Keptan Laxmi Sahagal books and stories free download online pdf in Gujarati

Keptan Laxmi Sahagal

કેપ્ટન લક્ષ્મી સહગલ

મૂળ લેખક

ડૉ. રોહિણી ગવાણકર

સંક્ષેપ, સંકલન અને પૂરક માહિતી

સોનલ પરીખ

વિચારવલોણું પરિવાર પ્રકાશન

નિવેદન

આપણામાંથી ઘણાને ભણવાનું પૂરું થયું ત્યારે વધુ આનંદ એ હતો કે હવે પરીક્ષામાંથી

મુક્તિ મળી અને એ સાથે વાંચીને યાદ રાખવામાંથી પણ મુક્તિ.

પણ ભણતર પછી કામે ચડ્યા, પરણ્યા, જવાબદારીઓ વધી ત્યારે ખબર પડી કે હવે

તો રોજ પરીક્ષામાં બેસવાનું થાય છે અને એમાં પૂછાતું ઘણું તો કોર્સ બહારનું, જે ભણ્યા, જેમાં ખૂબ માર્કસ લીધા એ સિવાયનું જ હોય છે. હવે મહત્ત્વના વિષયો છે ભાષાકીય

સજ્જતા, વાતની મુદ્દાસર રજૂઆત, વિચારોની સ્પષ્ટતા, માનવીય સંબંધો, સામાજિક શિસ્ત, સમયબદ્ધતા, પ્રામાણિકતા, વિશ્વસનીયતા ... વિગેરે. જેમ જેમ આગળ વધીએ

છીએ તેમ તેમ નવા નવા વિષયો ઉમેરાતા જાય છે અને જૂના વિષયોના વિવિધ અજાણ્યા

પાસાઓ ખૂલતા જાય છે.

હવે વિનોબાજીની વાત સમજાતી જાય છે કે : ‘અધ્યયન (ઙ્મીટ્ઠહિૈહખ્ત) કાયમ કરતા

રહેવાનું છે. તે વિના ચાલવાનું નથી. ઉપરાંત, અધ્યયનમાં મહત્વ લંબાઈ-પહોળાઈનું નથી (કેટલાં પુસ્તકો વાંચી કાઢ્યા), ઊંડાણનું છે (કેવળ સમાધિસ્થ થઈને સતત થોડો સમય

જીવનભર અધ્યયન).

ઉપનિષદ જેને ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’ કહે છે એ બે વચ્ચેનું સંતુલન જાળવીએ.

વિદ્યા એટલે પોતાના વિષેનું જ્ઞાન, અવિદ્યા એટલે પોતાના સિવાયનું જ્ઞાન.

કંઈક ‘થવા’ (મ્ીર્ષ્ઠદ્બૈહખ્ત) માટે પ્રશ્નોના જવાબો શોધવા તો વાંચીએ જ છીએ,

હવે કંઈક ‘હોવા’ (મ્ીૈહખ્ત) માટે, આંતરિક વિકાસ માટે પણ વાંચીએ જેથી સતત ઊઠતા

પ્રશ્નોના જવાબ મળતા પહેલા એ પ્રશ્નો જ ઓગળવા માંડે.

એવું વાંચીએ જે આપણા વિચારોના પ્રવાહને સંયમિત કરે. આપણી બુદ્ધિને સ્વતંત્ર

અને પ્રતિભાવાન બનાવે. એમાં નવી નવી કૂંપળો ફૂટતી રહે.

અમારો પ્રયાસ આવી પુસ્તિકાઓ આપવાનો છે. જેથી સ્વસ્થ વ્યક્તિ અને શાણા

સમાજના ઘડતરની દિશામાં કામ થઈ શકે.

મુનિ દવે

પ્રમુખ - વિચારવલોણું પરિવાર

ફોન : ૦૭૯-૨૬૭૫૧૩૫૭

કેપ્ટન લક્ષ્મી સહગલ

પ્રાસ્તવિક

ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનનો ઈતિહાસ આપણી શિક્ષણ પદ્ધતિમાં વ્યવસ્થિત રીતે

શીખવાતો નથી. ખાસ કરીને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહિલાઓનું જે યોગદાન છે તે ઉપેક્ષિત રહ્યું છે. આ ઉણપ દૂર કરવા ડૉ. રોહિણી ગવાણકરે, ‘રાણી ઝાંસી રેજિમેન્ટ’

નામનું પુસ્તક લખ્યું, જેમાં વિદેશની ધરતી પર વસેલી ભારતીય યુવતીઓએ રાણી ઝાંસી રેજિમેન્ટમાં ભરતી થઈ આઝાદ હિન્દ ફોજના ભાગ રૂપે જે બહાદુરી બતાવી હતી તેનું

પ્રેરણાદાયક વર્ણન છે. આ રાણી ઝાંસી રેજિમેન્ટના કેપ્ટન ડૉ. લક્ષ્મી સહગલનું ૨૦૧૨માં

મૃત્યુ થયું. તેમના મૃત્યુથી બલિદાન અને વીરતાના એક યુગનો જાણે અંત આવ્યો અને સાથે જ નેતાજી, નેતાજીની આઝાદ હિંદ ફોજ અને આઝાદ હિંદ સરકાર અને તેમણે જગાડેલા

દેશપ્રેમ અને શૌર્યના એક અભૂતપૂર્વ જુવાળની સ્મૃતિ ફરી તાજી થઈ.

ડૉ. રોહિણી ગવાણકરના આ મરાઠી પુસ્તકનો ગુજરાતી અનુવાદ ડૉ. હર્ષિદા રામુ

પંડિતે અને હિન્દી અનુવાદ ડૉ. વસુધા સહસ્ત્રબુદ્ધએ કર્યો છે. આ પુસ્તિકા લખવા માટે મેં

આ પુસ્તકોની માહિતીનો રોહિણીબેનની અનુમતિથી આધાર લીધો છે. ડૉ. લક્ષ્મી ભારત પાછા ફર્યા તે પછીની માહિતી સ્વસંશોધનના આધારે આપી છે.

સ્વાતંત્ર્ય પછીનાં કાળમાં આઝાદ હિંદ ફોજ અને તેની રાણી ઝાંસી રેજિમેન્ટ ઘણાં

ઉપેક્ષિત રહ્યા છે. તેની ભવ્ય ગાથાથી પરિચિત થવું તે દરેક ભારતીયની નૈતિક ફરજ છે તેવું આ પુસ્તકો વાંચ્યા પછી ન લાગે તો જ નવાઈ. તેના અંશોને ‘વિચારવલોણું’ના વાચકો સમક્ષ મૂકવાની તક મળી તેને હું મારું સદ્‌ભાગ્ય ગણું છું.

- સોનલ પરીખ

૧. નેતાજી અને આઝાદ હિંદ ફોજ

ભારતના સ્વાતંત્ર્યનો જંગ ભારતમાં અહિંસાના માર્ગે ચાલુ હતો, પણ ભારતની

બહાર તેનું સ્વરૂપ ક્રાંતિકારી હતું. આ જંગમાં જોડાયેલા દક્ષિણપૂર્વ એશિયાના ભારતીય

નાગરિકોમાંના ઘણાએ તો ભારત દેશ કદી જોયો પણ નહોતો. પેઢીઓથી તેઓ જાવા,

સુમાત્રા, મલાયા, સિયામ, કંબોડિયા, હોંગકોંગ, જાપાન, બર્મા જેવા દેશોમાં આજીવિકા

અર્થે વસ્યા હતા. છતાં તેમની સંસ્કૃતિ અને આચારવિચાર ભારતીય હતા. આ તમામ પર

નેતાજી સુભાષચંદ્ર બોઝનો પ્રભાવ સારો એવો હતો. જાતિ-ધર્મ અને સ્ત્રીપુરુષ જેવા ભેદોથી

મુક્ત થઈને તેઓ નેતાજીના નેતૃત્વમાં દેશની સ્વતંત્રતા માટે દેશની બહાર એક પ્રચંડ

શક્તિ ઊભી કરી શક્યા હતા.

તેનાં મૂળ બંગાળી ક્રાંતિકારી રાસબિહારી બોઝના જાપાનગમનથી

નખાયાં ગણી શકાય. ૧૯૧૨માં વાઈસરોયના ખૂનનો નિષ્ફળ પ્રયાસ

કરી રાસબિહારી બોઝ જાપાન ચાલ્યા ગયા. ૧૯૪૨માં તેમણે જાપાનમાં

ભારતની આઝાદી માટે લડનારી ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના

કરી. તેની શાખાઓ પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયાના ઘણા દેશોમાં ફેલાઈ

હતી. તેના એક લાખ જેટલા સભ્યો હતા. ૧૯૪૨માં હજારો યુદ્ધકેદીઓ

લીગમાં સામેલ થયા અને મોહનસિંહ(૧૯૦૯-૧૯૮૯)ના

નેતૃત્વમાં ઈન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના થઈ. લીગના

આંદોલનનો હેતુ ભારતનું સંપૂર્ણ સ્વરાજ હતું. લીગને

જાપાનનો નિરપેક્ષ સહકાર મળવાનો હતો. એટલે કે

ભારતીયોની સ્વતંત્રતા પર જાપાનની કોઈ ડખલ રહેવાની

નહોતી પણ સંગઠન અને સેનાની રચના માટે જાપાન મદદ

કરવાનું હતું કેમ કે તે સંસ્થાનવાદનું વિરોધી હતું. બે વર્ષ બાદ જાપાનીઓ સાથે વિચારભેદ

થવાથી મોહનસિંહ ૈંદ્ગછ થી અલગ થઈ ગયા.

લીગમાં કામ કરનાર સહુ અવેતન કામ કરતા. ૧૯૪૩ના જૂનમાં નેતાજી સુભાષચંદ્ર

બોઝ જર્મનીથી જાપાન પહોંચ્યા. જુલાઈમાં તેમણે ઈન્ડિયન નેશનલ આર્મીનું ભારતીય

નામકરણ ‘આઝાદહિંદ ફોજ’ નામે કર્યું અને આર્મી તેમ જ લીગના અધ્યક્ષરૂપે સૂત્રો પોતાના

હાથમાં લીધાં. તેમના અધ્યક્ષપણા નીચે યોજાયેલી પહેલી સભા (૯ જુલાઈ ૧૯૪૩)માં

૬૦,૦૦૦ સ્ત્રીપરુ ષ્ુ ાો હાજર હતા. વરસતા વરસાદમાં અકે ચિતે નત્ે ાાજીનો શબ્દશે બ્દ સાભં ળતા

હતા. નેતાજી માનવબળ, ધન અને તમામ સામગ્રીનું એકત્રીકરણ ઈચ્છતા હતા. આ સભામાં

જ તેમણે રાણી ઝાંસી રેજિમેન્ટની કલ્પના લોકો સમક્ષ મૂકી હતી.

૧૯૪૧ના જાન્યુઆરી માસમાં સુભાષચંદ્ર બોઝ ભારતમાં પોતાના ઘરમાં સખત

પહેરામાં હતા, ત્યાંથી છટકી અફઘાનિસ્તાન થઈ રશિયા અને ત્યાંથી બર્લિન પહોંચ્યા.

અંગ્રેજો મુસીબતમાં છે તે સ્થિતિનો લાભ લઈ વિદેશીઓની મદદથી સશસ્ત્ર ક્રાંતિ કરી

ભારતને આઝાદ કરવું તેવી તેમની યોજના હતી. આ અગાઉ લાલા હરદયાળ, રાજા મહેન્દ્ર

પ્રતાપ, રાસબિહારી બોઝ, ગદર પાર્ટી, ઈન્ડિયા લીગ ઓફ અમેરિકા દ્વારા આવા પ્રયત્નો

થયા હતા. સુભાષચંદ્ર બોઝ બર્લિન પહોંચ્યા ત્યારે ભારતમાં ‘હિન્દ છોડો’ આંદોલન

પૂરજોશમાં ચાલુ હતું. યુરોપમાં અંગ્રેજોની સેના પીછેહઠ કરતી હતી. તેના યુદ્ધકેદીઓને

સુભાષબાબુ મળ્યા અને ૩૫૦૦ જવાનો પસંદ કરી જર્મનીમાં આઝાદ હિંદ ફોજ સ્થાપવાની

ઘોષણા કરી, જે ભારતીય સીમામાં અંગ્રેજો વિરુદ્ધ લડશે તેવી ઘોષણા કરી. તેમને જર્મન

અધિકારીઓ દ્વારા ઉચ્ચ કક્ષાનું પ્રશિક્ષણ અપાવા લાગ્યું. તેનો ખર્ચ પાછો વાળવાની ખાતરી

પણ સુભાષબાબુએ આપી હતી કેમ કે જર્મનીની મદદ લેવા છતાં જર્મન ફાસીવાદનો તેમનો

વિરોધ હતો.

જમર્ન્ ાીની ફાજે ે સ્વયસ્ં ફરૂ ણાથી સભુ ાષબાબુ માટે ‘નત્ે ાાજી’ શબ્દ વાપરવો

શરૂ કયાર્.ે ‘જયહિન્દ’ની ઘાષ્ે ાણા પણ અહીં જ શરૂ થઈ. સભુ ાષબાબુ સન્ૈ ય અને

યદ્ધુ ને લગતી તમામ જાણકારી અને તાલીમ ધરાવતા હતા. ઈન્ડિયન ઈન્ડિપન્ે ડન્સ

લીગે જ્યારે તમે ને જમર્ન્ ાીમાથ્ં ાી પવૂર્ અિે શયામાં બાલે ાવ્યા ત્યારે સભુ ાષબાબુ પવૂર્

અને દક્ષિણપવૂર્ અિે શયાની લશ્કરી ગતિવિધિઆથ્ે ાી પરૂ ા પરિચિત હતા. આખી

ઈંગ્લિશ ખાડી અને અટે લાન્ટિક સાગર તમે ણે સબમરીનમાં પાર કર્યાં. વિશ્વયદ્ધુ

ચાલુ હત.ું પાણીમાં પણ સરુ ગ્ં ાો લગાડવામાં આવી હતી. નત્ે ાાજી સાથે આ યાત્રામાં મજે ર સ્વામી

અને મજે ર આબિદ હસન અને અન્ય અધિકારીઓ હતા.

જૂન ૧૯૪૩માં તેઓ જાપાન પહોંચ્યા અને આઝાદ હિંદ ફોજ નામથી ઈન્ડિયા

નેશનલ આર્મીને પુનર્જીવન બક્ષ્યું. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે - ‘હું પ્રાર્થના કરું છું કે

કોઈ પણ પરિસ્થિતિમાં મારું મનોબળ ટકી રહે. હું ભારતીય પ્રજાનો સેવક છું. આઝાદહિંદ

ફોજનું ધ્યેય એક જ છે, સ્વતંત્રતા. તેનું કાર્ય એક જ છે, બલિદાન. દુનિયાની કોઈ શક્તિ

તેને આડે નહીં આવી શકે.’

સ્વાતંત્ર્ય માટે ઝૂઝનારા પૂર્વ એશિયાના ભારતીયોની ચેતના અને નૈતિકબળને માટે

એક મધ્યવર્તી કેન્દ્ર હોવું જરૂરી છે તેવું લાગતાં નેતાજીએ આઝાદ હિન્દ સરકારની પણ

સ્થાપના કરી. તે સમયે તેમણે ઘોષણા કરી કે ‘મારામા ંજીવ હશે ત્યાં સુધી હું ભારતની

સ્વતંત્રતા માટે લડતો રહીશ.’ જાપાને જીતેલા આંદામાન અને નિકોબાર ટાપુઓ જાપાનના

જનરલ ટોજોએ આઝાદ હિંદ સરકારને સોંપ્યા. આઝાદ હિંદ સરકાર પાસે ઘણું ફંડ પણ

ભેગું થયું હતું. તેથી ૧૯૪૪માં આઝાદ હિંદ બેંકની સ્થાપના થઈ હતી. જેની રંગૂન, મલાયા

અને સિયામમાં શાખાઓ હતી. જેમાં કરોડો રૂપિયા અને ઝવેરાત હતું. મે, ૧૯૪૬માં આ

બેંકને સીલ માર્યા પછી આ કોષ ભારત સરકારને સોંપાયો હતો.

૨. રાણી ઝાંસી રેજિમેન્ટ

ભારતના ઈતિહાસમાં રાણી ઝાંસી રેજિમેન્ટ પ્રમાણમાં ઉપેક્ષિત રહી છે. ભારતીય

સ્ત્રી ઘરની દીવાલો અને સમાજની સીમાઓમાં રહેવા ટેવાયેલી હતી. તેને સ્વાતંત્ર્ય સંગ્રામમાં

ભાગ લવે ાની પ્રરે ણા મહાત્મા ગાધં ીએ સ્થાપી. આ જ ગાળામાં પવૂર્ અને દક્ષિણ પવૂર્ અિે શયામાં

વસતી ભારતીય સ્ત્રીઓને સશસ્ત્ર યુદ્ધ માટે નેતાજી તૈયાર કરી રહ્યા હતા. આધુનિક શસ્ત્રોની

તાલીમ પામેલી મહિલાઓની આવી રેજિમેન્ટ વિશ્વમાં હજી સુધી ક્યાંય થઈ નથી.

નેતાજીના મનમાં આ કલ્પના અચાનક નહોતી જન્મી. સ્ત્રીઓને રાષ્ટ્રજીવનમાં અને

રાષ્ટ્રની આઝાદી માટેની જંગમાં સામેલ કરવાની વાત તેમણે વીસમી સદીના બીજા-ત્રીજા

દશકામાં કરી હતી. ૧૯૨૮માં કલકત્તામાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં તેમણે પુરુષોની

સાથે સ્ત્રીઓના સ્વયંસેવક દળ તૈયાર કર્યાં હતાં. ભારતની કલ્પના દત્ત, સુજાતિ, શાંતિ,

સરલારાણી ચૌધરાણી, માતંગિની દેવી જેવી ક્રાંતિકારી મહિલાઓથી તેઓ પ્રભાવિત થયા

હતા. જર્મનીમાં હતા ત્યારે ત્યાં તેમણે જે આઝાદ હિંદ ફોજની રચના કરી તેમાં જર્મનીએ

યુદ્ધકેદી તરીકે પકડેલા ભારતીય સૈનિકો હતા. તેમાં સ્ત્રીઓને સામેલ કરવાનું શક્ય હતું

નહી, છતાં આ વિચાર તેમના મનમાં રમતો રહ્યો હતો. એક પત્રમાં તેમણે લખ્યું હતું, ‘હું

ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જે મારું કામ અધૂરું રહે તો મારી પત્ની અને પુત્રી દ્વારા પૂરું થાય.’

મહિલા પલટનની સ્થાપનાનો વિચાર નેતાજીના મન પર કેટલી હદે સવાર હતો તેનું

રોમાંચકારી વર્ણન આબિદ હુસેન સરફાનીએ પોતાના ‘મેન ફ્રોમ ઈમ્ફાલ’ પુસ્તકમાં કર્યું છે

ઃ ‘એક દિવસ નેતાજી આ વિષય પર વાત કરતા હતા. હું નોંધ લખી રહ્યો હતો ત્યાં અચાનક

અમારી સબમરીન શત્રુઓના દૃષ્ટિવિસ્તારમાં આવી ગઈ. સંકટ સમયની સૂચના પ્રસારિત

થઈ. નેતાજીએ વિચલિત થયા વિના કહેવાનું ચાલુ રાખ્યું. અચાનક અમારી સબમરીન

સપાટી પર આવી ગઈ. શત્રુની વિનાશિકા ધસી આવતી હતી. બધાના જીવ તાળવે ચોંટ્યા

હતા. ત્યાં નેતાજી બોલ્યા, ‘હસન, મારો મુદ્દો મેં બે વાર કહ્યો. તમે નોંધ્યો નથી?’ સબમરીન

ગોળાકારે ફરી ગઈ. વિનાશિકાએ આક્રમણ કર્યું. અમે ડૂબી રહ્યા છીએ કે તરી રહ્યા છીએ

તે જ સમજાતું નહોતું. નેતાજીના શબ્દો કાને પડતા હતા : ‘ભારતીય સ્ત્રીએ અપમાન સહન

કરવા કરતા મૃત્યુને વરવાનું પસંદ કર્યું છે....’ કાળ સામે ઊભો હતો ત્યારે પણ નેતાજીના

વિચારોનો પ્રવાહ એક પળ માટે પણ રોકાયો નહોતો.

મહિલા પલટનના નામકરણ માટે નેતાજીએ ઝાંસીની રાણીને યાદ કર્યાં કારણ કે

ભારતમાં અનેક વીરાંગનાઓ થઈ હોવા છતાં ઝાંસીની રાણી આઝાદી સાથે પ્રત્યક્ષપણે

સંકળાયેલાં હતાં. જબરદસ્ત આત્મવિશ્વાસ અને આધુનિક વિચારો ધરાવતાં લક્ષ્મીબાઈએ

મહિલા સૈનિકોનું જૂથ બનાવ્યું હતું. આ મહિલા સૈનિકોએ ૧૮૫૭ના યુદ્ધમાં રાણી સાથે

અતુલ્ય પરાક્રમ બતાવ્યું હતું.

સિંગાપુરની ૯ જુલાઈ ૧૯૪૩ની જાહેરસભામાં નેતાજીએ મહિલા પલટન વિશેના

પોતાના વિચારો વ્યક્ત કર્યા ત્યારે ડૉ. લક્ષ્મી હાજર હતા. તેમની નજર સામે પૂર્વ એશિયાની

ભારતીય સ્ત્રીઓનું ચિત્ર આવ્યું. આ સ્ત્રીઓ ઘરની ચાર દીવાલોનાં પરંપરાગત જીવન જીવતી

હતી. દેશની આઝાદી માટે તેમના મનમાં કોઈ ઝંખના નહોતી. લશ્કરની તાલીમ, કઠોર

શિસ્ત, પ્રચંડ આજ્ઞાંકિતતા તેઓ કેવી રીતે કેળવશે તેવો ડૉ. લક્ષ્મીને પ્રશ્ન થયો. પણ પોતે

તો જરૂર જોડાશે તેવો નિર્ણય તેમણે તત્ક્ષણ લઈ લીધો.

નેતાજીએ કહ્યું, ‘ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના અધૂરા કાર્યને આપણે પૂરું કરવાનું

છે. આપણે હજારો ઝાંસીની રાણીઓની જરૂર છે.’ આ સભામાં પહેલી વાર હિન્દી

‘જનગણમન’ રાષ્ટ્રગીત તરીકે ગવાયું.

ડૉ. લક્ષ્મીએ નેતાજી સાથેની પોતાની પહેલી મુલાકાતનું વર્ણન કરતાં લખ્યું છે,

‘નેતાજીના શબ્દેશબ્દમાં ભારતીય સ્ત્રીશક્તિ વિશેનો એમનો આત્મવિશ્વાસ પ્રગટ થતો

હતો.’ ડૉ. લક્ષ્મીને મદદ અને માર્ગદર્શન આપવાની જવાબદારી આબિદ હસનને સોંપાઈ

હતી. ‘જયહિંદ’ ઘોષણા અને ‘નેતાજી’ સંબોધનના જનક આબિદ હસન હતા. સભામાં

માતૃવંદના માટે તૈયાર કરાયેલી બસો યુવતીઓના પ્રશિક્ષણથી રાણી ઝાંસી રેજિમેન્ટનું કામ

શરૂ થઈ ગયું. સંખ્યા વધવા લાગી. આ મહિલાઓ ‘રાણી’ કહેવાતી. પલટન માત્ર

મહિલાઓની હોવાથી અનેક સમસ્યાઓ અને શંકાઓ સામે આવી, જેમાં નિરાકરણ માટેના

ઉપાયો વિચારાયા, રેડક્રોસ પરિચારિકાઓનું એક દળ બનાવવાનું પણ નક્કી થયું. આઝાદ

હિંદ ફોજના ઘાયલ જવાનોની સેવા પુરુષ પરિચારકો કરતા પણ નર્સનું સ્થાન તેઓ લઈ

શકતા નહીં કેમ કે ઘાયલ લોકોને માત્ર પાટાપિંડીની નહીં, સ્નેહ અને મમતાની પણ જરૂર

રહે છે. ડૉ. લક્ષ્મીએ બહેનોને ભેગી કરીને કહ્યું, ‘ઘર છોડવાની તૈયારી રાખજો. જખમો

પર બાંધવા પૂરતા પાટા નથી. જૂની સાડીઓમાંથી પાટા બનાવજો. કોઈ ચીજ ફેંકી દેશો

નહીં.’ રેજિમેન્ટના પ્રચાર માટે ડૉ. લક્ષ્મી મલાયા ગયા. આ પ્રવાસમાં એવી મહિલાઓ

રેજિમેન્ટમાં ભરતી થઈ જે પાછળથી ખૂબ જાણીતી થઈ. દરેક જગ્યાએ તેમનું સ્વાગત થયું.

૨૨ ઓક્ટોબરે લાબીસ ગામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મદિન ઊજવાયો.

જાગૃતિયાત્રા નીકળી. ૯ વર્ષની ફિનોમિના સેમ્યુઅલે પોતાની બચત રેજિમેન્ટને મદદ માટે

આપી. પેનાંગમાં જુદા જુદા સાત વિભાગોમાંથી સાત મહિલાઓ રાણી ઝાંસી રેજિમેન્ટમાં

ભરતી થઈ. એક ગામમાં એક સ્ત્રીએ રેજિમેન્ટમાં પ્રવેશ કર્યો. પત્નીની હિંમત જોઈ પતિ

પણ આઝાદ હિંદ ફોજમાં જોડાઈ ગયો. નાનામાં નાની રાણી માત્ર બાર વર્ષની હતી.

તાઈવાંગમાં એક ૬૫ વર્ષની મહિલા ભરતી થવા આવી - ‘મારી ઉંમર ન જોતાં - મારામાં

લડવાની તાકાત છે.’

સિંગાપુર પાછા આવ્યા બાદ છાવણી માટેની જગ્યા શોધાઈ. માત્ર ત્રણ અઠવાડિયામાં

૫૦૦ યુવતીઓ રહી શકે તેવી છાવણી તૈયાર થઈ. ઓક્ટોબર ૧૯૪૩માં આઝાદ હિંદ

સરકારની સ્થાપના થઈ. આ સરકારમાં સ્ત્રીઓ અને બાળકો માટે એક સ્વતંત્ર ખાતાની

વ્યવસ્થા હતી. એ જમાનામાં દુનિયામાં ભાગ્યે જ કોઈ સરકારે આવો વિભાગ શરૂ કર્યો

હતો. આ ખાતું ડૉ. લક્ષ્મીને સોંપાયું. હવે તેમની પાસે મંત્રીપદુ, સમગ્ર મલાયા લીગના

મહિલા વિભાગનું મંત્રીપદ અને રાણી ઝાંસી રેજિમેન્ટનું પ્રમુખપદ એમ ત્રણ અગત્યનાં પદ

હતાં.

૨૨ આક્ે ટાબ્ે ાર ૧૯૪૩ના દિવસે રાણી ઝાસ્ં ાી રિે જમન્ે ટનું વિધિસર ઉદઘ્‌ ાટન નત્ે ાાજીએ

કર્યું. ૧ નવેમ્બરથી પ્રશિક્ષણ શરૂ થયું. રેજિમેન્ટમાં ભરતી થયેલી સ્ત્રીઓમાંની ઘણી ખરી

મધ્યમવર્ગની અને કામદાર પરિવારની હતી. સામાજિક-આર્થિક કારણોને લીધે તેમનામાંની

મોટાભાગની અશિક્ષિત હતી. આ અપરિચિત જીવનમાં પ્રવેશ તેમણે નેતાજી પરના દૃઢ

વિશ્વાસને લીધે કર્યો હતો. અમુક યુવતીઓ સુશિક્ષિત અને સંપન્ન પણ હતી. આ તમામે

ભારતને સ્વતંત્ર બનાવવાનો નિશ્ચય કર્યો હતો. તેમને ગણવેશ અપાયા હતા. સંપૂર્ણ સૈનિકશિસ્ત

સાથે લશ્કરી તાલીમ સાથે ભાષા અને ઈતિહાસનું શિક્ષણ અપાતું હતું. ડ્રીલ,

નિશાનબાજી, હુમલો, પ્રતિહુમલો, ગેરીલા યુદ્ધ વગેરે શીખવાતું. છ મહિનાની સઘન

તાલીમ પછી તેમને વિધિવત્‌ આઝાદ હિંદ ફોજમાં સામેલ કરી દેવાયાં. એક વર્ષની અંદર

રાણી ઝાંસી રેજિમેન્ટ બર્માના મોરચે મોકલી દેવાઈ. રેજિમેન્ટના બે વિભાગ હતા -

પરિચારિકા અને સૈનિક. બર્મા મોરચે લડતા સૈનિકો ઈસ્પિતાલમાં પોતાની દેશભગિનીઓને

જોઈને જ અડધા સાજા થઈ જતા.

આઝાદ હિન્દ રેડિયો પરથી ભારતીય જનતાને સંબોધતાં કેપ્ટન લક્ષ્મીએ કહ્યું, ‘અમારું

સૈન્ય મુક્તિ સૈન્ય છે. સ્વતંત્રતા દરેક મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે અને માતૃભૂમિને

સ્વતંત્ર બનાવવા અમે સ્ત્રીઓ અમારા ભાઈઓ સાથે ખભેખભા મિલાવીને લડીશું.’

બર્માના મોરચે મોકલવામાં આવેલી રાણી ઝાંસી રેજિમેન્ટની ટુકડીની રાણીઓમાં

ગૌરી ભટ્ટાચાર્ય (ડૉ. ગૌરીસેન), શકુંતલા ગાંધી તથા ગાંગુલી બહેનો સામેલ હતી. ડૉ.

લક્ષ્મી પાછળથી એક સ્ટેશન વેગન, બે મોટરગાડીઓ એક ટ્રક સાથે સૈનિક ટ્રકમાં ગયાં.

યુદ્ધભૂમિની નજીક પહોંચતા બોમ્બવર્ષાના અનુભવ

થયા. કોઈ રાણી ગભરાઈ નહીં. ઊલટું પ્રત્યક્ષ મોરચા પર

જવા આતુર બની. મોયમિનમા આ રાણીઓએ આધુનિક

શસ્ત્રોથી સજ્જ સેના સામે નાની બંદૂકોથી ૧૬ કલાક સંઘર્ષ

કરી બ્રિટિશ હુમલાને ખાળ્યો. શત્રુના હાથમાં સપડાવાથી

થનારી માનહાનિથી બચવા માટે દરેકે પોતાની પાસે

પોટિશયમ સાઈનાઈડ રાખ્યું હતું.

વરસાદ વધતાં પરિચારિકા સિવાયની રાણીઓને

રંગૂન મોકલવાની નેતાજીએ આજ્ઞા આપી. રાણીઓ એવી

રડવા માંડી જાણે કશું અઘટિત બન્યું હોય. બોમ્બ હુમલામાં અવિચળ રહેલી રાણીઓ

યુદ્ધભૂમિ છોડવાના વિચારથી રડી રહી હતી. છતાં પાછા ફરવાની સફર તો શરૂ થઈ -

બોમ્બવર્ષા વચ્ચે રાણીઓ રંગૂન પહોંચી.

કપ્ે ટન લક્ષ્મી પરિચારિકાઓ સાથે મિે નયામે ાં હતા.ં ત્યાન્ં ાી ઈસ્પિતાલ નજીકના ગામમાં

ખસેડી. અમુક દર્દીઓને રંગૂન મોકલી અપાયા. નેતાજીએ રાણીઓ સમક્ષ અંતિમ ભાષણ

આપ્યું, ‘આપણે પાછા જઈ રહ્યા છીએ, પણ નિરાશ ન થશો. આઝાદી આવશે જ.’ રંગૂનથી

મલાયાની રાણીઓનું દળ લઈ નેતાજીએ રંગૂન છોડ્યું. ૨૫ એપ્રિલ ૧૯૪૫ની ‘વૉવ’ જતી

ટ્રેનમાં રાણીઓને મોકલવાની હતી. એ રસ્તો પણ કઠિન હતો. નેતાજી સતત તેમની સાથે

હતા. ફાઈટર વિમાનો આકાશમાં ફરતાં હતાં. રાણીઓની વ્યવસ્થા કરી નેતાજી ઓગસ્ટમાં

સિંગાપુર પહોંચ્યા. રાણી ઝાંસી રેજિમેન્ટ ત્યાં પોતાના કામકાજમાં વ્યસ્ત હતી. તેમને

વિખેરી નાખવાનો આદેશ નેતાજીએ આપ્યો. જતા પહેલાં તેમણે રાણી લક્ષ્મીબાઈના જીવન

પર આધારિત નાટક ભજવવાનું નક્કી કર્યું અને નેતાજીને કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નિમંત્ર્યા.

ત્રણ હજારથી વધુ જવાનો હાજર હતા. આઝાદ હિંદ ફોજના જવાનો અને રાણી ઝાંસી

રેજિમેન્ટે મળીને રાષ્ટ્રગીત ગાયું.

તેના પછીના અઠવાડિયે નેતાજીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. અધિકારીઓ

યુદ્ધ કેદીઓ બન્યા. જાપાનીઓએ સફેદ ધ્વજ લહેરાવી શરણાગતિ સ્વીકારી લીધી. આઝાદ

હિંદ ફોજ અને રાણી ઝાંસી રેજિમેન્ટ શરણે ગયા નહીં.

ધાર્યા કરતા વહેલું યુદ્ધ પૂરું થયું તેથી સંપૂર્ણ રેજિમેન્ટ પ્રત્યક્ષ લડાઈમાં સામેલ થઈ ન

શકી. ૧૦૦ રાણીઓની એક ટુકડી સિવાય મોરચા નજીકની છાવણી સુધી કોઈ યુવતી

પહોંચી ન શકી, તેનું તેમને દુઃખ રહ્યું, ‘અમે યુદ્ધકેદી બની ભારત પહોંચ્યા હોત તો એ

અમારા માટે ગર્વની વાત હોત.’ મુલાકાતમાં રાણીઓના જવાબો સાંભળી બ્રિટિશ

અધિકારીઓને તેમનાં ઘડતર કરનાર નેતાજીની સાચી પ્રતિભાનો પરિચય થયો.

૩. કેપ્ટન લક્ષ્મી

કેપ્ટન લક્ષ્મીના વ્યક્તિત્વને સમજવા માટે તેમના માતાપિતાને સમજવા પડે. તેમના

પિતા શ્રી સ્વામીનાથન મલબાર જિલ્લાના એક મધ્યમવર્ગી બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા

હતા. તેમના પિતા નાની વયે મૃત્યુ પામ્યા તેથી નાની ઉંમરથી જ તેમના પર પરિવારની

જવાબદારી આવી. તેઓ એટલા કુશાગ્ર બુદ્ધિના હતા કે પોતાનાથી આગળના ધોરણમાં

ભણતા વિદ્યાર્થીઓને ભણાવી શકતા. મુન્સિફ પેરૂવિલા બિલ ગોવિંદ મેનને સ્વામીનાથનને

ઉચ્ચ શિક્ષણ લેવા માટે પ્રેરણા અને મદદ બંને આપ્યાં. સ્વામીનાથન ગ્રેજ્યુએટ થયા,

કાયદો ભણ્યા, પ્રાધ્યાપક બન્યા અને તે વખતની સન્માનનીય ગિલ ક્રાઈસ્ટ સ્કોલરશીપના

હકદાર બન્યા. તે વખતે બ્રાહ્મણ મ્લેચ્છોના દેશમાં ભણવા જાય તો સખત વિરોધ થતો. આ

વિરોધને ગણકાર્યા વિના તેઓ વિલાયત ગયા અને ૩૭ વર્ષની ઉંમરે પૂરેપૂરા આધુનિક અને

નાસ્તિક બની પાછા ફર્યા.

દરમ્યાન મુન્સિફ મેનન મૃત્યુ પામ્યા હતા. સ્વામીનાથને તેમની પુત્રીના હાથની

માગણી કરી ત્યારે શ્રીમતી મેનનને આંચકો લાગ્યો. પુત્રી માત્ર ચૌદ વર્ષની હતી. તેને

આટલી મોટી વયના પુરુષ સાથે કેવી રીતે પરણાવવી - પણ પુત્રી બુદ્ધિમાન હતી અને

શહેરના સુશિક્ષિત વ્યક્તિ સાથે પરણવા માગતી હતી. તેણે નિશ્ચય કર્યો કે ઉંમરના તફાવત

છતાં પોતે આ વિદ્વાન પુરુષને પરણશે. બ્રાહ્મણ યુવક અબ્રાહ્મણ કન્યાને પરણે તે પણ

સમાજને સ્વીકાર્ય નહોતું - આ ક્રાંતિકારી લગ્ન ચર્ચાનો વિષય બન્યા.

પત્ની અમ્મુને જુદા જુદા વિષયો અને અંગ્રેજી આચારવિચારનું શિક્ષણ આપવાની

વ્યવસ્થા સ્વામીનાથને કરી. તેઓ તૈયાર થયાં એટલે યુરોપમાં ફેરવ્યાં. તેમણે અમ્મુને કહ્યું,

‘અંગ્રેજો ગોરા છે તેથી આપણા પર રાજ્ય કરે છે તેમ નથી. પણ તેઓ વિજ્ઞાન અને

તંત્રજ્ઞાનમાં પ્રગતિ કરવાને લીધે ભારતીયોથી આગળ છે. ભારતીયોએ પણ તેવું જ્ઞાન

મેળવવું જોઈએ.’

સ્વામીનાથન દંપતીને ચાર સંતાનો થયાં. ભારતમાં મળતું શિક્ષણ બાળકોને ગુલામીના

સંસ્કાર આપશે તેમ લાગવાથી તેમણે બંને પુત્રોને ઈંગ્લેન્ડમાં ભણવા મૂક્યા. પુત્રી લક્ષ્મીને

અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકી. દસ વર્ષની ઉંમર સુધી લક્ષ્મીને રાષ્ટ્રીયતા, ગુલામી,

સ્વતંત્રતા, ભારતીયોનું શોષણ જેવી બાબતો સમજાતી નહીં - પણ ડૉકટર બનવાનું અને

લોકોની સેવા કરવાનું સપનું તે જોવા લાગી હતી.

ઘરમાં યુરોપની શિક્ષિકાની કડક શિસ્ત હતી. અમ્મુ સામાન્ય ગૃહિણી નહોતાં -

અનેક મહેમાનોની સરભરા અને ઉચ્ચ વર્ગમાં અંગ્રેજો સાથે હળવાભળવાનું, ટેનિસ, ચાપાર્ટીઓ

વગેરેમાં તેઓ વ્યસ્ત રહેતાં. અંગ્રેજો શાસક તરીકે શોષક છે તે સમજતા

સ્વામીનાથનને અંગ્રેજ મિત્રો પણ હતા. પાછળથી તેમણે ખાદી પહેરવાનું શરૂ કરેલું. લક્ષ્મી

અને મૃણાલિની (સારાભાઈ)ને તેમણે ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. લક્ષ્મીને વિદેશ ભણવા મોકલવા

પણ તેઓ તૈયાર હતા. પણ લક્ષ્મીએ ભારતમાં રહીને ભણવાનું પસંદ કર્યું. તેમને ઘણા

વિષયોમાં રસ હતો અને ખૂબ વાંચતાં. માતાપિતાના જીવનમાંથી સ્ત્રીપુરુષ સમાનતા તેમના

મનમાં રોપાઈ અને દૃઢ બની.

સ્વામીનાથનના મત્ૃ યુ બાદ અમ્મુ કાગ્ેં ાસ્ે્ર ામાં જાડે ાયા.ં ઘરમાં હરિજન નાકે રા,ે ખિસ્ર તીઓ

અને મુસ્લિમોથી અવરજવરને લીધે સર્વધર્મ સમભાવના સંસ્કાર પણ દૃઢ બન્યા. અમ્મુ

ગાંધીના રંગે રંગાતા હતાં. લક્ષ્મી સ્વતંત્રતાના વિચારો પણ કરવા લાગ્યાં હતાં.

લક્ષ્મી એટલાં સુંદર હતાં કે હજારો સ્ત્રીઓની વચ્ચે જુદા તરી આવે. તેમનામાં અત્યંત

આત્મવિશ્વાસ અને મૌલિકતા હતાં. ગાંધીજીએ કોલેજોનો બહિષ્કાર કરવાનું કહ્યું તે તેમણે

સ્વીકાર્યું નહીં કારણ કે તેમને લાગતું હતું કે અંગ્રેજોને મહાત કરવા માટે અંગ્રેજોથી વધુ સારું

શિક્ષણ મેળવવું એ જ ઉપાય છે. અંગ્રેજી આચારવિચારથી પ્રભાવિત લક્ષ્મી ધીરે ધીરે સમજવા

લાગ્યા કે અંગ્રેજોની ન્યાયપ્રિયતા, સચ્ચાઈ બધું ઉપરછલ્લું છે. બંને બહેનોએ શુદ્ધ ભારતીય

બનવાનું નક્કી કર્યું. શાળા બદલી, પોષાક પણ બદલ્યો, વિદેશી ચીજો અને ભાષાનો ત્યાગ

કર્યો. ઘરનું વાતાવરણ બદલાયું પણ બધા ધર્મ, જ્ઞાતિ અને વર્ગના ભારતીયોનો સતત સંપર્ક

રહ્યો.

મહાત્મા ગાંધી પર અમ્મુને ખૂબ શ્રદ્ધા હતી. વીસમી સદીના બીજા દાયકામાં સ્ત્રી

મતદાનના પુરસ્કર્તા અને થિયોસોફિસ્ટ માર્ગારેટ કઝિન્સ નામના આયરિશ મહિલા સાથે

અમ્મુને પરિચય થયો. મદ્રાસ નગરપાલિકાની ચૂંટણી જીતનાર અમ્મુ પ્રથમ મહિલા હતાં.

તે પછી તેમણે સંસદની ચૂંટણીમાં પણ વિજય મેળવ્યો અને ભારતની બંધારણ સભામાં પણ

કામ કર્યું.

૧૯૩૦માં સવિનય કાનૂનતંત્ર ચળવળ શરૂ થઈ ત્યારે લક્ષ્મી

સોળ વર્ષના હતાં. ગાંધીજી તેમને ‘દેવદૂત’ લાગતા. આંદોલનને

મદદ કરવા માટે ગાંધીજી જ્યારે મદ્રાસ આવ્યા ત્યારે લક્ષ્મીએ

પોતાના તમામ ઘરેણાં ગાંધીજીને સોંપી દીધાં. હવે તેઓ ખાદી

જ પહેરતાં. આમ છતાં ગાંધીજીની વિદેશી શિક્ષણ છોડવાની

અને અહિંસાની વિચારધારા તેમને ગળે ન ઊતરી.

આ અરસામાં મેરઠનું ઐતિહાસિક કાવતરું થયું જેમાં સરોજિની

નાયડુના બહેન સુહાસિની ચટ્ટોપાધ્યાય જોડાયેલાં હતાં. પોલીસે

તેમને ગિરફતાર તો ન કર્યા પણ તેમના પર સતત નજર

રાખવામાં આવતી. પારિવારિક સંબંધોને કારણે અમ્મુએ તેમને થોડા દિવસ માટે પોતાના

ઘરે બોલાવ્યા. પોલીસ સાદા વેશમાં પહેરો ભરતી. લક્ષ્મીનું તરુણ મન સુહાસિનીદેવીથી

પ્રભાવિત થયું. તેમની પાસેથી લક્ષ્મીએ ‘સામ્યવાદ’ શબ્દ પહેલી વાર સાંભળ્યો. સુહાસિની

જર્મનીમાં સામ્યવાદીઓના પરિચયમાં આવ્યા હતાં. હિટલરનાં જુલ્મોથી બચવા ચોરીછૂપી

મુસાફરીઓ કરતાં સુહાસિની ભારતમાં આવ્યા હતાં. આવી રોમાંચક ઘટનાઓ અને

રશિયાની ક્રાંતિ, રશિયાનો સામ્યવાદ અને સમાજવાદ આ બધી વાતો લક્ષ્મીને ઊંડે સુધી

અસર કરતી. શોષક અને શોષિત વચ્ચેના સંઘર્ષના કારણો સમજવાની એક નવી દૃષ્ટિ

લક્ષ્મીને મળી. લોકોનું કષ્ટ જોઈ તેઓ દુઃખી થતાં. તેમને થતું કે રશિયા જેવી ક્રાંતિ ભારતમાં

ન થાય તો પણ એક દિવસ ભારત સ્વતંત્ર થશે અને પછી બધું બરાબર થઈ જશે. ગાંધીજીની

ગા્ર મરાજ્યની કલ્પના, સમાનતાની ભાવના અને જવાહરલાલની વગર્િ વહીન સમાજરચનાની

વાતોનો ત્યારની યુવાન પેઢી પર ખૂબ પ્રભાવ હતો. લક્ષ્મી પણ આ બધાથી અત્યંત પ્રભાવિત

થતા.ં જો કે સહુ ાસિનીને નહરે ુ અને તમે ના વિચારો બનાવટી લાગતા. ગાધં ીજીની રામરાજ્યની

વાત પણ સુહાસિનીના ગળે ન ઉતરતી. આને માટે તેમની પાસે કારણો પણ હતાં. લક્ષ્મીને

સુહાસિનીના વિચારો બહુ સમજાતા નહીં, પણ ૧૯૪૭ પછી એમને સમજાયું કે આ વિચારોએ

મનના ઊંડાણમાં સ્થાન જમાવ્યું હતું. તેથી જ જીવનના અંત સુધી તેઓ માર્કસવાદી સામ્યવાદી

દળના કામમાં ઉત્સાહપૂર્વક લાગેલાં રહ્યા.

સુહાસિની હતાં ત્યારે લક્ષ્મી એમ.બી.બી.એસ.ની તૈયારી કરતાં હતાં અને સાથે

રશિયાની ક્રાંતિ અને સામ્યવાદનું જે સાહિત્ય મળે તે પણ વાંચતાં. ‘રેડ સ્ટાર ઓફ ચાઈના’

નામના એડગર સ્નોના પુસ્તકની તેમના પર ઘણી અસર પડી હતી. ક્રાંતિ સિવાય સ્વતંત્રતા

અને સામ્યવાદી રચના સંભવ નથી આ વિચાર તેમનામાં દૃઢ થતો જતો હતો.

ભણવાનું હજી પૂરું થયું નહોતું ત્યાં જ ટાટા એરલાઈન્સના પાયલટ શ્રી રાવ સાથે

લક્ષ્મીનો પરિચય થયો જે ૧૯૩૬ની સાલમાં લગ્નમાં પરિણમ્યો. ધ્યેય જુદાં હોવાને કારણે

છ જ મહિનામાં લક્ષ્મીએ તેમને છોડ્યા. આ જ ગાળામાં તેમના એક સહાધ્યાયીએ તેમની

સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આ યુવાન સાથે વૈચારિક

સમાનતા હતી, પણ શ્રી રાવે છૂટાછેડાનો પ્રસ્તાવ નકારતાં

આ મામલો આગળ વધ્યો નહીં. આ એવો સમય હતો જ્યારે

ભારતીય સ્ત્રીઓ ઘરની ચાર દીવાલોમાં બંધ રહેતી અને

પોતાની મરજીનું કોઈ પગલું ભરી ન શકતી. દાકતરી શિક્ષણ

લવે ,ું લગ્નનું પાત્ર જાતે શાધે વ,ું વચૈ ારિક ભદે ને કારણે લગ્નને

નકારવાં અને પુનર્લગ્ન અંગે વિચારવું એવું તો આજના

આધુનિક સમયની પણ બહુ ઓછી સ્ત્રીઓ કરી શકે છે અને

અન્યાય સહીને પણ લગ્ન ટકાવી રાખે છે ત્યારે ૧૯૩૬ની સાલમાં લક્ષ્મીએ આ નિર્ણયો

લીધા તે કેટલા ક્રાંતિકારી હતા તે સમજાય છે. જો કે સમાજે ખૂબ ટીકાઓ કરી. પશ્ચિમી

વિચારો ધરાવતાં અમ્મુએ પુત્રીને સાથ આપ્યો અને તેને વધુ શિક્ષણ લેવાનું પ્રોત્સાહન

આપ્યું. આ ઘટનાઓથી લક્ષ્મીનું વિદ્રોહી માનસ, આત્મસમ્માનનો આગ્રહ અને નિર્ભયતા

સ્પષ્ટ થાય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય અને વિકાસ માટે સમાજનો વિરોધ પણ સહી લેવાની આ

તૈયારી-સ્ત્રીમુક્તિની ચળવળ શરૂ થયા પહેલા આટલી સ્પષ્ટતા અને સ્વસ્થતાથી ભાગ્યે જ

કોઈ સ્ત્રીએ આ કર્યું હતું.

૧૯૩૮માં મદ્રાસ તબીબી મહાવિદ્યાલયમાંથી એમ.બી.બી.એસ. કર્યા બાદ તેઓ

સ્ત્રીઓના રોગો વિષે ભણ્યાં. વિક્ટોરિયા કાસ્ટ એન્ડ ગોવા હોસ્પિટલમાં એક વર્ષ સુધી

સ્ત્રીરોગો પર કામ કર્યું. એ સમયે પ્રસુતિ માટે ઘરમાં અશિક્ષિત દાયણો આવતી. પ્રસુતિ

દરમ્યાન કેટલીય સ્ત્રીઓ મૃત્યુ પામતી. બીજી સ્ત્રી અને તે પણ દાનદહેજ સાથે મળતાં વાર

ન લાગતી એટલે આવાં મૃત્યુથી પતિ કે પરિવારને ઝાઝો અફસોસ થતો નહીં. ગોવા હોસ્પિટલે

સ્ત્રીઓને માટે એક અલાયદો વિભાગ શરૂ કર્યો હતો. જેની ચારે બાજુ પડદા લગાડ્યા હતા

અને ડૉકટર અને કર્મચારી તરીકે સ્ત્રીઓને જ રાખી હતી. તેમાં ધીરે ધીરે સ્ત્રીઓ આવવા

લાગી. આમાં કામ કરતાં લક્ષ્મીના મનમાં એક જાતની બેચેની હતી. ભાઈ ગોવિંદ ઈંગ્લેન્ડમાં

ભણી, ભારતમાં અંગ્રેજ પેઢીમાં મળતી ઊંચા હોદ્દાની નોકરીનો અસ્વીકાર કરી ત્યાં જ

સ્થિર થયા. માતા અને મૃણાલિની (જે પાછળથી મૃણાલિની સારાભાઈ નામથી પ્રસિદ્ધ

થયાં) યુરોપમાં હતાં. પોતે ધ્યેયને ખાતર લગ્ન તોડ્યું અને પરિવારને તેની સજા થઈ તેવા

વિચારો સૂના ઘરના સન્નાટામાં લક્ષ્મીને સતાવતા. એવામાં એક મિત્રે સિંગાપુરથી પત્ર

લખ્યો જેમાં મલાયામાં રબરના બગીચામાં કામ કરતા હજારો મજૂરો અને તેમના કુટુંબોને

માટે કોઈ સ્ત્રી દાકતર ન હોવાનો ઉલ્લેખ અને લક્ષ્મીને ત્યાં આવવા માટેનું આમંત્રણ હતું.

પોતાની વિદ્યાની સાચી જરૂર ત્યાં છે એ જોઈ લક્ષ્મી સિંગાપુર જવા ઉપડી ગયા. ૧૯૪૦નું

એ વર્ષ હતું.

એ વખતે મદ્રાસથી નાગપટ્ટણમ થઈ પિનાંગ-સિંગાપુર સમુદ્ર માર્ગે જવાતું. બ્રિટિશ

ઈન્ડિયા નેવીગેશન કંપનીના વહાણો ચાલતાં. બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું. જર્મનો

ઝડપભેર એક પછી એક દેશ જીતતા હતા. ફ્રાન્સ હાર્યું અને ડંકર્કથી અંગ્રેજો ભાગ્યા તેની

ખબર જહાજ પર રેડિયો દ્વારા લક્ષ્મીએ સાંભળી. જહાજમાં બીજા ભારતીય મુસાફરો પણ

હતા. તેમને આ સમાચારો સાથે કોઈ લેવાદેવા નહોતી. તેમને તો યુદ્ધનો લાભ લઈ કેમ વધું

કમાઈ લેવું તેની જ ફિકર હતી - આ જોઈ લક્ષ્મી અકળાતાં. સિંગાપુરમાં અંગ્રેજોનું મોટું

થાણું હતું. જર્મની તેના પર હુમલો નહીં કરે તેવી સૌની ધારણા હતી. નાગપટ્ટણમ બંદરમાં

જ લક્ષ્મીને રબરના બગીચામાં કામ કરતા મજૂરોની અવદશાની ખબર પડી ગઈ. જહાજ

પર લવાતા મજૂર પરિવારો એક હાલકડોલક થતા ને મોજાની થપાટોથી ભીંજાતા નાવડામાં

જહાજ સુધી માંડ પહોંચતા, પછી દોરડાંની નિસરણીઓ વડે જહાજમાં ચડતાં. બાળકો-

સ્ત્રીઓ થાક અને ત્રાસથી અધમૂઆ થઈ જતાં. તે દિવસે તો કોઈ મર્યું નહીં, પણ આવી ખેપ

દરમ્યાન મૃત્યુ થતાં અને મરી ગયેલાંને ત્યાં જ દરિયામાં પધરાવી દેવાતાં. માલિકોને નવા

મજૂરો તરત મળી જતાં. આ બધું જાણી લક્ષ્મીને ખૂબ પરિતાપ થયો. કેટલાય મજૂરોને

ઝાડા-ઉલટી થયાં, તાવ આવ્યો પણ ન હતી દવાઓ કે નહોતી શૌચની સરખી વ્યવસ્થા.

તેમની આવી દયનીય અવસ્થા માટે જવાબદાર હતા અંગ્રેજ માલિકો. લક્ષ્મીને ઘૃણા થઈ

આવી.

સિંગાપુરમાં ચીનાઓની મોટી વસ્તી હતી. તેઓ કામનું ગૌરવ કરતા, કોઈ કામ

હલકું ન ગણતા પણ ગુલામી વૃત્તિ બિલકુલ નહોતી અને પોતાની સંસ્કૃતિનું જતન કરતાં.

લક્ષ્મીને લાગ્યું કે ભારતીયોમાં આ ગુણોનો અભાવ છે.

લક્ષ્મીએ આ પશ્ચાદ્‌ભૂમિકા સાથે પોતાનું દવાખાનું ખોલ્યું. આ વિસ્તારમાં ચીની,

ભારતીય અને મલાયી ત્રણ પ્રજાઓ રહેતી. દર્દી તરીકે પણ ચીનાઓ સૌથી વધુ શિસ્તબદ્ધ

અને પૈસાના વ્યવહારમાં ચોખ્ખા હતા. ભારતીય અને મલાયાના લોકો શિક્ષણ અને

આરોગ્યની સરકારી યોજનાઓનો પૂરો લાભ ન ઉઠાવતા. છોકરીઓને ઓછું કે નહીં જેવું

ભણાવતા અને જલદી પરણાવી દેતા. નાની વયમાં વારંવાર થતી પ્રસૂતિઓ અને કુપોષણના

લીધે સ્ત્રીમૃત્યુનો દર ઊંચો હતો. સમૃદ્ધ સિંગાપુરમાં આવી પછાત અવસ્થામાં જીવતા લોકો

પોતાના અધિકારોથી અજાણ હતા. પોતાના જ પરિશ્રમથી અંગ્રેજો અમીર બન્યા છે તેનું ન

તો તેમને જ્ઞાન હતું કે ન દુઃખ. આ વાત લક્ષ્મીને ખૂબ ખટકતી.

વિચારવું, મનન કરવું, ચર્ચાઓ-આ બધું લક્ષ્મીના જીવનનો એક ભાગ હતું, જે

અહીં છૂટતું જતું હતું. સિંગાપુરમાં અમીર ભારતીયો પણ હતા. તેઓ યુરોપના યુદ્ધ વિશે કે

ભારતમાં ચાલી રહેલા સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે ઝાઝું જાણવાની વૃત્તિ ન રાખતા તે જોઈ

લક્ષ્મીને દુઃખ થયું પણ આ જ ભારતીય સમાજમાંથી તેમને એક અપવાદ પણ મળ્યો - તે

હતા કેશવ મેનન. મેનન પરિવાર સાથે લક્ષ્મીની મૈત્રી બંધાઈ. રાજનૈતિક અને સામાજિક

મુદ્દાઓ પર તેઓ ખૂબ ચર્ચા કરતા. દર શનિવારે તેઓ મળતા. આ મુલાકાતની લક્ષ્મી

ઉત્સુકતાથી રાહ જોતાં. જર્મનો અંગ્રેજોને હરાવતા ત્યારે તેઓ ખૂબ આનંદિત થતા. જો કે

હિટલરના નાઝીવાદ પ્રત્યે તેમને તિરસ્કાર હતો.

દરમ્યાન ચીનમાં જાપાનની ગતિવિધિઓ વધી. જાપાન અમેરિકા અને બ્રિટનની

વિરુદ્ધમાં હતું. મલાયા સરકારે સ્વયંસેવક દળ અને નાગરિક સુરક્ષા દળ સ્થાપ્યાં હતાં.

ડૉકટરોએ આરોગ્ય વિષયક પ્રાથમિક જાણકારી આપવાની હતી. ડૉ. લક્ષ્મી માટે પણ તે

ફરજિયાત હતી. ભારતીયો ભયગ્રસ્ત હતા, મોટાભાગનાએ પોતાના પરિવારોને ભારત

મોકલી દીધા હતા. આ સમયે વિદેશમાંથી પાછા ફરતાં ડૉ. લક્ષ્મીનાં માતા અને બહેન

સિંગાપુર આવ્યાં. મલાયામાં લડાઈ થવાની વાતો આવતી હતી. બંનેએ લક્ષ્મીને ભારત

આવી જવાનું કહ્યું. ડૉ. લક્ષ્મીનો નિશ્ચય હતો કે યુદ્ધનો અનુભવ લેવો અને ડૉકટર તરીકે

સક્રિય સહયોગ પણ આપવો. માતા અને બહેન છેવટે ભારત પાછા ફર્યાં.

૧૯૪૧, ડિસેમ્બરમાં સિંગાપુર પર લડાઈનાં વાદળો ઘેરાતાં જતાં હતાં. ઈંગ્લેન્ડ

તરફથી અમેરિકા યુદ્ધમાં પ્રવેશ્યું અને યુદ્ધનાં પડઘમ ઘરઆંગણે વાગવા લાગ્યાં. હજારો

ભારતીયો પાછા ફરતા હતા, ઘરો ખાલી કરાવાતાં હતાં. ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી.

જાપાને બ્રિટિશ યુદ્ધનૌકા પ્રિન્સ ઑફ વેલ્સને ડૂબાડી અને પિનાંગ પર હુમલો કર્યો. ત્યાંથી

શરણાર્થીઓ સિંગાપુર આવવા લાગ્યા. પૂર્વનો એક નાનકડો દેશ શક્તિશાળી બ્રિટિશ સત્તાને

જે રીતે હંફાવતો હતો તે જોઈ ડૉ. લક્ષ્મી એક ભારતીય તરીકે આનંદ અનુભવતાં.

ફબ્ે ાઅુ્ર ારીમાં જાપાને સિંગાપરુ પર બામ્ે બવર્ષા કરી. ડા.ૅ લક્ષ્મીના સ્નહે ીઓ સબ્ં ાધં ીઆએ ે

તેમને ત્યાં આશ્રય લીધો. તેમને માટે લક્ષ્મી પુષ્કળ ખાદ્યસામગ્રી સંઘરી રાખતાં. દિવસરાત

ઘાયલ સ્ત્રી પુરુષો આવતાં રહેતાં તે જોઈ ડૉ. લક્ષ્મીએ પ્રાથમિક સહાયતા કેન્દ્ર પર જ

રહેવાનું શરૂ કર્યું. જ્યાં જ્યાં બ્રિટિશ સેના હારી ત્યાં ત્યાં તેના ભારતીય સૈનિકો પણ જાપાનના

શરણે ગયા હતા. જાપાન અને ભારત વચ્ચે કોઈ દુશ્મનાવટ નહોતી. તેઓ ચીન અને

બ્રિટિશ સૈનિકો સાથે ઉદ્ધત વર્તન કરતા. જાપાની અધિકારીઓ ભારતીય સૈનિકો તરફ

સહાનુભૂતિ બતાવતા. ભારતના સ્વાતંત્ર્ય આંદોલન અને ગાંધીજી પ્રત્યે તેઓ આદર પણ

વ્યક્ત કરતા તે જોઈને ડૉ. લક્ષ્મીને નવાઈ લાગી.

સિંગાપુર પડ્યું તે જ દિવસે સવારે જાપાનીઓએ ઘર ખાલી કરાવી બધાને ખુલ્લા

મેદાનમાં કાઢ્યા હતા. સાંજે સિંગાપુરના પરાજયની જાહેરાત થઈ અને બધા પોતપોતાના

ઘરમાં પાછા ફર્યા. ડૉ. લક્ષ્મી પણ તેમાં હતાં. ખાલી પડેલા ઘરોમાં લૂંટ ચાલી હતી. ડૉ.

લક્ષ્મીના કપડાં અને કિંમતી સામાન પણ લૂંટાયા હતાં. દવાઓ અને ખાદ્યસામગ્રી લૂંટાઈ

નહોતી. કે.ટી. કેશવ મેનને સમાચાર આપ્યા કે જાપાની નેતાઓ ભારતના નેતાઓનો

સંપર્ક સાધી રહ્યા છે અને રાજનૈતિક મૈત્રીની અપેક્ષા રાખી રહ્યા છે.

સિંગાપુરનું જનજીવન ખોરંભાયું હતું. ચારેબાજુ લૂંટ ચાલતી હતી. જાપાની શાસને

લૂંટ કરનારાઓ માટે ‘જુઓ અને મારો’ તેવો આદેશ બહાર પાડ્યો અને ચાર-પાંચ

લૂંટારાઓનાં માથાં કાપી પુલ પર ટિંગાડ્યા તેથી લૂંટ બંધ થઈ. ગોરા યુદ્ધકેદીઓને જાપાની

સરકારે કાટમાળ ખસેડવાનું કામ સોંપ્યું. એશિયાના લોકોને જાનવર સમજતા ગોરાઓની

આ દશા જોઈ એશિયનો ખૂબ ખુશ થઈ ગયા. જો કે ડૉ. લક્ષ્મીને અંગ્રેજો સાથે શત્રુતા હોવા

છતાં આવો વ્યવહાર ડંખતો હતો.

ડૉ. લક્ષ્મીને કેટલાક જાપાની અધિકારીઓનો પરિચય થયો. ભારતીય યુદ્ધ કેદીઓની

મુક્તિસેના બનાવાય તો અંગ્રેજો સામે ટક્કર ઝીલી શકાય અને તો જાપાનીઓ પણ જો

અયોગ્ય વહેવાર કરે તો તેમને અંકુશમાં રાખી શકાય તેવું ડૉ. લક્ષ્મીને લાગ્યું. બાળપણથી

તેઓ માનતા કે સશસ્ત્ર લડાઈ વગર આઝાદીનો જંગ સફળ નહીં થાય. દરમ્યાન જાપાનમાં

ઈન્ડિયા નેશનલ આર્મીની સ્થાપનાનું વાતાવરણ ઊભું થતું જતું હતું. આ માટે જાપાનના

અધિકારીઓની નજર કેપ્ટન મોહનસિંહ પર ઠરી હતી. કેપ્ટન મોહનસિંહ ૧૯૪૧માં પોતાની

બટાલિયન સાથે ભારતથી મલાયા આવ્યા હતા.

કેપ્ટન મોહનસિંહ બ્રિટિશ શાસિત ભારતના પંજાબના સિયાલકોટ જિલ્લામાં જન્મ્યા

હતા. તેમના પિતાનું નામ તારાસિંહ અને માતાનું નામ હુકમ કૌર. મોહનસિંહના જન્મ

પહેલાં જ તેમના પિતા મૃત્યુ પામ્યા હતા. ૧૯૦૯માં મોહનસિંહનો જન્મ થયો. શિક્ષણ પૂરું

કરી તએ ો ૧૯૨૭માં બિટ્ર ીશ ઈન્ડિયન આમીર્ન્ ાી ૧૪મી પજાં બ રિે જમન્ે ટમાં જાડે ાયા. ભારતના

ઉત્તર પશ્ચિમ સરહદી વિસ્તારોમાં તેમને મૂકવામાં આવેલા. થોડા જ વર્ષોમાં એક પછી એક

પ્રમોશન મેળવી તેઓ વધુ ને વધુ ઊંચી પાયરીએ પહોંચતા ગયા.

૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. મોહનસિંહની બટાલિયનને દૂર પૂર્વમાં

મોકલવાનો હુકમ આવ્યો. તે માટે સઘન તાલીમ આપવી શરૂ થઈ. દરમ્યાન એક લશ્કરી

પરિવારની જ પુત્રી જશવંત કૌર સાથે ૧૯૪૦માં તેમનાં લગ્ન થયાં. ૧૯૪૧ના માર્ચ

મહિનામાં તેઓ પોતાના યુનિટ સાથે મલાયા પહોંચ્યા.

ડિસેમ્બર ૧૯૪૧માં જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યો, સાથે આખા દક્ષિણ પૂર્વ

એશિયા પર કબજો જમાવ્યો. મલાયામાં પણ બ્રિટીશ સૈન્ય હાર્યું. અંગ્રેજી સામ્રાજ્યવાદ

વિરુદ્ધની લડાઈમાં જાપાન, ચીન અને ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો અને સહકાર ઈચ્છતું

હતું. બેંકકોકમાં એફ-કીકાન નામનું એક સંગઠન ફિફટીન્થ આર્મીના મેજર ફ્યુજિયારા

ઈવાઈચીના નેતૃત્વમાં ચાલતું હતું. આવા જ એક બીજા સંગઠનમાં જ્ઞાની પ્રીતમસિંહ પણ

હતા. ફ્યુજિયારા અને પ્રીતમસિંહના પ્રયત્નો ભારતીય યુદ્ધકેદીઓને સંગઠિત કરી ભારતમાં

ચાલતી સ્વાતંત્ર્ય ચળવળને બહારથી મદદરૂપ થાય તેવી ‘ઈન્ડિયન આર્મી’ બનાવવાના

હતા. તેમણે કેપ્ટન મોહનસિંહને આ આર્મી બનાવવા અને તેમાં યુદ્ધકેદીઓ અને અન્ય

સૈનિકોની ભરતી કરવાની વિનંતી કરી. થોડા ખચકાટ બાદ મોહનસિંહ તૈયાર થયા.

ફયિુ જયારાએ પાત્ે ાાને શરણે આવલે ા ૪૦૦૦૦ ભારતીય સિૈ નકો તમે ને સાપ્ૈં યા. આ સિૈ નકાન્ે ાી

તાલીમ શરૂ થઈ. કેપ્ટન મોહનસિંહની પોતાની બટાલિયન તો જાપાની સૈન્યે આ પહેલાં જ

વિખેરી નાખી હતી. અને એક રીતે તેઓ યુદ્ધકેદી હતા. જો કે ફ્યુજિવારાએ તેમને મિત્ર

ગણ્યા ને જાપાનના સહકારથી ભારતના સ્વાતંત્ર્ય માટે કામ કરનારી ઈન્ડિયન નેશનલ

આર્મી બનાવવાનું કહ્યું હતું.

જાન્યુઆરી ૧૯૪૨માં કુઆલાલમ્પુર પડ્યું ને ફેબ્રુઆરીમાં સિંગાપુર પડ્યું. બંનેના

થઈને પચાસ હજાર જેટલા ભારતીય યુદ્ધકેદીઓ હતા. આમાંના ઘણાખરા મોહનસિંહના

સૈન્યમાં ભરતી થયા.

સપ્ટેમ્બર ૧૯૪૨માં આ સૈન્યને વિધિવત ‘ઈન્ડિયન નેશનલ આર્મી’ એવું નામ

અપાયું અને મોહનસિંહ તેના કમાન્ડર-ઈન-ચીફ નિયુક્ત થયા. ફ્યુજિયારા સાથે તેમને

સારા સંબંધો હતા. પણ થોડા જ મહિનામાં મોહનસિંહે જોયું કે જાપાનનું સૈન્ય ઈન્ડિયન

નેશનલ આર્મીએ પોતાના એક નાના ભાગ રૂપે રચવા ને રાખવા માગે છે. અને તેનાથી

વધારે કોઈ ઓળખ કે અધિકાર આપવા માગતું નથી. તેમણે તરત વિરોધ કર્યો. તણખા

ઝર્યા. ૧૯૪૨ની ૨૯મી ડિસેમ્બરે મોહનસિંહને જાપાનની મિલિટરી પોલીસે તેમના પદ

પરથી બરતરફ કરી ગિરફતાર કર્યા. ફોજ વેરવિખેર થવા માંડી.

૧૯૪૩ના જૂનમાં સુભાષબાબુ જર્મનીથી આવ્યા. તેમણે ઈન્ડિયન નેશનલ આર્મીનું

આઝાદ હિંદ ફોજ તરીકે પુનઃનિર્માણ કરવાનું બીડું ઝડપ્યું. તે પછીનો આઝાદહિંદ ફોજનો

ઈતિહાસ આપણે જાણીએ છીએ.

જાપાન હાર્યું તે પછી મોહનસિંહને બ્રિટીશ કસ્ટડીમાં લેવામાં આવ્યા અને ભારતમાં

લવાયા. લાલ કિલ્લામાં બ્રિટીશ શાસને તેમના પર મુકદ્દમો ચલાવ્યો. જનતાના દબાણને

લીધે તેમને અને તેમની સાથે જેમના પર મુકદ્દમો ચલાવાયો હતો તે સુભાષચંદ્ર બોઝની

આઝાદહિંદ ફોજના અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા. તેઓ પોતાના ગામમાં જઈને

રહ્યા.

આઝાદી મળી અને ભાગલા થયા ત્યારે મોહનસિંહનું ગામ પાકિસ્તાનમાં ગયું.

મોહનસિંહ નિરાશ્રિત તરીકે ભારત આવ્યા. લુધિયાણા પાસે તેમને સરકારે થોડી જમીન

આપી અને તેઓ ત્યાં વસ્યા, કૉગ્રેસમાં જોડાયા, પંજાબથી રાજ્યસભામાં ચૂટાયા અને વર્ષો

સુધી આઝાદહિંદ ફોજના સૈનિકો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે કામ કરતા રહ્યા. એમનું

અવસાન ૧૯૮૯માં થયું.

આપણે પાછા મલાયામાં જાપાનના અધિકારીઓએ મોહનસિંહને ઈન્ડિયન નેશનલ

આર્મી રચવાનું કહ્યું તે કાળમાં જઈએ.

જાપાનના અધિકારીઓએ મોહનસિંહને જનરલનો હોદ્દો આપી સાઠ હજાર ભારતીય

જવાનો તેમના હાથમાં સોંપ્યા હતા. એટલે ઈન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના કરવાનું

નક્કી થયું. ડૉ. લક્ષ્મી સાથે ભણનારા ઘણાં બ્રિટિશરો ભારતીય સેનાનાં ડૉકટર તરીકે

ભરતી થયા હતા. ડૉ. લક્ષ્મીએ તેમને ઈન્ડિયા નેશનલ આર્મી (ૈંદ્ગછ) માં ભરતી થવાનું

કહ્યું. ત્યારે તેઓ અચકાયા - જાપાન હારી જાય તો ફરી બ્રિટિશ સેનામાં પ્રવેશ ન મળે - તો

શું કરવું? સુશિક્ષિતોની આ દાસ્યવૃત્તિ અને ક્ષુદ્રતા જોઈ ડૉ. લક્ષ્મીને દુઃખ થયું. તેમનું

પોતાનું તો આઈએનએનું સામર્થ્ય વધારી તેના વડે આઝાદી પ્રાપ્ત કરવી એ જ ધ્યેય હતું.

સિંગાપુર આકાશવાણી પરથી આઈએનએ વિશે માહિતી-સૂચનાઓ અપાતી. તેના પ્રસારણનું

કામ ડૉ. લક્ષ્મીએ કરવા માંડ્યું. આ કામની તેમને કોઈ તાલીમ હતી નહીં પણ સ્વયંસ્ફૂરણાથી

તેઓ તેમાં ભાષણો આપતાં. આઝાદીના આંદોલનમાં ભારતમાં અને ભારત બહાર બંને

રીતે સંઘર્ષ ચાલુ રાખવાનું જરૂરી હતું.

દરમ્યાન નેતાજી સુભાષચંદ્ર બોઝ સબમરીનમાં જાપાન પહોંચ્યા. અહીં સુધીની

નેતાજીની સફર વિશે અહીં થોડું જાણવું જરૂરી છે.

૧૯૪૧ના જાન્યુઆરી માસમાં નેતાજી નજરકેદમાંથી છટકી, અફઘાનિસ્તાનના રસ્તે

રશિયા અને ત્યાંથી બર્લિન પહોંચ્યા. તેમની યોજના, વિશ્વયુદ્ધને કારણે મુસીબતમાં મુકાયેલા

અંગ્રેજોની સ્થિતિનો લાભ લઈ સશસ્ત્ર ક્રાંતિ વડે ભારતને આઝાદ કરવાની હતી. લાલા

હરદયાળ, રાજા મહન્ે દ્ર પ્રતાપ, રાસબિહારી બાઝે , ગદર પાટીર્, ઈન્ડિયન લીગ આફે અમિે રકા

આ બધા સંગઠનોએ ભારત બહાર જઈ વિદેશી સહાય મેળવી સશસ્ત્ર ક્રાંતિના પ્રયાસો આ

અગાઉ કર્યા હતા. ભારતમાં જે બ્રિટિશ ફોજ હતી તેનું કદ વિરાટ હતું. તેમાં બધા ટોચના

અધિકારીઓ અંગ્રેજ અને નાના અધિકારીઓ અને સૈનિકો ભારતીય રહેતા. આ ફોજના

બળથી જ અંગ્રેજોએ આખા ભારતને ગ્રસી લીધું હતું. આ ભારતીય સૈનિકો કોઈ દેશાભિમાની

ભાવનાથી નહીં પણ ગુજરાન માટે સેનામાં જોડાતા. પરદેશી ધ્વજને અને પરદેશી

અધિકારીઓને સલામ કરતા અને પોતાના દેશના અહિતમાં નિમિત્ત બનતા. ઈતિહાસ

સાક્ષી પૂરે છે કે આવાં લશ્કરી મૂલ્યો વિહોણા સૈન્ય લાંબો સમય ટકતાં નથી. સિંગાપુરના

મેદાનમાં જ્યારે અંગ્રેજો હાર્યા ત્યારે આ બધા ભારતીય સૈનિકોએ તરત ઈન્ડિયન નેશનલ

આર્મીનું નવું સ્વરૂપ ધારણ કર્યું અને કેવળ મોહનસિંહનું નેતૃત્વ સ્વીકાર્યું તે આપણે આગળ

જોઈ ગયા.

બર્લિન પહોંચેલા નેતાજીએ જર્મનીમાં ફ્રી ઈન્ડિયા સેન્ટર અને આઝાદ હિન્દ રેડિયો

શરૂ કર્યા. તેના પર તણખા ઝરતાં ભાષણો તેઓ આપતા. યુરોપમાં અંગ્રેજોની સેના પીછેહઠ

કરતી હતી. ઉત્તર આફ્રિકામાં પણ અંગ્રેજો હાર્યા. તેમના યુદ્ધકેદીઓને જર્મનીમાં લવાયા.

સુભાષચંદ્ર બોઝ આ યુદ્ધકેદીઓને મળ્યા. તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત જવાનોમાંથી ૩૫૦૦

જવાનો અને કેટલાક અધિકારીઓ દ્વારા પસંદ કરી સુભાષબાબુએ જર્મનીમાં આઝાદ હિંદ

ફોજ સ્થાપવાની ઘોષણા કરી. જર્મન અધિકારીઓએ તેમના પ્રશિક્ષણની વ્યવસ્થા કરી.

જર્મન નાઝીવાદ સુભાષબાબુને પસંદ ન હતો. જર્મનીની આ મદદનો બદલો પોતે ચૂકવી

દેશે તેમ તેમણે કહ્યું, ‘નેતાજી’ સંબોધન અને ‘જયહિન્દ’ની ઘોષણાનો જન્મ જર્મનીમાં

થયો. યુદ્ધશાસ્ત્રના નેતાજી ઊંડા અભ્યાસી હતા અને વ્યૂહરચના તેમજ લશ્કરી તાલીમમાં

પાવરધા હતા.

આ તરફ જાપાનમાં કેપ્ટન મોહનસિંહના ઘણા પ્રયાસો પછી સ્થપાયેલી ઈન્ડિયન

નેશનલ આર્મી (આઈ.એન.એ)ની હાલત ડામાડોળ હતી. જાપાને જર્મની સાથે મંત્રણા

કરી સુભાષચંદ્ર બોઝને દક્ષિણ પૂર્વ એશિયામાં મોકલવા વિનંતી કરી. જો સુભાષબાબુ દક્ષિણ

એશિયામાં આવે તો તેમની અસીમ લોકપ્રિયતાથી ત્યાંના યુદ્ધકેદીઓ તેમની સાથે જોડાઈ

જાય ને આઈ.એન.એ.ની તાકાત વધે તેવો જાપાનને વિશ્વાસ હતો. યુદ્ધના ઘેરાયેલાં વાદળો

વચ્ચે જર્મનીથી જાપાનની યાત્રા સુભાષબાબુએ સબમરીનમાં કરી.

૨૦ જૂન ૧૯૪૩માં તેઓ જાપાન પહોંચ્યા. ટોકિયો રેડિયો પરથી સંદશો આપ્યો.

આઈ.એન.એ.ની પુનર્રચના એ તેમનું લક્ષ્ય હતું. તેઓ સિંગાપુર આવવાના હતા. તેના

સ્વાગત સમારોહ માટેની સમિતિમાં ડૉ. લક્ષ્મી હતાં. ૧૯૨૮માં તેમણે કલકત્તા અધિવેશનમાં

સુભાષબાબુને જોયા હતા. હવે સશસ્ત્ર સેનાનાયકના રૂપમાં સુભાષબાબુને જોઈ તેઓ ખૂબ

પ્રભાવિત થયાં. પોતાના ભાષણ અને વ્યક્તિત્વથી નેતાજીએ સૌને મુગ્ધ કરી દીધાં. ગાંધીજી

સાથેના પોતાના મતભેદની વાત પણ તેમણે કરી અને વિશ્વની, વિશ્વયુદ્ધની પરિસ્થિતિનું

પૃથક્કરણ કરી જણાવ્યું કે ભારતીયો માટે અંતિમ પ્રહાર કરવાની જે તક ઊભી થઈ છે તેનો

લાભ નહીં લઈએ તો ઈતિહાસ આપણને કદી માફ નહીં કરે.

દરેક સશક્ત વ્યક્તિને આઝાદ હિન્દ ફોજમાં જોડાવાનું આમંત્રણ આપતાં તેમણે

રાણી ઝાંસી રેજિમેન્ટની કલ્પના પણ આપી. ડૉ. લક્ષ્મી આ કલ્પનાથી એટલા રોમાંચિત

થઈ ગયાં કે રાતભર સૂઈ ન શક્યાં. તેઓ

ડૉકટર હોવાના નાતે ભારતીય પરિવારોને

નજીકથી જાણતા હતાં. આ પરિવારોની સ્ત્રીઓ

જૂનવાણી, ચાર દીવાલ વચ્ચે રહેવા ટેવાયેલી

અને એ દીવાલોની બહારના વિશ્વથી

અપરિચિત હતી. દેશને માટે તેઓ આગળ

આવે તેવી અપેક્ષા રાખી શકાય તેમ નહોતી.

પણ જો રેજિમેન્ટ બનશે તો પોતે તો તેમાં જોડાશે

જ તેવો તેમણે નિર્ણય લીધો. સિંગાપુરની ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગના અધ્યક્ષ બી.

યેલપ્પાએ ડૉ. લક્ષ્મીની મદદથી માત્ર સ્ત્રીઓની એક સભા યોજી અને તેમાં સુભાષબાબુને

નિમંત્ર્યા. એ સભામાં નેતાજીને રાઈફલ સાથે સલામી આપવા વીસ બહેનોની ટુકડી ડૉ.

લક્ષ્મીએ તૈયાર કરી. નેતાજી આવ્યા અને આ તૈયારીને તેમણે રાણી ઝાંસી રેજિમેન્ટની

રચના માટેના શુભ શુકન તરીકે જોઈ.

બીજા દિવસે તેમણે ડૉ. લક્ષ્મીને મળવા બોલાવ્યા. જે સાહસપૂર્ણ જીવન પોતે જીવવા

માગતા હતા તેને માટેની ઘડી આવી પહોંચી છે, તે જોઈ ડૉ. લક્ષ્મી ખુશ થયાં. નેતાજીમાં

તેમણે ફ્રેન્ડ, ફિલોસફર અને ગાઈડ જોયાં. નેતાજીએ સ્ત્રીશક્તિ પરની પોતાની શ્રદ્ધા વ્યક્ત

કરતા કહ્યું કે રાણી ઝાંસી રેજિમેન્ટ બનશે તો સ્ત્રીઓ પુરુષો પર નિર્ભર રહેવાનું છોડશે અને

શોષણ વિરુદ્ધ સંઘર્ષ કરવાનું પણ શીખશે. સ્ત્રીપુરુષ સમાનતા આ જ રીતે સંભવિત છે.

નેતાજીએ ડૉ. લક્ષ્મીને આ રેજિમેન્ટના પ્રમુખ ઘોષિત કર્યા.

બીજા જ દિવસથી અટે લે કે ૧૪ જલુ ાઈ ૧૯૪૩થી

ડૉ. લક્ષ્મી કામે લાગી ગયાં. સલામી આપનારી વીસ

યુવતીઓમાંથી પંદર યુવતીઓને તાલીમ આપવાનું શરૂ

કર્યું. ધીરે ધીરે તાલીમાર્થીઓની સંખ્યા ૧૦૦ સુધી

પહોંચી. સપ્ટેમ્બરમાં પિનાંગ, ઈપોહ, કુઆલાલમ્પુર

અને સેલાંગરનો પ્રવાસ ખેડી ડૉ. લક્ષ્મીએ ૫૦૦

મહિલાઓની ભરતી કરી. બી. યેલપ્પાએ તેઓ રહી

શકે તેવી જગા શોધી કાઢી. આટલું કામ માત્ર ત્રણ અઠવાડિયામાં થઈ ગયું. શ્રીમતી સત્યવતી

થીવર નામનાં કુઆલાલમ્પુરની એક શાળાનાં આચાર્ય શિસ્તબદ્ધ કેળવણીમાં નિપુણ હતાં.

ડૉ. લક્ષ્મીએ તેમને રેજિમેન્ટ અંગે વાત કરી અને સિંગાપુર લઈ આવ્યાં. થીવર મધ્યવયના

હોવા છતાં યુદ્ધકળામાં નિપુણ થઈ ગયાં. રેજિમેન્ટની સામગ્રી મુખ્ય ફોજ તરફથી આવતી.

આ જ ગાળામાં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ સરકારની ઘોષણા કરી અને તેની

કેબિનેટમાં મહિલા કલ્યાણ ખાતાનું મંત્રીપદ ડૉ. લક્ષ્મીને આપ્યું. ડૉ. લક્ષ્મીએ આમાં

સ્ત્રીજાતિનું સન્માન જોયું. ત્યાં સુધી દુનિયામાં કોઈ સ્ત્રી સ્થાયી કે અસ્થાયી સરકારના મંત્રીમંડળ

સુધી પહોંચી નહોતી.

૨૧ ઓક્ટોબરે નેતાજીને હાથે રાણી ઝાંસી રેજિમેન્ટનું ઉદ્‌ઘાટન થયું. ફોજી સ્ત્રીઓની

સંખ્યા હતી ૧૫૦. ઝડપથી આ સંખ્યા ૩૦૦ને આંબી ગઈ.

સૈનિક જીવનની શરૂઆત થઈ. ડૉ. લક્ષ્મીએ તેમાંની કેટલીક

કન્યાઓમાં કલા જોઈ ‘આઝાદીનું મોત’ શીર્ષકથી નાટક લખ્યું.

આ નાટકની મદદથી સિંગાપુરમાંથી ૫૦૦૦ ડૉલર કમાણી કરી.

અનેક જવાબદારીઓથી ઘેરાયેલાં ડૉ. લક્ષ્મીને ચોવીસ કલાક

પણ ઓછા પડતા હતા. હવે રેજિમેન્ટની મહિલાઓને લઈ રંગૂન

જવાનું હતું. ત્યાં તાલીમ આપવાની હતી.

હુકમ મળતાં બધા રંગૂન

જવા રવાના થયા. બેંગકોક

હવાઈ મથક પર નેતાજી ખુદ તેમને આવકારવા હાજર

હતા. કહ્યું, ‘ડૉ. લક્ષ્મી, તમે સરકારી મંત્રી છો. કોઈ

પણ સ્વતંત્ર રાષ્ટ્રના મંત્રીને છાજે તેવું જ સન્માન તમારું

થવું ઘટ’ે . થાઈ સરકારે પણ તમે ને અવે ું જ સન્માન આપ્ય.ું

રંગૂન પહોંચીને તેમને થયું કે હવે હિન્દુસ્તાન પહોંચવામાં વાર નહીં લાગે. બર્મામાં

શ્રીમંતોની મોટી મોટી હવેલીઓ આઝાદ હિંદ સરકાર પાસે હતી. ત્યાં પચાસ યુવતીઓની

પલટન પણ હતી. બર્માની ફોજ યુદ્ધભૂમિમાં હોવાથી આ પલટન માટે કોઈ પ્રશિક્ષક ઉપલબ્ધ

હતા નહીં. છતાં ડૉ. લક્ષ્મીએ વ્યાયામ, કવાયત, ટૂર માર્ચ અને રાઈફલ ચલાવવાનું શરૂ

કર્યું. પલટનથી ગૌરી ભટ્ટાચાર્ય (હવે ડૉ. સેન), માયા-અરૂણા-કરુણા આ ગાંગુલી બહેનો,

ભૌમિક બહેનો, શંકુતલા ગાંધી, રમા મહેતા, એમિટી સેમ્યુઅલ આ બધી બહેનો હવે

કોલેજોમાં પ્રવેશ મેળવવાની હતી. અહીં ડૉ. લક્ષ્મીનું એક બીજું કામ વધી ગયું. તેમને

નેતાજી સાથે જાપાની દૂતાવાસોમાં વાટાઘાટો માટે જવું પડતું. મહિલાઓને સમાન ગણતા

નેતાજી ડૉ. લક્ષ્મી પાસે પુરુષ મંત્રીઓ જેટલી જ અપેક્ષા પણ રાખતા.

રંગૂનમાં ઈન્ડિયા ઈન્ડિપેન્ડન્સ લીગની મહિલાઓનું એક સક્રિય જૂથ તૈયાર થઈ

ગયું હતું. આ જૂથને બાકીનું કામ સોંપી ડૉ. લક્ષ્મી સિંગાપુર પાછા ફર્યા. તેઓ બે મહિના

બહાર હતા એ દરમિયાન થીવરે છાવણી સંભાળી હતી. હવે ૪૦ મહિલા સૈનિકો અને

૧૦૦ પરિચારિકાઓ બર્મા મોકલવાનાં હતાં. તેમની સાથે જોડાં, કપડાં, દવાઓ પણ

મોકલવાનાં હતાં. આ ટુકડી પગે ચાલીને અને વાહનોમાં ૧૫ દિવસ મુસાફરી કરી બર્મા

પહોંચવાની હતી. તેની વ્યવસ્થામાં ડૉ. લક્ષ્મી ગૂંથાઈ ગયાં.

૩૦ માર્ચ ૧૯૪૪ના દિવસે સિંગાપુર છાવણીની

આઠ યુવતીઓને કમિશન ઑફિસર તરીકે માન્યતા

મળી. પુરુષ કમિશન્ડ ઓફિસરોની જેમ તેમણે પણ

લેખિત-મૌખિક પરીક્ષા આપી અને મેદાની

રણનીતિઓનું પ્રદર્શન કર્યું. બધી જ મહિલાઓ

સૈનિકોને પ્લેટૂન અને કંપનીમાં સમાવી લીધા પછી

ડૉ. લક્ષ્મી સિંગાપુરના કામમાંથી મુક્ત થઈ ગયાં.

હવે તેમની નજર મોરચા પર હતી. ફરી તેઓ બર્મા જવા નીકળ્યાં. નીકળતી વખતે પાછા

સિંગાપુર અવાશે નહીં તેવું તેમણે ધાર્યું નહોતું.

ડૉ. લક્ષ્મી રંગૂન પહોંચ્યા ત્યારે મહિલા પલટનની પહેલી ટુકડી યુદ્ધભૂમિ તરફ કૂચ

કરી ચૂકી હતી. બાકીની યુવતીઓ યુદ્ધ સહાયતાના કામમાં લાગી ગઈ હતી. ડૉ. લક્ષ્મીનો

મોરચા પર જવાનો દિવસ નક્કી થઈ ગયો. મહિલા પલટનના બે અધિકારી અને દસ

જવાનોને લઈ મેમિયો તરફ ગયેલી ટુકડીમાં સામેલ થવા એ નીકળી પડ્યાં.

દિવસે સૈનિક ટ્રકમાં મુસાફરી, જંગલમાં મુકામ, રાત્રે ટ્રકમાં સૂવાનું. રસ્તે આવતાં

ગામામે ાં ભારતીઓ પણ વસતા હતા. તએ ો આ ટકુ ડીનું સ્વાગત કરતા અને પાત્ે ાાની પત્ર્ુ ાીઆન્ે ો

પલટનમાં મોકલવાનો ઈરાદો પણ વ્યક્ત કરતા. આ ભારતીયોમાંના મોટાભાગના શાહુકારો

હતા. અંગ્રેજોની પીછેહઠ થતા બર્માના લોકો તેમને લૂંટતા અને હુમલા પણ કરતાં. આ

બધામાંથી પસાર થતું ડૉ. લક્ષ્મીનું જૂથ મેમિયો પહોંચી ગયું.

મેમિયો પહાડ પર આવેલું એક હિલસ્ટેશન હતું. એક ખાલી નિશાળમાં પલટનની

છાવણી હતી. ત્યાં બે મહિના પ્રશિક્ષણ ચાલ્યું. ૨૧મી તારીખે દિવસમાં પણ બોમ્બના

હુમલા શરૂ થયા. મહિલા પલટન પાસે નહોતી વિમાનો પર તાકવાની તોપો કે નહોતાં

બંકરો, વિમાનો નીચે આવતાં ને બોમ્બ ફેંકતાં. છાવણીનો નાશ થયો. મહિલાઓ બચી

ગઈ. મોત આંગળી અડાડીને જતું રહ્યું અને તો પણ મહિલાઓ ભયભીત થઈ નહોતી તેનો

ડૉ. લક્ષ્મીને ગર્વ હતો. લડાઈમાં જોડાવું એટલે શું તે હવે સમજાયું હતું.

ભારત-બર્માની સરહદ પર ભયાનક બોમ્બવર્ષા થઈ. અંગ્રેજોને ઈમ્ફાલમાં સારી

મદદ મળી. ડૉ. લક્ષ્મી અને બાકીની સેનાને પાછા જવાનો હુકમ મળ્યો. ઘણા સૈનિકો માર્યા

ગયા હતા. બચેલા અતિસાર અને મેલેરિયાના શિકાર હતા. મેજર લક્ષ્મી હવે ડૉ. લક્ષ્મી

બની ગયા. દર્દીઓ કહેતા કે તેમને જોઈને જ અડધી બિમારી તો દૂર થઈ જાય છે.

મેમિયોની હોસ્પિટલમાં ડ્રેસિંગનો સામાન અને જંતુનાશક દવાઓની ખૂબ તંગી

હતી. મેલેરિયાના દર્દીઓ તાવથી અશક્ત થઈ જતા ને પછી ઝાડા શરૂ થઈ જતા. તેમને

બચાવવાનું મુશ્કેલ થઈ જતું. દેશને માટે બલિદાન કરવા તૈયાર જવાનોનું આવું કમનસીબ

મોત રોકવાની પોતાની લાચારી ડૉ. લક્ષ્મીને ખૂબ ખટકતી.

આખુ ચોમાસું તેઓ અહીં રહ્યા. માંદા અને ઘાયલ જવાનોની કતાર લાગી ગઈ

હતી. તેમની સેવામાંથી ૩-૪ કલાક કાઢી રૂટ માર્ચ કરવાની હતી. આ વખતે નેતાજીએ

આઝાદ હિંદ ફોજ અને સરકારના પ્રતિનિધિઓનું સંમેલન ગોઠવ્યું. પોતાના ભાષણમાં કહ્યું

કે જર્મનીનો પરાજય હાથવેંતમાં છે. ૧૯૪૫ના એપ્રિલ-મેમાં જર્મની પડશે પછી મિત્રરાષ્ટ્રો

જાપાનને ઘેરશે. જાપાન પોતાના બચાવના વ્યૂહો વિચારી રહ્યું છે. તેની મદદ હવે ઓછી જ

મળશે, પણ આઝાદ હિંદ ફોજ પોતાના બળ પર છેલ્લા શ્વાસ સુધી લડશે.

મેમિયો હવાઈ હુમલાઓનું ભોગ બનતું હતું. તેથી હોસ્પિટલને દૂર લઈ જવાઈ.

સૈનિકોની બરાકમાં દર્દીઓને રખાયા. ભોંયરાં ખોદી તેમાં શસ્ત્રક્રિયાની વ્યવસ્થા કરવામાં

આવી.

ત્રણેક મહિના ત્યાં વિતાવ્યા બાદ ફરી વાર હોસ્પિટલ ખસેડાઈ અને ડૉ. લક્ષ્મી અને

તેમના સાથીઓ જિયાવાડી ગામમાં પહોંચ્યાં. જિયાવાડીમાં ઘણા ભારતીય જમીનદાર અને

શ્રમિકો હતા. ૨૦ જાન્યુઆરીએ કામ શરૂ થયું. ૨૩ જાન્યુઆરીએ નેતાજીનો જન્મદિન

હતો. તે ઊજવવા ગામ લોકોએ દૂધ અને ચોખા અને ખાંડના કારખાનાવાળાએ ખાંડની

ગુણી ડૉ. લક્ષ્મીને મોકલાવ્યાં. તેની ખીર બનાવી નેતાજીની વર્ષગાંઠ ઊજવી. એ જ સાંજે

બોમ્બવર્ષા થઈ. ખાંડના કારખાનાનું બોઈલર ફાટ્યું અને અનેક મજૂરો દાઝયા. ઘાયલોની

સતત સારવાર કરનાર ડૉ. લક્ષ્મી દાઝેલાના ભયાનક ઘાથી હેતબાઈ ગયાં. આખી રાત

તેમની સારવાર ચાલી. ગામલોકોને થયું કે આ આફત આઝાદ હિંદ ફોજના લીધે આવી.

તેઓ ગુસ્સે થયા. થોડા ગંભીર દર્દીઓને અહીં રાખી બાકીનાને રંગૂન ખસેડવા પડ્યા.

પોતાની સાથી પરિચારિકાઓને રંગૂન મોકલી. ડૉ. લક્ષ્મી કોલા ગામની આઝાદ હિંદ ફોજની

હોસ્પિટલમાં પહોંચ્યાં. નેતાજી પણ બોમ્બવર્ષાથી બચતા બચતા કોલા આવ્યા. અહીંના

યુનિટને પણ રંગૂન પહોંચાડવાની આજ્ઞા કરી. તેની તૈયારી ચાલતી હતી ત્યાં બોમ્બવર્ષા

થઈ અને એક સહકાર્યકર બી. યેલપ્પાનું ઘર તૂટી પડ્યું. તેમના પગમાં બોમ્બની કરચો ઘૂસી

ગઈ. ઘા બહુ ઊંડા નહોતા પણ બોમ્બની કરચો બહાર કાઢ્યા પછી જંતુનાશક દવાઓના

અભાવે તેમની વેદના વધતી ગઈ. ઘા પાકવા માંડ્યા. તેમને ટ્રકમાં લઈ ડૉ. લક્ષ્મી રંગૂન

જવા નીકળ્યાં. રંગુન અને તેની આસપાસના વિસ્તારમાં અંગ્રેજોમાં હુમલા ચાલુ જ હતા.

રંગૂન જવાનો રસ્તો બંધ થઈ ગયો. યેલપ્પાને લઈ ચાલતા જવાનું પણ શક્ય નહોતું.

મુશળધાર વરસાદ, ખાદ્યસામગ્રીની તંગી. ઘાયલ યેલપ્પાને ન્યૂમોનિયા થતાં તેઓ કોમામાં

ચાલ્યા ગયા. જરા ભાનમાં આવે એટલે સુભાષબાબુ અને આઝાદ હિંદ ફોજના ફંડ વિશે

ચિંતા કરે.

એક દિવસ તેમને જાપાની સૈનિકોનો ભેટો થયો. તેમના અધિકારીએ ડૉ. લક્ષ્મીને

ઓળખી કાઢ્યાં અને યેલપ્પા માટે સ્ટ્રેચરની વ્યવસ્થા કરી નજીકના ગામ સુધી પહોંચાડ્યાં.

ત્યાં ઝૂંપડી જેવું બનાવી ડૉ. લક્ષ્મી યેલપ્પાની સારવાર કરવા લાગ્યાં. ત્રણ-ચાર દિવસ બાદ

અંગ્રેજી સૈનિકો આવ્યા અને ડૉ. લક્ષ્મી અને તેમના સાથીઓને કેદ પકડ્યાં. યેલપ્પા મૃત્યુ

પામ્યા. જર્મનીના પરાજયના સમાચાર પણ આપ્યા.

ડૉ. લક્ષ્મી અને આઝાદ હિંદ ફોજના પંદર સૈનિકોને મુશળધાર વરસાદમાં પગે

ચલાવતા બીજી છાવણી જે ટોંગુ ગામમાં હતી ત્યાં લઈ જવાયા. એક કપ કાળી ચા પર

જંગલમાં આખો દિવસ ચાલવું પડતું. બે-ત્રણ મહિનાથી નહાવાનું પણ મળ્યું ન હતું.

વરસાદમાં ભીંજાતા તે જ ભીનાં કપડાં શરીરની ગરમીથી સુકાઈ જતાં ને વરસાદ પડતાં ફરી

ભીનાં થતાં. રસ્તો કાદવવાળો હતો. ઝાંખરામાં ફસાઈ કપડાં ફાટી જતાં. ટોંગુ પહોંચ્યા

પછી બે દિવસમાં પેગુ લઈ જવાયા. પેગુથી કેટલાક યુદ્ધકેદીઓને ભારત મોકલવાના હતા

તેવી ડૉ. લક્ષ્મીને ખબર મળી. નેતાજી રંગૂનથી છટકી ગયા હતા એ સમાચાર પણ મળ્યા.

ડૉ. લક્ષ્મીને શાંતિ થઈ.

ડૉ. લક્ષ્મીને યુદ્ધકેદી તરીકે ક્યાં રાખવા તે પ્રશ્ન હતો. છેવટે તેમને તેમના પરિચિત

મિત્રોના પરિવારમાં મોકલાયાં. લક્ષ્મી મન ભરીને નાહ્યાં. ત્યાં તેમને ભારત જવા નીકળેલ

મેજર હેરોલ્ડ મળ્યાં. તેમણે તૈયારી બતાવી તેથી ડૉ. લક્ષ્મીએ પોતાની કુશળતાના સમાચાર

પ્રેમ સહગલને પત્ર દ્વારા મોકલ્યા. એક મહિનો નિયોને પરિવારમાં તેઓ રહ્યા તે દરમિયાન

ત્રણ શત્રુપક્ષના અધિકારીઓ તેમના પર સતત દબાણ લાવતા હતા કે તેઓ એવું કબૂલી લે

કે તેમને જબરજસ્તીથી આઝાદ હિંદ ફોજમાં લેવામાં આવ્યા હતાં. કેપ્ટન લક્ષ્મીએ તેમને

સ્પષ્ટ જણાવ્યું કે આઝાદ હિંદ ફોજ કોઈ ભાડુતી સેના નથી, દેશભક્ત નાગરિકોનું લશ્કર

છે. રાણી ઝાંસી રેજિમેન્ટનાં બીજા સભ્યોને પણ આવું કબૂલી લેવા દબાણ થયું ને નોકરી

અને પૈસાની લાલચ પણ અપાઈ. અનાજનો દાણો ઘરમાં ન હોય તેવી સ્થિતિમાં પણ એક

પણ મહિલાએ આ સ્વીકાર્યું નહીં.

મહિના પછી રંગૂન જવાની સંમતિ મળી. બે દિવસ બાદ નેતાજી અકસ્માતમાં મૃત્યુ

પામ્યાની ખબર રંગૂન રેડિયો પર પ્રસારિત થઈ. ડૉ. લક્ષ્મીએ માન્યું કે નેતાજી અહીંથી

નીકળી જાય તે માટે આ અફવા ફેલાવાઈ હશે. નેતાજીનું મૃત્યુ ડૉ. લક્ષ્મી માટે એક રહસ્ય

જ રહ્યું.

દરમિયાન હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકાયા. આ ઘટનાથી બીજા

વિશ્વયુદ્ધનો અંત આવ્યો. રાત્રે બે વાગ્યે જાપાન જવા નીકળેલા કર્નલ થિમૈયા અને કેટલાક

પત્રકારો કેપ્ટન લક્ષ્મીને ત્યાં આવ્યા. આ પત્રકારો સાથે તેમણે આઝાદ હિંદ ફોજની સાચી

માહિતી બહાર મોકલી હતી. આ પત્રકારોમાં મુંબઈના ‘જન્મભૂમિ’ પત્રના અમૃતલાલ શેઠ

પણ હતા. તેમને માટે બે દિવસ ને બે રાતમાં ડૉ. લક્ષ્મીએ આઝાદ હિંદ ફોજનો ઈતિહાસ

લખીને મોકલ્યો જે પછીથી ‘જયહિન્દ ડાયરી’ નામે પ્રગટ થયો.

આ પછી ડા.ૅ લક્ષ્મી ફરી પાત્ે ાાના તબીબી વ્યવસાય તરફ વળ્યા. હવે ડા.ૅ લક્ષ્મીનું

દવાખાનું આઝાદ હિન્દ ફાજે ના ભત્ૂ ાપવૂર્ સિૈ નકાન્ે ો મળવાનું સ્થાન બની ગય.ું આ બધાનું

મનાબ્ે ાળ મજબત્ૂ ા હતું પણ ભવિષ્ય ધધૂં ળું હત.ું કાઈે ને જરા પણ પસ્તાવો ન હતા.ે ૨૧ આક્ે ટાબ્ે ારે

આઝાદ હિંદ ફાજે નો સ્થાપના દિન કપ્ે ટન લક્ષ્મીની આગવે ાની હઠે ળ અને યદ્ધુ પત્રકાર જમાલ

કિડવાઈની સહાયતાથી રગ્ં ાન્ૂ ાની અકે ગલીમાં ઊજવાયા.ે જન્ૂ ાા સાધં લે ા ગણવશે પહરે ી, છવે ટ

સધુ ી લડવાના ગારૈ વથી પ્રદીપ્ત ચહરે ાવાળા સિૈ નકાએ ે જયઘાષ્ે ા સાથે ધ્વજવદં ન કયર્.ું આ પ્રસગ્ં ાના

અહવે ાલો છપાતાં ખળભળાટ મચી ગયા.ે ડા.ૅ લક્ષ્મીને નજરકદે માં રાખવાનો નિણર્ય લવે ાયા.ે

દરૂ અકે ઘરમાં તમે ને નજરકદે રખાયા.ં મલુ ાકાતીઆન્ે ાી ભીડ જામતી અને પાલે ીસ હરે ાન થઈ

જતી. આ મલુ ાકાતીઆમે ાં બિ્રિ ટશ સન્ૈ યના ભારતીય સિૈ નકો પણ ખબ્ૂ ા રહત્ે ાા. બિ્રિ ટશ સન્ે ાામાં

કરવામાં આવતા પક્ષપાતથી તએ ો ત્રાસી ગયા હતા. પણ રાજકીય જાગિૃ ત તમે નામાં આછે ી

હતી. તમે ના મનમાં ભારતની સ્વતત્ર્ં ાતા માટન્ે ાી આસ્થા પ્રગટાવવાનું કામ ડા.ૅ લક્ષ્મી કરતા.ં

વાયસ્ુ ાન્ે ાાના અમકુ અધિકારીઓ ડા.ૅ લક્ષ્મીને ચપ્ૂ ાચાપ ભારત થઈ જવા માગતા હતા, પણ

તમે ણે આ વાત માન્ય રાખી નહીં.

૪ માર્ચ ૧૯૪૬ના રોજ કેપ્ટન લક્ષ્મીને સેનાના વિમાન મારફત ભારત મોકલાયાં.

સાથે એક બ્રિટિશ અધિકારી હતા. વિમાને સરહદ ઓળંગી ભારતમાં પ્રવેશ કર્યો. છ વર્ષ

બાદ તેઓ વતનમાં પાછા ફર્યા હતા પણ તેમના મનમાં આનંદ નહોતો. તેમને તો સ્વતંત્ર

ભારતની હવામાં શ્વાસ લેવો હતો.

વિમાન મથકમાંથી બહાર આવતાં પોતાના નાના ભાઈનું સરનામું બતાવી તેમણે

ટક્ે સીવાળાને કહ્ય,ું ‘મને આ જગ્યાએ લઈ જા. ત્યાં ઊતરીને ભાડું ચકૂ વીશ.’ ‘આપ ઝાસ્ં ાીની

રાણી છો ન?ે ’ ડા.ૅ લક્ષ્મી હસીને બાલ્ે યા, ‘ના, ભાઈ. પણ હું રાણી ઝાસ્ં ાી રિે જમન્ે ટમાં હતી.

મને યદ્ધુ કદે ી તરીકે ભારત માકે લાઈ છે અને ખર્ચ માટે કશું આપ્યું નથી.’ ‘બહન્ે ા, આપ મારી

ટક્ે સીમાં બઠે ાં તથ્ે ાી હું ધન્ય થઈ ગયા.ે પસ્ૈ ાાની ચિત્ં ાા કરશો નહીં. તમે મારાં મહમે ાન છા.ે ’

ભાઈને ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે ભાઈ પ્રવાસમાં ગયા હતા અને ભાભી

પ્રસૂતિ માટે લાહોર ગયા હતાં. પછીથી તેમને ખબર પડી કે છેલ્લા દસ દિવસથી તેમનો

ભાઈ અને મા રોજ એરપોર્ટ જતાં - ડૉ. લક્ષ્મીને લેવા. છેવટે થાકીને આગલા દિવસે જ

તેઓ દિલ્હી ચાલ્યા ગયા હતાં.

ડૉ. લક્ષ્મીને ભારત મૂકવા આવેલો બ્રિટિશ અધિકારી ગ્રાન્ડ હોટેલમાં ઊતર્યો હતો.

તેમની પાસેથી ડૉ. લક્ષ્મીના સ્વદેશાગમનના સમાચાર સાંભળી નેતાજીના પરિવારનો એક

યુવક અરવિંદ બોઝ તરત જ ડૉ. લક્ષ્મીના ભાઈને ત્યાં પહોંચ્યો. ડૉ. લક્ષ્મી પોર્ચમાં બેઠાં

હતાં. અરવિંદ બોઝ તેમને પોતાની સાથે લઈ ગયા અને બીજા દિવસે દિલ્હી મોકલી આપ્યાં.

દિલ્હીમાં તેમનું સ્વાગત કરવા હજારો સ્ત્રીપુરુષો હાજર હતા. આઝાદ હિંદ ફોજને

બદનામ કરવા અંગ્રેજ સરકારે તેના પર મુકદ્દમા ઠોક્યા હતા. પણ લોકો આઝાદ હિંદ

ફોજના અધિકારીઓને ખૂબ માનની નજરે જોતા. કેપ્ટન લક્ષ્મીને શ્વાસ લેવાની પણ ફુરસદ

ન મળી. લોકો ખૂબ પ્રશ્નો પૂછી રહ્યા હતા. પણ કેપ્ટન લક્ષ્મીને નવાઈ એ લાગી કે વિદેશી

ભૂમિ પર નેતાજીને આવું સંગઠન કેવી રીતે કર્યું, તેમાં સ્ત્રીઓ કેવી રીતે દાખલ થઈ, આઝાદ

હિંદ સરકાર શું હતી - જેવા પાયાના પ્રશ્નો કોઈએ પૂછ્યા નહીં. તેમને લાગ્યું કોંગ્રેસી

નેતાઓ આઝાદહિંદ ફોજને એક બાલિશ પ્રવૃત્તિ ગણતા હતા અને ઈચ્છતા હતા કે આઝાદ

હિંદ ફોજના અધિકારીઓ તેમની આગેવાનીમાં કામ કરે. કેપ્ટન લક્ષ્મીને આ વાતાવરણ

ગમ્યું નહીં. કેટલાક લોકોએ તેમને મહાત્મા ગાંધીને મળવાની સલાહ આપી. પણ અહિંસાનો

માર્ગ કેપ્ટન લક્ષ્મીને પસંદ ન હતો. તેથી તેઓ તેમને મળવા ગયા નહીં.

પ્રેમ સહગલ ત્યારે દિલ્હીમાં જ હતા. તેઓ વિદ્યાર્થી અવસ્થામાં ભગતસિંહ અને

યુવા ક્રાંતિકારીઓથી મૂળ પ્રભાવિત હતા. ગાંધીજીના અહિંસક આંદોલનમાં તેમને બહુ

રસ ન હતો. તેમણે કોલેજ ન છોડી. ભણવાનું પૂરું કર્યું ને પછી લશ્કરમાં જોડાઈ ગયા. તેઓ

માનતા કે આ જ માર્ગે દેશની સ્વતંત્રતા માટે કંઈક કરી શકાશે. તેમને જાપાની સૈન્ય સામે

લડવા મલાયા મોકલવામાં આવ્યા. ૧૯૪૨માં બ્રિટન હાર્યું અને પ્રેમ સહગલ યુદ્ધકેદી

તરીકે પકડાયા.

જાપાનનો પ્રસ્તાવ સ્વીકારનારા અધિકારીઆમે ાં અકે હાવે ાથી પ્રમે સહગલને સિંગાપરુ માં

વસતા ભારતીયાન્ે ો મળવાની છટૂ અપાઈ હતી. તમે ાન્ં ાા અકે ડા.ૅ લક્ષ્મી હતા.ં બન્ં ો વચ્ચે તરત

જ મત્ર્ૈ ાી થઈ. આઝાદ હિંદ ફાજે ઊભી કરવાને લગતી ચચાર્અ ો બન્ં ો વચ્ચે સતત ચાલતી. ડા.ૅ

લક્ષ્મી આઝાદ હિંદ ફાજે ને શક્ય તટે લી તમામ મદદ કરવા તત્પર હતા.ં

આઝાદ હિંદ ફોજ અને રાણી ઝાંસી રેજિમેન્ટની રચના અને બર્મા મોરચે તેમણે

કરેલા યુદ્ધમાં પ્રેમ સહગલ સતત મહત્ત્વના પદે સક્રિય હતા.

૧૯૪૫માં મે મહિનામાં પ્રેમની અને અન્ય અધિકારીઓની બ્રિટિશ સૈન્યે ધરપકડ

કરી. તેમને દિલ્હી લવાયા અને લાલ કિલ્લામાં કેદમાં રખાયા. બ્રિટિશ સરકાર પ્રેમ સહગલ,

શાહનવાજ અને ગુરૂબક્ષસિંગ ધિલ્લોન આ ત્રણ અધિકારીઓ પર જાહેરમાં મુકદ્દમો ચલાવી

તેમને દેશદ્રોહી સાબિત કરવા માગતી હતી. પણ ભારતની પ્રજા માટે આ ત્રણે બહાદુરો

૧૮૫૭ના વિદ્રોહની યાદ અપાવનારી વીરમૂર્તિઓ હતા. એક હિંદુ, એક મુસ્લિમ અને

એક શીખ અધિકારી પર આરોપ મુકાયો હોવાને લીધે ભારતની સમગ્ર પ્રજામાં તેમના પ્રત્યે

આદર અને પ્રેમનો જુવાળ જાગ્યો. ડૉ. લક્ષ્મી દિલ્હી પહોંચ્યા ત્યારે મામલો પરાકાષ્ઠાએ

પહોંચ્યો હતો. છેવટે તેમને છોડવામાં આવ્યા. પણ આઝાદ હિંદ ફોજના સેંકડો સૈનિકો

અને તેના પરિવારો બિમાર, ઘાયલ અને અસહાય અવસ્થામાં ભારત આવ્યા હતા. તેમની

વ્યવસ્થા કરવાની સમસ્યા બહુ મોટી હતી. પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં

આઈએનએ રિલિફ કમિટી સ્થપાઈ જેના સચિવ પ્રેમ સહગલ હતા. ડૉ. લક્ષ્મી મદ્રાસમાં

એક મોટો રેફ્યુજી કેમ્પ હતો ત્યાં અને પછી કેરળમાં સેવા આપતા હતા. આ દરમ્યાન તેઓ

વર્ષો પછી પોતાનાં વૃદ્ધ નાનીને મળ્યાં હતાં.

૧૯૪૭ના માર્ચ મહિનામાં લાહોરમાં ડૉ. લક્ષ્મી અને પ્રેમ

સહગલ લગ્નગ્રંથિથી જોડાયાં. વાતાવરણ ખૂબ ખરાબ હતું.

ભાગલાનો નિર્ણય લેવાયો હતો. હિજરત અને મારધાડ ચાલુ હતાં.

સહગલ દંપતી ભારત આવી કાનપુરમાં વસ્યું. પ્રેમ સહગલે ત્યાં

કાપડમિલમાં કામ કરવા માંડ્યું. આ શહેર જેમ બને તેમ જલદી

છોડી દેવાનો તેમનો વિચાર હતો. પણ નિયતિની યોજના જુદી

હતી. બંને જિંદગીના અંત સુધી કાનપુરમાં જ રહ્યા.

૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારત સ્વતંત્ર થયું. ચારેબાજુ હર્ષ-ઉલ્લાસ હતાં.

પણ પ્રેમ, લક્ષ્મી અને તેમના આઝાદહિંદ ફોજના મિત્રોનાં હૃદય રડી રહ્યાં હતાં. તેમણે જે

સ્વતંત્ર ભારતનું સ્વપ્ન જોયું હતું તે આ નહોતું. રાજકારણમાંથી તેમનો રસ ઊડી ગયો અને

સૌએ પોતપોતાના વ્યવસાયમાં મન પરોવ્યું.

ડૉ. લક્ષ્મી કાનપુર આવતાં પંજાબી

શરણાથીર્અ ાન્ે ાી સવે ામાં પરાવે ાઈ ગયા.ં તમે ને

બે પુત્રીઓ થઈ. તેમનું સામાજિક જીવન પણ

વ્યસ્ત હતું. ટેનિસ પાર્ટીઓ, કલાપ્રવૃત્તિઓ

અને સામાજિક પ્રવૃત્તિઓ સતત ચાલતી.

૧૯૭૧ના યુદ્ધ પછી પૂર્વ બંગાળમાં

શરણાર્થીઓનો પ્રવાહ શરૂ થયો. ડૉ. લક્ષ્મી

પિપલ્સ રિલીફ કમિટી તરફથી સરહદ પર ચાલતા વિરાટ શરણાર્થી કેમ્પમાં સેવા આપવા

લાગ્યાં. ત્યાં તેમનો પરિચય પશ્ચિમ બંગાળના સમાજવાદી પક્ષ સાથે થયો. નેતાજી વિશેની

તેમની ખોટી માન્યતાઓથી ડૉ. લક્ષ્મી અકળાતાં અને કલાકો સુધી ચર્ચા કરતાં. કાનપુર

આવ્યા પછી તેઓ પક્ષના સભ્ય બન્યાં અને પહેલાં ટ્રેડ યુનિયનમાં અને પછી ઑલ ઈન્ડિયા

ડેમોક્રેટિક વિમેન્સ એસોસિએશનની સ્થાપના (૧૯૮૧) અને કાર્યોમાં વ્યસ્ત થયાં. આ

બધા સાથે તેમનું વ્યાવસાયિક દાકતરી કામ તો ચાલુ જ હતું.

૧૯૮૪માં ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ. ડૉ. લક્ષ્મીના નેતૃત્વમાં ડૉકટરોની એક ટીમ

ત્યાં પહાચેં ી ગઈ. એ જ વર્ષે શીખો વિરદ્ધુ થયલે ાં હલ્ુ લડામે ાં હચમચી ગયલે ાં કાનપરુ વિસ્તારમાં

શાંતિ સ્થાપવા તેમણે પ્રયાસો આદર્યા. ૧૯૯૬માં બેંગ્લોરમાં મિસ વર્લ્ડ સ્પર્ધા સામે આંદોલન

કરી જેલવાસ ભોગવ્યો.

૨૦૦૨માં ભારતીય સમાજવાદી પક્ષ, ભારતીય માર્કસવાદી સમાજવાદી પક્ષ,

ક્રાંતિકારી સમાજવાદી પક્ષ અને ઑલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક - આ ચાર ડાબેરી પક્ષોએ

રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડૉ. લક્ષ્મીને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યાં.

એ.પી.જે. અબ્દુલ કલામ સામે તેઓ આ પદનાં એક માત્ર ઉમેદવાર

હતાં. ‘મારી અંદરની આગે મને આ ચૂંટણીમાં ઝંપલાવવા માટે પ્રેરી.

હું ફૌજી છું. અમે જીતવા કે હારવા માટે નહીં, એક ધ્યેય માટે લડવાનું

શીખેલા છીએ.’ તેમણે કહ્યું હતું.

ડૉ. લક્ષ્મીના વિચારોમાં સ્પષ્ટતા, નિર્ભયતા અને નિખાલસતા

છે. ‘અબ્દુલ કલામને એટલા માટે પસંદ કરવામાં આવ્યા છે કે તેઓ

તેમને જોઈએ છે તેવા મુસ્લિમ છે. શાકાહારી, ગીતા વાંચતા, અંગ્રેજીભાષી, અપરિણીત.

ભારતના મુસ્લિમો જુદા છે’ કહી ડૉ. લક્ષ્મીએ ભાજપની ‘સ્યુડો નેશનાલિઝમ’માં માનનાર

કહી ટીકા કરી હતી. ગોધરાકાંડ, ગ્લોબલાઈઝેશન અને અણુપ્રયોગો પર પોતાના આગવા

વિચારો તેમણે નીડરતાપૂર્વક વ્યક્ત કર્યા છે. ભારતના વિભાજન માટે તેમણે ઝીણા જેટલા

જ જવાબદાર ભારતના હિંદુત્વવાદીઓને ગણાવ્યા છે. કાશ્મીર પ્રશ્ને અને અન્ય મામલામાં

પાકિસ્તાન સાથે વાટાઘાટ ચાલુ રાખવામાં તેઓ માનતા હતા. સદ્‌ભાવના નામે ભારત

તરફથી બતાવાતો વધુ પડતો મૈત્રીભાવ તેમને ખૂંચતો. નવા પરિવેશમાં રાજકીય સ્વતંત્રતા

જેટલી જ અગત્યની આર્થિક સ્વતંત્રતા પણ છે તેઓ તેમનો મત હતો.

ડૉ. લક્ષ્મીની બે પુત્રીઓમાંની એક અનીતા ગૃહિણી છે. સુભાષિની માર્કસવાદી

કોમ્યુનિસ્ટ પક્ષમાં સક્રિય છે અને ફિલ્મસર્જક મુઝફ્ફરઅલી (જેમણે ‘ઉમરાવજાન’ ફિલ્મ

બનાવી)ને પરણ્યાં છે. ડૉ. લક્ષ્મી પણ આ પક્ષમાં છેક સુધી કાર્યરત હતાં. કાનપુરમાં ડૉ.

લક્ષ્મીનું પ્રસુતિગૃહ પણ છેક સુધી ચાલુ હતું અને સ્ત્રીઓની સમસ્યાઓ અંગેનું કામ પણ

ચાલુ જ હતું. ‘અમે સદ્‌ભાગી છીએ કે અમે આઝાદ હિંદ ફોજમાં હતાં. ભારત સરકારે

અમારી જોઈએ તેવી કદર કરી નથી. જો કે તેવી અપેક્ષા પણ રાખી નથી. અમે જે કંઈ કરી

શક્યા તેનો અમને ગર્વ છે’ એવું તેઓ કહેતાં.

૧૯ જુલાઈ ૨૦૧૨ના દિવસે ૯૭ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ

થયું. તેમનો મૃતદેહ તેમની ઈચ્છા મુજબ કાનપુરની મેડિકલ કોલેજમાં વૈદકીય સંશોધન

માટે દાનમાં અપાયો.

૧૯૯૮માં ડૉ. લક્ષ્મીને ‘પદ્મવિભૂષણ’ સન્માન આપવામા આવ્યું. તેમના જવાથી

એક યુગનો જાણે અંત આવી ગયો છે.

• • •

નામ ઃ સોનલ પરીખ

જન્મ તારીખ ઃ ૧૦-૧૦-૧૯૫૯

વતન ઃ મોરબી - છેલ્લા ૩૦ વર્ષથી મુંબઈમાં.

શિક્ષણ ઃ સ્.છ., મ્.ઈઙ્ઘ., ેંય્ઝ્ર (દ્ગીં)

સંગીત વિશારદ (કંઠ્ય)

સરનામું ઃ બી/૨, રીતિકા એપાર્ટમેન્ટ,

એસ.વી.રોડ, દહીંસર (પૂર્વ),

મુંબઈ-૪૦૦૦૬૮

સંપર્ક ઃઓફિસનું સરનામું

‘જન્મભૂમિ’, તંત્રી વિભાગ,

‘જન્મભૂમિ ભવન’, જન્મભૂમિ માર્ગ, ફોર્ટ,

મુંબઈ-૪૦૦ ૦૦૭

ફોન નં. ઃ ૯૨૨૧૪ ૦૦૬૮૮, ૦૨૨-૨૩૮૦ ૩૩૩૨ ર્(ં)

વ્યવસાય ઃ ‘જન્મભૂમિ’ અખબારના તંત્રીવિભાગમાં કાર્યરત.

અનુભવ ઃ ભારતીય વિદ્યાભવનના માસિક ‘નવનીત સમર્પણ’માં

સંપાદકીય કાર્યોનો અને ‘મુંબઈ સર્વોદય મંડળ’ અને ‘ગાંધી

સ્મારકનિધિ, મણિભવન’ આ ગાંધી સંસ્થાઓમાં રિસર્ચ ફેલો

તેમજ વહીવટી કાર્યનો અનુભવ.

લેખન ઃ બે કાવ્ય સંગ્રહ, અગિયાર અનુવાદના પુસ્તકો. સ્વતંત્ર લેખો,

અનુવાદો, કાવ્યો વગેરે વિવિધ સામયિકમાં છપાતાં રહે છે.

રસનો વિષય ઃ જિંદગી

વિચારવલોણું પરિવાર દ્વારા પ્રકાશિત અને

પ્રાપ્ય પુસ્તકોની યાદી

૪૦૬, વિમૂર્તિ કોમ્પલેક્ષ, ઓક્સફર્ડ ટાવરની સામે, ગુરુકુળ રોડ, મેમનગર,

અમદાવાદ-૫૨. ફોન : ૦૭૯-૩૦૧૨૨૭૩૬

૦૧ અંતિમ મૂલ્યવાન બક્ષિસ (મૂ.લે. જિમ સ્ટોવેલ)

અનુ. મનસુખ રીંડાણી રૂા. ૨૦.૦૦

૦૨ લાવણ્યા (મૂ.લે. રવીન્દ્રનાથ ટાગોર)

અનુકલન : માવજી કે. સાવલા રૂા. ૩૦.૦૦

૦૩ લક્ષ્ય (મૂ.લે. એલિયાહૂ ગોલ્ડરેટ), અનુ. જયપ્રકાશ જોષી રૂા. ૫૦.૦૦

૦૪ ઔદ્યોગિક જીવનમાં આધ્યાત્મિકતા, વિમલા ઠકાર રૂા. ૫૦.૦૦

૦૫ આરણ્યક, અનુ. ડા. ચંદ્રકાંત મહેતા રૂા. ૫૫.૦૦

૦૬ મૃત્યુનો ઉત્સવ, ભાવાનુવાદ : દર્શા કિકાણી રૂા. ૪૦.૦૦

૦૭ સંવાદ (ગુજરાતી), સારસંક્ષિપ્ત : મુનિ દવે રૂા. ૨૫.૦૦

૦૮ જ્યાં હાથ નાખો ત્યાં સોનુ છે, દર્શા કિકાણી રૂા. ૩૫.૦૦

૦૯ યાન્ની, સારાનુવાદ : કલ્પના શાહ રૂા. ૩૫.૦૦

૧૦ વિશ્વશાંતિના રાહબરો ભાગ-૧ અને ૨

સારાનુવાદક : ડૉ. રશ્મિ ત્રિ. વ્યાસ રૂા. ૩૫.૦૦

૧૧ ભીતરનું સામર્થ્ય, ભાવાનુવાદ : સોનલ પરીખ રૂા. ૩૫.૦૦

૧૨ શાળાઓને પત્રો, સંક્ષિપ્ત : બાલકૃષ્ણ દવે રૂા. ૩૫.૦૦

૧૩ ખોજ (મૂ. લે. : મેરી કોરેલી), સારાનુવાદક ડૉ. વિપુલ દેસાઈ રૂા. ૨૫.૦૦

૧૪ હું નફરત નહીં કરું, ભાવાનુવાદ : ડૉ. પ્રફુલ્લ દવે રૂા. ૨૫.૦૦

૧૫ સંસ્થા ઘડતર, સંકલન : મુનિ દવે રૂા. ૩૫.૦૦

૧૬. આત્મા-પરમાત્મા, જન્મ-પુનર્જન્મ, સંપાદક : હિરાલાલ વરિયા રૂા. ૫૫.૦૦

૧૭. મનોપચાર, સારાનુવાદક : સ્મિતા પિનાકીન શાહ રૂા. ૩૦.૦૦

૧૮. સુખમય, ભાવાનુવાદક : અશોક શાહ રૂા. ૨૦.૦૦

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED