Hu Gujarati : 51 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati : 51

હું ગુજરાતી - ૫૧


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

•એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

•સખૈયો - સ્નેહા પટેલ

•ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

•‘ઉપ’સંહાર - અજય ઉપાધ્યાય

•કૌતુક કથા - હર્ષ પંડયા

•મંથન - સાકેત દવે

•સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

•મસ્ત રિડ - ભૂમિકા દેસાઈ શાહ

•બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

•લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએથી...

• સિદ્ધાર્થ છાયા •

જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

હોળી મનાવો પણ ફરજીયાત નહીં

વળી, એક ઔર ઉત્સવ આપણી સામે આવીને ઉભો છે. આ અંક તમે ડાઉનલોડ કર્યો હશે એના બે દિવસ પછી જ સમગ્ર ભારત હોળીના રંગે રંગાવા લાગ્યું હશે. આ વખતે તો વળી હોળી સાથે ટ્‌વેન્ટી૨૦ વર્લ્ડકપનો રંગ પણ ભળ્યો છે આથી બમણા ઉત્સાહથી આપણે બધા હોળી રમતા હોઈશું. આજે હોળી અને તેના સેલિબ્રેશન વિષે એક નાનકડી સલાહ આપવી છે. ના ના તમે વિચારો છો એવું પેલું તિલક હોળી કે પછી સુકી હોળી જેવી વાયડી સલાહ બિલકુલ નથી આપવી પણ આજે આપણે હોળી વિધાઉટ ફોર્સ ની વાત કરવી છે. અહીં એવા સોગીયા લોકોની પણ વાત નથી કરવી જેને ગમેતે થાય હોળી રમવી જ નથી પછી ભલેને ઉપરવાળો જાતે એની સાથે હોળી રમવા આવે? આજે આપણે એવા લોકોની વાત કરવી છે જેમને મજબુરીથી હોળી નથી રમવી.

ઘણીવાર એવું બને છે કે લોકોને જેન્યુઈન તકલીફ હોવાને લીધે હોળી રમી શકતા નથી તો પણ લોકો એના પર રંગ નાખીને કે પાણીની બાલદી આખી ઠાલવીને તેને ફોર્સફૂલી હોળી રમાડી દે છે. જી હા અમુક લોકોને પેલા પાકા કલર જ નહીં પરંતુ ગામમાં મળતા નિર્દોષ કલરોની ખરેખર એલર્જી હોય છે. આપણે તો એની ધમધોકાર ના હોવા છતાં તેને રંગીને જતા રહીએ છીએ પરંતુ બાદમાં એ વ્યક્તિ કલાકો સુધી પોતાના શરીરને નાહ્યા હોવા છતાં ખંજવાળતો રહેતો હોય છે. ખંજવાળી ખંજવાળીને એના ચહેરા અને અંગેઅંગ પર ચામઠા પડી ગયેલા જોવા મળતા હોય છે.

તો અમુક વ્યક્તિને વધારે પાણી શરીર પર પડી જવાથી ખરેખર કફની બિમારી થઇ જતી હોય છે અને આપણે “એમ કાંય આજે કોરા રહેવાય?” એમ કહીને એના પર બાલદી ભરીને પાણી રેડીને બીજે હોળી રમવા જતા રહીએ પણ પેલો કે પેલી ને આખું અઠવાડિયું ડોક્ટરના આંટાફેરા શરૂ થઇ જતા હોય છે.

ટૂંકમાં કહીએ તો હોળી રમવાની ના પાડતા બધા જ લોકો તેનાથી ડરીને ભાગનારા કે જીવનમાંથી રસ ઉડી ગયો હોય એવા બિલકુલ નથી હોતા. અમુક લોકોને ખરેખર રંગ કે પાણીની બિમારી હોય છે. જેમ જીવનની ઘણી બાબતોમાં શાલીનતાનો ઉપયોગ કરવો જોઈએ એમ હોળીમાં પણ કોઈની એક કે બે વારની મનાઈ પછી જો તેને હોળી રમવા ફોર્સ ન કરવામાં આવે તો અહીં પણ તમારી શાલીનતા દેખાઈ આવશે અને તેની સાથે એ દિવસે ભલે રંગની હોળી નહીં પરંતુ આખું વર્ષ દિલની હોળી જરૂર રમી શકાશે, બરોબરને?

હોલી મુબારક!

૧૮.૦૩.૨૦૧૬, શુક્રવાર

અમદાવાદ.

• સિદ્ધાર્થ છાયા •

સખૈયો

• સ્નેહા પટેલ •

જહીરટ્ઠરીંજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠ.ૈહ

તું - મારા જીવનનો પાસવર્ડ

સખૈયા, કેમ છે ? બહુ લાંબા વખતથી તને કશું લખી નથી શકી, તારી સાથે વાત નથી કરી શકી પણ એનો મતલબ એમ નહીં કે હું તને ભૂલી ગઈ છું. શું કહ્યું ?

અહાહા..મારા મનનો વ્હેમ લાગે છે - તું અને મને ફરિયાદ કરે - એ પણ ભૂલી જવાની બાબતે !

આ કાળા માથાના માનવીની તું આટલી બધી ચિંતા કરે છે - મારી સંગાથે આવી પ્રીતિ - અદભુત સખૈયા. હું આ વાત માની નથી શકતી. મન થાય છે કે લખતા લખતા અહીં જ અટકી જાઉં અને ફરીથી થોડા દિવસ મારી દેખીતા સંબંધોની દુનિયામાં ગુમ થઈ જઉં. એ પછી તારો આ, ’મને ભૂલી ગઈ કે શું સખી ?’ નો મીઠો છણકો સાંભળવા મળશે ને - બસ એ જ લાલચે જસ્તો.

કોઇક વાર અમને પણ રિસાઈ જવાનો હક ખરો કે નહીં ?

રિસાઈ જવું છે,

ફરી ફરીને મનાવો !

આવી લાલચની નબળાઈ મારી નસનસમાં વહે છે. સામે પક્ષે તું મનાવનારો હોય સખૈયા તો પછી આખી દુનિયા સાથે કીટ્ટા કરી લેવાનો સોદો પણ નફાનો જ કહેવાય ને ! મને ખબર છે કે તું હમણાં તારી લાક્ષણિક શૈલીમાં મને ટોણો મારીશ,

’આમાં પણ સોદાની વાત કરી લીધી ને - આખરે લોહી તો વાણિયાનું જ ને !’

પણ તારા શબ્દો મારે મન કાયમ જ

સુગંધનો દરિયો

- પારિજાતની પવિત્રતા

- વાંસળીમાંથી રેલાતા કોમળ સૂર

- મખમલી અહેસાસ

-મારા જીવનનો પાસવર્ડ !

તું ગુસ્સે થાય તો પણ મારે મન એ પૂજાના ફૂલ !

મારા જીવનમાં તારી યાદ કાયમ સુખદ અનુભૂતિ જ અપલોડ કરે છે અને એને ડાઉનલોડ કરીને હું કાયમ મારા દિલના એક ખૂણે સંઘરી રાખું છું. આ જગ્યા અનલીમીટેડ સ્ટોરેજવાળી છે સખા - તારી મીઠાશ શું કે તીખાશ શું એ બધી ય ફાઈલ ત્યાં જઈને એક જ શબ્દ ’પ્રેમ - અસીમિત પ્રેમ’ના ફોલ્ડરમાં જ રૂપાંતરીત થઈ જાય છે.

જોકે આ આખીય રામાયણ કરી લીધા પછી એક વાત ચોક્કસથી કહીશ કે,

’સખૈયા હું તને સહેજ પણ ભૂલી જ નથી - એક ક્ષણ માટે પણ નહીં. આ તો સંસારની દેખીતી વ્યવસ્થાઓની આંટીઘૂંટીના ટ્રાફિકમાં થૉડી ફસાઈ ગઈ હતી. રસ્તામાં એક સામટા અનેકો રેડ સિગ્નલ જ નજરે પડતાં હતાં. આજે માંડ ગ્રીન સિગ્નલ જોવા મળ્યું અને જો તો - ’હું તરત જ તારી સેવામાં હાજર.’

આખી દુનિયાનો વ્યવહાર ચલાવનાર તું આ ટ્રાફિકની સમસ્યાનો અંત ક્યારે લાવીશ એ જ વિચારૂં છું.

વાહ તારી માયા - ટ્રાફિક સર્જનારો તું - સિગ્નલ મૂકનારો તું - અમને નચાવનારો તું અને અંતે ફરિયાદ પણ તારે જ કરવાની !

જોકે અંદરની એક વાત કહું,’ તારી આ ફરિયાદના સૂર મારા દિલમાં એક મીઠા તરંગો પેદા કરે છે. કારણ - જેને પ્રેમ કરો એનાથી જ ફરિયાદ હોય ને તો આ રીતે જોવા જતાં તું પણ મારા પ્રેમમાં......

આગળ સમજી જા ને...મારી શરમ ના છોડાવ.

તારી વ્હાલી સખીનું અઢળક વ્હાલ !

• સ્નેહા પટેલ •

ર્સ્િીપીંછ

• કાનજી મકવાણા •

દ્બટ્ઠાુટ્ઠહટ્ઠોદ્બટ્ઠિ૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

ઉપસંહાર

• અજય ઉપાધ્યાય •

ટ્ઠોદ્ઘિંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

અવડંક - અવટંક ઉર્ફે “અટક”....

‘ જા મચ્છર હાથીને બોલાવી આવ ..!!!! “ .... “ ઓયે , આજે તો માંકડને માર્યો જોરદાર ...!!! ‘ ‘ દારૂવાલા માટે એક ચા મંગાવજો ...!! ‘..... ‘ જરા નટુભાઈ નાટકવાળાને ફોન લગાવજે...!!! ‘ ....સંવાદો જુદા જુદા છે , કોઈક રમૂજી પણ છે અને કોઈક વિચાર કરી મુકતા પણ. ઇવન ધો મજા આવે એવી વાત એ છે કે આમાં જે પણ નામજોગ ઉલ્લેખ થયો છે કે વપરાયા છે નામ ની જેમ જ અથવા તો નામની સાથે પણ એ નામ તો નથી જ .... તો છે શું આ ? હાસ્તો , એ હકીકતમાં તો નામ નહિ પણ ‘ ઉપનામ ‘ છે !!! ઉપ્પ્પ્પસ , ના સમજાયું ? હજુયે નાં સમજાયું ? ઓકે ..!!! ચલો વધુ ક્ન્ફૂસ કર્યા વગર સીધી જ વાતની માંડણી કરી દઈએ વાત છે ‘ અટકો ‘ ...’ શાખ ‘ .....’ સરનેમ્સ ‘ ની ...!!! યસ , હાથી , માંકડ , દારૂવાલા કે નાટક્વાલા આ બધા નામ નાં ‘ આખરી મુગલ ‘ કહી શકાય. જ્યાં નામ પૂરૂં થાય ત્યાં આવે અટક ...સરનેઈમ...!!

અટક ઉર્ફે અંગ્રેજીમાં આપણે જેને સરનેમ થી ઓળખીએ છીએ એ વ્યક્તિની ઓળખ , એનું નામ અને એની શાખ કે અટક સુપેરે આપે છે. અટક શબ્દ પ્રાકૃત અવડંક અને સંસ્કૃત ’અવટંક’ પરથી ઊતરી આવ્યો છે. અટકના આટલા અર્થો ભગવદ્‌ગોમંડલે નોંધ્યા છે. અગડ, બાધા, અટકણ, ઠેસ, ગતિને અટકાવનારી વસ્તુ,અડચણ, નડતર, હરકત, જરૃરિયાત, નજરકેદ, કાચીકેદ, વહેમ, ખતરો, શંકા અને સિંધુ નદીના કાંઠે આવેલું એક ગામ. મારે જે વાત કરવી છે એ ’અટક’નો અર્થનૂખ,જ્ઞાતિ ગોત્ર, ધંધો, વતન વગેરે બતાવતું ઉપનામ એવો થાય છે. આપણા દેશમાં નામ અને શાખ બંને સાથે લખવામાં આવે છે. અટક, શાખ એ ઉપનામ છે. વ્યક્તિની પૂરી ઓળખ પ્રાપ્ત કરી શકાય એ માટે નામ સાથે અટક જોડવાનો રિવાજ જૂનાકાળથી ચાલતો આવ્યો છે. અટક એટલે નામ જ્યાં અટકે તે સ્થાન..!!! આપણામાં નામની સાથે અટકનુ ઘણુ મહત્વ હોય છે, નામ એક સરખા હોઈ શકે પણ તેમની અટકથી તેમને જુદા વ્યક્તિ તરીકે અલગ ઓળખ પ્રાપ્ત થતી હોય છે.અટકનો ઉદ્‌ભવ વ્યક્તિ અથવા વ્યક્તિના પુર્વજોના વ્યવસાય, વતન, ગામ, રાજકિય સત્તા, કોઈ ખાસિયત ઉપરથી થતો હોય છે.

પહેલાના વખતમાં મોટાભાગે વ્યવસાય કે નોકરી કે કામધંધા મુજબ અટકો લાગી જતી. એ જે ધંધો કરતા એના પરથી જ એ વ્યક્તિ ઓળખાતી અને અંતે એ ધંધો જ એમની ઓળખ એટલે કે બીજા અર્થમાં અટક બની ગયા જુના જમાનામાં કોઠારો સાચવનારને મળી ‘ કોઠારી ‘ અટક. કોઠારી એટલે જ કોઠાર ધરાવનાર કે એનો ખ્યાલ રાખનાર પછી કોઈએ ભલે ને કોઠારમાં મુલાજિમ કે કામદાર તરીકે પણ કામ કર્યું હોય તો પણ એના કુટુંબે અપનાવી લીધી હોય કોઠારી અટક. કોઠાર તો બહુ જૂની વસ્તુ છે એને લીધે બ્રાહ્‌મણ , વાણીયા , ખોજા અને ઇવન પારસીમાં પણ આ અટક જોવા મળે છે. વ્યવસાય પરથી અટકોની વાત નીકળી જ છે તો આ રહ્યા થોડા ઓર ઉદાહરણો. કાપડનો ધંધો કરનાર કાપડિયા, સોનું પારખનાર પારેખ, હીરા પારખનાર પરીખ, જડતરનું કામ કરનાર જડિયા, દલાલ તરીકે કામ કરનાર આડતિયા, મૂર્તિઓની આંગી બનાવનાર આંગીવાળા, અનાજ વેચતા હોય એ કણિયા, રૂના વેપારી કપાસી, શાકભાજી વેચનાર કાછિયા, કારભારી કામ કરનાર કારભારી, કિનખાબ કપડું બનાવનાર કે વેચનાર કિનખાબવાળા, સાડી/સાડલાની કિનારો કે કોરો વેચનાર કિનારીવાળા, શહેરનું રક્ષણ કરનાર કોટવાળ,સંઘેડા ઉપર લાકડાની વસ્તુઓ બનાવનાર ખરાદી, લાકડાનો જથ્થાબંધ વેપારી કાટપિટિયા, વાસણ ઘડનાર-વેચનાર કંસારા, મિઠાઈ બનાવનારને વેચનાર કંદોઈ, ઘર ચણનાર કડિયા, અફિણના વેપારી અફિણવાળા, વસ્તુ ખરીદ કરતી વખતે ચતુરાઈથી તેની કિંમત કરનાર ખરીદિયા, ગજીયાણી નામનું રેશમી કાપડ વેચનાર ગજીવાળા, ગામના મુખી કે બાગબગીચાનું કામ કરનારને ગામી, બંદર ઉપર વખારના માલિક અથવા ગોદીમાં કામ કરનાર ગોદીવાળા, ઘીનો ધંધો કરનાર ઘિયા,હાથીદાંતની ચુડીઓ ઉતારનાર ચુડગર, ચૂનો વેચનાર ચૂનાવાળા, ઘાણી ચલાવનાર ઘાંચી, ગોળ વેચનાર ગોળવાળા, ગઢકિલ્લાને સાચવવાનું કામ કરનાર ગઢવી,અનાજ તોળનાર તોલાટ, પૈસાની લેવડદેવડ કરનાર નાણાવટી, પટોળાં વણનાર સાળવી કે પટોળાવાળા, લુહારનું કામ કરનાર પંચાલ, પાટીનો હક્ક ધરાવનાર પાટીદાર, મંદિરમાં પૂજા કરનાર પૂજારા, (લુહાણમાં પણ આ અટક છે.) બનાત નામનું જાડું કપડું વેચનાર બનાતવાલા, બંગડીઓ વેચનાર બંગડીવાળા, મશરૃના વેપારી, કોઈ પણ પ્રકારની વખાર રાખનાર વખારિયા, મોતી ગુંથનારા પચ્ચીગર, સુખડ વેચનાર સુખડવાળા, થયેલા બનાવ કે કામની નોંધ રાખનાર વહિયા...લીસ્ટ બહુ લાંબુ થઇ શકે એમ છે ...!!!!!

આ તો થઇ વ્યવસાય પરથી આવેલી અટકોની વાત. પણ અમુક અટકો એવી છે કે એના પરથી અમુક જ્ઞાતિઓને તરત ઓળખી શકાય ‘ શાહ ‘ કે પછી ‘ શેઠ ‘અટક જ લઇ કયો ને. શાહ અને શેઠ નામ સંભળાય એટલે સમજી જ જવાનું કે વ્યક્તિ વણિક જ્ઞાતિના છે. એવું જ છે ક્ષત્રીય જ્ઞાતિની અટકોનું પણ ., ઝાલા, પરમાર,જાડેજા, રાઓલ, વિહોલ, મહિડા, ચુડાસમા, વાળા, ગોહિલ, મકવાણા, ડોડીયા, રાણાવત, શેખાવત, જેવી અટકો. જોકે ઘણીવાર અમુક રાજપૂત અટકો પછાત જ્ઞાતિમાં પણ જોવા મળે છે. એના માટે એવું માની શકાય કે પહેલાના જમાનામાં જે રાજાના હાથ નીચે આ લોકો સૈન્યમાં સૈનિક કે બીજા કામ માટે જોડાતા એ રાજાની અટક સૈન્યના લોકોને મળી જતી. આવું મનાય છે પણ આધારભૂત પ્રમાણ નથી. રજપૂતો કે વાણીયાની જેમ જ બ્રાહ્‌મણની અટકો પણ બીજી કોઈ જ્ઞાતિમાં જોવા નથી મળતી. ચતુર્વેદી, દ્‌વિવેદી કે દવે, ત્રીવેદી કે તરવાડી, શર્મા,પાંડેય, જોશી, ઉપાધ્યાય,ગોર, પુરોહિત,પાઠક, જેવી અટકો સાંભળો તો વણિક ને રાજપૂત ની જેમ જ ખ્યાલ આવી જાય કે ભૂદેવ છે. આ તો થઇ અટકો પરથી જ્ઞાતિની ઓળખ. અમુક અટકો ગામ કે શહેરને લીધે બની હોય છે જેમકે ભરૂચા, સુરતી,વડોદરીયા, અંકલેશવરીયા, વિરમગામી, ધોળકીયા, ધોલેરીયા, પાટડીયા, માંડલીયા, અજમેરા વગેરે વગેરે. ઘણી અટકો કોઈ ચોક્કસ પૂર્વજે કરેલા બહાદુરીભર્યા કામ ની અજરામર યાદ ના સ્વરૂપે સ્વીકારી લેવામાં આવી હોય છે જેમકે કોઈ ભીમા નામના પૂર્વજ ઉપરથી ભીમાણી કે લાખા નામના પૂર્વજ પરથી લાખાણી,

લેખની શરૂઆતમાં જે નાગરી અટકોની નોંધ લીધી એવી જ રમૂજી લાગે એવી અટકો પારસી કોમમાં પણ વધુ જોવા મળે છે. ભલે પારસી કોમ સંખ્યાની દ્રષ્ટીએ સાવ નાની હોય પણ એમની અટકો ( જે મોટેભાગે ધંધા કે ઘરના કોઈ મુખ્ય પુરૂષના નામ પરથી પડી છે ) ની વિશેષતા વિશાળ છે. એક નજર હો જાય એ અટકો પર પણ : કાંદાવાળા, કેરીવાળા, કાટવાળા, ઘાસવાળા, નેતરવાળા, પીઠાવાળા, તાડીવાળા, તોપખાનાવાળા, તાલુકદાર, મસાલાવાળા, બનાતવાળા, બાસ્તાવાળા, પાઘડીવાળા, પાંઉવાળા, , નિમકવાળા. આ અટક-પુરાણ તો લાંબુ ચાલી શકે એમ છે પણ ભવિષ્યમાં આનો ભાગ-૨ લખું એ પહેલા આજકાલના જમાનામાં તો ધંધાને લીધે જ ઓળખાણ જેવી અટકો થઇ ગઈ છે એના થોડા મજ્જા પડે એવા નામો સાથે પુર્ણાહુતી કરીએ : નાનુભાઈ નાટક્વાલા , પપ્પુભાઈ પાઉભાજીવાલા ,શમીમભાઈ સોડાવાલા , ડાહ્યાભાઈ ડાન્સવાલા.....ઈટીસી.....ઈટીસી.......!!!!!!!

• અજય ઉપાધ્યાય •

કૌતુક કથા

• હર્ષ કે. પંડયા •

દ્બટ્ઠહૐછઇ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

એક ૨૩ માર્ચ આ પણ હતી..!!

૨૩ માર્ચ, ૧૯૪૨. ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ ને ફાંસી અપાઈ ગયા પછીના બરાબર ૧૧ વર્ષ. સ્થળ છે દક્ષિણી આંદામાન દ્વીપસમૂહનો સાગરતટ. દૂરથી આવેલી અજાણી નૌકાઓ અને મનવારો જોઈને કિનારે લોકોનું ટોળું ભેગું થઈ રહ્યું છે. નૌકાઓ જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ એમનો આકાર સ્પષ્ટ થતો જાય છે. આ નજારો જોવા એકઠું થયેલું ટોળું ય મોટું થતું જાય છે. કદાચ કોઈ પ્રવાસી નૌકાઓ હશે. આખરે એ નૌકાઓ અબરડીન નામની જેટ્ટી એ લાંગરે છે અને એમાંથી થોડાં જાપાનીઝ સૈનિકો ભરી બંદૂકે ઉતરે છે. ત્યાં ઉભેલાઓને કૌતુક થાય છે કે માળું, આ લોકો કોણ છે? દક્ષિણી આંદામાન દ્વીપસમૂહના વિવિધ કિનારાઓએ બધું મળીને કુલ ૨૦,૦૦૦ જાપાનીઝ સૈનિકો બંદુકના ઇશારે ત્યાં ઉભેલા લોકોને ડારો દઈને ત્યાં ઉભેલાઓને નૌકાઓમાંથી સામાન ઉતારવાના કામમાં જોતરે છે. સ્થાનિકો હજુ નથી સમજી રહ્યા કે આવેલા સૈનિકોના ઈરાદા શું છે !

એ જ દિવસે બપોરે કેટલાક સૈનિકો ભૂખ્યા વરૂની જેમ અબરડીન ની બજારોમાં ફરી વળ્યા. દુકાનોમાંથી જે મળે એ ઉઠાવવા લાગ્યા. કેટલાકે સ્ત્રીઓ સાથે અણછાજતી છૂટ લેવાની શરૂ કરી. સ્થાનિકો નિઃસહાય બનીને સૈનિકોની આ વહશીયત જોતા રહ્યા. ઝુલ્ફીકાર અલી નામના એક યુવાનથી આ જોયું ન ગયું. એણે પોતાની પાસે રહેલી બંદુક ઉઠાવી અને હવામાં ફાયર કર્યું. આ જોઇને સૈનિકો પાછા વળી ગયા. થોડા સમય પછી સૈનિકો મોટું ટોળું લઈને ફરીથી આવ્યા. દરમિયાનમાં, ઝુલ્ફીકાર ટાપુઓના બીજા છેડે પહોંચી ગયો હતો. સૈનિકોએ શહેર પર ઝુલ્ફીકારના વિરોધનો ગુસ્સો ઉતાર્યો. સ્ત્રીઓ અને યુવતીઓ સાથે બેહુદુ વર્તન કર્યું અને જતા જતા ધમકી આપતા ગયા- કાલ સવાર સુધીમાં એ યુવાન હાજર નહીં થાય તો આખા શહેરે પરિણામો ભોગવવા પડશે. અધૂરામાં પૂરૂં, ગુસ્સામાં ને ગુસ્સામાં ત્યાં રહેલા એક મકાનને આગ લગાડતા ગયા, જેને પરિણામે બાજુના મકાનો ને ય આગ લાગી કેમકે બધા મકાનો લાકડાના બનેલા હતા.

થોડા લોકોએ ભેગા થઈને સ્થાનિક નેતા ડો. દિવાન સિંઘને જઈને પરિસ્થિતિ અંગે માહિતગાર કર્યા. એમણે અભિપ્રાય આપ્યો કે ઝુલ્ફીને સોંપી દેવો જોઈએ. બીજે દિવસે ઉગતી સવારે છ જાપાનીઝ સૈનિકો એને ગામલોકોની વચ્ચે ઢસડી લાવ્યા. એને માર્યો, લાતો મારવામાં આવી અને એ બેભાન ન થયો ત્યાં સુધી એને જ્યાં-ત્યાં અફળાવવામાં આવ્યો. એ પછી ય મારવાનું બંધ ન થયું. હેવાનિયતના દૂત સમા જાપાનીઝ સૈનિકોએ એના અર્ધ-મૃત દેહને ઊંચકીને એના સાંધાઓ તોડયા, હાડકા તોડયા અને પછી બંદુકના છેડે ભરાવેલા છરા (બેયોનેટ) થી એને મૌતને ઘાટ ઉતારવામાં આવ્યો. હબક ખાઈ ગયેલા ભારતીયોને થોડી કળ વળે એ માટે બીજો વારો અંગ્રેજ નાગરિક એ.જી.બર્ડ નો પડયો. જાસુસી કરવાના ખોટા ગુના હેઠળ એના પર પણ એ જ રીતે ક્રમ ચાલ્યો અને બર્બર ને ય સારા કહેવડાવે એવા જાપાનીઝ સૈનિકોએ એના દેહના નાના ટુકડા કરીને પ્રાણીઓને ખવડાવી દીધા. ડો. દિવાન સિંઘ અને એના આસિસ્ટન્ટ સેબેસ્ટિયન પિન્ટોએ હિંમત દાખવીને એના રહ્યાસહ્યા અવશેષો ભેગા કર્યા અને એના ખ્રિસ્તી રીતરિવાજ પ્રમાણે અંતિમ-સંસ્કાર કર્યા.

મૂળ વાત હવે આવે છે. એક સિવિલ સરકારની સ્થાપના કરાવવામાં આવી અને ગવર્નરને કામકાજની સત્તા આપવામાં આવી જેના સલાહકાર વાઈસ-એડમિરલ હતા. સ્થાનિક પોલીસની સાથે રહીને સૈનિકોએ પાશવીપણાની હદ વટાવી. ગમે તેના ઘરમાં જઈને સ્ત્રીઓ-યુવતીઓ પર બળજબરી અને બળાત્કાર તો ઠીક, પ્રકૃતિ વિરૂદ્ધના વિવિધ પ્રયોગો ય આચરવામાં જાપાનીઝ સૈનિકોએ બાકી ન રાખ્યું. વિકૃતિની તમામ હદો વટાવી દીધી. દિવાન સિંઘ રોજ ગવર્નરને મળીને લોકોની યાતનાઓ બંધ કરાવવા માટે વિનંતીઓ કરતા રહેતા હતા, જે સ્વાભાવિક રીતે સ્થાનિક પ્રશાસન અને જાપાનીઝોને ગમ્યું નહીં. એમણે ગવર્નરના કાનમાં દિવાન સિંઘ વિરૂદ્ધ ઝેર રેડવાનું શરૂ કર્યું, પરંતુ દિવાન સિંઘે લોકોની સેવા અવિરત કરવાનું ચાલુ રાખ્યું. એમની ધરપકડ ઓક્ટોબર, ૧૯૪૩ માં કરવામાં આવી. ૮૨ દિવસ સુધી અવિરત યાતનાઓનો દોર ચાલ્યો જેનું વર્ણન દિલ હલબલાવી નાંખે એવું છે. આખરે ૧૪ જાન્યુઆરી, ૧૯૪૪ માં એમનું મૃત્યુ થયું.

એ પછી ય જાપાનીઓની હિંસક યાતનાઓ બંધ ન થઇ. અંદાજે ૨,૦૦૦ જેટલા ગામલોકોને ૨૪ કલાક સુધી ભૂખ્યા રાખીને, એક દુરના ટાપુ પર લઇ જવાયા. ત્યાં વૃક્ષો સાથે બાંધી દેવાયા અને બેયોનેટ ચાર્જ દ્વારા પ્રેક્ટીસ કરતા હોય એમ મારવામાં આવ્યા. એ પછી પેટ્રોલ છાંટીને બધાને આગ લગાડી દેવાઈ. એમાં કેટલાય એવા હતા જે આગ લગાડાઈ ત્યારે જીવી રહ્યા હતા. આમ ને આમ, એ લોકો શબ્દશઃ રાખ થઇ ગયા.

આખી વાત માંડવાનું એક જ કારણ છે- જાપાન દર વર્ષે અણુબોમ્બની યાદમાં આંસુ વહાવે છે, પરંતુ એના સૈન્યએ આચરેલી પાશવી કૃત્યોની ગાથા ય એટલી જ ભયાવહ છે. નાનકિંગવાળી એક જ ઘટના બિહામણી નથી, જ્યાં જ્યાં જાપાને આક્રમણ કર્યું છે ત્યાં ત્યાં આવી સેંકડો કથાઓ હશે, જેનો જાપાને કમસેકમ મનમાં ખ્યાલ તો રાખવો જ પડશે.

પાપીની કાગવાણી :

આંદામાનના રોસ આયલેન્ડ પર પ્રવેશ કરતા જ જમણી બાજુએ જાપાનીઝ બંકર હજી રાખવામાં આવ્યું છે. હવે ત્યાં જાવ ત્યારે આ કથા યાદ કરજો.

(ર્જીેષ્ઠિીઃ ્‌રી ્‌િૈહ્વેહી, ર્સ્રૈહઙ્ઘીિ જીૈહખ્તર ડ્ઢરૈઙ્મર્ઙ્મહ, ૧૨/૧૨/૧૯૯૮)

• હર્ષ કે. પંડયા •

મંથન

• સાકેત દવે •

જટ્ઠાીંઙ્ઘટ્ઠદૃીજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ

કુદરતની નિકટ...

સવારે વિહરતા જોઈ મને ઓલી જુહીની વેલ સ્હેજ ઝૂકે,

બારીએથી વહેલી સવારનો તડકો આવી ખભે હાથ મૂકે;

એકાદ બિન્દાસ્ત વાદળ એમ જ આવી ચડે છે ક્યાંકથી,

ને પછી બોરસલ્લીના વૃક્ષ પર... કોયલ કેવું મીઠું ટહુકે.

મબલખ ભૌતિક સમૃઘ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી પણ કુદરતની નિકટ જવાની ઉત્કંઠા થવી જરૂરી છે. ઉનાળો વયસ્ક થવાની તૈયારી છે ત્યારે સૌએ દર વર્ષની જેમ ચાર દીવાલો અને છતની ગૂંગળામણ છોડીને અગાસી કે બાલ્કનીમાં રાત્રિ-વિશ્રામ કરવાની તૈયારી કરી કે નહિ ? લાંબા લાંબા વેગનો ખેંચતા રેલ્વે-એન્જિનની જેમ આખાય દિવસ દરમ્યાન જ્યારે શહેર હાંફી જાય છે ત્યારે મોડી સાંજ અને નવજાત રાત્રિનું વાતાવરણ આપણા જેવા વ્યસ્ત જીવોને રમણીય લાગવું સાહજિક છે. રાતનું આકાશ મને કાયમ વધુ સ્વચ્છ અને નિકટ આવી ગયેલું લાગ્યું છે. બદામડીની ડાળ પર લટકવાની સ્પર્ધામાં વ્યસ્ત બે-ત્રણ વાગોળોની નિયમિત ઉડાન વચ્ચે ભૂલા પડેલા કોઈ પારેવાની પાંખોના ફફડાટ અજાયબ રોમાંચ આપી જાય છે. શાળાનું કાળું બોર્ડ જ્યારે હું ભૂંસી રહેતો ત્યારે ચોકના કેટલાક સફેદ ટપકાં કાયમ રહી જતાં. અંધારી રાતે ચમકતા સફેદ સિતારાઓ મને મારો ખાલી વર્ગખંડ યાદ કરાવે છે.

ખૂલ્લા આકાશ નીચે નૈસગ્ર્િાક વાતાવરણમાં રાતે સૂઈ રહેવાનો અન્ય એક ફાયદો એ કે વહેલી સવારે આપણને ઉઠાડવા માટે અનેક કુદરતી એલાર્મો ઉપલબ્ધ હોય છે. આપણા મોબાઈલ ફોનના પરંપરાગત એલાર્મને બદલે વિવિધ પક્ષીઓનો ચહેકાટ સાંભળવા મળે તો તેને ‘સ્નૂઝ’ કરવાની જરૂર પડતી નથી. જન્મ લેતી સવારનો નજારો અદભુત હોય છે. આખી રાત પ્રસૂતિની મીઠી પીડા ભોગવી હોય એમ પૂર્વનું આકાશ કેસરવર્ણી ક્ષિતિજે સૌમ્ય સૂર્યને રમતો મૂકે છે. પંખીઓના મધુર સ્વરોથી સજાવેલું ફૂલગુલાબી આકાશ અહીંતહીં ફરતી વાદળીની કોર સોનેરી રંગમાં રંગાઈ ઉત્સવનો માહોલ ઊભો કરે છે. વહેલી શીત સવારે ઘરનું દ્વાર સ્હેજ અમથું ખોલતાં જ કેટકેટલું દોડી આવીને વળગી પડે છે : કાનની બૂટ ઠારતી મજાની ટાઢ, આથમી રહેલું છેલ્લું અંધારૂં, રૂંવાડાનો ગમતીલો થથરાટ અને બુલબુલનો કર્ણપ્રિય ચહેકાટ. હળવા પવને ફરફરતા આસોપાલવ વૃક્ષના પર્ણો નવોઢા કોઈ દુલ્હનના મુખ પર રેલાતા શરમના સંયમિત શેરડાનો આભાસ કરાવે છે.

કોયલે આવી બે સવાલ પૂછ્‌યા,

પછી અમેઃ હું ને ટહુકો, હીચ્યા.

હળવેથી પંપાળ્યા પાંદડાં મેં,

ધીરેથી સૂકાયેલ ઝાકળ લૂછ્‌યા.

સાવ મૃતપ્રાય હતો આ ઉંબરો,

આવી બુલબુલે શ્વાસ સિંચ્યા.

કુદરત મહાન કલાકાર છે. અનેક આયાસો છતાં કુદરતી પ્રતીત થાય તેવું નયનરમ્ય રંગ-મિશ્રણ કરવું કઠિન થઈ પડે છે. વૃક્ષો, નદીઓ, પર્વતો, ખીણ, જંગલો અને તમામ જીવોનું અસ્તિત્વ આટલા સમતોલનથી જાળવી રાખવાનું કાર્ય જરૂર અચરજ પમાડનારૂં છે. કુદરતે નરી આંખે ન જોઈ શકાય તેવા ન્યૂટ્રોન, પ્રોટોન ને ઇલેક્ટ્રોન જેવાં કણો રચ્યાં છે તો એ જ કુદરતે અનેક પ્રકાશવર્ષ દૂર વિશાળતમ આકાશગંગાઓનું નિર્માણ પણ કર્યું છે. માનવ અને અન્ય તમામ સજીવોની શરીરરચના પણ કોઈ ખૂબ જટિલ આયોજનનું પરિણામ છે. કુદરત જેટલી મહાન રચયિતા છે એટલી જ કુશળ ચિકિત્સક પણ છે. મોટાભાગના પ્રાણીઓને જખમ રૂઝવવા પોતાની લાળગ્રંથિનો ઉપયોગ કરે છે. કુદરત દ્વારા નિર્મિત તમામ તત્વો પરસ્પરના સહયોગથી શ્રેષ્ઠ સહઅસ્તિત્વનું નિર્માણ કરી શકે છે.

એ વાત કુદરતની, મને ઘણી ગમે છે,

કિનારે ઊગી વૃક્ષ, રસ્તા તરફ નમે છે.

કુદરતને બરાબર ન સમજી શકનાર આપણે ઘણીવાર કેટલાક અણગમા વ્યક્ત કરતા રહીએ છીએ અને તેને અતિક્રમી કુદરતી કાર્યોમાં અડચણરૂપ પણ બનતા હોઈએ છીએ. રસ્તા પર પડેલું કોઈ પ્રાણીનું મૃત શરીર જ્યારે કાગડા, સમડી કે અન્ય સૂક્ષ્મજીવો ફોલી ખાતા હોય ત્યારે એ સમજવું જરૂરી છે કે હવામાં કોહવાટ ન ફેલાય એ માટેની તે કુદરતી પ્રક્રિયા છે. કાપતાં બગડેલું નીકળે એ ફળને સડેલું કહી ધુત્કારાય ત્યારે ઘરના દાદા તેના પૌત્રને સમજાવે કે “જો બેટા... આ સાબિતી છે કે, ઈશ્વર/કુદરત નરી આંખે ન દેખાતા જીવોનું પણ કેટલું ધ્યાન રાખે છે...”, તો એ આવકારવા યોગ્ય કથન છે. આંગણામાં કોઈવાર રોટલીના નાના બે-ચાર ટુકડા વેરી બાળકોને બતાવવું જોઈએ કે નાની એવી કીડીઓ કેટલી ત્વરાથી આંગણું ચોક્ખું કરી શકે છે... !

કુદરતી આયોજનમાં માનવીએ કરેલ હસ્તક્ષેપ ભૂકંપ, ત્સુનામી અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર ઘટનાઓ માટે જવાબદાર છે તે આપણે જાણી ચૂક્યા છીએ. વર્ષો પહેલાં કોઈ સામયિકમાં વાંચેલો એક કિસ્સો યાદ આવે છે જેમાં ઇંગ્લેન્ડમાં વસતી એક વ્યક્તિની બદલી ઓસ્ટ્રેલિયા થાય છે. તે નિર્દોષભાવે પોતાની સાથે સસલાંની ચાર જોડ ઇંગ્લેન્ડથી ઓસ્ટ્રેલિયા લઈ જાય છે. સસલાંની પ્રજાતિને નિયંત્રિત રાખવા માટે જરૂરી એવી, બાજ જેવાં પક્ષીઓ અને અન્ય જંગલી પ્રાણીઓની કુદરતી હાજરી ઓસ્ટ્રેલિયામાં નહોતી. આ કારણે સસલાંની પ્રજોત્પત્તિ એ હદે થઈ કે જે-તે વિસ્તારમાં ઘેટાં અને અન્ય પાલતુ પ્રાણીઓ માટેનું ઘાસ સસલાં ખાઈ જવા લાગ્યાં. ફેલાવો એ હદે વધ્યો કે શાસનને તેમાં હસ્તક્ષેપ કરી કથિત સમસ્યાનું નિરાકરણ કરવા આયોજનો બહાર પાડવા પડયાં.

કુદરતને સમજવી કઠિન છે. ડાઘિયા કૂતરાના મોઢામાંથી તમે બચાવેલું બિલાડીનું નવજાત બચ્ચું ત્રીજે જ દિવસે ખિસકોલી મારીને ખાવા લાગે છે. પણ કુદરતને સમજી લઈશું તો એ ક્ષણો મજાની હશે. જ્યારે આંગણું વાળવાનું પૂરૂં કરીએ એ પહેલાં એક લાલચટ્ટક ફૂલ અને સુકું કોઈ પર્ણ એક સાથે આંગણામાં ખરી આપણા ઘરની શોભા વધારી આપે ત્યારે કુદરતની સમતુલા પર અનહદ માન ઉપજવું જોઈએ. સ્વચ્છંદ કોઈ કુમારિકા ઘરમાં જ્યાં-ત્યાં ચીજવસ્તુઓ ફેંકી દે, એમ વૃક્ષવેલી આપણી બાલ્કનીમાં પર્ણો ખેરવ્યાં કરતાં હોય તે સમયે એ નોંધ્યું કે એક જવાબદાર માતાની મમતાથી થોડીથોડીવારે આવીને પવન સઘળાં પાન એક ખૂણામાં એકઠાં કરી જાય છે?!

મારા ભૂલાં પડયાંનો ભાર, એ એમ કરી છીનવે છે,

કેડી વગર પણ ચાલી શકાય, કીડી મને શીખવે છે.

હોળી આંગણે જ છે મિત્રો... શહેરનો હોય કે મનનો, બાળી નાખવાની વાત હોય તો કચરો જ સળગાવીએ; ઊભા લીલાં વૃક્ષો નહિ. શાળા-દિવસોથી એવું ભણતા કે વનસ્પતિમાં જીવ હોય છે, તો વૃક્ષ-છેદન વખતે ચીસો ન સાંભળી શકીએ એટલી જડતા ન રાખીએ તો ઉત્તમ ! કુદરતી અસંતુલિતતા ભારત સહિત દુનિયાભરમાં કાળો કેર વર્તાવી રહી છે, જે ખુલ્લી આંખે જોઈ શકાય છે-આપણે નિમિત્ત ન બનીએ...

સૌને શુભેચ્છાઓ...

મુખવાસ :

માવઠું એ શું છે ? ૠતુ-સંચાલનમાં થયેલી કુદરતની ઉત્તમ બેદરકારી જ ને.... !

• સાકેત દવે •

સંજય દ્રષ્ટિ

• સંજય પીઠડિયા •

જટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

શાયરાના સંસદ - વાહ, વાહ, ક્યા બાત હૈ!

સફરમેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો. સભી હૈ ભીડ મેં, તુમ ભી નિકલ સકો તો ચલો.

કિસીકે વાંસતે રાહેં કહાં બદલતી હૈ? તુમ અપને આપકો ખુદ હી બદલ સકો તો ચલો.

યહાં, કિસી કો કોઈ રાસ્તા નહીં દેતા, મુઝે ગિરાકે તુમ સંભલ સકો તો ચલો.

યહી હૈ ઝીંદગી, કુછ ખ્વાબ ચંદ ઉમ્મીદે, ઈન્હીં ખિલૌને સે તુમ ભી બહેલ સકો તો ચલો.

પ્રસ્તુત ગઝલ મરહૂમ નિદા ફાઝલી સાહેબની છે જે તાજેતરમાં જ રાજ્યસભાના માધ્યમ દ્વારા વધુ લોકો સુધી પહોંચી. આ વાતનું શ્રેય જાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, કારણ કે તેમણે થોડા દિવસો પહેલાં વિરોધીપક્ષો સામે બંધબેસતી હોય એવી આ ગઝલ સંભળાવી અને તાળીઓના ગડગડાટ સાથે લોકોની વાહવાહી મેળવી. એ સિવાય આ જ વર્ષના રેલ-બજેટ વખતે સુરેશ પ્રભુએ પણ બે-ત્રણ શાયરીઓ ઠપકારી હતીઃ (૧) હંગામા ખડા કરના મેરા મક્સદ નહીં, મેરી કોશિશ હૈ કે યહ સૂરત બદલની ચાહિયે (૨) ન બહારોં સે બાત કરની હૈ, ન ચાંદ તારોં કી બાત કરની હૈ, ગહેરે દરિયા કો પાર કરના હૈ તો કિનારો કી બાત કરની હૈ. ન.મો.એ ગઝલનો ઉપયોગ કર્યો, બંસલે શાયરીઓનો ઉપયોગ કર્યો - આમાં કંઈ નવું નથી. સંસદ અને કવિતા-શાયરીઓનો સંબંધ વર્ષો જૂનો રહ્યો છે. આજે પ્રસ્તુત છે આવો જ કંઈક શાયરાના અંદાજ. ભૂતકાળમાં દ્રષ્ટિ કરીને ખજાનામાંથી શોધેલા કેટલાંક રસપ્રદ કિસ્સાઓઃ

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પોતાના ભાષણોમાં અવારનવાર ઉર્દૂ કવિતાઓનો સમાવેશ કરતાં આવ્યા છે. ૧૮મી સદીના કવિ મિર્ઝા ગાલિબ એમના મનપસંદ કવિ રહ્યાં છે. ૧૯૯૧માં જ્યારે મ.મો. વિત્તમંત્રી હતા ત્યારે સામાન્ય બજેટ પેશ કરતી વખતે એક શાયરી બોલેલા - “કૌન કહેતા હૈ આસમાનમેં સુરાગ નહીં હો સકતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો”. જ્યારે બહુ બોલકા અને પોતાની મૌખિક કલાને કારણે મશહૂર થયેલા સુષમા સ્વરાજ પોતાના ભાષણોમાં અલગ-અલગ પ્રકારની પંક્તિઓ વાપરતા જોવા મળતા જ હોય છે. મનમોહન સિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ૨૦૦૮માં કોંગ્રેસે સંસદસભ્યોને ખરીદીને પોતાના મત એકઠા કર્યા છે એવી આંગળી ઉઠાવવામાં આવી હતી. ત્યારે વિરોધપક્ષમાંથી સુષમા સ્વરાજ બોલેલા, “વડાપ્રધાન સાહેબને ઉર્દૂ ભાષા અને ઉર્દૂ કવિતાઓનો ખૂબ શોખ છે માટે હું તમારી માટે એક પંક્તિ બોલવા માંગુ છું - તુ ઈધર ઉધર કી ના બાત કર, યેહ બતા કી કાફિલા ક્યોં લૂટા; હમેં રહઝાનોં (ડાકૂઓ) સે ગીલા નહીં, તેરી રેહબારી કા સવાલ હૈ.” આના જવાબમાં મ.મો. બોલ્યા કે સુષમાજીની મૌખિક કલા સામે મારૂં કંઈ ન આવે પણ એમણે ઉચ્ચારેલી ઉર્દૂ શાયરીનો જવાબ હું જરૂર દઈશ. તરત જ સુષમાજીએ ‘ઈર્શાદ’ કહીને આગને વધુ હવા આપી. મનમોહન સિંહ બોલ્યા - “માના કે તેરી દીદ કે કાબિલ નહીં હું મૈં, તું મેરા શૌક તો દેખ, મેરા ઈંતેઝાર તો દેખ.”

માર્ચ ૨૦૧૩માં ફરી પાછા સ્વરાજ અને માનમોહન સામસામે આવી ગયા અને કવિજીવોને જલસો થઈ પડયો. સંસદની માલિપા આપણા પ્રધાનમંત્રી અને ભાજપનાં નેતા સ્વરાજ વચ્ચે શાયરાના અંદાજમાં યુદ્ધ છેડાઈ ગયું. મનમોહન સિંહે પોતાના ખાસ ભાવનાવિહીન અંદાજમાં ફરમાવ્યું કે, ‘હમકો ઉનસે હૈ વફા કી ઉમ્મીદ, જો નહીં જાનતે કિ વફા ક્યા હૈ’. અને ‘વાહ!વાહ!’, ‘દુબારા’ના પોકારો વચ્ચે સુષમાજીએ ‘બાય વન ગેટ વન ફ્રી’ની અદામાં સામી ચોપડાવી કે, ‘અધ્યક્ષ મહોદયા, મહેફિલનો એક અદબ હોય છે કે શેરની ક્યારેય ઉધારી રાખવામાં આવતી નથી. એટલે હું એકની સામે બે શેર સંભળાવીશ. (૧) કુછ તો મજબૂરિયાં રહી હોગી, યૂં હી કોઈ બેવફા નહીં હોતા. (૨) તુમ્હેં વફા યાદ નહીં, હમેં જફા યાદ નહીં; ઝિંદગી ઔર મૌત કે દો હી તરાને, એક તુમ્હેં યાદ નહીં, એક હમેં યાદ નહીં! (યુટ્‌યુબ પર આનો વિડીયો છે - સમય મળે તો જરૂર જોજો. જલસો થઈ જશે.)

જૂન ૨૦૧૪માં જ્યારે સુમિત્રા મહાજન લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા ત્યારે શ્રી મલ્લિકાર્જુન ખાર્ગેએ તેમને સલાહ આપતા આ બે પંક્તિઓ સંભળાવેલીઃ

હયાત લેકર ચલો, કાયનાત લેકર ચલો

ચલો તો સારે જમાને કો સાથ લેકર ચલો

એ જ મહિનામાં શ્રી રાજીવ પ્રતાપ રૂડી (બિહાર) એ નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કરતાં આ પંક્તિઓનું ઉચ્ચારણ કરેલુંઃ

હર હાલ-એ-સૂરત મેં યે તાવોતવા રખતે હૈં,

ઉમ્ર જો ભી હો, ખૂન જવાં રખતે હૈં

ઈસ દૌર કે અંગદ હૈ નરેન્દ્ર મોદી,

હિલતા હી નહીં પાંવ જહાં રખતે હૈં

એ જ સત્રમાં શ્રી નિનોંગ એરિંગ (અરૂણાચલ - ઈસ્ટના પ્રતિનિધિ)એ ન.મો.ને સલાહ આપતા કહેલું કેઃ

રૂઠ કે મત બૈઠો યારો, મંઝિલે ઔર ભી હૈં

જમીન ખત્મ હુઈ તો ક્યા હુઆ, આસમાન પૂરા બાકી હૈ.

તારીક અનવરે કહેલુંઃ

મિલે ઉરૂજ તો ઈંસાનિયત કી હદ મેં રહો

યહી તો વક્ત હૈ કુદરત કો આજમાને કા

શ્રી દુષ્યંત ચૌટાલાએ ચૌધરી દેવીલાલની કવિતાને પંક્તિનો સહારો લીધો હતોઃ

હર પેટ કો રોટી, હર હાથ કો કામ

હર સિર પર છત, બાકી સબ બાત ખોટી

આમ આદમી પાર્ટીએ તો ‘કુમાર વિશ્વાસ’ અને ‘ભગવંત માન’ જેવા કવિઓને પોતાની ટીમમાં રાખી મુક્યા છે. શું ખબર ક્યારે શબ્દયુદ્ધ ખેલાય અને આ ખેલાડીઓનો શાયરાના અંદાજ કામ લાગી જાય? જો કે ૨૦૧૪ની ચૂંટણી જીત્યાના થોડાં જ દિવસો બાદ ‘આપ’ના ભગવંત માને જાતે-પોતે લખેલી કવિતા સંસદમાં રજૂ કરેલી. (આ એ જ ભગવંત માન છે જે ‘લાફ્ટર ચેલેન્જ’માં સ્પર્ધક તરીકે ટી.વી. પર લોકો સમક્ષ પહેલાં આવી ચૂક્યા છે.) આ રહી તેમની કવિતાઃ

ૈુદ્ગ દ્ઘખ્તજ ૈુદ્ઘજ હજ’ા ઙ્ઘજ ાર્;ાઅજટ્ઠ ખ્તજીટ્ઠ, ીખ્તટ્ઠટાહ્વઢ ઙ્ઘરર્ ંખ્ત ઙ્મજ ચાાઅર ા; ઙ્ઘજ ૈં;ાઅજ ખ્તજી,

આજટાજ ઙ્ઘાજ િાજ ષ્ઠઙ્મ હાજર્ જ્જ ઙ્ઘર દ્ઘાજફર ઙ્ઘજ આઅજ ખ્તજી

ઙ્મદ્ઘઙ્ઘાદ્ઘંર ષ્ઠિા કહંર;જ, દૃઁદ્ગજ કહે ઙ્ઘષ્ઠ દૃોર્જાઅજ ખ્તજી?

ખ્તીાદ્ઘજ હજ’ા ઙ્ઘજ આજટ ષ્ઠખ્તાજિ કખ્તઈીર્િાઅજટ્ઠ ખ્તજી, કેંંખ્તાજેજ હ્વઢઙ્મ ીખ્તટ્ઠટાહ્વઢ ઙ્ઘજ હાજીદ્ઘ ીજટ્ઠ ૐાર ષ્ઠઁજ ૈાઅજ ખ્તજીટ્ઠ

અુટ્ઠફેર્જાઅજ ્‌;ાહા ષ્ઠઙ્મ કટેરિ ઙ્ઘજ દ્ઘર્ચાાઅજટ્ઠ ખ્તજી

ૈંઅરં ઙ્મદ્ઘઙ્ઘાદ્ઘંર ષ્ઠિા કહંર;જ, દૃઁદ્ગજ કહે ઙ્ઘષ્ઠ દૃોર્જાઅજ ખ્તજી?

ખ્તી િાજ દૃાીશ્દૃાહીર ૈાફરઢર્ ાઅજ ખ્તજી, ખ્તીજટ્ઠ િાજ ખ્તદ્ઘ ઙ્મદ્ઘઙ્ઘાદ્ઘઙ્મજ હટ્ઠસ્જ ચાાઅજ ખ્તજી

ખ્તીેજ િાજ ઙ્મસ્ઙ્ઘાજ ૈદ્ઘ દૃાજીદ્ઘ ૈાઆઢીજેંફીજટ્ઠ ;ખ્ત ૈુટ્ઠદ્ગેજ ઙ્ઘજ કઅ;જ ીાજદ્ઘજ કેઙ્ઘાઅજ ખ્તજી

ઙ્ઘજ ષ્ઠિાહ્વઢ;જ દૃઁદ્ગજ કહે ઙ્ઘષ્ઠ દૃોર્જાઅજ ખ્તજી?

લોકોનું મનોરંજન કરવાનો હક ફક્ત સિનેમાના એક્ટરો કે નાટકના કલાકારોનો જ નથી. આપણા દેશના નેતાઓમાં પણ આવી ઘણી કલાઓ છૂપાયેલી છે,પણ એમને પ્રસ્તુત કરવાના મૌકા નથી મળતા. સંસદની ગરીમાને જાળવીને કોઈ વાર આવી ઘટનાઓ બને છે ત્યારે ઘણાં લોકો એમ માને છે કે કદાચ દૂરદર્શનની‘લોકસભા’ કે ‘રાજ્યસભા’ જેવી ચેનલ્સના ટીઆરપી વધારવા માટે શાયરીઓને ફેંકમફેંક થઈ હોય. કે પછી ન્યુઝ ચેનલો પર છવાઈ જવા અને લોકોની નજરમાં આવવા માટેની આ નેતાઓની ચાલ હોય. જે હોય તે પણ શાયરીઓ, કવિતાઓ, નઝમો, પંક્તિઓ ઉચ્ચારીને પણ જનતા જનાર્દનના કામ થતાં હોય, દેશહિતમાં અને જનહિતમાં જરૂરી એવા બિલ પાસ થતાં હોય તો આપણને કોઈ વાંધો નથી. બાકી ઉપરવાલા સબ દેખ રહા હૈ!

પડઘો :

સત્તાની ચરબીને વીંધીને લોકોની લાગણીને નેતાઓના દિલ સુધી પહોંચાડવા માટે કવિતા જ એકમાત્ર ઉપાય છે

- જયેશ અધ્યારૂ (૧૩ જૂન ૨૦૧૩ના રોજ ‘કળશ’માં છપાયેલા એક લેખમાંથી સાભાર)

• સંજય પીઠડિયા •

મસ્ત રીડ

• ભૂમિકા દેસાઈ શાહ •

હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

શબ્દરૂપે સપ્રેમ- શાંતનુ

"યાર કોઈ સારી નોવેલ સજેસ્ટ કરને.. લવ સ્ટોરી હોય એવી. હા પણ બહુ હવામાં હોય એવી આભાસી નહિ!"-ગુડરીડ પર જુના વાચક મિત્રએ પૂછ્‌યું.

"વર્લ્ડ ફેમસ લવ સ્ટોરીઝમાં...."-મેં મારૂં લીસ્ટ હજુ શરૂ જ કર્યું અને..

"મારે વર્લ્ડ ફેમસ લવ સ્ટોરી નથી વાંચવી, મારે એવી લવ સ્ટોરી વાંચવી છે જે વાંચીને એમ લાગે કે- આ તો મારી જ સ્ટોરી છે! છે એવી કોઈ લવ સ્ટોરી ધ્યાનમાં?"-મિત્રએ મને વચ્ચેથી જ અટકાવતા પૂછ્‌યું.

"ફેબ્રૂઆરી મહિનો પતી ગયો અને માર્ચ મહિનો પણ પતવાનો , અને અત્યારે તને લવસ્ટોરી વાંચવાનું સુઝે છે?"-મેં હળવેકથી મજાક કર્યો.

"હા યાર, માર્ચમાં યર એન્ડીંગ ગણીને બધા હિસાબ કરીએ જ છે ને, એમ થોડા જુના હિસાબો યાદ આવી ગયા, એટલે જ મન થયું.."-મિત્ર જાણે વર્ષો પહેલાના પ્રેમને નોવેલ સ્વરૂપે વાંચવા માંગતો હોય એમ કૈક મને લાગ્યું.

"તો તો - હું તને એક ખુબ જ મસ્ત-સરળ અને દિલને અડી જાય એવી લવ સ્ટોરી સજેસ્ટ કરી શકું છું... તું "શાંતનુ " વાંચ. સિદ્ધાર્થ છાયા દ્વારા લિખિત "શાંતનુ " પ્રેમને એટલી સરળતા અને સચોટતા થી કહે છે કે વાચક વાર્તામાં પરોવાઈ જાય!"-મેં પોતાના પરમમિત્ર એવા સીડની નોવેલ સજેસ્ટ કરતા કહ્યું.

"આજ પહેલા આ નોવેલ વિષે વધુ સાંભળ્યું નથી... હમણાં તારી પાસે થોડો સમય હોય તો - "શાંતનુ " નવલકથા વિષે વાત કરીશ?"-ઉત્સુકતા પૂર્વક મિત્રએ વિનંતી કરી.

"શાંતનુ વિષે વાત કરવા બેસીશ તો કદાચ હું પણ એક ચોપડી ભરીને લખી કાઢીશ! તો પણ, મને કૈક થોડું કહેવા દે- "શાંતનુ" વિષે, જે માત્ર પુસ્તક નથી પણ શબ્દ-આત્મા-સ્વરૂપે મારા-તારા-બધાની જિંદગીમાં હાજર છે જ! તો શરૂ કરૂને?"-અને મેં મારૂં " શાંતનુ-પુરાણ" શરૂ કર્યું..

***

પ્રેમ એટલે? ના, આપણે અહી પ્રેમ એટલેકે સલમાન ખાન એવી વાત નથી માંડી.. વાત છે એ લાગણીની કે જે સૌકોઈએ અનુભવી છે જ,છતાં કોઈ એને કોઈ પરફેક્ટ વ્યાખ્યામાં બાંધી જ નથી શક્યું. પ્રેમ એટલેકે ઈશ્ક-મહોબ્બત-લવ...

મને જો પ્રેમને સરળ શબ્દોમાં વ્યાખ્યાયિત કરવાનું કહેવામાં આવે તો હું કહું - પ્રેમ એટલે જે શાંતનુ એ શ્વાસમાં ભરી છે એ લાગણીઓ, શાંતનુએ જેની આરાધના કરી છે એ ભગવાન અને શાંતનુએ જેને જીવ્યું છે એ પાગલપન-ઉત્કટતા-ઈઝહાર- ઇન્તેઝાર-ઇનકાર-સમર્પણ-સાધન-દીવાનગી.

હવે તમને વિચાર આવશે પ્રેમની પરિભાષા આપતા, હું વળી આ કયા "શાંતનું"ની વાત માંડીને બેઠી છું. આવો તમારી ઓળખાણ કરાવું મને પ્રેમની નવી વ્યાખ્યા શીખવાડનાર સિદ્ધાર્થ છાયા લિખિત "શાંતનુ" સાથે.

શાંતનુની વાર્તા -રોમીઓ-જુલિયેટ, લૈલા-મજનું, હિર-રાંઝા જેવી અમર પ્રેમ કહાની ભલે નથી... પણ એની સામાન્ય પ્રેમકહાનીમાં જે અસામાન્ય ઉત્કટતા અને દીવાનગી છે એ અભૂતપૂર્વ છે! શાન્તનું એક સરળ, મૃદુ, પ્રેમાળ અને સંવેદનશીલ મધ્યમવર્ગીય નોકરીયાત છે, જેની જીન્દગી મારી-તમારી જેમ મોંઘવારીમાં બે-છેડા ભેગા કરવામાં અને પરિવાર પ્રત્યેની જવાબદારીઓમાં જ વીતી જાય છે! નાની ઉમરે માતાનો ખોળો ગુમાવી ચુકેલો શાંતનુ પિતાનો લાડકવાયો છે. નિર્મળ લાગણીઓની સાથે રમુજી પ્રાસ-અનુપ્રાસમાં વાત કરવાની શાંતનુ અને તેના પિતાની આદત નાનકડા પરિવારને જીવંત રાખે છે. પ્રોફેશનલી કમિટેડ અને હાર્ડ વર્કિંગ શાંતનુ માત્ર પોતાની પ્રગતિ માટે જ નહિ, પણ દિલોજાન મિત્ર અક્ષયના પ્રોફેશનલ ગ્રોથ માટે પણ મહેનત કરતો રહે છે. દિલફેંક અક્ષયને કેરીયર પ્રત્યે સભાન અને જવાબદાર બનાવવાનું કામ શાંતનું કરે છે તો સામે છેડે શાંતનુના દિલમાં ફૂટેલી લાગણીઓ અને પ્રેમના અંકુરને પાંગરવા અને વિકસાવવામાં અક્ષય મદદ કરે છે.

સામાન્ય માહોલ અને સમાન્ય માણસો વચ્ચે અસામાન્ય લાગણીઓનું શાબ્દિક ચિત્રણ સિદ્ધાર્થ છાયા સચોટ રીતે કરી જાય છે. ઓફિસની સામેજ નવી ખુલેલી ઓફિસના ઉદ્‌ઘાટન સાથે જ અનુશ્રીને જોઈને શાંતનુના દિલમાં પણ નારિયેળ ફૂટે છે! અને સામેની નવી ખુલેલી ઓફિસમાંથી એક સ્ટેપલર લેવા આવેલી અનુશ્રીને શાંતનુ ભોળા ભાવે દિલ પણ આપી દે છે! ફોર્માલીટી-મિત્રતા-ખાસ દોસ્તી-કુમળી લાગણીઓ જેવા ઘણા વળાંકોથી શાંતનુ અને અનુશ્રી પસાર થાય છે. શાંતનુનો દિલોજાન દોસ્ત અક્ષય અને અનુશ્રીની સખી સીતરદીપ શાંતનુ અને અનુશ્રીની લાગણીઓના બદલાતા રંગોના સાક્ષી બની રહે છે. હવે તમને થશે શું નવું છે આ લવસ્ટોરીમાં? "એક લાડકા ઓર લાડકી કભી દોસ્ત નહિ બન સકતે”- ના ટીપીકલ બોલિવુડીયા ડાયલોગથી આગળ શાંતનુ શું છે?

જ્યાં સામાન્ય પ્રેમ-કહાનીઓ પૂરી થાય છે ત્યાં જ શાંતનું શરૂ થાય છે! શાંતનુના અનુશ્રી એટલેકે અનુ માટેના પ્રેમના એકરાર અને અનુશ્રીનો બેસ્ટ બડડીની લક્ષ્મણ રેખા ઓળંગવાનો ઇનકાર- આ બે અંધાર્યા વળાંકો સાથે જ સિદ્ધાર્થ છાયાની "શાંતનું" ખરા અર્થમાં શરૂ થાય છે! અનુશ્રીના પોતાના ઘરની વિરૂદ્ધ જઈને કરેલા પ્રેમ લગ્નમાં એને સાથ આપતો શાંતનુ, અનુશ્રીના અચાનક સંપર્ક બહાર થઇ જવાથી બહાવરો થઇ જતો શાંતનું, અક્ષય અને સીતરદીપ પણ જ્યારે અનુશ્રીને મિત્રતામાં દગાખોર માની લે છે ત્યારે પણ અનુશ્રીનો વફાદાર બેસ્ટ-બડડી બની રહેતો શાંતનુ, અચાનક વર્ષો પછી અનુશ્રીનો કોલ આવતા રોમ-રોમથી જીવી ઉઠતો શાંતનુ - સાત સમંદર પાર રહીને માત્ર એક ફોનના સહારે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી અનુશ્રી અને એની નાનકડી દીકરીને પોતાની કોઠાસૂઝથી બચાવીને નવું જીવન જીવવાનું બળ આપતો શાંતનુ - અનુશ્રીના તૂટેલા લગ્નજીવન પછી પણ એને પામવાનો કોઈ પ્રયાસ કર્યા વગર માત્ર એને અને એની પુત્રીને નવેસરથી જીવતા કરવા દિલથી મથનાર શાન્તનું- અવિરત, કોઈ અપેક્ષા વગર, માત્ર અનુશ્રીની મુસ્કાનની ચાહમાં રાહમાં પ્રેમને જીવી જતો શાંતનું-

અચૂક તમારી અંદર તમે પરાણે છુપાવી રાખેલા બેબાક પ્રેમીને ઝંઝોળી નાખશે! સિદ્ધાર્થ છાયા એમની પ્રથમ નોવેલમાં જ સરળ અને લાગણીશીલ શૈલી દ્વારા અસરદાર છાપ છોડવામાં સફળ રહે છે. વોટ્‌સએપ, ફેસબુક સ્કાઈપ જેવા ટેકનોલોજીનો નોવેલમાં અસરકારક ઉપયોગ કરીને સિદ્ધાર્થ છાયા આજના યુથને શાંતનુ સાથે બખૂબી કનેક્ટ કરી જાય છે. યુથને કન્ફયુઝ કરતી શારીરિક આકર્ષણ, હોર્મોનલ શારીરિક આવેગો-પ્રતિક્રિયાઓ અને ખોટું કર્યાના ગીલ્ટ - જેવી બાબતો ચર્ચીને " શાંતનુ" ફીઝીકલ એજ્યુકેશન અંગે જરૂરી વૈજ્ઞાનિક સમજણ પણ આપે છે. એકાદ નબળી બાજુ ધરાર ગણાવવી જ પડે તો અશારીરિક પ્રેમને શબ્દોમાં સફળતાથી જીવંત કરનાર લેખક શાંતનુ અને અનુશ્રીની પ્રેમભર અંગત પળોના વર્ણનમાં હજુ સહેજ વધુ ખુલીને લખી શક્યા હોત. એકંદરે સરળ શબ્દોમાં, મારા-તમારા જેવા સામાન્ય માણસની અસામાન્ય લાગણીઓ અને પ્રેમની વાત માંડવામાં સિદ્ધાર્થ છાયા લિખિત "શાન્તનું" એકદમ સફળ રહે છે.

***

મારી જિંદગીના શાન્તનુંએ પણ આ લવ-સ્ટોરી વાંચી અને માણી છે, તમે વાંચી-વંચાવી કે નહિ?

• ભૂમિકા દેસાઈ શાહ •

બોલિસોફી

• સિદ્ધાર્થ છાયા •

જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

જ્યારે ‘પિયા કા ઘર’ નાનકડું હોય ત્યારે?

માલતી અને રામના લગ્ન થાય છે. નાનકડા ગામમાં રહેતી માલતીને પરણીને મુંબઈ જેવા મોટા શહેરમાં આવવાનો ઉમંગ જ જબરદસ્ત હોય છે. આ ઉપરાંત પોતાના પતિના ઘેર તે આમ કરશે, તેમ કરશે, બધાને સાચવશે એવો ઉત્સાહ પણ ખુબ હોય છે. પરંતુ આ ઉમંગ અને ઉત્સાહ લગ્ન કરીને પોતાના પિયા એટલેકે રામને ઘેર પહોંચીને જ ઠરીને ઠીકરૂં થઇ જાય છે. કારણ? રામનું કુટુંબ ખુબ મોટું છે. સાસુ સસરા ઉપરાંત એક જેઠ-જેઠાણી અને નાના દિયર અને નણંદ પણ હોય છે. માલતીને કદાચ સંયુક્ત કુટુંબમાં આવવાનો જરાય વાંધો ન હતો પરંતુ આ વિશાળ કુટુંબ મુંબઈની ચાલીમાં ગણીને દોઢ રૂમમાં રહેતું હતું. એમાં જે પાર્ટીશનવાળો રૂમ હતો એના પર જેઠ-જેઠાણીનો કબ્જો જામી ચૂક્યો હતો. હવે આવામાં એ અને રામ પ્રેમ તો શું પ્રેમની વાતો પણ કેવીરીતે કરે?

રામને પણ આ અંગે ખુબ ગુસ્સો અને દુઃખ હતું કે તેને માલતી સાથે સમય ગાળવા નથી મળી રહ્યો. અમુક દિવસો બાદ સાસુ અને સસરા રામ અને માલતીનું દુઃખ આપોઆપ સમજી જાય છે અને થોડા સમય માટે નાના દીકરા-દીકરીને લઈને ફિલ્મ જોવા જતા રહે છે. પણ ત્યાં જ માંડમાંડ મળેલા એકાંતનો ભંગ કરવા જાણેકે ટાંપીને જ બેઠો હોય એમ એક દૂરનો સગો ટપકી પડે છે. પછી રામ એક ઉપાય કરે છે. તે માલતીને લઈને એક દિવસ ખુદ મુંબઈ દર્શને જતો રહે છે અને થોડું ફર્યા પછી એક હોટેલની રૂમ બૂક કરે છે. પણ અહિંયા પણ નસીબ બે ડગલા આગળ હોય છે. આ હોટલ પર પોલીસની રેડ પડે છે અને માલતી સાથે રામને અમુક સમય પોલીસ સ્ટેશનની મૂલાકાત લેવી પડે છે.

તો આ હતી માલતી અને રામની કહાણી. સંયુક્ત કુટુંબની પરંપરા હવે તેના અંત તરફ જઈ રહી છે, પરંતુ જ્યારે આ પરંપરા તેના ચરમ પર હતી ત્યારે ૧૯૭૨માં આ ફિલ્મ એટલેકે ‘પિયા કા ઘર’ રિલીઝ કરી હતી. ફિલ્મની વાર્તા સાથે ઘણા દંપતીઓ એ પોતાની જિંદગીને પણ સરખાવી હતી. એવું નથી કે મુંબઈકે મહાનગરોમાં જ આ પ્રકારની પરિસ્થિતિ હોય છે. નાના શહેરોમાં પણ હવે મોટા ઘર લેવાનું તો દૂર પણ એના ભાડાં પણ પોસાય એવા નથી હોતા. આથી કુટુંબોએ એક રૂમના ઘરમાં પાર્ટીશન અથવાતો ઘણી જગ્યાએતો માત્ર પડદાનું જ અંતર રાખીને રહેવું પડતું હોય છે. આમાં બહોળું કુટુંબ હોય એવું જરૂરી પણ નથી. એક તરફ યુવા કપલ તો બીજી તરફ માતા-પિતા હોય છે. આવા સંજોગોમાં યુવા પતિ-પત્નીને પ્રેમ કરવાનું તો દૂર પરંતુ પ્રેમના બે મીઠા શબ્દો બોલવાની પણ તકલીફ પડી જતી હોય છે.

લગ્નજીવનની સફળતા માટે આપણે ત્યાં જતું કરવાનું અને એકબીજાની સાથે સંજોગો સાથે સમાધાન કરીને જીવી લેવા જેવી ફિલોસોફીઓ ખુબ કહેવામાં આવી છે પરંતુ કોઇપણ લગ્નજીવનમાં મધુરતા અને ટકાઉપણું લાવવા માટે સેક્સનું પણ એટલુંજ મહત્ત્વ છે એવું આપણે કોઈવાર સોય ઝાટકીને કહ્યું નથી. કેમ?કારણકે સેક્સ એતો બહુ ગંદો વિષય છે, પછી ભલેને આપણું અસ્તિત્વ એને લીધે કેમ ન હોય? ‘પિયા કા ઘર’માં માલતી અને રામ બંનેની એકબીજામાં ખોવાઈ જવાની તલબને વગર કોઈ જાહેરાત કરે ખુબ સુંદર રીતે દેખાડવામાં આવી છે અને આ પ્રકારની તકલીફો નાના ઘરમાં રહેતા કદાચ તમામ કપલ્સને થતી હશે. સેક્સથી માત્ર બે શરીર જ એકાકાર નથી થતા પરંતુ બે આત્માઓ પણ એકબીજામાં ભળી જતા હોય છે. ખાસકરીને જ્યારે નવા લગ્ન થયા હોય ત્યારે.

જો નાનકડા ઘરમાં જેઠ-જેઠાણી પણ રહેતા હોય અને તેમને અલાયદી જગ્યા મળી હોય તો તેમણે પોતે જ્યારે લગ્ન કર્યા હતા ત્યારની પરીસ્થિતિ યાદ કરીને શરૂઆતમાં થોડા દિવસ નવા યુગલને જગ્યા ન કરી આપવી જોઈએ? આ સામાન્ય સમજ છે. પછી શાંતિથી ચર્ચા વિચારણા કરીને એક-એક અઠવાડિયું કે મહિનાનું રોટેશન પણ વિચારી શકાય. જેમ આપણે આગળ ચર્ચા કરી તેમ સેક્સ એ શારીરિક કરતા માનસિક ક્રિયા વધુ છે. એકબીજા પરનો પ્રેમ દેખાડવા માટે તો એ જરૂરી છે જ પરંતુ દિવસ આખો કામ કર્યા પછી ફ્રેશ કરી નાખતી એક્સરસાઈઝ પણ છે. પણ તેના માટે અંગત સ્પેસ મળવી ખુબજરૂરી છે. આટલું જો વિચારી લેવામાં આવે તો ઘણા ‘પિયા કા ઘર’ ટેન્શન મુક્ત થઇ શકે છે.

છેવટે તો જો બધા ખુશ રહેશે તો આખું કુટુંબ પણ ખુશ રહેશે ને? ધ્યાનથી જો આ વિષે વિચારવામાં આવે તો ઘણો ફાયદો થઇ શકે તેમ છે.

૧૭.૦૩.૨૦૧૬, ગુરૂવાર

અમદાવાદ

• સિદ્ધાર્થ છાયા •

લઘરી વાતો

• વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી •

હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

દસમા બારમા ની વિધાર્થીઓ ની સાચી પરીક્ષા

મોટા ભાગ નાં લોકો ધોરણ દસ ની પરીક્ષા માં સ્ટ્રેસ ઘટાડવા શું કરવું ? ધોરણ બારમાં પરીક્ષામાં થી બેધ્યાન નાં થવાય એ બાબતે શું કરવું? લખી લખીને બાળકો નો સ્ટ્રેસ વધારી દેતા હોય છે. તો અમે લઇ ને આવ્યા છે એક હલકો ફુલકો લેખ જે પરીક્ષા ની તૈયારી વચ્ચે અથવા તો પરીક્ષા પછી પણ દસ મિનીટ કાઢી વાંચવાથી તમે ફ્રેશ ફિલ કરશો.

ધોરણ દસ અને બાર ની પરીક્ષા નજીક હોય ત્યારે કેટલાક લોકો ની પણ આ પરીક્ષા જેવું હોય છે. એ લોકો શોધી શોધી ને આવા બાળકો ને બેસ્ટ ઓફ લક કેહવાને બહાને ટેન્શન માં મૂકી આવતા હોય છે. આ એવા લોકો છે જે કોઈ ની તબિયત પૂછવા જાય અને પેલો કહે કે મને ખાસી થઇ છે તો તરત જ બોલી ઉઠે અરે અમારા ફલાણા ભાઈ ને પણ ખાસી હતી પછી તો ટી.બી નીકળ્યો અને પછી એ ભાઈ પણ નીકળી ગયા! જમાનો બહુ ખરાબ છે આજકાલ નાની ખાસી ને પણ હલકામાં નાં લેવાય. અરે તમને ખબર છે હમણા અમિતાબ બચ્ચને પણ કબુલ કર્યું હતું કે તેને પણ ટી.બી હતો આ ખાસી તો કોઈ દિવસ હલકા માં નાં લેવાય.

આ લોકો બાળક નાનું હોય ત્યારે રમાડવા ગયા હોય છે ત્યાર પછી સીધું દસમાં ધોરણ કે બારમાં ધોરણ ને બાળક ને ફરી વાર રમાડવા પરીક્ષા પેહલા બેસ્ટ ઓફ લક કહેવા પહોચી જાય છે. આ લોકો એવું માનતા હોય છે કે પરીક્ષા પહેલા બેસ્ટ ઓફ લક કહેવા જવું જ પડે નહીંતો સમાજમાં તેમનું ખરાબ લાગે કે ફલાણા નો છોકરો/છોકરી દસમાં માં હતો તોય એમનાં ઘરે બેસ્ટ ઓફ લક કેહવા પણ નહતા આવ્યા. સમાજ શું કહેશે?, ચાર લોકો શું કહેશે? છોકરા /છોકરી ને પ્રેશર આપવા,મળવા જવુ જોઇએ આ એવા લોકો હોય છે કે જેમને પોતે કુદરતી રીતે પણ પ્રેશર નથી આવતું હોતું અને કાયમચૂર્ણ નાં આધારે ચાલતા હોય છે . આ લોકો રૂબરૂ મળીને કેવા પ્રકારની વાતો કરે છે તેના અંશ નીચે મુજબ છે .

(૧.) “ક્યા ગયો લાલો દેખાતો નથી ? વાંચવા બેઠો છે ?

એને કહો છેલ્લી ઘડીએ બહુ વાંચવું નાં જોઈએ નહિતો માનસિક સ્ટ્રેસ વધી જાય.

ઉજાગરા તો બિલકુલ નાં કરવા જોઈએ નહિતો પછી ચાલુ પરીક્ષાએ ઉઘ આવે.”

(૨.) “આજકાલ તો કોમ્પીટીશન ટફ છે અમારા ફલાણાના છોકરાને તો આટલા ટકા હતા તોય એડમીશન નહતુ મલતુ, આ જુવો ને એડમિશન મેળવવા કેટલા આંદોલન થાય છે સમાજમાં ??”

(૩.) “ના ના તમારો છોકરો /છોકરી તો હોશીયાર જ છે. બેટા ૮૦% થી નીચે ના લાવતો. જો ને અમારો ફલાણા નાં છોકરા ને ૭૦% આયા હજુ નોકરી વગર ફરવું પડે છે.”

(૪.) “જો તારા ફલાણાને ૧૦ મા ધોરણમા બોર્ડમાં નંબર આયો હતો તારે એનો રેકોર્ડ તોડવાનો છે, પણ હવે તો બોર્ડ મા નંબરની પ્રથા નથી તોય રેકોર્ડ તોડવાનો જ છે.”

(૫.) “કઈ સ્કુલમા નંબર આયો છે ?? અરે ત્યા તો આપણે ફલાણા ભાઇની ઓળખાણ છે કૈઇ કામ હોય તો કેહજે આપણું નામ દેજે. પણ હારૂં આજકાલ બહુ સાચવવું પડે, દરેક સ્કૂલો માં સીસી ટી.વી કેમેરા ફરજીયાત છે.”

(૬.) “આજુબાજુમા વાતો ના કરતો. આજકાલ કોક આપણા પર કાપલી નાખીને આપણને હલવાવી જાય.”

(૭.) “પરીક્ષા સેન્ટર પર અડધો કલાક વહેલા પહોચવુ સારૂ અને અમારો ફલાણો તો પરીક્ષા મા આખી રાત વાંચે રાખતો કહેતો કે પછી આખુ વરસ ઉઘવાનુ જ છે ને? તુ પણ ખુબ મેહનત કરજે, એક વાર આ દસમું ધોરણ અને બારમું ધોરણ પતી ગયું પછી આખી જીંદગી લીલા લહેર છે.

આટલુ બધુ કીધા પછી શુકન ના ૧૧ રૂ આપવા જેથી પેલો વધારે ડીમોરોલાઇઝ થૈઇ જાય અથવા તો દસ રૂપિયા વાળી પેન આપીને જતા રહે ત્યારે પેલા બાળક નાં માનસપટ પર એની ગંભીર છાપ પડતી હોય છે .

બોધ : લોકોને પરીક્ષા આપવા દેવી એમના ઘરે જૈઇ જૈઇને એમનો અને આપણો સમય ના બગાડવો.

• વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી •