પ્રેમની શોધ rakesh patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની શોધ

શ્રી મહેન્દ્ર ભાઈ તેમજ માતૃભારતીટીમના આભાર સાથે મારું પ્રથમ લેખન આપ વાચક મિત્રો સમક્ષ રજુ કરું છું.

મારા પરિવારના સભ્યો મારા પ્રિય મિત્રો, અને લેખક મિત્ર મેહુલ સોની "યાર" નો ખૂબ ખૂબ આભાર જેમની સતત પ્રેરણા સાથ સહકારથી આપ વાચક મિત્રોની સમક્ષ રજૂ થઈ રહ્યો છું.

ત્યારે આપનો પ્રતિભાવ મારા માટે અમૂલ્ય હશે

- રાકેશ પટેલ

~ પ્રેમની શોધ~

પ્રેમ કેટલો અદ્ભૂત શબ્દ છે! હા પરંતુ અત્યારે બહું ઓછો જોવા મળે છે,છે તો પુરો નથી. અાજે પ્રેમની જરૂર બધાને છે,જોઈએ છે બધાને પણ આપવો કોઈને નથી.

આ ભૌતિક (ભોગ) સંસ્કૃતીના આ મહાકાય વિનાશકારી વિશાળ વંટોળીયામાં આપણે આજે પ્રેમનું મહત્વ ઓછું કરી નાખ્યું, તો ના પતાવી દીધું છે.

પ્રેમને કોઈ ચોક્કસ વ્યાખ્યામાં બાંધી નથી શકાતો (બંધાય પણ નહી) મા-બાળક પિતા-પુત્ર, ભાઈ-બહેન, પતિ-પત્ની, ભાઈ-ભાઈનો પ્રેમ બહેન-બહેનનો પ્રેમ. શું બસ આટલા જ પ્રકાર છે પ્રેમના? ના નહી પ્રેમ તો સર્વત્ર છે. રોજિંદી જીંદગીમાં જ જુવોને દુધવાળા સાથે,શાકભાજી વાળા સાથે, પડોશી સાથે, સગા,સબંધીઓ સાથે, હોસ્ટેલ,સ્કૂલના મિત્રો, ઓફિસના સાથીઓ સાથે,શેરી મિત્રો અને આવા તો અનેક પ્રકારના પ્રેમ આપણાંને જોવા મળશે ખરુંને? હા પણ આમાથી આપણે તો લગભગ એક પણ નહી નિભાવતા હોય. ખેર આપણે અત્યારે આ ભૌતિક જીવનની દોડધામમાં તો ઘરના સભ્યો સાથે પણ નથી નિભાવી શકતાં.

અત્યારે શા માટે પત્નીને અઠવાડિયામાં બે વાર સહેલીઓ સાથે કિટ્ટી પાર્ટીમાં જવું પડે છે, શા માટે જવાબદાર માણસ(પતિ-પિતા) મોડિ રાત્રી સુધી પાર્ટીઓમાં રહેશે, શા માટે આજનો યુવાન

ક્ષણિક આનંદ માટે મિત્રો સાથે વ્યસન,જુગાર,મરજી પડે ત્યાં રખડવું વગેરે નકામાં ભયંકર દુષણોથી આકર્ષાય છે, તેમાં જોડાય છે.

આનું કારણ એક જ કે તે પુરતો પ્રેમ નથી મેળવી શકતો! પ્રેમની જરૂર તો બધાને છે,પ્રેમ આવશ્યક છે.એટલે જ તો બધા ઝાઝો નહી પણ ક્ષણિક આનંદ પણ લુંટી લેવા માગે છે.

અને એ ક્ષણિક આનંદ પાછળ પાગલ થઈને દોડે છે અને એ ભ્રામક આનંદ ઘણાં બધા પ્રેમને એ અગ્નીમાં હોમી દે છે.

આજે આપણે પ્રેમને ખરીદવા માટે તલપાપપડ થઈ રહ્યાં છીએ અને હાલની પરિસ્થિતી જોતા એ સાચું પણ છે જ ને? હા સાચું છે પણ શું પ્રેમ કાંઈ ખરીદવાની વસ્તુ છે? ના એ ખરીદી નથી શકાતો એને મેળવવો પડે છે, કમાવવો પડે છે. મેળવવો છે તો કેવી રીતે? પ્રેમ મેળવવા પ્રેમ આપવો પડે છે. પ્રેમ આપી દીધો પણ મળતો નથી આવો ભયંકર વિચાર પણ પાછો મનમાં ઘર કરે એ સ્વાભાવિક છે.તો એમાં ભૂલ આપણી છે.જો સાચો નિર્દોષ, સમ્પૂર્ણ પ્રેમ આપ્યો હશે તો આવો સવાલ થાય જ નહી.

ભગવાન શ્રી કૃષ્ણના જ શબ્દોમાં "પ્રેમ એટલે કંઈ પણ અપેક્ષા વગરનું સમર્પણ"

આજે આપણે આમજ ભૂલ કરી રહ્યાં છીએ અપેક્ષાને વધું મહત્વ આપી રહ્યાં છીએ. મિત્રો પેલા સમર્પણને મહત્વ આપો જ્યાં સમર્પણ છે ત્યાં અપેક્ષા નથી અને અપેક્ષા છે ત્યાં સમર્પણ નથી આ વાતને મનમાં ગાંઠ વાળીને સંગ્રહ કરી લો.

પ્રેમની તાકાત અહા શું અદ્ભુત તાકાત છે! પ્રેમમાં તમે પણ ક્યારેક અનુભવી હશે સાચું ને? ખેર ના અનુભવી હોય તો અનુભવ કરજો એ તાકાતનો! આજે ઈતિહાસ જોવામાં આવે તો ઈતિહાસમાં સૌથી વધારે શીખવાની જરૂર હોય તો એ પ્રેમ વિશે શીખવાની જરૂર છે.

(તમે ચિંતા ના કરો હું અહી ઈતિહાસ નહી ખોલું)

પણ હા થોડા ઉદાહરણો તો જરૂર આપીશ મહારાણા પ્રતાપનો હિંદુત્વ પ્રત્યેનો પ્રેમ, મિરા બાઈનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, પયગંબરનો સત્ય પ્રત્યેનો પ્રેમ,ઈસુનો દયા પ્રત્યેનો પ્રેમ અને ગાંધીજીનો અહિંસા પ્રત્યેનો પ્રેમ આવા તો અગણિત ઉદાહરણો ઈતિહાસ આપણાંને આપવા ત્યાર છે પણ જરૂર આપણે લેવાની (શીખવાની)છે. હવે આપણે મુખ્ય મુદ્દા પર આવીએ તમે પેલી દંતકથા તો જરૂર સાંભળી હશે અને ના સાંભળી હોય તો લો આ રહી,

એક ઉદાસ માણસ જીંદગીથી હારેલો માણસ એક દિવસ એક સાધુને કહે છે મહાત્મા મને આજે તમે એક જ શબ્દમાં આખા જીવન વિશે સમજાવી દો, મને ટુંકામાં ટુંકી રીતથી આ સઘળુ જણાવો કે જેથી કરીને જીવન સરળ, સહેલું અને અદ્ભુત બને ત્યારે એ સાધુ મહાત્મા એટલુ જ બોલ્યાં હતા કે "પ્રેમ" પ્રેમને સમજી જઈએ પ્રેમને ચાવી જાઈએ પ્રેમને પચાવી લઈએ એટલે આપણું કામ થઈ જશે!. હા મિત્રો હા આ સમગ્ર વિશ્વ જો પ્રેમને સમજી લે તો તો જમાવટ થઈ જાય!

આપણે પ્રેમને ઘણો પાછળ છોડી દીધો છે,આ પશ્ચિમી સંસ્કૃતી પાછળની દોડમાં પ્રેમ છુટી ગયો તો એને લાવવો ક્યાંથી? બસ એના માટે કંઈ વધું કરવાની જરૂર નથી,એના માટે આપણી સંસ્કૃતીએ વર્ષો પહેલા આ વાત વિચારી લીધી છે.આપણી સંસ્કૃતીના આધાર સ્તંભ એવા વેદો શાસ્ત્રો,ઉપનિષદોમાં આપણાં ઋષિઓએ આના માટે લખી રાખેલું જ છે.જે આપણે થોડુક ધ્યાનથી જોવાની જરૂર છે.થોડુક ઉતારવાની જરૂર છે,એ આપણાં મહાન પૂર્વજોએ એ સમયમાં આપણને ઘણાં બધા વાક્યો કહેલા છે (આજના સમયમાં ઉપયોગમાં લેવા માટે) જેમ કે વસુધૈવ કુટુમ્બકં, સત્યમેવ જયતે, સેવા પરમો ધર્મ, ક્ષમા વિરસ્ય ભુષણમ,.

બસ મિત્રો આવા જ થોડા વાક્યોને અત્યારે હાલમાં રોજિંદા જીવનમાં ઉતારી દઈએ એટલે બસ આપણે કામ પુરૂ થાય અને જીવન આસાન થાય. આસાન તો થાય સાથે અદ્ભુત, આનંદદાયી, (ચિદાનંદ રૂપ શિવો અહમ્ શિવો અહમ્) અને જીવવા લાયક થાય.!

-રાકેશ પટેલ

rmpatel98241@gmail.com

mo:-9824193498