Hello Sakhiri : 11 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hello Sakhiri : 11

હેલ્લો સખીરી...

અંકઃ ૧૧

એપ્રિલ, ૨૦૧૬.

“આહ ! ઉનાળો... ઓહ ! સમર...”

(સખીઓનું ઈ-સામાયિક..)

વિવિધ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણીકા

•આહ્‌વાનઃ કુંજલ પ્રદીપ છાયા

•વિસ્તૃતિઃ જાગૃતિ વકીલ

•વાંચે સખીરીઃ જાહ્‌નવી અંતાણી

•હેય! વ્હોટસેપ?ઃ ગોપાલી બુચ

•રૂગ્ણાંલયઃ ડૉ. ગ્રીવા માંકડ

•સૂર, શબ્દને સથવારેઃ સૌમ્યા જોષી

•સાતમી ઈન્દ્રીયઃ અર્ચના ભટ્ટ પટેલ

•લૉ પંડિતઃ ર્શ્લોકા પંડિત

•નાની નિનિઃ કુંજલ પ્રદીપ છાયા

•પ્રતિભા સ્પર્ધાઃ પલ્લ્વી મિસ્ત્રી

આહ્વાન

કુંજલ પ્રદિપ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : કદ્બટ્ઠઙ્મીજ.ખ્તર્િેજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આહ્‌વાન

થર્મોમીટરનો પારો દિવસાદિવસ ઉપર ચડતો જાય છે. ૠતુ કઈ ચાલે છે એની ક્યાં કોઈને ચર્ચા કરવાની જરૂર છે? “કેવી ગરમી?” ખબરઅંતર પૂછવાને બદલે અરસપરસ તાપમાનની જ સાતા પૂછાય છે! ગજબ છે ને?

આ જીવતા જાગતા માણસની જાતમાં પણ કેવી અજાયબી ભરી છે! કડકડતી ટાઢમાં હુંફ ઝંખે અને બળબળતા તાપમાં શીતળતા માટે તડપે. ક્યારેક તો એવું લાગે કે વાતાવરણનાં ચઢાવ ઉતાર સાથે આપણાં સ્વભાવમાંય ફેરફાર થતો હોય. હા હા, જોવા જેવી થાય જ્યારે ભર ભપોરે કોઈ ડોરબેલ વગાડે અને ચંપલ પગમાં પહેર્યા વગર જ ઝાંપલાંનો આગળિયો ખોલવા જઈએ. ભલેને કોઈ પ્રિય વ્યક્તિ જ કેમ ન આવી હોય જરા વાર લોહી ઉકળી જાય કે આવા સમયે અવાય?

નજીવી વાતોમાં પણ ગરમ મિજાજ થઈ જતો હોય છે. તાપમાનનાં પારા સાથે સ્વભાવમાં પણ ઉકળાટ આવી તો જાય જાણે. સ્વભાવગત ઉશ્કેરાટનાં આવેગમાં લાગણીઓનું ભાષ્મીભવન થઇ જતું લાગે. ચોમેર જાણે અગનજ્વાળ વરસતી હોય અને ઠંડક માટે વલખાં મરાતાં હોય એમ દરેક જણ એકબીજાં સાથેની હુંસાતુંશી વચ્ચે પણ ગર્મસર્‌દ માહોલ ઈચ્છતા હોય છે લોકો. કોને બબાલ કરવી ગમે? કોને લડાઈઝગડામાં રસ હોય? છતાંય એવી પરિસ્થિતિમાં જાણેઅજાણે ગેરાઈ જવાય છે જ્યાં અગ્નીપરિક્ષા સમા નિર્ણયો લેવા પડે. ઉનાળાની ગરમીમાં એરકંડિશનરની હવાની તાતી જરૂરીયાત હવે બધે જ અને બધાંને જ થઈ પડી છે એવી રીતે ઉગ્ર થતા માહોલમાં પણ સમજણનું કંડીશનર પણ અતિ આવશ્યક થઈ ગયું છે. અને લગીરે કોઈ વાટાઘાટો કરવા કે સમાધાન કરવા વચ્ચે પડે તોયે એ પણ ગયું સમજો! દે ગુમા કે! ફટકેબાજીની ૠતુ આમ તો શિયાળો ઘણાંતી પણ હવે તો ટીટ્‌વેટીનાં જમાનાંમાં ધીરજથી બેટીંગ કરીને ઈનિંગ જીતવું અને સમજુતી સાથે સૌ કોઈનાં દિલડાં હરવાંની હામ ઘટતી જાય છે.

સ્માઈલ પ્લીઝપ.! ટેકનોલોજીનો ખૂબ આભાર કે ફોટો પાડવાની સુવિધા શરૂ થઇ. એ બહાને જરા સ્મીત તો ફરકાવી લે છે લોકો. બાકી તો આવતે જતે કોઇ જાણીતું પણ મળેને તોય જાણે મણનો ભાર હોંઠો પર હોય એમ બે હોંઠોનાં ખૂંણાં વચ્ચેનું અંતર માંડ ઘટે. કામ - ધંધા; ભણતરનો ભાર. જણતર અને પણતર વચ્ચે સૂડી વચ્ચે સોપારીની જેમ કતરણ થતો ભરથાર. રાજકારણથી કરીને કામવાળા સુધીની લપ આખો દિવસ ધમધમે.

રાતનાં પથારી ભેગાં થઇએ ત્યારે થાક + ચિંતા + તણાંવની પૂરેપૂરી ભેળપૂરી તમારા આરામનો અપચો કરવામાં મુખ્ય સામગ્રી છે. ઉચાટ અને ઉદ્વેગ તો નિંદરની પથારી ફેરવવા માટેનું શ્રેષ્ઠ કારણ અને સુખી જીવનનું અક્સીર મારણ! બેચૈની મેં કરાર શોધવા લોકો ઓનલાઈનની લાઈફમાં સલવાતા જાય છે અને વધુને વધુ એનાં દલદલમાં ખૂપતાં જાય છે.

આહા! ઓઅનલાઈનની દુનિયામાં ફેસબુક, વ્હોટસેપ, ટ્‌વીટર અને ઈન્સ્ટાગ્રામની જાહોજલાલીની સરખામણી તો થાય જ નહીં પણપ પણ.. પણ.. ઈન્ટરનેટનો છેડલો જાલીને એન્ડરોઈડનાં પ્રાંગણમાં એપ્લીકેશનની સગવતા ભરી જોય રાઈડમાં બેસીને માતૃભારતી નામની એપ્લીકેશન ડાઉનલોડ કરો એટલે તમને હથેળીમાં અઢળક વાંચન પ્રસપ્રચુર રસથાળ મળશે જેમાં હેલ્લો સખીરી નામનાં મેગેઝિનનો પણ આસ્વાદ માણવાનો લાહવો અચૂક લઈ શકાશે.

હેલ્લો સખીરી અંકઃ ૧૧. જોતજોતાંમાં બાર માસ પૂરા થશે હવે તો. સમયને ક્યાં મૂઠઠીમાં ઝકડી શકાય છે એ તો સરે છે અને સરકતો સરકતો સ્મૃતિનો સંપૂટ સર્જતો જાય છે.

આ અંકમાં સૌ પ્રથમ તો ચૈત્ર માસનું સ્વાગત કરીને અક્સીર બુટ્ટી લીમડા વીશે વિસ્તૃતિ લેખ વાંચવા જેવો છે. બે બાળકોનો સમાન ઉછેર અને સહોદર વચ્ચે માતાપિતાને ભેદભાવ ન થાય એની ચેતવણી અને સુજાવલક્ષી પુસ્તકનું વિહંગાવલોકન વાંચો વાંચે સખીરી લેખમાં

નાની ઉંમરમાં સાહિત્યની સાધનાં કરતી સખી ઈશીતા દવે સાથેની વાતો વાંચો; હેય! વ્હોટસેપ?માં. સ્ત્રીત્વનું સ્વાભિમાન પ્રતિક અને માતૃત્વનું મુખ્ય સેતુ સમાં સ્તન પ્રદેશને કેન્સર જેવા મહાભયંકર રોગ સામે કઈ રીતે પ્રતિસાદ આપવો વાંચો રૂગ્ણાંલય. નવું હોય કે જુનું રૂહાની હોય તો એ સંગીત અમરત્વ પ્રાપ્ત કરે છે. સૂર, શબ્દને સથવારે વાંચો નવોદિત ગાયક અરિજિત સિંહની દાસ્તાં.

હરે રામ હરે કૃષ્ણ.. નામ અનેક પણ પરમાત્મા એક જ. શ્રી કૃષ્ણનું કર્મ અને શ્રી રામનો ધર્મ આમ ભિન્ન અને આમ એકત્વ. આજનાં જમાનાંમાં કેટલું પ્રસ્તુત છે? વાંચો સાતમી ઈદ્રીય. ઘરની કુળવધુ એ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય. આજ લક્ષ્મીને હડધૂત કરીને ઘરેલુ હિંસાની સામે કેવાં કાયદાકીય પગલાં અંગે વાંચો લો પંડિત. નીનકડી નિનિ અને સખી મિની વેકેશન દરમિયાન શું કરે? કરાટે શીખે કે કથ્થક? વાંચો વાર્તા શૃંખલા નાની નિનિ.

માતાનાં ઉદરમાંથી જન્મેલ બાળક જ્યારે સંપત્તિને લઈને સામે વાર કરે ત્યારે જનની જગદંબાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે કેવી સ્થિતિ સર્જાય. વાંચો પ્રતિભા સ્પર્ધાની બીજી વાર્તા.

મનની ઈચ્છાઓ યોગ્યરીતે પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી ઉચાટ સંતાપ અને વલોપાત રહે છે. આંતરિક અવાજને સમજીને નકારાત્મકતાનું અંધકાર ચીરીને આશાસ્પદ નવપલ્લવિત જીવન રહે એવી મનોકામના સેવાય. ધોમધતા તાપમાં આરોગ્ય સુખાકારીની શુભેચ્છા સાથે હેલ્લો સખીરી અંકઃ૧૧ આપનાં શીતળતા બક્ષે એવા અપભિપ્રાયની યાચના સહ ડાઉન્લોડ કરીને વાંચવાનું આહ્‌વાન.

કુંજલ છાયા

વિસ્તૃતિ

જાગૃતિ વકિલ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘદૃિ૭૮૯૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વિસ્તૃતિ

ચૈત્રમાં કડવો લીમડો નરવો ઘણો!

પૂજ્ય કાકાસાહેબ કાલેલકર કહે છે :”ધાર્યું કામ પર પાડવા છતાં શરીરનું કોઈ અંગ ફરિયાદ ન કરે તે તંદુરસ્તીની નિશાની.”આયુર્વેદ શાસ્ત્રમાં લખ્યું છેઃ “ઈશ્વર પ્રાપ્તિ માટે બુઘ્ધિ નિર્મળ હોવી જોઈએ,બુઘ્ધિ નિર્મળ હોવા માટે શરીર નિર્મળ હોવું જોઈએ.” આપણા ગુજરાતી કેલેન્ડર મુજબ ચૈત્ર માસ અને અંગ્રેજી મુજબ એપ્રિલ મહિનો આવતા ગરમીની ૠતુ ચાલુ થાય અને એ સાથે આરોગ્ય પ્રત્યે કાળજી ન રાખીએ તો અનેક રોગોને પણ સાથે આમંત્રણ આપીએ છીએ. એમાય ખાસ છેલ્લા કેટલાક વર્ષોથી તો પ્રદુષણના અજગરના ભરડામાં પૂરી પૃથ્વી સપડાઈ છે ત્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનના પારા સાથે આપણા તન અને મન બેયનો પારો પણ ઉચો ચડતો જાય!!!! ખરૂં ને દોસ્તો? તો ચાલો આજે વાત કરીએ કેટલીક ઉપયોગી ટીપ્સની કે જે તમને ડોક્ટર પાસે દોડાવતા અટકાવી, નીરોગી રહેવામાં મદદ કરશે.

આમ તો આરોગ્યની વાત અત્યારે એટલે યાદ આવી કે આ મહિનામાં વિશ્વભરમાં સાતમી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવાય છે. થઇ હતી..ગત વર્ષોમાં મહા ભયંકર રોગો શીતળા,ક્ષય,મલેરિયાના સુક્ષ્મ જીવોનો નાશ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિશ્વભરમાં આરોગ્યની સુધારણા માટે ડબ્લ્યુ.એચ.ઓ.મહત્વની કામગીરી કરે છે.આ દિવસે લોકોને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા વિવિધ જગ્યાએ ચર્ચાસભાઓ,સેમીનાર,પ્રદર્શન, માર્ગદર્‌શન કેમ્પ વગેરે યોજવામાં આવે છે.

સમગ્ર સૃષ્ટિમાં આવેલા વનસ્પતિ,વૃક્ષો,માનવી,પશુ,પંખીઓ એકબીજાના અવિભાજ્ય અંગ છે. ખાસ તો લીમડો, પીપળો, વડ, આસોપાલવ, આંબો તો ધાર્મિક, આધ્યાત્મિક અને આરોગ્યલક્ષી, શોભાની દ્રષ્ટિએ આપણા જીવનમાં ખુબ અગત્યનું સ્થાન ધરાવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ ઘરના સંસ્કાર, પવિત્રતા અને ધાર્મિકતા વધારનાર આ વૃક્ષો આરોગ્યની રીતે પરમ ગુણકારી હોવાથી એમને આપની આસપાસ ખાસ સ્થાન મળ્યું છે.એમાં ય સર્વોપરી લીમડો આ ચૈત્ર માસમાં ખાસ યાદ કરાય છે. એની પાછળનું કારણ તેની વિશિષ્ટતા એ છે કે તમામ પ્રકારની અસુવિધાઓમાં પણ મસ્ત લહેરાતું આ વૃક્ષ આયુર્વેદમાં મહિમાવંત સ્થાન ધરાવે છે.મહષ્ર્િા ચરક, સુશ્રુત, ધન્વાન્તારી જેવા મહાન વૈદિકશાસ્ત્રીઓએ અનેક પ્રકારના રોગો મટાડવા માટે લીમડાને ઉતમ ઔષધ તરીકે સ્થાન આપ્યું છે. એ મુજબ લીમડો હલકો, શીતલ, કડવો, ગ્રાહી, કૃમિ, કફ, પિત, વમન, શોષ, વાત, વિશ, બળતરા, થાક, ખાસી, તાવ, તૃષા, ખોરાકની અરૂચિ, રૂધિરવિકાર, મધુમેહને નષ્ટ કરનાર છે. લીમડાના પાનમાં પ્રોટીન, કેલ્શિયમ, લોહ, વિટામીન એ ઉપરાંત બીજા તત્વો અને ખનીજક્ષાર પણ અધિક પ્રમાણમાં હોવા સ્તાહે અત્યારની ૠતુમાં તેના પર બેસતા મોર(ફૂલ)માં તો આ બધા જ તત્વો વિશેષ પ્રમાણમાં હોય છે,પાણીમાં તેમના મોટાભાગના દ્રવ્યો સરળતાથી શોષાય છે.લીમડાના બીજ (લીંબોળી)પણ અનેક રીતે ઉપયોગી છે.આમ લીમડાના બધા જ અંગો અનેક રીતે ઔષધીય ગુણ ધરાવતા હોવાથી આ દિવસોમાં આવી રીતે એનો ઉપયોગ જરૂર પડે તે રીતે કરીએ અને તંદુરસ્ત દીર્ઘાયુ ભોગવીએઃ

*વર્ષો જુનું દાદીમાના ઓશડીયા તરીકે જાણીતી વાત :ચૈત્ર માસમાં લીમડાના ૨૦ ગ્રામ મોરને લસોટી માટીના વાસનામાં રાત્રે પાણીમાં પલાળી સવારે ગાળી બે ચમચી સાકાર નાખી નરણા કોઠે નિયમિત સાત,ચૌદ કે એકવીસ દિવસ પીવાથી શરીરમાંથી ગરમી દુર થાય છે,ચામડી કાંતિવાન બને છે,રોગો સામે રક્ષણ મળવા ઉપરાંત ઉનાળાના અસહ્ય તાપથી બચી શકાય છે લુ સામે રક્ષણ મળે છે અને પાચનશક્તિ સુધરે છે.

*ચૈત્ર માસમાં લીમડાના મોર લીમડાના કુમળા લીલા પણ ૨૦ ગ્રામ અને કળા મારી ૧૦ નંગ સાથે લસોટીને પાણીમાં નાખી માટી કે કાચના વાસણમાં રાત્રે પલાળી સવરે ગાળી નરણા કોઠે પીવાથી શરીરમાં રહેલા રોગના જંતુઓ નાશ પામે છે.કોઈ પણ પ્રકારનો તાવ આવતો નથી અને મેલેરિયાના તાવ સામે રક્ષણ મળે છે.

*અનાજ સાચવવા માટે લીમડાના પાન જંતુઘ્‌ન અને પ્રીઝર્વેટીવનું કામ કરે છે.

*ફળોને કુદરતી રીતે પકવવા અને તેની મીઠાશ માણવા ઓરડામાં કે બોક્ષમાં તળિયે લીમડાના લીલા પણ પાથરી તેના પર ફળોનો થર એમ વારાફરતી થર કરી ૪ થી ૫ દિવસ બંધરાખવાથી કુદરતી રીતે પાકવ ઉપરાંત જીવજંતુ નાશ પામે છે અને ફળોની પૌષ્ટિકતા જળવાઈ રહે છે.

*લીમડાના પાનનો ધુમાડો મચ્છર અને જીવજંતુના નાશ માટે ઉતમ છે.તો લીમડાના પાનની રાખ કીડી, મકોડા, વાંદાને દુર કરવા ઉપયોગી છે.

આ થઇ કડવા લીમડાની વાત. પણ મીઠો લીમડો પણ પરમ ગુણકારી છે :રોગો સામે રક્ષણ આપવામાં ઓછો ગુણકારી પણ શરીરની તંદુરસ્તી સાચવવામાં અસરકારક છે.મીઠા લીમડાના પણ વઘારમાં તો સહુ વાપરે જ છે એ ઉપરાંત મીઠા લીમડાના તાજા પણ,લીલા ધાણા,ફુદીનાના પાન સરખે ભાગે લઇ,લીલા મરચા, લીંબુ ને યોગ્ય મસાલા પ્રમાણસર ઉમેરી બનાવેલી ચટણીના સેવનથી પાચનશક્તિ પ્રબળ બને છે,જઠર અને આતરડાની દીવાલને સાફ કરે છે,પાચિત ખોરાક આગળ વધે છે અને મળનો સરળતાથી નિકાલ થાય છે.

પણ મિત્રો એટલું ખાસ યાદ રાખવું જરૂરી છે કે દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે એટલે યોગ્ય ચિકિત્સકની સલાહ અનુસાર જ કોઈ પણ ઈલાજ કરવો...એ સાથે એટલું પણ યાદ રાખવું કે િીદૃીહર્ૈંહ ૈજ હ્વીંીંિ ંરટ્ઠહ ષ્ઠેિી. સહુ વાચકમિત્રોનું આરોગ્ય જળવાય એવી તંદુરસ્ત શુભકામના.

જાગૃતિ વકીલ

વાંચ સખીરી...

જાહનવી અંતાણી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘટ્ઠરહદૃૈટ્ઠહંટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વાંચે સખીરી

પુસ્તકનું નામઃ ‘હરીફાઇમુક્ત ભાઈબહેન.’

અનુવાદકઃ નરેન્દ્ર પંડયા

પ્રકાશકઃ એકલવ્ય એજ્યુકેશન પ્રકાશન, એલીસબ્રીજ, અમદાવાદ.

કેટલાક પુસ્તકો માત્ર વાંચવા માટે નથી હોતા. આમ મારા માટે તો કોઈપણ પુસ્તક માત્ર વાંચવા માટે જ નથી હોતું. એમાંથી કઈ ને કઇ જીવનપયોગી ભાથું મને મળતું જ રહેતું હોય છે, બસ પરખ હોવી જોઈએ. પરંતુ એટલું ખરૂં કે કેટલાક પુસ્તકો બધા માટે સંદેશો લાવનારા હોય છે કે એ પુસ્તકનો જીવનમાં કઈ રીતે અમલ કરી શકાય અથવા તો રોજબરોજના જીવનમાં એ પુસ્તકનું હાર્દ કોઈને કોઈ રીતે ઉપયોગી નીવડી શકે.

આ વખતે ‘વાંચે સખીરી’માં એવું પુસ્તક લીધું છે કે, જે માતાપિતા છે એમને એમની દ્રષ્ટિથી વાંચવું ગમશે. જે યુવાનો છે એ એમની પોતાની દ્રષ્ટિથી સમજવા આ પુસ્તક હાથમાં લેવા પ્રેરાશે. હવે વધુ રાહ ન જોવડાવતા ચલો, પુસ્તકનો પરિચય કરીએ.

આ વખતનું પુસ્તક ન્યુયોર્ક ટાઈમ્સનું શ્રેષ્ઠ વેચાણ ધરાવતું પુસ્તક છેઃ ‘જીૈહ્વઙ્મૈહખ્તજ ુૈંર્રેં ઇૈદૃટ્ઠઙ્મિઅ’. અંગ્રેજીમાં લખનાર બે લેખિકા એડીલ ફેબર અને એલેન મેઝલિશ છે. એ પુસ્તકનો અનુવાદ અમદાવાદના રિપબ્લિક હાઈસ્કૂલના ૩૧વર્ષ સુધી માધ્યમિક વિભાગમાં અંગ્રેજીના શિક્ષક તરીકે ફરજ બજાવનાર અને ‘એકસલેન્ટ એજ્યુકેશન એવોર્ડ-૨૦૦૧ મેળવનાર શ્રી નરેન્દ્ર પંડયાએ ‘હરીફાઈમુક્ત ભાઈબહેન’ નામે કરેલો છે.

લેખિકાઓ એ બાળમાનસ પર બીજા પણ એકબે પુસ્તક લખ્યાં છે. એમાં બાળકોમાં વૈમનસ્ય એવા વિષય પરનું પ્રકરણ ખુબ લંબાયું ત્યારે એ પ્રકરણને ટૂંકું ન કરતા આ પુસ્તકનું સર્જન કર્યું. કેમ કે બાળકોના પ્રશ્નો ખુબ જટિલ હોય છે અને વૈમનસ્ય વેરભાવ, હોય ત્યાં તો પૂછવું જ શું? આપણે સૌ મનમાં તો જાણીએ જ છીએ એ કે વૈમનસ્ય દુર કરવું સહેલું નથી. એ પણ બાળકો વચ્ચે.

સામાન્ય રીતે આપણે સૌ એવું માનીએ છીએ કે પરદેશમાં રહેતા લોકોમાં સંબંધોની સમજણ ઓછી અથવા તો નહીવત જોવા મળે છે. ત્યાં દરેક મા-બાપ અને દરેક બાળક સ્વંતંત્ર જીવન જીવે છે. પરંતુ આ પુસ્તક લખનાર બંને લેખિકાઓ એડીલ ફેબર અને એલેન મેઝલિશ ન્યુયોર્કની ‘ફેમીલી લાઈફ ઇન્સ્ટીટ્‌યુટ ઓફ લોન્ગ અઈલેન્ડ યુનીવર્સીટી’ની ભૂતપૂર્વ પ્રધ્યાપીકાઓ છે, વ્યાખ્યાનો પણ આપે છે અને ટેલીવિઝનનાં પ્રોગ્રામોમાં પણ ભાગ લે છે.

એકલવ્ય પ્રકાશન પ્રકાશક તરીકેની પોતાની નોંધમાં લેખિકાઓને ઉદેશીને લખે છે, “અંગ્રેજી પુસ્તક ‘જૈહ્વઙ્મૈહખ્તજ ુૈંર્રેં િૈદૃટ્ઠઙ્મિઅ’ વાંચ્યા પછી થયું કે બાળકોની સમસ્યાથી ચિંતિત અને હતાશા અનુભવતા ગુજરાતના તમામ બાળકોના માતાપિતાને તમારા વિચારો અને સૂચનો જાણવા મળે અને માર્ગદર્‌શન તેમજ વિચારવાની દિશા મળે એ હેતુથી આ પુસ્તકનો અનુવાદનો નિર્ણય લીધો.’

અનુવાદક શ્રી નરેન્દ્રભાઈએ સીધી અને સાદી ભાષામાં આલેખન કર્યું છે. જે હ્ય્દયમાં ઉતરી જાય છે. પુસ્તકમાં કુલ ૮ પ્રકરણોમાં જુદાજુદા ઉદાહરણો દ્વારા હરીફાઈ મુક્ત ભાઈબહેન કેમ કરવા એની વાત સમજાવી છે.

મિત્રો, સાચું કહેજો, આપણે સૌ અત્યારે જે જીવન જીવીએ છીએ એમાં તમને નથી લાગતું કે જાણે હરીફાઈ હરીફાઈ રમીએ છીએ? સ્પર્ધાત્મક વલણ આપણા સૌના જીવનમાં એટલી હદે પ્રવેશી ગયું છે; ઘરની બહાર તો શું ઘરમાં પણ જાણે એક હોડ લાગી છે! કદાચ બધાના ઘરમાં એવું ન હોય. પરંતુ એવું તો, આ લેખિકાઓ પણ માનતી હતી, તેમ છતાં એમના ઘરમાં પણ સ્પર્ધાત્મક વલણ જોવા મળ્યું અને એટલેજ તો આ પુસ્તક લખાયું. વાત જીવનની હોય કે શિક્ષણની, નોકરીની હોય કે ઘરની, વ્યક્તિઓમાં વ્યક્તિ નાની હોય કે મોટી, વિષય કોઈપણ હોય, સંજોગો કોઈ પણ હોય, બસ બધા મંડી પડયા છે, કે ‘મેરી સાડી તેરી સાડી સે સફેદ કયું?’ અથવા તો ‘મેરી કમીઝ તેરી કમીઝ સે સફેદ કયું?’ આ તો માત્ર ઉદાહરણ છે.

બાળક હોય તો એમને એવું થાય છે કે માતાપિતા સૌથી વધુ વહાલ મને કરે, શિક્ષક બસ મારી હોશિયારીના વખાણ કરે, રમતગમતમાં હું જ પહેલો આવું. અને માતાપિતા હોય તો બસ... મારૂં જ બાળક આગળ રહે... આવું જાણ્‌યે અજાણ્‌યે આપણે સૌ કરતા રહીએ છીએ. આવું બધું ન થાય એવું તો કદાચ શક્ય નથી પરંતુ પણ ઓછામાં ઓછુ થાય એવા પ્રયત્નો અને માર્ગદર્‌શન આ પુસ્તક પૂરૂં પાડે છે.

પ્રથમ પ્રકરણમાં બાળકોમાં આ હરીફાઈનું ઉદ્દભવસ્થાન ક્યાં છે એ વિશે લખ્યું છે. ‘બાળકોના મનમાં આ હરીફાઈની શરૂઆત માતા-પિતાનો સંપૂર્ણ પ્રેમ પામવાની અપેક્ષા છે. એકદમ ઝીણી માત્રામાંથી આ અપેક્ષા વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. કેમકે માતા પિતાના પ્રેમ વડે બાળક હુંફ અને સુરક્ષિતતા મહેસુસ કરે છે. એથી સૌથી વધુ પ્રેમ માતાપિતાનો જે તે બાળકને જ મળે એવું બાળક દ્રઢપણે માનવા માંડે છે. પોતાના જ ભાઈ બહેન વચ્ચે વહેંચાતો પ્રેમ બાળકના મનમાં સંઘર્ષ પેદા કરે છે. એથી પોતાની સમગ્ર શક્તિ એવી કામે લગાડે છે કે જેથી માતાપિતાની દ્રષ્ટિમાં એ બાળકનું મહત્વ રહે.

આ રીતે આખા પુસ્તકમાં બાળકોને વિભિન્ન માવજત આપવા છતાં અન્યાય ન થાય તેની તકેદારી રાખવાની અમુક પદ્ધતિઓ દર્શાવી છે. બાળકોની સમસ્યામાં સંડોવાયા સિવાય તેમની લડાઈમાં દરમ્યાનગીરી કઈ રીતે કરવી. જ્યારે કોઈ વસ્તુ માટે બે બાળકો ઝગડે ત્યારે કઈ રીતે માએ દરમ્યાનગીરી કરવી એ વ્યંગચિત્ર દ્વારા સરસ રીતે સમજાવ્યું છે. આવું થાય ત્યારે માતાપિતા પાસે બે ઓપ્શન હોય છે, વાલી અંતિમ નિર્ણય કાં તો બાળક પર છોડે છે. અથવા તો એક બાળકને ટેકો આપીને નિર્ણય એલોકો પર છોડી દે છે. ત્યારે જે બાળકને ટેકો આપે છે એ બાળક પોતાની સમજણ દ્વારા સાચો નિર્ણય લઇ શકે છે.

આખા પુસ્તકમાં ઘણા ઉદાહરણો દ્વારા આ બધી વાતો સમજાવવામાં આવી છે. વાલીઓએ પોતાના બાળપણમાં અનુભવેલું એટલે કે પોતાના ભૂતકાળની અસર બાળકો પર થવા દેવી જોઈએ નહિ.

ભાઈબહેન અથવા પોતાના બાળકોની સરખામણી કઈ રીતે કરવી એની સમજ પણ માતાપિતાને આપી છે. એમની નકારાત્મકતાને કઈ રીતે સમજવી અને એને કઈ રીતે અભિવ્યક્ત કરાવવી એની સમજ પણ સુંદર રીતે આલેખી છે.

આમ એકંદરે આ પુસ્તક એક અનોખી સમજણ પૂરી પાડે છે. જેમને અર્પણ થયું છે ‘મોટા થઇ ગયેલા એ બધાં જ ભાઈબહેનોને કે જેમનામાં આજે પણ એક મૂંઝાયેલું બાળક જીવંત છે.’ એવા આપણે સૌએ વાંચવું જરૂરી છે.

જાહ્‌નવી અંતાણી

હેય! વ્હોટસેપ?

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

હેય! વ્હોટસેપ?

ભાવનગરમા રહેતાં કવયિત્રી ઈશીતા દવે. હજી તો યુવા વયમાં પ્રવેષ કર્યો ન કર્યો ત્યાં તો યૌવન વિંઝે પાંખને સાર્થક કરી બતાવી દીધું.માત્ર ત્રેવીસ વયની ઉમરે ૪૨ એવોર્ડ મેળવનાર ઇશિતાની ઉમર એવડી નાની છે કે એને પુછવું તો પણ શું પુછવું ?પણ,એણે આપેલાં સવાલોના જવાબમા એની પરીપક્વતા ઝળકે છે.

આવો,એક રાઈનો દાણો કેટલુ વિરાટ અસ્તિત્વ ધરાવે છે એ જોઈએ.

ગોપાલીઃ કઈ ઉંમર હતી જ્યારથી સર્જન તરફની ગતિ થઈ?

ઈશીતાઃ મે ૯ વર્ષની ઉંમરે પ્રથમ ગઝલ લખી હતી. શરૂઆતમાં ન છંદની સમજ હતી, ન લયની. મનમાં જે કંઈ સુઝતું એને ગઝલમાં ઢાળવાની કોશિશ હતી, પણ બે- ત્રણ વર્ષમાં છંદ અને લય આવવા લાગ્યા. રચનાઓ લખાતી ગઈ. ગદ્ય અને પદ્યનાં સ્વરૂપોની સ્પષ્ટ સમજ આવતી ગઈ, તેમાં લખાતું ગયું અને હજી લખાતું રહે છે.

ગોપાલીઃ ક્યું પરિબળ છે જે લખાવે છે?

ઈશીતાઃ ક્યારેય કોઈ એક પરિબળને જવાબદાર ન ગણાવી શકાય... લેખન પાછળ ઘણા પરિબળ જવાબદાર હોય છે. ૯ વર્ષની ઉંમરે લેખનની શરૂઆત કરી ત્યારે કોઈ પરિબળ કે લક્ષ્ય હતું જ નહીં માત્ર લખવું એવી ઈચ્છા હતી. આજે ઈચ્છા સાથે સભાનતા ભળી ગઈ છે. આમ પણ કાગળ ઉપર જાતને વહેતી કરી દેવાથી હળવાશ અનુભવાય છે. મિત્રો પુછે છે કે શું નવું લખાયું? મારા મમ્મી- પપ્પા જાગૃત રીતે નવું શું લખાય છે, કેવું લખાય છે એની માહિતી મેળવતા રહે છે, સગવડતા કરી આપે છે એટલે લખાય છે.

ગોપાલીઃ બહુ નાની ઉંમરે ઘણું પામી લીધું એવું ક્યારે લાગે છે?

ઈશીતાઃ ૨૩ વર્ષની ઉંમરે ૪૨ એવોર્ડ મેળવ્યા છે એનો આનંદ છે પણ કશું પામી હોવ એવું લાગતું નથી. કારણ કે બહુ સભાનતાથી હું એ લાગણીને મારાથી દૂર રાખુ છું. છતાં પત્રો કે ફોન દ્વારા પ્રતિભાવ મળે છે ત્યારે આનંદ થાય છે. કોઈ કામ સારી રીતે પાર પાડયાની અને એક અલગ છાપ ઉભી કર્યાની લાગણી થઈ આવે છે. છતાં મારી જાતને સતત ટોક્યા કરૂં છું કે જે કંઈ કર્યું છે, મેળવ્યું છે એ પુરતું નથી, હજી ઘણું કરવાનું બાકી છે. બાકી તો જે કંઈ મેળવ્યું છે તેનો સંતોષ છે, આનંદ છે

ગોપાલીઃ આ પ્રગતિમાં સોશ્યલ મિડિયાનો ફાળો કેટલો છે?

ઈશીતાઃ ઘણો ફાળો છે. મારા કામની જે રીતે ન્યુઝ પેપર, ટીવી, રેડિયો, મેગેઝીન વગેરે નોંધ લઈ રહ્યા છે તેનો આનંદ છે. સોશ્યલ મિડિયા ન હોત તો મારી રચનાઓ, મારી વાત કેટલા લોકો સુધી પહોંચી હોત તે કહેવું મુશ્કેલ છે. મારી આ પ્રગતિમાં સોશ્યલ મિડિયાનો ઘણો ફાળો છે અને એ માટે હું એમની આભારી છું.

ગોપાલીઃ કવિ તરીકે કશું કહેવું છે?

ઈશીતાઃ કશું કહેવું નથી. દરેક લોકોનો પોતાનો દ્રષ્ટિકોણ હોય છે; વિચાર હોય છે; પરિપક્વતા હોય છે. અને લોકો એ મુજબ જ વર્તે છે. મને તમામ લોકોની બુઘ્ધિ અને પરિપક્વતા પર વિશ્વાસ છે એટલે કશું કહેવું નથી.

ગોપાલીઃ હવે પછીનાં કાર્યો ક્યાં ક્યાં?

ઈશીતાઃ ઘણી લાંબી યાદી છે. પણ હજી અભ્યાસ કરૂં છું એટલે એ કારકિર્દીને આગળ વધારવાની છે. તેમાં સારા ગુણાંકો મેળવવાનાં છે. રસનાં થોડા વિષયો છે જેના પર સંશોધન કરવાની ઈચ્છા છે. મારી રચનાઓ જે બીજા વખાણે છે પણ મને ક્યારેય એ રચનાઓ પ્રત્યે સંતોષ નથી થયો. તો એવી કૃતિ રચવી એ જ મારા માટે સૌથી મોટું કાર્ય છે.

હેલ્લો સખી રી......... વાંચ્યું કે નહીં? તો, નક્કી કે આપણે પણ કૈંક એવું કરવું કે દુનિયાએ નોંધ લેવી પડે. જે રીતે અવડીક અમથીક છોકરીની આપણે લીધી. આપણા સૌ તરફથી ઇશીતા દવેને એનાં તેજશ્વી ભવિષ્ય માટે શુભકામના.

ગોપાલી બુચ

રૂગ્ણાલય

ડો. ગ્રીવા માંકડ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ૈહર્કજ્રર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

રૂગ્ણાંલય

સ્તનની સાદી ગાંઠ (ફાઈબ્રોએડીનોમા)

સ્તનમાં જોવા મળતી કેન્સર રહિત એટલે કે સાદી ગાંઠને ફાઈબ્રો એડીનોમા કહેવામાં આવે છે. આ ગાંઠ એ સ્તનની ગ્રંથીના કોષ પેશીઓની જ બનેલી એકદમ સામાન્ય કહી શકાય એવી ગાંઠ છે .

સામાન્ય રીતે ૧૫ થી ૩૫ વર્ષની ઉમરની સ્ત્રીઓમાં આ પ્રકારની ગાંઠ જોવા મળે છે .

૩૦ વર્ષથી નાની ઉમરની સ્ત્રીઓમાં જોવા મળતી ગાંઠો પૈકી ફાઈબ્રોએડીનોમા એ સૌથી સામાન્ય રીતે જોવા મળતી ગાંઠ છે .

ફાઈબ્રોએડીનોમાના લક્ષણોઃ

આ પ્રકારની ગાંઠ એ કોઈ વાર એક જ ગઠઠા તરીકે જોવા મળે તો કોઈ સ્ત્રીમાં એક કરતા વધુ ગઠઠા ના જાળા સ્વરૂપે અને એવુ બંને સ્તનમાં પણ જોવા મળી શકે.

આ પ્રકારની ગાંઠ એ સ્ત્રીમાં કાર્યરત અંતઃસ્ત્રાવ ઈસ્ટ્રોજનની અસરથી ખુબ જોવા મળે છે. અમુક અવસ્થાઓમાં એ ગાંઠની સાઈઝમાં વધ ઘટ જોવ મળતી રહે છે. છોકરીમાં માસિકધર્મ શરૂ થાય એ સમય -ગાળા થી માંડીને એની પ્રજનનક્ષમ ઉમર દરમિયાન આ પ્રકારની ગાંઠ જોવા મળતી હોય છે. ઉપરાંત, દર મહીને માસિક આવતા પહેલા તેમજ જે સ્ત્રીને આ પ્રકારની ગાંઠ હોય તો એ સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન એ ગાંઠના માપમાં વધારો થતો જોવા મળે છે.

એ ગાંઠ નો માપ ૧ સેમી થી લઈને કેટલાક કેસ માં ૫ સેમી કે તેથી વધુ પણ હોય છે

એ ગાંઠ નીચે મુજબની લાક્ષણીક્તાઓ ધરાવે છે

સ્તનની ત્વચા નીચે સહેલાઈથી ફરી શકે,

દુખાવા રહિત ,

રબ્બર જેવી

ફાઈબ્રોએડીનોમાના કારણોઃ

આપણે અગાઉ જોઈ ગયા એમ ફાઈબ્રોએડીનોમા પ્રકારની ગાંઠનું કોઈ ચોક્કસ દેખીતું કારણ જણાયું નથી. હા, અલગ અલગ અવસ્થાઓમાં એના માપમાં થતી વધ ઘટ એ ઈસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ને આભારી છે. ૧૦% કેસીસમાં આ પ્રકારની ગાંઠ જાતે જ નાની થઇ મટી જતી જણાઈ છે અને ૨૦% કેસીસમાં એ મટીને ફરીથી નવી થતી પણ જોવા મળે છે.

સ્ત્રીની મેનોપોઝ (માસિકધર્મ સદંતર પૂરૂં થયું હોય એવો સમયગાળો) અવસ્થામાં ભાગ્યેજ ફાઈબ્રો એડીનોમા જોવા મળે છે.

ફાઈબ્રોએડીનોમાના ઉપાયોઃ

આમતો ફાઈબ્રોએડીનોમા પ્રકારની ગાંઠમાં અન્તઃસ્ત્રવી વધઘટ ને પરિણામે ફેરફારો થતા રહેતા હોય છે .સૌ પ્રથમ તો ગાંઠની જાણ થાય કે તુરંત જ ડોક્ટર પાસે તેના માપ વગેરેનું અવલોકન કરાવી લેવું જોઈએ .ઉપરાંત સમયાંતરે તેના માપમાં કોઈ ફેરફાર થાય છે કે નહિ એ પણ ચોક્કસપણે જાણતા રહેવું જરૂરી બની રહે છે.

આમતો સમયાંતરે દરેક સ્ત્રીએ જાતે શરીરના એ ભાગમાં કોઈ ફેરફાર જણાય તો અવલોકન કરતા રહેવું હિતાવહ છે. એ માટે આગળની બાજુ છાતીનો ભાગ નમેલો રહે એ રીતે થોડા ઉંધા નમી હાથ વડે ચરબી વાળા ભાગમાં દરેક જગ્યા એ દબાણ આપી ચકાસી શકાય. દબાવવાથી ઉપર જણાવ્યું એમ કોઈ પ્રકારે દુખાવો કે ગાંઠ જેવી કોઈ શક્યતા જણાતી હોય તો ડોક્ટરનું જરૂરી માર્ગદર્‌શન લઇ શકાય. એ ગાંઠનો માપ, તેમજ તેની જગ્યાને લીધે થતા દુખાવાને આધારે ઘણા ડોક્ટર્સ ઓપરેશન કરાવવાની સલાહ આપતા હોય છે પરંતુ એ ફરી થઇ જવાની શક્યતાઓ પણ પછી ઉભી જ રહે છે. હવે વાત કરીએ હોમિયોપેથીની

હોમિયોપેથીમાં આ પ્રકારની ગાંઠનો ચોક્કસપણે એકદમ અકસીર ઈલાજ શક્ય છે, જે ગાંઠને સદંતર મટાડી શકે છે. એટલું જ નહિ, મટ્‌યા પછી ફરી ગાંઠ થઇ જવાની શરીરની તાસીરમાં પણ હોમિયોપેથીક દવા જડમુળથી જ ફેરફાર લાવી શકે છે.

શરીરમાં આ પ્રકારે થતી ગાંઠ એ પણ વ્યક્તિનું અગત્યનું પ્રકૃતિગત લક્ષણ છે .અહી વ્યક્તિને થતા પ્રકૃતિગત રોગોમાં જડમુળ થી ઠીક થાય એ રીતે અપાતી સારવાર હોમિયોપેથી દ્વારા જ શક્ય બનતી હોય છે .ઉપરાંત સ્ત્રીના જીવનમાં અલગ અવસ્થાઓમાં અન્તઃસ્ત્રવોના પ્રમાણ તેમજ કાર્યમાં ખુબ ફેરફારો થતા રહેતા હોય છે એમાં જો કોઈ ખલેલ પહોચે તો એને પહોચી વળવા માટે પણ એવી ઘણી દવાઓ હોમિયોપેથી માં છે જ.

આ પ્રકારની ગાંઠ એ કેન્સર જ છે કે એને લીધે કેન્સર સંભવી શકે છે એવી માન્યતાને ભૂલથી પણ નોતરૂં દઈ ન બેસતા. એવી માન્યતા રાખવાથી મૂળ સમસ્યાનું સમાધાન તો ઠીક પણ ચિંતાપ્રેરિત નવી સમસ્યા જરૂરથી ઉભી થઇ શકે.

ડો. ગ્રીવા માંકડ

સૂર, શબ્દને સથવારે

સૌમ્યા જોષી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘજટ્ઠેદ્બઅટ્ઠ૭૬૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સૂર, શબ્દને સથવારે

ભીગી ભીગી સડકોપે મેં, તેરા ઇન્તઝાર કરૂં;

ધીરે ધીરે દિલકી ઝમીંકો તેરે હી નામ કરૂં..

ખુદ કો મેં યું ખો દૂં

કે ફિર ના કભી પાઉં

હૌલે હૌલે ઝિંદગી કો

અબ તેરે હવાલે કરૂં

સનમ રે... સનમ રે...

તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ’સનમ રે’નું શીર્ષક ગીત સાંભળતા જ ભીનાં ભીનાં સ્પંદનો હ્ય્દયમાં જાગવા લાગે છે. આપણી ફિલ્મોમાં શરૂઆતથી જ પ્રણયની નાજુક અનુભૂતિ અને તેના એકરારની વાતો કહેતાં એકએકથી ચડિયાતા એવાં એવાં ગીતો આવ્યાં છે કે જે સમયની સીમાને વળોટીને પેઢી દર પેઢી સુધી સંગીતચાહકોનાં હ્ય્દયમાં ગૂંજતા રહ્યાં છે. જો કે, આજના મારફાડ અને ઘોંઘાટીયા સંગીતના યુગમાં ’પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ’ જેવું ’ઓલ ટાઇમ હીટ’ ગીત બંધ આંખે પણ સાંભળો અને એક છત્રી નીચે પલળતા હીરો હિરોઈનના માસૂમ ચહેરા પર પ્રગટતાં નિર્દોષ પ્રેમના નાજુક સંવેદનો નજર સમક્ષ તરવરી ઉઠે એવા ગીતો બહુ જ ઓછા પ્રમાણમાં સાંભળવા મળે છે. પણ આ જ ગીતના અંતે શૈલેન્દ્ર લખે છે તેમ, મૈં ના રહૂંગી, તુમ ન રહોંગે, ફિર ભી રહેંગી નિશાનિયાં... ખરેખર એવા કેટલાક ગીતો હજુ યે આપણી વચ્ચે જન્મે છે કે સાચેસાચ પ્રેમની આ સુકોમળ નિશાનીઓ હજુ બાકી રહી છે એ વાતની ખાત્રી થયા કરે. અરિજિત સિંહે ગાયેલું ઉપરોક્ત ગીત સાંભળતા આવી જ લાગણી થયા વિના ન રહે.

બીજી એક વાત એ પણ ધ્યાનમાં આવે છે કે ગીતો લોકપ્રિય બને છે, યાદ રહે છે, લોકોના દિલોદિમાગમાં ગૂંજતા રહે છે, તેમાં એક મોટો હિસ્સો ગાયકનો પણ છે. એ હકીકત છે કે ગીતની સફળતાનું શ્રેય સૌથી વધુ ગાયક મેળવે છે. કદાચ એટલે જ આ ક્ષેત્રે તક ઝડપી લેવા નવી નવી પ્રતિભાઓ ખૂબ આતુર હોય છે. તાજેતરમાં જ એક ટીવી ચેનલ પર શરૂ થયેલા સંગીતવિષયક રિયાલિટી શોમાં ઓડિશન માટે ઉમટેલી હજારોની ભીડ જોઈએ તો ખ્યાલ આવ્યા વિના ન રહે કે આ ક્ષેત્રે કીર્તિ અને કલદાર કેટલા માતબર પ્રમાણમાં મળતાં હશે! જો કે એ પણ હકીકત છે કે આવી પ્રતિયોગિતામાં વિજેતા બની જવા માત્રથી સફળતા મળી જતી નથી. વિજેતા ખોવાઈ જાય છે તો ક્યારેક પાંચમા છઠઠા ક્રમેથી સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયેલા અરિજિત સિંહ જેવા ગાયકો પોતાની પ્રતિભાના બળે કામ, નામ, દામ બધું જ મેળવી લે છે.

૨૫ એપ્રિલ, ૧૯૮૭ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદના ઝિયાગંજ પરગણામાં શીખ પિતા અને બંગાળી માતાને ત્યાં જન્મેલા અરિજિત સિંહને સંગીત માતૃ પક્ષેથી વારસામાં મળ્યું છે. માતા અને નાની બંને શાસ્ત્રીય સંગીતના જાણકાર. એમને ગાતા સાંભળી સાંભળીને જ અરિજિતના મનમાં સંગીત પ્રત્યે રૂચિ ઉત્પન્ન થઇ. માતા અને મામા એ બંને તબલાંમાં પણ પ્રવીણ! એટલે એ વિદ્યા પણ અરિજિતને સહજ સુલભ થઇ. કોલેજનો અભ્યાસ કરતા કરતા ઘરના લોકોના પ્રોત્સાહન અને પ્રેરણા થકી અરિજિતે સંગીતની વ્યવસાયિક તાલીમ લેવાનું પણ ચાલુ રાખ્યું. અલગ અલગ ગુરૂઓ પાસેથી શાસ્ત્રીય સંગીત, તબલાંવાદન, રવીન્દ્ર સંગીત તેમજ પાશ્ચાત્ય સંગીતની તાલીમ મેળવીને પાર્શ્વગાયન માટે જરૂરી તમામ વિદ્યાઓમાં પારંગત થયેલા અરિજિતને હવે રાહ હતી તો બસ એક તકની, પોતાનું કૌશલ્ય દુનિયા સમક્ષ જાહેર કરવા માટે એક વિશાળ મંચની. અને બહુ જ જલ્દી આ સુવર્ણ અવસર અરિજિત સામે આવીને ઉભો રહ્યો.

પુનરાવર્તનને લીધે આજે કદાચ જેમની ચમક ઓછી થઇ ચૂકી છે એવા સંગીતના રિયાલિટી શોઝનો એ શરૂઆતનો તબક્કો હતો. ભારતીય ટેલિવિઝન પર દર્શાવાતા કાર્યક્રમોમાં મોખરાનું સ્થાન ધરાવતા આવા જ એક કાર્યક્રમ ’ફેમ ગુરૂકુલ’માં અઢાર વર્ષના અરિજિતે ભાગ લીધો. દર્શકોની અપાર ચાહના અને શાસ્ત્રીય સંગીતનો ’બેઝ’ ધરાવતી કાબિલેતારીફ ગાયકી છતાં સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયેલાં અરિજિતના નસીબમાં નિયતિએ કંઈક જુદું જ લખી રાખ્યું હતું, એની એને ખુદનેય ક્યાં ખબર હતી! બહુ જ થોડા સમય પછી ફેમ ગુરૂકુલ અને એવા જ અન્ય એક કાર્યક્રમ ઇન્ડિયન આયડોલના વિજેતા-ઉપવિજેતા સ્પર્ધકો વચ્ચે એક ઓર જબરજસ્ત સંગીતમય મુકાબલો યોજવામાં આવ્યો. ’દસ કે દસ લે ગયે દિલ’નામના આ કાર્યક્રમમાં વિજેતા બનેલા અરિજિતનૂં સફળતા તરફનું આ પ્રથમ પગલું હતું. ત્યારબાદ શંકર-એહસાન-લોય, વિશાલ-શેખર અને મીઠુન જેવા સંગીતકારોના સહાયક તરીકે કામ કરવા માંડયું.

૨૦૧૧માં આવેલી ફિલ્મ મર્ડર ૨ના ગીત ’ફિર મહોબ્બત’થી અરિજિતની પાર્શ્વગાયક તરીકેની કારકિર્દીના શ્રીગણેશ થયા. ત્યારબાદ એજન્ટ વિનોદ, શાંઘાઈ, બરફી જેવી ફિલ્મો માટે અરિજીતે સુંદર અર્થપૂર્‌ણ ગીતો ગાયાં. પણ હજુયે અરિજિતની કારકિર્દીને જોઈએ એવો ઉઠાવ મળતો ન હતો. ૨૦૧૩માં આવેલી આશિકી-૨માં તેણે ગાયેલા ’તુમ હી હો’ ગીત માટે અરિજિતને શ્રેષ્ઠ પુરૂષ ગાયક તરીકેના ફિલ્મફેર એવોર્ડ સહીત અન્ય કેટલાયે નામાંકન પ્રાપ્ત થયા. હિન્દી ફિલ્મસંગીતના ઇતિહાસમાં એક નવા સિતારાનો ઉદય થયો. આશિકી-૨ બાદ પાછું વાળીને જોયા વિના અરિજિતે સફળતાનાં એક પછી એક સોપાન સર કરવા માંડયા.

તમામ ટોચના સંગીતકારો સાથે કામ કરી ચૂકેલા અરિજિતે હિન્દી ઉપરાંત મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ અને બંગાળી ભાષામાં પણ ગીતો ગાયા છે. સુંદર અર્થપૂર્‌ણ ગીતોને અવાજના માધુર્ય થકી લોકોના હ્ય્દય સુધી પહોંચાડનાર અરિજિતની ગાયકીને સલામ!

સૌમ્યા જોષી

સાતમી ઈદ્ગિય

અર્ચના પટેલ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘરટ્ઠટ્ઠિ૨૪૦૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સાતમી ઈન્દ્રીય

‘‘ભીડ પડી જબ ભક્ત પુકારે દૂર કરો પ્રભુ દુખ હમારે

દશરથ કે ઘર જન્મે રામ પતિત પાવન સીતારામ.’’

રામ, નામ જ કેટલી હાંશ આપે છે, તમે એકવાર રામ બોલો અને બીજીવારમાં હાંશ બોલી જુઓ, રામ નામમાં જેટલી હાંશ મળે છે એટલી હાંશ તમને ખરેખર હાંશ માં પણ નહીં જ મળે, મારો તો આ સ્વયમ અનુભવ છે. નાગરની દિકરી છું એટલે ઈષ્ટદેવ મારો પહેલેથી જ મહાદેવ રહ્યો છે, પણ હા અનુરાગ મને હંમેશા રામથી જ રહ્યો છે એમાં બેમત નથી. રામને કંઈ મૂલવવાનાં થોડી હોય? પણ હા રામને ઓળખવા ખૂબ જ સહેલાં છે, કૃષ્ણજન્મમાં પૂર્ણ પુરૂષોત્તમ તો નારાયણ રહી ચૂક્યાં, પરંતુ એમાં ઘણાં એવાં એમનાં કર્તવ્ય આવ્યા કે એમણે જૂઠનો સહારો પણ લીધો, અને એટલે જ કદાચ યેન કેન પ્રકારેણ, સામ, દામ, દંડ અને ભેદની નિતીને જાણનાર એવાં ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણપુરૂષોત્તમ કહેવાયા, એનાં પછી વારો આવે છે મર્યાદા પુરૂષોત્તમ એવા રામ નો, હા તેઓ મર્યાદા પુરૂષોત્તમ પણ એટલે જ તો કહેવાયાને કે પોતાનાં જીવનનાં દરેક કર્તવ્ય તેમણે પોતાની મર્યાદામાં રહીને જીવી જાણ્‌યા, કહો કે બખૂબી નિભાવ્યા.

જન્મ પછી બાલ્યાવસ્થામાં જ તેમણે રાજમહેલનો ત્યાગ કર્યો, અલબત્ત મુનિગણોની સેવા માટે, પરંતુ તેમનું કર્તવ્ય વિશ્વામિત્ર એ તેમને સમજાવ્યું અને તરત જ તેઓ પોતાનો ધર્મ નિભાવવા ચાલી નિકળ્યા, એવું ને એવું ફરીવાર..... અવધપુરીથી જ્યારે જાનકીને સ્વયંવરમાં જીતીને આવે છે તરત તરત જ તેમનાં રાજ્યાભિષેકની વાત થાય છે, આખું જગત જાણે જ છે કે પિતાનું વચન અને માતા કૈકેયીની ઈચ્છાને માન આપીને તેઓ રાજપાટનો ત્યાગ કરીને વન સંચર્યા, એક હરફ પણ ન ઉચ્ચાર્યો મુખમાંથી, આટલો આદર્શપુત્ર શું આજે જોવા મળે ખરો ?

અત્યારેતો આપણે ત્યાં બાળક જન્મે છે ત્યારે કાનો આવ્યાનાં વધામણાં, ઠેરઠેર તેના પેંડાનાં વહેંચણ અને એજ કાનો મોટો થઈને પાનના ગલ્લે ઉભો રહીને આવતી જતી ગોપીઓની છેડતી કરી માબાપનાં સંસ્કાર તો લજવે જ છે સાથે સાથે માતાપિતાની એ આસ્થાને પણ લજવે છે જે શ્રદ્ઘાથી એમણે પોતાનાં પુત્રને કાનો કહી બોલાવ્યો હશે. કેમ આપણે ક્યારેય રામની ઈચ્છા નથી કરતાં ? કે મારે ઘેર પુત્રનું પારણું બંધાય તો મારે ઘેર રામજન્મ હોય, કારણ બસ આપણે એક એવી સંકુચિત મનોવૃત્તિ લઈને બેસી ગયાં છીએ કે રામ હોય તો બિચારાને વન જવું પડે, અરે ભલા માણસ, એવું કેમ નથી વિચારતાં કે આપણે ઘેર રામ જન્મ થાય, પોતાની કર્તવ્ય પરાયણતા ને ખાતર ભલે એને કંઈ પણ સહન કરવું પડે ભલે, પણ રાજ્ય પણ તો રામરાજ્ય જ સ્થપાય ને, શું આવું ક્યારેય તમે વિચારી જોયું ખરૂં ?

હવે પાછાં ફરીએ રામની મૂળવાત પર, આવો સુંદર કર્તવ્યપરાયણ પુત્ર, એવી જ રીતે એક પત્નીવ્રતા પણ ખરા, અને ખરા અર્થમાં, ક્યાંક વાંચેલી વાત અહીં ટાંકું છું, એકવાર મંદોદરી રાવણને કહે છે, કે નાથ, તમે આટ આટલા પ્રયત્નો કરી ચૂક્યાં સીતાને પોતાની કરવા માટે, પણ એ એકની બે નથી થતી, એક કામ કરો તમે આજે સીતા પાસે જતાં પહેલાં ભગવાન શ્રી રામનું સ્મરણ કરીને જજો, મને વિશ્વાસ છે કે સીતા તમારી વાત જરૂરથી માનશે, અને રાવણ તરત જ ઠહાકો મારીને હસે છે અને પછી તરત જ વિવશ થઈને કહે છે, હે પ્રિયે, તું આ શું બોલી, રામનો વિચાર કરવો વ્યર્થ છે, રામનું ધ્યાન ધરીને જો જવાનું વિચારીશ તો તો ક્યારેય હું સીતા પાસે જવાનું પણ યાદ નહીં રાખી શકું, રામ તો ક્યારેય પરસ્ત્રી પર નજર સુદ્ઘાં કરવાનું સ્વપ્નેય ન વિચારે... તો આવા છે રામ, રામજન્મનું પર્વ રામનવમી હવે નજીક જ છે, એવા વખતે ઘણીબધી રામ પારાયણો થશે, કેટલાંક લોકો મંદિરનાં જુદાં જુદાં ઉત્સવોમાં અને પર્વોમાં પોતાનો ફાળો નોંધાવશે, પરંતુ મારૂં માનો તો બસ એકવાર પોતાનાં માંહ્યલામાં રહેલાં રામને શોધવા પ્રયત્ન કરજો, રામ દરેકની અંદર વસે જ છે, પણ બસ આપણે એને જાગ્રત રાખવાનું ભૂલી જઈએ છીએ, ક્યારેક આપણને એમ થાય કે ભૂલમાંય પણ આપણાંથી આપણાં કોઈ સ્વજનને દુખ થાય તેવું વર્તન થઈ ગયું છે, માફી માંગી લેજો, અને પછી હ્ય્દયમાં કેવી પ્રસન્નતા આવે છે તે જોજો, એવી જ રીતે ક્યારેય ઓચિંતાની પણ કોઈને મદદ કરવાની ઈચ્છા થાય, અંદરનો રામ અગર એ કરવા ઈચ્છે તો મગજમાં બેઠેલાં દુન્યવી રાવણને તેનાં પર હાવી ન થવા દેશો, અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, સત્યનો આગ્રહ રાખજો, ઘણાં બધાં સંકટોથી, ઘણાં અજાણ્‌યાં પાપથી બચી જવાશે અને એ જ આપણી રામ પ્રત્યેની સાચી શ્રદ્ઘા અને રામરાજ્ય સ્થપાવાની સાચી શરૂઆત પણ ત્યાંથી જ થશે.

અર્ચના પટેલ

લો પંડિત

શ્લોકા પંડિત

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જરર્ઙ્માટ્ઠટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લો પંડિત

રીપલનાં લગ્ન રીતેશ સાથે થયા. શરૂઆતમાં લગ્નજીવન સારૂં ચાલ્યું, ચાર-પાંચ મહિના પછી રીપલને તેના સાસરીયાનું વર્તન બદલાયેલું લાગ્યું, પહેલા તો તેને એમ થયું કે હજુ શરૂઆત છે એટલે મને સેટ થતા વાર લાગશે જ. તેની નણંદ, સાસુ-સસરા,જેઠ બધા જ તેની સાથે અલગ પ્રકારે વર્તન કરતા,રીપલને કહેતા કે જા તારા પિયરથી આ વસ્તુ લઈ આવ,તે વસ્તુ લઇ આવ,એટલે તે શાંતિથી જવાબ આપતી કે લગ્ન સમયે મારા મમ્મી-પપ્પા એ જે આપવાનું હતું તે આપ્યું જ છે, એમની એવી સ્થિતી નથી કે તમે જ્યારે મંગાવો ત્યારેએ લાવી આપે અને આ બધાની વચ્ચે રીતેશ કશુંજ ન બોલતો એટલે રીપલને દુઃખ પણ પહોચતું, પણ એણે એવું વિચાર્યું કે લગ્નજીવન ટકાવવું હશેતો થોડું સહન તો કરવું જ પડશે. તેને ઘરના દરેકનાં મોઢેથી કડવા શબ્દો સાંભળવા પડતા.

થોડા સમય બાદ પ્રેગ્નન્સી રહેતા તેને લાગ્યું કે હવે સમય બદલાશે. મારા માટે નહીં તો બાળક માટેતો એ લોકો એવું નહિ જ કરે પરંતુ આ સમયમાં પણ કોઈના વર્તન બદલાયા નહિ અને એક વખતતો બધાની ચઢવણીમાં આવીને રીતેશએ તેના ઉપર હાથ ઉપાડયો. રીપલએ તેના મમ્મીને છુપાઈને ફોન કરીને આ વાત જણાવી અને કહ્યુકે તે હવે અહી રહી શકે તેમ નથી. તેના માતા-પિતા આવ્યા અને તેમણે વાતચીતની શરૂઆત કરી એટલે રીપલના સાસરીયા જેમ ફાવે તેમ બોલવા લાગ્યા, રીપલના મમ્મી પપ્પાએ મનોમન નક્કી કરી લીધું કે હવે આપણી દીકરીને કોઈપણ સંજોગોમાં અહી રખાય તેમ નથી અને તેને લઈને આવી ગયા તેમના ઘરે.

આટલું થયા બાદ પણ રીપલના મનમાં હતું કે કોઈ નહિ પણ રીતેશ તો તેને મનાવશે જ તેના અને પોતાના બાળક માટે, પણ તે લોકોએ કઈ જ જાણવાની તસ્દીના લીધી અને બાળકના જન્મનાં સમાચાર આપ્યા છતાં રીતેશ કે તેના ઘરેથી કોઈજ નાં આવ્યું એટલે રીપલએ નક્કી કર્યું કે હવે મારે કાયદાનો સહારો લેવો જ પડશે.

તેણે તેના પપ્પાને કહ્યું કે આપણે કોઈ વકીલને મળીને સલાહ લઈએ અને તેઓ કહે તે રીતે કરીએ. રીપલ અને તેના પપ્પા વકીલને મળવા ગયા અને બધી જ હકીકત જણાવી અને તેમની આર્થિક સ્થિતિ સારી નથી તે પણ જણાવ્યું. એટલે વકીલે તેમને પ્રોટેકશન ઓફ વીમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ-૨૦૦૫ નાં કાયદા વિષે જાણકારી આપી.આ કાયદો મહિલાના રક્ષણ માટેજ બનાવવામાં આવ્યો છે અને આ કાયદા હેઠળ પ્રોટેક્શન ઓફિસર નીમવામાં આવે છે જે લીગલ એઇડમાં ફ્રી ઓફ કોસ્ટ મેજીસ્ટ્રેટ સમક્ષ કેસ કરે છે અને દરેક જિલ્લામાં જરૂરીયાત પ્રમાણેના પ્રોટેક્શન ઓફિસરની નિમણુક કરવામાં આવે છે ત્યારબાદ તે વકીલશ્રીએ રીપલ અને તેના પપ્પાને જે તે જીલ્લાના પ્રોટેક્શન ઓફિસર હતા તેમની પાસે મોકલ્યા.

પ્રોટેક્શન ઓફિસરને તે લોકોએ બધીજ હકીકત કહી અને ત્યારબાદ રીપલએ જણાવ્યું કે સર આ કાયદા વિષેની મહત્વની માહિતી મને આપો જેથી મારી લડત કેવી રીતે શરૂ થશે તેની જાણકારી મારી પાસે હોય. એટલે પ્રોટેક્શન ઓફિસરએ કહ્યુંકે આ કાયદા હેઠળ સેક્શન-૨ પ્રમાણે કોઈપણ સ્ત્રી કે જે સામાવાળા સાથે કોઈપણ પ્રકારે ડોમેસ્ટિક રીલેશનશીપ ધરાવતી હોય તે આ કાયદા હેઠળ કેસ કરી શકે. સેક્શન-૩ પ્રમાણે ડોમેસ્ટિક રીલેશનશીપ એટલે કે કોઈપણ બે વ્યક્તિઓ કોઈ પણ સમયે એક છતની નીચે સાથે રહેલા હોય અને તેઓ વચ્ચે જન્મ દ્વારા, લગ્ન દ્વારા, અથવા લગ્ન જેવા જ કોઈ બીજા સંબંધે, દતક લીધેલ હોય અથવા એક કુટુંબ તરીકે સંયુક્ત કુટુંબમાં રહેલ હોય તેવી કોઈપણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ એ ઘરેલું હિંસા કરેલ હોય તો તેની સામે આ કાયદો લાગુ પડે અને ઘરેલું હિંસાને ખુબ જ વિશાળ પરીપ્રેક્ષ્યમાં રજુ કરેલ છે. ઘરેલું હિંસા એટલે કે શારીરિક-માનસિક-આર્થિક ત્રાસ, અપમાન, વાતચીત દ્વારા મેણા-ટોણા મારવા, કોઈપણ પ્રકારે હાની પહોચાડવી, દહેજની માગણી કરવી તેનો સમાવેશ થાય છે.

આ કાયદા હેઠળ કેસ કરવા માટે તેનું એક ફોર્મ આવે છે તેના દ્વારા મેજીસ્ટ્રેટ સમક્ષ દરેક હકીકત જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ કેસ આગળ ચાલે છે અને આ બધીજ કામગીરી મફતમાં થાય છે જેથી સ્ત્રી પોતાની રીતે લડી શકે. ત્યારબાદ પ્રોટેક્શન ઓફિસરએ બધી જ માહિતી લઇ અને કેસ તૈયાર કરી દીધો જેમાં પતિ ઉપરાંત ઘરના બીજા સભ્યોને પણ શામેલ કરી શકાય જે લોકો એ ઘરેલું હિંસા આચરી હોય અને ખુબ જ જડપી મેજીસ્ટ્રેટશ્રી એ હકીકતો ધ્યાને લેતા ઓર્ડર કર્યો.

આમ, આ કાયદો ખરેખર સ્ત્રીલક્ષી છે અને સ્ત્રીના રક્ષણ માટે બનાવવામાં આવ્યો છે, સ્ત્રીએ પણ મક્કમ મનોબળ કરીને પોતાનાં સ્વત્વનું કાયદાને સાથે રાખીને રક્ષણ કરતા શીખવું પડશે.

શ્લોકા પંડિત

નાની નિનિ

કુંજલ પ્રદિપ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ોહદ્ઘાટ્ઠઙ્મટ્ઠિદૃજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નાની નિનિ

નિનિ શું શીખેઃ કરાટે કે કથ્થક?

સવારનાં પહોરમાં નિનિ શાળાએ જવા નીકળતી હતી ત્યાં જ અખબારનો ફેરિયો સાયકલથી ઝાંપલે ધસ્યો. છાપાંની ઘડિ વાળેલ બંબૂડાં સાથે એણે કેટલાંક ફરફરિયાં પણ આંગણાંમાં ઘા કર્યા. નિનિને માટે આ કંઈ આજની પહેલવહેલી ઘટના નહોતી. પણ આજે એને સમાચાર પત્રો સાથે ઊડીને આવેલ રંગીન કાગળીયામાં સહેજ રસ પડયો. એ ઝડપથી પેલાં જમીન પર આડાઅવળાં પડેલ પાનાં લઈને ફટાફટ વાંચી ગઈ. હજુ એનાં પપ્પા બહાર આવીને છાપાંનું ભૂગળું ઉપાડે એ પહેલાં ગણવેશનાં ગજવામાં એ ફરફરિયું સેરવીને શાળા તરફ ઉપડી. આખો દિવસ એની આંખોમાં એ રંગીન કાગળની ચમક ચહેકતી હતી. અભ્યાસમાં નબળી બીલકુલ નહીં પણ થોડી ગણિતમાં કાચી અને વિજ્ઞાનમાં નિનિને થોડું કાઠું પડતું. નિનિને સાહિત્યિક વિષયો અને કલાકૃતિમાં કુદરતી રીતે જ વધારે રસ હતો.

ચાર તાસ સુધીમાં તો નિનિએ મનોમન કેટલુંય વિચારી લીધું હતું. મનમાં ને મનમાં મલકી પણ રહી હતી. એવામાં રિસેસ પડી. નિનિ અને મિની રોજની જેમ પાક્કી બેનપણીઓ એમનાં મુખ્ય મથક સમાં શાળાનાં પ્રાગણમાંનાં એક વડલા નીચે બેઠાં. નાસ્તોપાણી તો કાયમ સાથે હોય ક્યારેક ખીસ્સામાં રંગીન કંચા હોય તો ક્યારેક બાકસની છાપ તો કોઈવાર કોડીઓ. આજે નિનિએ એનાં ગજવામાંથી એક નાનો ચોળાયેલ પણ સાચવીને સંકેલેલો કાગળીઓ મિનીને ધર્યો.

નિનિઃ જો જે ઊડી ન જાય.

મિનીઃ છે શું આ ચિઠઠીમાં?

નિનિઃ જોતો ખરી. ચિઠઠી નથી ડોબી! લિફલેટ છે.

હોળી પછી ઘરમાં ધાણી મમરાનો નાસ્તો વધારે ચલણમાં હોય અને વળી નિનિને એ ઝીણાં પોપકોર્ન જેવી ધાણી ખૂબ ભાવે એટલે અવારનવાર ડબ્બામાં એજ લાવે. ધાણીનો ફાકડો મોંમાં ફકતે મિનીને એણે જાહેર ખબરની ચબરખીની વિગત કહી. નિનિની સાથે મિની પણ ઝૂમી ઊઠી!

મિનીઃ તું જે પણ ક્લાસ જોઈન કર મને કે’જે હુયે આવીશ.

નિનિઃ હા, પણ પે’લાં એક્સઝામ જાય. પછી બધી વાત.

એ રંઅબેરંગી પત્રિકામાં વિવિધ ઈત્તર પ્રવૃત્તિઓનાં પ્રશિક્ષણનાં વર્ગોની જાહેરખબર હતી. વિવિધ કળાઓ; વિવિધ રમતો, ઘોડેસવારી, તરવું અને અંગ્રેજી બોલવા; વ્યક્તિત્વ નિખાર અને નૃત્યની સાથે જૂડો કરાટે પણ! કેટકેટલી બાબતો કિશોરવયનાં બાળકોને શીખવાડવાની મનલૂભાવન જાહેરાત હતી એ. નિનિ અને મિનીએ બીજે દિવસે ઘરેથી નક્કી કરીને અવવાનું નક્કી કર્યું કે એ મસમોટી યાદીમાંથી શું શું શીખવું. અને એ માટે મમ્મી પાસેથી પરમીશન પણ લઈ લેવા બંન્ને એ સૂઝાડયું એકબીજીને.

બીજે દિવસે સવારે મિની અને નિનિએ રિસેસમાં નક્કી કર્યું કે એઓ ડરોઈંગ, કરાટે અને કથ્થક નૃત્યનાં ક્લાસ કરશે. પણ કન્ફ્યુઝ્‌ન રહી કે કોઈ એક જ શીખવાનું હોય તો શું નક્કી કરવું? બંન્ને એ એમનાં પ્રિય ટીચર કાશ્મીરા બેનને પૂછવાનું વિચાર્યું. અને સ્ટાફરૂમમાં જઈને એમને વાત કરવા ગયાં.

નિનિઃ મે વી કમ ઈન મે’મ?

મે’મઃ ઓ યેસ.

મિનિઃ મે’મ

મે’મઃ હ્‌મ્મ..

નિનિઃ મે’મ, અમે સમર કેમ્પ જોઈન કરવા વિચારીએ છીએ.

અધીરી થઈને જોશમાં આવીને નિનિ અને મિનીએ એમનાં ટીચરને વાત કરી. એમને પેલો કાગળ પણ બતાવ્યો. સ્ટાફરૂમમાં બીજાં ટીચર્સ પણ હતાં. એમની સામે જોઈને કાશ્મીરા મે’મ હસી પડયાં અને એ ફરફરિયું પાછું પકડાવતાં બંન્નેને ખીજાયાં.

મે’મઃ પરિક્ષા હજુ પૂરી નથી થઈને વકેશનનું પ્લાનિંગ ચાલું કરી દીધું એમને? નોટ્‌સ કમ્પીટ થઈ ગઈ?

ચૂં કે ચાં બોલ્યા વિના નિનિ અને મિની વિલાં મોઢે મે’મની વઢ ખાઈને રીસેસ પતી ગઈ પછી ક્લાસમાં પાછી આવી. એ ટીચર્સ લોકો વાતો કરતાં હતાં કે આ નવું ચાલ્યું છે બધું. એક બાળક કેટલું શીખે અને કેવુંક શીખે સાવ સવા મહિનાનાં વેકેશનમાં. છતાંય આ એક ચિલો બની ગયો છે. સમર વેકેશન વર્કશોપ તો હોંશિયાર વિદ્યાર્થીઓએ કરવાનાં જ! શિક્ષકગણમાંથી એક બહેને તો એવું પૂછ્‌યું નિનિને કે તને ગણિતમાં તો ફાંફાં પડે છે પણ વેકેશનમાં કરાંટે અને કથ્થક શીખવું છે! અંદરોઅંદર એકબીજાં વાતો કરવા લાગ્યાં કે કથ્થક શીખે કે કરાંટે દિકરીઓને વળી શું કામ લાગશે? બીજાં એક બહેને ટાપશી પૂરીઃ આ તો ગાડરીયો પ્રવાહ છે. આવડે કે ન આવડે ઘરમાં છોકરાંવ સચવાય નહીં એટલે આવા સમર ક્લાસીસમાં માબાપ મોકલી દે! વળી કોઈએ કહ્યું કે મોંઘા ડાટ હોય આવા આર્ટવર્‌કશોપ.

એમની વાતો સાંભળીને નિનિ અને મિનીને વધુ મુંઝવણ થઈ.

મિનીઃ અલી હવે શું કરશું? આ બધી મેડમ તો ના પાડે ક્લાસ કરવાની!

નિનિઃ યાર, આપણો પોઈન્ટ જ નથી સમજ્યાં ટીચર્સ. આપણે શું શીખવું એ કેમ ખબર પડે એ જાણવું હતું ને ઓલાં કાશુંમે’મ તો ગણિત લઈને બેસી ગ્યાં.

મિનીઃ હવે શું કરશું?

નિનિઃ કંઈ નહીં મેથ્સની ઈન્કમ્પીટ બુક પૂરી કરીએ.

બંન્ને બહેનપણીઓ ખડખડાટ હસી પડી. લેશન પૂરૂં કરતે કરતે નિનિને સૂઝ્‌યું કે ઘરે જઈને નાનીબાને જ વાત કરવી એટલે સાચી વાતનો નોર પડે. મિનીને નિશાળથી છૂટતી વખતે નાનીબાને પૂછ્‌શે એવું જણાંવ્યું.

બીજે દિવસે રવિવાર હતો. નિનિ અને મિની બંન્ને એક સાથે નાનીબાને મળવા પહોંચી ગઈ. નાનીબા અગાશીમાં છે એવી ખબર પડતાં બેય એકશ્વાસે દાદરા ચડી ગઈ. નાનીબાને પાછળથી વળગી નિનિ.

નિનિઃ સરપ્રાઈઝ નાનીબા..

નાનીબાઃ એ હા. મારૂં નિન્કું જ મોટું એક સરપ્રાઈઝ છે!

નિનિઃ નાનીબા હું ને મિની તમારી સાથે વેકેશનમાં ટાઈમ સ્પેન્ડ કરવા રોકાવા આવશું. અમારી એક હેલ્પ કરશો?

નાનીબાઃ આ ધોળાં વાળ વાળી ડોસલીને ફોસલાવે છે આજકાલની છોરીયું બોલો! એય નિન્કા. બોલ શું હતું? મસ્કા ન માર નકરા..

નિનિ અને મિનીએ નાનીબાને એમની મુંઝવણ કહી. નાનીબા ધાબા પર કાચી કેરીનાં અથાણાં અને છુંદો બનાવવાની તૈયારી રૂપે સુકવણી કરતાં હતાં. સાથે નિનિનાં મામી પણ હતાં જે છુંદા માટેનું ખમણની કતરણ કરતે એમની વાત સાંભળતાં રહ્યાં.

નાનીબાઃ જો છોરીયું. એક મસ્ત આઈડિયા આપું? તમે પોતે જ કહેશો કે તમારે શું શીખવું છે.

નિનિઃ ઓકે નાનીબા. પણ કરવાનું શું છે?

નાનીબાઃ તમે બેય આંખયું કરો અને વિચારો કે તમે ઈ વેકેશનનાં હબી ક્લાસમાં પૂગી ગ્યાં.

મિનિઃ હોબી આર્ટ ક્લાસીસ બાપ

નિનિઃ શ્સ્સ્શ્સ્સ્સ્સ્સ્સ્સ

નિનિએ મિનીને ચૂપ કરાવીને ઈશારો કર્યો કે નાનીબા કહે એ પ્રમાણે કર.

નાનીબાઃ બોલો શું દેખાય છે? હુંજ કહી દઉં? નિનિને કરાટે શીખવું છે અને મિનીને કથ્થક!

નિનિ અને મિની આપો આપ મુસ્કુરાઈ. આંખો ખોલી. અને એક સાથે બોલી ઉઠીઃ “હેં! નાનીબા કેમ ખબર પડી?”

નાનીબાઃ તમે આંખો બંધ કરી ત્યાર નિનિ મૂઠઠીઓ વાળીને હાથ હલાવા લાગી અને મિની તો આંખોનાં ભવાં નચાવવા માંડી હતી. કોઈ પણ પ્રશ્નનો જવાબ આપણાંમાં જ હોય છે એની સાબીતી આપણે બીજાં પાસેથી શોધતાં હોઈએ છીએ. ખરૂં ને?

ખડખડાટ કરી બેય એકબીજાને કોણીઓ મારવા લાગી.

પડખે બેઠેલ મામીએ નાનીબાને ધીમે રહીને કહ્યું કે અગાઉ ક્યાં દિકરીઓને રમતગમતમાં આગળ વધવા દેતાં. દિકરીનું કૌમાર્ય જાણે એક જ પડદા પર નભ્યું હોય!

નાનીબાઃ હા. હવે ઈ જમાનો બહુ વાંહે વયો ગ્યો છે. હવે તો કરાટે કે કથ્થક જ નહિં; ઘોડરવારી સાઈકલ ને બધુંય શીખશે દિકરીયું. હેં ને?

ખોબલામાં કાચી કેરીનાં કટકા લઈને નિનિ અને મિની દડદડ કરતી ક્યારનીય નિસરણી ઉતરી ગઈ હતી.

કુંજલ પ્રદીપ છાયા

પ્રતિભા વાર્તા સ્પર્ધા

પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી

જગદંબા

-ચાલો, જમી લઈશું?

રસીલાબહેને છાપુ વાંચી રહેલા પતિ જગદીશ ભાઈને પૂછ્‌યું.

-હા, ચાલ જમી લઈએ.

કહીને જગદીશ ભાઈએ છાપું બાજુમાં ટીપોઈ પર મૂક્યું. અને જેવા સોફામાંથી ઊભા થવા ગયા કે છાતીમાં એક જોરદાર સણકો આવ્યો અને તેઓ છાતી પર હાથ દાબી પાછા સોફામાં ફસડાય પડયા.

-રસીલા, જલદીથી ડૉક્ટરને બોલાવ, છાતીમાં દુખાવો થાય છે. એમણે કહ્યું.

રસીલાબેન તરત સોફા પાસે દોડી આવ્યા અને ફેમિલી ડૉક્ટર શાહને ફોન લગાડીને જલદીથી ઘરે આવવા જણાવ્યું. આ પહેલા પણ જગદીશભાઈને એક હાર્ટએટેક આવી ગયો હતો એટલે ડૉક્ટરે લખી આપેલી ગોળી લઈને રસીલાબેને જગદીશ ભાઈની જીભ નીચે મૂકી. પીઠ પસવારવા લાગ્યા.

ડૉક્ટર શાહે આવીને તરત જ એમને ઇન્જેક્શન આપ્યું અને હોસ્પિટલમાં દાખલ કર્યા. ખબર મળતાં જ દીકરી સ્વાતિ અને જમાઈ પ્રેમલ હોસ્પિટલ આવી ગયા. સ્વાતિ રસીલાબેન પાસે બેઠી અને બોલી, ‘મમ્મી, તું જરાપણ ચિંતા ન કરીશ. પપ્પા જલદી સાજા થઈ જશે.’ પ્રેમલ ડૉક્ટરને મળી આવ્યા, જોઈતી દવાઓ અને ઇંજેક્શનો ખરીદી લાવ્યા. સ્વાતિના સાસુ - સસરા પણ ખબર પૂછી ગયા. ટીફિન અને બીજી જરૂરી ચીજ વસ્તુઓ સ્વાતિનો દિયર હોસ્પિટલ પર પહોંચાડી ગયો.

જગદીશ ભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યાના ખબર આપવા સ્વાતિએ પોતાના ભાઈ જૈમિનને ફોન કર્યો પણ હમેશની જેમ એણે આ વખતે પણ સ્વાતિનો ફોન ન ઉપાડયો. છેવટે જૈમિનના ફ્રેન્ડ અમિત દ્વારા એને ખબર પહોંચાડયા. છતાં પણ એ પપ્પાની ખબર જોવા ન તો જાતે હોસ્પિટલ આવ્યો કે ન તો ફોન દ્વારા ખબર પૂછી. રસીલાબેનનો જીવ ખુબ દુભાયો, સ્વાતિને પણ ભાઈની આ વાત ન ગમી, પણ તેઓ લાચાર હતા. ‘પ્રીત કંઈ પરાણે થોડી જ થાય છે?’ .

વાત જાણે એવી બની હતી કે જૈમિને પોતાના માટે કામિનીને પસંદ કરી હતી. જગદીશ ભાઇ કે રસીલાબેન સંકુચિત વિચારો નહોતા ધરાવતા. તેઓ માનતા હતા કે સંતાનોને પોતાના માટે જીવનસાથી પસંદ કરવાની છૂટ હોવી જ જોઇએ.પણ જ્યારે તેઓ કામિનીને મળ્યા ત્યારે એમને કામીનીનો સ્વભાવ, એના વિચારો અને એનું વર્તન ન ગમ્યાં. બે ચાર વાર મળ્યા પછી તો એ થોડી સ્વાર્થી અને સ્વચ્છંદી પણ લાગી. અને એટલે જ એમણે જૈમિનને કામિની સાથે લગ્ન કરવાથી વાર્યો, સ્વાતિએ પણ ભાઈને સમજાવ્યો.

પણ રૂપાળી અને નખરાળી કામિનીના પ્રેમમાં (કે આકર્ષણમાં?) અંધ બનેલ જૈમિને માતા - પિતા અને બહેનની વાત ન માની. અંતે એની જીદ આગળ હારી જઈને મા બાપે એના કામિની સાથે લગ્ન કરાવી આપ્યા. થોડા સમય તો બધું ઠીક ઠીક ચાલ્યું, પણ પછી કામિનીની આડાઈના કારણ્‌રે ઘરમાં નાના નાના ઝઘડા શરૂ થયાં. અંતે એક દિવસ જગદીશભાઈએ જ જૈમિનને જુદા રહેવા જવાનું કહી દીધું.એમણે જૈમિનને બે લાખ રૂપિયા આપ્યા અને બાઈક આપ્યું, જેથી નવા ઘરમાં એને કોઈ અગવડ ન પડે.

કોઈ દિવસ જૈમિનથી જુદા ન થયેલા રસીલાબેનનો જીવ કળીએ કળીએ કપાયો. કેટલા દિવસો સુધી એમને ખાવાનું ભાવ્યું નહીં અને છાને છાને આંસુ સાર્યા. સ્વાતિ મમ્મી પપ્પા ને મળવા આવી જતી અને એમનું દુખ હળવું કરવા એનાથી બને એટલા પ્રયત્નો કરતી. ઘણીવાર રાત્રે પ્રેમલ પણ સ્વાતિની સાથે આવતો અને પપ્પાનું કોઈ બહારનું કામ હોય તે પતાવી આપતો. આમ દીકરી જમાઈનો એમને સારો સહારો હતો.

જગદીશ ભાઈને હોસ્પિટલમાંથી રજા આપી એટલે ઘરે લઈ આવ્યા. પૂરતા આરામ પછી જગદીશભાઈ સ્વસ્થ થયા એટલે સૌથી પહેલું કામ એમણે વકીલને બોલાવીને વીલ બનાવવાનું કર્યું. વકીલને બોલાવતાં પહેલાં એમણે રસીલાબેન સાથે પોતાની મિલકતની વિગતવાર ચર્ચા કરી લીધી. જગદીશભાઈ અને રસીલાબેને જોઈન્ટમાં વીલ બનાવડાવ્યું. બન્ને એ લખાવડાવ્યું કે ‘અમે અમારા દિકરા જૈમિનને અમારી મિલકતમાંથી સંપૂર્ણ પણે બાકાત કરીએ છીએ અને અમારા બન્નેના મૃત્યુ બાદ અમારી તમામ સ્થાવર અને જંગમ મિલકત અમારી દીકરી સ્વાતિને નામે કરીએ છીએ.’

વીલ બનાવડાવ્યાને માંડ બે મહિના થયાં ત્યાં જ જગદીશભાઈને ત્રીજો હાર્ટએટેક આવ્યો. ડૉક્ટર આવે તે પહેલાં જ એમનું પ્રાણ પંખેરૂં ઊડી ગયું. રસીલાબેનના માથે આભ તૂટી પડયું.એ ભાંગી પડયાં પણ સ્વાતિ અને પ્રેમલે એમને હુંફ આપી સંભાળી લીધાં. આ વખતે લોક લાજે જૈમિન અને કામિની આવ્યાં. બારમા તેરમાની વિધી કરીને પાછા જતા રહ્યા. સ્વાતિ ૧૫ દિવસ મમ્મી પાસે રહી.

સ્વાતિ ગઈ પછી રસીલાબેને જગદીશભાઈ વિનાના ઘરમાં નવેસરથી પોતાની જિંદગી ગોઠવી લીધી. સ્વાતિ અને પ્રેમલ અવાર નવાર આવી જતા, પ્રસંગોપાત એમને પોતાના ઘરે લઈ જતા. આમ એક સંવાદમય જીવન ગોઠવાઈ ગયું હતું.

ત્યાં જ એક દિવસ જૈમિન ઘરે આવ્યો. રસીલાબેનને નવાઈ લાગી. થોડી આડીઅવળી વાત કરીને જૈમિને રસીલાબેન સાથે મિલકતની વાત છેડી. ક્ષણભર તો રસીલાબેન અવાક થઈ ગયાં પણ પછી સ્વસ્થ થઈને કહ્યું, ‘હું જીવું છું ત્યાં સુધી તારે એ બાબતમાં વિચારવાની જરૂર નથી.’ આ સાંભળીને જૈમિન કંઈ છોભીલો થઈને નીકળી ગયો. પછી એણે કામિનીના ઈશારે રસીલાબેનને પોતાના ઘરે રહેવા બોલાવ્યા. ત્યારે પણ એમને મિલકત પોતાના નામે કરવાનું દબાણ કર્યું.

રસીલાબેન જૈમિનના ઘરેથી પાછા પોતાના ઘરે આવી ગયા.પણ જૈમિનની માંગણી ચાલુ જ રહી. આથી રસીલાબેને સ્વાતિને અને સ્વાતિએ પ્રેમલને વીલ વિશે અને જૈમિનની માંગણી વિશે વાત કરી. સ્વાતિ અને પ્રેમલે રસીલાબેનને કહ્યું, ‘મમ્મી, તમારે વીલ બદલવું હોય તો ખુશીથી બદલી શકો છો. અમારે તો તમારા આશિર્વાદ જ જોઈએ છે.’ આ સાંભળી રસીલાબેનની આંખમાં હર્ષના આંસુ આવ્યા.

રસીલાબેને મનોમન એક મક્ક્મ નિર્ધાર કરી લીધો. એ પછી જ્યારે જૈમિને મિલકત માગી ત્યારે એમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું, ‘જૈમિન, હવે પછી તું મિલકત માટે મને હેરાન કરશે તો હું તારા વિરૂદ્ઘ પોલીસ ફરિયાદ લખાવીશ. એક વાત સમજી લે બેટા, હું મા છું, પણ જરૂર પડે તો જગદંબા પણ બની શકું છું’

પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી