં પકડતા જ પ્રીમીયમ ફીલિંગ આવશે તે વાત નક્કી છે.

ઠૈર્ટ્ઠદ્બૈ ઇીઙ્ઘ સ્ૈ ર્દ્ગીં ૩ ના કેમેરા વિષે વાત કરીએ તો મુખ્ય કેમેરા ૧૬ મેગાપિક્ષલનો છે જેમાં ફોકસિંગ માટે ડ્ઢજીન્ઇ ની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે તમને ક્રિસ્ટલ ક્લીયર ઈમેજીસ મળશે. આ કેમેરા માં ડ્ઢેટ્ઠઙ્મ ન્ઈડ્ઢ હ્લઙ્મટ્ઠજર નો ઉપયોગ કરાયો હોય તેમાં દ્ગૈખ્તરં ર્સ્ઙ્ઘી માં પણ પિક્ચર્સ આકર્ષક આવશે તે વાત નક્કી છે. ફ્રન્ટ કેમેરા અથવા સેલ્ફી સ્પેશિયલ કેમેરા વિષે વાત કરીએ તો આ કેમેરા ૫ મેગાપિક્ષલનો છે અને અહિયાં ફ્રન્ટ કેમેરામાં કોઈ જ ન્ઈડ્ઢ હ્લઙ્મટ્ઠજર નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

ફોનના મુખ્ય બે ભાગ એટલે ડિસ્પ્લે અને બેટરી વિષે વાત કરીએ તો ૫.૫ ઇંચની ૐડ્ઢ સ્ક્રીન ધરાવતા આ ફોન માં ૧૦૮૦ ડિસ્પ્લેનો ઉપયોગ કરાયો છે એટલે તમને વિડીયો વ્યુઇન્ગ એન્ગલ્સ પણ સરસ મળશે. અલગ અલગ એન્ગલ થી મોબાઈલ પર કોઈ મુવી કે ગેઈમ રમતા હશો તો પણ તેનું વિઝન એકદમ ક્લીયર રહેશે. બેટરીની વાત કરીએ તો અહિયાં ઠૈર્ટ્ઠદ્બૈ એ રીતસરની બાજી મારી લીધી છે. પોકેટ ફ્રેન્ડલી બજેટ ફોનમાં પણ ૪૦૫૦સ્ર ની બેટરી આપવી એ ખરેખર ખુબ જ આકર્ષક બાબત છે. જોકે આ બેટરી ખરેખર લાંબો પાવર બેકઅપ આપતી હોય અત્યારે જે વપરાશકર્તાઓ છે તેમના માટે આ આશીર્વાદ સમાન ઘટના છે. બાય ડીફોલ્ટ તમને એન્ડરોઇડ માર્શ્મેલોવ ઓપરેટીંગ સીસ્ટમ આ ફોન સાથે મળશે.

ફાયનલ ક્ન્કલ્યુંઝ્‌ન વિષે વાત કરીએ તો જો તમે ૧૦૦૦૦ કે ૧૨૦૦૦ સુધીના બજેટ માં ફોન લેવા માંગતા હોય તો આ ફોન ખરેખર ખુબ જ અદભૂત છે અને કોઈ પણ સંજોગોમાં મિસ ના કરાય તેવી ડીલ છે.

આજના આર્ટીકલ વિષે કોઈ પણ ર્ઝ્રદ્બદ્બીહંજ/ર્ઝ્રદ્બઙ્મૈદ્બીહંજ/જીેખ્તખ્તીજર્ૈંહ હોય તો અટ્ઠજરષ્ઠ૮જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ પર ઈદ્બટ્ઠૈઙ્મ કરી શકો છો.

• યશ ઠક્કર •

ફૂડ સફારી

• આકાંક્ષા ઠાકોર •

ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ફૂડ ટ્રેન્ડસ ૨૦૧૬

ફૂડ બ્લોગીંગ એ આજે એક પ્રખ્યાત ચલણ છે અને તેને લગતા જાત જાતના ગ્રુપ્સ પણ ચાલે છે, ફેસબુક પર તેમ જ જાહેર જીવનમાં પણ, જેમકે અમદાવાદનાં ફૂડીઝને સાંકળતું ગ્રુપ છે ‘ફૂડાહોલીક્સ ઇન અમદાવાદ’ તો આખા ભારતના ફૂડ બ્લોગરને સાંકળતું ગ્રુપ છે ‘ફૂડ બ્લોગર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા’. ખાવા-પીવાની અન્ય બાબતોની સાથે સાથે અહી લોકો દર વર્ષે શું નવા ટ્રેન્ડસ આવવાના છે એ બાબત પણ ડિસ્કસ કરે છે. દર વર્ષે જેમ ફિલ્મ કે ટી.વી. માં કયા નવા અને જોવાલાયક ફેરફાર આવવાના છે એ જેટલા ધ્યાનથી જોઈએ છીએ, વાંચીએ છીએ એટલું જ અગત્ય ખાવા-પીવાના ટ્રેન્ડ જાણવાનું પણ છે. એટલે જ આજે આપણે ચાલુ વર્ષે ખાણી-પીણીમાં શું ફેરફાર આવી શકે છે તે જોવાના છીએ.

સૌથી મોટો અને મહત્વનો ટ્રેન્ડ જે જોવા મળી શકે તેમ છે એ છે ગ્લોબલ ફયુઝનનો. ફ્યુઝન એટલે કન્ફયુઝન નહિ, પણ બે સંસ્કૃતિનું જોડાણ. આપણે સહુ જાણીએ છીએ કે ભારતીય ફૂડ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે, આ ટ્રેન્ડની સૌથી મોટી અસર વિશ્વના મેઈન કોર્સ પર આવી શકે છે. જી હા, આ વર્ષે પરોઠા, ચાટ અને પાણીપુરી વિશ્વભરમાં પ્રખ્યાત થઇ શકે છે. આ ઉપરાંત આપણે ત્યાં પણ આપણે પણ ફ્યુઝન મીઠી આવી શકે છે, જેમકે ગુલાબજાંબુ કપકેક કે પછી મિષ્ટી દોઈ મેક્રોન્સ.

બીજી વસ્તુ જે પ્રખ્યાત થઇ શકે તેમ છે એ છે સુપર ફૂડ, એટલે કે એવી કુદરતી વસ્તુઓ જે ગુણોથી ભરપૂર હોય, કેલરીનું પ્રમાણ બહુ ભારે ના હોય અને જરૂરી ન્યુટ્રીશનનો એક મહત્વનો સોર્સ હોય જેમકે આદુ, હળદર, આમળાં વગેરે. એટલે કે, શક્ય છે કે આપણે આપણા ‘મૂળ’માં પાછા જઈશું, કેમકે આપણને એ ખોરાકનું મહત્વ સમજાશે.

સ્મૂધી પણ એક નવો ટ્રેન્ડ બની શકે છે. સ્મૂધી એટલે એક ગ્લાસમાં આવી ગયેલ બ્રેકફાસ્ટ. આજની ભાગદોડ વાળી જીંદગીમાં બ્રેકફાસ્ટનું મહત્વ ભુલાતું જાય છે, એવામાં વિવિધ પ્રકારના સ્મૂધી કે જે વિવિધ ફળ અને શાકભાજી ની સાથે સાથે પાણી કે દૂધ કે દહીં અને ક્યારેક થોડું ગળપણ ઉમેરીને બનાવાવામમાં આવતું પીણું છે, જે બ્રેકફાસ્ટ કે બપોરના નાસ્તાના સમયે ભારે મદદરૂપ બની શકે છે.

કિનોઆ અને ઓટ્‌સ આ વર્ષે વધુ ને વધુ વપરાશમાં આવી શકે છે. આ બંને અનાજ પશ્ચિમમાં ખૂબ જ પ્રખ્યાત છે, સાથે સાથે હવે ધીમે ધીમે ભારતમાં પણ તેમનું ચલણ વધ્યું છે. કીનોઆ એ સ્ટાર્ચ માટે ઘઉંનો શ્રેષ્ઠ વિકલ્પ છે, તો ઓટ્‌સમાંથી મળતા એન્ટી-ઓક્સીડેન્ટ કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.

આ ઉપરાંત સ્પાઈરલાઇઝીંગ, બાઉલ મિલ, આપ્પે, માઈક્રોવેવ રેસીપી અને પોપ-અપ રેસ્ટોરન્ટ પણ મહત્વના ટ્રેન્ડ તરીકે આગળ આવશે, પરંતુ એ બધા વિષે આગળ ક્યારેક વાત.

આજે અને આવતા અમુક અંકોમાં આપણે પણ આ ટ્રેન્ડસ જોઈશું, થોડા વધુ ઊંડાણમાં. આજે આપણે બે સ્મૂધીઝ જોઈશું જે રોજની ભાગદોડમાં ખૂબ જ ઉપયોગી થશે.

કેરેટ સ્મૂધીઃ

સામગ્રીઃ

૧ મધ્યમ ગાજર

૧/૨ કેળું, ટુકડા કરીને ફ્રીઝ કરેલું

૧/૨ કપ દૂધ

૧ કે ૨ અખરોટ

૧ ટેસ્પૂન ઓટ્‌સ

૧/૨ ટેસ્પૂન ખમણેલું કોપરૂં

૧/૪ ટીસ્પૂન તજ પાવડર

૧/૮ ટીસ્પૂન જાયફળ નો પાવડર

૧/૨ ટેસ્પૂન મધ

સજાવટ માટે કીસમીસ,કોપરૂં,અખરોટ,તજ

રીતઃ

એક બ્લેન્ડરમાં સજાવટ માટેની સામગ્રી સિવાયની બધી જ સામગ્રી ભેગી કરી એકરસ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો.

બરાબર ઠંડુ થવા દો.

ઠંડુ થઈ જાય એટલે ઉપરથી સજાવટ માટેની સામગ્રી ભભરાવીને ઠંડુ ઠંડુ સર્વ કરો.

સ્ટ્રોબેરી સ્મૂધીઃ

સામગ્રીઃ

૨૫૦ ગ્રામ પાકી સ્ટ્રોબેરી

૧ કપ દહીં

૧ ટેસ્પૂન મધ

રીતઃ

સ્ટ્રોબેરીને બરાબર સાફ કરીને બ્લેન્ડરમાં તેની પ્યુરી બનાવો.

તેમાં દહીં અને મધ ઉમેરી ફરીથી બરાબર બ્લેન્ડ કરી દો.

બરાબર ઠંડુ થવા દો.

ઠંડુ થઈ જાય ઠંડુ ઠંડુ સર્વ કરો.

નોંધઃ આ જ રીતે સ્ટ્રોબેરીની જગ્યાએ કેળું, નારંગી કે અન્ય કોઈપણ સીઝનલ ફ્રૂટ લઈને તેની સ્મૂધી બનાવી શકાય છે.

• આકાંક્ષા ઠાકોર •

મિર્ચી ક્યારો

• યશવંત ઠક્કર •

ટ્ઠજટ્ઠિઅષ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ગગા ટકાના સગા

જશુભાઈને ત્યાં કાઠિયાવાડથી એના ફોઈના દીકરાનો દીકરો રાજુ મહેમાન થઈને આવ્યો. જશુભાઈને મન તો જાણે આખો મલક પધાર્યો! બંને અલકમલકની વાતોએ ચડયા. નયનાબહેન રસોડામાં રસોઈ તૈયાર કરવા લાગ્યાં.

જશુભાઈ કેટલાયને યાદ કરી કરીને રાજુને એમનાં ખબરઅંતર પૂછવા લાગ્યા.

‘રાજુ, મનુભાઈનો શાંતુ શું કરે છે?’

‘ઈ તોપાછો સુરત ભેગો થઈ ગ્યો. એક વખત સુરતમાં રહ્યા હોય એને પછી બીજે નો ફાવે.’

‘દુકાન કરી હશે?’

‘દુકાન કરવી કાંઈ નનીમાના ખેલ છે? લારી કરી છે. રોટલા કાઢે છે.’

‘શેની લારી?’

‘ગાંઠિયાની. બીજા શેની હોય?’

‘ને ચુનીકાકાનો ગુણવંત?’

‘એનું ગાડું હાલ્યા કરે છે. એનેય બહાર તો નીકળવું છે પણ મેળ પડતો નથી.’

‘બહાર નીકળવું અઘરૂં છે.’

‘અઘરૂં એટલે વાત જ જવા દ્યો. દાવ અવળો પડે ને તો કયાંયના નો રહીએ. ઓલા અમરેલીવાળા માધવજી રામજીના દીકરા બબાને ઓળખોને?’

‘કોની વાત કરે છે? પ્રિયકાંતની?’

‘હા. ઈ તો કહેવાનો પ્રિયકાંત! એનું મૂળ નામ તો બબો. એણે અમદાવાદમાં મોટાપાયે રેડીમેડ કપડાંની દુકાન કરી. છ મહિનામાં તો ચકીબેન નાઈ રહ્યાં. આવ્યા પાછા.’

‘હવે?’

‘હવે ઈનું ઈ જ. ઈ તો સારૂં થયું કે અમરેલીમાં માધાવાજીબાપાએ ધંધો ચાલુ રાખ્યો’તો. નહિતર બબાભાઈ ક્યાંયના નો રહેત.’

....ને જીતુ આવ્યો. એણે રાજુભાઈને પ્રણામ કરીને ’જય શ્રીક્રૃષ્ણ’ કહ્યાં.

‘ગગા તું પગે તો લાગ્યો પણ મને ઓળખ્યો કે એમનમ જ ?’ રાજુએ જીતુની ઉલટતપાસ શરૂ કરી.

‘હું સમજ્યા વગર કોઈના પગમાં પડતો જ નથી. તમે મારા પપ્પાના ફોઈના દીકરાના દીકરા એટલે કે એમના ભત્રીજા અને મારા મોટાભાઈ થાઓ. બોલો મેં કશું ખોટું કહ્યું?’ જીતુએ અણીદાર સવાલ કર્યો.

‘એકદમ બરાબર હો. કહેવું પડે! ઘરના સંસ્કાર દેખાઈ આવે છે!’

‘સંસ્કાર આપનાર કોણ? આ મારા પૂજ્ય પિતાશ્રી જશુભાઈ.’ જીતુએ જશુભાઈનો વાંહો થાબડતા કહ્યું.

‘હું વડોદરામાં બધાં સગાવહાલાંને ત્યાં જઈને આવ્યો છું. પણ કોઈના ગગા મને ઓળખતા નથી. એક તું જ ભાયડો નીકળ્યો.’ રાજુએ પોતાનું અવલોકન પ્રગટ કર્યું.

‘એ બધા તમને ન ઓળખે. એ બધા ગગા ટકાના સગા છે!’ જીતુએ રહસ્યનું સર્જન કરતાં કહ્યું.

‘ગગા ટકાના સગા? આ વળી નવું! કોઈ પૈસા સગા હોય કોઈ લોહીના સગા હોય પણ ટકાના સગા?’ રાજુએ જિજ્ઞાસા દર્શાવી.

‘સાંભળો રાજુભાઈ. તમને વિસ્તારથી સમજાવું. એ બધા ગગા નાના હતા ત્યારથીજ એમના દિમાગ પર પરિક્ષામાં ટકા લાવવાનું દબાણ ઊભું થયેલું છે. તેઓ પરીક્ષામાં વધારે ટકા લાવે એ માટે એમના માબાપ તરફથી એમને ખાસ અધિકારો થયેલા છે. જેવા કે-ગગાઓએ ઘરનાં કામ નહીં કરવાં. એમને જે જોઈએ તે આપવું. પાણી માંગે તો દૂધ હાજર કરવું. એ લોકો વધું વાંચી શકે તે માટે શાંતી અને સુવિધાઓથી સગવડતાઓથી ભરપૂર જગ્યા પૂરી પાડવી. તેમજ સમાજમાં નાનામોટા પ્રસંગોમાં એમની ગેરહાજરી ચલાવી લેવી. વાતોડિયા સગાવહાલાંથી દૂર રાખવા. વગેરે વગેરે વગેરે.’

‘એમનું ભણતર ન બગડે એટલે. સારૂં ભણે તો લાઈન સારી પકડાયને? આજકાલ ભણતરનું મહત્ત્વ વધી ગયું છે. એટલે એમાં કાંઈ ખોટું નથી.’ રાજુએ પોતાની સમજદારી દાખવી.

‘હવે જો લાઈન સારી પકડવી હોય તો સગાવહાલા તો કામ લાગવાના નથી. કામ લાગે ટકા. ને એમાંય જો ગગા બોર્ડની પરિક્ષા આપવાના હોય તો તો માબાપ તરફથી સખત સૂચના આપી દેવાય છે કે - આખું વરસ ટકા સિવાય કોઈ બાબતનો વિચાર પણ કરવાનો નથી. ગમે તેમ કરીને ટકા લાવજો. ટકા હશે તો ટકશો. નહીંતર ઊભા રહેવાના ફાંફા પડશે.’

‘સાલુ આજકાલ ટકાની બોલબાલા બહુ વધી ગઈ છે. અમારે ત્યાં પણ આ જ રામાયણ છે. છોકરાં પાહે આપણને જય શ્રીકૃષ્ણ કહેવાનો ટાઈમ નથી.’

‘પણ અમારા ઘરમાં એ રામાયણ નથી.’

‘એમ?’

‘હા એમ. કારણ કે મેં મારા મમ્મી-પપ્પાને ચોખ્ખું કહી દીધું છે કે - મને મારી જવાબદારીનું સંપૂર્ણ ભાન છે. હું ભણવામાં ધ્યાન રાખીશ અને મારી તાકાત પ્રમાણે ટકા લાવીશ. માટે મને ટકા બાબત વારંવાર દબાણ કરીને ઘરનું વાતાવરણ ગરમ કરવું નહીં. ચાલો રાજુભાઈ, હું મારૂં લેશન પતાવું છું.’ જીતુ પોતાની આગવી અદાથી બોલ્યો અને ઝડપથી પોતાની રૂમમાં જવા લાગ્યો.

રાજુ તો જોઈ જ રહ્યો.

‘અને હા પપ્પા. જમતી વખતે મને બોલાવજો. આપણે બધાં સાથે જ જમીશું. મને એકલો ન પાડતા. અને રાજુભાઈ, તમે ઘણા વખતે આવ્યા છો એટલે યથાશક્તિ રોકાજો. મારૂં ભણવાનું બગડશે એવો ડર રાખશો નહીં. મને કોઈના લીધે ભણવામાં ભંગ પડતો નથી.’ જીતુએ જતાં જતાં પોતાની મરજી જાહેર કરી.

‘કાકા, તમે નસીબદાર છો કે તમારો દીકરો આવું બોલે છે. બાકી કોઈને ત્યાં મહેમાન થવા જેવું રહ્યું નથી. નાના તો બદલાઈ ગયા છે. પણ મોટાય લાચાર થઈ ગયા છે. બધા રોટલાના ચોર થઈ ગયા છે. એમાં દોષ કોઈનો નથી. પોતાનું જ ખાવાનું માંડ માંડ માંડ થાતું હોય ન્યા બીજાનો મેળ ક્યાંથી પડે?’ રાજુએ હરખ દાખવ્યો.

જશુભાઈએ રાજુને આગ્રહ કરીને રોક્યો. રાજુએ બે દિવસ રોકાઈને વડોદરા છોડયું. પણ એક નવી કહેવત એનાં મનમાં ઘર કરી ગઈઃ

ગગા ટકાના સગા !

• યશવંત ઠક્કર •